________________ ત્રિભુવનમાં રહેલા જીવો જેજે “પરને શરણે ગયેલા છે તેઓ કર્મબંધ ને કારણે અશરણ હાલતમાં છે. ગુણો પર આવરણો આવી ગયા છે, દોષો પ્રગટ થયેલા છે તેને જોઈને પરમ એવા આત્મા ઉદ્ધીગ્ન બને છે અને ખેદ દશાને પામે છે આવરણ હટે, ગુણો પ્રગટે તો જ આત્મા સુખી બને એવો નિર્ધાર તેના હૃદયમાં આવવો જોઈએ. * સર્વદુઃખોનું મૂળ આશ્રવ છે. તેના નિવારણ માટે મહાવ્રતો છે. અને મહાવ્રતોની રક્ષા-શુદ્ધિ માટે સમિતિ અને ગુપ્તિ છે. સુખ આત્મામાં જ છે. ગુણો પ્રગટ થાય ત્યારે નિજાનંદ પ્રગટે જ. આ નિશ્ચય પ્રગટ થાય તો જ ગુણો પામવાનો પુરુષાર્થ થાય. આશ્રવ પ્રત્યે અરૂચિ ભાવ પ્રગટે તો જ સંવરની રૂચિ પ્રગટે અને તે માટે જ વ્રતનો સ્વિકાર કરવાનો વિરતિ વિના સંવર નહીં, સંવરવિના સમતા નહીં, સમતા વિનાસિદ્ધિ નહીં. સર્વદુઃખોનું મૂળ આશ્રવ છે. પોતાના સ્વભાવમાં સહજ મગ્ન બનવું એ એનો સ્વભાવ છે. આશ્રવથી નિવૃત્ત થવા માટે અને અંતરમાં પ્રવૃત્ત થવા માટે પ્રતિજ્ઞા ધારણ કરવી પડે છે અને એમાં દઢ રહેવા માટે એની ભાવનાથી ભાવિત થવું જોઈએ. પાંચ મહાવ્રતોની 25 ભાવના અને અનિત્યાદિ 12 ભાવનાની અનુપ્રેક્ષાથી આત્મામાં સ્થિર થવાનું છે. અનુપ્રેક્ષા - અનુ= વારંવાર, પ્રેક્ષા - જુવો આત્મા ક્યાં છે? કોની સાથે જઈ રહ્યો છે? તેનું વારંવાર નિરીક્ષણ કરવું આત્મા પરમાં જવાનો પ્રયાસ કરે છે તેથી સ્થિર નથી રહી શકતો પણ અનુપ્રેક્ષા કરવા દ્વારા આત્માને ત્યાંથી પાછો વાળવાનો છે અને સંવર કરવાનો છે, તેથી આત્માને જે અવિરતિજન્ય બંધ ચાલુ હતો તે અટકી ગયો ઉપરાંત નિર્જરા થાય એ જુદી. પરના સંયોગમાં મોહના પરિણામને ભળતાં અટકાવવા તે ભાવસંવર જ્ઞાનસાર || 123