________________ નથી તો તેઓ ખોટું આપણને શું કામ કહે? માટે જો તેમના વચન પર અપૂર્વ શ્રદ્ધામય બની જાય તો કામ થાય. જેમ કે વંકચૂલ.... તેને ગુઢ પર આવી અપૂર્વ શ્રદ્ધા થઈ ગઈ હતી. એક વખત અટવીમાં સાથીઓ સાથે હતાં, બધાં ભૂખ્યા થયા છે સામેકિપાકના સુંદર મઝાનામિઠાશવાળા ફળો છે. અજાણ્યા ફળ ન ખાવાનો વંકચૂલને નિયમ હતો. તેણે ન ખાધા. તે ફળ ઝેરી હોવાને કારણે બધા મરી ગયા, વંકચૂલ નિયમ પાલનથી બચી ગયો. રાજાએ એને દેશનિકાલની સજા કરી હતી. પણ ખાનદાન - જૈનકુળમાં જન્મેલો. ક્ષત્રિય બચ્યો હતો. સાથે એની પત્નિ અને પૂષ્પચુલા એની બહેન સાથે ગઈ હતી. એ પાર્શ્વનાથ પરમાત્માની પરમ ઉપાસિકા હતી. પરમાત્મા-દર્શનનો નિયમ હતો તેથી સ્ફટિકની પ્રતિમા સાથે લીધી હતી. જંગલમાં પણ આ મહામંગલ સાથે હતું માટે જ ૧૦પૂર્વધર આર્યસુહસ્તિ સૂરિ મ.સા. એ ત્યાં ચોમાસું કર્યું. વંકચૂલે ચોમાસા દરમ્યાન ઉપદેશ આ હદમાં ન આપવાની કરેલી વિનંતિ સ્વીકારી હતી. હદ (સીમા) પૂર્ણ થતાં વંકચૂલને યોગ્ય જાણી 4 નિયમો આપ્યા હતા. તેના વિશુધ્ધ પાલનથી ઘણા પાપોથી બચી ગયો અને મૃત્યુ સમાધિને પામીને સ્વર્ગે ગયો. ચારિત્રમોહની ભ્રાંતિ વિશેષ છે. પેંડો ખાધો સુખ રૂપલાગ્યો. મૃદુતા નો સ્પર્શ થયો -મીઠો લાગ્યો - તેથી શાતા મળી - તે પણ પીડા રૂપ જ છે. કેમ કે શાતા એ કર્મનો જ વિપાક છે. રીતસરની પીડા તો મળતી નથી માટે એનો અનુભવ થતો નથી. માત્ર પરમાત્માના વચન પર શ્રદ્ધા જ કરવાની છે. આ શ્રદ્ધા જ સુખરૂપ શાશ્વત માર્ગે પહોંચાડનારી છે. 0 પરમાત્માના શાસનમાં તરે કોણ? ભોઠમાં ભોઠ હોય પણ દેવ-ગુઢ-ધર્મની અપૂર્વ શ્રદ્ધાના બળે તરી જાય. માસતુષ જેવા મુનિ જેમને કાંઈ જ યાદ રહેતું ન હતું પણ ગુઢના કહેવાથી . મા રૂષ, મા તુષ, મંત્ર ને હૃદયપટ પર અવધારી બાર વર્ષ સુધી એની રટના કરી, કે ગુરૂએ આપેલો આ મંત્ર જ મને તારશે. કોઈ વિકલ્પ નહીં. કોઈ મશ્કરી કરે તો પણ કાંઈ લાગે નહીંએવા એ મુનિ જેમનામતિ-શ્રુત જ્ઞાનના પણ ઠેકાણાં જ્ઞાનસાર || 328