________________ ગાથા- 7 અનારોપસુખ મોહત્યાગાદનુભવજ્ઞપિ. આરોપપ્રિય લોકેષ, વક્તમાશ્ચર્યવાન્ ભવેત્ | ગાથાર્થઃ મોહના ત્યાગથી (ક્ષયોપશમથી) સહજ સુખનો અનુભવ કરનાર પણ આરોપિત સુખમાં પ્રીતીવાળા લોકને સહજ સુખ કહેવામાં આશ્ચર્ય પામે છે સહજ સુખનું સ્વરૂપ વાણીથી સમજાવી ન શકાતું હોવાથી મૂઢ જીવોને આ સહજ સુખ શી રીતે સમજાવવું એમાં આશ્ચર્ય પામે છે. સંસારી જીવો આરોપિત સુખો - ઉપાધિજન્ય સુખો ભોગવે છે જયારે યોગીઓ મોહથી રહિત-અનુપમ-અદ્વિતીય સહજ એવું શાશ્વત સુખ અનુભવે છે - જ્ઞાનીઓ જ્ઞાન દ્વારા “સ્વ” ના સુખનો નિર્ધાર કરીને તે સુખ અનુભવે છે. પણ જ્ઞાન સાથે મિથ્યાત્વ ભળે તો તે બ્રામિક સુખ-ઉપાધિરૂપ બને છે. મોહના વિગમથી જ્ઞાનશુદ્ધિ થવાથી જ સહજ સુખ અનુભવાય છે. મોહને કારણે ગુણો ઢંકાયા - તેથી તે વિપરીત રૂપે - આભાસ રૂપે બહાર આવ્યા. વિભાવજન્ય સુખ પ્રગટ થયું. ઉદા. ઝાંઝવાના નીર -નીર ન હોવા છતાં નીરની બુધ્ધિ થવી તે મિથ્યાત્વ. પછી તે મેળવવા તે ભણી દોટ મૂકવી એ ચારિત્રમોહનીયનું કાર્ય થયું. આમ પર' ભણી દોટ આત્માને અત્યંત થકવી નાંખે છે અને “સ્વ” ભણી દોટ - આત્માની દોટ તે પરમ વિશ્રાંતિના સ્થાનરૂપ સ્વભાવ ભણી લઈ જાય છે. સમકિતની હાજરીમાં પરને ભોગવવાનો ભાવ હોય પણ રૂચિનહોય, “સ્વ” ને ભોગવવામાં જ રૂચિ હોય. જયાં સુધી મિથ્યામોહનીય હટે નહીં ત્યાં સુધી પરમાંથી સુખબુદ્ધિ હટવાની નથી. ચારિત્ર મોહનીય હટે નહિ ત્યાં સુધી પર માંથી સુખનો અનુભવ પણ હટે નહિ. પંડો ખાધો તો મીઠો લાગે અર્થાત્ . મીઠાશનું જ્ઞાન થયું પણ મીઠાશ સુખરૂપ લાગે તે રતિ - મોહના પરિણામનું ફળ છે. આથી પુદ્ગલના સંગમાં મોહના ત્યાગ વિના આત્માના અનુભવની વાત કરવી કેટલી વ્યાજબી છે? જ્ઞાનસાર // 314