________________
અપ્રમત્તપણે ચાલતાં જીવ ચંપાઈ જાય તો પણ હિંસા નથી.
દ્રવ્યહિંસા નજરે ચડે છે. ભાવહિંસા નજરે ચડતી નથી. આ જ તકલીફ છે. આવા તત્ત્વદષ્ટા ગુરુનો યોગ મળે ત્યારે યોગાવંચકની પ્રાપ્તિ થાય. કાળનો પરિપાક થાય ત્યારે જ આ બધું મળે.
આવા સદ્ગુરુ આપણી દ્રવ્ય-ભાવથી રક્ષા કરે. ગુણસંપન્ન બનાવે. ભગવાન સાથે જોડાવી આપે.
* ભવભ્રમણનું મૂળ ગુણહીનતા છે. માટે સદ્ગુણોનો સંગ્રહ કરો. ધન વગેરે અહીં જ રહી જશે. ગુણો ભવાંતરમાં પણ સાથે ચાલશે. સદ્ગુણો જેવી કોઈ ઉત્તમ સંપત્તિ નથી. ભગવાન આપણને ગુણસંપત્તિ આપે છે.
* ગુરુ માત્ર શ્રુતજ્ઞાન ભણેલા હોય એટલું જ નહિ, એમાં ઉપયોગવાળા હોય. જે વખતે જેની જરૂર હોય તે સ્મ્રુતિમાં હોય. ચરણાનંદી હોય. જ્ઞાનની તીક્ષ્ણતા એ જ ચારિત્ર ગણ્યું છે. ‘જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તે’
આત્મતત્ત્વનું આલંબન લઈ તેમાં રમણ કરે, તેનો આસ્વાદ લે, આવા સદ્ગુરુના યોગથી અનેક જીવો ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ પામે.
આવા ગુરુના ગુણો ગુરુની પાસે હોય (હે), પણ તેમની નિશ્રામાં રહેનાર શિષ્યને શો લાભ ? આ પ્રશ્નનો જવાબ એ છે કે, એમના તરફ શિષ્યોના ભક્તિ અને બહુમાન વધે. નવદીક્ષિતો ગુણરત્નસાગર ગુરુ પર ભક્તિ – શ્રદ્ધા – બહુમાનથી તરી જાય.
જ્યાં ભાવથી ગુરુભક્તિ હોય ત્યાં ચારિત્રમાં સ્થિરતા હોય. આ વ્યાપ્તિ છે. ચારિત્રમાં સ્થિરતા થઈ, આ જ શિષ્યને ગુરુદ્વારા લાભ થયો. શ્રદ્ધા – સ્થિરતા ચ ચાળે भवति तथाहि गुरुभक्ति बहुमानभावत एव चारित्रे श्रद्धा स्यैर्यं च भवति । नान्यथा । ગુરુ બહુમાન નથી તો ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા નહિ જ રહે. એનો અર્થ એ થયો કે આજે જો આપણામાં ચારિત્રમાં કાંઈ પણ શ્રદ્ધા કે સ્થિરતા હોય તો ગુરુભક્તિનો જ પ્રભાવ છે.
સમાપત્તિઃ ધ્યાતા – ધ્યેય અને ધ્યાનની એકતા.
ધ્યાતા, આત્મા, ધ્યેય પરમાત્મા અને ધ્યાનની એકતા એટલે એકાગ્ય સંવિત્તિ.
સંવિત્તિ = જ્ઞાન.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
*** ૫૧ www.jainelibrary.org