________________ તૃપ્તિ નથી ને આત્મગુણોમાં પરમ-તૃતિ છે. (ચેતન નો તેની ચેતના સાથે કદીવિયોગ થતો નથી. માટે ચેતના સ્વરૂપે આત્માની ૩પત્નીઓ છે (1) જ્ઞાનચેતના (2) કર્મચેતના અને (3) કર્મફલ ચેતના. ચેતનરાજા (1) કર્મચેતનાને (2) કર્મફલ ચેતના રૂપ બે પત્નીના સંગમાં શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ પત્નીને ભૂલી ગયો છે.ચેતનરાજને પોતાની ખરી પત્નીના દર્શન ક્યારે થાય? સમ્યગ્દર્શન આવે ત્યારે ૪થા ગુણઠાણે -પછી બે પત્નીથી છૂટવાનો ભાવ થાય છે. આ જગતમાં ચક્રવર્તીના સુખ, 9 કૈવેયકના સુખ જે ઊંચામાં ઊંચા ભૌતિક સુખ પણ જિનદર્શનની આરાધનાથી પ્રાપ્ત થઈ શકે જેમણે પણ ભૌતિક સુખ આત્મા માટે ઉપાદેય નથી. જેમણે તૃષ્ણા અને તૃષ્ણાના નિમિત્ત એમ બંનેનો ત્યાગ કર્યો છે, આવા મુનિને ઈંદ્રની ઋદ્ધિ જોઈને એનાથી પોતે હીન છે એવો ભાવ ક્યારેય પણ નહી આવે. ઈન્દ્ર મહારાજા આત્માના ગુણોનો અનુભવ કરી શકતા નથી, કારણ પુન્યના ઉદયથી પ્રાપ્ત ઋધ્ધિનો ત્યાગ કરી શકતા નથી, પણ ત્યાગની ભાવના ભાવી શકે. જે પુન્યથી પ્રાપ્ત સામગ્રી વડે પુરુષાર્થ કરી મોહને હરાવે તે જ આત્મા-ગુણોનો અનુભવ કરી શકે. સમ્યગ્દષ્ટિ ને દૃષ્ટિ સારી છે પરને પર તરીકે જાણે છે પણ સ્નેહના સંબંધને છોડી શકતો નથી. પિતા-પુત્રના સંબંધને હેય માને છે પણ પુત્ર પ્રત્યે લાગણીનો સંબંધ છે તે છોડી શકતો નથી. મિથ્યાત્વ નથી એટલે વિકલ્પોની હારમાળા નહી ચાલે અનંતાનુબંધીનો ઉદયપરની તૃષ્ણાને ધારા બદ્ધ ચલાવે. સાધુ જીવનમાં સમતામાં રહેવુએ જ મોટી સાધના છે. ગુરુ કે શિષ્ય બધાએ સ્વયં સમતામાં રહેવું અને બીજાને પણ સમાધિ થાય એ રીતે સાધના કરવાની છે. ગુરુના ઉપકારને યાદ કરી કાયરતા હશે તો રડવું આવશે અને પરાક્રમી હશે તો ગુરુને જે ઈષ્ટ હતું તે કરવા મંડી પડશે, તત્ત્વ દેહે તો ગુરુ સતત સાથે જ છે. એમના તત્ત્વદેહને પકડવાના છે તો એમનો અભાવ નહી જ્ઞાનસાર // 33