Book Title: Gyansara Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust
Catalog link: https://jainqq.org/explore/032776/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 0000008 ભાગ-૧ મોક્ષ અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોદ તિમિર હર્યું જુગતે..... પૂર્ણતા મગ્નતા. સ્થિરતા મોહ-ત્યાગ અધ્યાત્મયોગી તાત્વિક પ્રવચનકાર આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરવિશેખરસૂરીશ્વરજી મહારાજા Page #2 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામીને નમઃ શ્રી મહાવીર સ્વામીને નમઃ શ્રી સુધર્મા સ્વામીને નમઃ શ્રી આત્મ-કમલદાન-પ્રેમ-રામચંદ્ર-હીર–મહોદય-લલિત–રાજશેખર સૂરિભ્યો નમઃ ન્યાય વિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ વિરચિત ટીકાકાર પૂ. દેવચંદ્રજી મહારાજ સાહેબ જ્ઞાનસાર (પ્રથમ ભાગ-૧ થી 4 અષ્ટક) 0 આશીર્વાદ દાતા - - પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વર મહારાજ પ્રવચનકાર પૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજય રવિશેખરસૂરીશ્વર મહારાજ જ્ઞાનસાર // 1 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન વર્ષ : વીર સવંત ૨૫૪૨–વિક્રમ સંવત 2072 આર્થિક સહાય : શ્રીમતી ભાવનાબેન સુધીરભાઈ મહેતા, રાજકોટ મૂલ્ય કિંમત : પઠન-પાઠન-પરિણમન આવૃત્તિ પ્રથમ : 1000 9 પ્રાપ્તિ સ્થાન 3 મુંબઈ શ્રી નયનભાઈ દેઢિયા મંગેશ મહાલક્ષ્મી ગૌશાળા રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦ ફોન-૦૨૨-૨૫૬૨૪૨૦૮ મો. 90298 26895 સુરેન્દ્રનગર શ્રી પ્રદિપભાઈ મહેતા શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ, આરાધના ભવન, માઈ મંદિર રોડ, વિઠ્ઠલ પ્રેસ, સુરેન્દ્રનગર ફોન-૦૨૭૫૨-૨૩૧૧રર મો. 94090 69464 રાજકોટ શ્રી કમલેશભાઈ દામાણી કરણપરા શેરી નં. 27, "જિનાજ્ઞા", રાજકોટ–૩O 001 ફોન-૦૨૮૧-૨૨૩૩૧૨૦ મો. ૯૪ર૭૧ 68613 0 રાજકોટ શ્રી પ્રકાશભાઈ દોશી જૈન ઉપકરણ ભંડાર વર્ધમાન નગર જૈન દેરાસર, વર્ધમાન નગર, રાજકોટ-૩૬૦ 001 મો. 98983 99844 કોમ્યુટર ટાઈપ સેટીંગ અમીન આઝાદ 5, સુભાષનગર, આમ્રપાલી સિનેમા પાસે, રાજકોટ. ફોન : 0281-2451864 મો.: 99988 54253 પ્રિન્ટીંગ H નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ૯-પુનાજી ઈન્ડ. એસ્ટેટ, ધોબી ઘાટ, દુધેશ્વર, અમદાવાદ. ફોનઃ 079-2524999 = પ્રકાશક: 4 શ્રી સચ્ચિદાનંદ જ્ઞાનવર્ધક ટ્રસ્ટ શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ આરાધના ભવન, માઈ મંદિર રોડ, વિઠ્ઠલ પ્રેસ, સુરેન્દ્રનગર જ્ઞાનસાર // 2 Page #4 -------------------------------------------------------------------------- ________________ 0 પ્રસ્તાવના 0 પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબની એક અનેરી અને અનોખી કૃતિ એટલે “જ્ઞાનસાર” ગ્રંથ. . વિ.સં. ૧૭૧૧નાદિવાળી પર્વેસિદ્ધપુરમાં રચાયેલી કૃતિ “જ્ઞાનસાર” ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી છે. તેના અનેક અનુવાદો-વિવેચનો વગેરે થયા છે. પહેલી ટીકાના રચયિતા પૂ. દેવચંદ્રજી મહારાજ છે. વિ.સં. 175 માં તેઓ દ્વારા રચાયેલી ટીકા ખજાના જેવી છે. ગ્રંથકારશ્રીજીએ ગ્રંથમાં જ્ઞાનનો સાર તથા અનુભવનો નિચોડ ઠાલવી દીધો છે તો ટીકાકારશ્રીજીએ એ રત્નોની પરખ કરી છે. પૂ. દેવચંદ્રજી મહારાજ વર્તમાનમાં પ્રાયઃ મહાવિદેહ ક્ષેત્રમાં કેવળી થઈ વિચારી રહ્યાનું મનાય છે. શુદ્ધ આત્મ તત્ત્વનો યત્કિંચિત અનુભવ કરાવતા અને મોહનાવિષને ઉતારવામાંગારૂડિક મંત્ર સમાન જ્ઞાનસાર ગ્રંથમાં જ્ઞાનનો સાર પ્રાપ્ત કરવાનું સમજાવ્યું છે. સદર ગ્રંથના આધારે પૂ.આચાર્ય ભગવંત શ્રી રવિશેખર સૂરિ મહારાજ સાહેબે પોતાની અધ્યાત્મ ભરેલી શૈલીથી ગ્રંથ તથા ટીકાના શ્લોકોના સારને વાચનારૂપે સરળ ભાષામાં રજૂ કરેલ છે. જ્ઞાનસારના નવ અષ્ટક દ્વારા અધ્યાત્મના અભ્યાસી જીવોમાં અધ્યાત્મદશાની પ્રાપ્તિ, સ્વભાવદશાની સન્મુખતા, વિભાવદશાની પરામુખતા, વૈરાગ્યની વૃદ્ધિ, શુધ્ધ આત્મતત્ત્વનો અનુભવ, આત્મગુણોની રમણતા, દેહ અને દેહીની ભેદબુદ્ધિ, જ્ઞાનક્રિયાની પરસ્પર સાપેક્ષતા, નિશ્ચય-વ્યવહારનો સમન્વય, સંવેગ-નિર્વેદ ભાવવાળી આત્માની પરિણતિ, આત્માના સ્વરૂપ એટલે સ્વભાવની સ્પષ્ટતા. આ બધું જાણી-વાંચીસમજીને વાચક આવા તત્વને પામે એવા ભાવોથી પૂ. ગુરુ ભગવંતે મૂળ ગ્રંથ અને ટીકાનો ટૂંકસાર અહીં રજૂ કર્યો છે. જ્ઞાનસાર || 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ નવ અષ્ટકનો સાર અહીં આપ્યો છે તે અદ્ભુત મીઠાશ અને મધુર ટકોરથી કંડારાયેલો છે. જેના અભ્યાસથી સાચા આત્માર્થી જીવની દષ્ટિ બદલાયા વિના નહી રહે. અનાદિકાળના મોહવાસનાના વાતાવરણમાં રહેલો જીવ અવશ્ય પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં પરત ફરશે અને પરમાંથી સ્વની રુચિ ધરાવતો થઈશુદ્ધ આત્મતત્ત્વ તરફ પ્રયાણ આદરશે. સંસારનાં સુખો તેને હેય લાગશે. પૂજ્યશ્રીજીએ ઘૂંટી ઘૂંટીને સ્વભાવ અને સ્વરૂપની વાતો સમજાવી છે. શુદ્ધ આત્મતત્ત્વ પોતાનું થાય તેવી મહેનત કરવી રહી. પૂજ્યશ્રીના પાલીતાણા–સુરેન્દ્રનગર-રાજકોટ વિગેરે સ્થાનોમાં થયેલા જીવવિચાર–નવતત્વના વ્યાખ્યાનોને પણ પુસ્તક સ્વરૂપે પ્રસિધ્ધ કરવાના અમારા પ્રયત્નો ચાલુ જ છે. જ્ઞાનસારને ખૂબ જ સારી રીતે સમજવા જાણવા અનુભવવા માટે જીવવિચાર–નવતત્વનો અભ્યાસ અતિ આવશ્યક છે. આવતા થોડા સમયમાં જ્ઞાનસારના બીજા અષ્ટકો એટલે કે પાંચમા અષ્ટક થી નવમાં અષ્ટક પ્રસિધ્ધ થશે. જિનાજ્ઞા વિપરીત કે પૂજ્ય ગ્રંથકારના આશયથી વિપરીત નિરૂપણ ક્યાંય પણ થયું હોય તો હાર્દિકમિચ્છામિ દુક્કડં..! પ્રકાશકનો પુસ્તકરૂપે આ પ્રથમ પ્રયાસ હોય ક્ષતિ, ખામી જણાવવા કૃપા કરશો. માગશર સુદ–બીજ સં. ૨૦૭ર લિ. તા. 13-12-2015 સચ્ચિદાનંદ જ્ઞાનવર્ધક ટ્રસ્ટ જ્ઞાનસાર // 4 Page #6 -------------------------------------------------------------------------- ________________ આત્માના અનુભવ માર્ગનો પ્રકાશ એટલે જ્ઞાનસાર-(જ્ઞાનમંજરી) ન્યાયવિશારદ મહોપાધ્યાય યશોવિજય મહારાજશ્રીએ સ્વ-પર આગમમાં ડૂબકી મારીને જે આગમ રહસ્યો પ્રાપ્ત કર્યા અને જ્યારે આત્માનુભવ યોગી મહારાજશ્રી આનંદધનયોગીના સમાગમ પછી જે આત્માનુભવની તેમનામાં જે દિશા ખૂલી અને અનુભવરસનું જે પાન કર્યું તેનો નિચોડ તેમણે આ “જ્ઞાનસાર”માં ઠાલવ્યો છે. જ્ઞાનસાર” ગ્રંથ એટલે આગમરૂપ સાગર–જ્ઞાનસ્વરૂપ ગાગરમાં જાણે ફેરવાયો ન હોય? વ્યવહાર - નિશ્ચયનાં સમન્વયની અદ્ભુત કળાનું કૌશલ્યનું નિરૂપણ. આગમખજાનાના તત્ત્વરત્નોની જાણે “જ્ઞાનસાર” ખાણ ન હોય? એવા ગ્રંથ પર અનેક મહર્ષિઓએ ટીકા, વિવેચન, પદ્ય, ગદ્યાદિ અનેક ખેડાણો કર્યા છે. તેમાં સૌપ્રથમ ટીકા - મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ પછી તરત થયેલા અનુભવયોગી પૂ. દેવચંદ્રવિજય મહારાજે “જ્ઞાનમંજરી ટીકા” નામની રચના કરી અને તેમાં તેમણે પૂજ્ય મહોપાધ્યાય યશોવિજય મહારાજના “અનુભવયોગ અને વ્યવહાર–નિશ્ચય”ની વાતને સ્પષ્ટ–સરળ રીતે પ્રગટ કરવાનો અભૂતપૂર્વ પ્રયાસ કર્યો છે. આવા અદ્ભૂત ખજાનારૂપ જ્ઞાનસારનો રસિયો ક્યો જ્ઞાનિ પુરુષ ન બને? મારા પરમ ઉપકારી ગુઢ પૂ. આચાર્યદેવશ્રી રાજશેખરસૂરિ મહારાજ કે જેઓ મહોપાધ્યાય યશોવિજય મહારાજના અતિ કઠિન ગ્રંથ " ગુરુતત્વનિશ્ચય” તથા પૂ. હરિભદ્રસૂરિ મહારાજના “યોગબિંદુ” આદિ અનેક ગ્રંથોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરવા વડે જિનશાસન પર ઘણો ઉપકાર કરી ગયા છે. એવા પૂજ્ય ગુઢદેવશ્રીને આ “જ્ઞાનસાર” ગ્રંથ અત્યંત પ્રિય હતો અને શરીરની પ્રતિકૂળતા અને રોગના મહાહુમલાઓ વચ્ચે પણ તેઓએ તેને અંતિમ સમય સુધી આત્મસાત કરી અને સિધ્ધક્ષેત્રમાં પંડિત મૃત્યુને વર્યા હતા. તેમની જ્ઞાનસાર પ્રત્યેની લગન અને ફળશ્રુતિ જોઈ મને પણ આ જ્ઞાનસાર ગ્રંથ પર ખેડાણ કરવાનો ઉલ્લાસ જાગ્યો અને મેં ભીવંડી - જ્ઞાનસાર // 5 Page #7 -------------------------------------------------------------------------- ________________ ભીડભંજન પાર્શ્વનાથ દાદાની શીતલ છાયામાં મારા પૂ.આચાર્ય ગુઢદેવશ્રી રાજશેખરસુરિ મહારાજના સાનિધ્યમાં, પૂ. આચાર્ય નિસ્પૃહ શિરોમણી હીરસૂરિજી મહારાજ તથા તપોનિધિ આચાર્ય દાદા પૂ. ગુઢદેવશ્રી લલિતશેખરસૂરિજી મહારાજની કૃપા આશીર્વાદના બળે “જ્ઞાનમંજરી ટીકા” પર સૌપ્રથમ શ્રાવકોને સાતમા અષ્ટક સુધી વાંચના આપવાનું થયું. તેમાં આંશિક અનુભવ દ્રષ્ટિ ખુલતા તે જ ગ્રંથ સુરેન્દ્રનગર તથા સિદ્ધક્ષેત્રમાં તથા રાજકોટ વર્ધમાનનગરમાં નવ અષ્ટક સુધી વારંવાર વાચના અપાઈ. તત્વ જિજ્ઞાસુઓને આ વાચના અતિપ્રિય લાગતા - સુરેન્દ્રનગરના ટ્રસ્ટીશ્રી પ્રદિપભાઈ તથા બીજા આરાધકોએ પુસ્તકરૂપે છપાય તો અનેક આત્માનુભૂતિના જિજ્ઞાસુઓને લાભકારક થાય તેવું જણાવતા અને તે માટે તેઓનો અતિ આગ્રહ થતાં આ પુસ્તક છપાવવા નિર્ણય કર્યો. પુસ્તકની પ્રેસકોપી કરવામાં સાધ્વીશ્રી કૈવલ્યારત્નાશ્રીજી તથા શ્રાવિક ઈન્દુબેનનો મહત્વનો ફાળો છે. તેને ટાઈપ કરાવવાદિ બાકીના કાર્યમાં (સુરેન્દ્રનગરના) મિલિન્દભાઈ, રાજકોટના કમલેશભાઈદામાણી તથા નીતિનભાઈચોકસીએ ઘણી જહેમત ઉઠાવી તથા પ્રુફ રીડીંગમાં છ માસક્ષમણના તપસ્વી મુનિ ઈન્દ્રશેખરવિજયએ સહાય કરી. આમ ઘણાં મહાનુભાવોની સહાયથી આ પુસ્તક તૈયાર થયું છે. મારામાં કોઈપણ પ્રકારની યોગ્યતા કે વિદ્વતા નહોવાછતાં બાલ્યભાવે પ્રયત્ન થયો છે. આમાં જે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને વાચકવર્ગ સુધારીને વાંચે તથા ક્ષતિઓને મારા ધ્યાન પર લાવવા પ્રયત્ન કરે તેવી વિનંતી છે જેથી ભવિષ્યમાં તે સુધારવાનો પ્રયાસ થઈ શકે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો ક્ષમા કરશો. - આચાર્ય રવિશેખરસૂરિ. કારતક વદ–દશમ સં. ૨૦૭ર મહાવીરસ્વામી દીક્ષા કલ્યાણક જ્ઞાનસાર || 6 Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. અષ્ટક પાના નં. 30 38 41 41 45 48 ૧લું અષ્ટક-પૂર્ણાષ્ટકમ્ (પૂર્ણતા) 0 મંગલાચરણ શા માટે? 0 જગતની વ્યાખ્યા મગ્ન અને મૂઢમાં ફરક શું છે? તીર્થકર નામકર્મ કયા ગુણસ્થાનકે બંધાય? આત્માની ત્રણ અવસ્થા આત્માના ગુણોની પૂર્ણતા માટે શું જરૂરી? આત્માનું અહિત કઈ રીતે? આત્માનો અસંયમ શું? રજું અષ્ટક - મગ્નતા * મગ્નતા કોને કહેવાય? 0 7 નયથી મગ્નતાનો વિચાર અશાંતિ એ શું છે? તમામ ક્રિયા એ પરસંગ છે તે સત્સંગ શું કહેવાય? * સંસારનું સુખ સુખ નહિ પણ સુખની ભ્રાંતિ છે. સાચો જૈન કોને કહેવાય? આત્માનું સહજ ભોગવવું એટલે શું? * પાંચ પ્રકારના ભાવ આત્માની ચાર અવસ્થા વીર્યના પ્રકાર આત્માને પીડા થવાનું કારણ * સાધુ જીવન શા માટે સ્વીકારવું જોઈએ? મુનિ ચાર કારણે વસતિની બહાર જાય સંયમ શ્રેણીનું સ્વરૂપ સાધુ કેવો હોવો જોઈએ? ચારિત્ર એ શું છે? 52 57. પ૯ SO 43 ss 70 73 75 79 જ્ઞાનસાર || 7 Page #9 -------------------------------------------------------------------------- ________________ અષ્ટક પાના નં. 92 104 106 108 ૧ર૦. 127 સાધુ અને અનુત્તરવાસી દેવના સુખમાં શું તફાવત હોય? * દર્શન ક્રિયાનો વ્યવહાર શા માટે? * વીતરાગતા વધે તો જ સુખ વધે * પ્રતીમાધારી શ્રાવક કરતાં એક દિવસનો પર્યાયવાળો સાધુ મહાન શા માટે? ચારિત્ર-ધર્મની સાધના એટલે શું? લોકના 4 પ્રકારે સુખ મિથ્યાત્વના 3 પ્રકાર ૩જું અષ્ટક-રિથરતા અષ્ટક * મગ્નતા કયારે આવે? * સંતોષ એ શું છે? સાધના કયારે કહેવાય? * ઉદાસીન ભાવ એટલે શું? * ક્રિયાનું ફળ શું? * સુધાવેદનીયને દૂર કરવાનો ઉપાય શું? * ક્રિયાના ત્રણ પ્રકાર * ધર્મની ક્રિયા ધર્મનું કાર્ય શા માટે કરતી નથી? * સમ્યકત્વની નિર્મળતા માટે આત્મદ્રવ્યની ચાર સ્વરૂપે વિચારણા * ચારિત્રની વ્યાખ્યા શું? 0 પાંચ મહાવ્રતો શા માટે? * સમિતિ ફળે કોને? ષ્ટકારક ચક્ર એટલે શું? આત્મસ્વભાવની સ્થિરતા કયારે ટકે? કોનામાં ટકે? સમાધિ કોણ પામે? * ધર્મ શા માટે કરવાનો છે? 0 દકારક ચક્ર * અપુર્નબંધક જીવ અને સમ્યગ્દષ્ટિ આત્માના ભેદ જ્ઞાનમાં શું તફાવત હોય? 133 138 139 142 143 146 ૧પ૧ 160 13 167 177 181 187 188 191 195 2O1 જ્ઞાનસાર // 8 Page #10 -------------------------------------------------------------------------- ________________ અટક પાના નં. 20 217 223 24) ર૪૧ 266 268 ૨૭ર 273 * અષ્ટ પ્રવચન માતાનો અધિકારી કોણ બની શકે? | દીર્ધા સમિતિ શુધ્ધિના ચાર કારણો મુનિને આહાર કરવાના છ કારણો સ્વરૂપનું કર્તાપણું કરવું એટલે શું? ૪થું અષ્ટક - “મોહત્યાગ જીવને નિઃસંગ રહેવું કેમ ગમતું નથી? આવ્યવોનો ત્યાગ કરવા માટે શું કરવું જોઈએ? આત્મા પોતાના સમ્યગદર્શનાદિ પરિણામમાં કયારે પરિણિત થાય? * ઔદાયિક ભાવ એટલે શું? સાધુનો શણગાર શું? * સમાધિમાં રહેવાનો ઉપાય સમ્યકત્વ હાજર છે કે નહી તે કેવી રીતે જાણવું? આત્મા સ્વાભિમુખ કેમ બનતો નથી? મોક્ષની મુસાફરીમાં દેવલોક વિશ્રામ સ્થાન રૂપ કોને? જન્માદિ ઉપાધિ ફરી કયારે મળે? પુણ્યાઈને ન ભોગવે તો શું લાભ થાય? મૃત્યુના ભયને દૂર કરવાનો ઉપાય * આપણો સ્વભાવ પ્રગટ થયો તેની ખબર કેમ પડે? 0 કોની દીક્ષા સફળ થાય? * કયો આત્મા અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવાને યોગ્ય છે? પરમાત્માના શાસનમાં તરે કોણ? 280 286 296 298 303 304 30 309 311 ૩ર૩ 32 328 0 0 0 જ્ઞાનસાર // 9 Page #11 -------------------------------------------------------------------------- ________________ “જ્ઞાનસાર” અર્થાત્ આગમનો સાર અર્થાત્ આત્માનો સાર અર્થાત્ આત્માના અનુભવની વાત... ગ્રંથકાર : મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ ટીકાકાર : પૂ. દેવચંદ્રજી મહારાજ સાહેબ વાચના દાતા પૂજય ભવોદધિતારક વિજય રવિશેખર સૂરીશ્વરજી મહારાજ. આ ગ્રંથનાં ટીકાકાર મહર્ષિપરમ પૂજ્ય શ્રીદેવચંદ્રજી મ.સા. નો સામાન્ય પરિચય કરીએ, તેઓએ ૧૦વર્ષની ઉંમરે ચારિત્ર ગ્રહણ કર્યુ હતું. એમની અમોઘ એવીદેશના સાંભળવા ધરણેન્દ્ર દરરોજ 4 મહિના સુધી બ્રાહ્મણનું રૂપ કરીને આવતા હતા અને ચાર મહિનાને અંતે ધરણેન્દ્ર પ્રગટ થયા અને તેમના પ્રવચનની પ્રશંસા કરી અને ‘વરદાન માંગવાનું કહ્યું, ત્યારે તે નિઃસ્પૃહ શિરોમણી મહાત્માએ કહ્યું કે જો આપ મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હો તો હું સદાયે મારા શુદ્ધ ઉપયોગમાં રમતો રહું' - એવું વરદાન આપો. પૂજ્ય દેવચંદ્રજી મહારાજ સાહેબનો જન્મ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. ના કાળધર્મ પામ્યા પછી થયો હતો. હાલમાં તેઓ કેવલી' તરીકે મહાવિદેહમાં વિચારી રહ્યા છે. તેઓશ્રીનું જ્ઞાનનિશ્ચય “સાપેક્ષ' મનાય છે અર્થાત્ સર્વજ્ઞ પ્રણિત વ્યવહાર નિશ્ચયથી યુકત છે તેને સચોટ પૂર્વાર કરનાર છે. એમણે સરસ્વતી દેવીની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. આવા મહર્ષિના પરમ પાવનીય એવા ગુણોને નમસ્કાર કરીને મંગલાચારણ કરીને હવે જ્ઞાનસારના પ્રથમ અષ્ટક પૂર્ણતા' પર વાચના અર્થાત્ સમજવાની શરૂઆત કરશું. જ્ઞાનસાર // 10 Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧લું અષ્ટક * પૂર્ણાષ્ટકમ્ પૂર્ણતા * જ્ઞાનસાર એટલે જ સમગ્ર આગમનો સાર, આત્મા અનંત જ્ઞાન અને પરમાનંદથી પૂર્ણ ભરેલો છે, એનું પ્રગટીકરણ કરવું તે જ જ્ઞાનસાર. પૂ.ઉપાધ્યાય ભગવંતે સ્વ-પર આગમનો અભ્યાસ કરીને એનો નિચોડ જ્ઞાનસારમાં મૂક્યો જેમાં નિશ્ચય અને વ્યવહાર - બંને દૃષ્ટિકોણથી સમજાવ્યું છે જે અન્ય ગ્રંથોમાં જવ્વલેજ જોવા મળે છે. આરાધના કર્યા પછી અંતરમાં આનંદની અનુભૂતિ ન થાય તો એ આરાધના સફળ થતી નથી. ગ્રંથકારે અહીં જ્ઞાનની વિશુદ્ધિ માટે, સ્વ–પરના આત્મહિત માટે અને આત્માનંદની અનુભૂતિ થાય તે માટે આ ગ્રંથની રચના કરી છે. મહર્ષિ કહે છે કે પૂર્વના મહર્ષિઓએ જે ટીકા કરી છે તેનું અમૃતપાન કરીને પુષ્ટ થયેલો એવો હું આ ટીકા જીવોના સુલભ બોધને માટે કરુ છું. 0 “ઉપકારને યોગ્ય કોણ?” આ જગતમાં ઉપકારને યોગ્ય કોણ છે? સ્વ(પોતાના)આત્મા પર જ ઉપકાર કરવાનો છે. વાસ્તવિક રીતે આત્મા બીજા પર ઉપકાર કરી શકતો જ નથી, પણ વ્યવહાર નિમિત બને. 50,000 કેવલીના ગુરુ શ્રી ગૌતમસ્વામીજીને બીજાને પમાડવામાં આનંદ કરતા પણ પોતે પૂર્ણતાને પામવાનો ખેદ અધિકહતો.કે"મને કેવળજ્ઞાન જ્ઞાનસાર // 11 Page #13 -------------------------------------------------------------------------- ________________ ક્યારે?"આનિશ્ચયનયની વાત છે તેમજ વ્યવહારનય થી પરમાત્માએ ભવ્ય જીવોના હિત માટે શાસનની સ્થાપના કરી આથી એને જે આરાધે, તે પ્રમાણે પુરુષાર્થ કરે તે જ પોતાના આત્મા પર ઉપકાર કરી શકે. પરમાત્માએ તો માત્ર માર્ગ જ બતાવ્યો છે કે પરમાં રમતા રહેશો તો સંસાર મળશે, પુણ્યની કરણી કરશો તો દેવલોક મળશે અને સંપૂર્ણપણે સ્વભાવમાં રમણ કરશો તો મોક્ષ પ્રગટશે. આપણે તો હવે તેમના બતાવ્યા માર્ગે-હિતને માર્ગે આગળ ચાલવાનું છે. આત્મહિત ક્યારે થાય? જ્યારે પ્રભુના વચનોનો બોધ આત્મામાં સ્પષ્ટ થાય ત્યારે જ હિત થાય. મંગલાચરણ શા માટે? ગ્રંથનો આરંભ કરતાં પહેલા “મંગલાચરણ કરવું એ શિષ્ટાચાર છે. જગતમાં મંગલ શું? સંપૂર્ણ પાપનો નાશ, સંપૂર્ણ પાપનો અભાવ ક્યાં? સિદ્ધ અવસ્થામાં, કારણ ત્યાં કર્મ - કષાય અને કાયાનો પરિપૂર્ણ અભાવ છે. ગ્રંથ રચનામાં વિદન ન થાય અને એનો પૂર્ણ બોધ થાય, તેમજ શિષ્યને પણ ખ્યાલ આવે કે નવું શરું કરવા માટે પણ આ રીતે મંગલાચરણ કરવાનું છે જેથી પાછળ પણ આ પરંપરા ચાલુ રહે, તેથી શિષ્યની મતિ માટે. આ ત્રણ કાર્ય માટે અહીં મંગલાચરણ કર્યું છે. પંચ પરમેષ્ઠિ મંગલ રૂપ છે, એમનું સ્મરણ પણ મહામંગલરૂપ છે તેથી તેમને અંજલિ જોડવા વડે આત્મા ગુણોનું સ્મરણ કરે છે ત્યારે આત્મામાં આલાદ ઉત્પન્ન થાય છે. * અરિહંતાદિ પ્રત્યે બહુમાન પ્રગટ થાય ત્યારે શું થાય? પોતાના અને પરમેષ્ઠિનાં ગુણોનું જોડાણ થાય એટલે પરમાનંદની પ્રાપ્તિ થાય. કારણ ગુણો સ્વયં આનંદના ધામરૂપ છે. અહીં પૂદેવચંદ્રજી મ.સા.એ મંગલાચરણમાં પૂર્ણાનંદ સ્વરૂપને વંદન જ્ઞાનસાર // 12 Page #14 -------------------------------------------------------------------------- ________________ કર્યું છે. જેટલા આત્માઓએ પૂર્ણતા પ્રાપ્ત કરી છે તેમને બધાને વંદન એટલે અનંતા આત્માઓને વંદન થઈ જાય છે. એન્દ્ર શબ્દના ઈન્દ્ર અને આત્મા એમ બે અર્થ છે. ઈન્દ્ર જેમ પોતાની દેવતાઈ લક્ષ્મી વિગેરેને ભોગવવામાં સુખી છે તેમ પૂર્ણ આત્મા પોતાના પૂર્ણ ગુણોના આનંદને ભોગવવામાં સુખી છે. વળી ઈંએ સરસ્વતીનો મંત્ર છે. ગાથા-૧ : "ઐ શ્રી સુખમઝેન, લીલા લગ્નભિવાબિલમ્ | સચ્ચિદાનંદ પૂર્ણન પૂર્ણ જગદયતે " ગાથાર્થ: દેવેન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન એવા સંસારના સુખમાં મગ્ન એવા પુઢષ (ઈન્દ્ર) વડે સઘળું ય જગત સુખમાં જ મગ્ન દેખાય છે. અથવા સત્ એવા જ્ઞાન અને આનંદથી પૂર્ણ એવા યોગી વડે આખું જગત (જ્ઞાનાદિ ગુણથી) પૂર્ણ દેખાય છે. (પૂ. મહો. યશોવિજયજી વિ.ના સ્વોપજ્ઞ ગુજરાતી ટીકાના આધારે.) ટીકાકાર પૂ. દેવચંદ્ર વિ. આનો ભિન્ન અર્થ કહે છે. "હેન્દ્રશ્રી" આત્માના ગુણોમાં જ મગ્ન એવા યથાર્થ ક્ષયોપશમ ભાવના ઉપયોગવાળા મુનિ, ઉપાધ્યાય અને આચાર્ય વડે તથા ક્ષાયિક ઉપયોગવાળા કેવલી, અરિહંત અને સિધ્ધ ભગવંતો વડે અને સરસ્વતીના બિઢદને ધારણ કરનારા પૂ. મહો. યશોવિજય વડે અખિલ જગત સત્તાએ જ્ઞાનાદિગુણથી પૂર્ણ અને કર્મસંબંધે (વ્યવહારે) અશુધ્ધ પર સંયોગથી નવા નવા પર્યાયને પામતુ કલ્પના રૂપસુખમાં મોહથી મૂઢ જુએ છે. જેને આત્માની "પદ્મશ્રી" અનંત લક્ષ્મી (ગુણ સમૃદ્ધિ રૂપ સુખ)નો બોધ નથી તે મોહ વશ પરભાવમાં મગ્ન બને અને જેને આત્માની અનંત લક્ષ્મીનો બોધ હોય તે આત્મ સુખમાં મગ્ન બને માટે આત્માબોધ જરૂરી. 0 બોધ એટલે શું? દ્રવ્ય-ગુણ-પર્યાયથી જગતનું જ્ઞાન થાય ત્યારે વાસ્તવિક બોધ થાય, તો જ દૃષ્ટિ નિર્મળ થાય. જ્ઞાનસાર // 13 Page #15 -------------------------------------------------------------------------- ________________ અરિહંત અને સિદ્ધ પરમાત્મા ક્ષાયિક ઉપયોગવાળા છે - પૂર્ણ ઉપયોગવાળા છે તેથી એક જ સમયમાં ત્રણેય કાળના તમામ દ્રવ્ય - ગુણ - પર્યાયનો તેમને બોધ થાય છે. સિદ્ધ ભગવંતો પોતાની પાંચ “રમ” (પત્ની) સાથે રમનારા છે (જ્ઞાનદર્શન-ચારિત્ર-તપ અને વીર્ય) અરિહંત પરમાત્મા અષ્ટ - પ્રાતિહાર્યોથી શોભનારા છે. આ સિદ્ધિ અરિહંત પરમાત્માને જ હોય, અરિહંતની પાસે આવી શોભા છે, તો પણ તેઓ તેમાં મગ્ન નથી બન્યા પરંતુ આતંરલક્ષ્મી (કેવલજ્ઞાનાદિ આંતરગુણો)માં મગ્ન બન્યા છે. ઈંદ્રને 8 પટરાણી છે, તેઓ પણ અવધિજ્ઞાનથી જગતની લીલાને જોઈ રહ્યા છે. દરેક જીવાત્મા જગતને જોઈ રહ્યો છે પરંતુ દરેકની જોવાની દૃષ્ટિ જુદી જુદી છે. મુનિ ભગવંતો પણ જગતને જોઈ રહ્યા છે. તેઓ જગતને કઈ રીતે જોઈ રહ્યા છે? સર્વજ્ઞની દૃષ્ટિથી જગતને તત્ત્વથી જુએ તો જ તે મુનિ કહેવાય છે. જગતને માત્ર ચામડાની આંખથી - (ચર્મદષ્ટિથી) જુએ તો તે મુનિ કઈ રીતે કહેવાય? સર્વજ્ઞની દૃષ્ટિએ દરેક જીવ સત્તાએ સિદ્ધ છે - વર્તમાનકાલીન અવસ્થા કર્મ રૂપ પર્યાય વાળી છે. આ બોધ છે. જગતની વ્યાખ્યા જગતઃ "જ" - જેમાં સતત જન્મવાનું છે. "ગ" - ગત, જવું સતત મરણ થયા કરે છે."ત" - તત્ત્વથી જીવ-અજીવ બંનેનું અસ્તિત્વ સદા રહેવાનું છે. અર્થાત્ જગત ઉત્પાદ - વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. તેમાં શુદ્ધ અને અશુદ્ધ બંને આત્માઓ રહેલા છે. શુદ્ધ આત્માઓ છે તે “અરૂપી બની ગયા છે અને અમૂર્ત - પરિપૂર્ણ આનંદને ભોગવી રહ્યા છે, જ્યારે અશુદ્ધ એવા આપણે બહારમાં આનંદ શોધીએ છીએ. મુનિને છઠું પ્રમત્ત ગુણઠાણું છે અહીં પ્રમાદ અર્થાત્ મોહનો ઉદય જ્ઞાનસાર // 14 Page #16 -------------------------------------------------------------------------- ________________ આવી શકે છે. તેથી જો સાવધાન ન રહે તો છઠ્ઠ ગુણઠાણ જતા વાર ન લાગે. તેઓ જગતને જોઈને જ ભાવો દ્વારા (મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ) સમતા ગુણથી આત્માની રક્ષા કરે છે. * મુનિ ભગવંતોને શું જોઈએ છે? તેમને તો સત્તામાં રહેલા પૂર્ણાનંદ રૂપ સ્વભાવને ભોગવવો છે તેથી જગતને જોઈને બહારની કોઈ ફુરણા થાય જ નહીં. મુનિ ભગવંતો જગતને ધર્મલાભ' સિવાય કશું કહે જ નહી. “આત્માની ગુણ સંપત્તિ' તે જ ધર્મનો લાભ અને તે માટે જ જીવવાનું છે. મુનિ જો છટ્ટે ગુણઠાણે સાવધ રહે તો ૭મે અપ્રમત્ત ગુણઠાણે પહોંચે, ત્યાં મોક્ષની પણ ઈચ્છા હોતી નથી. નિઃસ્પૃહ જ હોય કારણ 7 મે અંશથી મોક્ષની અનુભૂતિ કરી શકે. મગ્ન અને મૂઢમાં ફરક શું છે? મુઢ - મોહની પરાકાષ્ટા તે મૂઢતા છે. મગ્ન - જે પરને છોડી - અર્થાત્ મોહને છોડી અંતરાત્મામાં રહેલા ગુણવૈભવમાં રમેતે, વિભાવને છોડી સ્વભાવમાં રમે છે તેને મગ્ન ગુણ કહેવાય છે. જગતનાં જીવો મૂઢ કેમ બને છે? પર વસ્તુ અર્થાત્ જે પુગલની બનેલી નાશવંત છે તે પર વસ્તુને પોતાની માને અને તેની માલિકી કરે અને તેને ભોગવે, તેમાં ઓતપ્રોત થાય પણ તે વસ્તુ પર હોવાથી નાશ પામતાં અત્યંત પીડાને અનુભવે. જેમ કૂતરો હાડકાને ભોગવી શકતો નથી છતાં તેને ભોગવવાનો પ્રયત્ન ચાલુ હોય છે પરિણામે પીડા સિવાય હાથમાં બીજું કશું આવતું નથી. દાંતથી જે વસ્તુ તૂટતી ન હોય છતાં તે રીતે ભોગવવા જઈએ તો દાંત તૂટી જાય અને આપણે ભોગવાઈ જઈએ પરંતુ અહીં આસક્તિને કારણે પીડામાં પણ કંઈક આનંદનો અનુભવ કરીએ છીએ. આ મૂઢતા નહીં તો બીજું શું? કિંપાક ફળ ખાતી વખતે મધુર જ લાગે, તેના ભોગ વખતે પણ આનંદ જ - રહેવાનો. પરંતુ તે આનંદ ઝેર મિશ્રિત હોય તેથી જ્યારે પરિણામ પામે ત્યારે જ ખબર પડે. કિંપાળ ફળની મધુરતાના સ્વાદમાં આનંદ જ્ઞાનસાર // 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ લાગ્યો પણ તે રસ ઝેરરૂપે અંદર ગયો ત્યારે તે દ્રવ્ય પ્રાણનો નાશક બન્યો. જે આનંદ અનુભવ્યો તે જ મોહનો પર્યાય તેનાથી જ જીવોમાં મૂઢતા આવે છે. જે જીવો સચ્ચિદાનંદથી પૂર્ણ છે તેને સઘળા જીવો દર્શન - જ્ઞાન - ચારિત્રથી પૂર્ણ દેખાય છે. સત્ -સમ્યમ્ - સદા શાશ્વત રહે તે, ચિત્ - જ્ઞાન, આનંદ - કદી ન નાશ પામે એવો, આનંદ એટલે ચારિત્ર. સચ્ચિદાનંદ એવો આત્માનો સહજ સ્વભાવ. | મુનિ જ્યારે જગતને જુવે છે ત્યારે તેને જગત મિથ્યાત્વના અંધકારવાળુ દેખાય છે. અને જો તે “સ્વ” માં મગ્ન ન હોય તો, મિથ્યાત્વની ભ્રાંતિવાળો મિથ્યાત્વને કારણે આત્મા - રમણતાને છોડીને - ભ્રમણતાવાળો બને છે. (1) આત્મા - આત્માને છોડીને શરીરમાં રહેવાનો પ્રયાસ કરશે. સ્વ' ના બદલે પર' દ્રવ્યને જાણવા મથશે. (3) “સ્વ” ના બદલે પરમાં આનંદ ભોગવવાના સ્વભાવવાળો બનશે. આથી જ જે જીવો સિદ્ધ બનવાના લક્ષ્યવાળા અર્થાત્ પૂર્ણ બનવાના લક્ષ્યવાળા હશે તે જ પૂર્ણતાને પામી શકશે. કેમ કે પૂર્ણ થવું એ સાધ્ય છે તો સાધનામાં પોતાની પૂર્ણતાનું જ સ્મરણ કરવાનું છે. નિશ્ચયથી શરુઆતમાં પરની પૂર્ણતાનું અર્થાત્ પરમાત્માનું આલંબન જરૂરી છે. પછી આગળ જતા પરમાત્માનું આલંબન પણ છૂટી જવાનું જ છે. અર્થાત્ જેમ જેમ સ્વનું જ્ઞાન, સ્વની રુચિ અને સ્વમાં જેમ જેમ સ્થિરતા પ્રાપ્ત થાય તેમ તેમ પર આલંબનો છૂટતા જશે. આત્મા પોતાને ૩પ્રકારે બનાવવા ઈચ્છે છે. (1) તે શાશ્વત (સતુ) છે - એટલે એ અમર થવા ઈચ્છે છે - માટે એને મરણ પસંદ નથી. (2) ચિત્ત-પ્રકાશ એ અંધકારમાં રહેવા ઈચ્છતો નથી. એનામાં જિજ્ઞાસા જ્ઞાનસાર // 16 Page #18 -------------------------------------------------------------------------- ________________ રહેલી છે એટલે તે સતત જ્ઞાન રૂપી પ્રકાશ અર્થાત્ જ્ઞાનથી જાણવાની ઈચ્છાવાળો છે અર્થાત્ જ્ઞાનથી પૂર્ણ થવા ઈચ્છે છે. (3) આનંદ-તે આનંદથી ભરેલો છે એટલે તે સતત આનંદને ઈચ્છે છે. આત્મા આ ત્રણ સ્વભાવવાળો હોવા છતાં મિથ્યાત્વના કારણે પરનું જાણવા અને પરમાં આનંદ મેળવવા જશે અને પરમાં રહેવાનું ઈચ્છશે. ગાથા -2 પૂર્ણતા યા પરોપાધે H સા યાચિતક–મડનમ્ | યા તે સ્વાભાવિકી સેવ, જાત્યરત્ન વિભાનિભા રા ગાથાર્થ સંપત્તિ આદિ પરવસ્તુથી થતી પૂર્ણતા લગ્નાદિપ્રસંગે માંગી લાવેલા આભૂષણો સમાન છે. જ્ઞાન-દર્શન- ચારિત્ર રૂપ સ્વભાવિક પૂર્ણતા તો શ્રેષ્ઠ રનની કાંતિ સમાન છે. પૂર્ણતા બે પ્રકારની. સ્વાભાવિક અને વૈભાવિક. સ્વાભાવિક તે આત્માના પૂર્ણ ગુણ અને વૈભાવિક તે પુદ્ગલ જજ મળતું સુખ, જે વિયોગના સ્વભાવવાળું છે. અપૂર્ણ એવો આત્મા તન-ધન-સ્વજન-યશ-ખ્યાતિ-પ્રસિદ્ધિબાહ્ય સંપત્તિને પકડવા મથે છે માટે જ દીક્ષા લેવા તૈયાર થનાર શરીરનું મમત્વ છોડે છે, ધન - સ્વજન - પરિવારને પણ છોડે છે, પણ યશ - કિર્તિ ને છોડી શકતો નથી. ચક્રવર્તી 6 ખંડ સાધવા શા માટે જાય? દેવો પણ રત્નો અને દેવીઓ માટે લડાઈ કરે છે. આ બધું શા માટે? લોભ તૃષ્ણાદિના કારણે કરે છે. પુણ્યના ઉદયે ગમે તેટલી બાહ્ય સામગ્રી મળે તેમાં આ નિશ્ચય હોવો જોઈએ કે આ પર દ્રવ્ય છે, તેને છોડવાનું છે. આમાં મારું કાંઈ નથી, તમામ દ્રવ્યો અનંતકાળમાં અનંતીવાર જીવોએ ભોગવેલા હોવાથી તે અશુદ્ધ છે અને તેને ભોગવીને છોડી દીધા છે. વળી જેણે આ દ્રવ્યો તીવ્ર રાગાદિ ભાવોથી ભોગવ્યા છે એટલે તે આપણી પાસે આવે ત્યારે આપણને પણ રાગાદિ પરિણામ કરાવે છે. મમતાને જ્ઞાનસાર // 17 Page #19 -------------------------------------------------------------------------- ________________ લીધે આત્માએ પૃથ્વીકાયમાં કેટલો ય કાળ પસાર કર્યો છે તેથી (સોના-રત્ન) તેની કાયાપરમમત્વના સંસ્કાર આત્મામાં પડ્યા છે. આથી પૃથ્વીકાય રત્નાદિ પર મમત્વવિશેષ થાય છે. જીવ મનુષ્ય ભવમાં આવી ૮મે વર્ષે દીક્ષા લઈ 9 મે વર્ષે સાધના દ્વારા કેવલજ્ઞાનરૂપ કાંતિમય રત્નને પ્રાપ્ત કરી શકે છે તેના બદલે પુદ્ગલ રૂપ પથરા પર મમત્વ કરી કર્મો બાંધે. પરંતુ હવે પોતાની સહજ પૂર્ણતા છે એની જ રુચિ કરવા જેવી છે. સતત એની જ ઝંખના કરવા જેવી છે કે ક્યારે મને મળે. પરના સંયોગે મળેલી તમામ વસ્તુઓ અવાસ્તવિક રૂપમાં છે. માત્ર પરમાણુ વાસ્તવિક છે બાકી રંગ | આકાર વિગેરે અવાસ્તવિક હોવા છતાં આપણે તેમાં વાસ્તવિકતા માનીએ છીએ એ ભ્રમ છે. અર્થાત્ નિત્ય માનીએ છીએ પણ તે પરિવર્તનશીલ છે. તેથી તે અનિત્ય છે. પુણ્ય એ આત્માની કોઈ વસ્તુ આપી શકે નહી. પુણ્ય અને પાપ આત્માને સંયોગ આપે છે. પુણ્ય અને પાપના ઉદયમાં આત્માને મિથ્યાત્વની ભ્રાંતિ થી સુખ અને દુઃખ મળે છે તેવું લાગે છે. વાસ્તવમાં આત્મામાં સુખ નથી કે દુઃખ નથી. માત્ર આનંદ જ છે. ચક્રવર્તીપણું, ઈન્દ્રપણું, તીર્થકરપણું પણ પુણ્યથી જ મળે છે. તીર્થકરપણું પણ દેશના આપીને ખપાવવું પડે છે. * તીર્થંકર નામકર્મ કયા ગુણસ્થાનકે બંધાય? તીર્થકર નામકર્મ૪થા ગુણસ્થાનકે બંધાઈ શકે છે વીતરાગ અવસ્થામાં તીર્થકર નામર્મ ન બંધાય. 11 મે 12 મે ગુણસ્થાનકે વીતરાગ અવસ્થા છે. 7 મે ગુણસ્થાનકે અપ્રમત્ત ભાવ છે. મોક્ષની પણ ઈચ્છા નથી માટે ત્યાં પણ તીર્થંકર નામકર્મ ન બંધાય. શ્વે પ્રમg, ગુણઠાણે તીર્થકર નામકર્મ કે આયુષ્ય કર્મ બાંધવાની શરુઆત કરે તો ૭મે કે છેલ્લે ૮મા ગુણ સ્થાનકના ૬ઠ્ઠા ભાગ સુધીમાં પૂર્ણ કરી શકે છે. પછી તેનો બંધ વિચ્છેદ થાય અર્થાત્ પછી તે બંધાય નહિ. જ્ઞાનસાર // 18 Page #20 -------------------------------------------------------------------------- ________________ વિશ સ્થાનક તપ, તીર્થકર નામ કર્મ બંધાય તે માટે નથી કરવાનું, બાંધવું એ તો સંસાર છે. છોડવું એ જ મોક્ષ છે. હા, જીવની યોગ્યતા હોય તો તપ કરતાં કરતાં, તીર્થકર નામકર્મનું પુણ્ય "By Product' તરીકે બંધાઈ જશે. તે પણ હેય(નામ કર્મ છે માટે કર્મબધા જ હેય)જ છે. તેમને માત્રસિદ્ધ પદ જ ઉપાદેય લાગે છે. માટે પરમાત્મા પણ સાધના કાળ દરમ્યાન સિદ્ધોને વંદન કરે છે. આત્મામાં આનંદ મોહનીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે, અને અવ્યાબાધ સુખ વેદનીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે. શાતા અને અશાતા બંને વેદનીયના જ વિપાક છે. બન્નેનો ક્ષય જ કરવાનો છે. અવ્યાબાધ - શુદ્ધ આત્મ દ્રવ્યમાંથી ગ્રાહકતા ભાવ નીકળી જવાથી એ હવે કોઈ પણ પર દ્રવ્યને ગ્રહણ કરતો નથી એટલે એ પીડા પામતો નથી અને બીજાને પીડા આપતો નથી. સિદ્ધાવસ્થા રુપ થયેલા જીવો જ્યાં રહેલા છે ત્યાં કામણ વર્ગણાવિગેરે છે છતાં આત્મા હવે એક પણ કાર્મણ વર્ગણા ગ્રહણ કરતો નથી. કારણ સર્વ પર સંગથી રહિત થવાથી પર દ્રવ્યની ગ્રહણ યોગ્યતા નથી. જ્ઞાની ભગવંતો દરેક પ્રકારના ભોગોને જગતની એડ (એઠવાડ) જ સમજે છે. કેમ કે એ કાર્મણાદિવર્ગણા અનંતીવાર ભોગવાઈને છોડાયેલી છે જ્યારે બહિરાત્મા તેના મોહની ભ્રાંતિથી-આસક્તિ કરી પરિભ્રમણ વધારે છે. પરમાણુઓ પરિવર્તનશીલ છે. સોનાના પરમાણુઓ પરિવર્તન પામી વિષ્ટારૂપ બને છે, અને વિષ્ટાના પરમાણુઓ - સોના - રત્નના પરમાણુઓ પણ બને છે. માટે ક્યાંય પરની શોભામાં આનંદ પામવા જેવું નથી. અશુચિમય એવા શરીરને જોઈને પણ તેમાં મોહને બદલે વૈરાગ્ય લાવવાનો છે. આત્માની અસલી શોભા અરૂપીપણું - નિરાકારપણું છે એને બદલે આપણે રૂપ અને આકારને શોભાયમાન બનાવવાના પ્રયત્ન કર્યાને આત્માના સ્વરૂપને ઢાંકવાના જ કામ કર્યા, આ ખ્યાલ જેને આવ્યો તેણે તપાદિ વડે - કાયાના રૂપને જ બગાડી નાંખ્યું. દા.ત. ધન્ના અણગાર - ચાલે તો હાડકાં ખખડે જ્ઞાનસાર // 19 Page #21 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષના ઠુંઠા જેવા બની ગયા. શાલિભદ્રજીએ પણ એમ જ કર્યું. સગી માતા પણ એમને ઓળખી ન શકી. આરાધના કરતા સ્વરૂપ જે ઢંકાઈ ગયું છે અને સ્વભાવ પર જે આવરણ આવ્યું છે એને દૂર કરવાનો ઉપયોગ હોવો જોઈએ. તે માટે જ્ઞાન - દર્શન - ચારિત્ર-તપ-વીર્ય રૂપી રત્નોની જ પૂર્ણતા મારી છે એને સમજીને એમાં જ રમણતા કરવા જેવી છે બહાર ની પૂર્ણતા ઉપાધિ રૂપ લાગશે ત્યારે જ અંદરની પૂર્ણતા = ગુણોની પૂર્ણતા પ્રાપ્ત થશે. ગાથા - 3 અવાસ્તવી વિકલ્પઃ સ્યાત, પૂર્ણતાધેરિવોમિભિઃ પૂર્ણાનજસ્તુ ભગવાન, સ્વિમિતોદધિસભિઃ 3 ગાથાર્થ જેમતરંગોથી થતી સમુદ્રની પૂર્ણતા અવાસ્તવિક છે તેમ હું પરવતુરૂપ ધનાદિથી ધનવાન છું વિગેરે વિકલ્પોથી થતી પૂર્ણતા અવાસ્તવિક છે. પૂર્ણાનંદ સ્વરૂપ (સિદ્ધ) ભગવાન વિકલ્પ રહિત હોવાથી સ્થિર સમુદ્ર સમાન છે. સમકિત - દૃષ્ટિને પણ નિકાચિત કર્મનો ઉદય અને સંસ્કારનું બળ અશુભ પ્રવૃત્તિમાં ઘસડી જાય છે. સમુદ્રમાં ભરતી આવે તે વખતે મોજા આવે - ઉછળે એ એની વાસ્તવિક પૂર્ણતા નથી. પાતાળ કળશોમાં વાયુનું પ્રસારણ થવાથી મોજા ઉછળે છે એ વખતે એ વધુ રમણીય લાગે છે, છતાં એ વખતે તેમાં તરવા પડી શકાતું નથી અને જો તરવા ગયા તો તણાયા જ સમજો. એમ આપણા આત્મામાં રાગ-દ્વેષ રૂપ કષાયના મોજાં ઉછળે છે તે વખતે આપણે આપણો તાગ મેળવી શકતા નથી ને આત્મામાં ડૂબી શકતાં નથી. તેમ છતાં જીવમાનાદિને કારણે આત્માની બહાર પૂર્ણતા માને છે પણ એ અવાસ્તવિક છે. ભરતી પછી જ્યારે સમુદ્ર શાંત ને સ્થિર થાય છે પછી એમાં તરાય, નાવડી પણ ઉતારી શકાય -ને ઊંડાણનો તાગ પણ મેળવી શકાય. આમ આત્મા પણ રાગાદિથી શાંત થાય -સ્થિર થાય ત્યારે આત્માનો અનુભવ થઈ શકે છે. જ્ઞાનસાર || 20 Page #22 -------------------------------------------------------------------------- ________________ અપૂર્ણ હોય ત્યાં માંગહોય, પૂર્ણતામાં ક્યારેય માંગ ઉભી થતી નથી. રાગાદિ ભાવોની જે વાસના છે એ મનને ચંચળ બનાવે છે. “મન માત્ર જ્ઞાનનું સાધન છે” વાસના એને ચંચળ બનાવે છે તેનાથી તે જ્યારે મુક્ત બને ત્યારે તે ચિદાનંદ - સ્વરૂપને પામે. 'ચિદાનંદ કેરી પૂજા જ્યાં, નહિ જડનો યોગ રે' નિર્વિકલ્પપણાની શરુઆત 4 થા ગુણઠાણાથી થાય અને ૧૨મા ગુણઠાણાને અંતે કષાયો જવાથી પૂર્ણતા આવશે. જેમ જેમ મોહનો પરિણામ ઘટતો જાય તેમ તેમ આત્માનિ સંગ દશા તરફ આગળ વધશે, તેથી નિર્વિકલ્પતા આવીને જ રહેશે. પરથી આત્માને વેદના (પીડા) થાય છે, અને “સ્વ” થી આત્માને સંવેદન થાય છે. આત્મા પાંચમા-છઠ્ઠા ગુણઠાણાના પરિણામમાં આવે ત્યારે જ આ અનુભવ થાય છે તે સિવાય નહિ, દ્રવ્યના ત્યાગથી અનુભૂતિ ન થાય પણ દ્રવ્યના ત્યાગની સાથે પર દ્રવ્ય પ્રત્યેના મોહનો ત્યાગ થાય તો જ આત્માની અનુભૂતિ થાય, નહીં તો સર્વસંગના ત્યાગી એવા કોઈ પણ મુનિ કદી દુર્ગતિમાં ન જાય 0 આત્માની ત્રણ અવસ્થા બહિરાત્મા - પર પુગલમય જ બની ગયો છે - સતત પાપનો બંધ કરે છે. અંતરાત્મા - કાયામાં જે સાક્ષી ભાવે રહ્યો છે અને જેને નિર્ણય થઈ ગયો છે કાયામાં રહેવાય નહી અને કાયામાંથી છૂટવા યથાશક્તિ પ્રયત્ન પણ જે શરૂ કરે તે “અંતરાત્મા છે. પરમાત્મા - “અષ્ટ-મહાપ્રાતિહાર્ય રૂ૫ ગુણવૈભવ પ્રગટ કર્યો છે. કાયામાં રહેવા છતાં સાક્ષીભાવે જોઈ રહ્યા છે અર્થાત્ કાયાથી પર થઈને રહેલા છે. કાયા સળગી જાય તો પણ કેવલિને અસર ન થાય અને તે વખતે પણ કાયાને જોયા કરે છે. સમતાના પરિણામમાં કશો જ ભેદ ન પડે. આવો મોહનીય કર્મનો ક્ષય કરેલો છે. તેથી “પર” થી “પર'રહેનારા પરમાત્મા છે. જ્ઞાનસાર || 21 Page #23 -------------------------------------------------------------------------- ________________ જાતિ સ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનનો ભેદ છે. જો સમકિત સાથેનું જાતિ સ્મરણ જ્ઞાન હોય તો જ લાભકારી ગણાય અને મિથ્યાત્વ સાથેનું જાતિ સ્મરણ જ્ઞાન હોય તો વેર - ઝેર વધારે. સ્વાત્માની શુદ્ધ અને અશુદ્ધ અવસ્થા સમજાઈ જાય ત્યારે પોતાના આત્માના શુદ્ધ આંતરરૂપમાં જ ઉપાદેય પરિણામ આવે અને પર'માં હેય પરિણામ આવે તો જ ચોથે ગુણસ્થાનકે છે. ચોથે નથી તો, મિથ્યાત્વ મોહનો ત્યાગ નથી, તો સમતાનો અનુભવ નથી. ફક્ત દ્રવ્યથી હેય- ઉપાદેય માનવાથી કાંઈ ન વળે. મારે “પર” ને છોડી દેવું જોઈએ “પર” એ બધુ હેય જ એ નિર્ણય કાયમ માટેનો જોઈએ અને 48 મિનિટ માટે તો સામાયિકમાં પર’ને છોડવું જ છે. એવો દઢ વિચાર જોઈએ છતાં જો નબળો વિચાર આવે તો તેનો તીવ્ર પશ્ચાતાપ થવો જોઈએ તો જ એક દિવસ હેયને છોડવાની અંતરથી સમર્થતા આવશે. આપણને ક્યારેય વિષ્ટા’ ઉપાદેય લાગે છે?તેની પાસે આપણે બેસીએ? તરત જ “છી' એમ કહીએ છીએ કેમ કે વિષ્ટા હેય જ છે. એવો નિર્ણય થઈ ગયો છે. અગ્નિમાં હાથ નખાય? ના, અગ્નિ બાળનાર જ છે. એ જ રીતે જ્ઞાની ભગવંતોનો નિર્ણય હોય છે કે “પર” વસ્તુ એ એકાંતે હેય જ છે, કેમ કે તે આત્માની પીડા વધારે છે. ચાર ઘાતી ગયા છે, એટલે શું? અહીં શરીરમાં ગરબડ થાય અર્થાત્ મરણાંત કષ્ટ આવે તો પણ આત્મામાં જરા પણ ગરબડ થતી નથી. અરિહંત પરમાત્માને બાહ્ય સમૃદ્ધિ પુણ્યના ઉદયથી મળે છે. કેવલીને અત્યંતર ઐશ્ચર્યઅનંત જ્ઞાનાદિ ગુણોની સંપદા પુરુષાર્થથી મળે છે. જાણપણું - સર્વશપણું તો બન્નેમાં સરખું જ છે. અત્યંતર ઐશ્ચર્ય = કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીનું ઐશ્ચર્ય. શાંત એવો સમુદ્ર સોહામણો લાગે છે તે જ રીતે પરમાત્માની મુખમુદ્રા હંમેશા પ્રશાંત મનોહર -રમ્ય હોય છે, તેમાં ફેરફાર થતો નથી કેમ કે રાગદ્વેષ રૂપ મોહનુંનિર્ગમન થઈ ગયું છે. જ્ઞાનસાર || 22 Page #24 -------------------------------------------------------------------------- ________________ આપણા મનને “મર્કટ (વાંદરા) ની ઉપમા આપી છે. મન ચંચળ છે એમ કહીને આપણે મનને ગુનેગાર બનાવીએ છીએ. પરંતુ વાસ્તવમાં તેવું નથી. માટે જ તો કહેવાય છે કે “મનથી જ સંસાર અને મનથી જ મોક્ષ” એમ કેમ? મનમાં જ્યારે મોહ ભળે છે ત્યારે જ તે વિહવળ અને ચંચળ બને છે. અને તે જ મોહથી મન દૂર થઈ જાય તો તે “ક્ષીરોદધિ જેવું સ્થિર અને નિર્મળ બની જાય છે. ગાથા - 4 જાગતિ જ્ઞાનદષ્ટિક્ષેત, તૃષ્ણાકુણાતિજગુલી ! પૂર્ણાનંદસ્ય તત્ કિ, સ્ટાન્ય વૃશ્ચિક વેદના 4 ગાથાર્થઃ જો તૃષ્ણારૂપ કાળા નાગનું ઝેર ઉતારવામાં ગારૂડી -મંત્ર સમાન તત્ત્વજ્ઞાન દૃષ્ટિ પ્રગટે છે તો પૂર્ણાનંદ ભગવાનને દીનતારૂપ વીંછીની કે તેના ડિંખની વેદના કેમ હોય? તૃષ્ણા રૂપી જે ભોરિંગ સર્પ છે તેને માટે જ્ઞાન દૃષ્ટિ ગારૂડી મંત્ર સમાન છે. મુનિ જ્ઞાનદશાને કારણે 8 પ્રહર જાગતો હોય. સમ્યગ્દષ્ટિ ઊંધમાં પણ નિર્જરા કરે કેમ કે સર્વજ્ઞ કથિત તત્ત્વ-દૃષ્ટિથી ચિત્તવૃત્તિ રંગાયેલી હોય. સિદ્ધો - સર્વચક્ષુવાળા છે, સમગ્ર જીવ અને અજીવ સૃષ્ટિને સ્વ આત્મ પ્રદેશોથી જુએ છે, સાધુ ભગવંત - શાસ્ત્ર ચક્ષુથી જોનાર છે, દેવો અવધિજ્ઞાન રૂપ - ચક્ષુથી જોનારા છે, બાકીના બધા ચર્મચક્ષુથી જોનારા છે. તીર્થંકરનો આત્મા છઘસ્થ અવસ્થામાં ગૃહવાસમાં રહેલો હોય, અને અનુત્તર દેવલોકનો આત્મા - બન્નેમાં વીતરાગભાવ સમાન છે પણ ભોગ ભોગવતાં પરમાત્માનો આત્માનિર્જરા કરે છે જ્યારે દેવનો આત્માનિકાચિત શાતાવેદનીય કર્મના કારણે નિર્જરા કરી શકતો નથી. પોતાનું સ્વરૂપ જેને પ્રગટ થાય છે અને તેનો જે આસ્વાદ કરે છે–માણે જ્ઞાનસાર // 23 Page #25 -------------------------------------------------------------------------- ________________ છે તેને પરની જરૂર પડતી નથી. આથી જ તેઓને વીંછીના ડંખ જેવી દીનતા કદાપિ પડતી નથી. બહારની વસ્તુ મેળવવાની ઈચ્છા હોય અને એ ન મળે ત્યારે દીનતા આવે છે. અરતિ - શોકની પીડારૂપદીનતાથી તે પીડાય છે. ક્ષયોપશમના ભાવમાં મિથ્યાત્વનો પ્રદેશોદય ચાલુ જ છે પણ જો જાગૃત ન રહ્યા તો પ્રદેશોદયને વિપાકોદયમાં આવતા વાર નહીં લાગે. માટે જ એને શુભ આલંબનો, સત્સંગાદિમાં રહેવાનું છે. જેટલો તત્ત્વ નિર્ણય નિર્મળ એટલું આગળ બધું બરાબર ચાલશે, નહી તો ઊડે ઊંડે બેઠેલો મોહઆપણને છેતરશે. અંદરના આનંદથી જપૂર્ણતા થશે. મોહરાજાના કોઈ પદાર્થોથી કદી પૂર્ણ આનંદ મળશે જ નહી. વિના પ્રયાસ અંદરનો જ આનંદ મળશે તે માટે અંદર પેસીને બહારનું બધું છોડવું પડે. ગારૂડીમંત્ર સ્વરૂપ જે જ્ઞાન છે તે જ આત્મામાં શાંતિ લાવી શકે છે. જ્ઞાનદૃષ્ટિ, તત્ત્વપ્રતિપત્તિ અને તત્ત્વ-સંવેદનવાળુ જ્ઞાન તે જ્ઞાનદેષ્ટિ કહી. આત્માના અસંખ્ય પ્રદેશો જ્ઞાનાદિ ગુણથી તાદામ્ય સંબંધવાળા છે. જ્ઞાનદેષ્ટિ આવે તો વિવેક આવે કે હું શું? “મારું શું? “પર” શું? એનો વિવેક આવે પછી પોતાનું જે છે એ મેળવવાનો પ્રયત્ન કરશે. હવે મારા ગુણોને કેમ મેળવું? કઈ રીતે એનું રક્ષણ કરું?' “કઈ રીતે એ સ્થાયી બને?” એ જ તત્ત્વમાં મગ્ન બનશે એટલે ક્ષાયોપથમિક ભાવ ક્ષાયિક બનશે અને આનંદ પ્રગટ થશે એટલે ક્યારેય દીનતા નહી આવે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિના કેવળજ્ઞાન થવાનું નથી માટે એ લક્ષ્ય રાખી ભણવાનું છે. ચંડકૌશિકની દૃષ્ટિ જ્યાં પડે ત્યાં બધુ જ બળીને ભસ્મીભૂત થઈ જાય તેમ તત્ત્વદેષ્ટિ જ્યાં જ્યાં પડે ત્યાં કર્મબળીને ભસ્મીભૂત બને એમાં નવાઈ શું? ચંડકૌશિકમાં તો ઝેર છે જ્યારે આમાં તો અમૃત છે. આપણા સંક્લેશનું કારણ શું? મોહદૃષ્ટિ જ ફરી નથી. પ્રથમ ચાર ગુણસ્થાનક, દૃષ્ટિ -પ્રધાન છે અને પ માં ગુણસ્થાનકથી જીવ તત્ત્વ દૃષ્ટિ પ્રમાણે આચારમય બનવાનો પુરુષાર્થ આદરે. દષ્ટિ અને આચાર બંનેથી યુક્ત આત્માનો જ વિકાસ થાય છે. જ્ઞાનસાર || 24 Page #26 -------------------------------------------------------------------------- ________________ ગોશાળો પરમાત્માની સાથે હોવા છતાં તેમ જ પરમાત્માના નામે ચરી ખાતો હોવા છતાં, પરમાત્માને કોઈ સંક્લેશ નથી કેમ કે પરમાત્મા તેને સત્તાએ સિદ્ધ-સ્વરૂપી તરીકે જુએ છે.જીવો કર્મ-કષાયને આધીન છે. દરેકની સમજણ અલગ અલગ છે તેથી આપણે દુઃખી થવાની જરૂર નથી. - વિરતિ વિના જેને ચાલે નહી, પણ વિરતિ લઈ શકતા નથી તેને જ અવિરત સમ્યગ્દષ્ટિ કહ્યા. વિરતિ એટલે શું? પાપોથી અટકવું. માન્યતા, સ્વીકાર અને રુચિમાં ભેદ ન આવે પણ અંતરાયકર્મના કારણે આત્મામાં પરિણામ ન આવે. સત્વનફોરવી શકે. આસક્તિને કારણે એને પોતાના આત્મા પર અનુકંપાનો ભાવ આવે, પશ્ચાતાપની અગ્નિ જ્વાલા પણ પ્રજ્વલિત થાય છે અને તે દ્વારા તેના અંતરાય કર્મમાં ગાબડા પડે છે અને અનુબંધ સુધરે છે. સમ્યગ્દષ્ટિ દર્શન -સતક (4 અનંતાનુબંધી અને ૩દર્શનમોહનીય) નો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થવાને કારણે એને વસ્તુ જેવી છે તેવી દેખાય છે.દર્શનમોહનીય દૃષ્ટિને (વિચાર) બગાડવાનું ને ચારિત્રમોહનીય આચારને બગાડવાનું કાર્ય કરે છે. દર્શન મોહનીયના ઉદયથી હેય વસ્તુ ઉપાદેય લાગે છે અને ચારિત્ર મોહનીયના ઉદયથી મેળવવાનો ભાવ આવે છે. લોભ મોહનીયના ઉદયથી લેવા પ્રેરાય છે. લીધા પછી છોડવાનું મન ન થાય. અનંતાનુબંધીનો ઉદય એકસરખો આત્મામાં લાવ-લાવનો - મેળવવાનો પરિણામ પ્રવર્તાવે - વ્યવહારમાં કદાચ પ્રવૃત્તિ ન પણ હોય પણ મનમાં પરિણામ તો 24 કલાક ચાલુ રહે. અનંતાનુબંધીના ઉદયવાળાને પશ્ચાતાપનો પરિણામ આવે જ નહીં. જ્યારે અવિરત - સમ્યગ્દષ્ટિ કર્મની પ્રબળતાને કારણે પ્રવૃત્તિ કરશે પણ પશ્ચાતાપને કારણે અનુબંધ નહી પડે અને સંસાર વધારશે નહી અને તેને મેળવવાનો પરિણામ એક સરખો નહી થાય. તેમ જ તેને સંતોષનો પરિણામ પણ થાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ગાથા -5 પૂર્યને યેન કૃણાસ્તદુપેલૈવ પૂર્ણતા પૂર્ણાનંદ સુધા સ્નિગ્ધા, દષ્ટિરેષા મનીષિણા આપા ગાથાર્થઃ જે કૃપણ હોય તે બહારના ઢગલાથી પોતાને પૂર્ણ માને છે અને જે ખરા જ્ઞાની છે તે એની ઉપેક્ષાથી પૂર્ણ બને છે. જ્ઞાન અમૃતથી જેની દૃષ્ટિસ્નિગ્ધ બની ગયેલી છે તેને તુચ્છ વિષયોમાં તૃપ્તિ નથી થતી. તે વિષયોથી પરાડમુખ બને છે. સમ્યગ્દષ્ટિને પર વસ્તુ મેળવવાની ઈચ્છા થાય, કારણ લોભનો ઉદય હોય પણ આ વસ્તુ બરાબર નથી એમ સતત જ જાણતો હોય છે માટે અનુબંધ ન પડે. સાધનામાં સંવેગવધારે તીવ્ર એટલા અશુભ અનુબંધ અને રસતૂટતા જાય, એટલે ગોવાળીયાએ જ્યારે કાનમાં ખીલા ઠોક્યા તે વખતે પરમાત્મા સમતામાં રહી શક્યા અને ખીલા બહાર કાઢ્યા ત્યારે દ્રવ્ય વેદના રૂપ ચીસ નીકળી હતી પણ ભાવ વેદના નહતી કેમ કે અનુબંધ તૂટી ગયા હતા. પર વસ્તુથી જે પૂર્ણતા માને છે તેમાં અસંતોષનો પરિણામ રહે છે. ભય પણ લાગે છે, સગા-સંબંધીઓને શંકાની નજરે જોશે અને સતત ઉપાધિમાં જ રહેશે. બહારથી મળેલી પૂર્ણતા ઉપાધિવાળી છે માટે એની ઉપેક્ષા કરો એ જ અંદરની પૂર્ણતા મેળવવાનો ઉપાય છે. આત્માના ગુણ મેળવી આપવાની તાકાત પુણ્યમાં નથી એ માત્ર સાધન - સામગ્રી મેળવી આપે છે.ગુણ તો પુરુષાર્થથી જ મળશે. આનંદ જ્યારે પૂર્ણ બની જાય છે ત્યારે તેમાં કદી ઓટ આવતી નથી એ જ અમૃતથી સ્નિગ્ધ દૃષ્ટિ છે. પૂર્ણ એવો આત્મા - જેમાં એકાંતે સુખ જ છે અને તે સુખ પણ કંદ વિનાનું છે. વર્તમાનમાં આપણા સુખો ઢંઢ વાળા છે જ્યારે આનંદ નિર્લેન્દ્ર છે. તત્ત્વથી થાય અને પોતે વિભાવમાં છે તો તે કયા પર્યાયમાં છે? ક્રોધ - માન જ્ઞાનસાર || 26 Page #28 -------------------------------------------------------------------------- ________________ વિગેરે એ એને જણાય છે. શાસ્ત્ર વડે અધ્યાત્મને જાણીને પોતાના આત્મામાં એ પરિણમન ન પામે માત્ર બીજાને જણાવામાં ગર્વ અનુભવે તો તે પંડિતાઈ જાણવી. પંડિત પુરુષો પીદ્ગલિક વિષયોને ઉપાધિ જ માને છે. એનાથી શાંતિ મળવાની નથી માટે તે એને રાખવાની વાત જ નહી કરે, કદાચ તેને તેમાં રહેવું પડે તો કઈ રીતે રહે? સાવધાની પૂર્વક! ઈન્દ્રિયોથી જે વસ્તુ ભોગવે તેમાં તેને સુખની ભ્રાંતિ છે માત્ર વસ્તુ પોતાની પાસે છે એનું એને સુખ છે. એ સુખ શેને?માનનું. હું કંઈક છું અને મારી પાસે કંઈક છે તે “મમત્વનું સુખ છે. આ હું નું ભૂત ધૂણ્યા કરે તે માન કષાય છે. મારાપણાનું લેબલ લાગે એ જ ઉપાધિ. “પર” વસ્તુથી પોતાની જાતને મહાન માનવી, તે પ્રમાણે લાગવી એ બંને પરિણામ ભિન્ન છે. માનવું એ મિથ્યાત્વનું કાર્ય છે. સંપત્તિ કિંમતી છે એ માન્યતામિથ્યાત્વથી આવે છે. પોતે મહાન છે - મોટો છે એ માનનો પરિણામ છે. મિથ્યાત્વની હાજરીમાં કષાયો ફૂલે ફાલે છે. ભૌતિક દષ્ટિએ ઈંદ્ર મહારાજા એ કિંમતી પદ છે. છતાં સૌધર્મેન્દ્ર પોતાની જાતને બળદીયા તરીકે માને છે. તેની પાસે સમ્યગ્દર્શન છે સમ્યગ્દર્શન વિના આગળનું ગુણઠાણું આવે નહી. ગાથા-૬ અપૂર્ણઃ પૂર્ણતામેતિ, પૂર્યમાણતુ હોય તે, પૂર્ણાનંદ સ્વભાવોડયં, જગદભુતદાયકઃ II ગાથાર્થ ત્યાગના પરિણામ વડે ધનાદિ પદ્ગલિકપદાર્થોથી અપૂર્ણ થતો આત્મા જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ બને છે અને બહાર પુદ્ગલોથી પૂર્ણ થતો આત્મા જ્ઞાનાદિ ગુણોથીહીન બને છે. પૂર્ણાનંદ આત્માનો આસ્વભાવજગતને આશ્ચર્યકરનારો છે. જે આત્મા અંદર ગુણોથી અપૂર્ણ છે પણ પોતાની પૂર્ણતા ગુણમાં જ જ્ઞાનસાર // 27 Page #29 -------------------------------------------------------------------------- ________________ માને છે તે પૂર્ણતાને પામે છે, અને જે મોહથી આચ્છાદિત છે તે બહાર ધનાદિ સંપત્તિથી જ પોતાને પૂર્ણ માને છે એ અંદર ગુણોથી અપૂર્ણ બને છે. આ જગતનું એક આશ્ચર્ય છે. સકલ પુગલોના ત્યાગની રુચિનો પરિણામ પોતાનામાં થવો જોઈએ. નિર્ણય થવો જોઈએ, કે મારો આત્મા મારા આત્માના ગુણોથી જ પૂર્ણતાને પામશે. આત્માના ગુણોની પૂર્ણતા માટે શું જરૂરી? સમ્યગદર્શનના ચાર પરિણામો:(૧) સદુહામિ-સર્વજ્ઞ પરમાત્માએ આત્મા અને આત્માના જ્ઞાનાદિ ગુણો સિવાય સર્વ પર સંયોગોહેય કહ્યાં છે. કારણ “પરલક્ષણ દુઃખકહીએ નિજ વશતે સુખ કહીએ” સર્વ સંયોગો આત્માને દુઃખના કારણ છે. અને આત્માના ગુણો જ આત્માને સુખના કારણ છે. એ પ્રમાણે શ્રધ્ધા થવી જોઈએ. પત્તિયામિ = જેમ અગ્નિ બાળવાના સ્વભાવવાળો છે એવી પ્રતીતિ અગ્નિમાં સહજ છે, તેમ સંસારના સુખો આત્માને પીડાકારી છે, તેવી પ્રતીતિ થવી જરૂરી છે. રોએમિ - ઢચિનો પરિણામ. સર્વ સંયોગોના ત્યાગની ઢચિનો પરિણામ થવો જોઈએ. ફાસેમિ - તીવ્ર ઝંખના - આત્માને હેય એવા સર્વ કર્મ કેમ જલદી છોડી અને મારા આત્માના ગુણોને હું જલદી અનુભવું, તેવી તીવ્ર ઝંખના જરૂરી. ચારિત્રના બે પરિણામ - પાલેમિ - સર્વજ્ઞએ કહેલા ચારિત્રના સર્વ વ્યવહાર યોગોને (આચારોને) અપ્રમત્ત પણે નિશ્ચયના પરિણામ પૂર્વક પાલન કરવું અર્થાત્ આત્મગુણને અનુભવવાનો લક્ષ. જ્ઞાનસાર // 28 Page #30 -------------------------------------------------------------------------- ________________ (6) અણુ પાલેમિ:-શાસ્ત્રમાં કહેલા ચારિત્રાચારનો નિશ્ચયના લક્ષ પૂર્વક વ્યવહાર યોગોનો એવો અભ્યાસ કરે છે જેથી સામર્થ્ય યોગ પ્રગટ કરવા દ્વારા ક્ષેપક શ્રેણી માંડી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવા વડે ગુણોની પૂર્ણતાને પામે. જેમ જેમ આત્મા બાહ્ય પુદ્ગલોથી ભરાતો જાય તેમ તેમ આત્મામાં રહેલો આનંદ હીન થતો જાય અને અહંકાર અને મમત્વ થી ભરાય છે. જેમ જેમ બહારની ઉપાધિ છોડતો જાય તેમ તેમ અંદર આનંદથી ભરાતો જાય (ગુણવૃદ્ધિ થાય). જેમ જેમ જ્ઞાનવૃદ્ધિ પામે ને મોહથી છૂટતો જાય તેમ તેમ જ્ઞાન શુદ્ધ બનતું જાય ને આનંદની અનુભૂતિ થાય. અંદરથી ને બહારથી અસત્ થી ખાલી થતા જાઓ તેમ તેમ વિશુદ્ધ આનંદથી ભરાતાં જાઓ. સાધુ નિગ્રંથ બને તો પરમાનંદની પ્રાપ્તિ અહીં જ - અત્યારે જ થશે. જેમ જેમ આત્મા પર’ - સંગથી છૂટતો જાય તેમ તેમ આનંદની વૃદ્ધિ થતી જાય. સર્વમાં સર્વની સાથે રહીને પણ નિઃસંગ - એકલા રહેવાનું છે. જીવ જેમ જેમ સ્વભાવથી પૂર્ણ થશે તેમ તેમ તે પરમાનંદની મસ્તીને માણશે. * સત્સંગનિશ્ચયથી શું? પોતાના જ્ઞાનાદિ ગુણોનો સંગ કરવો એ જ નિશ્ચયથી સત્સંગ છે. (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિય) પુગલના ભોગમાં જે આનંદનો અનુભવ કરે છે તે તુચ્છ છે. જ્યારે તેને આત્માના અનુભવનો લાભ થશે, તેમ પૂર્ણતાને પામવાનો લોભ થશે. માટે આત્માએ રત્નત્રયની સાધના માટે વિશેષથી પ્રયત્ન કરવો. નિર્વિકલ્પ સાધનાનો પહેલો પાયો દેવ-ગુરુના વચનનો સ્વીકાર એ જ સમર્પણ છે. જગતને બહારનું મળે ત્યારે આનંદ થાય છે અને મુનિને અંદરનો જ્ઞાનસાર // ર૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ આનંદ એટલે બહારનું છૂટે તેનો આનંદ છે, એટલે સંસાર અને મોક્ષ માર્ગ બંને ભિન્ન છે. વિપરીત છે. પુદ્ગલનો સંયોગ આત્માના અહિત નું કારણ છે. મોક્ષ એટલે સર્વપુદ્ગલના સંયોગથી રહિત અવસ્થા. પુદ્ગલનો આત્મા સાથે જ્યાં સુધી સંયોગ હોય ત્યાં સુધી આત્મા સંસારી અને સંસાર હેય. 0 “આત્માનું અહિત કઈ રીતે?” અઘાતિ નામ કર્મના ઉદયે આત્માનુંઅરૂપી સ્વરૂપ બીડાઈ ગયું અને તેના વિકાર રૂપે રૂપ અને આકાર યુક્ત શરીરમાં આત્મા ગોઠવાઈ ગયો. વળી જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મના ઉદયે જ્ઞાનાદિ ગુણો ઢંકાઈ ગયા અને વિભાવ સ્વભાવ રૂપે અજ્ઞાન-મિથ્યાત્વાદિ દોષો પ્રગટ થવા રૂપે આત્માનું અહિત શરૂ થયું. આથી આત્માએ પોતાના શુધ્ધ સ્વરૂપનો નિર્ણય કરી અને તેનું આલંબન લઈ સ્વભાવમાં સ્થિર થવાનો પરમ પુરુષાર્થ કરવાનો છે. જ્યારે જીવને પોતાની ધારણા મુજબ મળે તો હર્ષ થાય છે અને ન મળે તો શોક થાય છે. મળશે એવી ધારણા થાય ત્યારથી મોહઅંદરમાં વધતો જાય તેની આસક્તિ વધતા મૂચ્છિત જેવો બની જાય છે. તે અવસ્થામાં જો આયુષ્યનો બંધ પડે તો સંમૂચ્છિમપણાની પ્રાપ્તિ થાય અને ઉતરતો ઉતરતો પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધી પહોંચી શકે છે. સંસારમાં આત્મા પહેલા મહેનત કરે, પછી મળે, પછી એને ભોગવે ત્યારે આનંદ થાય છે અને મહાકર્મબંધનું કારણ બને છે. જ્યારે મોક્ષમાર્ગમાં મળેલું છૂટે એટલે વગર મહેનતે મળે છે ત્યારે આનંદની અનુભૂતિ થાય છે તેમજ મહાનિર્જરાનું કારણ બને છે. જગતને આ ઘટના આશ્ચર્યકારી લાગે છે. ગાથા -7 પરસ્વત્વપૂતોન્માથા, ભુનાથા ન્યૂનતે શિણા સ્વસ્વત્વ સુખ પૂર્ણસ્ય, ન્યૂનતા ન હરેરપિ III ગાથાર્થઃ પુણ્યના ઉદયથી મળેલી રાજ્ય સમૃધ્ધિ આદિ બાહ્ય સંપત્તિમાં મોહથી વ્યાકુલ બનેલા રાજાઓ પણ પોતાને અપૂર્ણ જુએ છે આત્મામાં જ્ઞાનસાર || 30 Page #32 -------------------------------------------------------------------------- ________________ આત્મસુખથી પૂર્ણ બનેલા મુનિને ઈંદ્રની 28દ્ધિ પણ તુચ્છ ભાસે છે. પહેલા વિચાર બગડે પછી આચાર બગડે માટે વિચારથી જ અટકી જવાનું છે. જે આત્મામાં વ્યાકુળતા ઉત્પન્ન થઈ છે તે સમતા પરિણામ ગુમાવે છે. મોહઆત્માને મૂંઝાવે છે. મિથ્યાત્વ અને લોભ કષાયનો પરિણામ એ હંમેશા જીવને મૂંઝાવવાનું જ કામ કરશે. પર' વસ્તુ કે વ્યક્તિ સાથે મોહનો વ્યાપ જેટલો મોટો, એટલી મૂંઝવણ મોટી. સમકિત મન પર અંકુશ ધરાવે છે. કોણ પોતાની જાતને જૂન જોનારા છે? જે “પરની સંપત્તિ જોનારા છે તે. પર”વસ્તુમાં સંપત્તિપણાનો આભાસ થવો એ મિથ્યાત્વનું કારણ છે. જેથી તે સંપત્તિ તેને પોતાના આત્માના ગુણો કરતાં કિંમતી લાગે છે તેથી તેને મેળવવા માટે પુરુષાર્થ કરે છે. (લોભ મોહનીયનો ઉદય) જો આત્મ-ગુણો મેળવવા જેવા લાગી ગયા તો તે સંસારની પ્રવૃત્તિમાં ઉદાસીન રહેશે - કર્મની નિર્જરા કરશે તેથી અનુબંધ એવા પડશે કે આવતા ભવે જ મોક્ષ થાય. વર્તમાનમાં પણ મોક્ષની અનુભૂતિ થઈ શકે. સમ્યક્ત કે મિથ્યાત્વબંનેની હાજરીમાં રુચિનો પરિણામ તો છે જ, પણ એકમાં સમ્યકત્વમાં આત્મ ગુણમાં ઉપાદેયની રુચિ રહેશે અને બીજામાં મિથ્યાત્વમાં પુદ્ગલ ગ્રહણની રુચિ રહેશે. જ્ઞાનસાર એ મહોપાધ્યાયજી ના જીવનનો અને શાસ્ત્રનો અનુભવ નિચોડ છે. તૃપ્તિ-પોતાનાં ગુણોમાં તૃપ્ત થવું એ જ સાચો તપ. દોષોને સમજીને દોષોને કાઢવાનો પ્રયત્ન કરશો એટલે અંદર ગુણો પડ્યાં જ છે એનું પ્રગટીકરણ થશે જ. પરના સંગથી ને મિથ્યાત્વના રંગથી આત્મામાં ઉન્માદ પ્રગટ થયો તેથી જે મળે તેમાં ન્યૂનતા જ લાગે છે. જ્ઞાનસાર / 31 Page #33 -------------------------------------------------------------------------- ________________ જેને પોતાના આત્માની સંપત્તિ પ્રાપ્ત થાય છે એને ઓછાશ લાગતી નથી. બહારમાં જ ઓછાશ લાગે છે, કારણ મોહકૃત સ્વભાવ છે, તેથી જીવોને સંતોષ ન થાય. ગુણમાં તૃતિ હોય ત્યારે પરવસ્તુનો અભિલાષ થતો નથી. | ઉચ્ચપદને પદ પ્રમાણેની સામગ્રી લાભાંતરાયના (કર્મ) ક્ષયોપશમથી મળે અને અંદરના ગુણોની સામગ્રી પણ લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી જ મળે કારણ દાન, લાભ, ભોગ, ઉપભોગ એ આત્માના ગુણો છે. મોહની હાજરીમાં બાહ્ય સામગ્રીનો ભોગવટો આત્મા કરી શકે છે પણ ગુણોના અનુભવ માટે તો મોહની ગેરહાજરી જ (ક્ષયોપશમ) જોઈશે. તીર્થકર નામકર્મપણ શુભ પ્રશસ્ત ભાવોથી બંધાય છે. આત્મગુણોના ભોગવટા માટે ‘ભોગાંતરાય અને ઉપભોગવંતરાય એ બે કર્મોનો ક્ષયોપશમ જોઈશે. બાહ્ય સામગ્રી માટે ચારિત્ર મોહનીયના લયોપશમની જરૂર નથી. સાધુને જે મળ્યું એમાં રાગ નથી - વૈરાગ્ય છે માટે પ્રશમનું સુખ ભોગવે છે. દ્રવ્યથી જિન સાધુપણું પાળે તો પણ૯મા ગ્રેવેયકમાં જવાય છે. તાપસો વિગેરે ત્યાં જઈ શકતા નથી. જે જે અનુષ્ઠાનથી રાગ-દ્વેષ ઓછા થાય ત્યાં જ મોક્ષમાર્ગ છે. અન્ય લિંગથી કેવળજ્ઞાન થાય પણ અન્ય દર્શનથી કેવળજ્ઞાન ન થાય. જે આત્મા પોતાના ગુણોનો અંશ ભોગવે છે એ અમૃતને ભોગવે છે. અને તે નિયમા પરિપૂર્ણતાને ભોગવશે. જ્યારે અનંતાનુબંધી લોભ મોહનીયનો ક્ષયોપશમ થવાથી જ સંતોષ આવે. પરમાત્મા ગૃહવાસમાં નિકાચિત પુન્યોદયને કારણે 4 થા ગુણઠાણે જ છે ને જ્યાં ચારિત્ર-ગ્રહણ કર્યું કે તરત જ ૭મા ગુણઠાણાની સ્પર્શના થાય છે. પુણ્યના ઉદયને ફગાવી દીધો. ભોગાવલી પુન્યનો ઉદયકાળ આત્મગુણ પર આવરણ કરે છે માટે દારુણ છે. માટે આત્મગુણનો જ અનુભવ કરવા જેવો છે. જેમતૃષ્ણાનો છેડો નથી તેમ આત્માના સુખનો પણ છેડો નથી. તૃષ્ણામાં જ્ઞાનસાર || ૩ર Page #34 -------------------------------------------------------------------------- ________________ તૃપ્તિ નથી ને આત્મગુણોમાં પરમ-તૃતિ છે. (ચેતન નો તેની ચેતના સાથે કદીવિયોગ થતો નથી. માટે ચેતના સ્વરૂપે આત્માની ૩પત્નીઓ છે (1) જ્ઞાનચેતના (2) કર્મચેતના અને (3) કર્મફલ ચેતના. ચેતનરાજા (1) કર્મચેતનાને (2) કર્મફલ ચેતના રૂપ બે પત્નીના સંગમાં શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ પત્નીને ભૂલી ગયો છે.ચેતનરાજને પોતાની ખરી પત્નીના દર્શન ક્યારે થાય? સમ્યગ્દર્શન આવે ત્યારે ૪થા ગુણઠાણે -પછી બે પત્નીથી છૂટવાનો ભાવ થાય છે. આ જગતમાં ચક્રવર્તીના સુખ, 9 કૈવેયકના સુખ જે ઊંચામાં ઊંચા ભૌતિક સુખ પણ જિનદર્શનની આરાધનાથી પ્રાપ્ત થઈ શકે જેમણે પણ ભૌતિક સુખ આત્મા માટે ઉપાદેય નથી. જેમણે તૃષ્ણા અને તૃષ્ણાના નિમિત્ત એમ બંનેનો ત્યાગ કર્યો છે, આવા મુનિને ઈંદ્રની ઋદ્ધિ જોઈને એનાથી પોતે હીન છે એવો ભાવ ક્યારેય પણ નહી આવે. ઈન્દ્ર મહારાજા આત્માના ગુણોનો અનુભવ કરી શકતા નથી, કારણ પુન્યના ઉદયથી પ્રાપ્ત ઋધ્ધિનો ત્યાગ કરી શકતા નથી, પણ ત્યાગની ભાવના ભાવી શકે. જે પુન્યથી પ્રાપ્ત સામગ્રી વડે પુરુષાર્થ કરી મોહને હરાવે તે જ આત્મા-ગુણોનો અનુભવ કરી શકે. સમ્યગ્દષ્ટિ ને દૃષ્ટિ સારી છે પરને પર તરીકે જાણે છે પણ સ્નેહના સંબંધને છોડી શકતો નથી. પિતા-પુત્રના સંબંધને હેય માને છે પણ પુત્ર પ્રત્યે લાગણીનો સંબંધ છે તે છોડી શકતો નથી. મિથ્યાત્વ નથી એટલે વિકલ્પોની હારમાળા નહી ચાલે અનંતાનુબંધીનો ઉદયપરની તૃષ્ણાને ધારા બદ્ધ ચલાવે. સાધુ જીવનમાં સમતામાં રહેવુએ જ મોટી સાધના છે. ગુરુ કે શિષ્ય બધાએ સ્વયં સમતામાં રહેવું અને બીજાને પણ સમાધિ થાય એ રીતે સાધના કરવાની છે. ગુરુના ઉપકારને યાદ કરી કાયરતા હશે તો રડવું આવશે અને પરાક્રમી હશે તો ગુરુને જે ઈષ્ટ હતું તે કરવા મંડી પડશે, તત્ત્વ દેહે તો ગુરુ સતત સાથે જ છે. એમના તત્ત્વદેહને પકડવાના છે તો એમનો અભાવ નહી જ્ઞાનસાર // 33 Page #35 -------------------------------------------------------------------------- ________________ લાગે ગુરુએ જે રીતે જીવન જીવ્યું છે ને જે રીતે સમતામાં રહેવાનો પુરુષાર્થ કરવા જીવન પૂર્ણ કર્યું છે એ જોઈને આનંદ થાય કે મહાપુરુષ ખરેખર! જીવન જીવી ગયા. ભાવ એ રૂપી છે માટે જ કર્મનો બંધ કરાવે છે અને સમ્યગ્દર્શનનો પરિણામ મોહના ક્ષયાદિના કારણે નિર્જરા જ કરાવે અરૂપી દ્રવ્ય નિર્લેપ જ હોય તેથી તે બીજા દ્રવ્ય સાથે કદી જોડાય નહી. આકાશ આધાર આપે છે, તેથી તેમાં બધુ જ સમાઈ જાય છતાં આકાશ નિર્લેપ છે. આત્મા પણ અરૂપી છે - નિરંજન - નિરાકાર છે. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, જીવ, પુદ્ગલાસ્તિકાયાદિના કારણે લોક અને અલોકનો ભેદ છે, નહીં તો બન્ને વચ્ચે ભેદન રહેત. આખો 14 રાજલોકવણાઓથી ભરેલો છે માટે લોકનો આકાર પડે છે. આકાર ધર્મ માત્રપુગલવણાનો છે. સંતોષનો પરિણામ એ તૃપ્તિનો આરંભકાળ છે અને ઈચ્છાનો પરિણામ એ તૃષ્ણાનો આરંભકાળ છે. ઈચ્છામાંથી આત્મા મૂચ્છમાં પરિવર્તન પામી જાય છે. મોહના કારણે - જ્ઞાન ચેતના મૂચ્છિત થઈ જાય છે તેથી બાકીનું બધુ ઉંધુ જ ચાલે છે. દ્રવ્ય પીડા (શાતા - અશાતા) માં આત્મા સમતામાં રહી શકે છે પણ મોહની ભાવ પીડામાં આત્મા વ્યાકુળ બની જાય છે, દુઃખી બની જાય છે. તૃષ્ણા વિભાવ - સ્વભાવવાળી છે. તૃષ્ણાના ત્યાગથી જ આત્માને પોતાના સુખની પ્રાપ્તિ થાય માટે આત્માએ પરનો (ચારે બાજુથી) પરિત્યાગ કરવાનો કહ્યો છે. વિભાવદશા આત્મસુખ ભોગવવામાં બાધક બને છે. જ્ઞાનાદિ ગુણ રૂપે જે ધન છે તે મારું છે પણ સંસારનું ધન મારું નથી એ નિર્ણય કરવાનો છે. કારણ પરમાં પોતાપણાનો આરોપ જે મિથ્યાત્વના ઉદયથી અનાદિથી થયેલો છે તેને હવે ફેરવવાનો છે. પરમાત્માની એક આજ્ઞાની પ્રતીતિ થઈ જાય, વિકલ્પવિના સ્વીકાર આવે તો પછી પરમાત્માની દરેક આજ્ઞાનો વિકલ્પવિના સ્વીકાર થઈ જાય. જ્ઞાનસાર // 34 Page #36 -------------------------------------------------------------------------- ________________ પોતાની વસ્તુ પોતાની પાસે હોવા છતાં મિથ્યાત્વના કારણે આત્માએ એનો સ્વીકાર જ નથી કર્યો. આત્માપર અનંત પુલ પરાવર્તકાળ સુધી મિથ્યાત્વનો ઉદય રહ્યો છે. ચરમાવર્તિમાં જીવ આવે પછી મિથ્યાત્વ મંદ પડે અને સમ્યગ્દર્શન અર્ધપુદ્ગલ પરાવર્તકાળમાં પણ કાંઈક ન્યૂન થાય ત્યારે પ્રગટે છે. ત્યારે પરમાં જે મારાપણાનો આરોપ છે તે ઉઠતો નથી પણ હેય માને છે અને ત્યારથી જ ધર્મની શરુઆત અને સંસારના વિસર્જનપણાની શરુઆત થાય છે બાકી ઔચિત્ય વ્યવહાર કરવાનો છે. નટની જેમ માયાથી તમામ વ્યવહાર કરવાનો છે. માયાનો ઉદય 9 માં ગુણઠાણા સુધી રહેવાનો છે. "ધર્મે માયા નો માયા" એમ શાસ્ત્ર કહ્યું છે. સામાના પરિણામ ન બગડે માટે જ માયા કરવાની છે. દા.ત. પત્નીનું ચિત્ત પરમાં ન જાય માટે પતિ બહારથી રાગ બતાવે. પરમાત્મા આપણા માટે ઉત્કૃષ્ટ આલંબન છે. તેમનું આલંબન લઈને એ સાધનામાં આગળ વધશે ત્યારે પરમાત્મા પણ છૂટતા જશે. ધ્યાતા - ધ્યેય - ધ્યાનની અભેદતા આવશે અને પોતાનું પરમાત્મ-સ્વરૂપ પ્રગટ થશે. આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે સૌ પ્રથમ આત્મા નિર્ણય કરશે કે મારામાં જ પરમાત્મ - સ્વરૂપ રહેલું છે. ત્યાર પછી જ આ પ્રશસ્ત ઝંખના જાગશે અને આત્મા સંસારના વિસર્જન ભણી ડગ માંડશે. સાધુ જીવન કષ્ટ વેઠવા માટે નહીં પણ ગુણોના અનુભવનો આનંદ લૂટવા માટે જ છે. માટે સાધુ હવે પાલેમિ અર્થાત્ પંચાચાર રૂપ આચારના પાલન વડે આત્મરમણતારય ચારિત્રના કારણ રૂપ ક્રિયા યોગ અપ્રમત્તપણે પાળે અને અનુપાલેમિ એટલે આત્મરમણતા રૂપ ચારિત્રના કારણરૂપ વ્યવહાર ચારિત્રનો નિશ્ચયના લક્ષ પૂર્વકના અભ્યાસ વડે સામર્થ્ય યોગરૂપ ચારિત્રનું અનુપાલનના સ્ટેજ પર આવે. માટે - સજઝાયમાં જો એણે ગુણોના આનંદને અનુભવ્યો નથી તો એનું મિચ્છામિ દુક્કડં કરવાનું કહ્યું છે. ૪થે ગુણઠાણે આત્માનુભૂતિ રૂપ રુચિ-૫મે દેશથી અનુભૂતિ અને જ્ઞાનસાર // 35 Page #37 -------------------------------------------------------------------------- ________________ 6 હેપુરુષાર્થપ્રમાણે જે રુચિથઈ છે તેને જપૂર્ણપ્રગટ કરવાની છે. અનુત્તરવાસી દેવને પૂર્વે સાધુપણામાં છઠ્ઠનો તપ અથવા ૭લવ નું આયુષ્ય ખૂટ્યું પણ તેમનો સમ્યગ્દર્શનનો પરિણામ નિર્મળ હોવાના કારણે પુણ્યના વિપાકમાં પણ હેયનો ઉદાસીનતાનો પરિણામ હોય છે, પણ નિકાચિત ભોગાવલીકર્મના ઉદયને કારણે એ છોડી શકતા નથી, પણ ત્યાં આસક્તિનો પરિણામ નથી. કર્મોનો બંધ થાય, ઉદય અને સત્તારૂપ-આ ૩એ અવસ્થા આત્માની વિભાવ અવસ્થા છે. એ ત્રણેમાં વધારે દારુણ કોણ? ઉદય વધારે દારુણ છે. કેમ કે કર્મ, બંધમાં અને સત્તામાં હોય ત્યારે એટલા નડતા નથી પણ ઉદયમાં આવે ત્યારે આત્માના ગુણને આવરે છે. માટે ઉદયનેવિપાક કહ્યો છે. વિપાક= વિપરીત પાક. પછી તે ભલે પાપનોવિપાક હોય કે પુણ્યનો. સુંદર રૂપપુણ્યના ઉદયે કર્મસત્તાએ આપ્યું પણ આત્માના અરૂપીપણાને ઢાંક્યું. માટે જ મહોપાધ્યાયજી સંપૂર્ણ આગમના સાર-નિચોડરૂપે કહે છે કે તું તારા આત્માને જ જાણ, એની જ રુચિકર અને એને જ માણ તો તને સ્વના ઘરનો આનંદ પ્રાપ્ત થશે. સંગમેદાન આપ્યું તે વખતે નિરાશંસ ભાવહોવાના કારણે પુણ્યાનુબંધી - પુણ્યનો બંધ થયો. ગુણનો પક્ષપાત હતો તેથી પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે અનાસક્ત ભાવ ગુણના અનુબંધના કારણે આવ્યો. તેના ઉદયમાં મળશે તો બાહ્ય સામગ્રી જપણ આશંસા ભાવ ન હોવાના કારણે અનાસક્ત રહી શકે છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને પણ અપેક્ષાએ દારુણ જ કહ્યો છે કારણ ત્યાં સુધી તે ભોગવવા સંસારમાં રહેવું પડે. આત્મા ગમેતેદશામાં, ગમે તેવી અવસ્થામાં હોય તો પણ તેનો નિર્ધાર એવો હોય કે કોઈપણ ઘટનાએનેવિચલિત ન કરી શકે. અર્થાત્ આત્મા પોતાની, આત્માની સ્વભાવદશાને ન છોડે. યોગીઓ સદાનિત્ય નું ધ્યાન કરે છે. જે સ્વરૂપે શાશ્વત છે અને કદી ચલાયમાન થવાનું નથી તેનું જ ધ્યાન ધરે છે. જ્ઞાનસાર || 36 Page #38 -------------------------------------------------------------------------- ________________ જેમ વેલડીવૃક્ષના સહારે ચઢે છે તેમ મોહઅઘાતીના ઉદય પર આત્મા પર ચડે છે. આત્માની 4 અવસ્થા: (1) અક્ષય સ્થિતિ (2) અરૂપીપણું (3) અગુરુલઘુ અને (4) અવ્યાબાધ - આ૪ ને જો આપણે બરાબર પકડી શકીએ તો મોહ આપણા પર ચઢી શકવા સમર્થ નથી. “રૂપાતીત સ્વભાવ જે, કેવલ - દંસણ નાણી રે તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણખાણી રે” | વિકલ્પ હંમેશા વિભાવ - દશામાં જ હોય, સ્વભાવ દશામાં વિકલ્પ થાય જ નહી. જેમ જેમ વિકલ્પો ઓછા થતા જશે તેમ તેમ શાંતિ થતી જશે. મોટી બિમારી માનસિક બિમારી છે. મિથ્યાત્વ જાય એટલે મન પ્રફુલ્લિત થાય જ. જયવીયરાય' - વીતરાગનો જય થાવ. તમે જય શા માટે બોલો છો? વીતરાગ ખરેખર તમને ગમી ગયા છે? તમારામાં રહેલા રાગભાવને કાઢવાનો જ તમે પુરુષાર્થ કરી રહ્યા છો? પીડાનું મૂળ કારણ જ રાગ છે, દુઃખ જોઈતુ નથી તો રાગને દૂર કરો. ---------- ગાથા - 8 કૃષ્ણ પક્ષે પરિક્ષીણે, શુક્લે ચ સમુદચ્ચતિ, ધોતને સકલાધ્યક્ષાર, પૂર્ણાનંદ વિદ્યોર, કલાઃ IIટા ગાથાર્થ: કૃષ્ણ પક્ષનો ક્ષય અને શુક્લપક્ષનો ઉદય થતાં પૂર્ણાનંદ આત્મારૂપ ચંદ્રની સર્વપ્રત્યક્ષ કલાઓ -ચૈતન્યપર્યાયો પ્રકાશમાન થાય છે. કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થતાં ચંદ્રની કલા શુક્લ પક્ષની પૂર્ણિમાની રાત્રિએ પરિપૂર્ણ ખીલી ઉઠે છે. એ રીતે આત્માની અંદર બીજના ચંદ્રમાનો વિકાસ કઈ રીતે થાય? આત્મા જ્યારે અકામ નિર્જરા વડે શરમાવર્ત કાળમાં પ્રવેશ્યા પછી અર્ધપુદ્ગલ પરાવર્તકાળ પસાર કરે પછી જ શુક્લપક્ષરૂપ મોક્ષના બીજ ભૂત જ્ઞાનસાર // 37 Page #39 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન ગુણ મેળવવાનો અધિકારી બને છે. રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કર્યા વિના સમ્યગ્દર્શન ગુણ આવી શકતો નથી. સમ્યગ્દર્શન એ મોક્ષનું બીજ છે અને જીવ જ્યારે શુક્લ પાક્ષિક બને પછી જ સમ્યગ્દર્શન ગુણ આવે છે. સૂર્યોદય થાય એ પહેલા એની પ્રભા બહાર આવે છે. એ જ રીતે કેવળજ્ઞાન રૂપી સૂર્યોદય થવાના પહેલા સમ્યગ્દર્શન રૂપી પ્રભા બહાર આવે છે અને આત્માના ગુણોના સૌંદર્યનું દર્શન થાય અર્થાત્ આત્મામાં સત્તાએ કેવળજ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશી રહ્યો છે તેવી પ્રતિતિ અને ઢચિ થાય. ચરમાવર્તિમાં જીવ અકામ નિર્જરાથી જ આવે છે. પણ સમ્યગ્દર્શન મેળવવા માટે તો પુરુષાર્થ જ મુખ્ય છે. સમ્યગ્દર્શનની પૂર્વ ભૂમિકા એ માર્ગાનુસારીપણું છે. અર્થાત્ મોક્ષ માર્ગને સન્મુખ બને છે. જ્ઞાનની સાથે જે કષાયોના પરિણામ ભળી રહ્યા છે, એને આપણે પકડી શકતા નથી માટે સુખની ભ્રાંતિ પુગલોમાં થાય છે. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અને વીર્યાન્તરાયનો ક્ષયોપશમ અનાદિકાળથી જીવને ચાલુ જ છે, છતાં કેમ જ્ઞાન શોભતું નથી? મિથ્યાત્વનો અને ચારિત્ર-મોહનીયનો ઉદય હોવાથી પ્રગટેલું જ્ઞાન પણ શોભતું નથી અને એ સંસારના હેતુરૂપ જ બને છે. 0 આત્માનો અસંયમ શું? આહાર લેવા જાય કેખાવા બેસે ત્યારે પણ ઈંદ્રિયોનાં વિષયને અનુરૂપ અને કષાયને આધિન બનેલો હોય તો અનુકૂળતા મુજબ લેશે એ અસંયમ છે. ૯પૂર્વનું જ્ઞાન પણ મિથ્યાત્વયુક્ત હોય તો સંસારના હેતુભૂત જ છે. કર્મ-કષાય - કાયા વિનાનું મારું મોક્ષ - સ્વરૂપ છે. કાયાની મમતા મટે તો જ મોક્ષ થાય. કષાય જાય તો કર્મ જાય અને કર્મ પૂર્ણ જાય તો જ કાયા જાય. કાયાને એમને એમ સુકવી નથી નાંખવાની - લાંઘણ નથી કરવાના એને ભાડું વિવેકપૂર્વક આપવાનું. નહિતર જો અસમાધિ થશે તો બધી જ સાધના નિષ્ફળ જશે. આત્માની સ્વરૂપ સાધના જ વખાણવા લાયક છે. જ્ઞાનસાર // 38 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪થા ગુણ સ્થાનકે શુધ્ધ આત્મદર્શન થતા તેને પૂર્ણ શુદ્ધ કરવાની ઢચિ પ્રગટતા તેને અનુરૂપ પુઢષાર્થ પમે ગુણ સ્થાનકેથી આરંભ કરી વિકાસ પામતા - અર્થાત્ આત્માનંદ અનુભવતા- ૧૩મા ગુણઠાણે પૂર્ણ આનંદને પ્રાપ્ત કરી લે છે. ચરમાવર્તકાળ પહેલાનો તમામ કાળ આત્મા માટે કૃષ્ણ પક્ષ રૂપે છે. અંધકાર જ છે. 4 થા ગુણઠાણાથી આત્મામાં ઉઘાડની શરુઆત થઈ. આત્મા જ્યારે ચરમાવર્તિમાં આવે છે ત્યારે તેને હાશ થાય છે. સંતોષ થાય છે જેમ જેમ તે આગળ વધે તેમ તેમ આનંદ વધતો જાય છે. ચૈતન્ય અને વીર્યબંનેનો વિકાસ થતો જશે. એટલે આત્મા જ્ઞાન અને ક્રિયા બંનેથી પૂર્ણ થતો જશે. વ્યવહારથી ક્રિયાયોગનું પ્રવર્તન અને નિશ્ચયથી ક્રિયા એટલે આત્મવીર્યનું પ્રવર્તન ગુણો તરફ જશે. જેમ જેમ રાહુનું વિમાન ખસતું જાય તેમ તેમ ચંદ્રની કળા ખીલતી જાય. જેમ જેમ કર્મોનું આવરણ હટતું જાય તેમ તેમ આત્મા ગુણોથી ખીલતો જાય. ચંદ્રથી પણ આત્મા તો અધિક ઠંડો અને નિર્મળ છે. “ચંદે સુનિમ્મલયરા, આઈએસુ અહિયપયાસયરા” -અઢી દ્વિપના સૂર્યો અને અઢીદ્વિીપની બહારના અસંખ્યાતા સૂર્યનો જો પ્રકાશ ભેગો કરવામાં આવે તેનાથી પણ પરમાત્માનો કેવળજ્ઞાનનો પ્રકાશ કંઈ ગણો વધારે છે. બોધ સ્થૂળ અને અસ્પષ્ટ છે ત્યાં સુધી આત્મામાં મોક્ષનો પરિણામ અસ્થિર છે. જ્યારે બોધ સૂક્ષ્મ અને સ્પષ્ટ બને ત્યારે સાધ્ય નિશ્ચિત થઈ જાય છે. તેથી તે આત્મા - ભાવમાં સ્થિર થઈ જાય છે. ચરમાવર્તમાં આવેલાને મોક્ષનું લક્ષ છે પણ સર્વજ્ઞનું શાસન ન મળવાથી તેનો નિર્ણય સ્થિર થઈ શકતો નથી. ચરમાવર્તમાં આવેલાને કર્મ-લઘુતાથી આત્માની સન્મુખતા પ્રગટે છે. તેથી મોક્ષ અભિલાષ પ્રગટે પણ મોક્ષના સ્વરૂપનો પૂર્ણ નિર્ણય સર્વજ્ઞ શાસન ન મળવાના કારણે ન થાય પણ બોધ સ્થળ–અસ્પષ્ટ થાય. તેથી મોક્ષ લક્ષની દ્રઢતા ન થાય પણ તત્ત્વ જિજ્ઞાસા જ્ઞાનસાર // 39 Page #41 -------------------------------------------------------------------------- ________________ જેમ વૃધ્ધિ પામે તેમ શુક્લ પાક્ષિક જીવ ઉત્તરોત્તર પ્રગતિ કરનાર બને છે. આત્મા સમ્યગ્દર્શનને પામ્યો એટલે જ્ઞાન શુદ્ધ બન્યું. એટલે એની ચેતનાને શોભાયમાન કહી. શુદ્ધ થયેલા જ્ઞાનના કણિયાની તાકાત તમામ કર્મોનો ખાત્મો બોલાવી શકે છે. જેમ અગ્નિનો કણિયો ઘાસની ગંજીને સળગાવવા સમર્થ છે. પૂર્વનું જ્ઞાન પણ મિથ્યાત્વી ને (અભવ્ય ને) શોભતું નથી, એ સંસાર-વર્ધક જ છે. અને સમકિતનું અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન પણ એને ૧૩મે ગુણઠાણે લઈ જવા સમર્થ છે. જ્ઞાનના ક્ષયોપશમ વિના જ્ઞાન કદી પણ પ્રગટ થતું નથી અને વિર્યાન્તરાયના ક્ષયોપશમ વિના આત્મા પ્રવૃત્તિ કરી શકતો નથી. 0 0 0 જ્ઞાનસાર || 40 Page #42 -------------------------------------------------------------------------- ________________ રજું અષ્ટક * મનતા 0 ગાથા-૧ પ્રત્યાહભેન્દ્રિયવૂહ, સમાધાય મનો નિજમા દધશ્ચિન્માત્ર વિશ્રાન્તિ, મગ્ન ઈત્યભિધીયતે વા. ગાથાર્થઃ ઈન્દ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત્ત કરીને પોતાના મનને આત્મ દ્રવ્યમાં એકાગ્ર કરીને ચૈતન્ય સ્વરૂપ આત્મામાં સ્થિરતા કરતો આત્મા “મગ્ન કહેવાય છે. * મગ્નતા કોને કહેવાય? ઈન્દ્રિયોના સમૂહને વિષયોમાં જતા પાછા વાળી - મનનું સમાધાન કરવું અને એને વિશ્રામ પમાડવો ત્યારે મગ્નતા આવે. મન વિષયો અને કષાયો દ્વારા દ્રવ્ય અને ભાવ સંસાર ઉભો કરે છે. જ્ઞાન અને વીર્યનો પરિણામ મનમાં ભળે તો તે શુદ્ધ ભાવ. પણ એમાં - કષાય -લેશ્યા અને મિથ્યાત્વનો પરિણામ ભળે ત્યારે એ વિકલ્પ- અવસ્થા છે. વિચારોની તરંગમાળા એ કષાય પરિણામ છે. જુદા જુદાવિષયોની ઈચ્છા થવી તે મનની અશાંતતા છે. વિકલ્પોન આવવા દેવા તેવા પ્રકારે મનનું સમાધાન કરવું. * સમાધિ ક્યારે થાય? પહેલા આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય અને બીજા વિકલ્પો ન થાય ત્યારે સમાધિ થાય. જ્ઞાનસાર || 41 Page #43 -------------------------------------------------------------------------- ________________ ડિઝાઈન એ શું છે? આડી-અવળી રેખાઓને માત્ર ગોઠવી છે તેમાં ગમી ન ગમી એવી છાપ મારીને કર્મબાંધ્યા. ઉદા. રંગોળી પૂરી જોઈને આનંદ થયો, ત્યાં તોહવાનો એકઝપાટો આવ્યો - રંગોળી વેરવિખેર થઈ ગઈ. આનંદની જગ્યા શોકે લીધી. પણ તે વખતે વિચારીએ કે આડી અવળી રેખાઓ અને રંગ વિખરાઈ ગયા તેમાં હર્ષ શું? શોક શું? આ પર્યાય હતો. પર્યાય પરિવર્તનશીલ છે. આપણે શેયના જ્ઞાતાને બદલે ભોક્તા બનીયે છીએ માટે કર્મબંધાય છે. શેયના જ્ઞાનમાં વિકલ્પ ન થવા તે સમાધિ છે. જ્ઞાન ગુણનો પર્યાય - એ ઉપયોગ રૂપે થવું તે છે. તે ય પર્યાયરૂપે બદલાતો જાય છે, માટે ઉપયોગ ફરતો જાય છે. કેવલીના જ્ઞાનમાં શાશ્વત પ્રતિમા પણ સ્થિર નથી કારણ આકાર સ્થિર છે પણ પરમાણુઓ તો બદલાયાજ કરે છે. જ્ઞાન સ્વરૂપ એવા મારા આત્મ દ્રવ્યમાં હું વિશ્રામ પામુ ત્યારે જ હું મગ્ન થયેલો કહેવાઉ. રાગદ્વેષના પરિણામે આત્મા શેયમાં ડૂબી ગયો, એટલે પરમાં મગ્ન બની ગયો. જો તે માત્ર શેયનો જ્ઞાતા જ બને અને તેમાં કોઈ વિકલ્પ ન આવે તો આત્મા આનંદમાં મગ્ન બને. જે વસ્તુ - વ્યક્તિ આપણને અનુકૂળ બને એમાં આપણને મગ્નતા આવે છે. એટલે હવે મનને ત્યાંથી ઉઠાડવું પડે. એ માટે અપૂર્વપુરુષાર્થ કરવો પડે. મગ્નતા એટલે માત્ર રાગ-દ્વેષના પરિણામથી અટકી જવું, એટલે મન એની મેળે વિશ્રાંત બની જશે. મનનો ખોરાક જ રાગ-દ્વેષ છે. ખોરાક મળશે તો પુષ્ટ બનશે નહી મળે તો થાકી-હારીને વિશ્રાંતિ પામશે. પ્રશસ્તનો અર્થ એ જ છે કે રાગ ધીમે ધીમે પાતળો પડતો જાય અને ગુણ અને ગુણીનું બહુમાન વધતું જાય. બીજાના ગુણ ન દેખાય તો દૈષ આવે, બીજા બરાબર નથી એવો ભાવ આવ્યો તો ગુણ પ્રત્યે દ્વેષ આવ્યો તેથી તેમના જ્ઞાનસાર || 42 Page #44 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં ગુણ નથી એવો આરોપ થયો - જે ભયંકર પાપ બંધાવશે. મગ્નતા ત્રણ પ્રકારે - (1) મગ્નતાની અભિમુખ-સમ્યક્ દર્શનની હાજરીમાં વસ્તુ સ્વરૂપને જાણે, નિર્ણય કરે અને સ્વીકાર ભાવ આવે. (2) સ્વ પરિણતિમાં સ્થિરતાના પ્રયત્ન અને અભ્યાસરૂપ - દેશ વિરતિ અને સર્વ વિરતિની સાધનામાં સ્થિરતાની વૃધ્ધિ–વિકાસ. (3) પરિપૂર્ણ મગ્નતા –ક્ષપકશ્રેણિમા તીવ્ર ઝડપે સ્થિરતા ભણી પ્રયાણ–૧૨ મે 13 મે ભાવ સ્થિરતા અને 14 સિધ્ધાવસ્થા. દ્રવ્ય પૂર્ણ પણે સ્થિરતા. સમ્યગ્દષ્ટિ આત્માવિષયોમાં, સ્વજનાદિમાં મગ્ન બની જાય તો પણ અંદરથી જાગૃતિ હોવાથી એપરમાં મગ્ન કહેવાતો નથી. જેમ હવાના કારણે સુકા પાંદડા ઉડ્યા કરે તેમ મનવિષયોની શોધમાં પરિભ્રમણ કર્યા કરે છે. કષાયના ઉદયના કારણે સંકલ્પ - વિકલ્પ ચાલ્યા જ કરે છે. ઈષ્ટનો સંયોગ થાઓ અને અનિષ્ટનો વિયોગ થાઓ એમ સંકલ્પ - વિકલ્પની હારમાળા ચાલ્યા જ કરે છે. પ્રતિપક્ષનો વિચાર આવે એ જાગૃતિની શરુઆત કહી છે. એમ કરતા ઘણીવાર આત્માની જીત ઘણીવાર મોહની જીત. આવું થશે ને ધીમે ધીમે આત્મા જ બળવાન થશે અને એની જ જીત થશે. ભેદજ્ઞાન થવું એ આત્માનો સૂર્યોદય છે. શ્રધ્ધા અને રુચિમાં ભેદ છે. દાત. લેવા જેવી તો દીક્ષા જ છે એ શ્રદ્ધા પૂર્વક સ્વીકાર્યું અને વિરોધ પણ નહિ કરો પણ દીક્ષા લેવાનો ભાવ - પરિણામ થવો એ રુચિ છે. મને એ જોઈએ જ, હવે - એના વિના નહી ચાલે એ રુચિનો પરિણામ છે પછી તીવ્ર ઝંખના થશે પછી ચારિત્રના પાલન રૂપ સ્વીકાર અને અનુપાલન આવશે. અંદરમાં ઓઘથી પણ સમ્યગ્દર્શન આવે ત્યારે જ ભાવદીક્ષા -બાકી દ્રવ્ય દીક્ષા જાણવાની છે. જિનાજ્ઞાનું પાલન નહી થાય તો પશ્ચાતાપ એ ખરાબ અનુબંધ નહી પડવાદ કારણ એણે સ્વીકાર્યું છે કે મારો આ સ્વભાવ નથી પણ વિભાવ છે. જ્ઞાનસાર // 43 Page #45 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાતાપની ધારા તીવ્ર બનશે તો ઉદયગત કર્મો તો ખપશે જ, પણ સાથે સાથે સત્તાગત કર્મો પણ નાશ પામતા જશે માટે (1) સાધકે અશુભ નિમિત્તોથી દૂર રહેવું (2) સ્વરૂપનું ચિંતન કરવું અને (3) શુભ અનુષ્ઠાનો વારંવાર કરીને આત્મામાં સંસ્કાર પાડતા જવું કે આ વિષયો મારા નથી, હું એને ભોગવી શકવાનો નથી પણ જો ભોગવવા જઈશ તો હું જ ભોગવાઈ જઈશ. વ્યવહારથી આત્માને કર્મના સંયોગથી બંધ છે - નિશ્ચયથી આત્માને કોઈ પણ બંધ નથી. જો બંધ હોય તો આત્મા કદી મોક્ષ પામી જ ન શકે. આથી સિધ્ધાવસ્થામાં કાર્મણ વર્ગણાદિનો સંયોગ હોવા છતાં આત્માને કાંઈ પણ સંયોગનો બંધ થતો નથી. મિથ્યાત્વઈન્દ્રિયોમાં નથી પણ મનમાં છે. દ્રવ્યથી ચારિત્રનું પાલન શાતા બંધાવશે પણ મનમાં મિથ્યાત્વહશે તો અનુબંધમાં મિથ્યાત્વ જ બંધાશે. કેરીના સ્વાદનું આત્માને જ્ઞાન થાય છે પણ સાથે કષાયના ઉદયથી સુખની ભ્રાંતિ રૂપ મોહનો અનુભવ થાય છે. મોહનો સ્વભાવ પરની ઈચ્છા, પરનો સંયોગ અને તેમાં જ પરિણમન થવુ. અહંકાર અને મમકારના પરિણામને ઉભા કરવા દ્વારા જીવ કર્મનો કર્તા બની જાય છે. પણ હવે જે પરમાં કર્યું તે “સ્વ” માં કરવાનું છે. પોતાના ગુણોના કર્તા-ભોક્તા અને ગ્રાહકતા એ ગુણોમાં કરવાનું છે. આ ગુણો દોષો રૂપે વિભાવમાં કઈ રીતે પરિણમ્યા તે કોણ બતાવશે. સુગુરુ વ્યવહારથી અને સદ્ગનિશ્ચયથી જ બતાવશે “પ્રવચન અંજન જો સગુઢ કરે, દેખે પરમ નિધાન, હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન...” સુગુરુ - પરમાત્માએ કહેલો આચાર પ્રધાન ધર્મ બતાવે, અને તે સદ્ગુરુ આચારપ્રધાન સહિત - આત્માના અનુભવ યુક્ત આચાર બતાવે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય - લિંગી રે જ્ઞાનસાર // 44 Page #46 -------------------------------------------------------------------------- ________________ "સર્વ આચારમય પ્રવચને - ભણ્યો અનુભવ યોગ, તેહથી મુનિ વમે મોહને રતિ - અરતિ શોક." ૪થા ગુણઠાણે સ્વ-પરનો નિર્ણય થયો એટલે સ્યાદ્વાદથી પોતાના મનની સ્થિરતાની શરુઆત થતા તે વિશ્રાંતિને પામે છે. અર્થાત્ સર્વજ્ઞ કથિત તત્ત્વ વડે વસ્તુનો પૂર્ણ તત્ત્વનિર્ણય થવાને કારણે માન્યતા સંબંધી વિકલ્પો ન થાય. સ્થિરને પકડો તો સ્થિર થવાય ને પર્યાયને (અસ્થિરને) પકડો તો મન અસ્થિર થાય. મિથ્યાત્વ અને અજ્ઞાનથી રંગાયેલુ જ્ઞાન છીછરુ છે. પૂર્ણ જ્ઞાન ગંભીરતાવાળું છે. અત્યાર સુધી મન બહારમાં પ્રભુતા મેળવવા તડપતું હતું તે અંદરની પ્રભુતા જોઈને અંદરમાં સ્થિર થઈ ગયું. સાધ્ય સ્વરૂપની અભિમુખતાને ધ્યાનમાં રાખીને સાધકની મગ્નદશા ઉપર ધર્મના સ્વરૂપને દર્શાવ્યું છે. હવે ૭નયથી ધર્મની વાત બતાવે છે. 0 ૭નયથી મગ્નતાનો વિચાર. (1) નૈગમ નયથી - ઓઘથી ધર્મમાં મગ્ન એટલે દ્રવ્યથી ધર્મ - ક્રિયામાં પ્રવતે. સંગ્રહનયઃ આત્માના વસ્તુ સ્વરૂપને સાધવાની કંઈક ઢચિવાળો વ્યવહાર નય : સ્વભાવની ઢચિવાળો થઈને દોષ રહિતપણે ધર્માનુષ્ઠાન કરે તે. ઋજુ સુત્ર નય સ્વરૂપ ઢચિવાળો થઈ દોષ રહિત પણે વિધિપૂર્વક જે ધર્મ કરે તે. (5) શબ્દ નયઃ ક્ષાયોપક્ષમિક ભાવથી તે રત્નત્રયીની સાધનામાં મગ્ન થાય તે. સમભિરૂઢનયઃ ક્ષાયિક ભાવની રત્નત્રયીની સયોગી સાધનામાં મગ્ન થાય તે. Page #47 -------------------------------------------------------------------------- ________________ (7) એવંભૂત નય ક્ષાયિક ભાવની રત્નત્રયીની અયોગી સાધનામાં મગ્ન થાય તે. પાંચ ઈન્દ્રિયનો જે સમૂહ તેને ઈન્દ્રિયવ્યહ કહેવાય. પ્રત્યાહાર એટલે પાંચે ઈન્દ્રિયોના સમૂહને ઈન્દ્રિયોના વિષયોમાં જતી રોકીને જ્ઞાનાત્મક એવા આત્મ સ્વરૂપમાં આત્માનું જે લયલીન તે મગ્ન. "પ્રત્યાહાર" એ યોગના આઠ અંગોમાંનું એક અંગ છે. યોગના 8 અંગો:(૧) યમઃ અહિંસા, સત્ય, અસ્તેય આદિ (2) નિયમ સ્વાધ્યાય, સંધ્યાપાઠ, નિયમ વગેરે. (3) આસન: પાસનાદિવિવિધ આસનો તેના દ્વારા આત્મામાં સ્થિરતા (4) પ્રાણાયામ શ્વાસને રોકવો - આત્મસ્થિરતા પામવી (5) પ્રત્યાહારઃ પાંચે ઈન્દ્રિયોને તેના વિષયોથી પાછી વાળવી. (6) ધારણાઃ સ્વ-ગુણ અભિમુખ બની સ્વગુણમાં સ્થિરતા માટે પ્રયત્ન કરવાનો અભ્યાસ તે. ધ્યાનઃ સ્વગુણમાં સ્થિરતાને ધ્યાન (8) સમાધિઃ વિષયોનો નિરોધ કરી આત્મદ્રવ્યના સ્વરૂપ ચિંતન સાથે આત્માની એકતા તે સમાધિ છે. ચેતના અને વીર્યની એકતા કરવી અર્થાત્ સંકલ્પ-વિકલ્પન કરવાજ્ઞાન અને ક્રિયા બંને એકરૂપ જ પ્રવર્તાવવા.ચેતનામાં આત્મવીર્યભળે ત્યારે બોધ થાય. સંકલ્પ - વિકલ્પ કરવાનું કાર્ય ચેતના, કર્મ કે વીર્યનું નથી જ્યારે જ્ઞાનમાં મોહભળે છે ત્યારે તે સંકલ્પ-વિકલ્પ કરાવે છે. સારા-નરસા રૂપે) વિષયોનો વિરોધ કરી આત્મવીર્યમાં એકાગ્રતા કરવી પરંતુ મોહને તેમાં ભળવા ન દેવો જીવ પુદ્ગલના સ્વરૂપને પામી તેમાં મોહથી મૂઢ બને છે જ્ઞાનસાર || 46 Page #48 -------------------------------------------------------------------------- ________________ જ્યારે યોગી આત્મા આત્મસ્વરૂપને પામી તેમાં વિશુદ્ધ ભાવથી રમણતાને પામે છે. આત્મા દર્શનમય અને જ્ઞાનમય છે. અને કેવલીઓને પ્રથમ જ્ઞાન ઉપયોગ અને છઘસ્થોને દર્શન ઉપયોગ થાય છે. આવા જ્ઞાનમય આત્મામાં આત્માએ વિશ્રાંતિ કરવાની છે. 0 સર્વજ્ઞકથિત વ્યવહાર નિશ્ચયને પ્રગટ કરવા માટે જ છે. વ્યવહાર એ કર્મકૃત છે.અને તેનિશ્ચયરૂપ આત્માના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે. કર્મકૃત વ્યવહારને કાઢવા માટે સર્વજ્ઞ કથિત વ્યવહારને નિશ્ચયથી હેય માનીને તેને ગુણ સ્થાનકને ઉચિત વ્યવહાર ઉપાદેયરૂપે આચરવાનો છે. કર્મકૃત (યોગાદિ) પર એ વ્યવહાર છે. અને તેમાં સ્વસત્તાગત શુધ્ધ સ્વભાવ અને સ્વરૂપનિશ્ચય જોડવો તે મોક્ષ માર્ગ છે. હમણા આંખોથી રૂપ જોવું પડે છે? હા કેમ કે આત્મા કર્મ-વિષમતાથી તેની સાથે જોડાયેલો છે. આ છે વ્યવહાર. સીડી પગથિયા ચડવા માટે છે. ચડી ગયા પછી જેમ સીડીની જરૂર રહેતી નથી. તેવી જ રીતે નિશ્ચયને પામવા વ્યવહાર જરૂરી છે. નિશ્ચય પ્રગટી ગયા પછી વ્યવહારની જરૂર પડતી નથી. જેમ શુક્લધ્યાનમાં ચડી કેવળજ્ઞાનને પ્રગટાવવા માટે શ્રુતજ્ઞાન (શાસ્ત્રજ્ઞાન) તથા મનાદિ યોગોની સહાય જરૂરી છે. કેવળજ્ઞાન રૂપનિશ્ચયજ્ઞાન પ્રગટ થયા પછી શાસ્ત્ર,મનાદિ સાધન રૂપ વ્યવહારની જરૂર નથી. પરકૃત વ્યવહાર (યોગ) - હેય - સ્વકૃત નિશ્ચય - ઉપાદેય - શુધ્ધ ઉપયોગ એ જ નિશ્ચય. વ્યવહાર વખતે વ્યવહારના યોગ સાથે નિશ્ચય આત્મસ્વરૂપનો પણ ઉપયોગ રહે એ જ સ્યાદ્વાદ છે. યોગથી છૂટી અંતે ઉપયોગમાં સ્થિરતા પામવાની છે પણ મોહમાં સ્થિરતા પામવાની નથી કેમ કે તે ભ્રાંતિ સ્વરૂપ છે. 13 મે ગુણસ્થાનકે આત્મા ગુણોથી સ્થિર છે પ્રદેશોથી અસ્થિર છે જ્યારે 14 મે સંપૂર્ણ આત્મવીર્યઆત્મામાં ભળી જવાથી; પરનો સંયોગ સંપૂર્ણ છૂટી જવાથી તે સદા માટે સ્થિર બની જાય છે. જ્ઞાનસાર // 47 Page #49 -------------------------------------------------------------------------- ________________ આત્મા અત્યારે કેવો છે? જડ એવી કાયામાંવિભાવ અવસ્થાને કારણે પૂરાયેલો છે. જ્ઞાનગુણથી પરિપૂર્ણ એવો આત્મા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય રૂપી કાયાના પિંજરામાં પૂરાઈને રહેલો છે. નામ કર્મના ઉદયે શરીરની તે તે અવસ્થાને પામીને જીવ રહેલો છે. આત્મા પોતાને દેહરૂપ માને છે. ઈન્દ્રિય વડે આત્મા - અરૂપી વસ્તુઓનો બોધ કરતો નથી. રૂપી વસ્તુરૂપ માત્ર પુદ્ગલનો જ એટલે કે પાંચ ઈન્દ્રિયો દ્વારા પુલોના વર્ણન ગંધ-રસ-સ્પર્શ-શબ્દનો બોધ કરે છે. જે અનિત્ય અને નાશવંત છે અને તેમાં સારા - નરસા અર્થાત્ મનોજ્ઞ - અમનોજ્ઞ રૂપ બોધ થાય છે, જે મોહનું - વિકલ્પનું કારણ બને છે. જોય ને જ્ઞાન રૂપે જાણવાથી કર્મબંધ થતો નથી પરંતુ તેમાં મોહનો પરિણામ ભળે તો જ કર્મબંધ થાય છે. ભાવેન્દ્રિય આત્મામાં જ્ઞાન, દર્શનાવરણીય કર્મોના ક્ષયોપશમ થવાથી જે બોધ થાય તે ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિય નહોય તો જ્ઞાન ન થાય. જ્ઞાન ચેતનાનો પાવર વધારે ને સાધન જેટલુ પ્રબળ તેટલું જ કાર્ય થાય. 0 અશાંતિ એ શું છે? સુખ દુઃખની માન્યતા દરેક વ્યક્તિના સમય, સંજોગ અને પસંદગી પર રહેવાની છે. ડાયાબિટીસવાળાને મિઠાઈ ન ગમે જ્યારે બીજાને તે બહુ પ્રિય હોય. એકને લાલ રંગ પ્રિય છે તો એકને લીલો રંગ પ્રિય છે, એકને ત્યાં લગ્ન છે તો બધા સુખને અનુભવે, બાજુમાં જ એકને ત્યાં મરણ છે તો દુઃખનો અનુભવ થાય છે. આથી વિકલ્પ એ જ આત્માની અસમાધિ, અશાંતિ અને વિહ્વળતા રૂપ છે. જો જંગલના રાજા સિંહ જોડે આપણી દોસ્તી થઈ હોય તો આપણને કોઈનો ડર રહે ખરો? તેમ સર્વજ્ઞ જોડે જ જેની મૈત્રી થઈ ગઈ છે અને જે તેની દૃષ્ટિ પ્રમાણે જ ચાલે છે તેને કોઈનો ભય રહે ખરો? ના રહે. જ્ઞાનસાર // 48 Page #50 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ - સ્વજનમાં પણ જેની જોડે જેવો વ્યવહાર તે દૃષ્ટિએ સારાનરસાનો બોધ થાય છે પરંતુ જીવ દ્રવ્ય તરીકે દરેક આત્મા સિદ્ધાત્મા છે તેવો બોધ થતો નથી, કેમ કે તેમાં મોહ ભળેલો છે. આમ આપણી જ્ઞાનદૃષ્ટિ બગડેલી છે. માટે જ સંસાર - દાવાનલ - અગ્નિ સમાન છે. વ્યવહારને તો તમે બરાબર બગાડીને બેઠા છો.આમારા, આપારકા, માટે વિભાવદશા આવીને ઉભી રહી. આ સંસારમાં અસંતોષ રૂપી અગ્નિ સદા પ્રજ્વલિત જ હોય છે. માટે જ આ સંસારમાં શક્તિ અને સંયોગ હોય તો એક ક્ષણ પણ રહેવા જેવું નથી. રહેવું જ પડે તો ઉદાસીન પરિણામમાં રહેવા જેવું છે. મોહ દૂર કરવો હોય તો જે નિમિત્તે મોહ થાય છે તે નિમિત્તથી દૂર ખસી જવું જોઈએ. પરમાત્મા સર્વજ્ઞ છે તેથી તેમનો મોક્ષ માર્ગ પૂર્ણ અને સ્પષ્ટ છે. જૈન શાસન વિશાળ છે એ પ્રેમની નિશાળ છે. અર્થાત્ સર્વજીવ રાશીને પ્રેમ રૂપે સ્વીકારે છે પણ કોઈની ઉપેક્ષા નથી કરતું. ક્ષમા ધર્મ એ જિનશાસનની શાન છે, પ્રભુ વીરે પાથરેલો ઉજાસ છે. આત્મા સુખનું ધામ હોવા છતાં જીવે દુઃખ જ પ્રાપ્ત કર્યા છે. પરમાત્માની આજ્ઞા છે કે "આત્મા સિવાયના એક પણ સંગમાં રહેવા જેવું નથી" સંગની આસક્તિને કારણે આત્માને છેતરીએ છીએ. દેહનો સંગ છે પણ દેહ હું નથી. છતાં જેનો સંગ છે તે હું છું તે માન્યુ એ જ છેતરામણ છે. આજ ભેદજ્ઞાન છે. પાંચ મહાવ્રતોમાં સત્યવ્રત મહાન છે,કારણ કે એના માટે મહા સત્વ ફોરવવું પડે છે. અરૂપી- રૂપીને કદી ગ્રહણ કરી શકવાનો જ નથી. તો કપડાંની જરૂર કેમ પડી? સિદ્ધન બન્યા માટે, કર્મોને કારણે કાયા મળી માટે, કપડાની જરૂર પડી. પરમાત્માની આજ્ઞા આઠ વર્ષે સર્વવિરતિ ગ્રહણ કરી કર્મોની નિર્જરા કરવાની હતી. તે ન કર્યુ માટે જ આ બધી ઉપાધિ આવી. આમ જે પકડવાનું હતું તે ન પકડ્યું અને જેને ન પકડવાનું હતું તેને પકડ્યું. માટે આત્મા દુઃખી થયો. જ્ઞાનસાર || 49 Page #51 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની પૂજા જિનાજ્ઞા મુજબ વાસ્તવિક ક્યારે બને? જ્યારે ચિત્તની પ્રસન્નતા રૂપ પૂજાનું ફળ આવે, મોહને ઘસારો પહોંચે તો પ્રસન્નતા આવે. તે વિના પરમાત્માની મોંઘામાં મોંઘા સ્વદ્રવ્ય ચડાવીને પૂજા કરીએ તો પણ જે મોહને, દોષોને ઘસારો લાગવો જોઈએ તેમ ન થાય તેમ તે પૂજા વાસ્તવિક પૂજા બનતી નથી. - રમણતાના સ્વભાવવાળો આત્મા ભ્રમણ સ્વભાવવાળો બન્યો છે તે હવે ફરી રમણ સ્વભાવવાળો ક્યારે બની શકે? આત્મા અને શરીર વચ્ચેનું ભેદજ્ઞાન સમજાય, શરીર ઉપાધિ રૂપ લાગે અને શરીર સંબંધી બધી વાતો ઉપાધિ જ લાગે. ત્યારે જ્ઞાનાવરણીયની સાથે દર્શનમોહનીયનો ક્ષયોપશમ થશે અને પછી આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું એ જ કાર્ય આ ભવમાં મારે કરવાનું છે એવી ઢચિ અને પ્રતીતિ થતાં જ તે આત્મામાં મગ્ન થવાનો ભાવ કરશે. પછી પ્રયત્ન થશે. ગાથા -2 યસ્ય જ્ઞાન સુધા સિન્ધી, પરબ્રહ્મણિ મગ્નતાના વિષયાન્તરસંચારસ્તસ્ય, હાલાહલોપમઃ ||રા ગાથાર્થ જ્ઞાનરૂપ સુધાના સિંધુ સમાન પરમાત્મામાં મગ્ન જીવને જ્ઞાનથી અન્ય રૂપાદિવિષયમાં પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે. જે આત્મા જ્ઞાનના અમૃતનાં સિંધુરૂપ પરમાત્મામાં મગ્ન બને છે તેને માટે વિષયોમાં જવું તે ઝેર સમાન લાગે. જેને સર્વજ્ઞ વચનવડે સ્વ પર તત્ત્વનો નિર્ણય થયો નથી તે પરમાં દોડ્યા કરે. ભાવ - હોવાપણું, સ્વભાવ અર્થાત્ પોતાપણું અને વિભાવ પરપણું એટલે આત્મા-સ્વઆત્મા પ્રત્યે વિરક્ત થયો નેપરમાં આસક્ત થયો. પર સાથે શાશ્વત સંબંધ બાંધ્યો કે જે શાશ્વત છે જ નહી. છે. વિભાવ અને સ્વભાવને જાણી આત્મા વિભાવથી વિરક્ત બને અને Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવમાં અનુરક્ત (મગ્ન) બને. જેમ સંસારમાં સંપત્તિ માટે કરારનામા કરવાના થાય છે તેમ અહીં પણ પ્રભુના માર્ગે અર્થાતુવિરતિ નો કરાર પૂર્વક સ્વીકાર કરવાનો છે. વિરતિની . શરૂઆત મિથ્યાત્વના ત્યાગ અને સભ્યત્ત્વના સ્વીકારથી થાય છે. (મન્ડ જિણાણે આણં) (તેમ પ્રથમ જિનેશ્વર ભગવંતની આજ્ઞા માનો) આ વિરતિ આવ્યા પછી જ..દેશ વિરતિ - સર્વવિરતિ આવશે. (ઋષભદેવ - મહાવીર સ્વામી વ્યવહારથી દેવ, પરંતુ નિશ્ચયથી જે વીતરાગ છે, સર્વજ્ઞ છે અને જિન છે તે જ મારાદેવા માટે તમામ જીવો નિશ્ચયથી દેવ થયા. કેમ કે તેઓ પણ સત્તાએ જિન છે.) ગુરુ નિગ્રંથ છે-નિશ્ચયથી રાગને ષને જીતવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થઈને એ રીતે વર્તે છે, તે તમામ ગુરુ. વસ્તુનો સ્વભાવ તે ધર્મ. નિશ્ચય એ જ્ઞાનનો પરિણામ છે એટલે વ્યવહાર નિશ્ચયના ઉપયોગ પૂર્વક જ ચાલવો જોઈએ. જેમ જેમ આત્મા સૂત્ર અને તેના અર્થનું પરાવર્તન કરતો જાય અને અર્થ જ્યારે તત્વરૂપે પરિણામ પામે તેમ તેમ તે આત્મા ગુણોની અનુભૂતિ કરે. 'વિષય લગન કી અગનિ બુઝાવત, તુમ ગુણ અનુભવ રસધારા' ભઈ મગનતા તુમ ગુણ રસ કી, કુણ કંચન કુણ દારા ...' પરમાત્માના ગુણો ગાતાં ગાતાં પરમાત્માના ગુણોની અનુભૂતિ થવા દ્વારા “સ્વ” ના ગુણોની જ અનુભૂતિ અનુભવાય તે જ મગ્નતા છે. પરમાત્માના ગુણોનું માત્ર આલંબન જ લેવાનું છે તેના આલંબને આપણા ગુણો પ્રગટ થશે ત્યારે જ અનુભવ થશે. વિષયો ઝેર જેવા લાગશે ત્યારે શીતલ એવા આ ગુણોની અનુભૂતિ થશે. પોતાના દોષો પ્રત્યે તિરસ્કાર અને પોતાના ગુણો પ્રત્યેઢચિ થાય ત્યારેજ પરમાત્મા પ્રત્યે બહુમાન પ્રગટયું કહેવાય. આત્મા શુદ્ધ શાથી છે? આત્માને પોતાની શુદ્ધ-સિધ્ધ–સર્વસંગથી રહિત એવી નિઃસંગ અવસ્થાની ઢચિ થાય ત્યારથી શુદ્ધ થવાની ભાવના શરૂ Page #53 -------------------------------------------------------------------------- ________________ થાય-અને હવે જેટલા બાહ્ય સંગોનો ત્યાગ કરે અને તેની સાથે મોહનો ત્યાગ કરે તેટલો આત્મા શુદ્ધ થયો કહેવાય. ખાતા ખાતા પણ નિઃસંગદશા ક્યારે થાય? ખાતો હોય તો પણ ખાવા જેવુ નથી એમ માને, એમાં રસ ન પોષે તો ખાતા ખાતા પણ નિઃસંગ. 0 તમામ ક્રિયા એ પરસંગ છે તો સત્સંગ શું કહેવાય? શુભ ક્રિયા એ યોગરૂપ તેથી તે પણ સંગરૂપ છે. પણ તે ક્રિયાયોગમાં જ્ઞાનનો શુદ્ધ પરિણામપૂર્વક જેટલા અંશે વીતરાગતાના અંશને સ્પર્શે તેટલો આત્મા સત્સંગ–નિસંગપણાને અનુભવે. ભોગ ભોગવતાં આનંદ આવ્યો એટલે આત્મગુણો પર આવરણ આવ્યું. ગુણો ઢંકાયા અને ભોગોથી તૃપ્તિ તો થતી નથી પણ અતૃપ્તિ વધારે થાય છે. પરમાત્માએ એક પણ વસ્તુ ભોગવવા જેવી કહી નથી પણ આપણને એ ભોગવવા જેવી લાગે અને તેથી તેને ભોગવવાની ઈચ્છા થાય છે. એક આજ્ઞાનો ભંગ બીજી આજ્ઞાનો ભંગ કરાવે છે એટલેમિથ્યાત્વ ત્યજવાને બદલે મિથ્યાત્વ ગાઢ બને છે. " મિચ્છુ પરિહરહ - ધરહ સમ્મતિ'નું પાલન થતું નથી. વિષય સંજ્ઞા એ મારી નથી, હું તેનો ભોક્તા નથી, તે આત્મા માટે ઉપાધિ સ્વરૂપ છે અને શરીર એ તો મોટામાં મોટી ઉપાધિ છે. દીઠો સુવિધિ જિહંદ સમાધિ રસ ભર્યો હો લાલ, ભાસ્યો આત્મ સ્વરૂપ - અનાદિનો વિસર્યો હો લાલ.” “સકલ વિભાવ, ઉપાધિ થકી મન ઓસર્યું હો લાલ, સત્તા સાધન માર્ગ ભણી સંચર્યો હો લાલ.” સુવિધિ જિણંદ કેવા છે? સમાધિ રસમાં નિમગ્ન - અત્યંત પ્રસન્ન, શમરસથી ભરેલા છે. તેમને જોઈને જાણે એમ થાય કે આવું જ સ્વરૂપ મારું છે, અનાદિકાળથી કર્મના ઉદયથી પ્રાપ્તદેહાકારને જ મારી પોતાની અવસ્થા માનવાના ભ્રમથી ભ્રમિત થયેલા, મને આપના દર્શનથી મારો ભ્રમ ભાંગી જ્ઞાનસાર // પર Page #54 -------------------------------------------------------------------------- ________________ ગયો અને અનાદિથી વિસરાયેલ મારા આત્મ સ્વરૂપનું ભાન થયું. અને સર્વ પર ઉપાધિથી મારુંમનવિરામ પામ્યું. હવે મારા પોતાના શુધ્ધ સ્વરૂપને પામવા અને કર્મકૃત દેહભાવથી છૂટવા માટે વીર્યશક્તિ ઉલ્લસિત થઈ. ચરમાવર્તમાં આવેલા જીવોનો આત્મબોધ અસ્પષ્ટ હોય છે કેમ કે તેઓ પ્રથમ ચાર દૃષ્ટિમાં રહેલા હોય છે તેમાં આત્મા સંબંધી સ્પષ્ટ સૂક્ષ્મ બોધ હોતો નથી. અર્ધપુદ્ગલપરાવર્તકાળમાં જ્યારે ગ્રંથિ ભેદ થાય ત્યારે આત્મબોધ સ્પષ્ટ અને સૂમ થાય છે. કેમ કે ત્યારે તે પાંચમી સ્થિરાદષ્ટિમાં આવે છે અર્થાત્ જિનશાસનને પામે છે. પર દ્રવ્યનો હું કર્તા-ભોક્તા નથી, તેને ગ્રહણ કરવાનો મારો સ્વભાવ નથી છતાંપરમાં કર્તા-ભોક્તા અને ગ્રાહકતાના સ્વભાવનું કારણ મોહનો ઉદયછે. નામકર્મના ઉદયથી જે જે અવસ્થાઓ મળી - તેને મેં મારી માની લીધી જેમાં હું ખોટો હતો. હું મારા સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો હતો અને તેના કારણે દુઃખોની અવસ્થાઓને મેં ભોગવી. અનંતાનુબંધીના ઉદયે પ્રગટેલી તીવ્ર આસક્તિના કારણે પાપનો સ્વીકાર અને પશ્ચાતાપભાવ ન આવે. જ્યાં સુધી ખોટુ પકડાયું હોય ત્યાં સુધી શુદ્ધ ધ્યાન આત્મામાં ન જ આવે. આપણે તે ધ્યાન લાવવા અભ્યાસ કરવાનો છે ચિંતન-મનન કરવાનું છે. રૂપાતીત સ્વભાવ છે, કેવલ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધ ગુણખાણી રે” જ્યારે આપણા દેહાદિ રૂપમાંથી આપણે છૂટી ગયા હોઈએ ત્યારે રૂપાતીત અવસ્થા આવે પછી તે બળી જાય, દાઝી જાય, કાળો પડી જાય તો પણ તેને દુઃખ ન થાય કેમ કે તે “પર” - ભાવ થી વિખૂટો પડી ગયો છે. અપ્રમત્તભાવનું સાધુપણું હોવા છતાં જો 7 લવ નું આયુષ્ય કે છઠ્ઠનો તપ જેટલું વીર્ય પ્રર્વતાવાનું બાકી રહે, એટલે કે તે પહેલા આયુષ્ય પૂર્ણ થઈ જાય અર્થાત્ મોહ લેશ પણ રહેવાથી વિશ્રાંતિ રૂ૫ 33 સાગરોપમનું આયુષ્ય જ્ઞાનસાર || 53 Page #55 -------------------------------------------------------------------------- ________________ વાળા “સર્વાર્થસિદ્ધ દેવલોકમાં જાય. “આતમજ્ઞાની તે શ્રમણ કહાવે બીજા દ્રવ્યલિંગી જાણો. માત્ર વેશ જ પહેરેલો છે. ભાવથી સાધુતા નથી. તેને શ્રમણ ન કહી શકાય. જે આત્મા જ્ઞાનામૃત રૂપી સમુદ્રમાં ડૂબેલો હોય તેને વિષયોમાં જવું પડે તો પણ તે તેને “કાલકૂટ - ઝેર સમાન લાગે છે. સાધુ જ આત્મામાં મગ્ન બની શકે છે કેમ કે તેઓએ સર્વથા સર્વ સંગનો ત્યાગ કર્યો છે. સ્થિરતા આવી છે. દેશ વિરતિવાળાએ સર્વથા ત્યાગ કર્યો નથી એટલે આંશિક મગ્નતા આવે છે, કેમ કે વિરતાવિરત છે, માટે પાછી અસ્થિરતા આવતાં વાર લાગે નહિ. વિષયોથી વિરક્ત થયેલાને જ્ઞાન અમૃત સમાન છે માટે જ યોગી મહારાજે ગાયું છે કે “અબ હમ અમર ભયે, નહીં મરેંગે, યા કારણ મિથ્યાત્વદીયો તજ, ક્યું કર દેહ ધરેંગે કારણ જે હેય લાગ્યું છે તેનાથી જુદા થઈ જવાનો ભાવ જાગ્યો છે. માટે મિથ્યાત્વ ગયું એટલે હવે દેહ ધારણ કરવાનો નથી. હવે સ્વભાવ દશામાં જવાના ઉપયોગવાળો બન્યો છે. આત્મા જે વખતે શુદ્ધ ઉપયોગમાં હોય છે ત્યારે તે નિર્જરા કરે છે તેથી ત્યારે તેનું ભાવમરણ થતું નથી. જ્ઞાનનું ફળ સમતા છે. “જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર શ્રી જિનને નવરાવતાં, મારા કર્મ થાયે ચકચૂર” પરમાત્મા = (પરથી પર થનારા એવા પરમાત્મા). મમતાના પરિણામને આત્મા જેટલો દૂર કરે તેટલી સમતા પ્રગટ થાય છે, અને તેટલા અંશે કર્મોને ચકચૂર કરે છે. મારાપણાનો ભાવ જ આત્માને મારનારો બને છે. હું પરમાત્મા હોવા છતા મારા આનંદને નભોગવું? એ કઈ રીતે બને! જેને જ્ઞાનામૃત રૂપ ભોજનમાં આનંદ આવ્યો છે તેને 32 જાતના જ્ઞાનસાર // 54 Page #56 -------------------------------------------------------------------------- ________________ પકવાન-મિષ્ટાનમાં આનંદ ક્યાંથી આવે તે તેને નિરસ લાગે છે. જ્ઞાની તત્ત્વ દૃષ્ટિથી દરેક વસ્તુને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જુએ છે. પર વસ્તુ પર કેમ છે? સકલ જગત એઠવાડ - કેમ કે જગતના સર્વ લોકોએ તેને અનંતીવાર ભોગવી છે માટે તે એઠવાડ સ્વરૂપ છે -પર છે. સંસારમાં-પુદ્ગલના વર્ણ, ગંધ, રસ, રૂપને પકડ્યા, તેથી તે પાછા મળ્યાં, કર્મ બંધ થયો - તેનો ઉદય આવ્યો તેના ઉદયમાં પાછી એ જ પુગલને પકડવાની પ્રક્રિયા - આનું નામ જ " પુલનું વિષચક્ર'. અનંતાનંત ભવભ્રમણના આ વિષચક્રમાંથી છૂટવા નવતત્ત્વરૂપ તંત્રમાં સ્થિર થવાનું છે. હેયને હેયમાં અને ઉપાદેયને ઉપાદેયમાં ગોઠવીને આત્માને આત્મામાં સ્થિર કરવાનો છે. છે અને સિદ્ધચક્ર યંત્ર દ્વારા-વિષચક્રને વટાવી(પર થઈ)જલદીથી આત્માના અવ્યાબાધ આનંદની અનુભૂતિ કરવાની છે. ગાથા -3 સ્વભાવ સુખ મગ્નસ્ય, જગત્ તત્ત્વાવલોકિનઃ કર્તુત્વ ના ભાવાના, સાત્વિમવશિષ્યતે III ગાથાર્થ સ્વાભાવિક આનંદમાં મગ્ન બનેલા અને જગતના તત્ત્વને યથાર્થ રૂપે જોનારા યોગીને પર ભાવોનું કર્તાપણું નથી, કિંતુ દેષ્ટાપણું છે. આત્મામાં સુખ જ છે, દુઃખ છે જ નહી. સુખસ્વભાવ રૂપે રહેલુ છે, સહજ છે, ઉત્પન્ન કરવાનું નથી, આપણી એ જ અજ્ઞાનતા છે, કે હું સુખથી ભરેલો છું એનુ ભાન નથી. સર્વજ્ઞ વચન પર વિશ્વાસ અને આપણામાં અર્થીપણું બેભેગા થાય ત્યારે જ આત્મસુખની ખોજ થવાની. વર્તમાનમાં પુરુષાર્થ કરવાનો છે, આવરણને હટાવવાનું છે. અત્યાર સુધી અવળા પુરુષાર્થ કરીને જે આવરણો ઉભા કર્યા છે હવે સવળા પુરુષાર્થ દ્વારા એ અશુભ આવરણોને દૂર કરવાના છે. પુરુષાર્થ વેગવાળો બને તો 7 મા ગુણઠાણાથી 13 મા ગુણઠાણા સુધી અંતર્મુહૂર્તમાં પહોંચી શકે છે. જ્ઞાનસાર // 55 Page #57 -------------------------------------------------------------------------- ________________ “તીર્થકરના આત્માઓ ગૃહસ્થપણામાં ભોગાવલી કર્મના ઉદયે નિર્જરા કરે.” તીર્થકરના આત્મા (ગૃહસ્થાવસ્થામાં) ૬ઠ્ઠી કાન્તાદૃષ્ટિના સ્વામી છે. નિકાચિત કર્મોના ઉદયને કારણે ભોગો ભોગવતી વખતે શરીર - શરીર સાથે જોડાયેલુ હોય છતાં એમનું મન શ્રુતજ્ઞાનના ઉપયોગમાં રમી રહ્યું હોય છે, અને શાતાને અનુભવી રહ્યા હોવા છતાં એમાં ઢચિકરતા નથી અને ભોગોને ભોગવવા દ્વારા જ ભોગોને જ ભોગવી નાંખે છે. જ્યારે આપણે ભોગવાઈ જઈએ છીએ. તેઓ નિકાચિત કર્મને ખતમ કરતાં જાય છે અને જેવા ખતમ થાય કે તરત જ સર્વવિરતિ ગ્રહણ કરે છે અને ૪થા થી સીધા ૭મે ગુણઠાણે પહોંચી જાય અને સંયમની વિશુધ્ધિના કારણે 4 થું મનઃ પર્યત્ જ્ઞાન પ્રગટ થાય. અને પછી છું ૭મેં ગુણસ્થાનકે રહે. આત્માનું સુખ આત્યન્તિક એટલે કાયમ રહેનારું, એકાંત સુખ એટલે એકસરખુ ચાલે, એકાંત પક્ષવાળુ સુખ છે. દેવોને પણ 6 મહિના સુધી એકસરખી સુખ-શાતા ચાલે પણ પછી એને અંતર્મુહુર્તઅશુભ અશાતાનો ઉદય થાય. એકાંત સુખ અનુત્તર વિમાનમાં પણ નથી. જ્યારે સંયોગો અને અપેક્ષા વિનાનું સુખ એ મોક્ષનુ સુખ છે. (સામાયિક, પૌષધ, ચારિત્ર વિગેરે નિઃસંગ દશામાં જવા માટેના અનુષ્ઠાનો છે. શુધ્ધાત્મ દ્રવ્યા (સિધ્ધાત્મા) અને પરમાત્માનું આલંબન મુકિતના ધ્યેય પૂર્વક પકડવામાં આવે તો કદી મોતનું કારણ ન બને પણ મુકિતનું કારણ બને, આપણે માત્ર નિર્ણય કરવાનો છે. મને મારા આત્માના શુધ્ધસ્વરૂપ અને સ્વભાવ સિવાય કંઈ જોતું નથી. પર વસ્તુ પુદ્ગલ માત્ર પૂરણ -ગલન સ્વભાવવાળી, નવાને જુનું કરે, નાશ પામવાના સ્વભાવવાળી છે. માટે પુદ્ગલ માત્ર પર છે. એક આત્મા અને આત્માના ગુણો જ પોતાના છે. અને તે કાયમી આત્મા સાથે રહેવાના છે. જે આત્મા જગતને જડ અને ચૈતન્યના સંયોગવાળું છે એમ તત્ત્વ દૃષ્ટિથી જોઈ શકે તે જ આત્મા - આત્મામાં મગ્ન બની શકે. જ્ઞાનસાર // પ૬ Page #58 -------------------------------------------------------------------------- ________________ રાગ દ્વેષ રહિત એક જ શુદ્ધ દયા પાળે, પ્રથમ અંગે એમ ભાખ્યું, નિજ શક્તિ અજુવાળે” ‘ભાવ એ સ્વભાવને પામવાનું સાધન છે'. મૈત્યાદિ ભાવો પ્રશસ્ત કષાયવાળા છે. છેલ્લે એ બધું જ જશે. માત્ર સ્વભાવ જ કાયમ રહેવાનો છે. (રાગ-સ્નેહ અટવાઈને રહે, જ્યારે પ્રેમ એ સમગ્ર જીવો પ્રત્યે વહેશે, એકમાં અટવાશે નહી. 'સવિ જીવ કરૂં શાસન રસી'ની ભાવનામાં એકપણ જીવને બાકાત ન કર્યો. આ રીતે પરમાત્માએ સમગ્ર જીવો પ્રત્યે પ્રેમ વહાવ્યો છે. તે પ્રેમ - વાત્સલ્ય તેમના શરીરમાં લોહીને બદલે દૂધ રૂપે પરિણમ્યો. માટે જ તેમના શરીરમાં લોહી દુધ જેવું ઉજ્જવળ છે.) * સંસારનું સુખ સુખ નહિ પણ સુખની ભ્રાંતિ છે. સંસારની કોઈ પણ વસ્તુ કાયમ માટે સુખરૂપ લાગશે નહિ. કારણ એ સુખરૂપ છે જ નહિ પણ (મોહને કારણે) એ ભ્રાંતિ થાય છે. પંખો ચાલુ છે ને ઠંડકનો અનુભવ થાય છે, એ સુખરૂપ લાગે છે પણ એ ભ્રાંતિ છે. કારણ અમુક સમય બાદ ઠંડક પણ ગમતી નથી, પરની સહાયથી એ ઠંડક મળી રહે છે. પંખો પર જ્યારે આત્માના સુખ માટે પરની અપેક્ષા નથી. સુખરૂપ લાગવું એ ચારિત્ર-મોહનીયનો પરિણામ છે, અને વસ્તુના સંયોગમાં જે સુખ માન્યું તે મિથ્યાત્વનો ઉદય છે. અજ્ઞાન અને અવિવેકના કારણે જ આત્મા દુઃખી થાય છે. જગતને તત્ત્વ દૃષ્ટિથી જ નિહાળવાનું છે. દષ્ટિ સુધરી જાય તો આચરણ સુધરતા વાર નહીં લાગે. રાગના કારણે આત્મા સ્વ - પરનો વિભાગ કરતો થઈ જાય છે. દરેક જીવમાં પોતાપણું કરવાનું છે. એમ નથી કરતો ને મોહને કારણે મારા તારાપણું કર્યું એટલે જ્ઞાનાવરણીયાદિ જ કર્મના સ્કંધો હતા તે ગ્રહણ કર્યા. આ બધામાં આત્માનું કર્તાપણું ન હતું, તે રાગાદિ ભાવો આત્માએ અજ્ઞાન અને અવિવેકનાં કારણે કર્યા. સર્વ જીવોને સુખી કરવાની ભાવનાવાળા પરમાત્મા પાસે પણ સત્તા જ્ઞાનસાર // 57 Page #59 -------------------------------------------------------------------------- ________________ કેટલી? માત્ર માર્ગ બતાવવાની કે આ મોક્ષમાર્ગ અને સંસાર માર્ગ. ધન એ પુગલ-સંયોગ છે. આત્માને પરનો સંયોગ કામનો નથી. ધનને હેય માનીદાન કરે અને ભાવના ભાવે કે હવે મને કદી ધનનો સંયોગ જ ન થાય, એવા વિરકત ભાવથી દાન આપે તો નિર્જરા થાય અને જેટલા અંશે પુણ્ય બંધાય એ પુણ્યાનુબંધી પુણ્ય જ બંધાય. જે આત્માને કદી નડે નહીં, આસક્ત બનાવે નહીં, તે સમ્યગદષ્ટિ આત્મા દરેક પ્રવૃત્તિ કરતી વખતે એક જ ભાવના ભાવે કે મારો આત્મા શુદ્ધ ઉપયોગમાં રમતો થાય. "શુદ્ધ ભાવથી જે ક્રિયા થાય તેમાં કર્તાપણું ન આવે. તેને એમ જ લાગશે કે જ્ઞાન એ સિંધુ છે. મને જે પ્રાપ્ત થયુ તે બિંદુ છે એટલે સિંધુ પાસે બિંદુની શી વિસાત? ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધણી, 50,000 કેવલીના ગુરુ, પરમાત્માના પ્રથમ પરમ શિષ્ય છતાં પરમાત્મા પાસે બાળકની જેમ કેવળજ્ઞાન માંગતા હતા. આ ક્યારે શક્ય બન્યું? પોતે જાણે છે કે અંદરમાં તો કેવળજ્ઞાન રૂપી સાગર ઘુઘવે છે. તે અનંત છે. જે મારી પાસે વર્તમાનમાં પ્રગટ નથી એની સામે જે છે (4 જ્ઞાનવિગેરે) તે બિંદુ તુલ્ય પણ નથી. મોક્ષનું સુખ અપેક્ષા રહિત નિરપેક્ષ અને સહજ સુખ છે માટે જ મહર્ષિઓ જંગલમાં પણ મસ્તીથી - ધ્યાનમાં રહી શકે છે. પર્યાયથી માત્ર જોવું એ “મોહાંધતા છે. અનેકાંત દષ્ટિથી જોવાનું છે. ચામડાની દૃષ્ટિ માત્ર પર્યાય બતાવશે જ્યારે તત્ત્વ દૃષ્ટિ દ્રવ્ય -ગુણ - પર્યાય બધુ જ બતાવશે. આત્મા “પર” એવા ત્રણમાં કર્તાપણું કરે છે. (1) ગ્રહણને મૂકવાનું પુગલનું ગ્રહણ અને દાન કરવામાં (2) રાગાદિ ભાવ કરવામાં (3) કર્મ-સ્કંધો બાંધવામાં “હું કતપરભાવનો એમ જેમ જેમ જાણે તેમ તેમ અજ્ઞાની પડે જ્ઞાનસાર // 58 Page #60 -------------------------------------------------------------------------- ________________ નિજ કર્મને ઘાણે શોધ સુખની છે ને પ્રાપ્તિ દુઃખની છે. કારણ સુખની માન્યતા ખોટી છે. સુખની અનુભૂતિ આત્મ ગુણોમાં છે. આત્મ ગુણ કષાયોથી દબાયેલા છે આથી કષાયોથી આત્માનું સુખદબાયેલુ છે. શુદ્ધ મોક્ષના સુખનો અનુભવ થયો નથી ને પુગલનું સુખછોડી દઈએ તો બન્નેથી વંચિત રહીએ આવી વાત “જે કરે છે એને સર્વજ્ઞના વચન પર વિશ્વાસ નથી એમ નક્કી થાય છે. બીજા બધાના આલંબન લઈને આત્મા આગળ વધે પણ જ્યારે સ્વભાવમાં સ્થિર થાય ત્યારે પોતાના ગુણોનું જ આલંબન છે. સાચો જૈન કોને કહેવાય? “સ્યાવાદ પૂરણ જે જાણે, નય ગર્ભિત જસ વાચા' “દ્રવ્ય - ગુણ - પર્યાયથી જે વસ્તુને જાણે, વો હી જૈન સાચા સ્યાદ્વાદઃ જ્યાં જેટલું સત્ય હોય તેટલું જ સ્વીકારવું અને જે અસત્ય હોય તેને છોડી દેવું એનું નામ જ સ્યાદ્વાદ, યશોવિજયજી મ.સા. એ કહ્યું કે મેં ગ્રંથ રચ્યો નથી. ભાષા વર્ગણાના પુદ્ગલો શબ્દ રૂપે પરિણામ પામી ગયા ને અક્ષર રૂપે કાગળ ઉપર લખાઈ ગયા બાકી મેં કાંઈ કર્યું નથી. “મોહને જીતવાનો ને અભિમાનને ન થવા દેવા માટે આ પાયો છે'. તમામ દ્રવ્યો પોતાના સ્વભાવ પ્રમાણે પરિણામ પામતા હોય છે. આપણે કોઈ દ્રવ્યના પરિણામનાં કર્તા નથી. માત્ર નિમિત્ત જ બનીએ છીએ. જે પ્રમાણે શરીરની વિચારણા સતત ચાલે, એનો ઉપયોગ ઉંધમાં પણ ચાલુ હોય તેમ આત્માનો ઉપયોગ કેટલી વાર ચાલે છે? શરીરના યોગના કારણે “સ્વ” ને ભૂલી ગયો ને પરની લેતી-દેતી ચાલુ થઈ ગઈ. ત્યાં કર્તાપણું આવી ગયું. હું આત્મા છું આ ઉપયોગ નિરંતર જરૂર છે. પાપના કારણ રૂપે જન્મ લેવો એ પાપ ને જન્મ દેવો એ પાપ. આ પાપથી મુક્ત થવા જ્ઞાની ભગવંતોએ 8 વર્ષે ચારિત્રનો માર્ગ બતાવ્યો છે. જે બીજાને જન્મ આપે નહી-એ જન્મ લે નહી. સર્વવિરતિ જીવન જ એવું છે કે જે પોતાના જન્મ-મરણનો અંત લાવી શકે. બાકી કદી પણ સંસારનો અંત જ્ઞાનસાર // 59 Page #61 -------------------------------------------------------------------------- ________________ આવવાનો નથી. દીનતાથી સત્વ હણાય છે માટે દીન વ્યક્તિ ધર્મ કરી શકે નહી. * સંસારનો અંત કેમ નહીં આવે? - આજ સુધીમાં જેટલી જીવરાશિ વ્યવહાર - રાશિમાં આવી તે માત્ર એકનિગોદના ગોળાના અનંતમાં ભાગ્યે જ છે. તે સિવાયના અસંખ્યાતા ગોળા - તેમાં અસંખ્યાતી નિગોદ છે. અને દરેકનિગોદમાં અનંતાનંત જીવો ભરેલા છે. આથી આ સંસાર કદાપિ ખાલી થવાનો નથી. માત્ર જે જીવો વ્યવહાર - રાશિમાં આવી ગયા અને જેમનો ભવિતવ્યતાદિનો પરિપાક થાય અને જે આત્મા પુરુષાર્થ કરે તે આત્મા પોતાના અનાદિ સંસારનો અંત લાવી શકે. આથી આપણે જગતની ચિંતા કરવા કરતા પોતાના સંસારનો અંત કેમ થાય તેની ચિંતા કરવી. સહજ સુખના અર્થીપણા વિના આત્મા મગ્ન બની શકતો નથી. આત્માનું સહજ સુખ ભોગવવું એટલે શું? જગતને તત્ત્વ - દૃષ્ટિથી જોવું - જાણવું અને સ્વમાં સ્થિર થવું તે સુખ છે. જેટલું વધારે જાણીએ તેટલા વધારે દુઃખી થઈએ છીએ. કારણ “જાણે એટલું તાણે ને એમાં તે તણાઈ જાય. મોહથી જાણે છે માટે એવું બને છે. જો મોહરહિત જાણે તો સ્વમાં સ્થિર થાય. આત્મા લોકાલોકનો જ્ઞાતા છે. આથી પરભાવના કર્તા નથી બનવાનું પણ પારિણામિક ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી “સ્વ” ના કર્તા બનવાનું છે. “જ્ઞાન સુખની ખાણ છે - દુઃખ ખાણ અજ્ઞાન” પારિણામિક ભાવ-સહજ સુખની શરુઆત ૪થા ગુણઠાણાથી થાય અને સહજ સુખની આંશિક અનુભૂતિ 5 મા ગુણ સ્થાનકમાં થાય છે ને 14. મા ગુણઠાણે પૂર્ણ થાય છે. રાગાદિ પરિહરી જે કરે નિજ ગુણ ખોજ, ઘટમેં ભી પ્રગટે, ચિદાનંદ કી મોજ.” જ્ઞાનસાર // 0 Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગની શુદ્ધિ ગમે તેવા વાતાવરણમાં, સંજોગોમાં, ગમે તેની સાથે રહીને પણ થઈ શકે છે. ગમે તે મળે પણ ફરિયાદ ન હોય, અને સંકલ્પ - વિકલ્પ પણ ન થાય ત્યારથી ઉપયોગની શુદ્ધિ થતી જશે. શુદ્ધ ભાવનું લક્ષ રાખીને અશુભથી હટવાનું છે અને શુભમાં રહીને સતત શુદ્ધમાં જવાનો ઉપયોગ રાખવાનો છે. અશુદ્ધનિશ્ચયથી આત્મારાગાદિનો કર્તા બને છે અને અશુદ્ધ વ્યવહારથી આત્મા કર્મનો કર્તા બને છે. આત્મા સત્ માં પ્રવૃત્તિ કરે છે છતાં પણ એ પરભાવની પ્રવૃત્તિ કરે છે દા.ત. સંવત્સરી પ્રતિક્રમણ વખતે પાંચ અંગ નમાવીને શરીરને નમાવ્યું એ કામ આત્માના વીર્ય - ગુણ દ્વારા થયું. વીર્યનો ઉપયોગ શરીરને નમાવવામાં કરવો પડે છે. શરીર એ પુદ્ગલ છે - એ પાપનો ઉદય છે. વીર્યને જ્ઞાનાદિ ગુણમાં પ્રવર્તમાન કરવાનું છે જો તે વખતે આત્મા ગુણીમાં રહેલા ગુણને સ્વગુણો વડે નમસ્કાર કરે છે. વ્યવહારથી મન - વચન - કાયાની પ્રવૃત્તિ કરે છે તે પર ભાવની પ્રવૃત્તિ છે પણ જ્ઞાનના ઉપયોગમાં પૂર્ણ ગુણીને અપૂર્ણ ગુણી - પૂર્ણ થવા માટે નમી રહ્યો છે ત્યારે પરાવૃત્તિ છે અર્થાત્ વીર્યગુણની પુગલની પ્રવૃત્તિ સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણમાં પ્રવર્તમાન થવાથી તેની સ્વગુણમાં વીર્યગુણની પ્રવૃત્તિ તે વીર્યગુણની પરાવૃત્તિ છે. * ધર્મબિંદુમાં આરાધનાનું સ્વરૂપઃ (1) સૂત્ર શક્ય પાલનમ્ (ર) અશક્ય ભાવ પ્રતિબંધ (3) તત્કપ્રશંસા ઉપચારી (1) પરમાત્માની જેટલી આશા છે તે બધી જ આજ્ઞા જે રીતે કહી છે તે રીતે પાળવાનો શક્ય પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં શક્તિ નથી ત્યાં એ કરવાનો ભાવ ઉભો રાખવો. “એ આજ્ઞા હું ક્યારે પાળીશ?” (3) જિનાજ્ઞા પ્રમાણે આરાધના કરે તેની પ્રશંસા કરવી તેને સહાયક બનવું જ્ઞાનસાર // 61 Page #63 -------------------------------------------------------------------------- ________________ વિ. કરવાથી એના ગુણ પોતાનામાં આવે. પૂ.હરિભદ્રસૂરિ મ.સા.એ આ ત્રણ વાત ધર્મબિંદુ ગ્રંથમાં કહી છે. ખમાસમણ વખતે સાક્ષી ભાવ શરીર પર છે અને વીર્ય-ખમાસમણું આપવામાં વપરાય છે. એનો અંદરમાં આનંદ આવશે તો પરમાં ઉદાસીન ભાવ આવ્યા વગર નહીં રહે. જો સ્વરૂપ અને સ્વભાવનો ખ્યાલ હોય તો કર્મે જે અવસ્થા આપી હોય એમાં રહીને પણ મસ્તીથી આરાધના થઈ શકે. આપણે પરમાત્માને પુણ્યકાય’થી જાણીયે છીએ અર્થાત્ તીર્થકર - નામકર્મના વિપાકોદયે પ્રાપ્તબાહ્ય અવસ્થાથી અર્થાત્ પ્રાતિહાર્યસમવસરણ. ઈન્દ્રદેવાદિથી સેવાતારૂપે જાણીએ છીએ પણ પરમાત્માને તત્ત્વકાય શુધ્ધ અનંતજ્ઞાનાદિ ગુણ સંપત્તિના સ્વામિઅરૂપી આદિ શુધ્ધ સ્વરૂપે પણ જાણવાના છે તે જાણતા નથી. પરમાત્મા - પરમાત્મા ક્યારે બન્યા? પર થી પર બનનારા એવા પરમાત્મા પુણ્યથી જે ન મળે એવા “સ્વ” ના જ્ઞાનાદિ ગુણમાં રમનારા હતા અને અરૂપી સ્વરૂપમાં રહેનારા હતા. ચિદાનંદ કેરી પૂજા, નિર્વિકલ્પ ઉપયોગ, આત્મા - પરમાત્માને અભેદે - જ્યાં નહી જડનો યોગ....” આપણે પરમાત્માની તત્ત્વકાયથી પૂજા ઓઘથી પણ કરી હોત તો પણ કર્મોનો ક્ષયોપશમ વિગેરે થવાથી આપણું કલ્યાણ થયું જ હોત. અત્યાર સુધી પરમાત્માના “પુણ્યકાય” ની જ પૂજા કરી છે. રૂપ નિહાળી પરિચય કીનો, પણ તું રૂપ નહી આયો, જે જે અંગે પૂજા, તે તે અંગે તું નાહિ... મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ કેવળજ્ઞાનનો અંશ છે, અંશ પૂર્ણતાને લાવે જ. બીજનો ચંદ્ર પૂર્ણતાને પ્રાપ્ત કરે જ છે. જેમ એમાં શંકા નથી તેમ આમાં પણ શંકા ન થવી જોઈએ. ને મતિ - શ્રુતની આરાધના કરતાં કંટાળો ન આવવો જોઈએ. જ્ઞાનસાર || 2 Page #64 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારના ભાવ છે. (1) ઔદયિક ભાવ: આઠ કર્મના ઉદયથી થતો ભાવ તે ઔદયિક ભાવ (2) પારિણામિક ભાવ H તે કાયમ માટે રહેવાનો છે આત્માના ગુણમાં પરિણમન થવા રૂપ, આત્મા સહજ હોય તે, સિદ્ધમાં હોય. ઔપથમિક ભાવઃ માત્ર મોહનીય કર્મનો જ ઉપશમ થાય. મોહનીય કર્મ સત્તામાં હોય પણ ઉદયમાં ન હોય તે આત્મા વીતરાગ પ્રાયઃ કહેવાય. 11 મા ગુણઠાણે પરિપૂર્ણ મોહનીયનો ઉપશમ થાય, એનો અંતર્મુહૂર્ત સુધીનો જ કાળ છે. મિથ્યાત્વ મોહનીય અને ચાર અનંતાનુબંધીનો સર્વથા ઉપશમ થાય ત્યારે ઔપશમિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય. (4) ક્ષયોપથમિક ભાવઃ ઉદયમાં આવતા કર્મોનો ક્ષય અને ઉદયમાં નહિં આવેલ કર્મોના ઉપશમ તે. (5) ક્ષાયિક ભાવઃ કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો તે. કેવળજ્ઞાન તો અંદર હતું જ. માત્ર જ્ઞાનાવરણમાં કર્મ રૂપ પડદો સંપૂર્ણ હટી ગયો એટલે કેવળજ્ઞાન પ્રગટ થયું. સાધના પરિણામિક ભાવ ન આવે ત્યાં સુધી કરવી પડે. તમારા આત્માને પૂછો -પરના માલિક બનવું છે કે “સ્વ” ના માલિક? “સ્વ” ના માલિક બનવું હોય તો “પર” માટે જીવવાનું બંધ કરો. પર અર્થાત્ પોતાનું શરીર પણ પર અને સગા-સંબંધી અને જડ દ્રવ્યો વિ. પણ પર. આ જેને સમજાશે તે તમામ વ્યવહાર ઔચિત્યથી કરશે. તેની ઉપેક્ષા કરશો તો પોતાની મૈચાદિ ચારે ભાવના જશે. પોતાના આત્માની જ ઉપેક્ષા કરશે તો રહેશે તો વર્તમાનમાં પણ સમાધિ અને ભવિષ્યમાં પણ સમાધિ જ રહેશે. આત્માની પ્રધાનતાના કારણે સ્વ–પરને હિતકારી ઉચિત પ્રવૃત્તિ અવશ્ય થાય. તેથી સમાધિ સહજ. જ્ઞાનસાર // 63 Page #65 -------------------------------------------------------------------------- ________________ આત્મા વ્યવહાર કર્મોનો કર્તા છે -ભોક્તા છે અને કર્મનો કર્તા ભોક્તા મટી જાય એટલે આત્મા સ્વગુણોનો કર્તા ભોકતા બને. આત્મા સ્વગુણોના કર્તા ન બને તો તે પુદ્ગલનો કર્તા બનશે તો કર્મનો બંધ અને તેના ઉદયે તેનો ભોકતા બને. કષાય -મોહાદિ ભાવ સંસાર છે. નિશ્ચયથી આત્મા ધુવેઈ વા'શુદ્ધ - બુદ્ધ, સ્થિર અને નિરંજન છે.) આત્યાત્તિક - જેનો હવે કદી નાશ ન થાય તેવુ સિદ્ધોનું આત્મદ્રવ્ય છે. મોહના સર્વથા અભાવથી શાશ્વત આનંદ અને સર્વ પર સંયોગીના સર્વથા અભાવથી અવ્યાબાધ સ્વરૂપ સુખ અર્થાત્ સર્વથા પીડારહિત. આત્માની શુદ્ધ અવસ્થા. “ચરમનયણે નિહાળતા, ભૂલ્યો સયલ સંસાર” ચામડાની આંખથી જગતને જે નિહાળે તે દુઃખી થાય છે જ્યારે સર્વજ્ઞની દિવ્યદૃષ્ટિથી જ્ઞાની જગતને જુવે તો સુખી થાય. સર્વજ્ઞ પર અભૂતપૂર્વ બહુમાન પ્રગટ થાય કે કેવું દિવ્ય, અલૌકિક યથાર્થ જ્ઞાન ! આત્મા કઈ પર વસ્તુ છોડી શકે? જેના પર માલિકીપણાનો ભાવ નથી તે છોડતાં તેને વાર લાગતી નથી, જેમ સાપ કાંચળી ત્યાગે તેમ. જો સર્વપુગલ પર માલિકીપણાને ભાવ જાય કે આ મારું નથી, મને છોડીને જતા રહેવાના સ્વભાવવાળુ છે, તો હું જ શા માટે તેનો ત્યાગ ન કરી દઉં. અજીવ તત્ત્વ પૂર્ણ રીતે પોતાના સ્વભાવમાં વર્તે છે. સિદ્ધના જીવો પણ પૂર્ણ રીતે પોતાના સ્વભાવમાં વર્તે છે. પણ છઘસ્થ જીવો પોતપોતાના સ્વભાવ પણે વર્તતા નથી. તેમના માટે જ જિનેશ્વર ભગવંતોએ સ્વસ્વભાવમાં પર્વતવારૂપ ધર્મ બતાવ્યો છે. છઘ0 એવા આપણામાં “આ મારો' ને “આ મારી એ ભાવ આવે છે અને પછી મમત્વભાવ માંથી પ્રગટે છે. મારા મારી ન કરતાં જો માત્ર સાક્ષી ભાવે રહીએ તો જ સમાધિની પ્રાપ્તિ થાય, ક્રિયા આભોગ અને અનાભોગ બને . રીતે થાય છે. જ્ઞાન, દર્શન,ચારિત્ર ને તપ આ બધા જ ગુણ સક્રિય છે એટલે નિશ્ચયથી બધા ગુણો ક્રિયા સ્વરૂપે જ છે અને સિદ્ધમાં પણ એ ગુણો સક્રિય છે. ત્યાં કાંઈ નિષ્ક્રિયતા નથી. જ્યારે ધર્માસ્તિકાય આદિ પાંચ અજીવદ્રવ્યો અકર્તા જ્ઞાનસાર // 64 Page #66 -------------------------------------------------------------------------- ________________ છે એ બીજામાં જતા નથી. માટે નિષ્ક્રિય છે કોઈપણ ક્રિયા કરી શકતા નથી જ્યારે આત્મા સક્રિય છે માટે કર્તાપણું આવ્યું. તો તે સક્રિય ક્યાં બને? પોતાનામાં જ સક્રિય બની શકે. નિશ્ચયથી ક્રિયા એ આત્મ-વીર્યનું આત્મામાં પ્રર્વતન છે અને વ્યવહારથી મન-વચન-કાયાનો વ્યાપાર તે જ ક્રિયા છે. જ્ઞાન ચેતનામાં આત્મ-વિર્ય ભળે છે તેના દ્વારા જેટલી નિર્જરા થાય તેટલો ક્ષયોપથમિક ભાવ અને સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જાય ત્યારે તે ક્ષાયિક ભાવે બની જાય છે. ગાથા-૪ પરબ્રહ્મણિ મગ્નસ્ય, શ્લથા પૌગલિકી કથા ફિવામિ ચામીકરોન્માદાઃ મ્હારા દારાદરાઃ કુવ ચ ગાર્નાર્થ પરમાત્મ સ્વરૂપમાં લીન થયેલાને પુદ્ગલની વાત નિરસ લાગે છે. જીવોને ચિત્તમાં ઉન્માદ કરનારુ ધનનું અભિમાન ક્યાંથી? અને સ્ત્રી વિશે આદર પણ ક્યાંથી હોય? જે વસ્તુ સામે છે - રૂપ કે રત્નોના ઢગલા એનું અવલોકન કરવું અને એ પણ પુદ્ગલ જ છે એમ જાણવાનું છે. જ્ઞાનના આનંદમાં ડૂબવાનું છે. “જ્ઞાનાનંદે પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ' વિકલ્પો ઉઠે તો ભ્રમણતાને વિકલ્પ ન રહે તો રમણતા. અવલોકન એ આત્માનો સ્વભાવ છે. અવલોકન કરતા આપણી દૃષ્ટિ સર્વજ્ઞ જેવી બનતી જાય તેમ તેમ રાગ-દ્વેષનો છેદ કરતી જાય - અને આનંદ પ્રાપ્ત થતો જાય. | વિકથા કરીને જગતમાં કર્મધન પ્રાપ્ત કરતો જાય અને આત્મ-ધન એનું લુંટાતું જાય. આત્મા પર વસ્તુનું ગ્રહણ પણ કરી શકતો નથી ને ભોગવી પણ શકતો નથી અને જો ભોગવવા જાય તો માત્ર ને માત્ર પીડા જ ભોગવે છે અને ભવિષ્યમાં પણ પીડા જ ભોગવવાની આવે છે. આત્મા પરને કેમ ભોગવી ન શકે? કારણ આત્મા અરૂપી છે. અરૂપી - અરૂપીને ભોગવી શકે પણ રૂપીને ભોગવી ન શકે આ નિર્ણય કરવાનો છે. આત્મા માત્ર જ્ઞાનને જ ભોગવી શકે છે કારણ તે અરૂપી છે. જ્ઞાનસાર || 5 Page #67 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યઃ બ્રહ્મ-આત્મામાં રમવું-ચરવું તે બ્રહ્મચર્ય, તો જ મગ્નતા આવશે. પરમાં ફરવાથી કદીપણ મગ્નતા આવતી નથી. (જગતમાં જીવને જો કોઈપણ મહાન લાગતું હોય તો તે બે જ પદાર્થો કંચન અને કામિની. જીવ એમાં મગ્ન બનવાના પ્રયાસવાળો છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ત્યાગ કરે છતાં વૈરાગ્ય ન આવે તો એ સંસારનું કારણ બને છે. “અટકે ત્યાગ વિરાગમાં' ત્યાગ કર્યો એનું અભિમાન આવશે એટલે ત્યાગમાં જ અટકી જશે. ત્યાગ કર્યો એમાં રાગ કરવા જેવો નથી. પ્રભુના ગુણોનો અનુભવરસવિષયોની અગ્નિને બુઝાવે છે.) વિષય લગન કી અગનિ બુઝાવત, પ્રભુ તમ ગુણ અનુભવ ધારા, ભઈ મગનતા તુમ ગુણ રસકી, કુણ કંચન - કુણ દારા” આપણે માત્ર બહારના એક પર્યાયને પકડીએ છીએ માટે રાગાદિ ભાવો થાય પણ આત્માની 4 અવસ્થા પકડીએ તો રાગાદિ ભાવો છૂટતા જાય. આત્માની ચાર અવસ્થાઃ (1) આત્માની જયોતિર્મય સંપૂર્ણ શુદ્ધ અવસ્થા. નિગોદની અત્યંત કાળી કર્મક્ત અવસ્થા જેમાં જીવ કર્મો અને કષાયોથી સંપૂર્ણ પ્રાયઃ ઢંકાયેલો છે. અશુચિમય અવસ્થા H શરીરની અંદરની લોહી, માંસ, ચરબી, હાડકાદિ સાત ધાતુમય અશુચિમય અવસ્થા. (4) બહારની ચામડીની અવસ્થા: આકાર અને રૂપવાળી અવસ્થા. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયને જોઈને ઉપયોગ આવવો જોઈએ કે આ કાયાવાળા જીવો છે. માટે એની દયા આવવી જોઈએ ને પોતાની પણ દયા આવવી જોઈએ કે મારા શરીરના સુખ માટે હું કેટલા બધા જીવોને મારું છું. તો હવે મારું શું થશે? પોતાની એક કાયા માટે સંખ્યાત - અસંખ્યાત કે અનંતા જીવોને હું કાયા સહિત મારુ છું. અંદરની વાસના તૂટશે ત્યારે અનુભૂતિ થશે. જેને અંદરની જ્ઞાનસાર // s (2) Page #68 -------------------------------------------------------------------------- ________________ અનુભૂતિ થાય તેને બહાર ફીકાશ લાગશે ત્યારે સમજવું કે હવે આપણી દિશા સાચી છે. જ્ઞાન દ્વારા માત્ર જોવા જાણવાનું હતું એટલું કરીને અટકી જઈએ અર્થાતુ શેયમાંમોહનભળવા દઈએ તો વીર્યઆત્મગુણમાં ગયું અર્થાત્ કર્મબંધ કરાવનારુ નથયું અર્થાત્ મોહ ઉદયમાં આવ્યો અને એને નિષ્ફળ બનાવ્યો તો આત્મપ્રદેશો શુદ્ધ થશે અને ગુણોનો આનંદ માણી શકાશે. આત્માએ સ્વમાં કર્તાપણું અને પરમાં ઉદાસીપણું રાખવાનું છે. “સ્વ” ગુણોમાં “સ્વ” નો પરિણામ થવો એ જ “સ્વ” નો કર્તા ભાવ છે. પરભાવમાં કર્તાભાવ એ અસત્ આરોપભાવ છે. આત્મવીર્યના પરિણામ દ્વારા આત્મા કર્તાપણું કરે છે. સિદ્ધના આત્માઓમાં આત્મવીર્યનું કાર્ય ગુણોમાં અને એના આત્મપ્રદેશોમાં પરિણમવાનું ચાલુ છે. આત્મા લોકાલોકને જાણે તો એ પરભાવનો કર્તા બન્યો કહેવાશે?ના. કારણ કે સ્વ-પર શેયના જ્ઞાતા બનવાનો એનો સ્વભાવ છે.પોતાનામાં રહી પોતાના જ્ઞાનગુણમાં વીર્ય ફોરવે છે એટલે સ્વ સાથે સર્વજ્ઞેય સ્વમાં રહીને જણાય છે એને પરમાં જાણવા જવું પડતું નથી. “જ્ઞાનાનંદે પૂરણ પાવનો - વર્જિત સકલ ઉપાધિ” ઉપાધિ અર્થાતુ મોહ. જેમ જેમ મોહ ઘટે તેમ તેમ આનંદવર્ધપ્રતીતિના સ્તર પર નહી પહોંચી ત્યાં સુધી ઢચિ પણ નથી પર' નો કર્તા આત્મા બની શકતો જ નથી તો પછી “સ્વ” નો કર્તા કેમ ન બને? પરોપકારમાં બધાને રસ છે. પરંતુ પોતાના આત્મામાં જ રસ નથી, આત્માનો સ્વભાવ “સ્વ” ને “પર” પર પરોપકાર કરવાનો જ છે. પોતાના પર ઉપકાર કરતા પરોપકાર થઈ જાય તો વાંધો નથી પણ પોતાનું ગૌણ કરીને જગત પર ઉપકારની વાત મૂકી જ નથી. “સ્વ” નો કર્તા બનેલો છે એવા આત્માથી પરનો ઉપકાર થઈ જ જાય છે. તેથી જ સ્વોપકાર વિના પરોપકાર શક્ય જ નથી. (સ્વોપકાર કરવા માટે પર' પર કરાતાં અપકાર બંધ કરવા જ પડે તો જ તે સાચા અર્થમાં પરના કલ્યાણમાં જ્ઞાનસાર // 67 Page #69 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તભૂત અવશ્ય બની શકે.) જેમ લોઢું ઠંડુ પણ અગ્નિનો સ્પર્શ ગરમ. તેવી જ રીતે વીતરાગ સ્વરૂપવાળા આપણે રાગાદિ ભાવોનાં સ્પર્શે બીજાને બાળીએ જો તે રાગાદિ ભાવોને દૂર કરીએ તો વીતરાગ સ્વરૂપ પ્રાપ્ત થયા વિના ન રહે. મિથ્યાત્વ ઘટે તેમ તેમ પોતાના આત્માની ઓળખ થાય - પછી તે પ્રમાણે ગતિ થાય તેમ તેમ સ્વભાવ દશા પ્રગટ થાય. બધાનો “પર” માલ ઉપાડીને પાછો કર્તા ભાવ રાખે? કર્મથી મળેલ બધું “પર” છે. તેના પર કર્તાભાવ અને તે છે પાછો પુલભાવ તેથી તે કર્મબંધને જ આપશે. આવું જ્યારે સમજાશે ત્યારે તે આત્માના જ્ઞાનાદિ ગુણોનો જ કર્તા બનશે અને આત્માનું હિત સાધશે માટે જ કહ્યું છે કે. જેમ આકાશનો છેડો નથી, તેમ જ્ઞાનનો - કેવલજ્ઞાનનો પણ છેડો નથી. તેથી આનંદનો પણ છેડો નથી. શરીર, યોગો, ઈન્દ્રિયો આ બધું નામ કર્મના ઉદયથી મળ્યું છે. અઘાતીના કારણે મૂળ સ્વરૂપ ઢંકાઈ ગયુ છે. આથી તે સાધનો દ્વારા જ તેનો સદુપયોગ કરીને અઘાતીને કાઢવાના છે. દ્રવ્ય-પ્રાણ રૂપ સાધન દ્વારા સાધના કરવાની છે પણ તે સફળ ક્યારે બને? તેમાં જો ભાવપ્રાણનો ઉપયોગ જોડાય તો. શિષ્ય પાસે વિકલ્પો જ ન હોય તેથી મોહનો અભાવ, તેથી એનું કાર્ય શીધ્ર થાય. માષતુષમુનિને કોઈ વિકલ્પ જ નહતો. ગુરુ આજ્ઞા તહત્તિ કરી તો એમનું કાર્ય થઈ ગયું. મોહનહોય તો રહેશું? માત્ર જ્ઞાન અને જ્ઞાનનો આનંદ. તેને પ્રાપ્ત કરવા ભાવપ્રાણનો ઉપયોગ આત્મામાં જોડવાનો છે તો સાધ્યની સિદ્ધિ થયા વિના નહી રહે. ઉપકરણવિગેરે પણ સાધન છે. તેની પણ સાધનામાં સહાય લેવાની છે. સાધ્યફળ બે પ્રકારે -અનંતર અને પરંપર અનંતર ફળ એટલે -ગુણોની રક્ષા થાય. શુદ્ધિ, વૃદ્ધિ અને ગુણોની પૂર્ણતા તરફ આગળ વધે. પરંપર ફળ એટલે પોતાના સ્વરૂપની પૂર્ણતાને પામશે. (સિદ્ધ સ્વરૂપી) જ્ઞાનસાર // 68 Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ લક્ષ વિના સ્વભાવ દશા પ્રગટ ન થાય. પરના કર્તા ભાવમાંથી છૂટવા-સાધનનો ઉપયોગ-આત્માના ગુણોમાં જ કર્તાભાવ કરવાનો છે તો તે શુદ્ધ કર્તાને ગ્રહણ કરવાવાળો બનશે. મૂળ - ગુણોને પકડી - અનંતરને સાધી -પરંપરની કલ્યાણમાળાને વરવાનું છે. સૂત્ર ગોખવા-પ્રભુની આજ્ઞા છે તેમ જાણી શુદ્ધ ભાવથી ગોખે તો તેને સમ્યગુદર્શનની પ્રાપ્તિ થાય. લક્ષ તો કેવળજ્ઞાનનું જ રાખવાનું છે તો આગળ આગળનું કાર્ય થવાનું જ છે. જે કર્તૃત્વ, ભોકતુત્વ અને ગ્રાહકતા આ ત્રણેની પરાવૃત્તિ જ્યારે પરમાંથી “સ્વ” માં થાય છે ત્યારે તે સ્વગુણોની પૂર્ણતારૂપ કેવળજ્ઞાન અને સ્વરૂપની પૂર્ણતારૂપ મુક્તિની - વરમાળા પહેરે છે. પરમાં કર્તૃત્વ, ભોકતૃત્વ અને ગ્રાહકતા એ મિથ્યાત્વપણાથી છે જે બુદ્ધિમાં વિપર્યાસ ઉભો કરાવે છે. મિથ્યાત્વ જતા શુદ્ધિનો પરિણામ, “સ્વ” માં વસવું, મુક્તિ માર્ગ તરફ ગમન થાય છે. આત્માએ પોતાના સ્વભાવરૂપે રહેવુ તે આવશ્યક. માત્ર મૂળનું લક્ષપણું જ નિર્જરી કરાવે છે. ઉપશમ ગુણઠાણે જીવ હોય ત્યારે કષાય ઉદયમાં નથી પરંતુ તે સત્તામાં છે પણ વીતરાગ દશાને પામવામાં બાધક બનતાં નથી. 11 મે, 12 મે, ૧૩મે ગુણઠાણે - 1 સમયનો ઈર્યાપથિક બંધ હોય છે. સાંપરાયિક બંધ હોતો નથી. માત્ર નિરસ યોગો જ ચાલુ છે માટે ઈર્યાપથીક બંધ ચાલુ છે. પ મા ગુણસ્થાનકથી મોહને મારવાની શરુઆત થઈ જાય છે જેટલે અંશે મોહને મારે છે એટલા અંશે વીતરાગતાને વેદતો હોય છે. આત્મા “સ્વ” નો જ કર્તા અને ભોક્તા છે. તેથી સ્વમાં સાક્ષીભાવ કેળવવાનો નથી. રાગાદિ ભાવમાં આવી પરમાં ન જતા રહેવાય તે માટે જ ઔચિત્યભાવ છે. અર્થાત્ પરમાં સાક્ષીભાવ કેળવવાનો છે. હવે જે સાધકો સ્વરૂપમાં સ્થિર થઈને રહે તેમને જ જલદીથી દેહમાંથી છૂટવાનો ભાવ થશે અને તેથી જ આવા સાધકોને આત્મ - સ્વરૂપની ઝાંખી જ્ઞાનસાર || 9 Page #71 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સાક્ષાત્કાર પણ થાય. મુનિ જ્ઞાતા - દા જ હોય - મૌન ધારણ કરી જગતના સ્વરૂપને જોતા હોય છે. મૌન બન્યાવિના વાસ્તવમાં મુનિઓ સાધના કરી શકતા નથી. જગતને જાણવાનું બંધ કરનારા મુનિ જંગલમાં જતા રહે છે અને માત્ર આત્માને જ જાણવાનો પ્રયત્ન કરે છે. અશુભનિમિત્તોને છોડશો, મોહને છોડશો તો જ્ઞાન આવ્યા વગર નહી રહે. તમે જેમની સાથે રહો છો. પિતા-પુત્ર, પતિ-પત્ની, ગુરુ-શિષ્ય તેની સાથે ઔચિત્ય પૂર્ણ વ્યવહારથી રહો. જરૂર પડે, ઉચિત લાગે તો જ શિક્ષા કરવી, તે પણ ઔચિત્ય ભાવથી. અંદરના પોતાના ભાવ બગડે નહી તે રીતે પુત્રને શિખામણ આપવી જોઈએ. વીર્ય બે પ્રકારે છે. અભિસંધિજ વીર્ય અનભિસંધિજ વીર્ય પ્રવર્તે ઈચ્છા પ્રમાણે વીર્યપ્રવર્તી શકે તે ગ્રહણ કરેલ આહાર અંદર જઈ સ્વેચ્છાએ હાથ પગ ચલાવવા. સાત ધાતુઓમાં પરિણામ ખાવું પીવું -આહાર ઉતારવો વિગેરે પમાડવામાં જે વીર્ય પ્રવર્તે છે. શરીરની અંદર જે કાર્ય થાય તે (સુહુમહિ અંગ સંચાલેહિવિગેરે) નાડીમાં લોહીનું વહેવું, ફેફસા ચાલવા વગેરે અનિભિસંધિથી જ થાય. આ બંને વીર્ય જો પરમાં વર્તે તો કર્મબંધ થાય. જ્યારે અભિસંધિજ વીર્ય આત્મગુણોના કર્તા - ભોક્તામાં છે તો તે નિર્જરા કરે છે. આત્મ વીર્યનું પ્રવર્તમાન થવુ એ જ ક્રિયા સ્વરૂપ છે. યોગોમાં ગોપન કરવું તે ગુપ્તિ. આત્મવીર્ય ગુણોમાં ગોપન નથી કરતું પણ તેમાં સક્રિય બને છે. તેથી ગુમિ ગુણસ્વરૂપ છે. “પરભાવેજિહાં લગે આતમા, તિહાં લગે સંસારી કહેવાય” જ્ઞાનસાર // 70 Page #72 -------------------------------------------------------------------------- ________________ (12, 13, 14 મા ગુણઠાણે - આત્મા સ્વગુણોનો કર્તા હોવા છતાં જ્યાં સુધી યોગો ચાલુ છે ત્યાં સુધી વ્યવહારથી પર - ભાવમાં છે.) - ઉપયોગ સ્થિરતા જ્ઞાનની પૂર્ણતા કેવળ જ્ઞાન પ્રગટે - સ્થિરતા (14 મે ગુણસ્થાનકે) મોહનો નાશ તે ઉપયોગની સ્થિરતા યોગની નિવૃત્તિ પછી પ્રદેશ-સ્થિરતા વીર્યનું આત્મપ્રદેશમાં પૂર્ણપણે પ્રવર્તવું. આત્મવીર્યઆત્માના પ્રદેશોમાં સંપૂર્ણપ્રવર્તન થાય ત્યારે જીવ અયોગી બની ન સમયમાં ઋજુગતિએ 14 રાજલોકના છેડેસિદ્ધોની સાથે પરમાનંદમાં મહાલે છે. 14 મે દેહમાંથી છુટવા વીર્યસ્વ આત્મપ્રદેશોમાં પ્રવર્તે છે. આથી જ અયોગી ગુણસ્થાનક કહ્યું છે. (યોગક્ષે પ્રવૃત્તિ નથી.) આત્મા તો પરિણામી અને સક્રિય જ છે. કેળવજ્ઞાન પ્રગટ થતાં આત્મવીર્ય પ્રત્યેક આત્મ-પ્રદેશમાં પ્રવર્તે છે અનંતવીર્યપ્રગટી ગયું પણ હજી અરૂપી અવસ્થા બાકી છે, યોગો છૂટતા જ તે અરૂપી બની જશે. આકાર રહિત અને સ્થિર બની જશે તે નિરંજન,નિરાકાર, નિર્વિકાર અને નિર્વિકલ્પ બની જશે. હવે તે માત્ર શેયના જ્ઞાયક ભાવે જ છે. સ્વ સ્વભાવમાં જ સદા મગ્ન છે. આથી સ્વરૂપ રસિકોને ઉદ્દેશીને આ વાત છે કે સ્વભાવનું સુખ પ્રાપ્ત કરવા તમે બધા ભાવોમાં માત્ર જ્ઞાયકત્વને કેળવો તો જ તમને કેવળજ્ઞાન રૂપ સ્વભાવમાં લઈ જશે માટે ઉપાધિ છોડી અને જ્ઞાતા ભાવને કેળવો. નિશ્ચય આજ્ઞા બધી કેવલીના જ્ઞાન સાથે ભળે તેવો જે વ્યવહાર તે જ શુદ્ધ વ્યવહાર છે. આત્મા પરિણામિકી ભાવવાળો છે આત્માનું સંપૂર્ણપણે આત્મામાં પરિણમન થવું તે જ તેનો સ્વભાવ છે માટે મારે હવે મારા આત્માના જ કર્તુત્વ ભાવમાં વર્તવું છે તેવું આત્માની સાથે એકાંતમાં બેસી નિશ્ચય કરી લો. જ્ઞાનસાર || 71 Page #73 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલોના બે મોટા આકર્ષણોઃ (1) આકાર અને (ર) રૂપાદિ પુદ્ગલાનંદી જીવોને આ ગમે છે જ્યારે મુનિઓને “સ્વ” માં રમણતા જ ગમે છે તેથી પોતાના સ્વભાવમાં તે જ મગ્ન બની શકે છે કે જે પરથી પર બની શકે છે જ્યાં સુધી પુદ્ગલની (શરીર) ની અંદર રહેલા અરૂપી આત્મસ્વરૂપને નહીં નિહાળીએ ત્યાં સુધી આત્મરમણતા નહીં આવે. જગતના અવલોકનમાં મોહ ભળે છે આથી રમણતાને બદલે ભ્રમણતા વધે છે. જીવ જ્યારે પોતાના અરૂપી આત્મપ્રદેશોને જોશે ત્યારથી મોહથી રહિત થશે. રૂપને ન જોવું તે જ અરૂપી દશા. જેવુંઆકાશ તેવો જ આત્મા. જે જે વસ્તુ અરૂપી છે તેને આકાર નહોય પણ તે નિર્વિકાર હોય. તેથી યોગીઓ આકાશનું ધ્યાન ધરે છે. તેનાથી આત્મા વિશાળ, નિઃસંગ અને નિર્વિકાર બને છે. સિદ્ધસ્વરૂપનું ધ્યાન આત્માને નિર્વિકાર બનાવે છે, આનંદની અનુભૂતિ કરાવે છે. આકાશ જેમ નિર્લેપ અને નિર્વિકારી છે તેમ આત્મા પણ તેવો જ છે. પણ આત્મા આકાશની જેમ શૂન્ય નથી પણ પૂર્ણાનંદથી ભરેલો છે. આત્મામાં રમણતા ક્યારે આવે? પરમાત્માના ગુણોની સ્વરૂપ - રમણતામાં ડુબશે તો જ તેમના ગુણોમાં મગ્ન બનશું. અરૂપી એવા આત્મપ્રદેશોને જ્ઞાન-ચેતના જ પકડી શકશે. આત્મા જેમ જેમ પોતાને સમ્યક રીતે અવલોકશે ત્યારે તે પરથી અર્થાત્ કાયાથી પણ છૂટો થતો જશે. કાયાનો સાખીઘર રહ્યો, કાયામાં સાક્ષી ઉદાસીન ભાવે રહે. આત્માનું સૌંદર્ય જેને અનુભવવા મળે તેને જગતનું સૌંદર્ય સાવ ફીકુ લાગે. કાયા છે તો શાતા - અશાતા પણ છે જ પણ તેમાં રતિ - અરતિ કે ભોક્તા ભાવે નહીં રહેવાનું તેના વર્ણ-ગંધ-રસ સ્પર્ધાદિ પુદ્ગલોને સાક્ષી ભાવે જોઈ તે કર્મોને પણ ખપાવી દેવાનાં છે. આપણી આજુબાજુ જ્યાં જુઓ ત્યાં પર” વસ્તુ જ છે. તેની વચમાં જ રહેલા યોગી પુરુષો તે રૂપી દ્રવ્યમાં રતિ ન પામતા અરૂપી માં જ એકાકાર બની ગયા તેથી સ્વ - સ્વભાવને પામી ગયા. પુલસ્નિગ્ધ છે- મોહ પણ સ્નિગ્ધ છે આથી જ તે રાગને જન્માવી જ્ઞાનસાર || ૭ર Page #74 -------------------------------------------------------------------------- ________________ વિભાવમાં લઈ જાય છે અને જેવુ આત્માનું ધ્યાન ધરે છે ત્યારે રાગાદિ ભાવોથી તે વિલિન બની જાય છે. | વિશેષ પ્રકારના યોગીઓ - અંધકારને પસંદ કરે છે કેમ કે તેવા અંધકારમાં તેમની કાયા પણ તેમને દેખાતી નથી એવા સમયમાં તેઓ અરૂપી એવા આત્માનું ધ્યાન ધરે છે. ત્યારે રાગાદિ ભાવો અંધકારમાં જ વિલિન થઈ જાય છે અને તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. કરીને કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહી જાય છે. * આત્માને પીડા થવાનું કારણઃ વિરૂદ્ધ વ્યક્તિ ભેગી મળે તો તણખા ઝરે, દૂધમાં ખટાશ ભળે તો ફાટી જાય તેવી રીતે આત્મા જો વિરૂદ્ધ સ્વભાવવાળા દ્રવ્યમાં ભળે અર્થાત્પર દ્રવ્યમાં ભળે તો તેનું ભાવિક સ્વરૂપને ધારણ કરે તો પોતાને પોતાના અસ્તિત્વમાં ભ્રમ પ્રગટ થાય. આથી તે આત્માને બદલે દેહ રૂપે પોતાને માનતો થાય. પરસ્પર વિરોધી દ્રવ્ય મળે તો તે શસ્ત્ર રૂપે બની જાય. ઉદાહરણ રૂમમાં ગરમ વાયુ છે બારી ખોલી તો બહારથી ઠંડો વાયુ અંદર આવ્યો આમ ગરમ વાયુ અને ઠંડો વાયુ સામસામા અથડાયા - વિરૂદ્ધ સ્વભાવ ઠંડા-ગરમ ભેગા થયા આથી તે જીવોને પીડા થાય છે તેવી જ રીતે પુગલ અને આત્મા વિરૂદ્ધ દ્રવ્ય ભેગા થાય તો શું થાય? પીડા જ પામે ને? પ્રભુએ જે કહ્યું છે તેને તત્ત્વ રૂપે નિર્ણય સુધી લઈ જાવ તો તે તત્ત્વની તેને અનુભૂતિ થાય આથી હવે તેને ઝંખના થાય કે હું તત્ત્વ સાથે જ એકરુપતા અનુભવું. "પતાય કામભોગા કાલ મણત ઈહ સઉ ભોગા, અપુર્વ શિવ મન્નઈ, તહવિ ય જીવો મણે સુખં " (ઉપ. માલા.) જ્યારે જ્યારે જીવને વિષય સુખોની પ્રાપ્તિ થાય ત્યારે જાણે પ્રથમ વખત પ્રાપ્ત ન થયા હોય તેવા અપૂર્વ ભાવ ઉત્પન્ન થાય છે અને ત્યારે તેને જ્ઞાનસાર // 73 Page #75 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરવાનો ભાવ ઉભો થાય છે પણ તેને ખબર નથી કે આ વસ્તુઓ અનંતીવાર ભોગવવા છતાં સંતોષ થયો નથી કેમ કે તે વસ્તુઓ વિનાશ પામવાના સ્વભાવવાળી છે. તેથી જ આત્મગુણોની પ્રાપ્તિમાં જ આશ્ચર્યનો ભાવ -પરમ આહલાદનો ભાવ કેળવવા જેવો છે. પર કોણ? 18 પાપસ્થાનક એ “પર” છે. સ્વ કોણ? 14 ગુણસ્થાનકને પણ વટાવી પૂર્ણ સ્વરૂપને પામેલો શુદ્ધ એવો સિદ્ધાત્મા, સાધુ બનીને શું કરવાનું છે? આત્માના આનંદની સતત અનુભૂતિ કરવાની છે. સાધુપણામાં કહ્યું છે કે 'સઝાય સમો નહિ તવો' - સ્વાધ્યાયસર્વજ્ઞ દષ્ટિનો અધ્યાય (અભ્યાસ) આત્મામાં આનંદની અનુભૂતિ કરાવે છે. ઉદાસીન ભાવે રહેવું એટલે શું? રાગ-દ્વેષથી પર રહેવું અર્થાતુ રતિ - અરતિમાં જતા મનને અટકાવવું.જેનામાં સર્વજ્ઞ દૃષ્ટિ વસી ગઈ તેને “પર” પ્રત્યે ઉદાસીન ભાવ પ્રગટે. મોહ હણે - જ્ઞાન ભણે - વિભાવ ટળે તો મળે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. રાજસ - તામસ ઈચ્છા જીવને પરભાવ માં લઈ જાય જ્યારે સાત્વિક ઈચ્છા જીવને સ્વ સ્વરૂપમાં કેન્દ્રિત કરે છે. આત્માએ પોતાના સ્વભાવમાં રહેવું તે મોટી આશાતના છે. મોહનું આવરણ -સ્વભાવમાં ન જવાદે તેથી મોહથી નિરાવરણ થવુ. એ મુખ્ય કર્તવ્ય છે. તે માટે સ્વેચ્છાનો ત્યાગ જરૂરી. તેથી સાધુ માટે ગુરુ નિષ્ઠા પરમ તપ, સાધુ માટે તો ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ એ જ પરમ તપ છે. કેમ કે કોઈ વિકલ્પ નથી ગુરુ કહે એ જ તહત્તિ છે. પોતાની કોઈ ઈચ્છા નહિ. સાધુ ખાવા છતાં તપસી - હવે વિષયો સંબંધી બધી ઈચ્છા વિરમી ગઈ છે અને ઈચ્છાને સ્વભાવ પ્રાપ્તિ માં જોડી દીધી છે - તે જ શ્રમણ છે - તે જ તપસી છે. - અનુકુળ પુદ્ગલોની ઈચ્છા કરી તેમાં સુખ રુપે લાગણી ઉભી કરવી તેનું નામ ભોગ. જ્ઞાનસાર // 74 Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 5 તેજોલેથા વિવૃદ્વિર્યા, સાધોઃ પર્યાય વૃદ્ધિતા ભાષિતા ભગવત્યા દો, સેલ્થભૂતસ્ય પુજ્ય aa પ aa ગાથાર્થઃ ભગવતી આદિ ગ્રંથમાં કહેલી સાધના સંયમપર્યાયની વૃદ્ધિ તેજોલેશ્યાની ચિત્તસુખની વૃદ્ધિ આવા જ્ઞાનમગ્ન મહાત્માને ઘટે છે. સંયોગ છે ત્યાં સુધી આસક્તિ છે. સંયોગ છૂટ્યા પછી જ આસક્તિ વાસ્તવિકછૂટશે. જેમ જેમ દીક્ષા પર્યાય વધે તેમ તેમ સાધુ દેવોના સુખને પણ વટાવી જાય. દેવોને માનસિક સુખ છે - શાતાનો ઉદય છે 33 હજાર વર્ષે આહારની ઈચ્છા થાય. 33 હજાર વર્ષ - 33 કલાક ની જેમ પસાર થઈ જાય.૧ વર્ષના પર્યાયવાળા સાધુ ભગવંત અનુત્તર વિમાનવાસી દેવના સુખને ઓળંગી જાય છે. સંયોગો દુઃખનું કારણ છે માટે સંયોગો છોડવાના છે. મિથ્યાત્વ એ જ માનસિક દુઃખનું મોટામાં મોટું કારણ છે. સાધુ જીવન શા માટે સ્વકારવું જોઈએ? પોતે દુઃખી છે અને સુખી થવા માટે સાધુપણું સ્વીકાર્યું છે. એટલે પોતાના પર દયા કરવાની છે અને સ્વાધ્યાય રમણતા કરવાની છે. “પઢમં નાણું તઓ દયા’ ચિત્ત સમાધિનું સુખ સમ્યગ્દર્શનના કારણે છે. 9 માં રૈવેયકમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ બંને પ્રકારના દેવો છે. સમકિતી સુખી છે કારણ જે મળ્યું છે એને હેય માને છે. એને અધિક મેળવવાનો પરિણામ નથી જ્યારે મિથ્યાત્વી મળ્યું છે એને ઉપાદેય માને છે. અને તેને અધિકમેળવવાનો અભિલાષ છે એટલે માનસિક સંક્લેશનો પરિણામ છે જ્યારે અનુત્તરમાં રહેલા તમામ દેવો સમકિતી છે. - સાધુને સુખી કેમ કહ્યા? સાધુ રત્નત્રયીની સાધનામાં જે મગ્ન છે. શરીરની પીડાથી પણ પર થાય એવા તીવ્ર સંવેગી સાધુને સુખી કહ્યા નિર્જરાનો લક્ષ પણ હવે તેને ગૌણ જ્ઞાનસાર || 75 Page #77 -------------------------------------------------------------------------- ________________ બને છે અને પ્રધાન લક્ષ પોતાના અનંત આનંદને પોતે કઈ રીતે અનુભવે એની જ શોધમાં અને પ્રયત્નમાં મગ્ન હોય. આત્મા તત્ત્વ-સંવેદન જ્ઞાનવાળો બને ત્યારે કેવો હોય? પરિષહો અને ઉપસર્ગોઆત્માની બહાર છે અને તે આત્માના સ્વરૂપને બાધક બનતા નથી આવો નિર્ણય કોણ કરી શકે? સાધુ જ આવો નિર્ણય કરી શકે છે. સાધુ ઉંઘમાં પણ પ્રતિકૂળતાની શોધમાં હોય છે. જેનું લક્ષ સુખ ભોગવવાનું ને દુઃખને ન ભોગવવું એવું જેને અંદર બેઠેલું છે એ તત્ત્વ-સંવેદન વાળો નહીં બને. જે આત્મા સાધુપણું લઈને પણ શરીરને જરા પણ ઘસારો થાય એને કબુલ નથી. અને માસક્ષમણ કરવાની તૈયારી હોય પણ ગુરુની વાત માનવાની તૈયારી નથી. માનેલા કષ્ટ સહન કરવા છે પણ કોઈનું સાંભળવાની તૈયારી નથી ને મોક્ષ જોઈએ છે તો કેવી રીતે મળે? - કોઈ આપણને કાંઈ કહી જાય તે આપણને કેમ ગમતું નથી? - જગતમાં આપણે સારા થઈને રહેવું છેને કોઈ આપણું વિપરીત બોલે એખમાતુ નથી? માન કષાય નડે છે. માટે દુઃખ થયું પણ હકીકતમાં આત્માને કંઈ લાગે છે?ના,વિષયવાસના અને કષાય વગરના નિર્મળ એવા જેવિતરાગ છે એને કાંઈ લાગતું નથી ને મને લાગ્યું તો અંદર વાસના કષાય જે સત્તામાં હતા તે ઉદયમાં આવ્યા આવું વિચારવાનું છે અંદર ખળભળાટ થાય તો અંદર પાપનો ઉદય શરુ થયો તો બહાર એને કહેવા જઈએ તો પાપના ઉદયને સફળ કર્યો પણ નિષ્ફળ કરવા માટે પાપનો ઉદય ન હોય ત્યારે એને સહન કરવાની ટ્રેનિંગ માટે આતાપના વિગેરે પરિષહોને ઉપસર્ગોને સામેથી શોધવાના છે. મન-શરીરને આત્મા આ ત્રણે એવા છે અને જેમ જેમકેળવતા જઈએ તેમ તેમ કેળવાતા જાય એવા છે. આત્માનું દુઃખ ભોગવવું નથી ને શરીર નું સુખ ભોગવવું નથી એ નિર્ણય કરીએ તો જ બધું શક્ય બને એમ છે. માત્ર સમાધિને ટકાવવા માટે જ પુગલોનો સહારો લેવાનો છે. જ્ઞાનસાર // 76 Page #78 -------------------------------------------------------------------------- ________________ સાધુ સમગ્રી બત્રીશીમાં મહોપાધ્યાયજી એ જણાવ્યું છે કે “જે સાધુ પોતાના ગુણોની અનુભૂતિ કરે છે એનો જ દીક્ષા પર્યાય ગણાય” એક વર્ષનો પર્યાય શા માટે? શિયાળો - ઉનાળો ઠંડી-ગરમી સહન કરવાને ચોમાસામાં જીવોત્પતિ વધારે હોવાથી તાકાત હોય તો મકાનમાંથી બહાર ન નીકળવું તે તો * ઠીક પણ 4 મહિના કાઉસગ્નમાંથી બહાર નથી નીકળવાનું. જ્યાં જ્યાં અનુકુળતા ત્યાં ત્યાં સંસાર ને પ્રતિકુળતા ગમી ગઈ તો તે મોક્ષમાર્ગમાં છે. દીક્ષા=દી -દા-દીયતે - અપાય છે ક્ષા - ક્ષીયતે - કર્મોનો ક્ષય કરે છે. આત્મા - આત્માને અભયદાન નહીં આપે તો દીક્ષાનો કોઈ અર્થ નથી. અભયદાન વિના કર્મોનો ક્ષય થવાનો નથી. શરીરને જે દુશ્મન માને તે જ આત્મા મોક્ષમાર્ગની આરાધના કરી શકે. જે શરીરને મોક્ષનું સાધન માને એ એને માત્ર ભાડારૂપે એકવાર આપે, અને કામ એની પાસેથી ઘણું કરાવે. નિંદ્રા રાત્રે પણ 2 થી 3 કલાક બપોરે તો ઉંધવાનું જ નથી. શરીરની મમતા સામે લડવાનું છે અને મોક્ષને સિદ્ધ કરવાનો છે. આવા આત્મા ગુણશ્રેણિ પર આરોહણ કરી શકે બીજા નહી. જો સમાધિ બરાબર હશે તો શરીર ગમે તેટલુ બગડેલું હશે તો પણ મોક્ષની સાધના -મોહને મારવાની સાધના બરોબર કરી શકશે. સાધુ જગતની ઓળખાણ ન રાખે, જગતને દર્શનીય ન બને, શરીરને કાળુ કરે અને આત્માને ઉજળો બનાવે. પરમાત્માએ પહેલા “સ્વ”નું કાર્ય સાધુ અને શાસનની સ્થાપના પણ તીર્થંકર નામકર્મને ખપાવવા જ કરે છે. “સ્વપ્રધાન જ આરાધના છે, વ્યવહાર માત્ર ઔચિત્ય -પાલન માટે જ કરવાનું છે તીર્થકરના આત્માના સમ્યગ્દર્શનને વરબોધિ” કહેવાય છે. ભાવના પણ પોતાના ભાવો - કરુણાના ભાવો નિષ્ફર ન બને તે માટે જ કરવાના છે. દીક્ષા લઈને જ્ઞાનની જ સાધના કરવાની છે. જેમ જેમ શ્રત ધર્મ વિશુદ્ધ થાય તેમ તેમ ચારિત્રવિશુદ્ધ બનતું જાય. તપનો પરિણામ પણ શુદ્ધ થતો જાય. જ્ઞાન પરિણામમાં મોહબાધક છે. મોહનો પરિણામ જ્ઞાનમાંથી નીકળતો જાય તેમ જ્ઞાનસાર // 77 Page #79 -------------------------------------------------------------------------- ________________ તેમ ચારિત્ર વિશુદ્ધ થતું જાય અને આત્મા આનંદથી તરબતર (ન્હાતો) થતો જાય. દા-દીયતે -આત્મા મોહનું દાન કરે છે. તો જ ક્ષા-ક્ષીયતે - કર્મનો ક્ષય થશે. સ્વાધ્યાય દ્વારા “સ્વ-પર’ ની ઓળખાણ કરવાની છે. આત્મારત્નત્રયીની ખાણ છે તે અક્ષય અને અનંત છેને પાછી અરૂપી છે. 4 થા ગુણઠાણે પરિપૂર્ણ મિથ્યાત્વ મોહનો નાશ થવાથી. (અનંતાનુબંધી-૪, મિથ્યા-મોહ) આત્મા અંશથી શુદ્ધ થાય છે, તેથી એ કેવળજ્ઞાનનું બીજ છે. એટલે સમતાના બીજભૂત સંતોષ સુખને પામે છે. (ચરમાવર્તમાં જીવ આવે એનો આનંદ હોય, અપુનબંધકદશામાં આનંદ વધી જાય અને સમકિતની પ્રાપ્તિ થાય તેનો આનંદ તો સૌથી વધારે હોય કેમ કે હવે મોક્ષ સામે જ દેખાય છે ને દુઃખ પણ અનંતુ દેખાય છે, તેથી તે વધારે દુઃખી થાય છે કારણ વસ્તુ સામે હોવા છતાં અર્થાત્ આત્મામાં અનંત સુખ હોવા છતાં એનો સ્વાદ માણી શકાતો નથી. આત્માના અનંત સુખને માણવા માટેનું સાધુપણું હું સ્વીકારી શકતો નથી તેનું દુઃખ તેને વિશેષ હોય છે. “આત્માનો સ્વાદ માણવા માટે પાંચ સમિતિ ને 3 ગુપ્તિની લીલા છે એમાં જ એને ક્રીડા કરવાની છે કાય સમિતિ ઉત્સર્ગની રે, પ્રથમ સમિતિ અપવાદ, ઈર્યા તે જે ચાલવુ રે, ધરી આગમ વિધિ વાદ ' સાધુએ સદા કાઉસગ્નમાં રહેવાનું છે કારણ તે આત્મ - રમણતા કરવા માટે છે. “ઉત્સર્ગને સમજીને જ અપવાદનું સેવન કરે એને ઉત્સર્ગનો લાભ મળે. જે 6 માસ ઉત્સર્ગને સામે રાખી નવકારશી કરે તેને 6 મહિનાના ઉપવાસનું ફળ મળે. એ નવકારશીમાં બેઠા છતાં પણ નવકારશીમાં ન હોય. પણ મન નવકારના સ્વરૂપમાં હોય. નવકારનું ફળ સર્વ પાપનો નાશ છે. નમસ્કારનો ઉપયોગ સહિત નવકારશીથી પણ કેવળજ્ઞાન થાય' દરેક પચ્ચકખાણ પણ નવકાર સહિત જ હોય છે. જ્ઞાનસાર || 78 Page #80 -------------------------------------------------------------------------- ________________ મુનિ ચાર કારણે વસતિની બહાર જાય: મુનિ ઊઠે વસતિ થકી પામી કારણ ચાર, જિન દર્શન, ગ્રામાતર કે આહાર, નિહાર " ચાલવું પડે તો પહેલો વિચાર કરે - શા માટે ચાલવું છે? 4 કારણથી - (1) જિનદર્શન (2) રત્નત્રયીની આરાધના માટે ગ્રામાંતર(૩) આહાર (4) નિહાર પરમ ચરણ સંવર ધઢજી સર્વ જાણ જિન, શુચિ સમતા ઢચિ ઉપજે જે મુનિને ઈઢા” “રાગ વધે સ્થિર ભાવથી, શાન વિના પ્રમાદ, વિતરાગતા ઈહીતાજી, (ઈચ્છ) વિચરે મહાભાગ.” ખાવું પીવું ચાલવુ વિગેરે બધું વિતરાગતા પામવા માટે જ કરવાનું છે. એ સિવાય ખાવુપીવુ પાપ માને. “શાને ચપળતાપણું કરે છે, અનુભવ સુખ રાય, જ્ઞાન - ધ્યાન - સજઝાયમાંજી, સ્થિર બેઠા મુનિરાય” આત્માએ નિશ્ચયથી ભયનું દાન કરવાનું છે ને આત્માને અભયદાન આપવાનું છે. અભયદાનનું મુખ્ય કારણ “ગુમિ છે જ્યારે મુનિ ગુણિમાં નથી રહી શકતો તો સમિતિનું પાલન અપવાદે કહ્યું. યોગ છે તેની સાથે મોહ છે ત્યાં સુધી ભય છે. સ્વ માટે જ અયોગી બનવાનું છે અને દીક્ષા લઈને અયોગી બનવાની સાધના કરવાની છે. ઉત્સર્ગનું સામર્થનથી ને અપવાદનું સેવન કરે એ ઉત્સર્ગનું જ પાલન કરવા જેવું છે. એ સમજ હોય તો સમ્યગ્દર્શનનો પરિણામ જીવતો છે. ઉત્સર્ગમાં સિદ્ધ થવાના લક્ષનો સતત ઉપયોગ રહેવો જોઈએ. “સ્થિરતા' એ સિદ્ધનો ગુણ છે. આપણે એ ગુણને પ્રગટ કરવાનો છે અને કાઉસગ્નમાં રહીને એ સ્વભાવને કેળવવાનો છે. સ્વાધ્યાય-પરાવર્તના વિ. અનુષ્ઠાનો પણ તેના માટે જ છે. જ્ઞાનસાર // 79 Page #81 -------------------------------------------------------------------------- ________________ જેમ જેમ ભણતા જઈએ તેમ તેમ અભ્યાસ પાડતા જવાનો છે. અમલમાં મુકતા જવાથી સંસ્કાર પડે છે. લોકો શું કહેશે? એવું ઉંડે ઉંડે પણ હોય તેને આચરણમાં આવતાં વાર લાગશે ને આનંદને નહીં અનુભવી શકે. 0 તેજો વેશ્યા કેવી છે? જ્ઞાનના આનંદવાળી છે કેમ કે જે ક્રિયા કરે છે તેમાં જ્ઞાનનો ઉપયોગ છે ને મોહ ભળતો નથી એટલે નિર્મળ - નિર્ભેળ જ્ઞાનનો આનંદ છે. ચારિત્ર પરિણામના અનંત પર્યાય છે. જે જે અંશે મોહનો ક્ષયોપશમ - તેટલી તરતમતા તેટલા સંયમ પર્યાય થશે ક્ષાયિક ભાવમાં કોઈ તરમતા નહીં. | ઉત્કૃષ્ટ દેશવિરતીનું પાલન કોઈ શ્રાવક કરી રહ્યો છે. પ્રતિમા-વહન” જેને “શ્રમણ પડિમાં કહે છે તે 11 મી પડિમા છે એનાથી અનંતગુણ વિશુદ્ધ જઘન્ય સાધુ નું પ્રથમ સ્થાને કહ્યું. દેશ વિરતીનું જે અંતિમ સ્થાન છે. સાધુનું તેનાથી અધિક પ્રથમ સ્થાન છે. આવું પાલન જે સાધુ કરે તેનું સુખ એક વર્ષમાં અનુત્તર વિમાનના દેવના સુખથી પણ વધી જાય છે. દેવને કાયાનું કોઈ કષ્ટ નથી જ્યારે સાધુને શરીરનું મમત્વ તેના સત્વને દબાવે છે અને જો સત્ત્વ ફોરવશે તો શક્તિ ખીલશે. શરીર હોવા છતાં સાધુ શરીરથી પર થઈને સાધનામાં આત્માનો આનંદ માણી શકે જે દેવોને ન મળે. પરમાત્માએ સામાયિક દંડક ઉચ્ચર્યુ ત્યારે પરિણામની એટલી પ્રબળતા છે કે ૪થા ગુણઠાણાથી સીધા ૭મે ગુણઠાણે ગયા. જ્ઞાનની વિશુદ્ધિવશ મોહના વિનાશથી આનંદ વધતો જશે. સંતોષ સમાધિના પરિણામ પણ સાથે સાથે વધતા જાય છે. આત્મા સતત પોતાની અનુભૂતિ કરી શકશે. જરુર છે માત્ર અણસમજને દૂર કરવાની. અને સાચી સમજણ પૂર્વક તેને અનુરૂપ પુઢષાર્થ કરવાનું છે. * સંયમસ્થાનો અધ્યવસાય (પરિણામો) જ્ઞાનસાર || 80 Page #82 -------------------------------------------------------------------------- ________________ ષ સ્થાન સંયમવિશુદ્ધિ (1) અનંત ભાગ અધિકવિશુદ્ધ (4) સંખ્યાત ગુણ અધિક (2) અસંખ્ય ભાગ અધિકવિશુદ્ધ (5) અસંખ્યાત ગુણ અધિક (3) સંખ્યાત ભાગ અધિકવિશુદ્ધ (6) અનંત ગુણ અધિક સર્વજઘન્ય સંયમ સ્થાનમાં સર્વોત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધ સ્થાનમાં રહેલાનિર્વિભાગો (સંયમપર્યાયો) થી અનંતગુણ હોય છે. આથી જ સર્વજઘન્ય પણ સાધુ સર્વોત્કૃષ્ટ દેશવિરતિ “શ્રાવકથી ઘણો મહાન છે. અનંત સંયમ પર્યાયોનું એક સંયમ સ્થાન થાય અને અસંખ્યાત સંયમ સ્થાનોનું એક કંડક થાય અને અસંખ્યા કંડકોનું એકષસ્થાનક થાય છે. અસંખ્ય ષસ્થાનોની સંયમશ્રેણી થાય છે. અનંત ભાગવૃદ્ધિ કઈ રીતે પ્રથમ સંયમ સ્થાનમાં જેટલા સંયમ પર્યાયો છે તેનાથી બીજા સંયમ સ્થાનમાં અનંતમાં ભાગ જેટલા સંયમ પર્યાયો વધારે છે તેનાથી ત્રીજાના અનંતમા ભાગ વૃદ્ધિ જ થવાની તેનાથી અનંતમા ભાગ સંયમ પર્યાયોની વૃદ્ધિ થાય આમ ઉત્તરોત્તર દરેક સંયમ સ્થાનોમાં અનંતમા ભાગ (સંયમમાં પર્યાયોની) વૃદ્ધિ કરતાં કરતાં અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સંયમ સ્થાનો સુધી પહોંચે તે બધા સંયમ સ્થાનોની કંડક સંજ્ઞા છે. (2) અસંખ્યાત ભાગ વૃદ્ધ (અનંતા ભાગ વૃદ્ધ) નું કંડક પછી જે પહેલું સ્થાન છે તે પૂર્વનાં સંયમ સ્થાનોમાં રહેલા (સંયમ પર્યાયો) ની અપેક્ષાએ અસંખ્યાતમાંથી અધિક છે તે પ્રમાણે અસંખ્યાત ભાગ અધિકનું પણ જાણી લેવું. સંયમ શ્રેણીનું સ્વરૂપઃ (ગુરુતત્ત્વવિનિશ્ચય) સંયમ શ્રેણી અસંખ્યાત સંયમસ્થાનો, કંડકો અનેષસ્થાનકથી બને છે. સંયમ સ્થાનઃ અનંત સંયમ પર્યાયોનું એક પહેલું સંયમ સ્થાન થાય છે. અસંખ્ય સંયમ સ્થાનોનું એક કંડક થાય છે. જેના કેવલી પણ બે વિભાગ ન જ્ઞાનસાર // 81 Page #83 -------------------------------------------------------------------------- ________________ (1). કરી શકે તેવા અંતિમ ભાગને નિર્વિભાગ (સંયમ પર્યાય) આવા અનંતા સંયમ પર્યાયો સર્વજઘન્ય સંયમ સ્થાનમાં હોય છે. સર્વ જઘન્ય સંયમ સ્થાનમાં રહેલ સર્વ વિરતિ સાધુ, અનંતાસંયમ પૈયાયોથી યુક્ત એવા સર્વોત્કૃષ્ટદેશવિરતીવાળા શ્રાવક કરતા અનંતગુણા સંયમ પર્યાયવાળો. (અનંતગુણનું પ્રમાણ કેટલું? સર્વોત્કૃષ્ટ દેશવિરતિવિશુદ્ધ સ્થાનમાં જેટલા સંયમ પર્યાયો છે તેમને સર્વ જીવરાશિથી અનંતગુણ ગુણતા જે સંખ્યા આવે તેટલા સમય પર્યાયો સર્વ જઘન્ય સંયમ સ્થાનમાં હોય છે. અર્થાત્ સર્વ જઘન્ય પણ સંયમ સ્થાનમાં લોકાલોક રૂપ આકાશના પ્રદેશોથી અનંતગુણના સંયમ પર્યાયો હોય છે.) (બૂત -કલ્પભાષ્ય) * “ષટસ્થાનોની સંયમ શ્રેણી અનંતભાગવૃદ્ધ: પ્રથમ સંયમ સ્થાનમાં નિર્વિભાગ સંયમ પર્યાયો છે તેનાથી બીજા સંયમ સ્થાનમાં અનંતમાં ભાગ જેટલા નિર્વિભાગો વધારે છે. તેજ પ્રમાણે ત્રીજા, ચોથાદિ સંયમ સ્થાનોમાં ઉત્તરોત્તર અનંતમાં ભાગ જેટલા સંયમ પર્યાયો વધારે તેમ વૃદ્ધિ કરતા અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે સંયમ સ્થાનો સુધી કંડકની સંજ્ઞા છે. અસંખ્યાત ભાગ વૃદ્ધઃ (અનંતભાગ વૃદ્ધિનું) કંડક પછી જે પહેલું સંયમ સ્થાન છે તે પૂર્વના સંયમ સ્થાનોમાં રહેલા સંયમ પર્યાયો ની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગથી અધિક છે ત્યાર પછી અનંતભાગ વૃદ્ધ સંયમ સ્થાનો એક કંડક જેટલા થાય, ત્યારબાદ એક સંયમ સ્થાન અસંખ્યાતભાગવૃદ્ધ હોય છે. ત્યારબાદ અનંતભાગ વૃદ્ધ સંયમ સ્થાનો એક કંડક જેટલા થાય છે. ત્યારબાદ એક સંયમ સ્થાન અસંખ્યાતભાગ વૃદ્ધ હોય છે આ પ્રમાણે વચ્ચે વચ્ચે કંડક જેટલા અનંતભાગ વૃદ્ધ સંયમ સ્થાનો વાળા અસંખ્યાતભાગ વૃદ્ધ સંયમ સ્થાનો કંડક જેટલા થાય છે. (3) સંખ્યાતભાગ વૃદ્ધઃ અંતિમ અસંખ્યાતભાગ વૃદ્ધ સંયમ સ્થાન પછી જ્ઞાનસાર // 82 Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરોત્તર અનંતભાગ વૃદ્ધ સંયમસ્થાનો કંડક જેટલા થાય છે, ત્યારબાદ અસંખ્યાત ભાગ વૃદ્ધ એક સંયમ સ્થાન હોય છે. (4) સંખ્યાત ગુણ વૃદ્ધઃ એજ પ્રમાણે સંખ્યાતગુણ વૃદ્ધ, અસંખ્યાત ગુણ વૃદ્ધ અને અનંતગુણ વૃદ્ધ સંયમ સ્થાનો કહેવાય. (વિશેષ ગુરુતત્ત્વ વિનિશ્ચય ગુજરાતી ભાષાંતરમાં જાણી લેવું.) પહેલું ષસ્થાન પૂર્ણ થયા પછી બીજું ષસ્થાન થાય છે ત્યાર પછી ક્રમે ત્રીજું થાય છે આ પ્રમાણે કુલ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતા હવે અનંત ભાગ વૃદ્ધ અને અનંત ગુણવૃદ્ધ નો અર્થ જણાવે છે. અનંતભાગવૃદ્ધ એટલે પૂર્વના સંયમ સ્થાનમાં જેટલા સંયમપર્યાયો છે તેને સર્વ જીવો જે અનંત છે, તે અનંતથી ભાગતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. - અસંખ્યાત ભાગ વૃદ્ધઃ એટલે પૂર્વના સંયમ સ્થાનમાં જેટલા સંયમ પર્યાયો છે તેને અસંખ્યાત લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા અસંખ્યાતથી ભાગતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. - સંખ્યાત ભાગવૃદ્ધ એટલે પૂર્વનાસંયમસ્થાનમાં જેટલા સંયમપર્યાયો છે તેને ઉત્કૃષ્ટ સંખ્યાથી ભાગતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. - સંખ્યાત ગુણ વૃદ્ધઃ એટલે પૂર્વના સંયમ સ્થાનમાં જેટલા સંયમપર્યાયો છે તેને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ગુણતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. - અસંખ્યાત ગુણ વૃદ્ધઃ એટલે પૂર્વના સંયમ સ્થાનમાં જેટલા સંયમ પર્યાયો છે તેને અસંખ્ય લોકાકાશ જેટલા પ્રદેશોનું છે તેટલા અસંખ્યાત થી ગુણતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન છે. જ્ઞાનસાર || 83 Page #85 -------------------------------------------------------------------------- ________________ અનંત ગુણવૃદ્ધ એટલે પૂર્વના સંયમસ્થાનમાં જેટલા સંયમસ્થાનોમાં જેટલા સંયમ પર્યાયો છે તેને સર્વ જીવો જે અનંત છે તે અનંતથી ગુણતા જેટલા આવે તેટલા સંયમ પર્યાયો વડે અધિક પછીનું સંયમ સ્થાન આવે. - સાધુ કેવો હોવો જોઈએ? (1) અમત્સરી - ઈર્ષાળુ ન હોવો જોઈએ. જ્ઞાન ધ્યાન - તપ - જપ - ભાગમાં આગળ વધે છે. તો પણ એને ગુણનો રાગ કેમ નથી થતો? ઈર્ષ્યાને કારણે એમાં પણ માન કષાય જ ભાગ ભજવે છે. હું પણું જગતમાં ઉંચા થવાની વૃત્તિ અંદર પડેલી છે. “ઉત્કર્ષ કરવો એ જીવનો સ્વભાવ છે માટે એ જગતમાં બહારના ઉત્કર્ષ ઈચ્છે પણ આત્મગુણોનો ઉત્કર્ષ-એની પૂર્ણતા એની સમજણ નથી માટે પરમાં જાય છે. આ ભાવ સમજાય ત્યારે એ જ ભાવ ગુણો પ્રત્યે થશે - ગુણી પ્રત્યે બહુમાન આવશે એટલે માન તૂટશે - ઉત્કર્ષ સ્વ તરફ આગળ વધશે.” (2) કૃતજ્ઞઃ- ઉપકારીના ઉપકારને કદી ભૂલનારો ના બને આપણા ઉપર પ્રથમ ઉપકાર સિદ્ધના જીવોનો છે એક આત્માસિદ્ધ બન્યો ને આપણો આત્મા અનાદિ નિગોદમાંથી બહાર નીકળ્યો. હવે આ ઉપકારને સતત યાદ કરીએ એ જિનાજ્ઞાનું ઉત્કૃષ્ટ પાલન છે. આપણા ઉપર કેટ કેટલાના ઉપકાર છે. તો પછી આપણે જગતમાં માથું ઉંચકીને ફરી જ કેમ શકીએ?માન કષાયને તોડવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. બીજા નંબરે અરિહંત પરમાત્મા, પછી આચાર્ય - ઉપાધ્યાય અને સાધુનો ઉપકાર છે. આત્માના હિતના એકાંત કારણરૂપ જો કોઈ હોય તો તે પંચપરમેષ્ઠિ ભગવંતોનો ઉપકાર છે. આ ઉપકારથી મુક્ત બને એ તમામ જીવોના ઉપકારથી મુક્ત બને છે. જગતની તમામ જીવરાશિમાં સિદ્ધત્વ એ અરિહંતની આજ્ઞાનું ઉત્કૃષ્ટ પાલન છે જિનાજ્ઞા પાલન કરી સિદ્ધ થવુ એ જ સર્વવિકારમાંથી મુક્ત થવાનો અંતિમ શ્રેષ્ઠ ઉપાય છે. ચારિત્રએ શું છે? સમતા અને આત્માનો સ્વભાવ (પરિણામ) ચારિત્ર છે - અને તે જ્ઞાનસાર || 84 Page #86 -------------------------------------------------------------------------- ________________ મોહથી આવૃત્ત છે. આથી મોહનીય કર્મને દૂર કરવા વ્યવહારચારિત્રનું સર્વજ્ઞોએવિધાન કરેલ છે. સમતાના લક્ષ પૂર્વક વ્યવહારચારિત્રનું પાલન થાય તો સમતારૂપ ચારિત્ર ગુણ આત્મામાં પ્રગટ થાય. (1) તત્ત્વ શ્રદ્ધાઃ વિતરાગની વાણી પર નિર્વિકલ્પ શ્રદ્ધા-આના વિના આગળનું કાંઈ નહીં આવે સમ્યગુજ્ઞાનઃ આવી અપૂર્વશ્રદ્ધા લાવવા માટે સમ્યગૂ જ્ઞાન જરૂરી છે અને એના માટે સમ્યગ્રુત જરૂરી છે જે પરમાત્માએ કહ્યું તે શ્રત. આપણી આર્યસંસ્કૃતિ શું હતી? ગુરુ પાસે જઈને એની સેવા-વૈયાવચ્ચ ને એમના કાર્યો કરવા પછી લાયકાત મુજબ ગુરુ એને જ્ઞાન આપે. માષતુષ મુનિને ગુરુએ માત્ર બે જ શબ્દ આપ્યાં પણ એમાં જ આગમનો સંપૂર્ણ સાર આપી દીધો, તમામ મંત્રો આપી દીધા બસ આજ ગુરુની ગુરુતા છે. અત્યંતર તપ એ જ મુખ્ય છે અને આનંદદશા પ્રગટાવવા માટે છે. તેથી જ પ્રથમ પ્રાયશ્ચિત, પછી વિનય - વૈયાવચ્ચ ત્યાર પછી સ્વાધ્યાય મુક્યો. (3) પૂર્ણાનંદ પ્રાપ્તિની ઝંખના પૂર્ણાનંદની અનુભૂતિની ઈચ્છાથી પ્રગટ થતો સાધક ભાવ -પશ્ચાતાપ નો પરિણામ થાય. પૂર્ણ આનંદની અનુભૂતિની ઈચ્છા થશે તે સાધન - સાધના - સાધ્યથી શક્ય બનશે. સાધન તરીકે પાંચ ઈન્દ્રિયાદિ ૧૦દ્રવ્યપ્રાણમાં પ્રગટ થયેલા પભાવ પ્રાણો (પાંચ જ્ઞાનાદિગુણ)નું જોડાણ થાય તો તે સાધના શુધ્ધ થાય અર્થાત્ તે સાધના ફળ રૂપે જ્ઞાનાદિ ગુણની રક્ષા–વૃધ્ધિ થાય. સૌ પ્રથમ સમ્યગ્દર્શન ગુણ ક્ષાયિક ભાવને પામે છે - પૂર્ણતાને પામે છે પછી ચારિત્ર પ્રાપ્ત થાય છે. અર્થાત્ વિતરાગતા પ્રગટ થાય જે કેવળજ્ઞાનનાં અંશરૂપ મતિ -શ્રત છે તે કેવળજ્ઞાન રૂપે પૂર્ણતાને પામે. તમામ આરાધનામાં “સાધ્યની પૂર્ણતાનું લક્ષ જરુરી.જ્યાં સુધી સાધ્ય પૂર્ણપ્રાપ્ત ન થાય. એનામાં પ્રાપ્તિની ઝંખના-ધારા ચાલુ રહે. અંશમાં એને સંતોષ નહોય. જ્ઞાનસાર || 85 Page #87 -------------------------------------------------------------------------- ________________ મળેલાંનો આનંદ ને ન મળેલાંનો પશ્ચાતાપ, પણ ખિન્નતા ન હોવી જોઈએ. જે મુનિ સાવધાન ન હોય તો તેને ધર્મના બહાને પણ રાગ વધે સ્વાધ્યાયમાં ગાથાના આંકડાની વૃધ્ધિથી આનંદ પામે પણ જ્ઞાનનાં ઉપયોગમાં ન રમે'તો પ્રમાદ. સાધુએ ત્રિવિધ ત્રિવિધ સર્વ પાપનો ત્યાગ કર્યો છે જ્યારે શ્રાવકને અનુમોદનનું પાપ ચાલુ છે માટે જ “દુવિહં- તિવિહેણ પચ્ચખાણ છે તેથી સાધના અખંડરૂપે નહીં થાય. જ્યારે સાધુ ને ખંડિત થવાનું નિમિત્ત નથી. શ્રાવકો નિમિત્ત પકડીને બેઠા છે માટે એનો ધર્મ વિરતા વિરત (ધર્માધમ)કહેવાય. કહ્યું છે. શ્રાવકની બેઘડી, ૪પ્રહર કે ૮પ્રહરની પણ વિરતિ ખંડવાળી છતાં અન્ય સંન્યાસીઓ કરતાં શ્રાવકને ઉંચા કહ્યા કારણ કે શ્રાવકે સર્વજ્ઞની આજ્ઞાનો સ્વિકાર કર્યો છે. ધન પરિવાર વિગેરે હોવા છતાં તેને હેય માને છે અને સંન્યાસીએ ત્યાગ કર્યો હોવા છતાં બીજા પાસે હોવામાં હેય માનતા નથી એટલે જ્ઞાનથી શ્રાવકોને ઉંચા કહ્યા છે. અર્થાત્ માન્યતા શુધ્ધ છે. સર્વની સર્વ વાત પૂર્ણ શ્રદ્ધાપૂર્વક માને જ્યારે મિથ્યાદષ્ટિ સંન્યાસી સર્વ વાત ન માને. મિથ્યાત્વ ગયા વિના ગમે તેટલો તપત્યાગાદિ હોવા છતાં આત્માનો ગુણસ્થાનક વિકાસ ન થાય. સાધુ છઠ્ઠાથી સીધા ૧૪માં ગુણઠાણાને પણ ઓળંગી જાય પણ એનો કાળ અંતર્મુહુર્ત માત્ર પ્રમાણ છે. દરેક ગુણસ્થાકની મર્યાદા છે માટે મોક્ષના સુખને મેળવવા માટે ગુણસ્થાનકને વટાવવા પડે અને ગુણાતીત બનવું પડે અને મોક્ષનું સુખ કાળાતીત છે મર્યાદા નથી આદિ-અનંતકાળ છે. જીવ દીક્ષાની શરુઆત દાનથી કરે. આત્મા સ્વભાવથી નિર્ભય છે પણ મોહને લીધે ભયભીત છે. માટે મોહનું દાન કરવાનું છે હવે મોહમાં પણ કોનું દાન કરવાનું છે? મિથ્યાત્વ અને માનનું દાન કરવાનું છે. (4) આકિચન્યઃ બાહ્ય ને અત્યંતર બે પ્રકારનો પરિગ્રહ તે કાંઈ પાસેન જ્ઞાનસાર/૮૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ રાખે. દાનાદિ વિગેરે બાહ્યને મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહી કહ્યા. “આ મારું છે” એવી જે બુદ્ધિ તે પરિગ્રહ. આ મારું શરીર છે એ પહેલો પરિગ્રહને પહેલું મિથ્યાત્વ શરીરમાંથી આપણું મન કેટલુ ઉછ્યું? એ ઉઠતું નથી માટે આત્માનુભૂતિ થતી નથી. શરીર -ઈન્દ્રિયોથી પર થઈને આત્મગુણોના ગુંજારવમાં ડૂબી જવું એવું આપણે કરી શકીએ છીએ? હા, પણ નથી થતું. જો શરીર પણ મારું નથી તો બીજુ તો શું મારું છે? પાત્ર, પરિવાર, વસતિ વિ. ને મારા કેમ કહેવાય? ન કહેવાય. “આતમ સત્તા એકતા પ્રગટે સહજ સ્વરૂપ, તે સુખ ત્રણ જગત મેં, ચિદાનંદ ચિદરૂપ.” જ્યારે આત્માના સત્તામાં રહેલા જ્ઞાન-સમ્યગ્દર્શન અને ચારિત્રની એકતા થાય પછી જ આત્માનું અક્ષત અરૂપી અવ્યાબાદ રૂપ શાશ્વત સુખ પ્રગટ થાય. “જ્ઞાન રસાયણ પાયકે, મિટ ગઈ પુદ્ગલ આશ, અચલ - અખંડ સુખમે રમું, પૂર્ણાનંદ પ્રકાશ.” સાધુ જાણે માને, તે પ્રમાણે વર્તે -એ ત્રણેયની અભેદતા આવે. જે રાખે પર પ્રાણને, દયા તસ વ્યવહારે, નિજ દયા વિણ પર દયા કુણ પ્રકારે.” સ્વોપકાર વિનાનો પરોપકાર અનર્થનું મૂળ છે. જ્ઞાન અંદરમાં પરીણામ ન પામ્યું તો ફૂટી નીકળશે -માનાદિ કષાયો ફાલી ફૂલશે.” જિન જિમ બહુશ્રુત - બહુજન સમ્મત, બહુ શિષ્ય પરિવારે પરિવારિયો તિમ તિમ જિનશાસનનો વૈરી, જો નવિ હોય નિશ્ચય દરિયો” (મહો. યશોવિજયજી.) જો નિશ્ચયરૂપ જ્ઞાન આત્મામાં પરિણામ ન પામે તો બાહ્ય બધો વ્યવહાર સંસાર સર્જક થાય. જ્ઞાનસાર // 87 Page #89 -------------------------------------------------------------------------- ________________ આત્મ રમણતા અર્થાત્ જ્ઞાનનું સ્વમાં પરિણમન અને પરમાં જાય તો ભ્રમણતા. જ્ઞાનના પરિણામથી જ મન સ્થિર થાય અને પરમાં જાય તો વિકલ્પ ધારા ચાલુ થાય.મનનો ખોરાક મોહ છે, હકીકતમાં મન એ જ્ઞાનનું સાધન છે. 14 રાજલોકમાં નિમિત્ત ન હોય એવુંનબને સિદ્ધ અને કેવલિને પણ નિમિત્ત છે. “નિમિત્ત એ જોય છે” સાધુએ નિમિત્ત માં રહીને “સ્વ” માં રહેવાનું છે. જે ‘તત્ત્વથી જ સમજે તે પોતાનામાં જ રમે'-પરનો સંબંધ બાંધે નહીં એ આત્મતત્ત્વ જ છે. આત્મ ગુણોને જવેદ માટે યોગમાં રહીને પણ અયોગી બને. ઓદયિક ભાવનું સુખ - તીર્થંકરનું સૌથી શ્રેષ્ઠ છે. (કર્મના ઉદયથી મળે માટે ઔદયિક ભાવનું સુખ.) બીજા નંબરે સર્વાર્થસિદ્ધના દેવોનું સુખ ત્યાં વીતરાગપ્રાયઃ છે. દેશવિરતિના પરિણામ ત્યાં નથી કારણ ભોગવલી કર્મ નિકાચિત છે. એક હાથનું શરીર સર્વ દેવોમાં સૌથી રૂપવાન 33 હજાર વર્ષે માત્ર એક વખત આહારની ઈચ્છા થાય ૩૩૫ખવાડિયે એક વખત શ્વાચ્છોશ્વાસ કરે અને 33 સાગરોપમના આયુષ્ય દરમ્યાન માત્ર 16 સાગરોપમ પસાર થયે એક વખત પડખું ફેરવે અને ર૫૬ મોતીઓના અથડાવવાથી દિવ્ય-સંગીતનાટકો પ્રવર્તે તેમાં ઉદાસીન ભાવે રહેતા તત્ત્વ રમણીયતામાં કાળ પસાર કરે પણ પ્રાપ્ત સુખને છોડી ન શકે. ચારિત્રના સુખના અનુભવ માટે આત્માને તત્ત્વ સંવેદન જ્ઞાનની જરૂર પડે છે. કોઈની પણ અપેક્ષા વિના અર્થાત્ જરૂર પડે તો અપેક્ષાને ભાંગવી પડે. - સાધુ અને અનુત્તરવાસી દેવના સુખમાં શું તફાવત હોય? 1 વર્ષના પર્યાયવાળા સાધુ અનુત્તરવાસીદેવના સુખને પણ ઓળંગી જાય. (ક્યારે બને?) સાધુ ખાવાને પાપ માને, જ્યારે અનુત્તરના દેવને 33 હજાર વર્ષ સુધી ખાવાનું દુઃખ નથી એમ સાધુને પણ ખાવાની ઈચ્છા ન હોય. અનુત્તરમાં શ્વાસોશ્વાસ ૩૩૫ખવાડિયેને પડખું ફેરવવાનું ૧દાસાગરોપમે. આ બધુ સુખ છે. પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે એ એનો ત્યાગ નથી કરી શકતા. પચ્ચકખ્ખાણ લઈ શકતા નથી. તેમજ શ્વાસોચ્છવાસ વગર ક્ષણભર જ્ઞાનસાર || 88 Page #90 -------------------------------------------------------------------------- ________________ પણ રહી ન શકે. પડખું ફેરવવાનું ચુકાવી ન શકે. કાઉસગ્ગ વગેરે કંઈ પણ ક્રિયા કરી ન શકે. કારણ નિકાચિત પુન્ય કર્મના ઉદયે તેને અવશ્ય ભોગવવું પડે. જ્યારે સાધુ શરીરના સુખને છોડી શકે અને કષ્ટો આપવાવડે નિર્જરા કરી શકે. શાની ને સદા આનંદ તો તપસીને મહાઆનંદ' ઈચ્છા એ જ દુઃખ છે એને તોડે એજ સુખ, જ્ઞાનની વૃદ્ધિ - અહંકારનો નાશ એ સાધુનું સુખ. અહંકારના નાશથી કષાયનો નાશ અને એના દ્વારા વિષયોનો ત્યાગ એટલે સુખ. 1 વર્ષનો પર્યાય લખ્યો. 1 વર્ષમાં ૩ઋતુ આવે એ ત્રણેમાંથી પસાર થાય છે. (ઉનાળામાં આતાપના - ઠંડીમાં ખુલ્લા દિલે રહેવાનું - ઓઢવાનું નહીં- ચોમાસામાં સંલીનતા અંગોપાંગની, મન-વચન કાયાના યોગોને સંકોચવાના આરીતે જે રહે છે તે મોહને સંપૂર્ણ જીતે તો મોક્ષમાં જાય, જો થોડો પણ બાકી રહી જાય તો દેવલોકમાં જવું પડે.) સાધુને તીર્થ સ્વરૂપ કહ્યા તે તીર્થ સ્વરૂપ ક્યારે બને? તીર્થંકરની આજ્ઞાને માને, સ્વીકારે અને એનામાં ઓતપ્રોત બની જાય તો પોતે તરે અને બીજાને તારે. દ્રવ્યથી બંધાયેલો આત્મા દ્રવ્યદાન આપે દ્રવ્ય એ ભાવનું કારણ છે. દીક્ષા લીધા પછી એણે હવે ભાવ-દાન કરવાનું છે, ને ભવાતીત બનવાનું છે. દેવોને અવિરતિ જન્ય કષાયનો ઉદય છે માટે વિરતિના પરિણામ નથી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, ને સ્વજલન કષાયનો ઉદય દેવોને છે. માત્ર અનંતાનુબંધી કષાય ન હોય તો સમ્યગ્દર્શન ગુણ હોય. દેવોને શાતા એવી બંધાણી છે કે અશાતા ઉદયમાં સતત ન આવે. 6 માસ શાતા સતત રહી શકે પછી અર્નમુહૂત અશાતા ઉદયમાં આવે. દેવોને જે વસ્તુ ખાવાની ઈચ્છા થાય તેનો ઓડકાર આવી જાય. એને લોમાહાર હોય છે. સાધુ પુણ્યના ઉદયને અનુકુળતાને ફગાવી શકે છે, ત્યાગી શકે છે. દેવો ત્યાગી શકતા નથી માટે સાધુને સુખ વધારે. સાધુ ને હવે મોહનું દાન કરવાનું છે જે એના આત્મપ્રદેશો પર છે. આપણને સંપૂર્ણ શ્રદ્ધા હોવી જ્ઞાનસાર // 89 Page #91 -------------------------------------------------------------------------- ________________ જોઈએ કે મારા એક આત્મપ્રદેશમાં જે અનંત સુખ છે તે લોકાલોકમાં પણ સમાય એવું નથી. મનમાં પહેલા જ આકિચન્ય લાવવાનું છે. બીજા નંબરે બ્રહ્મચર્યની શુદ્ધિ જોઈએ. સ્વાદિષ્ટ આહારનો ત્યાગને તપ. અરસ-નિરસ આહાર એટલે તપની શુદ્ધિ જોઈશે. જેમ જેમ આત્મા તપ કરતો જાય તેમ તેમ માન, લોભ, માયાવિ. જાય અને નમ્રતા- સંતોષ - સરળતા આવે તો તે તપનિર્જરાનું કારણ બને - આનંદનું કારણ બને. મૂળ મૂનિ જે આતમ ગવેષી-નકરે ગૃહસ્થનો સંગ’ સાધુ આત્મખોજ નો રસિયો હોવો જોઈએ એમાંથી જ રહસ્ય મેળવવા માટે એ ભીડથી દુર રહેશે. ને આત્માની ખોજ ને મોજ માણશે. સાધુપણાનું લક્ષ - મારે પ્રતિકૂળતા ને સહન કરવી અને બીજાને કઈ રીતે અનુકૂળ થઈને જીવવું. સાચી સમજણ હોય ત્યાં ફરીયાદન હોય તો સાચી આરાધના થાય 0 તેજોલેશ્યા અર્થાત ચિત્તનું સુખમુનિનું કેવું હોય છે? સુખ જ્ઞાનથી યુક્ત અને જ્ઞાન આનંદથી યુક્ત હોય તેથી સાધુનું ચિત્ત જ્ઞાનાનંદના સુખમાં મગ્ન હોય છે. જેમ જેમ ચારિત્ર પર્યાયની વૃદ્ધિ થતી જાય તેમ તેમ સુખની વૃદ્ધિ થતી જાય છે. પ-માં ભગવતી સૂત્રમાં જણાવ્યુ છે - જે આત્મામાં મગ્ન હોય તેવા સાધુને આવા પ્રકારનું સુખ ઘટે છે. જેનિગ્રંથ હોય જેને મમતાની ગાંઠ ક્યાંય બંધાયેલી ન હોય જેને છોડીને આવ્યા એમાં મારાપણાની બુદ્ધિ ન હોય અને જ્યાં મારાપણાની બુદ્ધિ છે. ત્યાં સહવર્તીઓમાંને પર્યાયોમાં ગાંઠ બંધાય. નામમાં ગાંઠ બંધાય. પત્રિકામાં બધાનું નામ આવ્યુ માત્ર મારું જ નહી - હું પણ જોઈ લઈશ અવસરે. વેશમાં ગાંઠ બંધાય, ઉપકરણમાં ગાંઠ બંધાય, જેણે આ બધા નામ વેશ ને ઉપકરણ વિગેરે થી પોતાને સાધુ માન્યો તેને આ બધામાં ગાંઠ (મમતા) બંધાય. વ્યવહાર ઔચિત્યથી કરે એને સાધુપણું જે અંદરમાં છે તેનું સંવેદન જ્ઞાનસાર || 90 Page #92 -------------------------------------------------------------------------- ________________ કરે તો વર્તમાનમાં મોક્ષના સુખને અનુભવે. શ્રાવકપણ દેશવિરતિધર હોય તો તે અંશના અંશને વેદે ત્યારે દેશવિરતિધરને પણ ચારિત્રનો જે તલસાટ જાગે તે કિંઈક અલગ જ હોય. જેણે સર્વવિરતિ ગ્રહણ કરી એના પરિણામમાં ક્યાંય વ્યાધાત થયો નથી. અતિચાર પણ લગાડ્યો નથી તેવા મહાત્માની દિવસની, પક્ષની, માસની, વર્ષના પર્યાયની ગણત્રી કરવામાં આવે છે. જે આત્માને ગુણનો તલસાટ જાગેલો નથી તો તેને બહારમાં જ બધી ઉજવણી કરવાનું મન થવાનું સાધુથી ઉજવણી કરવાનું કહેવાય નહી. શ્રાવક ચારિત્રની પ્રાપ્તિ માટે, સાધુના તપાદિ ગુણોની અનુમોદના માટે ઉજવણી કરી શકે છે. અનુષ્ઠાન મોટા ભાગે સાધુ ભગવંતની પ્રેરણાથી ચાલતું હોય તો તે ખોટું છે. શ્રાવકનું કર્તવ્ય છે, અનુમોદના અને અનુમોદન રૂપે જ અનુષ્ઠાન કરવાનું છે. જે સાધુ પરમ - સંવેગ ઝીલતા હોય તે (1) સાધુને દરેક ક્રિયામાં નિર્જરા થાય. “મગ્ન” સ્વભાવના ઉપયોગમાં જે પ્રયત્નવાળા હોય તે. (2) અપૂર્વ આનંદની અનુભૂતિ થાય “પર” માં વિરક્તિનો પરિણામ જેને હોય. અર્થાત્ ઉદાસીન હોય. (3) સ્વ - રમણતાને જ અનુભવે. સ્વગુણમાં જ જે મગ્ન હોય. કયા કારણથી સાધુને ઉજમણાની હોંશ થાય? ગોશાળાને જિન બનવું નહતું પણ જિન કહેવરાવવું હતું તે રીતે અમારી નિશ્રામાં ખુબ ખુબ આરાધના થઈ તેવું બતાવવા પ્રતિષ્ઠા પામવા ઉજવણા કરવાના હોશ થાય. શાસનનું નામ આગળ કરીને અને પોતાની પ્રભાવના કરે તો ભવાંતરમાં શાસન મળશે કે કેમ? તે માટે ખુબ સાવધ રહેવાની જરૂર છે. 50,000 કેવલિ શિષ્યોના ગુરુ ગૌતમસ્વામીને પણ એક જ ઝંખના હતી કે મને ક્યારે કેવળજ્ઞાન મળે? આનંદ શ્રાવકને ત્યાં જઈ " મિચ્છામિ દુક્કડ' માંગી આવ્યા હતા- આવા નમ્ર હતા, આવા ગુણાનુરાગી હતા. જ્ઞાનસાર // 91 Page #93 -------------------------------------------------------------------------- ________________ પૂર્વના કાળમાં સાધુના તપની જાણ દેવો - દુંદુભી વગાડીને કરતાં - કેમ કે સાધુનો તપ ગુપ્ત જ હોય તેની જાહેરાત નહોય. માટે જ વર્તમાનમાં દેવો પણ ભાગી ગયા કેમ કે સાધુ પોતે જ પોતાના ઉજમણાની તૈયારી કરાવે છે. સાધુઓએ સભામાં પ્રેમસૂરિમહારાજ મ.સા.ના ગુણ ગાયા.ત્યારે પ્રેમસૂરિમહારાજ સાહેબ મકાનમાં ખૂણામાં બેસી રડતાં હતા, કે અરે! મારામાં જરાય ગુણ નથી ને આ લોકો ખોટા વખાણ કરે છે. આ જ તો મહાપુરુષોની વિલક્ષણતા છે. પોતાના ગુણો પોતાને ક્યારેય ગુણરૂપે લાગે નહીં-હજુ ઘણું મેળવવાનું બાકી છે તેવું વિચારે - અત્યારે તોપ-રપ શિષ્યોના ગુરુ બની ગયા એટલે ગુણસંપન્ન બની ગયા!' નિર્મળ સુખના સ્વાદવાળી તેજો વેશ્યા છે. જે જ્ઞાન મોહનાવિગમથી નિર્મળ બન્યું તે જ તેમાં મગ્ન બની શકે છે. નિર્મળ જ્ઞાનમાં આનંદ ભળે એટલે આનંદમાં મગ્ન બને અને જો મોહ હોય તો પરમાં આસક્તિ પૂર્વક ભળે. આનંદમાં આત્મા -આત્માના પૂર્ણ ઉપયોગમાં હોય છે અને “પર” માં આસક્તિ પૂર્વક હોય ત્યારે પોતે જ પોતાનામાંથી ગાયબ હોય! રત્નત્રયી ની એકતા સિવાય “મન્નતા ઘટતી નથી. ક્રિયા તગત બનવી જોઈએ તેમાં જ્ઞાનનો પરિણામ જોડાય. * દર્શન ક્રિયાનો વ્યવહાર શા માટે? દરેક વસ્તુ સમજદારીપૂર્વકની હોય -ચિંતન પૂર્વકની હોય (જેમ કે ચાલવાનું કાર્યઆવ્યું દર્શન કરવા જવું છે ત્યારે એ વિચારે કે હું સત્તાએ સિદ્ધાત્મા છુંસિદ્ધોને તો કોઈ ક્રિયા કરવાની હોતી નથી તો આ ચાલવાની ક્રિયાયોગ કેમ આવ્યો? હુંસિદ્ધ શુદ્ધ આત્માનબન્યો માટે તું હજુ શુદ્ધ કેમ નથી બન્યો? કેમ કે તું અનુકુળતા નો રાગી છે. રાગને દૂર કરવા તારે વિતરાગના દર્શન કરવા જવાનું છે. આથી આદર્શનક્રિયાનો વ્યવહાર આવ્યો. આજ્ઞા-આક્રિયાયોગમાં મારે જ્ઞાનવડે સમતારસમાં લીન બનવાનું છે. ક્રિયાયોગમાં હોવા છતાં આત્મામય બની જવાનું છે તો જ ક્રિયાશુદ્ધ થાય જ્ઞાનસાર || 92 Page #94 -------------------------------------------------------------------------- ________________ અને તો જ ક્રિયા યોગ ટળી જાય. દ્રવ્ય એગુણનો આધાર છે અને ગુણના પર્યાયો ભિન્ન ભિન્ન હોઈ શકે ચારિત્રગુણ સિદ્ધોમાં પણ રહેલો છે તે “અવિનાભાવિ' અર્થાત્ સદા સાથે રહેનાર પરિણામિક ભાવે - તે ગુણો આઘાપાછા થવાના નથી. ગુણો સ્થિર થઈ ગયા છે. પાંચ લબ્ધિઓ -દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય અને ચારિત્રનો ગુણ પણ તેઓમાં ક્ષાયિક ભાવે છે. ચારિત્ર ગુણ એ આત્માનો અરૂપી પરિણામ છે. સદા સાથે રહે છે જે ૧૨મે છે તે જસિદ્ધમાં રહેલું છે. 12 મે ક્ષીણ મોહ યથાખ્યાત ચારિત્ર છે. 11 મે ઉપશમ યથાખ્યાત ચારિત્ર છે. 11 મે અને 12 મે ગુણઠાણે વિશુદ્ધિમાં ભેદ પડે છે. 11 મે મોહ ઉદયમાં નથી પણ સત્તામાં છે એનો ભેદ પડે છે. 12 મે કર્મક્ષયથી જે પરિણામ પ્રગટે છે તે જ પરિણામ સિદ્ધમાં રહેવાનો માટે સિદ્ધમાં નિશ્ચયથી ચારિત્ર છે. ચારિત્ર કઈ રીતે પ્રગટ થાય? તત્ત્વની શ્રદ્ધા પ્રથમ થવી જોઈએ. આત્મા એ દ્રવ્ય છે એવો “આસ્તિક્ય” ગુણ પ્રથમ પ્રગટ થવો જોઈએ. આ ન થાય ત્યાં સુધી માત્રદ્રવ્ય - ચારિત્ર જ રહેશે જે અવિના આત્માને પણ હોય છે. આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય નહી. તત્ત્વાર્થ - સુત્રમાં પણ “તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્” એમ કહ્યું છે. શ્રદ્ધા વિનાનું જ્ઞાન સમ્યગુ ના બને. પહેલા જ્ઞાન અને દર્શન ગુણ પ્રગટ થાય તો જ ચારિત્રના પરિણામ પ્રગટ થાય તે આનંદ સ્વરૂપે પ્રગટ થાય છે. પશ્ચાતાપ એ તપ નો પરિણામ છે માટે અત્યંતર તપ પશ્ચાતાપથી શરૂ થઈ જાય છે. ચારિત્ર પછીનો પરીણામ એ પશ્ચાતાપ નો પરિણામ છે એ જ તપ છે. મૃગાવતીને કેવળજ્ઞાન કઈ રીતે થયું? ચારિત્રના પરિણામમાં હતા તેમાં અલના થઈગુરુણીજીને દુઃખી કર્યા તેથી પશ્ચાતાપનો ભાવ આવ્યો તેથી નિર્જરા થઈ અને કેવળજ્ઞાન થયું. ભરત મહારાજાએ પોતે આટલો કાળ આશ્રવમાં રહ્યા એનો પશ્ચાતાપ જ્ઞાનસાર // 93 Page #95 -------------------------------------------------------------------------- ________________ અને સંવરમાં રહીને જેનો ભોગવટો કરવાનો હતો તેન કર્યો અને પર પુદ્ગલનો ભોગવટો કરીને એમાં તૃપ્તિનો આભાસ કર્યો. આત્માના ગુણોનો ભોગવટોન કર્યો. આ પશ્ચાતાપ કરતાં અપૂર્વપશ્ચાતાપની તીવધારા ચાલી-કર્મોની નિર્જરા અને કેવળજ્ઞાન થયું. સમ્યગ્દર્શનનો પરિણામ નિર્મળ થયો તેથી જ્ઞાન વિશુદ્ધ થયું માટે ચારિત્રનો પરિણામ આવ્યો અને પશ્ચાતાપ થયો - જેવો પરિણામ તે પ્રમાણે વીર્યપ્રવર્તે છે. પશ્ચાતાપ અનુબંધોને તોડવાનું અને કર્મોની નિર્જરા કરવાનું કાર્ય શરૂ કરી દે છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ક્ષયોપશમ થવાથી ચારિત્રનો પરિણામ થાય છે. વિવિધ ઈચ્છાનો પરિણામ લોભ મોહનીયના ઉદયથી થાય છે. | માટે પોતાના ગુણોને બદલે પર-વસ્તુના ભોગવટાની ઈચ્છા કરે છે તેથી લોભ મોહનીયના ક્ષયોપશમથી, ક્ષયથી તપનો પરિણામ થાય છે. તપના બે પરિણામઃ (1) પુદ્ગલના ભોગની ઈચ્છા રોકવી (2) પોતાના ગુણોના ભોગવટામાં તૃપ્તિ અનુભવે અને તે વખતે એને કોઈપણ ઈચ્છાનો પરિણામ થાય જ નહી. આત્મા પૂર્ણ તૃતિનો અનુભવ કરે. માટે સિદ્ધ ભગવંતો સદાય તપમાં તરબોળ છે. પરમ તૃતિને અનુભવે છે. - સાધુનું સુખવિરતીનાં પરિણામથી વૃદ્ધી પામતું જાય-મોહનો પરિણામ ઘટતો જ જાય. તેનું જે આત્મસુખ વધે છે તેની આ વાત છે. દેવલોકમાં શાતાનું સુખ વધુ, ઉપર - ઉપરના દેવલોકમાં પ્રશસ્ત સામગ્રી વધારે અર્થાત્ અવધિજ્ઞાન, શુભલેશ્યા, રૂપાદિ પ્રશસ્ત વધતા જાય જ્યારે વિષય - કષાય પરિગ્રહ ઘટતા જાય છે. તેમ તેમ શાતા વેદનીય નું સુખ વધારે હોય છે. ઉપર - ઉપરના દેવલોકમાં કાયા નાની અને સુખ વધારે હોય છે. વિતરાગતા વધે તેમ તેમ સુખ વધે: વીતરાગતા વધતી જાય તેમ તેમ સુખ વધતું જાય પણ આવું કોને જ્ઞાનસાર || 94 Page #96 -------------------------------------------------------------------------- ________________ થાય? તીવ્ર સંવેગવાળાને ઘટે - મંદ સંવેગવાળાને નહીં. તીવ્ર સંવેગ - તીવ્ર મોક્ષનો અભિલાષ સત્તાગત પોતાનામાં રહેલા જે ગુણો છે તેને પામવાનો અને તેને અનુભવવાનો તીવ્ર અભિલાષ છે અને જેને છોડવાનું છે તેનાથી જલ્દીથી છુટાય તેવો પણ અભિલાષ તીવ્ર છે અને પ્રવૃત્તિ પણ તેવી જ હોય. છઠ્ઠા સુધી અભિલાષા અને પ્રવૃત્તિ બંને હોય છે. ૭મેને ૧૨મે ગુણઠાણે જે પ્રગટ થાય છે તે સિદ્ધમાં પણ હોય છે ત્યાં વ્યવહારથી ચારિત્ર નથી પણ નિશ્ચયથી છે કારણ એ આત્માનો ગુણ છે અને ગુણ કદી દ્રવ્યથી (આત્માથી) જુદા પડતા નથી અને વર્યાન્તરાયના ક્ષયથી દાનાદિ પાંચ લબ્ધિ પણ સિદ્ધના જીવમાં ઘટે છે. પ્રભુએ પ્રથમ સંવત્સરી દાન કર્યું, પછી અભયદાન કર્યું અને પછી જે આત્માનું નહતું તેવા તમામ પુદ્ગલોનો ત્યાગ કર્યો, ત્યારે તે સિદ્ધ બન્યા. દાન અર્થાત્ ત્યાગ ત્યારે જ કહેવાય કે તે આપ્યા પછી ગ્રહણ કરવાનો ભાવ જ ના હોય. દાન કર્યું માટે લાભ થયો - પારકી વસ્તુ પોતે છોડી દીધી. એના પરનું માલિકીપણું બધું જ છોડી દીધું માટે એને પોતાનુ જે હતું તેનો લાભ થયો. જેનો લાભ થયો તેવા જ્ઞાનાદિ ગુણોનો ભોગ અને ચારિત્ર ગુણનો ઉપભોગ કરે છે અને વીર્ય આત્માના તમામ ગુણોમાં પ્રવર્તમાન થાય આમ નિરંતર પરિણામ ચાલ્યા જ કરે છે.ગુરુ શિષ્યને ભણાવે તેમાં શિષ્ય જેટલું ગ્રહણ કરે તેટલો તેને લાભ થાય પણ ગુરુને તો પોતાને લાભ થઈ જ રહ્યો છે. આમ કરતાં કરતાં જ્ઞાન એવી રીતે પરીણામ પામી જાય કે હવે એક પણ ગ્રંથ વાંચવાની જરૂરિયાત જ ન રહે-પોટલા બાંધવાની જરૂર જ નહી. કેવળજ્ઞાન જ પામી જાય. જ્ઞાનની સ્પર્શના પોતાને કેટલી થઈ તે સ્વયં વિચારવાનું છે. નહીંતર મોહરાજા બેઠો જ છે. ધનની ચિંતાની પાછળ આત્માના ધનની ચિંતા ન કરી અને દુર્લભ એવો મનુષ્ય ભવ હારી ગયા અને ભવભ્રમણ વધાર્યુ. * પ્રતિમાધારી શ્રાવક કરતા એકદિવસના પર્યાયવાળો સાધુ મહાન શા માટે? 12 વ્રતધારી શ્રાવક: પડિમા વહન કરનાર શ્રાવક કરતાં પણ એક જ્ઞાનસાર // 95 Page #97 -------------------------------------------------------------------------- ________________ દિવસમાં ચારિત્રના પર્યાયવાળો સાધુ કે જે જધન્ય ચારિત્રના પ્રથમ સ્થાન પર છે. ઈન્દ્રો પણ તેને વંદન કરે છે કેમ કે ચતુર્વિધ સંઘ સમક્ષ સંયમ ગ્રહણ કર્યું. સર્વ સંગનો ત્યાગ કર્યો અને બસ હવે શાસન જ મારું - શાસન પર બહુમાન ભાવ આવી જાય. સંપ્રતિ મહારાજા પૂર્વ ભવમાં ભિખારી હતા. ખાવા માટે સંયમ ગ્રહણ કર્યું. પછી જ્યારે વેદના થઈ ત્યારે ૧૦પૂર્વધર પણ તેમની પાસે બેસીને વૈયાવચ્ચ કરે. શેઠીયાઓ સેવામાં ખડે પગે તૈયાર. આ બધાથી સંયમ પ્રત્યે શાસન પ્રત્યે એટલું બધું બહુમાન આવી ગયું કે બીજા ભવે જન્મતાં જ 12 વર્ષનો દુષ્કાળ નાશ પામ્યો અને 2 વર્ષની ઉંમરમાં અશોક સમ્રાટના વારસદાર તરીકે સમ્રાટ બન્યા. સામ્રાજ્ય ત્રણ ખંડમાં વિસ્તર્યુ પણ સાથે રાજ્યની આશંસા ન ભળી! તેથી શાસનની પ્રભાવના ત્રણે ખંડમાં કરી પણ પોતાની પ્રભાવના ન કરી. જધન્ય ચારિત્રના પરિણામનો પ્રભાવ: 5- માં ગુણસ્થાનકથી ૧૦માં ગુણસ્થાનક સુધી ચારિત્રના જે પર્યાયો છે તે ક્ષયોપશમ ભાવવાળા છે કેમ કે ત્યાં મોહનો અંશ છે તેનો સંપૂર્ણ ક્ષય થયો નથી માટે એનેક્ષાયોપથમિક ભાવનું ચારિત્ર કહ્યું છે. ઉપશમ શ્રેણીમાં ૮માંથી 11 મે ઉપશમ ચારિત્ર હોય. પૂર્ણ ક્ષય થવાથી પૂર્ણતા પ્રગટ થાય. સર્વઆકાશ પ્રદેશોનો જે સમૂહ છે તેના કરતા અનંતગુણા ચારિત્રનો પ્રાદુર્ભાવ થાય તે પ્રથમ જધન્ય ચારિત્ર સ્થાન છે મોહનો સંબંધ તમામ સંબંધીઓ સાથે કાપી નાંખ્યો અને હવે તમામ જીવો સમાન છે આ મોટુ પરાક્રમ કર્યું. પોતાપણાનો ભાવતોડી નાંખ્યો - અનુમોદના પણ નથી. શ્રાવક પડિમાધારી હોવા છતાં પણ તેણે કાયમી સ્નેહ-સંબંધ કાપ્યા નથી અને અનુમોદનનું પાપ ચાલુ છે. જ્યારે સાધુએ કાયમ માટે સંબંધ કાપી નાંખ્યા અને પચ્ચખ્ખાણ લીધા, પરમાત્માની પરમ આજ્ઞાનો સ્વિકાર કરી લીધો. 5 માં ગુણઠાણે વચન જ્ઞાનસાર // 96 Page #98 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનનો અંશથી સ્વિકાર છે. 6 હે સર્વથી વચન અનુષ્ઠાનનો સ્વીકાર છે. પછી આગળ અસંગ અનુષ્ઠાન આવે. જે ગુરુને સમર્પિત થયો તેને ત્યારથી જ સીધી નિર્વિકલ્પ સાધના શરૂ થઈ ગઈ. ભણીગણીને આવે પણ તે સમર્પિત નહીં થઈ શકે તો તે પોતાની બુદ્ધિ લગાડશે. એટલે ગુરુનું નહી માને એટલે એનું પતન શક્ય છે. 0 સાધુને ક્રિયા રૂપ વ્યવહાર શા માટે? અનાદિકાલિન વિષયાદિ અસત્ પ્રવૃત્તિમાંથી બહાર નીકળવા માટે સત્ ક્રિયાની જરૂર છે તેમ જ સર્વજ્ઞના શાસનમાં જે વ્યવહારો મૂક્યા છે તે રહસ્યોથી ભરેલા છે. મિથ્યાત્વના ઉદયથી માર્ગ સમજાતો નથી તે કંઈક ઉંધી દિશામાં જશે. પણ જેના પર દિવ્યકૃપા દેવ-ગુરુની હોય, લઘુકર્મી હોય તે પરમાત્માના વચનનો સંદર્ભપકડી શકે. આવો જે આત્મા સર્વવિરતિ ગ્રહણ કરે તે જ સમયથી જ્ઞાન વૃદ્ધિ પામતું જાય તેમ તેમ આનંદની વૃદ્ધિ થતી જાય. તેજોલેશ્યા વધતી જાય 4 થે ગુણઠાણે આત્મા અને શરીરનું ભેદજ્ઞાન થાય. પ-મેહવે એનો અનુભવ કરવાનો છે. સામાયિકના ખડકલાં જ કર્યા તત્વ પરિચયમાં પોતાના આત્માનો - સ્વજનની જેમ આત્મ-પરિચય કરવાનો હતો પણ એ ન કર્યું અને સ્વજન ને મારાપણાથી સ્વિકારી રાગદશા વધારી માટે સમતાને બદલે અકળામણ જ વધી. આત્માને ઓળખશો તો સમાધિની શરૂઆત થઈ જશે. જેમ ચારિત્રપર્યાય વધે તેમ સાધુનું સુખ અનુત્તરવાસી દેવના સુખને ઓળંગી જાયઃ ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી પરમાત્માને નિગ્રંથ સાધુને કેવું સુખ હોય તે પ્રશ્ન પૂછે છે. પ્રભુ ઉત્તર આપે છે, "હે ગૌતમ! મુનીનું સુખ દેવો કરતા અધિક જ હોય છે. જ્ઞાનસાર // 97 Page #99 -------------------------------------------------------------------------- ________________ મુનીના-૧ માસ નો વિશુદ્ધ પર્યાય - વાણ વ્યંતરના સુખથી વધી જાય છે. " -2 માસ નો વિશુદ્ધ પર્યાય - ભવનપતિ-નિકાયના દેવોના સુખને વટાવી જાય (અસુરકુમાર સિવાયના) " - 3 માસનો વિશુદ્ધ પર્યાય - અસુરકુમાર દેવોની તેજોલેશ્યાને વટાવી જાય. " - 4 માસ નો વિશુદ્ધ પર્યાય - ગ્રહ નક્ષત્ર-તારા જ્યોતિષ દેવોના સુખને ઉલ્લંધી જાય " -5 માસ નો વિશુદ્ધ પર્યાય - ચંદ્ર સૂર્યના દેવોના સુખથી વધી જાય " - 6 માસ નો વિશુદ્ધ પર્યાય - સૌધર્મ - ઈશાન દેવોના સુખથી વધુ સુખ અનુભવે " - ૭માસ નો વિશુદ્ધ પર્યાય - સનસ્કુમાર - માહેન્દ્ર દેવોના સુખથી વધુ સુખ અનુભવે -8 માસનો વિશુદ્ધ પર્યાય - બ્રહ્મ દેવ લોક અને લાંતર દેવના સુખથી વધુ સુખ અનુભવે " -૯માસ નો વિશુદ્ધ પર્યાય - મહાશુક્ર અને સહસ્ત્રાર સુખથી વધુ સુખ અનુભવે " - ૧૦માસનો વિશુદ્ધ પર્યાય- આનત -પ્રાણત્ -આરણ અય્યતઃ 10-11 દેવલોકના દેવોથી અધિક સુખ પામે " - 11 માસનો વિશુદ્ધ પર્યાય- ગ્રેવેયક દેવલોકના સુખોને ઓળંગી . જાય " - 12 માસનો વિશુદ્ધ પર્યાય- અનુત્તર વાસી દેવલોકના સુખોને ઓળંગી જાય. જ્ઞાનસાર || 98 Page #100 -------------------------------------------------------------------------- ________________ આવો પાઠ ભગવતી સૂત્રમાંથી લેવાયો છે 12 માસથી વધુ પર્યાયવાળા નિગ્રંથ સાધુઓ શુક્લ લેશ્યાવાળા અને અંતે સિદ્ધગતિને પામે છે. મન છે ત્યાં સુધી માનસિક સુખની પ્રધાનતાછ મન ગયા પછી આત્મિક સુખ છે. શ્રમણ -નિગ્રંથ જ છે. સર્વ સાવદ્ય યોગથી રહિત વળી રાગ-દ્વેષથી પર એવા આ મહાત્માની વાત છે તેઓ મોહ જતા ચારિત્રની વૃદ્ધિ અને શુદ્ધિ થી પ્રકર્ષ આનંદને અનુભવે છે. 1 વર્ષમાં અનુત્તરવાસી (ઉત્કૃષ્ટ સુખી) દેવોના સુખને ઉલ્લંધી જાય છે. વિભાવ દશાનો ભાવ ભૂલાતો જાય છે. કષાય રહિત એવું અપૂર્વ સુખ અનુભવે છે. શરીર બીજાને રાગરૂપ ન બને અને સંયમમાં સહાયક બને એટલું જ એને આપવાનું છે. સંયમમાં કષાય રૂપ પરિગ્રહને છોડવાનો ક્ષમાદિ ગુણોથી તે કયારે ભાવિત બને? વિષયોથી દૂર ભાગે ત્યારે. “ક્ષમા શ્રમણ” ને મફતમાં ખમાસમણ નથી આપવાનું તેમના જેવા થવા માટે પાંચેય અંગોને નમાવવાના છે. સાધુપણાની દરેક ક્રિયા વિષય કષાયની નિવૃત્તિ માટે જ છે માટે “સમય ગોયમ મા પમાયે’ - હવે તું એક સમય માત્ર નો પ્રમાદ ન કરીશ, તારો દરેક સમય સ્વભાવને પામવામાં જ જાય, હવે તેને વિભાવ દશાનું સ્વપ્રમાં પણ સ્મરણ ન થાય. સાધુને અપ્રમપણાના ભાવથી પરમાનંદ સુખ વેદાય છે. શાતા - અશાતા ના ઉદયમાં રતિ-અરતિ ન મળે. સમ્યગ્દષ્ટિ દેવને સંતોષનું સુખ હોય છે. અનુકુળતા ગમવી ન જોઈએ. મારે સમતા મેળવવી છે તો તેની મારક મમતા ને ટાળવી જ પડે. સંયમને બાધક તત્ત્વ દૂર કરવું જ રહ્યું. સુખાશીતા-તેજોલેશ્યા-પ્રશસ્ત્રલેશ્યા-અત્યંત નિર્મળ ભાવ. અસુરમાં જે પરમાધામી દેવો છે તેમને આ લેશ્યા હોતી નથી માટે તેમને બાદ કર્યા છે. સમતામાં રહેવાની ઉપયોગ ધારા તીવ્ર બનાવવાની છે જેને જીવનભરની સમતા સામાયિક છે અને હવે જેને તેનો અનુભવ કરવો છે તે જ્ઞાનસાર // 99 Page #101 -------------------------------------------------------------------------- ________________ પોતાની ઈન્દ્રિયો અને યોગોને અંકુશમાં રાખશે. વિષયોના સંયોગોમાં મોહન ભળી જાય તેની કાળજી લેશે. જ્ઞયનો માત્ર જ્ઞાતા બની વિષયોને વિલિન કરી દેશે. વિષયો અને કષાયોથી અટકવું તે જ મહત્ત્વનું છે તો જ સંયમ સ્થાનોની વૃદ્ધિ થશે અને આત્માનંદની અનુભૂતિ થશે. પ્રભુ જ્યારે સંયમ લે છે ત્યારે ૪થાથી સીધા ૭મે ગુણસ્થાનકે પહોંચે છે કેમ કે વિશિષ્ટ સંવેગપૂર્વક -વીર્ય ઉછળે છે તેમ આત્મ-સંયમી એવો સાધુ ક્રમ-અક્રમ કરી અસંખ્ય સંયમ સ્થાનોને વટાવી જાય છે. લોકમાં રૂપીનું નાશવંત સુખ છે જ્યારે અધ્યાત્મ જગતમાં અરૂપીનું શાશ્વત સુખ છે. જેને પોતાના આત્મસ્વરૂપનો સર્વજ્ઞ પ્રમાણે નિર્ણય થઈ ગયો છે અને તેને જ હવે પકડી લીધુ છે તેજ જ્ઞાનાનંદના નિર્મળ - નિર્ભેળ નિરૂપમ આનંદને અનુભવશે. અનુભવ એ કહેવાની વસ્તુ નથી અનુભવવાની વસ્તુ છે. સ્વગુણોના સ્વાદને જીવ જાતે જ માણી શકે. જેણે આત્માના સુખને અનુભવ્યું નથી તેને સમજાવવા માટે સ્ત્રી આલિંગન અને ચંદનની ઉપમા આપવામાં આવી છે. વાસ્તવમાં આત્માનું સુખ કોઈપણ જાતની ઉપમા વગરનું અપાર - અમેય સુખ છે. પુણ્યથી મળતુફળતમામદુઃખરૂપ છે. સમ્યગ્દષ્ટિ આત્મા તેને છોડવા જ ઈચ્છે છે પણ છોડી ન શકે તો પશ્ચાતાપ થાય.પુણ્યનો ઉદય સ્વભાવદશાને આવરે છે પણ જો પુણ્યની સહાય લઈ આત્મ - સ્વભાવ પામવાનો પુરુષાર્થ કરો તો લાભ થશે. પુણ્ય -પાપરૂપ સંયોગ જ્યાં સુધી છુટતો નથી ત્યાં સુધી જીવ અવ્યાબાધ સુખને પામી શકતો નથી. પર - આશંસા વગરનું પુણ્ય પ્રશસ્ત છે - જે આત્મસ્વભાવ પ્રકટ કરવામાં સહાયક છે. પર આશંસા વાળુ પુણ્ય અપ્રશસ્ત છે જે સંસાર ભ્રમણ જ કરાવે છે. ૭મે ગુણઠાણે તો મોક્ષની પણ આશંસા નથી. ગાથા: 6 જ્ઞાનમગ્નસ્ય વચ્છર્મ, તદ્ વકતું નૈવ શક્યતે | નોવમેય પ્રિયાશ્લેષે નાં પિ તશ્ચન્દનદ્રઃ .. જ્ઞાનસાર || 100 Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ જ્ઞાન મગ્નનું સુખ મુખથી કહી શકાય એમ નથી. એના સુખની પ્રિયા આલિંગન ના કે ચંદનવિલેપનના સુખ સાથે સરખામણી થઈ શકે એમ નથી. ઉપરોકત ગાથામાં બે ભૌતિક સુખો બતાવ્યાઃ (1) સ્ત્રીના દેહના સ્પર્શનું અને ચંદનાદિ પદાર્થોનાવિલેપનનું. આ બંન્નેમાં સ્પર્શનું સુખ-શીતલતા, કોમળતા, સ્નિગ્ધતાનો સીધો સ્પર્શ ચામડીને થાય છે. સંસારીજીવોને ચામડીના સ્પર્શનું પૌદ્ગલીક સુખ સૌથી વધારે છે. આ સુખ રૂપી છે. જ્ઞાનનું સુખ સૌથી સાધુને વધારે છે, અને એ અરૂપી છે. જ્ઞાનનો સ્પર્શ સીધો આત્માને થાય છે અને આનંદની જે અનુભૂતિ થાય એ સ્વાધીન સુખ છે એટલે જ સાધુ સુખી. આતમ અર્પણ વસ્તુ વિચારતા, મતિ ભ્રમ ભેદ ટળે સુજ્ઞાની, પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદધન રસ પોષ સુશાની...” શરીર - આત્મ ભેદ પકડાય પછી સંયોગને ભેદી નાખવાના છે તો જ સુખ મળે. સુત્રની પરાવર્તના લયબદ્ધ, ઢબસર ચાલે ને જો આનંદ આવે તો તે સ્વાધ્યાય કષાયના ઘરનો છે. પણ સાથે અર્થનો ઉપયોગ હોય તો નિર્જરા કરાવશે, તો આનંદની અનુભૂતિ થશે. સિદ્ધિ પ્રગટ ન કરી શકાય તેમ હોય ત્યાં સુધી જ સાધનનો ઉપયોગ જરૂરી. શુકલ - ધ્યાન શ્રત આલંબન, એ પણ સાધના દાવ.” દીક્ષા એટલે પ્રકૃષ્ટ સ્વાધ્યાય યોગ. સાધુએ સતત જ્ઞાન ઉપયોગમાં રહેવાનું. સવારના સઝાય કર્યા પછી નવકારનાં ઉપયોગનો કાઉસગ્ન કરવાનો છે. તમામ યોગો જ્ઞાન ઉપયોગમાં રહી શકવા માટેના છે. સ્વાધ્યાય એટલે સાધુને સતત સ્વનું અધ્યયન કરવાનું છે. તો એ બધી જ નિર્જરા કરી શકે છે. * દાંડો શા માટે રાખવાનો? વર્તમાનમાં મન-વચન-કાયા રૂપી ત્રણ દંડ છે માટે વ્યવહારથી શરીરની રક્ષા માટે દાંડો છે તે વ્યવહારથી ને નિશ્ચયથી 3 દંડથી મુક્ત થવા માટે નો સતત ઉપયોગ રહે. જ્ઞાનસાર // 101 Page #103 -------------------------------------------------------------------------- ________________ 4 થા ગુણઠાણે હું આત્મા છું' નો ભાવ છે, એ મય થવા માટે આ ગુણઠાણું છે. સ્ત્રીનો દેહ અને ચંદન બન્ને ઔદારિક દેહ છે. છતાં સ્ત્રી દેહમાં મૃદુતાનો ગુણ છે અને ચંદનમાં શીતલતા અને સુગંધ છે, આત્માને આ જ્ઞાન થયું છે. પરંતુ મોહના કારણે પોતે સુખ માણી રહ્યો છે એવું તેને સતત થાય છે એ જ મોટી ભ્રાંતિ છે એ જ મોહની વિશેષતા છે. હકીકતમાં એ વખતે જીવને ભયંકર પીડા થાય છે. વિપરીત સ્વભાવવાળા ભેગા થાય ત્યારે પીડા જ થાય. પણ ઉપયોગ ભોગમાં હોવાથી એને પીડાદેખાતી નથી. અનુભવાતી નથી. કારણ મિથ્યાત્વનો ઉદય છે. રતિનો પરિણામ થાય છે. વિપર્યાસના કારણે એને ભાવિમાં પણ સમતા ન મળે -પીડા મળે એવું કર્મ બાંધે છે. આમાં દેહનો સ્પર્શ થાય છે તે મોહ ઉત્પન્ન કરાવે છે જ્યારે જ્ઞાન આત્માને સ્પર્શે છે તે નિરવધિ આનંદ પ્રાપ્ત કરાવે છે. “સ્વ” થી સહજતા મળે ને “પર” થી કૃત્રિમતા મળે. જેને આત્મ સુખની જાણ નથી - અનુભવ નથી એવા લોકો જ સ્ત્રી - ચંદનાદિમાં સુખ માને છે. જેને અશાતામાં અનાદર તેને સમતામાં પણ અનાદર છે. સમતા આદરણીય છેને આનંદ એનું સ્વરૂપ છે. “શાતામાં છું એની જગ્યાએ આનંદમાં છું એવો જવાબ આવવો જોઈએ. શાતામાં છો? એ વ્યવહાર ભાષા થઈ પણ ઉપયોગમાં રહેવું જોઈએ કે શાતા હેય છે. શુધ્ધ “ઉપયોગ વિનાનો યોગ એ સંસાર છે” યોગ અને ઉપયોગ બન્ને 13 માં ગુણઠાણા સુધી રહેશે. યોગની સહાયથી શુધ્ધ ઉપયોગમાં રહેવાનું છે. ૧૩માથી માત્રશુધ્ધ ઉપયોગ જ રહેશે. સ્વાધ્યાય એટલે શું? સ્વસ્ય અધ્યયન- સ્વાધ્યાયમાં જીવે આત્માના અધ્યયનમાં રહેવાનું છે. અર્થાત્ આત્મામાં રહેલા જ્ઞાનાદિગુણોમાં સ્વાધ્યાયના આલંબને રમવાનું છે. સ્વાધ્યાય-સંયમ રતાનામ્. કોઈપણ ક્રિયાની શરૂઆતમાં ખમાસમણું આપવાનું પછી ઈચ્છા. જ્ઞાનસાર // 102 Page #104 -------------------------------------------------------------------------- ________________ કારેણ સંદિસહ ઈરિયાવહિયં પડિકક્ઝામિ? ગુરુ કહે “પડિકમેહ' પછી ઈચ્છે કે તહરિ બોલાય આમાં જે સ્વીકાર કર્યો તે સમ્યગ્દર્શનનો પરિણામ આવ્યો. ચૈત્યવંદન કરતી વખતે ચૈત્ય તરીકે આત્માનો ઉપયોગ અને આસ્તિક્ય નો પરિણામ એટલે સમ્યગ્દર્શન છે. અહીંથૈત્યવંદનમાં ચૈતન્યદેવ અને ચેતન એવો પોતે બને ગાયબ હોય તો આ ક્રિયા કેવી કહેવાય? સ્વરૂપના ઉપયોગ વિના એકે વાત ઘટવાની નથી અને ઉપયોગ આવ્યા પછી તે વાત ઘટ્યા વિના રહેવાની નથી. આ સમજ હોય તો નાનકડું સૂત્ર પણ કેવળજ્ઞાન પ્રગટાવવા સમર્થ છે. ક્ષમાશ્રમણને વંદન શા માટે? નિષેધ -ઈચ્છા રોધે સંવરી - ઈચ્છાના રોધની શક્તિ પ્રગટે માટે ક્ષમાવંત એવા શ્રમણને વંદન કરવાનું છે. ક્ષમા એટલે ક્રોધાદિ કષાયનો અભાવ શ્રમણ એટલે પાંચે ઈન્દ્રિયોના વિષયોથી પરામુખ બનેલો આત્મા - વર્ણ-ગંધ-રસ-સ્પર્શની સુખ તરીકે ક્યાંય પસંદગી ના કરાય સંયમ રક્ષા અર્થાત્ આત્માની સમાધિની રક્ષાનું લક્ષ રાખીને સાધનામાં સાધન તરીકે સહાયક બને તેટલો જ ઉપયોગ કરવાનો. વંદન કરનાર ઈચ્છા વ્યક્ત કરે છે. ક્ષમાને ધારક એવા શ્રમણ બનવાનું છે. નિષેદ્ય કોનો? ક્ષમા ને શ્રમણપણું આ સિવાયની કોઈપણ ઈચ્છા હવે મારામાં ન જોઈએ. હવે ‘વંદન ક્યાં? જ્યાં આ ગુણ રૂચિ છે ત્યાં આવા ઉપયોગમાં રહીને જ્યારે મસ્તક નમે ત્યારે મોહનીયનો ક્ષય કરે ત્યાં જ એને સાધુત્વની પ્રાપ્તિ થઈ જાય. વિશેષાવશ્યક માં જણાવ્યું છે કે શીતલતા, કોમલતા, સ્નિગ્ધતા, મૃદુતા જેમાં વધારે છે તેમાં જીવને સુખનો આભાસ થાય છે, એટલે આપણે એને જ પકડીએ છીએ. બોલવામાં પણ જે ઝીણું અને મીઠું બોલે એની સાથે આત્મા વ્યવહાર કરે છે પણ એને કડવું બોલે એની જોડે એ રહેવાનું પસંદ નહીં કરે - એટલે જ મોક્ષ માર્ગ દુર્લભ કહ્યો છે. આત્મા જ્યારે યોગમાંથી છૂટીને ઉપયોગમાં આવશે ત્યારે જ મોક્ષયોગ બનશે નહીંતર એ સંસારયોગ જ બનશે. જ્ઞાનસાર // 103 Page #105 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર-ધર્મની સાધના એટલે શું? - યોગમાં રહીને અયોગી બનવાની, રૂપમાં રહીને અરૂપી બનવાની અને જડમાં રહીને જીવરૂપ બનવું એ મહાન સાધના છે. પુણ્યાનુબંધી પુણ્યને કારણે અર્થાત્ ગુણના અનુબંધના કારણે અનાસક્ત ભાવપ્રગટ થયો એટલે સંતોષ સુખનો અનુભવ થાય. નિકાચિત ભોગાવલી કર્મના ઉદયમાં જીવ સમતા સુખનો પુઢષાર્થ કરી શકતો નથી. એ ખતમ થયા પછી જ આત્મા પોતાનો પુરુષાર્થ કરી શકે છે. તપ-ત્યાગ-સંયમથી સાધુનું પુણ્ય વધ્યું પણ એ સાવધાન રહે તો ચારિત્રછોલાય માટે જ ખાંડાની ધાર પર ચાલવા કરતા કઠીન કહ્યું છે. શુભ ભાવ પણ હેય છે પણ ગુણ ઉપર બહુમાન છે માટે એટલા પુરતો ઉપાદેય છે. નિશ્ચયથી તો એ પણ હેય જ છે. પુણ્ય અને પાપ બંને મૂળથી જશે ત્યારે જ આત્માનો મોક્ષ થશે. સારા વિષયોનો ભોગ કરી રહ્યો હોય તે વખતે સમ્યગ્દર્શનના કારણે આત્મા દુઃખની પ્રતિતિ કરે છે. બહાર ગરમીમાંથી આવ્યા અને NCની ઠંડક મળી ત્યારે સમ્યગ્દષ્ટિ આત્માવિચારશે આ સુખરૂપ નથી છતાં તેમાં જે સુખ લાગે છે તે મોહનીયના ઉદયના કારણે છે. સમ્યગ્દર્શનના કારણે જ્ઞાનનિષ્પક્ષ બન્યું તેથી એ ખોટું સુખ માણી રહ્યો છે, એવી જાગૃત્તિના કારણે અનુબંધ નહીં પડે ને જેવો મોહનીય નો ઉદય ખતમ થશે એટલે એ તરત જ પશ્ચાતાપમાં પહોંચી જઈ ને રસને તોડતો જાય છે. “અલ્પ બંધને નિર્જરા વધુ કરે. સંસારનું સુખ ગુમાવ્યા વિના આત્માનું સુખ મળતું નથી. રાગનો જે પર્યાયતે ઈચ્છામાંથી શરુ થાયને મચ્છમાં પૂર્ણ થાય. એ વખતે જો આયુષ્યનો બંધ થાય તો અવશ્ય સમૂછિમનોજ બંધ થાય. મૂર્છાભાવ જ્ઞાનની કોઈ જ શુદ્ધિ નહી. ઉપયોગ ન કર્યો માટે અંતરાય બંધાયો એટલે સંમૂચ્છિમ અવસ્થા મળે છે. “તત્વાર્થ સૂત્ર' વિષયોમાં સુખબુદ્ધિ લાગે ત્યાં સુધી આત્મામાં સમ્યગ્દર્શન નથી. સાધુ “સ્વ” માં હોય તો જ સુખી. સ્ત્રીનો - જ્ઞાનસાર // 104 Page #106 -------------------------------------------------------------------------- ________________ ચંદનાદિકનો આસક્તિથી સંસર્ગ કરે તો આત્મા સંસારચક્રમાં ભમ્યા કરે - આ દુઃખનું ચક્ર છે આને પકડવાની ઈચ્છા કેમ થઈ? સત્તામાં રાગની પીડા છે એનો ઉદય થયો ને મન ચંચળ બન્યું સ્થિરતા ગઈ ને દુઃખની પીડા આવી સામાયિકનાપર સાધનોની આશાતના કરી (ઈન્દ્રિયો - જ્ઞાનનું સાધન) ‘આંખનું પ્રયોજન જયણાનું છે? - હવે આંખથી રૂપ-રંગ આકાર ને જોવાનું કાર્ય કર્યું. આંખથી સચિત્ત -અચિત્ત -મિશ્ર જોવાનું હતું - સચિત્તનો ત્યાગ. અચિત્ત છે તો વાપર્યા વિના નથી ચાલવાનું તો એ રીતે વાપરું કે જીવહિંસા ન થાય. જોવા - સાંભળવાની ઈચછા થાય - પ્રથમ એ વિચારવું કે પ્રયોજન શું છે? જીવ જ્ઞાનના ઉપયોગ દ્વારા મગ્ન બને છે. ખાતા ખાતા મગ્ન બને કે ફરી ખાવાનો વારોનજ આવે. ચાલતા-ચાલતાં મગ્ન બને કે ફરી કદી ચાલવાનો વ્યવહાર જ કરવો ન પડે. તમામ વ્યવહાર એ રીતે કરે. યોગી યોગમાં મસ્ત બને અને અયોગી સ્વરૂપને પ્રાપ્ત કરે છે. “ટી.વી.” એ મનોરંજન નહીં પણ મનોભંજન છે. દેવશર્મા સ્ત્રીના રૂપમાં આસક્ત થયો તો મરીને સ્ત્રીનાં વાળમાં જૂ' તરીકે ઉત્પન્ન થયો. આપણે આપણા આત્મા પર કૂરતા કરી, ન જોવાનું જોયું, નસાંભળવાનું સાંભળ્યું, આત્માએ દુઃખમાં સુખની જે ભ્રાંતિ કરી તે શૂળી પર આત્માને આરોપણ કર્યો હોય તેવી પીડાનો અનુભવ થાય છે. દીક્ષા જીવનનું કાર્યમાત્ર “સ્વ” માં રહેવું ને “સ્વ” માં રમવું એટલું જ છે. દેશવિરતીને મગ્નતા કેમ નહીં? એને ધર્મ અંશથી અને અલ્પકાળ માટે છે એને નિમિત્ત મળે તો સંસારમાં વળતાં વાર નહીં લાગે માટે એનો ધર્મ “ધર્મો ધર્મ છે. જગતને જેમાં સુખનું સંવેદન થાય છે એમાં જ્યારે દુઃખનું સંવેદન થાય ત્યારે સમ્યગ્દર્શન છે એમ કહેવાય. પ્રતિતી ના સ્તર પર વચનનો નિશ્ચયથી સ્વિકાર નથી માત્ર વચનનો સ્વીકાર શ્રદ્ધાથી કર્યો છે. વસ્તુ મળી પછી એની રક્ષાનો પરિણામ થયો. સાધુએ ગુપ્તિ પાળવાની હતી. પોતાનાં ગુણોને ગોપવવાનાં હતા અર્થાત્ સ્વગુણોમાં રમણતા કરવાની હતી તેને બદલે તે પરમાં ગયો, અંદર રહેલી મોહની પ્રિતિ જ્ઞાનસાર // 105 Page #107 -------------------------------------------------------------------------- ________________ પરાવર્તન કરાવે છે. સ્વાભાવિકને અપેક્ષાની જરૂર નહી ને નકલીને અપેક્ષા વગર ચાલે નહી. મિથ્યાત્વનીકળે પછી જ રમણતાનો વિકાસ થશે એ વિના ગમે તેટલું કષ્ટ સહન કરે, ભણે, દેહને ગાળે તો પણ જ્ઞાની ભગવંતોએ એને દુઃખ રૂપ કહ્યું છે. તપ કરો, સંજમ ધરો, ગાળો નિજ દેહ જ્ઞાન વિના નહીં જીવને, દુઃખનો છે” સાધુનિર્ણય કરી સંયોગને છોડી શકે છે. માટે એને અનુભવ થાય છે અને મગ્ન બની શકે છે. * લોકની અંદર જ પ્રકારે સુખ કહેવાય છે. (1) વિષયનો સંયોગ તે સુખ (2) વેદનાનો અભાવને સુખ (3) વિપાકનું સુખઃ પુણ્યના ઉદયથી અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ તે સુખ. જે સુખ નથી અને તેને સુખ માન્યું તે મિથ્યાત્વનું મોટામાં મોટુ દુઃખ પાપોદય છે. (શુભ ફળ -પુન્યનો ઉદય થાય.) (4) મોક્ષનું સુખ-પ્રથમના ત્રણ લૌકિક સુખમાં ગણાય -જે જીવને સંસારમાં - સંસરણ કરાવે છે. (રખડાવે) સમ્યગ્દષ્ટિ આત્મા પુણ્ય અને પાપ બન્ને ને કાઢવા માટે સામગ્રીનો ઉપયોગ કરે, પુરુષાર્થ એમાં જ કરે. ચોથુ મોક્ષનું સુખ - મોઢામાં છે જ્યારે પ્રથમનાં 3 સુખ હૈયામાં છે. જેઓ પ્રથમ ત્રણ સુખ નહીં પણ દુઃખ છે એમ જે માને તે આના ઉદયમાં પણ સુખનો અનુભવ કરી શકે. જે આત્મા તત્ત્વમય બની નિજગુણમાં મગ્ન બને છે તે વિષયોની હાજરીમાં પણ તે વિષયોને અનુભવતા નથી એવા સ્કુલભદ્ર મુનિ 84 ચોવિશિ સુધી નામથી અમર થયા. બ્રહદત્ત ચક્રવર્તીના પૂર્વભવમાં ચક્રવર્તીના સ્ત્રી રનના વાળની લટ સ્પર્શી ગઈ તોનિયાણું કર્યું કે મારા ચારિત્રના પ્રભાવે આવું નારીરત્નમને મળે. જે સાધના મોક્ષ અપાવે એવી હતી તે સાધના એક નારીની પાછળ ખર્ચ નાંખી. જો વાળની લટમાં જીવ આવો લુબ્ધ બને તો અંગ અને ઉપાંગ ના સ્પર્શમાં જ્ઞાનસાર // 106 Page #108 -------------------------------------------------------------------------- ________________ જીવ કેવો લુબ્ધ બને એ વિચારણા કરવાની છે. બ્રહ્મદતે અનુબંધ કર્મ બાંધ્યું તો નરકમાં પણ કુરુમતી છૂટતી નથી. (1) વિષયનો વૈરાગ્ય હજુ પણ થઈ જાય પણ ગુણ વૈરાગ્ય કે પોતાની * પાસે લબ્ધિ વિગેરે જે છે તે બીજાને બતાવવાનો ભાવન થાય, લેશ માત્ર ઈચ્છા પણ ન થાય તે ‘ગુણ વૈરાગ્ય અતિ કઠિન છે. કેવળજ્ઞાન ત્યારે જ થાય જ્યારે આ બંને વૈરાગ્યને વટાવી જાય ત્યારે વિતરાગતા” પ્રગટે. “સબમે હૈ ઔર સબમે નાહિ, તું નટ રૂપ અકેલા, સ્વભાવે રમતો તું ગુઢ, વિભાવે રમતો તું જ અઢ ચેલો” જ્ઞાનના સારનું ફળ શું? પોતાનામાં મગ્ન બનવું. ભેદજ્ઞાન એટલે જ સમ્યકત્વ સર્વજ્ઞએ જગતનું જે સત્ય કહ્યું તેનો નિર્ણય તે સમ્યક્ત. ૪થા ગુણઠાણે આત્મા આવ્યો એટલે બહિરાત્મામાંથી અંતરાત્મા બન્યો અને હવે પરમાત્માનું આલંબન પોતાના પરમાત્મ સ્વરૂપને પામવા માટે લેવાનું છે. અર્થાત્ સત્તાગત પરમાત્માને પ્રગટાવવાના છે. ઉત્સર્ગ-ત્યાગ 12 ભેદે તપ કરવામાં આવે તો સાચો ઉત્સર્ગથાય. 4 થા ગુણસ્થાનકે મારો આત્મા અયોગી છે એનો નિર્ણય કરીને બાર પ્રકારનો તપ કરવાનો છે. આત્મા અયોગી ક્યારે બને? તમામ પ્રકારના પુદ્ગલોથી છૂટે ત્યારે મન-વચન-કાયયોગ પણ પુદ્ગલ જ છે. તેનાથી છૂટવાના દ્રઢ નિર્ણય પૂર્વક જ્ઞાનયોગમાં લીન બનીને જ્યારે અપ્રમત્ત સાધના કરે ત્યારે જ આત્મા યોગમાં રહીને અયોગી બનવાની સાધના કરી શકે. લોક વ્યવહાર ગૌણ અને લોકોત્તર પ્રધાન બનવું જોઈએ. દેહ અને ઈન્દ્રિય સુખોનો ત્યાગ થાય ત્યારે જ આત્મિક સુખ થાય. પુદ્ગલમાં સુખ - દુઃખ છે જ નહીં પણ શાતા - અશાતા વેદનીયના ઉદયમાં મોહના કારણે સુખ દુઃખની ભ્રાંતિ થાય છે. આત્મા એમાં ડૂબે છે માટે આનંદની જગ્યાએ પીડા પામે છે. ઘાતી કર્મની 45 પ્રકૃતિઓ છે એ બધી પાપની જ છે. તેથી પહેલાં પાપ જ જશે આઘાતીની પ્રકૃતિમાં પાપ ને પુણ્ય બને છે. પુણ્ય -જે આત્માને જ્ઞાનસાર // 107 Page #109 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર કરે, પુણ્યની સહાય લઈને આત્માના ગુણોને પ્રગટ કરવા તે પુણ્ય. મગ્નતા એકમાં થાય - ભ્રમણતા અનેકમાં થાય માટે સાધુ જ મગ્ન થાય. એક વિષયમાંથી બીજા વિષયમાં જવું, કપડાં અલગ, ખાવાનું અલગ, મકાન અલગ - બધામાં વિવિધતા એ જ ભ્રમણતા. નિર્દોષ ગોચરી લાવવાનો આનંદ પણ વાપરતાં પાછો રસ ન પોષાય નહીંતર ઈંગાલ” અને “ધૂમ” એમ બે દોષો લાગવાનો સંભવ છે. સમકિતી મિથ્યાત્વાદિ-વિભાવદશાને દુઃખ માને છે પણ અશાતાના ઉદયને દુઃખ નહિ માને. 0 મિથ્યાત્વ 3 પ્રકારના છે. (1) કરણ વિપર્યાસઃ હું પરનો કર્તા છું, પરનું કારણ હું છું. (2) સ્વરૂપ વિપર્યાસઃ દેહને જ આત્મા માને મોટા ભાગની ધર્મક્રિયાઓ દેહથી થાય અને આત્મા તેમાં ભળતો નથી મેંબધો ધર્મ કર્યો એમ માને, દેહની બધી જ પ્રવૃત્તિને આત્માની જ માને છે. આ સૌથી મોટુ મિથ્યાત્વ છે. વંદન કરતી વખતે આત્મા પોતાના ગુણો વડે ગુરુમાં રહેલા ગુણોને વંદન કરે છે એમ ઉપયોગ હોવો જોઈએ. (3) ભેદભેદ વિપર્યાસઃ આત્મા માટે અતિશય ભયાનક છે કે તે પરમાં આદરવાળો બને છે વિનાશી પ્રત્યે સુખબુદ્ધિ, ભોગ બુદ્ધિ કરે, શાસ્ત્ર ચક્ષુથી મુનિ જગતને જોનારો, સ્વિકારનારો હોય તો ન બંધાય - પણ જો ચામડાની આંખોથી જુએ તો કર્મથી બંધાય. જૈન ભાવ શાન સમમાંહિ શિવસાધન સહીએ, નામ વેશ શું કામ ન સીઝ, ભાવ ઉદાસી રહીએ.” શાસ્ત્રને, ક્રિયાને, વિધિ વિધાનને માત્ર શિવનું કલ્યાણનું) સાધન માનવાનું છે. વેશ-પદવી - સંજ્ઞા વિગેરેમાં સાવધાન ન રહે તો એ જ બધું ડૂબાડશે. જ્ઞાનમાં રમણતા કેટલી થઈ?જગત પ્રત્યે ઉદાસીનભાવ કેટલો આવ્યો એ વિચારવાનું છે ગુણ એ આત્મા સાથે અભેદપણે છે. જ્ઞાનસાર || 108 Page #110 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યક્રિયામાં સ્વરૂપનો ઉપયોગ આવે ત્યારે દ્રવ્ય ક્રિયા મટી જાય. ભાવક્રિયાની ભૂમિકાની શરૂઆત થાય. ક્રિયા જ્ઞાની બનીને થાય જ્યારે પાંચ ગુણ એમાં ભળે ને તપ એમાં ભળે ત્યારે મગ્નતા આવે. “આત્મ તત્ત્વ અનંતા, જ્ઞાન વિના ન જણાય સ્યાદ્વાદ જ્ઞાની મુનિ, તત્વ - રમણ ઉપશાંતો રે” કેવલજ્ઞાનને પ્રગટ કરવા કેવલિને નમવાનું છે. સાધનને સાધ્યમાં ફેરવવાની જે કળા તે જ ખરી આરાધના છે. એ ગુરુકૃપા વિના ન મળે. એના માટે વિનય, વિવેક, વૈયાવચ્ચ અત્યંત જરૂરી છે. પોતાનો સ્વાર્થ ગૌણ કરે, કોઈ વિકલ્પ ન હોય, ગુરુ આજ્ઞા તહત્તિ, પોતાની જાતને છોડે તે જ આગળ વધી શકે છે. ભૌતિક સુખ - પરનું સુખ - સ્ત્રી આલિંગન કે ચંદનથી મળતું સુખ ક્ષણિક છે. પછી વેદના ભરપૂર જ્યારે આત્માનું સુખ ક્ષાયિક ગુણવાળું અને શાશ્વત આનંદથી ભરપૂર છે. આત્માના એકપ્રદેશનું સુખ - લોકાલોકમાં ન સમાય - કેવું અલૌકિક હશે એ સુખ! પાછું સ્વતંત્ર કોઈની પણ પરાધીનતા નહી. આત્માનાં ગુણોમાં રમો અને આનંદથી તૃપ્ત થાઓ. પુગલનો જ્યારે આત્માને સ્પર્શ થાય છે તેમાં મોહ ભળે છે ત્યારથી જ સાંપરાયિક બંધ બંધાવવાનો શરૂ થઈ જાય છે જ્યારે કેવલિને મોહ ભળતો નથી તેથી 1 સમયનો બંધ-પછી કર્મખરી જાય છે. ચાલવાની માત્રક્રિયા એક સમયનો પણ બંધ તો બંધાય છે ને? દેહરહિત થવા માટે સાંપરાયિક બંધથી અવશ્ય છુટવું પડે તે માટે યોગને પણ છોડવા પડે. અર્થાત્ યોગ ન છોડી શકાય તો તેમાં યોગાતિત સ્વરૂપે રહેવાનો પ્રયત્ન જોઈએ. પુણ્યથી મળતું સુખ પણ દુઃખ સ્વરૂપ છે. દુઃખના પ્રતિકાર - રૂપ છે “પર” સર્વ પુદ્ગલમય છે. વિષય સુખ એ બધા દુઃખરૂપ જ છે. આપણને સુધારૂપરોગ લાગુ પડ્યો છે તેને આહાર રૂપદવા આપવી પડે છે. થોડી વાર માટે (ભૂખ) શમન થઈ. પાછી ભૂખ, પાછી દવા, એ જ જ્ઞાનસાર || 109 Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રિયા ચાલુએટલે વાસ્તવમાં તૃપ્તિ નથી. કેમ કે એ રોગ છે. તેથી જ અણાહારી પદ એ જ વાસ્તવમાં સુખ છે શ્રેણી કેવી રીતે ચઢાય? શુભ ભાવમાં ચઢે તેમાંથી પ્રશસ્તમાં જાય તેમાંથી શુદ્ધ ભાવ અર્થાત્ સ્વભાવમાં જાય એટલે શ્રેણી સડસડાટ ચઢે અને સિદ્ધિરૂપી વરમાળાને વરે. 0 સુધા વેદનીય દૂર કરવાનો ઉપાય - સુધા - પરિષહ - જપ અને તપ છે. - સુધા વેદનીયને જીતવા માટે ક્ષુધા પરિષહમૂક્યો. - તપ કરવા છતાં ખાવાને સુખરૂપ માનવું- તો તે તપ વાસ્તવમાં તપ જ નથી. મિથ્યાત્વ આવીને ઉભુ રહ્યું. દુઃખના પ્રતિકાર રૂપ આપણને સાધન મળે છે તેને જ આપણે સુખ માની બેઠા છીએ માટે ધ્યાનમાં અરૂપીને પકડવાનું છે. ઈન્દ્રિયથી અતીત સુખ છે તે કહી શકાતું નથી. વાણીનો વિષય પણ બની શકતી નથી માત્ર અનુભવનો વિષય છે. * શાતા એ સુખ નથી પણ પીડા છે. શાતા અને અશાતા બંને પુગલમય હોવાથી દુઃખ રૂપ જ છે. તેના અભાવમાં જ અવ્યાબાધ સુખપ્રગટ થાય છે બંનેના ઉદયમાં સમ્યગ્દષ્ટિ આત્મા વિરતીના પરિણામમાં સમતાને જ વેદે છે. “પુણ્ય એ દુઃખરૂપ છે.” જતો શ્ચિએ પશ્કM સોન્મ સુહ નિત્ય, દુકુખમવેદ, તપડિયાર, વિભત, તો પુણફલ પિ દુર્મતિ. વિશેષાવશ્યકમાં કહ્યું છે કે હે સૌમ્ય, તું સાંભળ આ સુખ નથી પણ દુઃખ જ છે તે પ્રત્યક્ષ છે. દુઃખ ઉત્પન્ન થયું છે તેના પ્રતિકાર રૂપે કરે છે પુણ્યના , ઉદયથી દુઃખ જ મળે છે. પુણ્યનું ફળ દુઃખ જ છે. કર્મના ઉદયથી કદી ગુણ પ્રગટતા નથી. કર્મોના ક્ષય, ઉપશમ કેલયોપશમથી ગુણો પ્રગટવાના છે એના માટે તો પુરુષાર્થ જ જરૂરી છે. જ્ઞાનસાર // 110 Page #112 -------------------------------------------------------------------------- ________________ જો દોષોના ઉદયમાં પશ્ચાતાપ હોય તો ખાતાં ખાતા પણ એ નિશ્ચયથી કર્મને ખાતો જાય અને નિર્જરા કરતો જાય. * સુધા વેદનીય કર્મ કઈ રીતે બંધાય છે? ખાય નહિ પણ ખાવાની અભિલાશ કરે–જરૂર નહોવાછતાં વારંવાર ખાવાનું ચાલુ રાખવાથી ક્ષુધા વેદનીય કર્મ બંધાય છે. માટે જ તલિયો મત્સ અને કંડરિક 7 મી નરકમાં ગયો અને પુંડરીક સર્વાથ સિધ્ધમાં ગયા. વિષયો સુખ રૂપ ત્યારે જ લાગે જ્યારે જીવ તેમાં પહેલા ઉત્સુકતા, વિહ્વળતા, આકૂળતા ઉભી કરે અને આત્માના પરિણામ બગાડે એટલે પછી એવેદનાના પ્રતિકાર માટે સાધનોની શોધ કરે છે એને ભોગવે છે અને પીડામાં પણ મિથ્યાત્વના કારણે સુખ માને છે એ જ મોટામાં મોટુ બંધનું કારણ બને છે. પુંડરીકે 4 આહારનો ત્યાગ કર્યો ગુરુ મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી ખાવાના પરિણામ ગયા અને કંડરિકે ૧૦૦૦વર્ષ ચારિત્રપાળુ પણ અંતે બધું જ ભોગવવાનો ભાવ આવ્યો - અને આકંઠ ખાધું માટે મરીને ૭મી નરકે ગયો ત્યાં અંતમૂહર્તે-અંતમૂહર્ત સુધાવેદનીયનો ઉદયછે. શાતા - અશાતા માં અઘાતિ કર્મનો ઉદય છે. તેના ઉદયમાં તે સમતા ગુણને વેદી શકે છે. પાર્શ્વનાથ ભગવાન પર કમઠ ઉપસર્ગ કરે છે અને ધર્મેન્દ્ર ભક્તિ કરે છે બંને પોત પોતાને ઉચિત કાર્ય કરે છે પણ ભગવાનની બન્ને પર સમદષ્ટિ છે. આમાં મોહના ઉદયને આધિન નથી બનવું એ જ કેન્દ્રબિંદુ છે જ્યારે જીવદેહ અને ઈન્દ્રિય રૂપ સાધનથી પર બને છે ત્યારે જ તે આત્મસુખનો અનુભવ કરી શકે છે. ચિત્તની કેટલી બધી એકાકારતા-તન્મયતા લાવવી પડે? કાઉસ્સગ્ગ એ પણ આવી જ એક મહાન સાધના છે દ્રવ્યથી સાધન હોય - પરિણામથી સાધનથી છૂટી ગયો હોય તે જ આત્મસુખને માણી શકે. આવું થાય ત્યારે કાઉસ્સગ્ગ ધ્યાનની સફળતા થઈ કહેવાય. પણ ચિત્તવૃત્તિ મોહ સાથે જોડવાથી - ઉત્સુકતા ભાવ ઉભો થાય છે. જ્ઞાનસાર || 111 Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉત્સુકતા ભાવ સમતા ભાવનો વિરોધી છે તેથી ચિત્તવૃત્તિ અસ્થિર થતાં સમતા ભાવને આત્મામાંથી દૂર કરે છે. તામસ અને રાજસ જિજ્ઞાસા દૂર કરવાની છે. કેમ કે તેમાં સુકય પરિણામ ઉભો જ છે. તે ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ સંયોગની શોધમાં જચિત્ત રમ્યા કરે છે. પરિણામે ચિત્તવૃત્તિ અસમાધિમાં ભળી જાય છે. ઈષ્ટ સંયોગ ગમી જાય એટલે આત્મા ગ્રહણ આદેય, ઉપાદેય પરિણામ કરીને ઉપાધિ અંદરમાં ઘાલે છે. શાંત સમુદ્ર સમાન આત્માનો જે સ્વભાવ છે તેમાં કાંકરી પડે તો શું થાય? ચિત્ત ડામાડોળ બની જાય છે માટે તામસ અને રાજસ એ બેવૃત્તિ છોડી દેવી માત્ર સાત્વિકજિજ્ઞાસા જ આત્મકલ્યાણનું કારણ બને છે. ઔચિત્ય ભાવે જ સર્વ સાથે વર્તવાનું છે ઔચિત્ય ભાવ પણ ઉદાસીન ભાવે કરવાનો છે. ક્રિયા પણ ઉદાસીન ભાવે કરવાની નહીંતર ક્રિયામાં પણ ગર્વ ઉભો થશે કે હું ખુબ સારૂ કરું છું. નમન ની ક્રિયા પણ કેટલી મહાન છે? આત્મવીર્ય આત્મ પ્રદેશોને નમાવવાનું કાર્ય કરે છે. આત્મવીર્ય સાથે ઉપયોગ આત્માના ગુણોમાં જવો જોઈએ તો આત્મવીર્યઆત્મ પ્રદેશોમાં પરિણામ પામે છે. વ્યવહારથી કાયાકાયાને નમી રહી છે. નિશ્ચયથી ગુણ- ગુણને નમે છે. સત્તાએ આપણે પૂર્ણ છીએ. વર્તમાનમાં આપણે અપૂર્ણ છીએ. આપણો આત્મા પૂર્ણ થવા માટે પૂર્ણને નમે છે. જ્ઞાનગુણ જ્ઞાનગુણને નમે છે એ જ રીતે પાંચે ગુણ પાંચ ગુણની પૂર્ણતાને નમે છે. ત્યાગ કરો અર્થાત્ છોડો તો પામો. ક્રિયા પણ ચૈતન્ય સાથે તદાકાર થાય તો જ તે આનંદનો અનુભવ કરે છે. જ્યારે “પર” પુદ્ગલને સુખ બુધ્ધિથી પકડીએ છીએ ત્યારે તે પકડવામાં આત્મવીર્યનો દૂરુપયોગ થાય છે અને મોહની વૃધ્ધિ થાય. આથી અહિત થાય છે. જેમ તાપ દૂર કરવા છત્રને માથે રાખીએ છીએ પણ તેનો દાંડો હાથમાં પકડતા હાથ શ્રમિત બને છે. તેમ સુખ - સાધનોને શાંતિ માટે પકડીએ છીએ પણ તે જ સુખના જ્ઞાનસાર || 112 Page #114 -------------------------------------------------------------------------- ________________ સાધનો દુઃખરૂપ બની જાય છે. કર્મનો ઉદય એ જ સંસાર તે સર્વદુઃખરૂપ છે. આત્મામાં પ્રગટતું અપેક્ષા વિનાનું સ્વાભાવિક સુખ તે જ સાચું સુખ છે. - મિથ્યાત્વને કારણે વિષયોમાં સુખ છે એમ જે માને તેને વિષયપ્રતિભાસ સુખ કહે છે. બોધ હોય અને તે પરિણમન થયેલો હોય તો તે રૂચિ આત્મ-સન્મુખ કરાવે, તેને આત્મપરિણતવત્ કહે છે. ઈષ્ટ - અનિષ્ટમાં સુખ દુઃખની ભ્રાંતિ રાગાદિ પરિણામ કરાવે છે. શેય માત્રમાં આનંદ છે. પણ તેમાં રાગાદિ ભાવો કરી આત્મા પીડા પામે છે. પર-પરિણતી વારવી. અર્થાત્ આત્માને પરમાં જતો રોક્યો. રૂપી શેયના જ્ઞાતા બનવા માટે અવધિજ્ઞાન જરૂરી છે. તે જ્યારે આત્મા અતિ નિર્મળ મનોભાવ વડે યુક્ત હોય ત્યારે થાય છે. આપણને જે વસ્તુ પર મોહ થાય છે તે વસ્તુમાં મોહ ભળતો નથી. પરંતુ આપણા આત્મામાં જ મોહભળેલો છે તેથી રાગાદિ-દશા- વિચ્છતા પ્રગટે છે. વસ્તુ તો વસ્તુ જ છે. જેમપિશ્ચરમાં સીન એક પછી એક ચાલ્યા જાય એમાં કાંઈ ફેરફાર નથી પણ તેનું સંવેદન આત્મામાં પ્રગટ થાય છે. એમ નિમિત્ત મળતાં આત્મામાં મોહ પ્રગટ થાય છે. પણ આત્મામાંથી જો મોહ દૂર થઈ જાય તો આત્માનો સ્વભાવ પ્રગટ થઈ જાય. અભવિ ને બોધ હોય છે. પણ પરિણામ સમ્યગૃહોતા નથી. કેમ કે તે મૂળને અર્થાત્ મોક્ષ તત્ત્વને જ માનતો નથી. તેની દષ્ટિ સંસાર -સન્મુખ જ હોય છે. કાળું ધોળું ઈત્યાદિ પુદ્ગલમાં થાય છે આત્મામાં નહી. આત્માના તમામ પ્રદેશોમાં જ્ઞાનાદિ ગુણો રહેલા છે તેમ જ સત્તામાં મોહાદિવિભાવો પણ રહેલાં છે. જ્યારે મોહદિ વિભાવો જ્ઞાનમાં પ્રવેશે ત્યારે વિષય - પ્રતિભાસ રૂપ જ્ઞાન પ્રગટ થાય. જ્યારે આત્મવીર્ય - મોહાદિ પરિણામમાં જતા અટકે ત્યારે સ્વપરિણતી રૂપ બને એટલે જ્ઞાન શુધ્ધ થાય. એટલે પુદ્ગલએ પુદ્ગલ જ છે એમ સ્વીકાર કરે એ જાણે કે પુગલ એ પૂરણ-ગલન સ્વરૂપ છે માટે તેમાં જ્ઞાનસાર // 113 Page #115 -------------------------------------------------------------------------- ________________ રાગ શો કરવો? આથી તેમાં શુભ-અશુભ પરિણામ નહીંથાય. નિત્ય-નિત્ય રૂપે લાગે. (પરમાણુ) પુદ્ગલ બધાને અનિત્ય માને. પરમાણુ નાશ પામતા નથી જેટલા હોય તેટલા જ રહે છે. કોઈપણ પરમાણુમાં એક વર્ણ - બે સ્પર્શ રહેલા હોય તે રીતે તે નિત્ય કહેવાય છે પણ તેમાં તે જ વર્ણ કે સ્પર્શ ન રહેબદલાયા કરે - સફેદલાલ બની જાય. એ રીતે પુદ્ગલ અનિત્ય છે. પુગલપરિણામી સ્વભાવ રૂપ છે.(ભેગા થવું - છૂટા પડવું) એમાં નિત્યતાની બુદ્ધિ કરવી એવિપર્યા છે. આ ભ્રમ ટળી જાય તો પરમાનંદની સંપત્તિ મળતા વાર ન લાગે. સોનું કે લોઢું કહેતા નથી કે તમે મને પકડો, મમત્વ કરો કે છોડી દો. જેનામાં તત્ત્વ દૃષ્ટિપ્રગટી જ નથી તે જ સોનામાં મમત્વ કરે છે અને લોઢાને તુચ્છ બુદ્ધિથી છોડે છે. સોનાના પુદ્ગલો લોઢારૂપે, વિષ્ટા રૂપે પણ પરિવર્તન પામે છે. “સકલ જગત એંઠવતુ બધાએ બધા પુલો ભોગવીને છોડ્યા છે. જેની એંઠ પાછી આપણે ગ્રહણ કરીએ છીએ. તે એંઠમાં પણ પાછા રાગ-દ્વેષ કરીએ છીએ. દ્રવ્યના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી પણ પર્યાયમાં ઉત્પત્તિનાશ થયા કરે છે. જેની તત્ત્વ-ચેતના નાશ પામી છે તે જ આ પુદ્ગલ પર્યાયમાં રાગ-દ્વેષ કરે છે. જીવ અને અજીવ એ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય આત્મ સ્વરૂપમાં પરિણામ પામે છે. જ્યારે અજીવ દ્રવ્ય પુગલમાં પરિણમન પામે છે આથી જીવ જો પુદ્ગલમાં રાગાદિ પરિણામ કરે તો કર્મબંધ થાય છે અને આત્મા “સ્વ” માં પરિણમન પામે તો નિર્જરા કરે અને કેવળજ્ઞાન પણ પામી જાય. સદ્ભાવથી સર્વજ્ઞ કથિત ક્રિયા કરી હોય તો જેમ કાંટો કાંટાને કાઢે તેમ દેહથી કરેલી ક્રિયા ચેતન્ય સ્વરૂપ બની જઈ દેહાતીત બનાવવામાં ઉપકારક બને છે. કાયાનો અભાવ કરે છે તેથી જ જ્ઞાન થ્યિ મોક્ષ / કહ્યું છે. જ્ઞાનસાર // 114 Page #116 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 7 રામશૈત્યપુષો યસ્ય, વિપ્રષોડપિ મહાકથા | કિં સુમો જ્ઞાન પિયુષ, તત્ર સર્વાગ મગ્નતામ્ . 7 ગાથાર્થ રામ રૂપી શીતલતાની પુષ્ટિ કરનાર જ્ઞાનામૃતના બિંદુની પણ મહાકથા છે, તો જ્ઞાનામૃતમાં સંપૂર્ણપણે મગ્નતાની શી સ્તુતિ કરીએ. સમતા - ઉપશમતા રૂપ શીતલતાનું બિંદુ પણ જો આપણને મળી જાય તો આનંદ થાય. જે અમૃતના કુંડમાં (જ્ઞાનની ઉપાસના) સદાયે ઝીલતા હોય તેની સ્તવના હું કઈ રીતે કરી શકું? “જિનવાણી નિત્ય નમું, કીજે આતમ શુદ્ધ, ચિદાનંદ સુખ પામે, મીટે અનાદિ અશુદ્ધ” જિનવાણી સાંભળતા સાંભળતા આત્મા ઉપશમને પામી જાય છે તો જે એને આત્મસાત કરે એના આનંદની તો શી વાત કરવી? સમજણ પૂર્વક કષાયની ઉપશાંતતા ન થાય ત્યાં સુધી અંદર ઉકળાટ ચાલુ રહે, અનંતાનુબંધી કષાય ઓછો થાય એટલે મિથ્યામોહનબળો પડે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થી નિવાસ” મુનિ એટલે ભાવપ્રાણોનો રક્ષક આજ સુધી જગતમાં જે મેળવવાની ઈચ્છા હતી તે હવે મેળવવા જેવી ન લાગે હવે તો બસ, સાચો માત્ર એક મોક્ષ અભિલાષ. પરમાત્માની વાતનો દૃઢતાપૂર્વક સ્વીકાર એ જ આત્મહિત છે. વર્તમાનમાં મોટાભાગના જીવો પુલ માટે જીવી રહ્યા હોય પણ આત્મા માટે જીવતા ન હોય એમ લાગે. મુનિ એટલે જ ભાવપ્રાણનો રક્ષક, ભાવપ્રાણનો ભોકતા અને તેનો જ શોધક. “જીવો અને જીવવા દો મુનિને જ્યારે લાગે કે દ્રવ્યપ્રાણો હવે ભાવ જ્ઞાનસાર // 115 Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીની રક્ષામાં કામ નથી આપતા તો એદ્રવ્યપ્રાણોને બચાવશે નહી. ‘અપ્રાણ વોસિરામિ' કરી દેશે. પરિગ્રહ વધે, માન-સન્માનની ઈચ્છા થાય, ક્ષેત્ર ગમે, ભક્તોનો મેળો ગમે એવું જે સાધુને ગમે તે ભાવપ્રાણોનો ભક્ષક બને છે અને જેનામાં એ નથી તે ભાવપ્રાણોનો રક્ષક છે. તત્ત્વરમણતા વિના આત્મામાં ઉપશાંતતા આવતી નથી સ્યાદ્વાદ અનેકાંતવાદથી જગતને જોનારો, જાણનારો, સ્વીકારનારો મુનિ હોય તેને ક્યાંય ઘર્ષણ નહી થાય, તત્ત્વ એ અમૃત દૃષ્ટિ છે. કોઈપણ વસ્તુને તત્ત્વદેષ્ટીથી જોશો તો રાગાદિભાવ નહીં થાય. શ્રાવક જ્ઞાનધારાથી ઉપયોગથી સતત આરાધનામાં રહી શકે છે. પશ્ચાતાપના ભાવથી, અનુમોદનાથી એની આરાધના ચાલુ રહી શકે છે. * સતી અને મહાસતીમાં ફરક શું? બંને શીલ સમાન પાળે છે. બન્નેમાં એક પણ રૂવાડામાં પરપુરુષનો ભાવ નથી. તે સતી પણ જેણે પરમાત્માની વાતનો સ્વીકાર કર્યો જેના રોમે રોમ વીતરાગ પરમાત્માના વચનો પ્રમાણે વર્તે છે એ મહાસતી છે. ' ઉપશમનું બિંદુ જે પ્રાપ્ત કરે છે તે ઉપશમનું સુખ પ્રાપ્ત કરે છે. આરાધનાનું ફળ ઉપશમ ભાવ છે. ચારે બાજુથી ફરી રહેલો છે તે સ્થિર થાય તે ઉપશમભાવ. આતમસંગે વિસલતા, પ્રગટે વચનાતીત, મહાનંદ રસ મોકલો, સકલ ઉપાધિ વર્જિતા” વર્તમાનમાં વાસ્તવિકધર્મદુર્લભ છે. જેને આત્મ ધર્મની સ્પર્શના થાય તેનામાં શીતલતા આવે તે ધર્મનું તાત્કાલિક ફળ છે. માટે નિશ્ચય ધર્મને સમજીને વ્યવહાર ધર્મને સ્પર્શીને આરાધના કરશો તો જ ધર્મનું તાત્કાલિક ફળ મળશે. માર્ગની શરૂઆત પણ અહીં જ અને અનુભૂતિ પણ અહીં જ. જિન બનીને જિનનું ધ્યાન ધરવાથી જિનનો અનુભવ થાય.જિન બનવાની તાલાવેલી જાગશે. જેઓએ વિકલ્પવિના દરેક આત્મા સત્તાએસિધ્ધ છે આ જિનવચન જ્ઞાનસાર || 116 Page #118 -------------------------------------------------------------------------- ________________ સ્વિકાર કર્યો છે તેઓ મહાભાગ્યશાળી કારણ એ સ્વરૂપ ગમી જવું એ અતિ દુર્લભ છે. આત્માનું સ્વરૂપ અઘાતી - કર્મોથી પૂર્ણ ઢંકાઈ ગયું છે. તેથી આત્મ સ્વરૂપનો અનુભવ થાય ક્યાંથી? આખું જગત 10 પ્રાણો વડે જ જીવન જીવી રહ્યું છે પણ ભાવપ્રાણો શું છે એ જ ખબર નથી. આપણી કર્મલઘુતા કહો કે સર્વજ્ઞપ્રણિત શાસન મળી ગયું છે તેથી આત્મ-સ્વરૂપ શુદ્ધ રીતે જાણવા મળી રહ્યું છે. છતાંયે કમનશીબી એ છે કે હજુ જાગતાં નથી પણ સંસારના અનુસ્ત્રોત માં તણાઈએ છીએ. પ્રતિ સ્ત્રોતમાં તરતાં નથી. ચોથા માર્ગની ઢચિ પ્રગટ થવી અતિ દુર્લભ છે. અપૂર્વ મિથ્યાત્વનો વિગમ થાય, અપૂર્વ શ્રદ્ધા પ્રગટે ત્યારે જીવનો મોક્ષ માર્ગ ભણી ડગ મંડાય, તેની જરૂચિ પ્રગટ થઈ જાય. તત્ત્વ સંવેદન રૂપ જ્ઞાન પ્રાપ્ત થાય અને જગતને ભૂલી જાય ત્યારે જે સુખ અનુભવે તેનું વર્ણન થઈ શકે એમ નથી. દેવપણું મળવુ હજુ સુલભ પણ જિન પ્રણિત ધર્મ મળવો દુષ્કર છે. નરકાદિ દુઃખના ભયથી અથવા પુણ્ય બાંધવાથી સુખ મળે એ હેતુ વ્યવહારમાં ધર્મની પ્રવૃત્તિ કરનારા ઘણા મળે છે પણ વધુ સંહાવો થપ્પો વસ્તુનો સ્વભાવને ધર્મ છે એ વાત સમજવી અઘરી છે. આત્મા એ જ વાસ્તવમાં સ્વભાવરૂપ છે, એ જ શાસ્ત્રનો સાર છે અને એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ જીવને નિર્ણય થતો નથી. આ સાંભળવા મળી જાય પણ તેને સ્પર્શે એવા તો કોઈક વિરલા જ હોય છે. જિન વચન જીવ સાંભળેલું ધારણ કરે તેના પર ચિંતન - મનન કરે અને ગુરુ સન્મુખ જઈ પરિણતી કેળવવાનો પ્રયત્ન કરે. જ્યારે આત્માને પોતાના સ્વભાવ અને સ્વરૂપનું ભાન થાય ત્યારે તે આત્મા વિષયોને વિષ્ટાની માફક છોડી દે છે અને નિર્મળ એવા આત્મ ભાવોમાં રમણતાને પામે છે. જ્ઞાનસાર || 117 Page #119 -------------------------------------------------------------------------- ________________ આવો આત્મા આ તત્ત્વ સાંભળતા જ ઉપશમભાવોને પામી જાય અને જ્યારે અનુભવે ત્યારે તો એ આત્મામાં પરમ શીતળતાનો અનુભવ કરે અરે! શીતળતા પણ તેની પાસે ઝાંખી પડે. તેના સુખને કહી શકાય એમ જ નથી જે અનુભવે છે તે આત્મા ધન્ય છે ! કેમ કે તત્ત્વ એ કષાયોના તાપને દૂર કરે છે અને પરમ ઉપશમ ભાવને પમાડે છે - આ ભાવને વારંવાર પામતાં જીવ વીતરાગ બની સર્વજ્ઞ બને પછી તે ત્રિલોક - પૂજ્ય બને છે. ગાથા - 8 યસ્ય દષ્ટિઃ કુપાવૃષ્ટિ ગિરઃ શમસુધાકર, તઐ નમઃ શુભ શાન, ધ્યાન મગ્નાય યોગિને” ગાથાર્થ જેની દૃષ્ટિ કરુણાની વૃષ્ટિ કરે છે અને વાણી પ્રશમરૂપ અમૃતને છાંટે છે. પ્રશસ્ત જ્ઞાન-ધ્યાનમાં મગ્ન યોગીને નમસ્કાર હો! મગ્ન બનેલાની દૃષ્ટિ કરુણાથી છલકાય - ભરાઈ જાય છે. આસ્તિક્ય નું ફળ અનકંપનિર્વેદ, સંવેગ અને શમ બને છે તે ગુણો પ્રગટ થયા પછી જ વિરતિ પૂર્વકની પૂર્ણ સમતા મળશે. કરુણારસથી ભરેલા આત્માની જે વાણી નીકળશે તે અમૃત વર્ષારૂપે બનશે. પરમાત્મામાં કરુણાનો સાગર ઘૂધવતો હતો માટે ચંડકૌશિકને માત્ર બુઝ - બજઝ કહ્યું તેનાથી તેના પર કરુણાની વર્ષા થઈ અને એ બુઝી પણ ગયો અર્થાત્ કષાય અગ્નિ ચંડોકૌશિકનો શાંત થઈ ગયો. જ્ઞાનનું ફળ કરુણા, એનું ફળનિર્વેદ (સુખપર કંટાળો) એટલે ગુણોનો અભિલાષી બનશે. આથી સમુ નું સુખ પામશે તે બીજભૂત છે ને પછી એ વિરતી લેવાને તૈયાર થશે અર્થાત્ સમ્યગ્દર્શન આવ્યા પછી જ આત્મામાં તાત્વિક વૈરાગ્ય આવશે. યોગમાં રહીને યોગથી પર થવાની સાધના કરે તે યોગી, તેવાને આપણે નમસ્કાર કરીએ છીએ. પ્રભુની કરુણા વર્ષાચંડકોશિયા પર થઈ તેના પ્રભાવથી ચંડકોશીયાની જ્ઞાનસાર || 118 Page #120 -------------------------------------------------------------------------- ________________ ઝેરવર્ષા અમૃતરૂપે સ્વાત્મા પર ફરી વળી. બહાર જોવાનું બંધ કરી અંદરની કષાય - અગ્નિને બુઝાવવાનું શરૂ થયું. ચંડકોશિયાની દૃષ્ટિ ઝેરવાળી છે જ્યાં જુવે ત્યાં બાળી નાંખે પણ પરમાત્માની દૃષ્ટિ એના પર પડી અને “બુઝ-બજઝ કહેવા દ્વારા એના પર અમૃતનું સિંચન કર્યું તેથી તેની આખી પરિણતી ફરી ગઈ અને પોતાની દૃષ્ટિ કેવી છે એનું ભાન થયું આથી તેણે નિર્ણય કર્યો કે હવે મારે જગત સામે જોવું જ નથી માટે એણે મુખ અંદર રાખીને માત્ર આત્માને જ જોવાનું કાર્ય કર્યું. સાધુ પણ એવું જ ઈચ્છે કે મારે હવે જગત સામે જોવું જ નથી અને જ્યાં નજર કરે ત્યાં માત્ર કરુણા જ વરસે માટે જ અભય ભાવ એ દીક્ષા છે. પોતે અભય બને અને બીજાને પણ અભય આપનારો બને માટે જ સાધુ બધુ જ કાર્ય જયણાપૂર્વક કરે જેથી કર્મ બંધ ન થાય. પ્રભુએ કહ્યુ છે “કહે ચરે, કહે ચિટ્ટે કહમાસે કહંસએ કહં ભુજતો ભાસતો?” જીવ કેમ ચાલે, કેમ બેસે, કેમ બોલે, જવાબમાં કહે છે કે જયંચરે, જયંચિટ્ટ, જયણા પૂર્વક ચાલે, જયણાપૂર્વક બેસે, જયણાપૂર્વક બોલે જૈન શાસન જયણા પ્રધાન શાસન છે. સાધુ બધું જ કાર્ય જયણાપૂર્વક કરે માત્ર હવે આ જ દૃષ્ટિ સાધુની બની ગઈ હોય, જ્યાં જુવે ત્યાં કરુણાથી જ જુવે માટે તે યોગી બની જાય. બોલે કેવું? બોલવાનું બંધ, દીક્ષા લે ત્યારથી જ જગત સાથે બોલવાનું બંધ અને આત્મા સાથે જ વાતો કરે, બિન જરૂરી બોલવાનું બંધ કરે તો આત્માની વિચાર શક્તિ પ્રબળ બને છે અને અંદર આત્મા સબળ બને છે. કારણ વીર્ય શક્તિ વેડફાતી નથી 24 કલાક જાગ્રત હોય ગમે તેવી પરિસ્થિતિ આવી જાય. માર્ગ કાઢી શકે મૌનીને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય યોગ્ય આત્મા સામે આવે તો તેનું કાર્ય થઈ જાય. સ્વનું ને જગતનું સ્વભાવ અને સ્વરૂપનું જ્ઞાન જેને નથી તે ધ્યાનમાં શું કરે ? સાધુ બધે જ નિર્જરા કરે ખાતા -ચાલતા, કારણ કે એણે જ્ઞાન એ રીતે પરિણત કર્યું છે જેના કારણે એ સતત ધ્યાનમાં જ હોય. સર્વજ્ઞ ભગવંત જે રીતે સ્વભાવ અને સ્વરૂપને જાણી રહ્યા છે તે જ રીતે આપણે પણ તેને જાણીયે તે યથાર્થ જ્ઞાન છે. દેહને આત્માનું જેણે સ્વરૂપથી જ્ઞાન કર્યું નથી તેણે આગળ જતા મુંઝાવવાનું જ છે. જ્ઞાનસાર // 119 Page #121 -------------------------------------------------------------------------- ________________ દેહનું નિર્માણ કઈ રીતે થયું? આહારાદિ 6 પર્યામિ વિગેરેથી દેહનું સર્જન થયું તે માટે જીવાદિ નવ તત્ત્વો વડે એણે પૂર્ણ સ્વરૂપને જાણવાનું છે. નવ તત્ત્વનિશ્ચિય અને વ્યહારથી ન જાણે ત્યાં સુધી ધ્યાન થવાનું નથી. ધ્યાનમાં દેહ અને આત્માનું ભેદજ્ઞાન કરવાનું છે ને આત્મ પ્રદેશોમાં ગુણોનો અનુભવ કરવાનો છે આત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. ૪થા ગુણઠાણે આત્મા અને દેહ ભિન્ન છે. એવી પ્રતિતી થાય અને 5 મે - 6 છે તે પ્રમાણે આત્મા થવાનો પ્રયત્ન કરે જેટલા અંશે થાય તેટલો અનુભવ થાય. ચોથે સાક્ષી ભાવે જાણકારીના સ્તર પર આવી ગયો અને પગે - દુદ્દે ગુણઠાણે એ આત્માને દેહમાં રહીને સ્વભાવને અનુભવવાનો છે. અતિ અલ્પકાળ આવા ભાવમાં આત્મા આવી શકે છે. ભલે પાંચમો આરો હોય અને છેલ્લે સંઘયણ હોય. 1/2 સમય આવો અનુભવ આત્મા કરી શકે છે. 8 સમયથી આગળ વધે ત્યારે શ્રેણી મંડાય છે. જે યોગીએ મન-વચન-કાયાનો રોધ કર્યો છે આશ્રવમાં જતાં યોગને રત્નત્રયીની એકતા અભ્યાસ દ્વારા જેને સાધ્ય છે તેવા યોગીને નમસ્કાર થાઓ. જ્યાં સુધી આત્મા ક્ષયોપશમ ભાવમાં છે ત્યાં સુધી સંપૂર્ણ અભેદતા નથી આવતી. ત્યાં સુધી એણે વચન આજ્ઞા યોગનો અભ્યાસ કરવાનો છે. રત્નત્રયીની એકતા વાસ્તવિક ૭મે ગુણઠાણે આવે આ ગુણસ્થાનકે જીવ આશ્રવમાંથી આત્મવીર્યને ખેંચી આત્મામાં સંવરથી લઈ શકે છે અને આત્મામાં સ્થિર થાય છે. 7 મે ગુણસ્થાનકે વીતરાગતાને અનુભવવાનો જ એકમાત્ર મનોરથ હોય છે. કર્મોથી મુક્ત થવા માટે જ વ્યવહાર ધર્મ છે. શુદ્ધ વ્યવહાર ધર્મ રૂપ પસમિતિ અને 3 ગુપ્તિમાં આત્મા જોડાય છે ત્યારે વિષયકષાયથી જેટલો મુક્ત હોય તેટલોતે અપ્રમત્ત કહેવાય છે. નિશ્ચયથી સમ્યગ્દર્શન ૭મે ગુણઠાણે કહ્યું કારણ કે એનિશ્ચય જ્ઞાનને જ્ઞાન રૂપે ત્યારે જ માને જ્ઞાનથી જે પ્રમાણે જાણે શ્રદ્ધાથી સ્વીકારે અને તે પ્રમાણે જ્ઞાન કાર્યમાં પ્રવર્તમાન થાય. જ્ઞાનનું ફળ વિરતી - ૭મે પ્રમાદથી રહિત થાય ત્યારે જ્ઞાનનું કાર્ય પ્રવર્તમાન થાય છે. જ્ઞાનસાર // 120 Page #122 -------------------------------------------------------------------------- ________________ 1 થી 4 ગુણસ્થાનકમાંથી દષ્ટિ ફેરવી પ થી 7 ગુણસ્થાનકમાં તે દૃષ્ટિ પ્રમાણે પુરુષાર્થ કરવાનો છે પ્રમોદ ભાવ વડે સાધ્ય ને સાધવાનું છે. પ્રમોદ ભાવની મુખ્યતા ન હોય તો કરુણા સંભવે નહી. કેમ કે બધા જીવો પ્રમોદ ભાવથી યુક્ત હોતા નથી બીજાના દોષો જોવાને બદલે તેના ગુણ પર જ પ્રમોદભાવ થાય તેથી “સ્વ” માં પણ ગુણો જ પ્રગટે તે ગુણોથી અપૂર્ણ માટે દોષો પ્રત્યે કરુણાભાવ થાય છે. કૃપા વૃષ્ટિ ઉભય પક્ષી હોય. અમૃત ભરેલી એટલે કે પોતાના ગુણોને વૃદ્ધિ કરનારી અને સામેવાળાના દોષોને દૂર કરનારી હોય જેમાં કષાયોની વૃદ્ધિ ન થાય તે જ લક્ષ હોય અને તે જ ઔચિત્ય વ્યવહાર કહેવાય. જેનાથી આત્મામાં પ્રસન્નતા પ્રગટે અને ભાવપ્રાણ વૃદ્ધિ પામે. જે વ્યવહારમાં કષાયોની વૃધ્ધિ થાય તે વ્યવહારને ઔચિત્ય વ્યવહાર ન કહેવાય. આવા યોગીની દૃષ્ટિ ચંદ્રમાં જેવી છે જેમાંથી સતત અમૃતમય એવા કિરણો પ્રસારીત થતાં હોય છે. આપણે પણ તેવા થવું છે પણ કેમ નથી થતાં? આપણામાં અનાદિકાલિન એવું મિથ્યાત્વનું ઝેર પ્રસરેલું છે તેથી આત્મામાં અસંયમ ઉભો થયો છે. આ અસંયમને કારણે આત્મામાં કષાય ભાવો ઉદ્દીપન થયા છે તેથી તે કષાયભાવોથી આત્મામાં ચંચળતા આવી છે અને તેથી મન અસ્થિર થઈ ગયું છે માટે અનાદિકાલિન એવા મિથ્યાત્વના ઝેરને વમવું જ પડે તો જ આગળનો વિકાસ શક્ય છે. જે વ્યક્તિ જ્ઞાનથી સમુદ્ધ હોય પણ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય નો ઉદય હોય તો તેઓ મન ઉપર વિજય મેળવી શકતા નથી. જ્ઞાન તેઓ માટે પાંગળુ બની જાય છે કેમ કે મોહ ઉપર વિજય મેળવ્યો નથી મિથ્યાત્વ મોહનીય અને ચારિત્ર મોહનીય જેટલા અંશે ઘટે તેટલા અંશે આત્મા સ્થિર બની શકે. એની ઝડપ એટલી બધી છે કે 1 સમયમાં તે લોકાંતે પહોંચી શકે. બહાર સેટ થાય તે આત્મામાં અપસેટ થાય ? દરેક વ્યક્તિ દરેક જગ્યાએ સેટ થવા ઈચ્છે છે પણ તે આત્મામાં જ્ઞાનસાર // 121 Page #123 -------------------------------------------------------------------------- ________________ “અપસેટ' બની જાય છે કેમ કે સેટ થવા માટે સ્થિર અને શાશ્વત વસ્તુને જ પકડાય તેને પકડવાને બદલે તે અનિત્ય અને અસ્થિર એવા પુગલ ભાવોમાં જ સ્થિર થવાને ઈચ્છે છે તો કોઈ કાળે તેમાં સ્થિર થવાય ખરૂં? આ જ તો મહા-મિથ્યાત્વનો ઉદય છે. અસ્થિર મનને સ્થિર કરવા માટે જ તો દહેરાસરમાં નિસિપિ નો ઉપયોગ છે પણ આપણે નિશિહિ નો ઉંધો ઉપયોગ કરીએ છીએ મનમાંથી સંસાર નીકળી જવો જોઈએ તેના બદલે આખો સંસાર ક્રિયા કરતાં ઉભો થાય અને ભગવાન આખાને આખા નીકળી જાય જેને કેન્દ્રિબિંદુમાં રાખીને સઘળી ક્રિયાઓ કરવાની હતી એ પરમાત્મા જ હૃદયમાંથી ગાયબ આવી ક્રિયા આત્માનો શું ઉધ્ધાર કરે? અને ભવસિંધુથી શું પાર ઉતારે ? * મોહઆત્મામાં શું કરાવે? દરેક સારા કામ આજે નહીં કાલે કરીશ, પરમ દિવસે કરીશ એમ પછી પછી જ કરાવ્યા કરે અને કંઈ જ સારું ન થાય અને આપણો જ પછવાડો અર્થાત્ આયુષ્યનો અંત આવી જાય. મોહરાજાની આ જ તો કરામત છે! 84 લાખ યોનિમાં એમને એમ ભટકવું પડે છે? તેમાં આ મોહરાજાનો પ્રતાપ હોય છે તેનાથી બચવા ધર્મસત્તાને શરણે ગયા વિના કદાપિ નહીં ચાલે. આપણો રસ, આપણા પરમ પ્રેમને તે ઉપરમાં ખેંચી જાય છે અને ઈષ્ટ અનિષ્ટ ના વિકલ્પોની જાળમાં આત્માને ફસાવે છે અને આત્મામાં સાવ નિરસ બની જઈએ છીએ. તેથી પરભાવ ગ્રહણ - અગ્રહણ (રતિ - અરતિ) ભાવ ઉભા થાય છે અને આપણે આપણને ભૂલી જઈ સંપૂર્ણ આશ્રવમય બની જઈએ છીએ. સમ્યગ્દષ્ટિનું મન મોક્ષમાં રમે અને આપણું મન કાયા રૂપી મંદિરમાં રમે સતત રતિ-અરતિમાં જ ભ્રમણ કરે તો પછી સર્વજ્ઞ કથિત મગ્નતા આપણમાં આવશે કયાંથી? ગ્રંથિભેદ થયા પછી આત્માના સ્વરૂપ વિશે કોઈ શંકા નહોય સત્તાગત પોતાની શુદ્ધ અવસ્થા, સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાનો જ આશય હોય તે જ શુદ્ધાશયમાં તેનું મન રમતું હોય છે. જ્ઞાનસાર || 122 Page #124 -------------------------------------------------------------------------- ________________ ત્રિભુવનમાં રહેલા જીવો જેજે “પરને શરણે ગયેલા છે તેઓ કર્મબંધ ને કારણે અશરણ હાલતમાં છે. ગુણો પર આવરણો આવી ગયા છે, દોષો પ્રગટ થયેલા છે તેને જોઈને પરમ એવા આત્મા ઉદ્ધીગ્ન બને છે અને ખેદ દશાને પામે છે આવરણ હટે, ગુણો પ્રગટે તો જ આત્મા સુખી બને એવો નિર્ધાર તેના હૃદયમાં આવવો જોઈએ. * સર્વદુઃખોનું મૂળ આશ્રવ છે. તેના નિવારણ માટે મહાવ્રતો છે. અને મહાવ્રતોની રક્ષા-શુદ્ધિ માટે સમિતિ અને ગુપ્તિ છે. સુખ આત્મામાં જ છે. ગુણો પ્રગટ થાય ત્યારે નિજાનંદ પ્રગટે જ. આ નિશ્ચય પ્રગટ થાય તો જ ગુણો પામવાનો પુરુષાર્થ થાય. આશ્રવ પ્રત્યે અરૂચિ ભાવ પ્રગટે તો જ સંવરની રૂચિ પ્રગટે અને તે માટે જ વ્રતનો સ્વિકાર કરવાનો વિરતિ વિના સંવર નહીં, સંવરવિના સમતા નહીં, સમતા વિનાસિદ્ધિ નહીં. સર્વદુઃખોનું મૂળ આશ્રવ છે. પોતાના સ્વભાવમાં સહજ મગ્ન બનવું એ એનો સ્વભાવ છે. આશ્રવથી નિવૃત્ત થવા માટે અને અંતરમાં પ્રવૃત્ત થવા માટે પ્રતિજ્ઞા ધારણ કરવી પડે છે અને એમાં દઢ રહેવા માટે એની ભાવનાથી ભાવિત થવું જોઈએ. પાંચ મહાવ્રતોની 25 ભાવના અને અનિત્યાદિ 12 ભાવનાની અનુપ્રેક્ષાથી આત્મામાં સ્થિર થવાનું છે. અનુપ્રેક્ષા - અનુ= વારંવાર, પ્રેક્ષા - જુવો આત્મા ક્યાં છે? કોની સાથે જઈ રહ્યો છે? તેનું વારંવાર નિરીક્ષણ કરવું આત્મા પરમાં જવાનો પ્રયાસ કરે છે તેથી સ્થિર નથી રહી શકતો પણ અનુપ્રેક્ષા કરવા દ્વારા આત્માને ત્યાંથી પાછો વાળવાનો છે અને સંવર કરવાનો છે, તેથી આત્માને જે અવિરતિજન્ય બંધ ચાલુ હતો તે અટકી ગયો ઉપરાંત નિર્જરા થાય એ જુદી. પરના સંયોગમાં મોહના પરિણામને ભળતાં અટકાવવા તે ભાવસંવર જ્ઞાનસાર || 123 Page #125 -------------------------------------------------------------------------- ________________ અને ભાવસંવર વગર નિર્જરા પણ ન થાય. માત્ર પ્રતિજ્ઞા ગ્રહણ કરવી તે દ્રવ્ય સંવર - તેનાથી નિર્જરા ન થાય, માત્રપુણ્ય બંધાય. જો ભાવ-સંવર કરીએ તો જ સમતાના પરિણામને અનુભવી શકાય. સમતાનો પરિણામ એજ મહાતપછે. સમતા સહિત કરેલો તપનિર્જરાનું કારણ બને છે. હવે તે નવા કર્મો બાંધતો નથી અને જૂનાની નિર્જરા થાય છે તેથી સ્વ - સ્વભાવનો અનુભવ કરવાનો છે અને સ્વરૂપમાં સ્થિર થવાનું છે. સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ આત્માના ગુણ અનુભવમાં મગ્ન બનેલા યોગીઓ ખરેખર પ્રમોદ ભાવ અને પ્રશંસાને પાત્ર છે. સ્વભાવ પ્રગટ થાય ત્યારે આત્મામાં અતિ નિર્મળ અને અપૂર્વઆનંદ પ્રગટે છે અને અકલ્પનાતીત, અકથ્ય એવું જ્ઞાન એના આત્મામાં પ્રગટ થાય છે. મોહના વિગમથી જ આવું અનુભવજ્ઞાન પ્રગટ થાય છે. ખરેખર - આવા આત્માઓ જ વાસ્તવમાં સુખી છે. આપણા સ્વરૂપ અને સ્વભાવનો નિર્ણય કરવા માટે જ આગમનું શ્રવણ કરવાનું છે. જો તેને સ્પર્શન ન થાય તો આપણા શ્રવણપણાની ખામી છે આગમ શ્રવણ દ્વારા પોતાનામાં રહેલા વિભાવનું ચિંતન કરીતે દૂર કરવા પ્રયત્ન કરે આખુ નવતત્ત્વ એ જ સમગ્ર આગમનો સાર છે જે જીવાદિ નવતત્ત્વને સમજી ન શકે તેઓ જિનશાસનને વાસ્તવિક સ્વરૂપમાં સમજી શકતા નથી. આગમ એ તો પરમાત્માનો સાક્ષાત્કાર છે. આગમ વાંચતા હોઈએને મારી સામે પરમાત્મા જ બેઠા છે એવું સંવેદન જીવ ને થાય. “કલિકાલેજિનબિંબ-જિનાગમ’ ભવિયણકું આધારો'. પરમાત્માના વિરહમાં જિનબિંબ અને જિનાગમ એ જ ભવ્ય જીવો પર ઉપકાર કરનારા બને છે. જિનાગમમાં રહેલી વાણી જિનેશ્વર ભગવંતના મુખમાંથી નીકળેલી છે તેમાંથી એકપદ પણ જો આત્મામાં ભાવિત થઈ જાય તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. ઉદા. માષતુષ મુનિ. પાંચ આશ્રવની સામે પાંચ મહાવ્રતોનો વિરતી પૂર્વકનો સ્વીકાર એ જ્ઞાનસાર || 124 Page #126 -------------------------------------------------------------------------- ________________ આપણા માટે વિભાવમાંથી સ્વભાવમાં આવવાની પ્રક્રિયા છે. પછી તત્ત્વથી આત્માને નિહાળવાનો છે હવે એ વિરતી વીતરાગતામાં પરિણમન પામે છે કે નહીં. સંવરનું ફળ સમતા છે. શ્રાવકે પણ 12 વ્રતો ગ્રહણ કરીને સમતાના પરિણામ કેટલા આવ્યા તે જોવાનું છે. વિરતિ ધર્મના સ્વીકાર પછી આત્મા વીતરાગતા સન્મુખ થયો છે કે નહી? તે જોવાનું છે. નવતત્ત્વમય બનેલા આત્માને માત્ર એક તત્ત્વમય બની જવાનું છે. જીવ તત્ત્વમાં આવી જવાનું છે જેટલા અંશે એ સંવરમાં આવ્યો સમતામાં આવ્યો તેટલા અંશે નિર્જરા થઈ તેટલા અંશે જીવ શુદ્ધ થતો જાય તેટલા અંશે જીવમય બનતો જાય. જીવ અને અજીવ તત્ત્વ એ જ છે. ક્યા તત્ત્વમય બનવાનું છે. અને ક્યા તત્ત્વમય બનેલો છે? વર્તમાનમાં જીવ અજીવમય બનેલો છે તેને જીવમય બનાવવાનો છે. આપણા આગમ નિશ્ચયથી ભરેલા છે જો ગુરુકૃપાએ દૃષ્ટિ ખુલી જાય તો પદે પદે આત્મા દેખાશે. નહીંતર તમામ આગમો વાંચી જાઓ તો પણ કાંઈ ન મળે. આત્માનું સ્વરૂપ પૂર્ણ ઢંકાયેલુ છે અને વિપર્યાસ પૂર્ણ ખુલ્લો છે માટે અત્યંત શ્રદ્ધા અને આત્માના અર્થીપણાનો રૂચિનો પરિણામ આવશે તો જ દેવ - ગુરુ પ્રત્યે અત્યંત બહુમાનનો પરિણામ આવશે તો ગુઢને સમર્પિત થઈને ઉપાસના થશે. તો જ અધ્યાત્મખજાનો જે આત્મામાં રહેલો છે તે આપણને મળે તે માટે અત્યંતર તપ બતાવ્યો. ગુઢ નિષ્ઠા એ પરમ તપ છે. ચિત્તની સરળતા વિના પ્રાયશ્ચિત શક્ય નથી. વિનય એ ગુણ પ્રત્યે જાગેલો અહોભાવરુપ છે. જ્યારે ગુણી પ્રત્યે બહુમાન જાગશે ત્યારે તેમિથ્યાત્વ અને માનને તોડી નાંખશે પછી કઠિન એવા મોક્ષમાર્ગમાં પ્રવેશ ખૂબ જ સહેલો છે એના માટે આત્માનું અર્થપણું હોવું જરૂરી છે. માન અને મિથ્યાત્વ એ બે જીવના વિકાસક્રમમાં બાધક તત્ત્વો છે. દેવ ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન ભાવતે બે બાધક તત્ત્વોને ભેદી નાંખે છે. આવા ગર્ભ રહસ્યોને આપણે ગુરુકૃપાએ પામવાના છે. ગુરુના હૃદયને જે શિષ્ય ભેદીને નીકળેલો હોય તે જ આ રહસ્યોના મર્મને પામી શકશે. આવો વિનયી શિષ્ય ગુરુની વૈયાવચ્ચ કરનારો હોય અને જ્ઞાનસાર || 125 Page #127 -------------------------------------------------------------------------- ________________ ગુરુના હાવભાવ પરથી જ ગુરુ શું ઈચ્છે છે તે જાણનારો અને તેમની ઈચ્છાને પૂર્ણ કરનારો હોય છે. ગુરુના આશ્રયને જે પકડી શકે તે ગુરુએ દર્શાવેલાં આગમના રહસ્યને પણ પકડી શકે. સંસાર કેવો છે? કર્મના ઉદયથી ક્લેશ અને સંતાપને જ અનુભવવાનાં છે એના રાગી પર સંક્લેશનું સંક્રમણ થઈ જાય છે. આવા સંસારના સંતાપથી જેનું મન ઉદ્ધીગ્ન થઈ ગયું છે તે વૈરાગ્યના માર્ગે જઈ વિરતિનો સ્વીકાર કરી વિતરાગતાને અનુસરે. વેદનાથી સંતપ્ત થયેલો આત્મા એનાથી છૂટવાના ભાવવાળો બન્યો ત્યારે તેનામાં ભાવ નિર્વેદ આવ્યો કહેવાય અને ગુણોને અનુભવવાનો ભાવ આવ્યો, તેનામાં સંવેગ આવ્યો. હવે એ ભાવ કઈ રીતે પ્રગટ થાય? સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્રથી માટે જ તીર્થંકર પરમાત્મા દેશનામાં ફરમાવે છે કે હે ભવ્ય જીવો H તમે જગતના સ્વરૂપને છોડી દો અને આત્માના સ્વરૂપને પકડી લો અને સ્વભાવમાં સહજ સ્થિર થઈ જાઓ. 0 0 0 જ્ઞાનસાર // 126 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩જું અષ્ટક * સ્થિરતા અષ્ટક - ગાથા-૧ વત્સ! કિં ચંચલ સ્વાન્તો, ભાન્તા વિષીદસિT નિધિ સ્વસસિધાવેવ, સ્થિરતા દર્શયિષ્યતિ છે ગાથાર્થ: હે વત્સ! તું ચંચલચિત્તવાળો બની સુખ માટે જ્યાં ત્યાં ભટકીને ખેદ પામે છે પણ જ્યારે આત્મામાં રહેલી તારી અનંત જ્ઞાનાદિ ગુણો રૂપ સંપત્તિનું નિધાન તને જોવા મળશે ત્યારે તું તારા આત્મામાં સ્થિર થઈશ. * મગ્નતા ક્યારે આવે? - સ્થિરતા આવે ત્યારે વિકલ્પવિનાની અવસ્થામાં જવું તે મગ્નતા, કષાય હટે તો વિકલ્પો આવે નહી. વિષય ઘટશે તેમ કષાય ઘટશે. આત્મા સ્વભાવે સ્થિર છે એવા આત્માને પરોપાધિ (પર ઉપાધિ) આવી. (મન-વચન-કાયા અને ઈન્દ્રિયોની ઉપાધી આવી) અને દ્રવ્ય અને ભાવથી તે અસ્થિર બન્યો. માટે પહેલાં ભાવથી સ્થિરતા આવે પછી દ્રવ્યથી સ્થિરતા આવે. પ્રથમ આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે તેને મનની સ્થિરતાની શરૂઆત થાય અને પછી જ મગ્નતા આવે ને અંતે પૂર્ણતા આવે છે. (1) દ્રવ્ય સ્થિરતા - યોગ ચપળતા રોકવા સ્પદ્રવ્યમાં સ્થિરતા થાય તે, ધનમાં મમ્મણની સ્થિરતા, અથવા લકવાના રોગમાં અંગોપાંગની સ્થિરતા થાય, એમ યોગાસન, પ્રાણાયામ, આસનવિ. માં પણ જે આત્મા સ્થિર થાય છે. તેથી દ્રવ્ય રોગો વિગેરે જાય તેના કરતા આત્માના ગુણોની સ્થિરતા જ મહત્ત્વની છે. જ્ઞાનસાર // 127 Page #129 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યની શુદ્ધિ તથા ઈન્દ્રિયો પર અંકુશ યોગાસનોથી થાય છે. માટે હેતુ શું છે? એના પર એનો આધાર છે. થાય, ચિત્ત પ્રસન્ન થાય, નાડી બધી નાભિ ને ગુદા સાથે જ સંકળાયેલી છે એ રીતે બેસવાથી નસો દબાય છે. તેથી લોહી અને વીર્ય નું ઉર્ધ્વગમન થાય તેથી સ્કૂર્તિ આવે. (2) ભાવસ્થિરતા: (૧)શુધ્ધ - સમ્યગુ દર્શન જ્ઞાન ચારિત્ર વિષે અથવા ધર્મધ્યાન કે શુકલધ્યાનવિષે જે સ્થિરતા પરિણામ થાય તે. (ર) અશુધ્ધમનોજ્ઞ વિષયોને વિષે જે તન્મય થવાઢપ રાગદ્વેષની જે સ્થિરતા તે. આત્માની શુધ્ધ અવસ્થા પ્રગટાવવારૂપ શુધ્ધ સાધ્યની પરિણતિ રહિત જે યોગોમાં સ્થિરતા તે નય ભાસરૂપદ્રવ્ય સ્થિરતા છે. પણ જે સાધ્યને સિધ્ધ કરવાના અભિલાષ પૂર્વક દ્રવ્ય આશ્રવના ત્યાગપૂર્વક જે, યોગાદિની સ્થિરતાને વ્યવહાર પ્રધાન પૂર્વના ચાર નય (ઋજુ –સૂત્ર, નૈગમ સંગ્રહ અને વ્યવહાર નય સ્થિરતા) માને છે. (૧)શબ્દનય - સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રના પરિણામ વડે સ્વરૂપ સાધના સાધ્યના અભ્યાસવાળી સ્થિરતા માને. (2) સમભિરૂઢ જીવ ધર્મ, શુકલ ધ્યાનમાં સ્વસ્વરૂપથી નહિ પડવા રૂપ એવી આત્મપરિણતિને સ્થિરતા માને. (૩)એવં ભૂતનય - ક્ષાયિક એવા જ્ઞાન-દર્શન- ચારિત્ર પરિણામ થવા રૂ૫ અર્થાત્ કેવળજ્ઞાન-દર્શન, અને ક્ષાયિક ચારિત્ર રૂપ વીતરાગની સ્થિરતા માને.વિભાવદશામાં પણ સર્વનયરૂપસ્થિરતાનો સર્વજ્ઞ તત્વ રહિત જીવોને હોય છે. અહિ સિધ્ધત્વના સાધનરૂપ સ્વભાવ સ્થિરતા તે મુખ્ય સાધ્ય જ્ઞાનસાર || 128 Page #130 -------------------------------------------------------------------------- ________________ છે અને તેનું સ્વરૂપ કહેવાનું છે. અર્થાત્ વિકલ્પો વિનાની આત્માની અવસ્થા તે પરિપૂર્ણ સ્વભાવ સ્થિરતા છે. ૪થા ગુણસ્થાનકે મિથ્યાત્વમોહ અને અનંતાનુબંધી કષાયનાવિગમ (ક્ષય–ઉપશમ કે ક્ષયોપશમ) થવાના કારણે નિર્વિકલ્પ અવસ્થાની શરૂઆત થાય છે અને 12 મા ગુણસ્થાનકના અંતે મોહનો સંપૂર્ણ નાશ થવાથી વિકલ્પોનો સંપૂર્ણ નાશ થાય છે. અને ૧૧મે ગુણસ્થાને મોહ સર્વથા ઉપશાંત થાય છે. | મનરૂપી હે બાળક! તું કેમ ચંચળ બને છે? દોડી દોડીને તું થાકી જવાનો છે. આત્મા પર' વસ્તુ મેળવવા માટેનો પુરુષાર્થ કરે, એ નહીં મળે ત્યાં સુધી દીનતા આવ્યા વિના નહીં રહે. દીનતા એ આર્તધ્યાનનો પરિણામ છે. અશુભ કર્મ અને અંતરાય કર્મવિશેષથી બંધાય લાભાન્તરાય, અશાતા વેદનીય, જ્ઞાનાવરણીય વિ. બધા જ બંધાય, મળ્યાનો આનંદ તે રાગનો પર્યાય, વધારે મેળવવાનો લોભ જાગશે. સંતોષ પરિણામ નહીં આવે. સમ્યગુદૃષ્ટિને મિથ્યાત્વના ઉદય વખતે બે કારણે મેળવવાની ઈચ્છા થાય છે. (1) પ્રયોજન છે માટે (2) લોભના કારણે. પણ સમ્યક્ત હોવાથી એને તે ખોટું જ લાગશે, સંતોષનો પરિણામ એને આવશે. પર લક્ષણ તે દુઃખ કહીયે, નિજ વશ તે સુખ કહીએ' જે પણ પર વસ્તુ છે તે દુઃખરૂપ છે અને સ્વને વશ છે તે જ સુખરૂપ જેમ અગ્નિ બાળવાના સ્વભાવવાળો છે તો પ્રયોજન હોય ત્યારે સાવધાની રાખીએ છીએ. તેમ દરેક પર વસ્તુના ઉપયોગ વખતે વિચારણા કરવાની છે. સાવધાની રાખવાની છે. પ્રથમ ભેદ-રત્નત્રયીમાં તારી સ્થિરતા થશે તો જ અભેદ રત્નત્રયીમાં સ્થિરતા થશે. 6 ઠ્ઠા ગુણ ઠાણા સુધી રત્નત્રયીની ભેદતા છે અને ૭મે રત્નત્રયીની જ્ઞાનસાર // 129 Page #131 -------------------------------------------------------------------------- ________________ અભેદતા આવે છે. સર્વજ્ઞ કથિત વચનને જાણી માની સ્વીકારવાનો આત્મામાં ઉલ્લાસન આવે ત્યાં સુધી રત્નત્રયીની અભેદતા નથી આવતી. જ્ઞાન - દર્શન છે પણ ચારિત્રની એકતા નથી. દા.ત. કુરગડુ મુનિ નવકારશી કરે છે છતાં પણ ભારોભાર પશ્ચાતાપ છે ને યથાશક્તિ આરાધના છે માટે કેવળજ્ઞાન થયુ. સમ્યગુ દર્શનની શુદ્ધિને નિર્મળતા કેટલી બધી છે? એનો ઉપાય તત્ત્વની વિચારણા છે, મૂળ સુધી જવું. પર્યાયથી દ્રવ્ય - ગુણ પકડવાના છે તો બધી જ ઉપાધિ જાય ને સમાધિ મળે જ. સત્તામાં રહેલી અભેદ રત્નત્રયીને બતાવશે કોણ? ભેદ રત્નત્રયી જ બતાવશે. આ 3 ગુણ (દર્શન - જ્ઞાન - ચારિત્ર) જુદા જુદા હોય ત્યારે તે ભેદ રત્નત્રયી અને 3 ગુણો આત્મામાં એરૂપે થઈ જાય ત્યારે તે અભેદ રત્નત્રયી કહેવાય છે. 7 મા ગુણસ્થાનકે અભેદ થવાની શરૂઆત ને કેવળજ્ઞાન થાય ત્યારે પૂર્ણતા. જ્ઞાન એ જગતની સર્વ વસ્તુને પ્રકાશિત કરે છે, માટે તે આત્માનો સ્વભાવ છે. સ્વ સ્વભાવ વડે જ આત્મામાં જ આત્માની વિશ્રાંતિ થાય છે. વિશ્રાંતિ એટલે ગુણમાં સ્થિરતા”.પરના ગુણમાં આદર પ્રીતિ રુચિ ન થાય તે “સ્વ” માં સ્થિરતા. “લોગસ્સ ઉજ્જો અગરે' શબ્દ જયારે પણ બોલીએ ત્યારે મારા આત્મામાં ઉદ્યોત થઈ રહ્યો છે, અંદરમાં પ્રકાશને જોવાનો છે જો આવું થશે તો આખો દિવસ પ્રકાશમય જશે. સમ્યગુદર્શન જ્ઞાનના ઉપયોગની શુદ્ધિ હેય, ઉપાદેયનો નિર્ણય કરાવીને આત્માને માર્ગ પર લઈ આવે છે. જ્ઞાન દૂધ જેવું છે. દૂધ પીવામાં આવે તો શરીર પુષ્ટ થાય તેમ આત્મા શુધ્ધ જ્ઞાનથી તગડો બને. જ્ઞાનથી મન જીતાય તો સ્થિર થાય જ્ઞાનની સાથે મોહ ભળે તો મન અસ્થિર થાય. દૂધમાં ખટાશ ભળે તો દૂધ ફાટી જાય તેમ જ્ઞાનમાં, મોહ ભળે તો જ્ઞાનવિકૃત થાય છે. અર્થાત્ વિકલ્પોરૂપી અસ્થિરતા શરૂ થાય. લોભના ઉદયે આત્મા અસ્થિર થયો, મન ચંચળબન્યું. આત્મા અશાંત બની ગયો. લોભમાં વેગ લાવવાનું કારણ મિથ્યાત્વ છે, સમ્યકત્વ હોય ત્યાં જ્ઞાનસાર || 130 Page #132 -------------------------------------------------------------------------- ________________ લોભહોઈ શકે પણ તેમાંવેગન હોય. એની માન્યતા શુદ્ધ હોય લોભનો પરિણામ ઈચ્છાથી શરૂ થઈને - મૂચ્છમાં એનો અંતિમ પરિણામ છે. એમાં આયુષ્ય બંધાય તો સમૂચ્છિમમાં જ જાય જ્યાં આત્માનું ભાન જ ન હોય. જેમ દેવશર્મા બ્રાહ્મણ પત્નીમાં મૂચ્છિત થયો તો પત્નીના વાળમાં લીખ તરીકે થયો. તપની વ્યાખ્યા પરની ઈચ્છાનો અભાવ. તપ પહેલા સંવર કરાવે પછી નિર્જરા કરાવે. ઈચ્છાનો રોધ તે સંવર છે. જયાં સુધી મિથ્યાત્વ ન નીકળે ત્યાં સુધી ગુણ - શ્રેણિ પર આત્માનો વિકાસ જ નથી. લોભ રૂપી વૃક્ષ પર આત્મા ચડી જાય તો તૃષ્ણારૂપી વેલડીઓ ફાલે-ફૂલે-વિકાસ પામે અને આત્મા ફળરૂપે ખેદાદિ પામે અને દુઃખને પામે છે. “લોભ મહાતરુ શિર ચઢ, બઢી તૃષ્ણા વેલી, ખેદ કુસુમ વિકસિત થઈ, ફલે દુઃખ ફળ મેલી (ફળીભૂત થાય) * મગ્નતા ક્યારે આવે? જ્યારે આત્મા સ્થિર થાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણે સ્થિર છે. પુદ્ગલ જ્યારે સ્કંધ સાથે બંધાયો ત્યારે તે સ્થિર થયો એમ કહેવાય છે. પરંતુ વાસ્તવમાં પુદ્ગલ દ્રવ્ય અસ્થિર - અનિત્ય સ્વભાવવાળું છે કારણ પરમાણુઓનું પરિવર્તન થતું જ હોય છે. મન સતત ગતિશીલ છે એટલે આપણે પણ દોડાદોડ કરીએ છીએ.મન બહાર મેળવવા માટે દોડે છે પણ તેને વાસ્તવમાં બહાર કંઈ મળવાનું નથી, ને શ્રમિત જ થવાનું છે. તારામાં રહેલા નિધિ (ભંડાર) થી જ તને સ્થિરતા પ્રાપ્ત થવાની છે, (જ્ઞાનાદિ પાંચ). મનની તને પ્રાપ્તિ થઈ એટલે અસ્થિરતા વધી ગઈ. એકેન્દ્રિયથી અસંજ્ઞિ પંચેન્દ્રિય સુધીના જીવોને મન નથી એટલે એમને કર્મબંધ ઓછો છે. મન એ સાધન છે કર્મબંધનું અને મોક્ષનું, અંદરની સંપત્તિ ન દેખાય અને પર વસ્તુને મેળવવાની ઈચ્છા કરે ત્યારથી કર્મબંધ ચાલુ થઈ જાય છે. ગ્રહણ અને છોડવાની પ્રક્રિયા સતત ચાલુ જ છે. ધારેલી વસ્તુ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી દીનતા પ્રગટ થાય એ જ્ઞાનસાર // 131 Page #133 -------------------------------------------------------------------------- ________________ આર્ત ધ્યાનનું લક્ષણ છે અને એના જ કારણે તિર્યંચગતિના બંધનું કાર્ય સતત ચાલુ જ છે. સંતોષ નથી અને અતૃપ્ત રહેવું એ પણ આર્તધ્યાનનું જ લક્ષણ છે. સંતોષ- શાંતિનો પરિણામ થવો જોઈએ એ આત્માને થતો નથી. આત્માનો સ્વભાવ તૃપ્ત થઈ જવું એ જ છે.આત્મા પોતાના ગુણ સ્વભાવમાં મગ્ન બની જાય ત્યારે એ તૃપ્ત થાય છે. આત્મા અરૂપી છે અને પુદગલો રૂપી છે. આત્મા રૂપીનો ભોગવટો કરવા જાય છે ત્યાં તૃપ્તિ થતી નથી. - પીડા જ થાય છે અને અતૃતિ વધતી જાય છે. અનંતકાળમાં પરિભ્રમણ કરતા આપણા આત્માએ ભોગવ્યું કેટલું? છતાં તે તૃપ્ત થયો? ફકત આહારના પુદ્ગલો જે ગ્રહણ કર્યા તે કેટલા? સૌથી વધુ નરકગતિમાં આહારનાં પુદગલો ગ્રહણ કર્યા છે આહાર બે પ્રકારના છે (1) આભોગ અને (ર) અનાભોગ. (૧)આભોગ આહાર નરકગતિમાં અંતર્મુહુર્ત-અંતમુહુર્ત ચાલુ જ છે આહાર વધુ તેમ પીડા વધુ. એકેન્દ્રિયમાં નિરંતર આહાર ચાલુ છે. ૧લી નરક કરતા ૭મી નરકમાં સુધાવેદનીય વધારે, દેવલોકમાં આયુષ્ય વધે પણ શરીર અને આહાર ઉપર ઉપરનાદેવલોકમાં ઘટે છે. યુગલિકોમાં પણ આહાર ઓછો છે. દેવલોકમાં આહાર, શ્વાસોશ્વાસ ઓછા એ સુખીપણાની નિશાની છે. નરકમાં શ્વાસોચ્છવાસ અને આહાર વધુ એ દુઃખીપણાની નિશાની છે. વિષયોમાં સુખ હોય તો ભોગવવાથી સુખ મળવું જોઈએ પરંતુ વિષયો જેમ ઓછા તેમ સુખ વધારે, તત્ત્વથી ચિંતન કરીએ તો આ વાત સમજાશે. ઉપર ઉપરનાદેવલોકમાં વિષય-કષાય-આહાર - શ્વાસોશ્વાસવિ. ઘટે છે. તપનY ZfR: I તપ એ આત્માનો સ્વભાવ છે. જેનાથી આત્મા તૃપ્ત થાય ત્યારે તે તપ થયો કહેવાય, પારણામાં કંટાળો આવે ત્યારે સમજવું કે હવે તપના ભાવ પ્રગટ્યા છે. નાના વતિ પર દ્રવ્યનો લાભ થવાથી તૃપ્તિ થવાને બદલે વિષાદ વધતો જાય છે. જ્યારે આત્માના ગુણોનો લાભ થવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે માટે લોભ કરવો તો આત્માના ગુણો મેળવવા કરવો. એ પ્રશસ્ત ભાવ છે. જ્ઞાનસાર // 132 Page #134 -------------------------------------------------------------------------- ________________ “સંતોષ એ શું છે?” મળ્યું છે તેનાથી વધુ મેળવવાનો ભાવ ન થાય અને જે મળ્યું છે તેને છોડવાનો ભાવ થાય તો સંતોષ થયો કહેવાય. 0 સંતોષ એ તૃપ્તિની પ્રભા, સંતોષ એ સમ્યગુદર્શનનું બીજ છે. અનંતાનુબંધી 4 અને 3 દર્શન મોહનીય (દર્શન સમક) આ 7 જાય ત્યારે આત્મામાં જે વિપર્યાસ આવેલો હતો તે વિપર્યાસ બુદ્ધિ દૂર થઈ જાય. ધનાદિ જે તીવ્ર ઉપાદેય ભાવ હતો તે અટકે. અને અનંતાનુબંધી કષાયથી જે લાવલાવ નો પરિણામ હતો તેમાં બ્રેક લાગે છે જે ચારિત્ર મોહનીયનો જ પરિણામ છે. લોભ મોહનીયનો ક્ષયોપશમ થાય તો પર વસ્તુ ગ્રહણ અને સંગ્રહ કરવામાં બ્રેક લાગે અને તપનો પરિણામ જાગે. લોભ મોહનીયના ઉદયને કારણે અટકાવવાનો અને પશ્ચાતાપનો પરિણામ ન આવે. પર વસ્તુની પ્રાપ્તિ આત્માના સુખને ભૂલાવી દે છે પર વસ્તુને મેળવવાની ઈચ્છા થઈ ત્યારથી જ વિકલ્પના વંટોળ શરૂ થઈ જાય છે. ઈષ્ટ - અનિષ્ટની જાળમાં ફસાય છે. ઉપરાંત તે પર વસ્તુને કારણે અનેક જીવોની સાથે રાગાદિ ભાવોથી જોડાઈને ભાવહિંસા આત્માને વિષે કરે છે. જીવ સમજવા છતાં સ્વીકારી શકતો નથી, આથી ઢચી પરિણામ ન થવાના કારણે ચિત્ત પુદ્ગલમાં જ રમ્યા કરે છે. “સમ્યગ્ ગુણઠાણા થકી જીવ લહે શિવશર્મ કડકડતી ઠંડીમાં અગ્નિની હૂંફ ગમે છે સહેજ હાથ લગાડો તો ગમશે તે વખતે અકળામણ નહી થાય અગ્નિથી થોડે દૂર રહો છો તો પણ તે તમને હૂંફ આપે છે. તે જ રીતે સમ્યગદર્શન આવે એટલે આત્માની સહેજ સ્પર્શના થાય છે જે પણ અજબ - ગજબ કોટિની હોય છે. સમ્યગદર્શનથી જે નિર્મળ ગુણો પ્રગટ થાય તેની પણ હંફ હોય છે કે આ ગુણો મને અવશ્ય કર્મ ખપાવી મોક્ષ અપાવશે જ. જ્ઞાનસાર // 133 Page #135 -------------------------------------------------------------------------- ________________ જ્યારે મિથ્યાત્વ ઘર કરી ગયું હોય છે ત્યારે તે સત્ય વાતને સમજવા દેતું જ નથી. મન વાળાને જ વ્યકત - અવ્યક્ત મિથ્યાત્વ પ્રગટ થાય છે. મન વાળાને જ સમ્યગુદર્શન પ્રગટ થાય છે. 7 મી નરકે પણ “મન” વાળો જ જાય છે પ્રબળ મિથ્યાત્વની હાજરીને કારણે જીવ ૭મી નરક સુધી પહોંચી જાય છે તેના ઉપાય રૂપે મનમાં નિષ્ફળતા નથી લાવવાની, પરંતુ મનની ચંચળતાનું કારણ જે છે તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ અને મોહનો પરિણામ કાઢી નાંખો તો ચંચળ મન શાંત બની જશે. મન જ મન પાસે મોહ અને મિથ્યાત્વ કામ કરાવે છે. માટે જ પહેલી દીક્ષા ‘ચિત્ત મુંડનમ્ મનનું મુંડન કરવું અર્થાત્ માન્યતા સર્વજ્ઞ વચન પ્રમાણે ફેરવવી. તે કર્યા વિના મસ્તક મુંડાવે તો તેની દીક્ષા સદંતર નિષ્ફળ જાય છે. માટે અહીં પૂ. ઉપાધ્યાયયશોવિજયજી મ.સા. મનને કહે છે: હે મન રૂપી બાળ! તારી પાસે નિધિ છે તેને કેમ જાણતો નથી? એક -બે નહીં પણ પૂરા પાંચનિધિ છે. (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય) તેને કેમ જાણતો નથી તેને ખોલીને કેમ વાપરતો નથી. જેમ વાપરે એમ વૃદ્ધિ થાય. ભોગવશો નહીં તો અંતરાય આવીને ઉભો રહેશે. પછીના ભવમાં એ નહીં મળે. તિર્યંચના ભવમાં સતત રખડપટ્ટી કરવી પડશે. માટે ખરેખર સુખી થવાનો ઉપાયનિવૃત્તિ માર્ગ છે. નિર્વાણ માર્ગ છે. પ્રવૃત્તિ હેય લાગવી જોઈએ. કદાચ પ્રવૃત્તિ કરવી પડે તો પણ નિર્વાણ માર્ગમાં સહાયક હોય તેવી જ પ્રવૃત્તિ કરીએ અને તે પણ હેય” માનીને જ કરાય. આપણે પ્રવૃત્તિને પ્રધાનતા આપી દઈએ છીએ તે ખોટું છે. જો હવે હેય પરિણામ હોય તો પ્રવૃત્તિ જરૂર પૂરતી જ થાય. જેવુ સામર્થ્ય આવે ત્યારે પ્રવૃત્તિ છોડી ચિત્તને નિવૃત્તિમાં લઈ જવું જોઈએ જઘન્યથી માંડી ઉત્કૃષ્ટ માર્ગમાં વિરતિની જ પ્રધાનતા છે. જઘન્ય માર્ગની શરૂઆત 4 થા ગુણસ્થાનકે સમ્યગદર્શનથી થાય અને ઉત્કૃષ્ટ 14 મા ગુણસ્થાનકે પૂર્ણવિરતિ, અર્થાત્ સંપૂર્ણ નિવૃત્તિની પ્રાપ્તિ થાય. ૪થે ગુણઠાણેમિથ્યાત્વની નિવૃત્તિ રૂપનિર્વાણદશા પ્રાપ્તિનો આરંભ છે. 14 મે સંપૂર્ણ પરપ્રવૃત્તિરૂપ નિવૃત્તિની પૂર્ણાહૂતિ છે. અર્થાત્ વિચાર તથા જ્ઞાનસાર // 134 Page #136 -------------------------------------------------------------------------- ________________ આશય શુદ્ધિ સુખની અનુભૂતિ ક્યારે થાય? આત્મસ્વરૂપની વાત સમજાય કે જગતની એક પણ વસ્તુની માલિકી થઈ શકતી નથી, ભોગવી શકાતી નથી, ગ્રહણ કરી શકાતી નથી આ વાતનો સ્વીકાર નથી માટે વાંધો પડે છે. જીવ સમજવા છતાં સ્વીકારી શકતો નથી માટે ઢચિનો પરિણામ પ્રગટ થતો નથી. ચિત્તવૃત્તિ ત્યાંથી ખસવી જોઈએ તે ખસતી નથી. માટે પર પ્રવૃત્તિ મિથ્યાત્વને કારણે વધી અને ધૂમધામે ધમાધમ ચલી.-યોગીને આ બધામાં રસ હોતો નથી તે તો પોતાના સ્વભાવ અને સ્વરૂપમાં જ રમતો હોય છે. યોગી - ભોગી,- વક્તા - મૌની 0 યોગી ક્યારે કહેવાય? સ્વ-પરમાં ઉપયોગી બને એ યોગી, પરના ભોગને છોડે ત્યારે યોગી આત્માનંદનો ભોગી બને. વક્તા - બોલવાનું બંધ કરે, જરૂર પુરતું બોલે તે વક્તા, નહીંતર બકવાસ. તે બોલે ઓછું છતાંયે આખો દિવસ પોતાના આત્માની સાથે નિરંતર વાતો કરતો હોય. જરૂર વગરનું બોલવાથી અપૂર્વ વીર્યશક્તિનો વ્યય થાય છે. વચન યોગમાં જ વીર્યનો વધુમાં વધુ વ્યય થાય છે. * વધારેમાં વધારે શ્રમ કોને પડે? ન બોલવાનું બોલે તેને શ્રમ વધારે વધારે નિર્જરા વીતરાગની દેશનામાં થાય. માટે જ તીર્થંકર પરમાત્મા નામકર્મ ખપાવવા દેશના આપે છે. આ દેશના સ્વ-પરના હિતવાળી જ હોય. પાંચ ભંડારોની વચમાં આત્મા આવીને વસે ત્યારે એની સ્થિરતા થશે. પોતાને પરમાનંદની પ્રાપ્તિ અને બીજાને પીડાનો અભાવ થશે, નહી તો પરધન મેળવવા જતાં અસ્થિરતા વધશે, વિષાદની પ્રાપ્તિ અને બીજાની પીડામાં નિમિત્ત થવાનું બનશે. મન ભમી ભમીને અંતે થાકીને વિષાદને પ્રાપ્ત કરે છે. જેની માટે તું બહારમાં દોડે છે પરંતુ તે ભંડાર તારામાં જ છે. સ્વનિધિમાં જ તારી સ્થિરતા થવાની છે. જ્ઞાનસાર || 135 Page #137 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાળથી પાંચ ઈન્દ્રિયોના વિષયોથી આત્મા સંસ્કારિત થયો છે તેથી તે વિષયોને હવે તું ત્યજી દે અને તું તારા શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કર તો જ તારી શુદ્ધતા થશે. ગાથા: 2 જ્ઞાન દુગ્ધ વિનસ્ટ્રેત, લોભ વિક્ષોભ કૂર્ચઃ ! અલ્લ દ્રવ્યા દિવાસ્થય, દિતિ, મત્વા સ્થિરો ભવ! ગાથાર્થઃ અસ્થિરતા રૂપખાટા પદાર્થથી લોભના વિકાર રૂપ કૂચા થવાથી જ્ઞાનરૂપ દૂધ બગડી જાય છે એમ જાણીને સ્થિર થા. લોભ આત્મ - સ્વરૂપની અનુભૂતિમાં બાધક બને છે. બીજા મારા માટે શું બોલે છે એ જાણવાની ઈચ્છા તે પણ પરભાવની ઈચ્છા. આ પણ લોભનો જ પરિણામ છે. વર્ણ - ગંધ - રસ સ્પર્શએ મારો સ્વભાવ નથી એમ જાણે તો જ આનંદને વેદી શકે છે જગત વિષે મુનિ મૌન શા માટે બની જાય છે? જગતને જાણી તેમાં કાંઈ સાર નથી અને સારા માત્ર પોતાના આત્મામાં જ છે એવો નિશ્ચય મુનિને થઈ ગયો છે માટે તે મૌન બની જાય છે. મન - વચન - કાયાને ગોપવે છતાં આત્માસ્થિર થઈ શકતો નથી શા કારણે જ્યાં સુધી મનસ્થિર નથી ત્યાં સુધી આત્મા અસ્થિર રહે છે. લોભનો પરિણામ જ્યારે પણ જાગે છે ત્યારે તે વાસ્તવિક આત્માના ગુણો વિષે થતો નથી પણ પર વિષયનો લોભ થાય, સ્વાધ્યાયનો લોભ જાગે - વધારે કરી લઉં પણ સ્વાધ્યાયને આત્મ સ્વભાવઢપે પરિણામાવવાનો ભાવ ન થાય. લોભ એ મોહનો પરિણામ છે માટે એ પુદ્ગલના વિષયોમાં જ થાય. આથી આંકડાઢપે ગાથા વધે તેનો આનંદ હોય. 0 ગુણો વિશે લોભ થાય છે તે શું છે? ગુણોનો સ્વભાવ છે મોહની હાનિ કરવી અને મોહની જો હાનિ થઈ જ્ઞાનસાર // 136 Page #138 -------------------------------------------------------------------------- ________________ તો આત્મા ગુણસ્થાનક પર આરોહણ કરે છે. જ્ઞાન દ્રવ્યથી વધારે પ્રગટ થયું હોય કે ન પણ થયુ હોય જ્ઞાનીઓએ જ્ઞાનનો આધાર ગુણસ્થાનક નથી કહ્યો પણ મોહનો ક્ષય જ ગુણ સ્થાનકનો આધાર છે. મોહના ક્ષય - ક્ષયોપશમ કે ઉપશમ પર જ ગુણોનો આધાર છે. આથી લોભમોહનીયનો જેમજેમ ક્ષયોપશમ થાય તેમ આત્મામાં નિસ્પૃહતા સંતોષાદિ ગુણ વૃધ્ધિ થાય. દ્રવ્ય ચારિત્રનું શ્રેષ્ઠ પાલન અભવ્યનો આત્મા પણ કરે છે. તો એને પણ ગુણસ્થાનક પર આરોહણ ઘટવુ જોઈએ. પણ અભવિને દર્શન મોહનીયનો ક્ષયોપશમ નથી. મોક્ષ તત્ત્વને માનતો જ નથી. જ્ઞાન અને વીર્યંતરાયનો ક્ષયોપશમહોય પણ મોક્ષ તત્ત્વને માનતો જ નથી, છતાં જ્ઞાન અને વીર્યંતરાયના ક્ષયોપશમને કારણે અલવિક્રિયા કરે છે પણ એનામાં બીજ જ નથી તો ઉગશે શું? અભવિમાં સમ - સંવેગ-નિર્વેદ વિગેરે લક્ષણો નથી તે લક્ષણો દ્રવ્ય રૂપે નથી બતાવ્યા પણ આત્માના પરિણામ રૂપે કહ્યા છે તે તેમાં નથી. દયાનું કંપન એનામાં હોતું જ નથી. જેમ જેમ મોહનો વિગમ થાય તેમ તેમ આત્મા તે તે ગુણસ્થાનક પર આરૂઢ થાય. માત્ર જ્ઞાનવરણીયનો જ ક્ષયોપશમ હોય તો તે જ્ઞાન મિથ્યા પણ હોઈ શકે, પરંતુ તેમાં ભળેલું મિથ્યાત્વ દૂર થાય તો તે જ્ઞાન શુદ્ધ થાય. જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે પણ મોહના વિગમથી તે રીતે આત્મામાં પરિણત થાય છે ત્યારે તે સમ્યક જ્ઞાન કહેવાય છે. જે તપ કરવાથી બ્રહ્મચર્યની શુદ્ધિ થાય અને વિષય - કષાયોની વૃત્તિ હાનિ થાય તો તે ભાવતપનું કારણ બને છે. આ પરિણામ નથી થતાં તો માસક્ષમણ આદિ તપ માત્રદ્રવ્ય તપનું કારણ બને છે. પારણામાં આત્માને વિષયોની વૃત્તિ ન થાય. આપણે સાધનને સાધ્ય માની લીધું. માટે પરિણામ પ્રગટ થતા નથી. શુદ્ધ ગુણોના આસ્વાદમાં વિષયોનો આસ્વાદ બાધક છે માટે તેને હવે છોડ! સ્વાદનો રાગ ન હોવો જોઈએ. પરસ્વાદન છૂટે ત્યાં સુધી આત્માનો સ્વાદ નહી માણી શકીએ. જ્ઞાનસાર // 137 Page #139 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર પ્રવૃત્તિ સ્વરૂપ છે, નિશ્ચય પરિણામલક્ષી છે વ્યવહાર સાધન લક્ષી છે, ધર્મ પરિણામલક્ષી છે. સાધના કયારે કહેવાય? સાધનની સાથે સાધ્ય આંશિક રૂપે ભળે તો સાધ્યની સિદ્ધિ કરનાર સાધના કહેવાય. ઉપવાસ આદિ તપએ પરિણામને પ્રગટ કરવાનું પરમ સાધન છે પણ આત્માએ એને સાધ્ય માની લીધુ માટે તપ પરિણામ પ્રગટ ન થયો. અર્થાત્ ઈચ્છા રોધ પાંચે ઈન્દ્રિયનાવિષયાદિની વૃત્તિ રૂપ અને કષાય ભાવથી નિવૃત્તિ રૂપસંવર પરિણામ અને સમતા ગુણને અનુભવવાનો પરિણામ પ્રગટ નથયો.પ્રયોજનથી આપવું પડે તો તેમાં સારા-નરસાનો પરિણામ ન આવે તો વિશેષ બંધ ન થાય. તપાદિ ધર્મજીવો કર્મક્ષયના લક્ષપૂર્વક કરતા હોય છતાં મોટાભાગે પરની ઈચ્છા સહજ થતી હોય છે. આત્મસ્વભાવનો નિશ્ચય જે રીતે થવો જોઈએ તે પ્રમાણે ન થવાના કારણે સ્વ સ્વભાવને ભોગવવા વડે જ તૃપ્ત થવા રૂપશુદ્ધતપ પરિણામની ઢચિ થતી નથી. શુધ્ધ તપવિના સ્વભાવની પૂર્ણતા પણ થશે નહિ. ગૌતમસ્વામીને સ્વભાવની પૂર્ણતાનો નિશ્ચય હોવાથી સતત ઝંખનામાં રમતા હતા “મને કેવળજ્ઞાન ક્યારે?” ઈચ્છા, મોહ, લોભ, સ્નેહ આ બધા આત્મામાં વિક્ષોભના પરિણામ છે. અશુભ પરિણામ જ્ઞાનમાં ફોદા રૂપે છે. સમજણ મોહને કારણે બગડી ગઈ તેથી જ્ઞાન મલિન બની ગયું, જ્ઞાનના પરિણામ રૂપે ઉપયોગની શુદ્ધિ ન થાય તો તે આગળ વધે ક્યાંથી? જ્ઞાન આત્માની પુષ્ટિનું કારણ છે જ્ઞાનથી મન જેટલું વિશુદ્ધ તેટલું તે પુષ્ટ બને. તત્ત્વ અવબોધ રૂપે આત્મામાં પરિણામ પામે તેટલી આત્માની પૃષ્ટિ કરે છે. તત્ત્વ-સ્પર્શના વિના આત્મ - ભાવવિશુદ્ધ થાય ક્યાંથી? તત્ત્વરૂપ અવબોધને પામી તેનું મંથન થાય કે મને તે રીતે કેમ પરિણમતું નથી? જ્ઞાન પરિણામ ન પામે ત્યાં સુધી અનુપ્રેક્ષા ચાલે. જ્યાં સુધી તે તદ્ગત ન બને ત્યાં સુધી ધારી રાખે આમ અવબોધ રૂપ જ્ઞાનની એકતા થઈ ત્યારે તે જ્ઞાનવિશુદ્ધ જ્ઞાનસાર || 138 Page #140 -------------------------------------------------------------------------- ________________ બને છે. તે માટે જ જ્ઞાનીઓએ વાચના - પૃચ્છના-પરાવર્તના - અનુપ્રેક્ષા - અને ધર્મકથા બતાવ્યા છે. આત્માની તન્મયતા જગત સાથેની તન્મયતા તોડવા માટે છે. જીવે તપ ઘણો કર્યો પણ પરિણતિનું લક્ષ ન રહ્યું, સમતા ન રહી, વિષયો પ્રત્યેનો રાગ ઓછો ન થયો, ઈચ્છાઓ ન ઘટી, તપ અધિક અધિક કરવાનું મન થયું પણ આત્માને અધિક શુદ્ધ કરવાનું મન ન થયું તો જેમ ખાટા દ્રવ્યોના સ્પર્શ દૂધવિનાશ પામે તેમ પરિણતિના લક્ષવિનાનો કરેલો ત૫ ગુણના વિકાસ માટે નહીં પણ કદાચ વિનાશ માટે બની શકે. આત્મા અખંડ આનંદ ગુણને ધારણ કરનારો છે, તે સચિદાનંદમય સ્વરૂપ છે. જ્ઞાન શુદ્ધ હોય ત્યારે જ આનંદની અનુભૂતિ થાય છે. પુદ્ગલ વર્ણ - ગંધ - રસ - સ્પર્શ થી યુક્ત અને રૂપી છે અને આત્મા અરૂપી છે. અરૂપીને રૂપીનો મેળ પડે ક્યાંથી? આત્મા જ્યારે પુદ્ગલ ભાવદશામાં નથી હોતો પણ જ્યારે જ્ઞાનાદિ ગુણોમાં રમતો હોય ત્યારે જ તે અનેરા એવા અવર્ણનીય આનંદને અનુભવે છે, ત્યારે તે પોતાના જ્ઞાનાદિ ગુણોમાં આત્મવીર્યને લઈ જાય છે. શરીર પુદ્ગલ છે તેની સાથે વર્ણ - ગંધ-રસ - સ્પર્શ જોડાયેલા છે તે હમણાં ને હમણાં કાંઈ જતા રહેવાનાં નથી અને આત્મા પણ હમણાં ને હમણાં અરૂપી થઈ જવાનો નથી માટે જે કાંઈ ઘટના બને તેના જ્ઞાતા-દષ્ટાબની આત્મવીર્યને આત્મ ગુણોમાં લઈ જવાનું છે, એમ વારંવાર કરતા એકદિવસ આત્મા પોતાના સંપૂર્ણ સ્વભાવ અને સ્વરૂપને પામી જશે. શક્યમાં "હેય" નો પરિણામ હોય અને અશક્યમાં જરૂર પૂરતો 'ઉપાદેયનો' પરિણામ હોય બાકી ઉદાસીન ભાવ હોય ત્યારે તેને ક્ષયોપશમ ભાવમાં અનુભવ થાય કે હું ચારિત્રના આનંદને વેદી રહ્યો છું. * ઉદાસીન ભાવ એટલે શું? જે વસ્તુ જેવી છે તેવી રીતે જોવા-જાણવી-કાળી છે, ધોળી છે, પુદ્ગલના ગુણધર્મવાળી છે તેમાં જેને સારા-નરસાનો ભાવ, હર્ષ-શોક આદિના ભાવો જ્ઞાનસાર // 139 Page #141 -------------------------------------------------------------------------- ________________ થતા નથી. માત્ર હેય તરીકે વસ્તુને જુએ છે ત્યારે આત્મા પોતાને અનુભવી રહ્યો છે તેમ કહેવાય, કેમ કે તે પોતાના શેયના જ્ઞાતા સ્વભાવ રૂપ અસ્તિત્વને ટકાવી રાખે છે બીજામાં જતો નથી. જેવો આત્મામાં લોભનો પરિણામ આવ્યો -ગમો આવ્યો -તે ઉપાદેય લાગ્યું તેમિથ્યાત્વમોહનીયનો પરિણામ અને ઈચ્છા થઈ તે લોભ મોહનીયનો છે. ચિત્તની સ્થિતિને ડામાડોળ કરી નાંખે છે. માટે હે આત્મનું! તું શ્રદ્ધા કર, તું જ્ઞાન પામ ને પછી ચારિત્રનો પરિણામ કેળવ. આ ત્રણેનીજયારે એકતા થશે ત્યારે તારી આત્મામાં સ્થિરતા થશે. પરક્ષેત્રે શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન અસ્તિત્વ સ્વક્ષેત્રે, તમે કહ્યું નિર્મળતા ગુણ માનશું જ્ઞાની” ગાથા - 3 અસ્થિરે હૃદયે ચિત્રા, વા નેત્રાકાર ગોપના, પંથલ્યા ઈવ કલ્યાણ - કારિણી ન પ્રકીર્તિતા! ગાથ ચિત્ત અસ્થિર હોય તો વિચિત્ર વાણી, નેત્ર અને આકૃતિ વિષયાદિકની સંગોપના અસતી સ્ત્રીની જેમ કલ્યાણ કરનારી કહી નથી. જેમ વ્યાભિચારિણી સ્ત્રી પતિ સાથે રહેલી, બહારથી સતી જેવો ગોપવે છતાં મનવિચાર વિનાનું હોય, વિકારવાળુ હોય તો તે સ્થિર થઈ શકતું નથી. મોહનો ઉદય થાય અને સાથે સમ્યગુદર્શન ન હોય તો તે અસ્થિર હોય અને સમ્યગુદર્શનનો પરિણામ હશે તો તે મોહને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરશે. જ્ઞાનસાર / 140 Page #142 -------------------------------------------------------------------------- ________________ આત્માનો ખોરાક આપવો પડશે અને આત્માનો ખોરાક “જ્ઞાન” છે. જ્ઞાનામૃતથી જીવ તૃત બને છે આત્મા પણ અરૂપી અને જ્ઞાન પણ અરૂપી માટે આત્મા ત્યાં તૃત બનશે. આપણે ધર્મારાધના કરતાં હોઈએ ત્યારે આપણા મનમાં કોણ? પ્રભુ કે સંસાર? સંસાર હોવાથી વ્યાભિચારિણી જેવા આપણે થઈશું. જેમ બિલાડી કે બગલો ધ્યાનમાં ચડી જાય અને ઉંદર કે માછલીને જુએ કે તરત જ એના પર તૂટી પડે. આપણે પણ સંસારનું પ્રલોભન મળ્યું નથી કે એના પર તૂટી પડયા વિના રહેતા નથી. આપણી તમામ સાધના નિઃસંગ બનવા માટે છે. ઉપધાનઃ એટલે આત્મા પાસે આવીને વસવું. જે દ્રવ્ય ક્રિયાની અંદર ભાવ ભળે એની જ શાસનમાં પ્રશંસા છે. માત્ર દ્રવ્ય - ક્રિયાની પ્રશંસા નથી. જેમ જેમ જ્ઞાન ભણશે તેમ તેમ ક્રિયામાં આનંદ આવશે, નહિ તો ક્રિયા કરશે પણ પતી ગયાનો “હાશ થશે ‘ક્રિયા પતી ગઈ પરભાવ - પરવસ્તુને મેળવવાનો અભિલાષ તત્વાર્થસૂત્ર' માં કહ્યું છે કે ઉત્તમ આત્માઓ ધર્મ-ક્રિયા કરતા કરતા ભાવ ધર્મને પામી ગયા. આવુ કોને થાય? જેને કર્મલઘુતાથી મિથ્યાત્વને કષાયની તીવ્રતા નથી. વિષય વાસનાની આગ નથી, તેને પોતાની પ્રશંસા સાંભળવાની ઈચ્છા નહીં થાય. આલસ્મિતા હિતાય સુપર સ્વગુણરમયઃ અહો સ્વયં ગૃહીતાજી, પાતયક્તિા ભવોદધી II આ લોકની ઈચ્છા એટલે લોકસંજ્ઞાનો ત્યાગ કરવાનો છે ગુણનો ભૂખ્યોગુણીની પ્રશંસા કરે છે એ તેનો ધર્મ, પણ સાધુ જો ગુણગાન સાંભળવાનો અભિલાષી બને તો તે પતનને પામે છે. દોષો દેખાવા જોઈએ. 4 જ્ઞાનના ધણી ગૌતમસ્વામી પણ શું વિચારે છે કે કેવળજ્ઞાનીની પાસે મારું જ્ઞાનબિંદુ જેટલું પણ નથી એનું એમને ભાન છે માટે એમને સ્વદોષ જ દેખાશે. મૂળ મુનિ આતમગવેષી, ન કરે ગૃહસ્થનો સંગ, જયાં પરિચય ત્યાં અવજ્ઞા, સમક્તિ ભંગ” જ્ઞાનસાર || 141 Page #143 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકમાં સાધુને કહ્યું કે સાધુએ પોતાનાથી અધિક ગુણવાળાનો સંગ કરવાનો, ન મળે તો સમાન સાથે રહેવાનું પણ હીનમાં તો કદી ન જવુ સાધુ એટલે પરમ સુખનું પરમ આનંદનું ધામ. જો સાધુમાં મોક્ષનો અભિલાષ ન હોય તો તે અહીં આવીને પણ થોડુ પુણ્ય વધ્યું, થોડું બોલતા આવડી ગયુ તો પ્રોજેક્ટો ઉભા કરીને શ્રાવકોને પણ એમાં ભેળવી દેશે એટલે બુદ્ધિશાળી એવા શ્રાવકોને જ્ઞાનાભ્યાસમાં જોડીને માર્ગમાં આગળ વધારવાના બદલે એને પણ પાડશે અને પોતે પણ સાધુપણું પાળવાને બદલે પડશે.બંને માનનાં ભૂખ્યા હોવાથી આવુ થાય. શ્રાવકોહામાં હા કરવાવાળા હોય. જે આત્મા ભગવાનની આજ્ઞા મુજબ, વિધિપૂર્વક આદરથી કરતો હોય, મારા આત્માનો મોક્ષ આનાથી જ થશે, એવા આત્માનો મિથ્યાત્વનો પરિણામ હટી જાય ને પછી નિમિત્ત મળતાં તત્ત્વને સાંભળે તેનું આત્મામાં પરિણમન તરત થઈ જાય. જ્યાં મોહનો અભાવ ત્યાં શાસન પણ જ્યાં મોહનો સદ્ભાવ ત્યા “સ્વ” ની પ્રભાવના, શાસનનો અભાવ હોત મન વચન ચપળ જનકે સંગ નિમિત્ત જન સંગી હોય નહીં મુનિ જગ મિત્ત' * ક્રિયાનું ફળ શું? ક્રિયા દ્વારા આત્મગુણોની સ્થિરતા થાય. એ ક્રિયાથી સદા માટે છૂટી જવાય મન-વચન-કાયાની તથા પાંચ ઈન્દ્રિયોની ક્રિયામાં સાધન એવા જરૂર પડે તેની સાથે ભાવ પ્રાણ જોડાય તો તે ભાવ ક્રિયાઓ થાય. દ્રવ્ય ક્રિયાથી છુટવાનું મન થાય એટલે ક્રિયા ચાલુ હોવા છતાં વિશેષ ઉપયોગ શુધ્ધ જ્ઞાનમાં પ્રર્વતે. તો આત્મનુભવ થાય અને મોહથી છૂટવાના લક્ષવાળી ક્રિયા હોય. સ્વસ્ય અધ્યયન તે સ્વાધ્યાય સૂત્રોનો અર્થ હવે જીવનમાં વણાઈ જાય. 0 ઉપધાનમાં મુખ્ય આરાધના શું? સૂત્ર-અર્થ-તત્ત્વ (શ્રધ્ધા રૂપે) સ્વીકાર રૂપ છે. પ્રથમ નમસ્કાર મહામંત્ર શા માટે? 14 પૂર્વના સારરૂપ. જ્ઞાનસાર // 142 Page #144 -------------------------------------------------------------------------- ________________ જિનની સર્વઆજ્ઞાને શ્રધ્ધારૂપે સ્વીકારવા રૂપ છે. જિનાજ્ઞા પ્રથમ મિથ્યાત્વના ત્યાગ રૂપ નહી અને સમ્યકત્વ સ્વીકાર રૂપ આવે નહીં તો તમામ આરાધના મોક્ષમાર્ગ રૂપ નહી બને. ક્રિયારૂપી આરાધના માર્ગગામી (તારક) કયારે બને (1) અતત્ત્વનો અભિનિવેશ ન જોઈએ (અતત્ત્વની પકડ ન જોઈએ.) (2) 'તત્તવની પ્રતિપતિ (સ્વીકાર) (3) કર્મની લઘુતા - આ વિના તત્ત્વ ગમશે જ નહી, તો એનો સ્વીકાર પણ નહી થાય. પ્રણિધાન મજબૂત હોય તો અનુભૂતિ અવશ્ય થાય જ. 0 'સુધા વેદનીયને દૂર કરવાનો ઉપાય શું?.' આનંદ લૂટવાં માટે જ તપ બતાવ્યો છે. જ્ઞાનીને આનંદ, તપસીને મહાઆનંદ. સુધાવેદનીય ને દૂર કરવાનો ઉપાય -ખાવું તે ઉપાય નથી. તપ એનો ઉપાય છે. પૂર્વ ક્ષુધા - વેદનીયને સહન ન કરીને જરૂરિયાત વિનાનું ખાવાથી આત્માને પીડા આપી તેથી ક્ષુધા વેદનીય બંધાયુ તેથી હવે તેને દૂર કરવાનો ઉપાય પ્રભુએ કહેલો તપ કરવો તે છે. તપ કરવાથી વર્તમાનની સુધા વેદનીય જાય અને ભવાંતરની ક્ષુધા પણ જાય. (પુંડરીક- કંડરિકનું દૃષ્ટાંત) ખાવું એ સ્વભાવ નથી પણ મિથ્યાત્વને કારણે સુખપણાની બુધ્ધિથી ખાવું એ ભાવ આવ્યો ને સાથે કષાયની વેશ્યાની તીવ્રતા આવી માટે કંડરીકને ૭મી નરક મળી, જયાં અંતર્મુહુર્ત-અંતર્મુહૂર્ત સુધા વેદનીયનો ઉદય, ખાવાનું પણ, પીડાજનક, સંતોષ જ ન થાય પુંડરિકને 3 દિવસની સાધના એ મને પારણે અનુત્તરમાં ગયા. ૩દિવસ સહન કર્યુંને 33 સાગરોપમના આયુષ્યમાં ૩૩૦૦વર્ષેખાવાની ઈચ્છા થાય આમ કેમ બન્યું? ખાવાની લાલસા નહતી. જિનની આજ્ઞામાં હતા. ઉપયોગ રૂપી ધર્મ સદાને સતત કરવાનો છે તો નિર્જરા ચાલુ જ છે. ક્રિયારૂપી ઔષધ આત્મગુણોની ભેટ આપે જ. ઉપયોગ શુદ્ધિ આવે ત્યારે જ એ શક્ય બને. જે જ્ઞાન આત્મગુણોનું ભાન કરાવે અને પરનું જ બધુ જ્ઞાન કરાવે તે જ્ઞાન પરભાવ - અજ્ઞાન રૂપે છે. જ્ઞાનસાર // 143 Page #145 -------------------------------------------------------------------------- ________________ ઉપધાનમાં પંચાચારનીપાલના દ્વારા પાંચ સમિતિની શુદ્ધિ કરવાની છે. જ્ઞાનાચાર - નવકારની સાધના, વાચના, વ્યાખ્યાન (જ્ઞાનશુદ્ધિ વૃદ્ધિ) દર્શનાચાર - દેવવંદનાદિ (સમ્યકત્વ શુદ્ધિ - વૃદ્ધિ) ચારિત્રાચાર- પૌષધની તમામ ક્રિયા (ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ) તપાચાર - ઉપવાસ-આયંબિલ તપની શુદ્ધિ-વૃદ્ધિ) વિર્યાચાર - ૧૦૦ખમાસમણ (વીર્યશુદ્ધિ-વૃદ્ધિ) ધર્મમાં પણ હું સારો થાઉદેખાઉં, અને લાગું આ ત્રણ મોહના ભાવો છે તેમાં મિથ્યાત્વ ભળે ત્યારે આવુ થવાનું મન થાય. 100 ખમાસમણ અટક્યા વિના આપે અને જ્ઞાનોપયોગ પૂર્વક જો આપે તો 100 ખમાસમણ આપ્યા એવુ લાગે જ નહી આત્મા - આત્મા ના ગુણો સાથે રહ્યો હોય તો તેને આનંદની અનુભૂતિ થવી જોઈએ ખેદ થાય જ નહીતોને ક્રિયા રસવાળીબની તેના અનુબંધ પુદગલથી છોડવી જીવને આત્મામાં સ્થિર કરશે. જગતના સર્વ જીવોમાં ભવ્ય જીવો સર્વજ્ઞબનવાના સદ્ભાવવાળા છે પરથી - પર થનારૂ જે સુખ તે પરમસુખ કહેવાય છે પરમાં સુખ માનવુ એ મિથ્યાત્વની પહેલી પીડા છે અને પરમાં જ સુખ અનુભવીએ છીએ તે ભ્રાંતિ છે એબીજી પીડા છે. શાસ્ત્રકરોએ આ બે પીડાને કાઢવા માટે જ શાસ્ત્રોની રચના કરી છે અને તે દ્વારા આખો મોક્ષ માગ બતાવ્યો છે.' આત્માનું સુખ ભોગવવા માટે પુણ્ય છોડવુજ પડે, મોહને હટાવવો જ પડે, ત્યાં પુરૂષાર્થ જરૂરી છે. માત્ર મોક્ષના જ એકલક્ષ પૂર્વક આરાધના કરે તેને જ પુણ્યાનુ બંધી પુણ્ય બંધાય તે મોક્ષ માટેની જ સામગ્રી આપે. પરમાત્માની પૂજા કરી હોય તો તરત જ એનુ ફળ ચિત્ત - પ્રસન્નતા મળે જ પણ માત્ર પ્રતિમાની જ પૂજા કરી હોય તો પ્રસન્નતા મળે એવો નિયમ નહિ. જ્ઞાનસાર // 144 Page #146 -------------------------------------------------------------------------- ________________ “રૂપ નિહાળી પરિચય કીનો, પણ તું રૂપે નહીં આયો જે ક્રિયા આત્મગુણોનું સંવેદનનકરાવે તો તે ક્રિયાદ્રવ્ય ક્રિયાજ થઈ. . ભાવ ક્રિયા માટે પૂજા કરતા કરતાં પોતાનો પરમાત્મા-પરમાત્મા સાથે જોડાઈ જાય એ માટે અસ્થિરતા રૂપ શલ્ય ને કાઢવું જ પડે. જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ ને તે રૂપે કરવામાં ગફલત માં રહ્યા તો મોહરાજા તમને ભોળવી જશે લોભ મોહનીયનો ઉદય થાય ત્યારે ચિત્ત અસ્થિર બને છે ત્યારે તમે મૌન ધારણ કરીલો. આખો બંધ કરી લો અને કાયાને સ્થિર કરી લો પણ જેમ વ્યભિચારિણી સ્ત્રી પતિ પાસે સતી હોવાનો ડોળ કરે તેવો આ બધો પ્રયત્ન થશે. ચિત્ત અસ્થિર છે. પરભાવમાં છે સ્વગુણની રૂચિનો પરિણામ નથી તેથી તે પરમાં ગયો અને તેનો અભિલાષ થયો લોભ-મોહનીયનો ઉદય થયો આલોક સંબંધી પરલોક સંબંધી કર્મોના ઉદયથી આવતી તે તે અવસ્થાઓથી ઘેરાયેલો છે તેમાંથી તે છૂટવાના અભિલાષવાળો છે આત્મકલ્યાણની ભાવના છે પણ લાંબી સમજણ નથી વિધિ વિધાન પ્રત્યે બેખબર છે પણ સંસારનો આશય નથી. હેતુ (આશય) એ જ છે કે હું મોક્ષ માટે ધર્મ કરૂ . પણ ઉપયોગ નથી આ અનઅનુષ્ઠાન છે) તેવા જીવો પણ લાંબા કાળે તેને કોઈ સમજાવનાર મળી જાય કે શુદ્ધ ધર્મ આ નથી પણ આ છે તો તે તેના માટે ભાવ ધર્મનું કારણ બની શકે તેમ છે. જયારે આત્મા સંક્ષિ-પંચેન્દ્રિ બને છે ત્યારે સંજ્ઞાઓ વધારે ઉઘડે છે અને પોતાની તે શક્તિઓ પર પુદગલોની પ્રાપ્તિમાં ખરચી નાંખે છે. મન મળ્યું છે માટે તમે ભિખારી બનો છો જ્યાં જે નથી માંગવાનું ત્યાં જ જઈને માંગવાનું કાર્ય કરો છો પરમાત્મા પાસે જઈને સંસાર વધારો છો દેવ - દેવી પાસે વધુ મળે એવું કોઈ કહે તો ત્યાં પણ દોડો જે પ્રભુ પાસે જઈને અનંતની પ્રાપ્તિ કરવાની હતી ત્યાં જઈને વર્તમાનની માંગણી કરી અર્થાત્ હજી આપણે વીતરાગ દેવને ઓળખ્યા જ નથી અને હું આત્મા છું' એવા અસ્તિત્વનો હજી આપણામાં જ્ઞાનસાર // 145 Page #147 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય થયો નથી તેથી જ ધર્મના સ્થાનમાં રહીને પણ સ્વભાવ - સ્વરૂપ ધર્મને પામવાની આરાધના કરતા જ નથી માટે જ જ્ઞાનીઓએ આપણને કુલટા સ્ત્રીથી પણ અધિક ખરાબ કહ્યા. જૈનોનીદ્રવ્ય ક્રિયા ભાવક્રિયાને લાવનારી હોય જેમાં આત્મ ધર્મનો અભિલાષ નથી તો તેક્રિયા ભાવક્રિયા બનતી નથી. અનુમોદનીય બનતી નથી ઓધથી પણ આત્માને સમજે કે મારે મારૂ આત્મકલ્યાણ કરવું છે. હૃદયમાં સ્થિરતા નહોય તો ધર્મક્રિયાઓ પણ કલ્યાણનું કારણ બનતી નથી. જે રીતે કુલટા સતી બનતી નથી. ભાવ ક્રિયાનું કારણ બનતી નથી, તે ધર્મ ક્રિયાનું મહત્ત્વ નથી. દ્રવ્ય ક્રિયા કેટલાકને પરંપરાએ ભાવ-ધર્મનું કારણ બને છે. કોને બને? ધર્મનો ભાવ છે. પણ ધર્મનો વિશેષ બોધ નથી, વિધિ જાણતા નથી, ચિત્તની એકાગ્રતા નથી, ઉપયોગ નથી પણ મોક્ષ માટે ધર્મ કરાય એટલું જ જાણે છે. તો તેવા આત્માઓને તે ધર્મ ક્રિયા લાંબા ગાળે ભાવધર્મનું - આત્મકલ્યાણનું કારણ બને છે. લોકસંજ્ઞાથી ધર્મનો આરંભ કર્યો ને પછી સાચી સમજણ આવી તો તેનો આશય ફરી જાય અને સમજણપૂર્વક આરાધના કરે તો તેને લાભ થાય. ત્રણ પ્રકારની ક્રિયા (1) હેતુશુદ્ધ (2) સ્વરૂપશુદ્ધ (3) અનુબંધ શુદ્ધ અમુક પર્વતાદી સ્થાનેથી ઝંપાપાત કરવાથી કે બરફમાં ઓગળી જવાથી કે કરવત મુકાવવાથી મુક્તિ મળે, આમ માત્ર મુક્તિના આશયથી ક્રિયા કરે છે તેનો હેતુ આશય શુદ્ધ છે પણ ક્રિયા હિંસાવાળી છે પણ લાંબાગાળે એને મુક્તિનું કારણ બને છે અભવિને કદી આશય શુદ્ધિ થતી નથી. ધર્મ તત્ત્વ સ્વરૂપથી સમજીને - તે પ્રમાણે ધર્મ કરતાં થાઓ તો તે સફળ બને છે. તત્ત્વને સ્વરૂપથી ન સમજ્યા તો, તેના પરિણામમાં ન આવ્યાને . માત્ર આચારમાં કે બાહ્ય ક્રિયામાં કે વિધિમાં અટવાઈ ગયા. પ્રણિધાન દરેક આરાધનામાં શરૂઆતમાં જ મુકવામાં આવ્યુ છે. ઈચ્છા કારેણ સંદિ સહ ભગવદ્ ચૈત્યંદન કરું? દેવસિય પડિક્કમણે ઠાંઉ? ઈરિયાવહિયં પડિક્કમામિ? જ્ઞાનસાર // 146 Page #148 -------------------------------------------------------------------------- ________________ દરેક આરાધના કરતાં આપણે નિર્ણય જાહેર કરીએ છીએ પછી એ પ્રમાણે ન કરીએ તો આત્માને -દેવને ગુરુને છેતરીએ છીએ. પ્રણિધાનમાં જ ઉત્સાહન હોય તો ક્રિયામાં ગરબડ થયા વિના ન રહે. સાધનને કે માત્રવિધિને પ્રધાનતા ન અપાય પણ સાધ્યને પ્રધાનતા અપાય સાથે સાધ્યસિધ્ધ કરવામાં સહાયક એવું સાધન અને વિધિ પણ જરૂરી. ધર્મની આરાધના બહારની વિધિ - આચાર વિગેરે બરાબર ધ્યાનમાં રાખીને ન તો ખેદ થાય, પશ્ચાતાપ થાય પણ જે આત્માના પરિણામમાં રહીને કરવાનું હતુ તે બરાબર ન કરીએ. સાધ્ય જ બગડી જાય તો માત્ર બાહ્ય ક્રિયાથી શું? સાધન સાધ્યમાં કારણ બને છે પણ સાધ્ય જ ગાયબ હોય તો સિધ્ધિ મળે કયાંથી? બાહ્ય ક્રિયાથી કદાચ પ્રસિદ્ધિ મળી જાય પણ આંતર જગતમાં સિદ્ધિ તો ન જ મળે. તમે જયારે બીજા સાથેના વ્યવહારમાં આવો ત્યારે તેની સાથે કેટલો ઉચિત વ્યવહાર કરી શકો છો ત્યારે તમારા ધર્મીપણાની કસોટી થાય છે. માયા નુકશાનકારક છે માટે સરળતા હોવી જરૂરી છે. ગાથા -4 અન્તર્ગત મહાશલ્ય - મધૈર્ય યદિ નોધૃતમ્ કિયૌષધસ્ય કો દોષ, સ્વદા ગુણમયચ્છતઃ | ગાથાર્થઃ જો અંતરમાંથી મહાશલ્ય રૂપ અસ્થિરતા દૂર કરવામાં ન આવે તો ગુણ નહીં કરનાર ધર્મક્રિયા રૂપ ઔષધનો શો દોષ? દર્શન - મોહનીય અને ચારિત્ર મોહનીય એ બંને પ્રકારનો મોહ એ આત્માની અસ્થિરતાનું કારણ છે. "શાન કિયાભ્યાં મોક્ષ' જ્ઞાની કદી ક્રિયા વગરનો ન હોય, ક્રિયાવાળો જ્ઞાનની ઉપેક્ષા ન કરે, બને અંગ મોહને દૂર કરવાનાં કારણભૂત છે. પાપની ક્રિયાને પણ મોક્ષમાં ફેરવી નાખવાની તાકાત જ્ઞાનીમાં છે. જ્ઞાન ચેતના અને વીર્ય ચેતના આ બંને પરભાવમાં જાય છે ત્યારે જ્ઞાનસાર || 147 Page #149 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં અસ્થિરતા સર્જાય છે. પોતાને જાણ્યા વિના આત્મા પરમાં જાય છે એટલે નુકશાન મોટુ છે. જ્ઞાન પોતાને જાણનારુ અને પોતાના ગુણોમાં રમણ કરનારુ હોવુ જોઈએ. આ બે કાર્ય આરાધનામાં સતત જોઈએ. જો સમજીને મજબૂત થઈને આરાધના કરી હોય તો મોક્ષમાળપહેરતી વખતે ગુરુ મહારાજ માળ પહેરાવે ત્યારે મોહના કૂચ્ચા ઉડાવીને ચારિત્રલેવાના પરિણામ જાગી જાય અને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય. “જ્ઞાન પ્રકાશે, મોહ તિમિર હરે, સદગુરુ કેરો સૂર, તો તે નિજ સત્તાએ દેખે, ચિદાનંદ ભરપૂર.” પૂર્ણાનંદની શોધમાં લાગી જઈને તેને જ માણવાનું પ્રણિધાન પૂર્વક પ્રવર્તે છે તે જ સદગુરુ અને તે જ જગતને ચિદાનંદની પ્રાપ્તિનો ઉપાય બતાવી શકે. પ્રથમના 4 ગુણસ્થાનક જ્ઞાન પ્રધાન છે જ્ઞાન જેમ જેમ નિર્મળ થતુ જાય તેમ તેમ ગુણસ્થાનકમાં આગળ વધે છે. પછીના ગુણસ્થાનક આચારપ્રધાન છે. જ્ઞાનના 8 આચાર છે તેમાં ઉપધાન પણ એક આચાર છે. વિધિપૂર્વક ગુરુ પાસેથી સૂત્ર અને અર્થમેળવીને તે સ્વરૂપે આપણે બનવાનું છે. પ્રથમ નવકાર ઉપધાન છે અને બાકીના તમામ ઉપધાન પણ પંચપરમેષ્ઠીની સિદ્ધિ માટે જ છે. પઢમં હવઈ મંગલ માટે જ છે. એ કયારે થશે? સર્વ પાપ નાશરૂપ અને સર્વપરવિભાવથી રહિત એવી આત્માની શુદ્ધ અવસ્થારૂપસિદ્ધ અવસ્થા એ પરમ -મંગળરૂપ છે. ક્રિયાને છોડવાની નથી પણ એને જ્ઞાનાત્મક બનાવવાની છે. ક્રિયા . રુચિ સમ્યકત્વ પણ કહ્યુ છે. 10 પ્રકારના સમ્યકત્વમાં સૂત્ર-અર્થ-ક્રિયા વિ. ત્રણ શલ્યમાં મિથ્યાત્વ મૂળિયું છે, માયા ને નિયાણું એ બે શલ્ય મિથ્યાત્વના શરણે છે. મોહ આત્માનો સંગ, આત્માનો રંગને આત્માની રમણતા છોડાવીને જ્ઞાનસાર || 148 Page #150 -------------------------------------------------------------------------- ________________ પરમાં સંગ-રંગ-ભ્રમણતા કરાવે છે. બે પ્રકારના મોહના પરિણામને છોડવા માટે જ્ઞાન નેક્રિયા બે માર્ગ બતાવ્યા. આત્માના ગુણની શુદ્ધિ થવી એ ભાવ, અશુભમાંથી છૂટી જવું- શુભમાં આવી જવું ને શુદ્ધ સ્વભાવની સાધના કરવી. “સ્વ” માં અંદર ચાલ્યા જવાનું છે. દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય એટલે જેટલું જ્ઞાન છે તે સમજણપૂર્વકનું બની જશે. દેવ-ગુરુપ્રત્યે બહુમાન આવશે પોતાનામાં રહેલુમાન હ તો... લઘુતાસે પ્રભુતા મિલે શ્રદ્ધા આવે તો સમર્પણ આવે જ. તમામ પર દ્રવ્યમાં રહેલી સુખબુદ્ધિ છે તેને હટાવવાની છે. અશુભ વૃત્તિ હટી ગઈ પછી અશુભ પ્રવૃત્તિ પણ આત્મ-કલ્યાણમાં વિક્ષેપ નહી કરી શકે. લોગસ્સ એ આખું “આત્મ - સ્વરૂપ સૂત્ર છે” “લોગસ્સ ઉજ્જો અગરે” શબ્દથી પરમાત્માએ પહેલા કેવળજ્ઞાનથી પોતાનાં અસંખ્ય આત્મ પ્રદેશોને પ્રકાશિત કર્યા અને પછી લોકાલોકને પ્રકાશિત કર્યો. પરમાત્મા અસંખ્ય ચંદ્રો કરતા પણ અધિક નિર્મળ અને શીતલ છે અને અસંખ્ય સૂર્યો કરતાં પણ અધિક તેજસ્વી પ્રકાશક છે અને એ રીતે “સ્વ” અને પર” માં પ્રકાશ કરનારા છે. લોગસ્સ બોલતા આ રીતે અર્થનીવિચારણા હોય તો 100 લોગસ્સ ગણતાં કંટાળો નહી આવે, પણ ક્યાં ગણાઈ ગયા તેની જાણ પણ નહીં, થાય ને આખો દિવસ ઉત્સાહમાં પસાર થશે. આપણને લોકોત્તર શાસન મળ્યું છે એને પામીને લોકોત્તર બનવાનું છે પણ લોકહેરીમાં તણાઈને સારા બનવાનું, મોટા બનવાનું, શિષ્યોના ગુરુ બનવાનું નથી કરવાનું. ભક્તોનો મેળો ગમે અને ભગવાન ન ગમે એ લોકોત્તર ન બની શકે. આપણી પદગલિક માંગણીના કારણે આજે બધા સાધના ધામો લૌકિક - ધામો બની રહ્યા છે. જૈનોની ધર્મ ક્રિયા - ભાવ અભિલાષા પૂર્વકની હોવી જોઈએ તો જ એ પ્રશસ્ત ક્રિયા અનુમોદનીય છે. દોષોને દૂર કરવાનો ઉપચાર શું? વર્તમાનમાં આત્મા દોષોથી ઘેરાયેલો છે દોષોને દૂર કરવા ક્રિયા ઔષધ જ્ઞાનસાર // 149 Page #151 -------------------------------------------------------------------------- ________________ રૂપ બને છે. ચામડીનો રોગ લોહીની અશુદ્ધિ ને કારણે થાય છે તો લોહીની અશુદ્ધિ રૂપ અંતર-શલ્ય જયાં સુધી દૂર ન થાય ત્યાં સુધી ચામડીનો રોગ દૂર ન થાય. તે જ રીતે જો મન અસ્થિર હોય તો તે ક્રિયામાં શુદ્ધિ ન હોવાથી તે ક્રિયા આવી રીતે ફળતી નથી. અસ્થિરતાએશું છે?પર ઘરમાં-પુદગલ ભાવોમાં રમવું તેઅસ્થિરતા છે. ક્રિયા આત્માના ભાવ ઔષધરૂપ ક્યારે બને? આત્મા પર સ્વભાવમાં રમતો હોય અને ક્રિયા ધર્મ માટેની કરતો હોય તો તે ક્રિયા આત્માનું ઔષધ કઈ રીતે બની શકે. જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. જ્ઞાન પર -ભાવ અનુયાયી બન્યું તો તે સ્વભાવગત ફળ કઈ રીતે આપે? અપથ્યનું સેવન કરો છો ને ઔષધ પણ કરો છો તો જે રોગને દૂર કરવાનું પ્રણિધાન છે તે સિદ્ધ થાય ખરું? શરદી થઈ હોયને ઠંડા પીણા પીએ તો શરદી કેવી રીતે દૂર થાય? ચેતના અને આત્મવીર્ય જયારે પર સંરક્ષક બને છે ત્યારે તે કર્મ કાપવાને બદલે કર્મ વધારવાનું કાર્ય કરે છે. જેમ ઠંડા પીણાં પીવાથી શરદી મટવાને બદલે વધે છે. આથી પરભાવમાં સતત જતા ચેતના અને આત્મવીર્યને સ્વભાવમાં પાછું વાળવાનું છે. સંસાર એ કચરો છે એવું તમને લાગે છે? કચરાની સામું તમે જુઓ ખરા? સંસાર સામે તમે જુઓ છો ને? કેમ કે તમને હજુ એનામાં કચરાના દર્શન થયા નથી. જયાં સુધી સંસાર તમને કચરા પેટી નહી લાગે ત્યાં સુધી તમારામાં રહેલું મિથ્યાત્વ એ તમને આત્માનું ભાવ-ઔષધ પામવા નહીં. જયારે આત્મવીર્યનું આત્માના પ્રદેશોમાં પ્રવર્તન થશે ત્યારે આ ક્રિયા રૂપી. ઔષધ આત્માના આરોગ્યને લાવી આપવામાં સમર્થ થશે. આમ કચરાના ઢગલામાં કચરા તરીકેનો પાકો નિર્ણય છે તેમ સંસાર આત્મા માટે નકામો છે એવો પાકો નિર્ણય થઈ જવો જોઈએ. જ્ઞાનસારે || 150 Page #152 -------------------------------------------------------------------------- ________________ ક્રિયારૂપી ઔષધનું પાન કરાવવામાં આવે તો અનાદિકાળથી જે ગુણો દબાયેલા છે તેનું પ્રગટીકરણ થવું જ જોઈએ. વર્તમાનમાં આવુ બનતું નથી તેનું કારણ શું છે? હું ધર્મક્રિયા કરું છું એટલે શું? આત્મ ધર્મને પામવા ક્રિયા કરું છું. એ ઉપયોગ આવે છે ખરો? આત્મામાં રહેલા દોષો દૂર કરવા અને ગુણને પ્રગટ કરવા ધર્મ ક્રિયા કરું છું. આ ઉપયોગના લક્ષપૂર્વક ક્રિયામાં–મોહન ભળે અને ગુણોમાં આત્મા પરિણમન પામે તેવા લક્ષ અને પ્રયત્ન થાય તો ક્રિયાનિર્જરાનું કારણ બને. જ્ઞાનશક્તિ અને વીર્ય શક્તિ “પર” માં પરિણમે છે તેથી અસ્થિરતા થાય છે અને ક્રિયા રૂપી ઔષધ દોષોને નાશ પમાડવામાં સહાયભૂત થતુ નથી. પર વસ્તુ બધી જ અસ્થિર છે તેથી આત્મા અસ્થિર બને છે. “સ્વ” માં રહેલો આત્મા સ્થિર છે જો વીર્ય શક્તિ - જ્ઞાન શક્તિ “સ્વ” માં હોય તો તે સ્થિર બને છે. આપણને અસ્થિર થવામાં ત્રણ શલ્ય પણ કારણભૂત છે. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિયાણ શલ્ય અહી પ્રધાન શલ્ય મિથ્યાત્વ - શલ્ય છે. માટે તેને વચમાં મૂક્યું તે હોય તો જ માયાશલ્ય અને નિયાણ શલ્ય આવી શકે. મિથ્યાત્વ શલ્યના કારણે આત્મામાં જ્ઞાનનો સાચો નિર્ણય થતો જ નથી, તે વિપરીત જ્ઞાન કરાવે છે તેથી જ્ઞાન મલિન બને છે. મિથ્યાત્વ નાં બે કાર્યો છે (1) વસ્તુમાં નિર્ણય વિપરીત કરે (જ્ઞાનને મલિન કરે) (2) ઢચિનો પરિણામ “સ્વ” ના બદલે “પર” માં ફેરવી નાંખે. સમક્તિના પણ બે કાર્યો છે. (1) વસ્તુમાં હેયોપાદેયનો યોગ્ય નિર્ણય કરે (2) રુચિનો પરિણામ “પર” ના બદલે “સ્વ” માં ફેરવી નાંખે. ધર્મની ક્રિયા ધર્મનું કાર્ય શા માટે કરતી નથી? વસ્તુ વિશેની માન્યતા મિથ્યાત્વને કારણે ઉલટી થઈ. વસ્તુ જે સ્વરૂપે નથી તે સ્વરૂપે વસ્તુને માને છે. આ માન્યતા જયાં સુધી છૂટે નહી ત્યાં સુધી ક્રિયા - ઔષધ રૂપે કાર્ય કરે નહી અંદર ઉહાપોહ નથી તે ખોટુ છે ધર્મ તો સર્વજ્ઞ એવા વીતરાગ પરમાત્માએ બતાવેલો છે. તેથી તે અવશ્ય ફળ આપે જ જ્ઞાનસાર // 151 Page #153 -------------------------------------------------------------------------- ________________ પરંતુ શ્રદ્ધાના ઠેકાણા નથી જો શાસનના અનુશાસનમાં રહીયે તો શાસન અવશ્ય સિદ્ધિને આપનારું છે. વર્ષોથી સામાયિક કરીએ તો ફળ કેમ ન મળે? સમતા કેમ ન આવે? ખામી કોની? આપણી કે સામાયિકની? કેટલાય આત્માઓ સામાયિક ધર્મ પાળી સર્વ કર્મ ખપાવી મોક્ષે ગયા છે આપણે નથી તર્યા કેમ કે સામાયિક ધર્મને બરાબર સમજ્યા જ નથી. આંકડાની ગણતરી રૂપે સામાયિક કરી પણ ગુણરૂપે સામાયિક કરી નહી. તેથી સમતા આવી નહી. અપુર્નબંધક દશાવાળો આત્મા કોઈપણ ક્રિયા જિજ્ઞાસા વગર અને સમજણના પ્રયત્ન વગર કરે જ નહીં. આવું શાસન મળ્યા પછી આપણી દિશા અને દશા ગમગીન નહોવી જોઈએ. મિથ્યાત્વ શલ્યને કાઢવા પહેલો ઉપયોગ એ જોઈશે કે હું આત્મ સ્વભાવ ધર્મને પામવા માટે જ ધર્મ-ક્રિયા કરું છું અર્થાત્ મારે મારા આત્માનાં અને તેમાં રહેલા ગુણોના જ કર્તા બનવાનું છે. પરમાં સાવધ રહીને જીવવાનું છે. ધર્મનો કર્તા (ઉપયોગ ધમ) બનવાનું હતું તેને બદલે ક્રિયાનો કર્તા બન્યો, તેનાથી ધર્મનો પ્રતિપક્ષ જે દોષહતો તે મજબૂત બન્યો. સમતાનો પ્રતિપક્ષ માનમમતા-દોષ મજબૂત બન્યો. હું ક્રિયા કેવી સુંદર કરું છું. લોકમાં મારી પ્રશંસા થાય છે. ઈત્યાદિ. ધર્મ અને ક્રિયા બન્ને શબ્દ ભિન્ન છે. વ્યવહારથી ધર્મ-ક્રિયા કરી પરંતુ ધર્મમાં ઉપયોગ નથી તો માત્ર ક્રિયા જ કરી ધર્મ છૂટયો સાથે સાથે માન દોષ પ્રગટ થયો - કે મેં ક્રિયા બરાબર કરી છે આથી માયા શલ્ય આવીને ઉભુ રહ્યુ કેમ કે મિથ્યાત્વ ગયુ નહી. મેં પંચાંગ પ્રણિપાત રૂપખમાસમણ આપ્યું પરંતુ મેં કોના બદલે કોને આપ્યું તે ઉપયોગ ન રહ્યો. આત્માના ગુણો વડે ગુણીને ખમાસમણ આપવાનું હતું તે ઉપયોગ ન રહયો તેથી શરીર દ્વારા શરીરને ખમાસમણ આપ્યું અર્થાત્ જડ ક્રિયા કરી. તેમાં ભાવ ન મળ્યો તેથી ગમે તેટલા ખમાસમણ આપો પણ જ્ઞાનસાર || લપર Page #154 -------------------------------------------------------------------------- ________________ તેની કોઈ જ કિંમત નથી.કાયક્લેશરુપ બને. નિયાણ શલ્ય :-ધર્મના ફળને કાપવું. તે તેથી ધર્મનું ફળ ન મળ્યું પણ પુણ્ય મળી ગયુ. પ્રત્યક્ષ નિયાણું ન હોય પરંતુ ઉડે ઉડે કંઈક મળો તે આશા તો પડેલી છે તેથી નિયાણ શલ્ય થયુ કહેવાશે. આ ત્રણ શલ્ય નીકળે નહી ત્યાં સુધી દોષો દૂર કરવાનો ધર્મ થશે જ નહી. યોગોમાં આત્મવીર્યનું પ્રવર્તન થાય ત્યારે ક્રિયા થઈ કહેવાય. સ્વગુણમાં આત્મવીર્યનું પ્રવર્તન થાય તો “સ્વ-પરિણતિ’ કહેવાય. દોષમાં આત્મવીર્યનું પ્રવર્તન થાય તો “પર-પરિણતિ કહેવાય. આત્માના ગુણની શુદ્ધિ થવી તે જ સ્વ-પરિણતિ છે અને આત્મવીર્યનુ ગુણમાં પ્રવર્તન થાય તે જ ધર્મક્રિયાનું ફળ છે. મારે ક્રિયા બીજાને બતાવવા નથી કરવાની પણ આત્માના શુદ્ધ સ્વભાવને પામવા માટે કરવાની છે. તેમાં ગોટાળા ન ચાલે કેમ કે પાંચમે અનંતે રહેલા સિદ્ધ ભગવંતો, મહાવિદેહમાં વિચરતાં ૨૦વિહરમાન તીર્થકર ભગવંતો અને બે - ક્રોડ કેવલી વર્તમાનમાં મને જોઈ રહ્યા છે. જગચિંતામણી સૂત્ર જો ઉપયોગ પૂર્વકબોલીએ તો પણ મિથ્યાત્વ ઓગળી જાય. આ બધાનો પ્રકાશપુંજ આપણા પર પડે તો અજ્ઞાન અંધકારની તાકાત છે એ આપણી પાસે રહી શકે? ગાથા - 5 સ્થિરતા વામનઃ કાર્યઃ યેષામડગાગિતાં ગતાની યોગિનઃ સમશીલાતે, ગ્રામેડયે દિવા નિશિ . 5 ગાર્યાથઃ જેમની સ્થિરતા મન - વચન અને કાયાથી ચંદન - ગંધની જેમ એકીભાવને પામી છે તે યોગીશ્વરો ગ્રામ-નગરમાં, જંગલમાં તથા દિવસે અને રાતે સમભાવવાળા હોય છે. જ્ઞાનની પૂર્ણતા એ જ્ઞાનના પૂર્ણ આનંદ રૂપ છે. આત્માની પૂર્ણતાને જ્ઞાનસાર // 153 Page #155 -------------------------------------------------------------------------- ________________ ભોગવવી એ આપણું સાધ્ય છે. સાધ્યની સ્થિરતા થાય તો મગ્નતા આવે, એને કારણે પૂર્ણતા આવે છે. જેયોગ આત્માને મોક્ષ સાથે જોડતો નથી તે વાસ્તવિક સંસારયોગ છે. ધર્મક્રિયાયોગ ભવરોગ દૂર કરવાનું સમર્થઔષધ છે, પણ એનુ સેવન બરાબર ન થાય તો રોગ દૂર નહીં થાય. આત્મા મિથ્યાત્વ ભાવથી જેટલે અંશે છૂટે તેટલી તેની જ્ઞાન દૃષ્ટિ/ વિકાસ પામે. 1 થી 4 ગુણ સુધી જ્ઞાન (દષ્ટિ) પ્રધાન છે. અને 5 થી 13 ગુણસ્થાનક સુધીનો વિકાસ ક્રિયાયોગથી જ છે. 7 મા ગુણસ્થાનકે સાધુ અપ્રમત્ત છે જેટલા અંશે ચારિત્રમોહને દૂર કરે તેટલા અંશે ક્રિયાયોગ ઔષધ રૂપે બને. મન-વચન - કાયાની પ્રવૃત્તિ દ્વારા મોહ હટે તે ક્રિયાયોગ ભવ રોગ માટે ઔષધરૂપ બને. “ચારિત્ર ગુણવર્ધન નિર્મળ શિવસુખદાયી, ભાવ અયોગી કરણ ઢચિ, મુનિવર ગુપ્રિ ધરત " ૪થા ગુણસ્થાનકે આત્માને સંપૂર્ણ અયોગી બનવાની ભાવના હોય તેથી છઠ્ઠા ગુણસ્થાનકે આવે ત્યારે ગુપ્તિ પ્રધાન ચારિત્ર ગુણની સાધના કરે અને જેમ જેમ સાધનાનિર્મળ થતી જાય તેમ એને મોક્ષ અપાવનાર બને, અને ભાવ અયોગી બનીને ક્રિયાની રુચિથી મુનિવર ગુપ્તિને ધારણ કરે છે. ચારિત્ર ગુણનો વિકાસ કરાવે ને નિર્મળ એવુ શિવસુખ અપાવે. પાંચમે ગુણસ્થાનકે રહેલો આત્મા ચારિત્ર ક્રિયાનો અધિકારી બને છે. જડ ક્રિયા કરી તો જડ (પુણ્ય) નો જ લાભ કરાવશે. સમકિત દેષ્ટિના મનમાં મોક્ષ રમતો હોય તે કાયપાતી હોય પણ ચિત્તપાતી ન હોય. બાહ્ય ધર્મ કરતાં બધા અંતરાય કરી શકે પણ મનમાં ધર્મ કરતા કોઈ અંતરાય નહી કરી શકે. મોક્ષની અસંગ અવસ્થાને સ્વીકારે. તેણે અહીં જ અસંગ બનવાની રુચિ ઉભી કરવી પડશે. પરમાત્મા પણ છઘસ્થ દશામાં ગૃહસ્થાશમાં હોય ત્યારે 4 થા ગુણસ્થાનકે જ હોય પણ ચારિત્રનો અનુભવ નહી, ને જેવો સંગછોડયો, ચારિત્ર જ્ઞાનસાર || 154 Page #156 -------------------------------------------------------------------------- ________________ લીધુ તો તરત 7 મા ગુણ સ્થાનકે આવ્યા અને એની ખાત્રી તરીકે 4 થું મન:પર્યવજ્ઞાન થયું. વિકાસ થઈ ગયો. સર્વજ્ઞ એ આખો વાસ્તવિક માર્ગ બતાવ્યો છે માટે તો સાધુ આચાર્ય બનીને શિષ્ય સમુહને પ્રાપ્ત કરી ગચ્છ બનાવે પણ છેલ્લે એને પણ છોડીને અસંગ જ બનવાનું છે પછી સર્વછોડીને આત્મામાં જ લીન બનવાનું છે. ઢચિ આવે ત્યારથી જ નિઃસંગ દશા થવારૂપ ભાવ શરૂ થાય પ્રીતિ આવે એનિઃસંગ દશા રૂપ બનવા માટેનો પાયો છે. પ્રીતિ અનાદિથી જડ સાથે જોડાયેલી છે એને છોડીને પરમાત્મા સાથે પ્રીતિ જોડવાની છે. અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં જવાનું છે પછી ભક્તિયોગ સાધવાનો છે ને ભક્તિ ભોગ માંગે છે. પત્ની પ્રત્યે પ્રીતિ છે તો એની માટે કિંમતી દાગીના વિગેરે લાવો છો ને? તેમ ભક્તિ યોગરૂપે પરમાત્માને નૈવધ ચડાવવા રૂપ ભોગ ચડાવવાનો છે. જે ભોગ ચડાવાય છે તેના ત્યાગની પ્રતિજ્ઞા કરવાથી, નિજ પ્રભુને ગુણનો ભોગ ચડાવાયો કહેવાય છે. જેના પર ભક્તિ હોય તેના વચન સ્વીકારે તેમ અહીં પરમાત્મા પ્રત્યે ભક્તિ આવે તો એનું વચન સ્વીકાર્ય બને. વચનનો સ્વીકાર એટલે ચારિત્ર રૂપ ક્રિયા યોગ. કાયાના યોગમાં જો જ્ઞાનનભળ્યુતો એ દેહનુકષ્ટ એ દ્રવ્ય ક્રિયા બની. અકામનિર્જરાને પુણ્ય બંધનું કારણ પણ સકામનિર્જરાન થઈ. ઉપયોગ પૂર્વકની ક્રિયા જ સકામ નિર્જરાનું કારણ બને, એમ “અધ્યાત્મસાર” માં કહ્યું પ્રતિક્રમણની મૂળ ક્રિયાની શરૂઆત “દેવસિય પ્રતિક્રમણ ઠાઉ?” દુઐિતિય, દુમ્ભાસિય, દુચ્ચિી મિચ્છામિ દુક્કડું (સ્થાપના કરું છું) જો સ્વ પરમાત્માના વિરુદ્ધ મનથી દુષ્ટ ચિંતન, વચનથી દુષ્ટ બોલાયું ને કાયાથી દુષ્ટ પ્રવૃત્તિ કરી. આ ઉપયોગ હવે આખા દિવસમાં મેં કયાં કયાં આવું કર્યું? એમ પોતાનું જીવન તપાસે. પહેલા સામાન્યથી બતાવે પછી પંચાચારની 8 ગાથામાં ને પછી વંદિતા સૂત્રમાં પણ આપણને પાપની યાદ અપાવવામાં આવી પણ ઉપયોગ કયાં હોય છે? જ્ઞાનસાર // 155 Page #157 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં રહેવું પડે તો રહેવું પણ માન્યતામાં તો સંસારને હેય જ માને, રહેવા જેવું તો નથી જ તો ભાવયોગી બની શકે. દ્રવ્ય અને ભાવ બંને સંસાર છે. જયાં આત્માનું સ્વરૂપ નહી ને સ્વભાવ નહી તે સંસાર જ છે. મોક્ષમાં સ્વરૂપને સ્વભાવ બેજવસ્તુ છે. ત્રણેયોગમાં સ્થિરતા એકતા થઈ તેવા યોગીઓ સમ સ્વભાવવાળા બને. ગમે તેવા સંયોગોથી એ પર થયેલાં હોય છે. જીવ અને જડપ્રત્યે સમભાવ કેળવવાનો છે. એવો જયારે એને ખ્યાલ આવે ત્યારે બધા જ એની માટે સમાન બની જાય છે પરની પણ એ સહાય લઈ લે છે. અભ્યાસ દ્વારા એનિમિત્તોથી પર થઈ ગયેલો છે. આત્મગુણનો નિર્ધાર કરીને, સ્થિરતા કરીને રમણતા કરવાની છે. | મુનિ જ્ઞાનમય બનેલો હોય, જ્ઞાનના પરિણામમાં રમતો હોય જ્ઞાન અને સમતા મુનિમાં રમતી હોય એ બહારમાં કયાંયદોડતા નથી, એનું કારણ શું? એને કંઈપણ મેળવવું જ નથી મુનિના મુખમાંથી “ધર્મલાભ' સિવાય બીજુ કાંઈ નીકળે નહી. * નિગ્રંથ મુનિ કોણ બની શકે? નિઃસ્પૃહતા, આત્મલાભસિવાય બીજું કાંઈ ન જોઈએ. ભાવ અવસ્થા બે પ્રકારે છે. (1) પ્રશસ્ત ભાવઃ આત્માના સ્વભાવ તરફ લઈ જાય (2) અપ્રશસ્ત ભાવઃ ભવનો ભાવ જગાડે. મુનિને અપ્રશસ્ત ભાવ નથી પણ કષાયના ઉદયને કારણે છ ગુણ સ્થાનકે રહેલા મુનિને કાંઈક મેળવવાનો ભાવ છે. તો એ ભાવ અને સ્વભાવને મેળવવાનાં પ્રશસ્ત ભાવવાળો બને છે. ભાવનિગ્રંથ તે જ બને જે આત્મ-જ્ઞાનની ખોજમાં જ રહે. જિનશાસન સિવાય એ કાંઈ ઈચ્છતો નથી. સ્વભાવમાં સ્થિરતા એ શાસન -પ્રભાવના છે. મુનિનું જીવન જ પ્રભાવના છે. ધન મેળવવું નથી પણ ધનવાળાને ભેગા કરે, એ શાસન - પ્રભાવક બની શકતો નથી. મન,વચન, કાયાની સ્થિરતા ઉત્સર્ગગુપ્તિમાં અને અપવાદે સમિતિની ઉપયોગ કરે તો જ સાચો શાસન - પ્રભાવક બને છે. મોહને જીતવું એ જ જ્ઞાનસાર // 156 Page #158 -------------------------------------------------------------------------- ________________ શાસન. જ્ઞાનનો પરિણામ અંદર જાય તો સમતા - બહારમાં જાય તો કષાય રાગદ્વેષ/મોહથી વિરામ પામવું તે જ વિરતિ છે. વિરતિને સમતામાં કોઈ ફેર નથી. જ્ઞાનનો સાર સમતા છે જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ સમતા વધતી જાય છે. મુનિ અને સમતા એબેવચ્ચે કોઈ ભેદ નથી. મુનિએ સામાયિકનો સ્વીકાર કર્યો છે, ગુસ્સો આવી જાય તો પણ એના પરિણામમાં સમતા ચાલી ન ગઈ હોય. સાધુપણું આત્મગુણોની અનુભૂતિ માટે જ છે. માત્ર બાહ્ય ક્રિયા માટે નથી. મુમુક્ષુ આત્માને સ્વરૂપ નિર્ણય કરાવવો જોઈએ એ રીતે થતું નથી. છ કાયની વિરાધનાથી બચી જશો. દુર્ગતિથી બચી જશો એવર્તમાનમાં બતાવવામાં આવે છે. પણ ખરી રીતે મોક્ષનું / આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું નથી. માટે જ મુનિએ સમતા ને આનંદના ધામ રૂપ ભાવતીર્થ બનવાનું હતું તે બની સાધુને પોતાની પ્રતિજ્ઞા જે છે એ દરરોજ યાદ આવે તો બહારનો કોઈપણ વ્યવહાર કોઈપણ દિશામાં પ્રવેશી શકે નહી. જો આવું થાય તો વર્તમાનમાં ૪થો આરો પ્રવર્તેને શ્રાવકને પણ ૪થા ગુણ સ્થાનકે આવવા માટે જ્ઞાન ૩પ્રકારે છે. (1) વિષય પ્રતિભાસ જ્ઞાન - મિથ્યાત્વી ને ઘટે (ર) આત્મપરિણતિવત્ જ્ઞાન - સમ્યગ્દષ્ટિને ઘટે (3) તત્ત્વ સંવેદન જ્ઞાન - સાધુને ઘટે પહેલા સેવા કરો ને પછી ભણવાની વાત મૂકી છે. મૂળ ભણવાની રીત આ છે. સાધુ નિગ્રંથ છે તો શાસન સેવા માટે શ્રાવકો પાછી પાની પણ નહિ કરે. મુનિએ દ્રવ્યાદિ ૪થી અતીત અવસ્થામાં જવાનું છે. કારણ મોક્ષમાં આ જ્ઞાનસાર // 157 Page #159 -------------------------------------------------------------------------- ________________ ચાર અવસ્થા નથી. બાહ્ય ભાવમાં ઉદાસી અને સ્વમાં આનંદ - આ બે સાધુને સાધનાના ફળ સ્વરૂપે છે. (પૂ. હીરસૂરિ મ.સાના મુખમાંથી બહારના વાતાવરણની વિકથા કદી નીકળી નથી. હાથમાં કાયમ આગમનાં પાના રહેતા. છાપા વિ. ને કદી અડતા નહી. ઓછામાં ઓછું એકાશન તપ (2) છાપા - ચોપાનીયા કદી વાંચવા નહી - હાથ પણ ન લગાડવો.) આગમમાં શું નથી કે બીજું બહારનું જોઈએ. વર્તમાનમાં શ્રાવકોને પમાડવાની વાત આવી ત્યારથી આગમ છૂટયા ને છાપા આવ્યા. કાચા સાધુ અને કાચા શ્રાવકોને કારણે શાસનને નુકશાન થયું છે. “આતમ જ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા સુગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહી હોય...” સાધુને સ્વ આત્મપ્રદેશ રૂપ સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થવાનું છે એ નહી સમજાય તો અહીં પણ ક્ષેત્ર સાચવવામાં પડશે. નાનાથી મોટા સુધીના તમામ સાધુએમાં લાગી જશે પછી શાસનનું ગમે તે થાય. સંસારની પ્રવૃત્તિ અહીંથવાનું કારણ અંદરની વૃત્તિ ફરી નથી. સંસારમાં પેઢી સાચવવાની અહીં પણ એ જ આવશે. કુળ - વિચ્છેદન થાય માટે પુત્રની ઈચ્છા તેમ અહીં શિષ્યની ઈચ્છા થશે. (1) દ્રવ્યઃ સ્વદ્રવ્યથી હું પાંચ દ્રવ્યમાંનો એક જીવ દ્રવ્ય છુંએ નિર્ણય કરવાનો છે. કારણ - શરીર અજીવ તરીકેનો નિર્ણય તો થયેલો જ છે. આ નિર્ણય નહી કરે તો દીક્ષા લઈને પણ અહીં ધમાલ જ થશે. “સમકિત દોરી, શીલ લંગોટી - ધુલધુલ ગાંઠ ધુલાવું તત્ત્વ ગામે દિપક જલાઊં, ચેતન રત્ન જગાઉ " સમક્તિની દોરી 67 ગાંઠવાળી છે. ચારિત્રશીલરૂપલંગોટી અને . તત્ત્વરૂપી ગુફામાં મારો જ્ઞાનરૂપી દિપક જલતો રાખું છું ને ચેતન રત્નને જગાવું છું. તત્ત્વનો નિર્ણય કર્યા વિના આવ્યા ને આવ્યા પછી પણ આ નિર્ણય સાધુ કરતો નથી માટે ઓચ્છવ-મહોચ્છવનાં માહોલની જરૂર પડે. જ્ઞાનસાર || 158 Page #160 -------------------------------------------------------------------------- ________________ (2) સ્વભાવઃ શેયના જ્ઞાતા બનવું એ સાધુનો સ્વભાવ છે. ઈષ્ટ - અનિષ્ટ વિ. રાગાદિ ભાવો આત્માને મારી નાંખે છે. તડકો આવ્યો હટવાનું મન થયુ તો સમતા ગઈ. તું જીવદ્રવ્ય છે ને એ પુદ્ગલ દ્રવ્ય છે. માત્ર આટલું જાણવાનું છે પણ આપણે તડકામાં બેસાય નહી એવો નિર્ણય અનાદિનો થયેલો છે માટે હવે એને ફેરવવાનો છે. સમાધિ મહત્ત્વની છે. સમાધિ ટકે તે પ્રમાણે પ્રતિકુળતા સ્વીકારવાનો અભ્યાસ પાડવાનો છે. તો એ શુધ્ધ આત્મધર્મ બને. ક્રિયા એટલે શું? આત્મવીર્યને પુદ્ગલરૂપ મન, વચન, કાયા સાથે જોડવું તે યોગ, તે યોગને પ્રવૃત્તિરૂપે પ્રવર્તાવવા તેનું નામ ક્રિયા છે. તે આત્મવીર્યને જ્ઞાન ગુણોમાં પ્રર્વતાવવું. તે ઉપયોગ અને સમતા, આનંદ ગુણને અનુભવામાં પ્રર્વતાવું તે ચારિત્ર, તપ. ક્રિયા યોગમાં રહેવા છતાં ક્રિયાના ઉપયોગથી છૂટી, સ્વરૂપ - સ્વભાવમાં રમવું. ધર્મી આત્માઓને ફસાવવાનું કામ મોહરાજાનું, હવે ધર્મના વચન દ્વારા જ ફસાવશે. ઉદા. ન્યાય સંપન્ન વૈભવ રાખવામાં વાંધો નહી એમ મનને મનાવીને ધનની ઈચ્છા એ જ પાપ છે એ ભૂલાવે છે. સાધુએદ્રવ્યાનુયોગ રૂપતત્ત્વગુફામાંવિશેષથી રહેવાનું છે અને ચેતનને જગાવવાનો છે. પંચાસ્તિકાયનું વિશેષથી સ્વરૂપદ્રવ્યાનુયોગમાં જણાવ્યું છે. મિથ્યાત્વની હાજરી મનમાં છે. મનની ગતિ તીવ્ર છે મિથ્યાત્વને રહેવાનું સ્થાન “મન” છે. સમ્યકત્વ ગુણ તો પડેલો છે. સમ્યકત્વ લાવવાનું નથી. પ્રગટાવવાનું છે. તેનું સાધન પણ મન છે. " મિચ્છુ પરિહરહ'મિથ્યાત્વને કાઢવાનું છે પછી સમક્તિ પ્રગટ થવાનું જ છે. સમકિતીનું મન સદા મોક્ષમાં જ હોય સમકિતના કારણે, મનની તીવ્ર ગતિ દ્વારા તે મોક્ષમાં પહોંચી શકે છે.મિથ્યાત્વ મનની તીવ્ર ગતિ દ્વારા આત્માને 7 મી નરકે લઈ જઈ શકે છે સમકિત પર માંથી સ્વઘરમાં લઈ જશે અને મિથ્યાત્વ પર ઘર દ્વારા નરકમાં લઈ જશે. સમકિતને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય, તેમાં આત્માના હિતની વિચારણા મુખ્ય છે. જ્ઞાનસાર // 159 Page #161 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વી ને દીર્ઘકાલિકી' (સંશિ પંચેન્દ્રિય) સંજ્ઞા વાળા કહયા. તેઓ શરીર સંબંધી, વર્તમાન અને પરલોકસંબંધી હિતની ચિંતા કરશે. મિથ્યાત્વ એ રોગ છે તેને દૂર કરવા માટે ધર્મ-ક્રિયારૂપ ઔષધ લેવાનું છે. વિકલેન્દ્રિય જીવોને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય - કીડી - સાકરની ગંધ આવી તો ખાવા દોડશે. પણ હું મરી જઈશ-ચગદાઈ જઈશ એવો વિચાર આવતો નથી. જીવે પોતાના ગુણોના જ કર્તા-ભોક્તા બનવા આત્મવીર્યને તેમાં જ છે તો જ જીવ આત્મ ગુણોનો જ કર્તા-ભોક્તા છે તો જ ગુણોનો અનુભવ થશે. મોહ ઉદયમાં આવે ત્યારે તેને નિષ્ફળ બનાવવા આત્મવીર્યને દોષો તરફ ન વાળતાં આત્મગુણોમાં લઈ જવાથી મોતનો સ્વિકાર ન કરવાથી તે ખરી પડે તેથી સ્વભાવને નુકશાન કરી શકે નહિ. જો આત્મવીર્ય મોહમાં ભળ્યું તો વિકલ્પોરૂપી તરંગના વમળો - આત્મામાં સર્યા વિના નહી રહે. અર્થાત્ આત્માસ્વભાવે શાંત હોવા છતાં તે અસ્થિર બનશે. જયારે પરમાત્માના માર્ગનું અર્થપણું જાગશે તો જ તે માર્ગ પર ચાલતાં અપૂર્વ ઉલ્લાસ આવશે અને તો જ તે અપૂર્વકરણ - અનિવૃત્તિકરણ સૂમ સંપરાય (કષાય) કીટીરૂપે અર્થાત્ અત્યંત સૂક્ષ્મ રૂપે અને 12 મે ક્ષીણ મોહ શ્રેણિને સર કરી કેવલજ્ઞાનને પામશે. * સમ્યકત્વની નિર્મળતા માટે આત્મ દ્રવ્યની ચાર સ્વરૂપે વિચારણા ધર્મક્રિયા રૂપ ઔષધ મિથ્યાત્વ રોગને હરે છે. આપણે અત્યારે સમ્યકત્વ માં છીએ. મિથ્યાત્વમાં તો નથી ને? તે માટે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વ-ભાવથી આત્માની વિચારણા કરવાની છે. (1) સ્વદ્રવ્ય એ શું? એ પહેલો ઉપયોગ આવવો જોઈએ. હું જીવ દ્રવ્ય રૂપે છું અજીવ દ્રવ્ય રૂપે નથી અને હું પુદ્ગલ દ્રવ્ય પણ નથી. અજીવમાં પુદ્ગલ દ્રવ્ય આવી જ ગયું ને તો પછી પુદ્ગલ દ્રવ્ય નથી એમ શા માટે કહ્યું? એટલા જ્ઞાનસાર // 160 Page #162 -------------------------------------------------------------------------- ________________ માટે કહ્યું કે પુલવાળો છું એવી ભ્રાંતિ થઈ ચૂકી છે પણ વાસ્તવમાં હું પુદ્ગલ દ્રવ્ય નથી એ વિચારણા સર્વજ્ઞ પ્રમાણે થઈ તો પ્રથમ આસ્તિક્ય આવ્યું. (2) સ્વક્ષેત્ર શું છે? હું સ્વ-ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી છું, અરૂપી દ્રવ્ય છું. વર્તમાનમાં આપણે પરક્ષેત્રમાં રહયા છીએ તેથી પરનો જ બધો ઉપયોગ આવે છે. મારા તમામ પ્રદેશો અક્ષય છે. અરૂપી છે અગુરુલઘુ અને અવ્યાબાધ સ્વરૂપવાળો છું. આપણે આપણામાં જાગતા નથી માટે મોહ આસાનીથી પ્રવેશ કરી શકે છે. નહી તો મોહની તાકાત નથી કે અંદર પ્રવેશ કરી શકે. પોતાના અસ્તિત્વની ઢચિ થઈ જાય તો મરણાદિ ભય નીકળી જાય અને સ્વની પ્રતિતિ રૂપે થાય કે હું અસંખ્ય પ્રદેશી છું. અખંડ છું, અક્ષય છું કોઈપણ શસ્ત્રથી તેનું છેદન-ભેદન થઈ શકે એમ નથી. હું અદાહ્ય, અધ, અભેદ્ય છું. જે પીડા છે તે પુલને કારણે છે. આત્મામાં પીડા નથી. જો આ અરૂપી ક્ષેત્રની ઢચિ થઈ જાય તો ભય અંતરમાં પ્રવેશી ન શકે. માટે યોગીઓ જંગલમાં વિકરાળ પ્રાણીઓ વચ્ચે નિર્ભય થઈ કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહી જાય છે. અરૂપી ભાવપકડયો તો ભય ટળ્યો. સ્વરૂપનું જ્ઞાન નથી માટે ભયની ભૂતાવળ સતાવે છે. સ્વરૂપનો નિર્ણય થઈ જાય તો આત્મનિર્ભય થઈ જાય છે. (3) સ્વકાળ શેયમાં થતું જ્ઞાન પરિવર્તનશીલ. કેમ કે તે સમયે સમયે પર્યાય સ્વરૂપે બદલાયા કરે છે. પર્યાય હંમેશા પરિવર્તનશીલ હોય છે અને દ્રવ્ય હંમેશા શાશ્વત હોય છે. પાણીથી ભરેલો ઘડો હતો ત્યારે ઘડા તરીકેનું જ્ઞાન થયું. કોઈએ ઘડાને પથ્થર માર્યોને તે તૂટી ગયો તો આપણા જ્ઞાનમાં તે ઠીકરા તરીકે આવ્યો. ઉપયોગ પર્યાયના પરિવર્તનમાં મોહના કારણે આપણા પરિણામ બદલાયા કરે છે. આપણે સમતા સ્વભાવમાં નથી રહી શકતા કારણ પર અનુયાયી વીર્ય બનેલું છે. જેમ જેમ કાળ બદલાયો તેમ તેમ પર્યાયો બદલાયા, તેમ તેમ જ્ઞાન પણ બદલાયું. આ અસ્થિરતા આવી. સામાયિક લીધી ને પારી પણ જે ભેદ પકડવો જોઈએ તે ન પકડાયો. તારું અસ્તિત્વ છે તેનાથી ધ્રુવપણું લેવાનું. કાળ બદલાય છે તેમ તું બદલાય છે પણ તારું અસ્તિત્વ તો સદાયે છે. તો તું શા માટે મંગાય છે? ઘડો નાશ પામ્યો, આટલી નાની વસ્તુ પણ મનને જ્ઞાનસાર // 11 Page #163 -------------------------------------------------------------------------- ________________ વિહ્વળ કરે તો મોટી વસ્તુ તો તારા મનને અસ્થિર કરી દે તેમાં આશ્ચર્ય શું? મન-વચન-કાયાની સ્થિરતા આત્મામાં થઈ જાય છે તે આત્માને વન, જંગલ, સ્મશાન, ગામ બધું સમાન થઈ પડે છે. તેવો સામ્યભાવ જેનામાં આવી ગયો છે તે યોગી છે. યોગી કોને કહેવાય? યોગમાં જે ઉપયોગ રાખે તેને યોગી કહેવાય. અને યોગથી પર થવાના પ્રયત્નવાળો હોય અને સ્વગુણોને ભોગવવાનો જ એક લક્ષ હોય. યોગ એ બંધન છે માટે યોગના બંધનથી છુટવા માટેના ઉપયોગમાં જેઓ રહેનાર છે તે જ વાસ્તવિક યોગી છે, તેનો જ યોગ વાસ્તવિક ધર્મયોગ બને છે. મોક્ષની સાથે જે જોડે તે યોગ પોતે હમણા જે કર્મોનાં બંધનમાં જકડાયેલો છે તેનાથી છૂટવાનો પરિણામ તે યોગ. તે પ્રમાણે પુરુષાર્થ જે કરે તેઓને જ મુનીશ્વર કહ્યાં છે. તેઓ જગતને જુએ, જાણે અને સ્વીકારે છે અને હવે આત્માને તત્ત્વમય બનાવી આનંદને પરિણાવે છે તે મુનિ છે. જીવ અને અજીવમય જગતને જુએ ને તેમાંથી તે છુટવા માંગે છે. તે શમ-શીલા છે જ્ઞાન-દર્શન-ચારિત્રને તપ બધા જ સ્વભાવ રૂપ શીલા છે તેનાદ્રવ્યશીલ અને ભાવશીલ એ બે ભેદ પડે છે. વિષયોનું સેવન ન કરવું તે દ્રવ્યશીલ અને આત્મગુણોની રક્ષા કરવી અર્થાત્ આત્મા ગુણોને ભોગવવા તે ભાવશીલ. સર્વજ્ઞની દૃષ્ટિમાં જગત જેવું છે તેવું સ્વીકારવું અને “સ્વ” માં જ રહેવાનું છે. દીક્ષા લે ત્યારથી આ જ કરવાનું છે. દીદીયતે દાન આપે છે. આત્માને આત્મગુણોનું સતત દાન) લીલીયતે - ક્ષય કરે છે (કર્મોનો ક્ષય). પ્રથમ દ્રવ્યદાન આપે છે અને પછી કર્મોને - કષાયને બધાને છોડે છે એ ભાવદાન છે. જયાં સુધી સંપૂર્ણ સ્વભાવમય ન બને ત્યાં સુધી એણે ભાવદાન કરવાનું છે. “ભાવદાન વિના સ્વભાવ પ્રગટ ન થાય” સ્વભાવને પ્રગટ કરવા માટે એણે સદા શુદ્ધ ભાવમાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે, તો જ નિર્જરા થશે. શુભ ભાવમાં તો ફરી કર્મ બંધાશે. જયારે આત્મામાં સ્વ દ્રવ્યનો નિશ્ચય જ્ઞાનસાર (12 Page #164 -------------------------------------------------------------------------- ________________ થાય અને તેના સિવાયનું બધુપર-પર છે, તેવું પ્રતીતિ રૂપે થાય ત્યારે સમભાવની પ્રાપ્તિ થાય કેમ કે તેમાં રાગાદિ ભાવ થતાં નથી તો જ સમતાનો પરિણામ પ્રગટ થાય છે. આત્માને શરીર સાથે “અંગાગી” ભાવ થઈ ગયો છે માટે આત્માના સ્વરૂપની પ્રતીતિ થતી નથી. આત્માએ તેના માટે ધરખમ પુરુષાર્થ કરવાનો છે. અનાદિકાળથી મિથ્યાત્વનો વાસ થયેલો છે માટે અતત્ત્વનો તત્ત્વરૂપે વાસ આત્મામાં થયેલો છે, માટે તે સંસ્કાર -વાસના દઢ થયેલી છે તેને તોડવા માટે જ ધર્મ ક્રિયા કરવાની છે. * ચારિત્રની વ્યાખ્યા શું? આત્માએ જે અસતુ ક્રિયાઓ અનંતકાળથી કરી છે તેને સત્ ક્રિયામાં ફેરવવી તે જ વ્યવહાર ચારિત્ર છે. અતિશય નિકાચિત ભોગવલી કર્મના કારણે તેમ જ અશુભના સંસ્કાર ગાઢ પડયા હોવાથી સમ્યગ દૃષ્ટિ એવા આત્મા પણ તેને જલદીથી છોડી શકતા નથી પણ પુરુષાર્થ થી તે છૂટી શકે છે અને આત્મરમણતાને પામી શકે છે. જેમ મા પોતાના બાળક સિવાય બીજાને પર માને છે તેવી જ રીતે આત્મા સિવાય બધાને પર માને તો જ મનમાં જ સ્થિર થવાનો પ્રયત્ન કરી શકે. (4) સ્વ-ભાવઃ જ્ઞાનાદિ ગુણોના સ્વભાવવાળો છું આ રીતે બોધ થવો જરૂરી છે તે સિવાયનું બધુ જપર છે એમ જાણે માને અને પછી વ્યવહાર પણ એવો જ કરે તો જ કાર્ય સિદ્ધિ થાય. ઉપશમ સમકિતમાં મિથ્યાત્વમોહ-અનંતાનુબંધી 4 કષાય નો મોહનો સંપૂર્ણ ઉપશમ છે તેથી અંતમુહુર્ત સુધી સમ્યક્તના પરિણામને વેદી શકે છે. ક્ષાયિક સમકિતમાં મિથ્યાત્વ મોહનો (દર્શન મોહ) અનંતાનુબંધીનો સંપૂર્ણ ક્ષય છે તેથી તેનુ સમ્યકત્વ કાયમ માટે રહે. ક્ષાયોપથમિક સમકિતમાં - વિપાકોદય ન હોય પ્રદેશોદય ચાલુ છે જ્ઞાનસાર // 13 Page #165 -------------------------------------------------------------------------- ________________ માટે સાવધાન ન રહે તો પ્રદેશોદય રસોદયમાં ફેરવાઈ જાય ને સમ્યક્તના પરિણામથી પડી જાય. માટે જીવાદિ નવ તત્ત્વને જે જાણે તેને જ સમયકત્વ ઘટે. ઓઘથી જે જાણે તેને ખસતા વાર ન લાગે. સ્વરૂપની સ્થિરતા વિના સ્વભાવમાં રહેવાય નહી કારણ વર્તમાનમાં સ્વરૂપ પૂર્ણતયા ઢંકાયેલું છે ને સ્વભાવ ક્ષયોપશમ ભાવે પ્રગટ છે યોગમાં પર સાથે રહેવાનું છે તેનું ભાન ન હોય તો કઈ રીતે રહી શકાય? ધર્મક્રિયામાં યોગનો ઉપયોગ ન આવ્યો, હેય માનીને જે કરવાનું હતું તે રીતે કાર્ય કર્યું. અર્થાત્ નિશ્ચયથી યોગને હેય માની વ્યવહારમાં તે આત્માના પરિણામ પ્રગટાવવા પૂરતા ઉપાદેય માની યોગમાં અપ્રમત્તભાવે રહીને ધર્મક્રિયા કરવાની હતી તે નકરી. માટે ધર્મક્રિયા મોક્ષયોગ રૂપ ન બની. મહોપાધ્યાયજીએ નિશ્ચય દૃષ્ટિ ધરી કરી લખ્યું છે પણ આપણે નિશ્ચયને જ ઉડાડી દીધો તો મોક્ષયોગ બને કઈ રીતે? પછી એ સંસારયોગ જ બને. સામાયિક વિધિપૂર્વક ઉચ્ચારવું એ કારણ હતું પણ આપણે એને સાધ્ય માની લીધું અને પાછુ આટલી બધી સંખ્યામાં સામાયિક થઈ એમ માન્યું અને ખોટી રીત થઈ. જે ધર્મ કરે અને ધર્મને અનુભવી શકે તે આત્મા મોક્ષયોગને સાધી શકે. જ્ઞાનથી પરમાં પરનો આરોપ કરવાનો છે પછી વીર્યપરથી છૂટું પડે અને સ્વ” માં જોડાય ત્યારે આત્માનો અનુભવ થાય. પછી તે વખતે ગમે તેવા સમાચાર મળે તો પણ સામાયિક કે પૌષધ પારી ન લે. કોઈપણ પ્રકારના વિકલ્પોમાં મન ન ચડે, તો જ આત્મા સામાયિક પરિણામમાં જણાય. નહિંતોનપારવા છતાં આત્મા પાસે નહી રહે પણ અંદરમાં તો આત્મા પરિણામથી પડી ગયેલો હશે. અર્થાત્ પર સ્વજનાદિના વિકલ્પોમાં ચડેપરને પર તરીકે માન્યું પણ એનાથી જુદા થવાનો ભાવ થયો તો ૪થું ગુણઠાણ અને અમુક કાળ સુધી એને છોડી જ દો તો પામે ગુણઠાણે દેશવિરતિ, તેટલો કાળ તે સ્વજનાદિનો વિચાર ન કરે. યોગી સમૂહમાં રહેતોપણ રાગ-દ્વેષ નથાય. કારણ બધાને પર માન્યા છે, ને એ અરણ્યમાં રહે તો પણ એને કાંઈ વાધો નથી કારણ એ સ્વદ્રવ્ય ક્ષેત્ર જ્ઞાનસાર // 164 Page #166 -------------------------------------------------------------------------- ________________ કાળ-ભાવમાં રહે છે. અંદર - બહાર બધુ જ સમાન છે માટે વિષમ ભાવ આવતો નથી. રાત-દિવસ પણ સમાન અને રાગ-દ્વેષના ભાવ પણ આવતાં નથી માટે તે યોગી કહેવાય છે. તે સમતાના ભાવમાં રહી શકે. ગાથા - 6 ધૈર્યરત્ન પ્રદીપક્ષેદ્ - દીu: સંત કલ્પદીપડા તદ્ વિકલ્ચરલ ધૂમ, રસંધૂમૈસ્તથાશ્રવેઃ II ગાથાર્થ જો સ્થિરતા રૂપ રત્નનો દીવો સદા દેદીપ્યમાન છે તો સંકલ્પ રૂપ દીપથી ઉત્પન્ન થયેલા વિકલ્પરૂપ ધુમાડાનું તથા અત્યંત મલિન પ્રાણાતિપાતાદિ આશ્રવોનું શું કામ? સ્થિરતારૂપી રત્ન દેદીપ્યમાન થાય છે ત્યારે સંકલ્પરૂપી પ્રકોપ થતો નથી, વિકલ્પો ઉત્પન્ન થતા નથી. ચેતન રૂપી રત્ન જાગતો રહે કયારે? તત્ત્વરૂપી દીપક પ્રગટે ત્યારે મિથ્યાત્વ નાશ પામે ત્યારે ચેતનાને પોતાના પતિ ચેતનના દર્શન થાય પછી એ બીજા સન્મુખ થતી નથી. રત્નનો દીપક નિર્મળ છે માટે ત્યાં મલિનતા નથી પણ ઘાસતેલનો દીવો પ્રકાશ તો કરે છે પણ ધૂમાડા આંખોને અને મેશ શરીરને ખરાબ કરે છે. મિથ્યાત્વને કષાયરૂપી તેલના કારણે અશુભ વિચારો રૂપી ધુમાડો અને કલેશ - કલુષિત ભાવો થાય છે. પૂનમની રાત્રે પૂર્ણ ચંદ્ર ને વાદળાવિનાનું વાતાવરણ હોય તો યોગીને શીતલતા અને આનંદની અનુભૂતિ થાય છે. આખી રાત સ્વાધ્યાયમાં વીતાવે છે. મિથ્યાત્વની હાનિથી જ્ઞાન સ્વચ્છ બને અને કષાયોની હાનિથી (સમતારૂપે) આનંદ પ્રગટે છે. ૪થા થી છઠ્ઠા ગુણ સ્થાનક સુધી ભેદ સમાધિ અને ૭મા ગુણ સ્થાનકથી અભેદ સમાધિની પ્રાપ્તિ થાય છે. અહી સંકલ્પ-વિકલ્પ બંધ થવાની શરૂઆત થાય છે. સંસારનો વ્યવહાર ચલાવવા માટે ધનની જરૂર પણ સંસારમાં સુખી થવા ધનની જરૂર નહીં. જેમ પરનારી પ્રત્યે દૃષ્ટિ ન કરાય તેમ સાધુ ધન ધનાદિ તરફ રાગ જ્ઞાનસાર || 15 Page #167 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિ ન કરે, સાધુની નજર ધનવાનના ધન તરફ થઈ તો તે સાધુ ભિખારી જ છે. ધનવાન પ્રત્યે સાધુની કરુણા દૃષ્ટિ જ હોય દ્રવ્ય તરીકે જીવ ઉપાદેય છે પુદ્ગલ તો પર જ છે એના તમામ પર્યાયો પણ હેય જ છે. ચેતન તો દેખાય નહીં, દેખાય તે ચેતન નહીં, રોષ–તોષ કીનું કરે, આપે આપ બુઝાય” પરમાત્માએ બાર પર્ષદામાં પુણિયા શ્રાવકની પ્રશંસા કરી. જે ધન એની પાસે હતું તે શ્રેણિક પાસે પણ ન હતું. પર ધન છોડી એણે સમતાધન પ્રાપ્ત કર્યુ હતું. સુલસા ભલે સ્ત્રી-પર્યાયમાંહતાંને સંસારી હતાં છતાં પરમાત્માએ એને ધર્મલાભ” મોકલ્યા, કારણ કે પોતાની સમાન થવાના છે ભાવિ તીર્થકરનો આત્મા છે. વર્તમાનમાં નિર્મળ શીલ સમકિતથી રંગાયેલો છે. - સાધુ રાગ દ્વેષ ન કરે તો તેના આત્મામાં મોહ શમી જશે. છઠ્ઠા ગુણ સ્થાનકે ચઢેલો આત્માસ્વગુણોની રક્ષા કરે તો ૭મે જાય અને ત્યાં સ્થિર થયો તો શ્રેણિ માંડે. પાંચમે ગુણસ્થાનકે શ્રેણી પર ચઢવું દુર્લભ કારણ કે એ ત્યાં દેશથી છે સર્વથી નથી. અને દુવિહં - તિવિહેણમાં મન છે માટે ભવિષ્યના વિચારો ઉભા રહે છે ને સાધુએ બધું જ છોડ્યું માટે ભાવધારા ચાલે તો આગળ વધી શકે છે. સાધન-સામગ્રી બરાબર હોય તો પૂર્ણતાને પણ પ્રાપ્ત કરી લે. આચારઃ એટલે આ આત્મામાં ચાર - ચરવું અને વિચાર -મનથી વિપરીત ચરવું અથવા વિશિષ્ટ ચરવું તે પરથી હટીને આત્મા જરાક અંદરમાં ડોકીયું કરે તો હું કોણ? કોની સાથે ? ક્યાં? વિ. વિચારો આવે. સંકલ્પ - એકવાર વિચાર આવે તે અને વિકલ્પ - વારંવાર આવે છે. અશુભ સંકલ્પ - વિકલ્પને શુભ સંકલ્પમાં પરાવર્તન કરવા જ્ઞાનીઓએ પણિધાનનો વ્યવહાર મૂકયો છે. ઔદયિક ભાવના પતિને ભેટવા જવાની ઈચ્છા - સંકલ્પ - વિકલ્પ રૂપ પરમાં જવાની વાત ને હવે ક્ષાયિક ભાવના પતિને જિનને ભેટવા જવાના ભાવમાં ૭મે ગુણસ્થાનકે પરાવર્તન કરીને હવે પરમાત્માને મળવાનો ભાવ જ્ઞાનસાર // 166 Page #168 -------------------------------------------------------------------------- ________________ નહી પણ પોતે હવે પરમાત્મામય બની રહયો છે એની અનુભૂતિ છે. હવે ત્યાં મોક્ષનો ભાવ પણ નથી અપ્રમત્ત ગુણ છે. આત્માએ જો તત્ત્વનું સંવેદન કરવું હોય તો બાહ્ય પ્રીતિ ને નૈવેધ ચડાવવા રૂપ ભક્તિ નહીં ચાલે હવે મહાવ્રતોનો સ્વીકાર કરવો પડશે. અને તેનું વ્યવહાર-નિશ્ચય પૂર્વક પાલન કરવું પ 1500 તાપસો અપુર્નબંધકદશાની ટોચ પર હતાં. નિર્ણયમાં ગાબડું ન હતું માટે ગુરુ ગોતમ-સ્વામી આવ્યા કે પગ પકડી લીધા. એમનો ચારિત્રનિર્ણય થઈ ગયો હતો. સાધ્યનો નિર્ણય કરવો એ જ મહેનત માંગે છે. જ્ઞાનનું કાર્ય માત્ર પ્રકાશ જ કરવાનું છે “સ્વ” માં રમણતા ને “પર” માં ઉદાસીનતા આવે એ જ સાચુ જ્ઞાન છે. જીવ બાહ્યથી 6 કાય જીવની રક્ષા કરે છે, 42 દોષો રહિત ગોચરી વાપરે છે છતાં એ સર્વજ્ઞના શાસનને જાણે નહીં અને શક્તિ હોય તો અન્ય દર્શનોનાં શાસ્ત્રોને જાણે નહીં તો એનામાં સ્યાદ્વાદતા આવે નહીં. ભાવ અહિંસાનું પાલન એનામાં આવશે નહી. બીજા પ્રત્યે રાગ - દ્વેષનો પરિણામ હોય તો વાસ્તવિક ભાવ - અહિંસા નથી. રાગ - દ્વેષ રહિત દયા પાળે તો જ આત્માનો વિકાસને નિર્જરા થશે. નહી તો ઘણી બધી આરાધના કરે તો પણ શાંતિનો અનુભવ નહી કરાવે. પરસ્પર પ્રેમનો પરિણામ વધે તો રાગનો - સ્નેહનો પરિણામ ઘટે. રાગ એ આકુળતા - વ્યાકુળતા ઉભી કરે છે. લોક એનિમિત્તોથી જ ભરેલ છે એમાં રહીને જ સિદ્ધ બનવાનું છે. આપણે જ નાંખેલી ઉપાધિ કાઢો તો જ શાંતિ પ્રગટ થશે. સકલ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ” જગત હે મેરા ગુરુ, મૈ જગત કા ચેરા, મિટ ગયા વાદ-વિવાદ કા ઘેરા | જગતમાં જીવ માટે કોઇ અપકારી છે જ નહી, પણ ગેરસમજના કારણે અપકારી લાગે છે એ જ મિથ્યાત્વ છે. * પાંચ મહાવ્રતો શા માટે? અશુભઆશ્રવોથી જે મલિનતા અને ચંચળતા પ્રગટેલી છે તેને દૂર કરવા માટે વ્રતો ઉચ્ચારવાના છે. જયાં સંપ્રદાય ત્યાં બીજા જ્ઞાનસાર || 167 Page #169 -------------------------------------------------------------------------- ________________ સંબંધી વિચારણા કરવાની જ બંધ થઈ ગઈ અનેકાંત સત્યના પક્ષપાતી બનીને એને સમજવામાં આવે અને સ્વીકારવામાં આવે તો ઘટના આપણા માટે જુદી જ બને. પાંચ આશ્રવો આપણને દૂર વિભાવમાં લઈ જનારા છે આ ભાવો કષાયજન્ય મોહનાં આધારે છે. તે ભાવોથી મુકત બની સ્વસ્વભાવમય બનવા મહાવ્રતો છે. * પાંચ મહાવ્રતોની રક્ષા માટે કરવાની યતના (1) પ્રાણાતિપાતના નિયંત્રણ માટે ચાલવાની યતના મૂકી. ઈર્યાસમિતિ માટે બે પગની યતના 1 લા વ્રત માટે કરવી પડે. (2) મુખનીયતનાઃ જીભ પર નિયંત્રણ લાવવા મૃષાવાદ વિરમણ વ્રત ભાષા સમિતિ (3) બે હાથની યતના અદત્તાદાન વિરમણ વ્રત. (4) પઈન્દ્રિયોની યતના મૈથુન વિરમણ વ્રત (5) સમગ્ર શરીર પ્રથમ પરિગ્રહ છે - પરિગ્રહ વિરમણ વ્રત-શરીર માટે અનેક પરિગ્રહ આવશે આહાર, કપડાં, મકાન, દાગીના, ધન વિગેરે. તમામ આરંભ- સમારંભનું કારણ પરિગ્રહ છે. સરંભ, આરંભ ને સમારંભ ત્રણના કાર્યો પરિગ્રહ માટે ચાલે છે. નિષ્પરિગ્રહી બનવા શરીરની મૂચ્છ છોડવી જ પડે. શ્રવ’ - ઝરવું, આ - આત્મા - આત્માની અંદર કર્મો રૂપી કચરાનું આવવું તે આશ્રવ. આત્મામાં કર્મોનું ઝરવું - આશ્રવ. ધર્મની રુચિ થવી એ સમ્ય દર્શન છે. “સર્વે જીવાનહન્તવ્યો સર્વેમાં આપણે પણ આવી ગયા. શુધ્ધ કોને કહેવાય?—જે આત્મા સર્વજ્ઞએ જે પ્રમાણે જગત સ્વરૂપ કહ્યું અર્થાત્ તે પ્રમાણે જ વ્યકિત–વસ્તુ કે વાતાવરણને યથાર્થ રીતે જુએ–જાણે અને હેય-ઉપાદેય રૂપે સ્વીકારી અને તે પ્રમાણે ઔચિત્ય વ્યવહાર નિરાકુળ બનીને કરે. જેથી મન શાંત-સ્થિર અને સમત્વને અનુભવે છે. ત્યારે તે શુધ્ધ જ્ઞાનસાર || 168 Page #170 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવઢપે આંશિક થયો કહેવાય. જે સત્યનો સ્વીકાર કરે તે જ સાચો સંત છે. સંત બનવાની પહેલી ભૂમિકા જ એ છે કે સર્વજ્ઞની વાતનો નિર્વિકલ્પ સ્વીકાર કરો. શ્રાવકો માટે પણ “મહજિણાણે આણં' ત્યાંથી દેશવિરતિની શરૂઆત અને સાધુઓ માટે સર્વવિરતિ ધર્મની સાધનાની શરૂઆત ધમ્મો મંગલ'થી થાય છે. (કોઈ જીવને પીડા ન અપાય, કિલામણા ન કરાય (ભમરો આવિઅઈ રસ) ભમરાની જેમ પુષ્પમાંથી થોડો થોડો રસ પીએ. ફૂલને જરાય કિલામણા ન થાય. સૌ પ્રથમ તો પોતાને પીડા ન આપવી તો જ “સ્વ” માંથી સર્વમાં જવાશે. મોહનો વિલય સંપૂર્ણપણે થશે ત્યારે યથાખ્યાત - ચારિત્ર આવશે. પઢમં હવઈ મંગલ' બોલતા મંગલ' બોલતા મંગલ' એટલે પાપનો અભાવ સિદ્ધ અવસ્થામાં છે, ત્યાં કર્મનો-પાપનો બંધ-સત્તા-ઉદય નથી એ યાદ આવવુ જોઈએ. પાપનું કારણ કર્મનો સંયોગ-કાયાનો સંયોગ છે. માટે જ બંધક મુનિએ મારાઓને કહ્યું કે તમને કષ્ટ ન થાય તેમ ઉભો રહું. આપણે તો માત્ર ધર્મના વેશમાં, ધર્મનાં ક્ષેત્રમાં, ધર્મના ઉપકરણમાં છીએ પણ ધર્મના સ્વભાવ અને સ્વરૂપમાં નથી. “કિલામણા' શબ્દથી તમામ ધર્મોની રુચિ કહો કે લક્ષણ કહોકોઈને પીડા ન અપાય તે જ છે. ધર્મ તે ઉત્કૃષ્ટ મંગલ છે એ કયારે બને? અહિંસા - સંયમને તપ દ્વારા. (1) દ્રવ્ય પ્રાણોની રક્ષા કરવી આવો પરિણામ અભવ્યમાં આવે એના દ્વારા જોરદાર શાતા બંધાય. દ્રવ્યથીદ્રવ્યનો લાભ થયો. આત્માને શાંતિ, સમાધિ, સંતોષનો લાભ ન થાય. એણે દ્રવ્ય અહિંસાનું પાલન કર્યુ. છતાં અનુબંધ હિંસાનો જ પડે, પાપનો પડે ને બંધ પુણ્યનો થાય. બહાર શાતા ને અંદર અસમાધિ તો ભાવિમાં અશાતા મળશે. મિથ્યાત્વ રોગ નહી જાય ત્યાં સુધી એને ગમે તેવા મનોરથો થતાં વાર નહી લાગે. માટે મનમાં જો “સમકિત' રૂપ રત્ન દીપકની સ્થાપના થઈ તો સ્થિરતા થઈ જાય. મહર્ષિએ અહી એ પણ કહ્યું કે ઘાસતેલના દીપકમાંથી મેશ જ નીકળશે - એ મિથ્યાત્વ છે. રત્ન - દીપકમાં વિકલ્પોના ધૂમાડા નહી નીકળે ને સ્થિરતા પ્રાપ્ત થશે. જ્ઞાનસાર || 19 Page #171 -------------------------------------------------------------------------- ________________ ભવિનાં મનમાં “કર્મરાજા' સાથે યુદ્ધ હોય, અભવિમાં યુદ્ધ ન હોય. કેમ કે તે મોક્ષમાં જનાર જ નથી. મોક્ષ તત્ત્વને જ માનતો નથી૯મા રૈવેયકના સુખ માટે અભવિ શાસ્ત્રોનાં આધારે નિર્વિકલ્પ પરમાત્માની આજ્ઞાને દ્રવ્યથી સ્વીકારને દ્રવ્યથી નિરતિચાર ચારિત્ર પાળે કારણ એને શરીરના ને સંસારના સુખની અભિલાષા છે. સાધુએ સ્વભાવમાં આવવું પડે માટે એણે ને પણ સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરવો પડે. પ્રથમ નિચાર દૃષ્ટિથી પડતાં વાર નહી માટે અસ્થિર. ૫મી સ્થિરા દૃષ્ટિમાં આવે પછી એ સ્થિર થશે. આગળ વિકાસ થશે પ્રથમની ચાર દૃષ્ટિ મિત્રા, તારા, બલા, દીત્રા ને પમી ‘સ્થિરા' અને એમાં જે જીવ આવ્યો તેનો અર્ધ પુગલ - પરાવર્ત થી વધારે કાળ સંસાર ભ્રમણ નહીં. સર્વજ્ઞનો વ્યવહાર બધો જ નિશ્ચય માટે હોય (1) સ્વની પીડાથી મુક્ત બનવું ને (2) પર ની પીડામાં નિમિત ન બનવુ આ બે કાર્ય આપણા હાથમાં છે ને કરવાના છે. કેવલીને પણ શરીર હોવાથી ઈર્યાપથિક બંધ થાય છે. કષાયો નથી માટે સાંપરાયિક બંધ ન થાય. કેવલી પૂર્ણ ઉપયોગમાં છે. છતાં પણ શરીર છે તો વાયુકાયાના જીવો એની સાથે અથડાય તો પીડાપામે છે માટે જસિદ્ધ બનવાનું છે. સ્વરૂપને સમજશુ તો જ આરાધના માર્ગસ્થ બનશે. જે આત્મા સમાધિમાં રત છે તે આત્મા જ વાસ્તવિક રીતે સ્થિર છે. પાપના ઉદયને હેય માને છે અને પાપનો પશ્ચાતાપ કરે છે. તે ધર્મધ્યાન છે. (4-5 ગુણ સ્થાનકે આર્તધ્યાન આવી જાય કષાયની પ્રબળતાના કારણે પણ જેવો કષાયનો પરિણામ મંદ થયો તરત જ પશ્ચાતાપ થાય. આવો આત્મા મનની સમાધિમાં રત છે) અને આત્માની સમાધી પાછી અલગ છે. સમ્યગુ દૃષ્ટિ કદી ભર - ઉંઘમાં ન હોય. | "નિશાવિરામે પરિભાવયામિ, ગેહે પલિતે કિમહં સુયામિા ડજઝત મખ્વાણ મુવફખયામિ, જ ધમ્મ રહિઓ દિઅહા ગમામિ ! (વૈરાગ્યશતક) જ્ઞાનસાર // 170 Page #172 -------------------------------------------------------------------------- ________________ કારણ ઉંઘતા પહેલા વિચારે કે “વિષય-કષાય રૂપી અગ્નિ જવાળાઓથી પ્રજ્વલિત સંસાર રૂપી ઘરમાં છકાય જીવોનો સતત સંહાર થઈ રહ્યો છે. માટે આવા ઘરરૂપી સંસારમાં કઈ રીતે સુવાય !? જેથી ધર્મ રહિત દિવસો પસાર કરું છું. અને બળતા એવા મારા આત્માની ઉપેક્ષા કરી રહ્યો છું સ્થિરતાની શરૂઆત આશ્રવના દ્વારા બંધ થાય ત્યારે જ થાય મન જયારે વિષય અને કષાયને આધિન બને છે તેના કારણે આશ્રવો આવે છે. માટે સમ્યગ દૃષ્ટિ આત્મા પણ આત્મ-સ્થિરતાને પ્રાપ્ત કરી શકતો નથી પણ મિથ્યાત્વ જવાથી મન સ્થિરતાને પ્રાપ્ત કરે છે. આશ્રવ એ સંસારનું મૂળ છે. મનને સાધવાનો ઉપાય એક જ છે કે તત્ત્વની વિચારણાથી મન રંગાય તો સત્યતત્ત્વની સમજણથી ખોટા વિકલ્પો શાંત થાય. પાંચ આશ્રવની સામે પ-મહાવ્રતો. નિશ્ચયથી આત્મ-સ્વભાવ -આશ્રવ –વ્યવહારથી મહાવ્રતો –નિશ્ચયથી આત્મ સ્વભાવ (1) હિંસા - સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત -અહિંસા- ધર્મ કર્તુત્વ (2) મૃષાવાદ - સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત -સત્યવ્રત- યથાર્થ ભાષણ (3) સ્તેય - સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત -અચૌર્ય- સ્વ-સ્વભાવ ગ્રાહકતા (4) મૈથુન - સર્વથા મૈથુન વિરમણ વ્રત -બ્રહ્મચર્ય- સ્વગુણનું ભોકતૃત્વ (5) પરિગ્રહ - સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત -અપરિગ્રહ-સ્વ-સ્વભાવનું રક્ષણ જૈનધર્મ અહિંસાને પરમો ધર્મ માને છે તે મોક્ષમાર્ગપ્રધાન છે. પ્રમત્ત યોગથી પ્રાણનાશ એ ભાવ હિંસા છે. પ્રમાદન કરવો એ ભાવ - અહિંસા અને દ્રવ્યપ્રાણનો નાશ ન થાય એ દ્રવ્ય-અહિંસા થઈ બંને હોય ત્યારે પૂર્ણ અહિંસા. વ્યવહારથી અહિંસા શું? પોતાના આત્મવત્ બીજા જીવોને પીડા ન આપવી તે ભાવ અહિંસા આત્મા પોતે અહિંસા સ્વરૂપ છે જે સ્વભાવમાં સ્થિર થાય તે જ નિશ્ચયથી અહિંસા છે. જ્ઞાનસાર || 171 Page #173 -------------------------------------------------------------------------- ________________ કુરાન વિ. બીજા ધર્મગ્રંથો બીજાને પીડા ન આપવી તે વાતને કહે છે જૈનશાસન કહે છે પોતાના આત્માને પીડા આપવી તે મહાપાપ છે માટે સ્વભાવમાં જ રહેવું પડે. માટે જ મહાત્માઓ ઉપસર્ગમાં પોતાના આત્મામાં સ્થિર રહે છે જો બીજાની દયા કરે તો પોતાની દયાથી ચૂક્યા. તો પ્રશસ્ત દયાના કારણે સ્વ - સ્વભાવમાં રહેવાનું જાય. ગજસુકુમાલે ઉપસર્ગ વખતે સોમિલ -સસરાની ચિંતા નથી કરી પણ પોતાના આત્મ- હિતની ચિંતા કરી છે મારું કાંઈ બળતું નથી અને જે બળી રહ્યું છે તે મારું નથી - તે ભાવ ધારામાં કેવળજ્ઞાન પામ્યા નવપૂર્વના અભ્યાસ પછી જ ભિક્ષુક પ્રતિમાની અનુજ્ઞા મળે છે. ગજસુકુમાલને પરમાત્માએ અનુજ્ઞા દીક્ષાના પ્રથમ દિવસે જ આપી કારણ પરમાત્મા સર્વજ્ઞ હતા ને સામેની વ્યક્તિ વિશિષ્ટ કોટિની હતી. ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીએ પરમાત્માને પ્રશ્ન કર્યો કે અણગાર જતો હોયને ઉપયોગ ન હોય અને તે ઉભો રહેલો હોય, કે બેઠેલો હોય કે કાંઈ પણ કરતો હોય તો તેને ઈર્યાપથિક કે સાંપરાયિક કયો બંધ લાગે? સાંપરાયિક બંધ પડે જઘન્ય થી અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટ અંતઃ કોડાકોડીનો બંધ પડે. પ્રમાદ એ હિંસા છે રાગાદિ ભાવ એ પ્રમાદ છે. માટે હિંસા થાય છે. 0 મુમુક્ષુ કઈ રીતે વર્તવું જેથી પાપ કર્મ ન બંધાય? જયં ચરે, જય ચિટ્ટ, જય ભાસે, જયં સુએ, જયં ભુજતો, ભાસતો, પાવ કમ ન બંધએ II (દશવૈકાલિક) યતના(જયણા)પૂર્વક ચાલે, ઉભો રહે, બોલે કે સુએ, કે ભોજનાદિ કરતો હોય તો મુમુક્ષુ ને પાપ કર્મ ન બંધાય. યતના (જયણા) કોને કહેવાય? મુમુક્ષુ યોગાદિ પ્રવૃત્તિને નિશ્ચયથી હેય માને, જિનના આજ્ઞા પણ ઉત્કૃષ્ટ ગુપ્તિની જ છે. તેથી સામર્થ્ય હોય તો બાહુબલીની જેમ દિક્ષા લેતા ગુપ્તિમાં રહી જાય. પણ તેવું સામર્થ્ય ન હોય તો સમિતિનું પાલન અપવાદે જ્ઞાનસાર // ૧૭ર Page #174 -------------------------------------------------------------------------- ________________ કરે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણના લાભ (સંયમલાભ)ના પ્રયોજન યોગાદિ પ્રવૃત્તિ ચાલવું, ઉભા રહેવું, બેસવું, બોલવું વગેરે જેટલી જરૂર હોય તેટલી જ જયણા પૂર્વક કરે મુહપતિ–રજોહરણાદિ પ્રમાર્જનાદિક પૂર્વક કરે તો તે યતના (જયણા) કહેવાય. નિશ્ચયના લક્ષપૂર્વક જરૂરિયાત પૂરતો કરો તો વ્યવહાર નિર્જરાનું કારણ બને. આત્મા માટે આત્મા સહિત સર્વ દ્રવ્ય શેય છે, તેમાં સ્વદ્રવ્ય જ્ઞયમાં ડૂબે તો તે આનંદ પામે બહાર ડૂબે તો દુઃખી થાય. આત્મા પોતાનામાં ડૂબે કયારે? જ્ઞાનરૂપી રત્નદીપક સ્વ પર પ્રકાશક બને - જયોતિ રૂપેબને અસારને આપણે મનમાં સાર રૂપે જે ગ્રહણ કર્યું છે તે મનમાં અસાર રૂપે સે નહીં તો મન સ્થિર થાય નહી, આશ્રવનો અર્થ છે આત્માને બહાર લઈ જાય આત્મામાંથી આપણે બહાર જઈએ એટલે આશ્રવ આવે. સિધ્ધો સ્વમાં પૂર્ણ રમણતા કરે તેથી પરની જરૂર નહી જે પોતાના ગુણોનો ભોગ ન કરે એને પરનો ભોગ ચાલે - ગાદલા - પંખા વિ. નો ઊંધમાં પણ ભોગ ચાલુ જ. ઉંધમાં પણ દેહની રક્ષા, દાગીનાની રક્ષા વિ. ચાલે જ છે. ઉંધમાં પણ પરનું ધ્યાન સતત ચાલુ છે તો જાગતા હો ત્યારે કયાં પહોંચો? સંધની સમક્ષ આશ્રવોનો ત્યાગ કર્યો, મહાવ્રતો પણ ઉચ્ચર્યા છતાં નરક - નિગોદ દુર્ગતિમાં કેમ ગયા? માત્ર વ્યવહારથી જ બધુ કર્યું અંદરમાં કાંઈ જ અડ્યું નહી નિશ્ચય ધર્મ ન કર્યો. આ બધી ક્રિયા જયણાથી કરે તો તેને પાપકર્મનો બંધ ન થાય. ૧લે ગુણસ્થાનકે જીવ આવે ત્યારે જ હવે એને તીવ્રભાવે પાપ કરવું જ ન ગમે સિદ્ધગિરીમાં આવ્યો ને આરાધના કરી પણ પાપ પર અણગમો ન થતો હોય તો તેને સિદ્ધગિરીની સ્પર્શના થઈ જ નથી. દયાની અંદર દ્રવ્ય પ્રાણીની રક્ષાની પ્રધાનતા છે જ્યારે અહિંસામાં ભાવપ્રાણીની રક્ષાની પ્રધાનતા છે અપ્રમત્તનેદ્રવ્ય-હિંસાનું પાપ ન લાગે માત્ર ઈર્યાપથિકિ બંધ થાય. સ્વરૂપ ક્રિયા માત્ર સંભવે પણ હેતુ અને અનુબંધ હિંસા ન હોય) જ્ઞાનસાર || 173 Page #175 -------------------------------------------------------------------------- ________________ આતમભાવે હિંસા નથી, હિંસા - સઘળા યે પાપસ્થાન, તેહ થકી વિપરીત અહિંસા, તાસ વિરહનું પરમ - ધ્યાન આત્મા આત્માના સ્વભાવના ઉપયોગમાં ન રહ્યો તો બધી જ હિંસા લાગવાની છે દરેકને પૂર્ણ સુખની ઈચ્છા શા માટે છે? કાયમ માટે રહે એવી ઈચ્છા કેમ થાય છે? આત્માનું સ્વરૂપ જ “અવ્યાબાધ છે તે પરિપૂર્ણ સુખથી ભરેલો દરિયો છે એનુ આત્માને ભાન નથી માટે એને અંદરનું છોડી બહારમાં -પરમાં સુખની દોટ ચાલુ છે. શ્રેણીનો વિકાસક્રમ મોક્ષની અનુભૂતિ અંશથી આત્મા 7 માં ગુણથી કરી શકે છે 4 થે સમ્યગ દર્શનનો અંશ ભાવનામાં આવ્યો છે કર્તવ્યમાં નથી આવ્યો. આત્માનો અનુભવ છ ફ્રેથી થાય, પણે અંશ છે ધારા બદ્ધતા નથી. સર્વ વિરતિ હોવાથી ધારાબદ્ધ આગળ વધીને ઠેઠ ૧૩માં ગુણસ્થાનક સુધી પહોંચી શકે છે. 6 ઠા ગુણઠાણાનો પરિણામ જરૂરી જો રક્ષા ન કરે તો નીચે પડતા વાર નલાગે. પણે સર્વસંયોગથી છૂટા થવાનો ભાવ થયો અને અલ્પને છોડે અને 6 ઠે સર્વ સંયોગોના ત્યાગનો પરિણામ આવ્યો. પર સાથેના સંયોગોમાં રહી જ ન શકે માટે દેવો આવીને વેશ આપી જાય તેવા - જીવોને કર્મ બંધ થતો નથી. સવભૂય-પ ભૂઅલ્સ, સન્મ ભૂયાઈ પાસાઓ, પિહિઆસવમ્સ દંતસ્સ, પાવ કર્મો ન બંધાઈ જે સર્વ જીવોને સિદ્ધ - સ્વરૂપી - સમાન દૃષ્ટિથી જુએ છે અને સર્વ પાપાશ્રવોની જેણે વિરતિ કરી છે તેને કર્મબંધ થતો નથી. * દયા અને અહિંસા વચ્ચે ભેદ શો? દેહની રક્ષાને દયા,અને અહિંસામાં ભાવપ્રાણોની-સ્વભાવની રક્ષા તે અહિંસા પરિણામ છે દયા અને અહિંસામાં એટલો જ ફેર છે.” જેમાં ભાવપ્રાણીની રક્ષાનો ભાવ જ ન હોય તો માત્ર દયાનું પાલન થાય. અહિંસાનું પાલન ન થાય. સામાયિક લીધી તો કીડી વિગેરે મરી ન જાય તેની ચિંતા હોય પણ રાગાદિ ભાવોનો ખ્યાલ જ ન હોય. તો સામાયિક દ્રવ્ય જ્ઞાનસાર || 174 Page #176 -------------------------------------------------------------------------- ________________ સામાયિકથાય. સાધુનું સામાયિક તો જાવજીવનું છે તો એણે કેટલા સાવધાન રહેવાનુ છે. ક્ષણ માટે પણ બીજા માટે હલકો વિચાર ન આવી જાય એનું ધ્યાન રાખવાનું છે. જે મનોરથો શ્રાવકોનાં હતા તે મનોરથો સાધુમાં આવ્યા. મોબાઈલ વાપરવા, જિનાલયો, ઉપાશ્રયો બંધાવવા, ધર્મસ્થાનોનો વહીવટ વિગેરે. જે શ્રાવક સુખી સંપન્ન હોય, સંયોગોને કારણે દીક્ષા ન લઈ શકતો હોય તો એણે જિન શાસનરૂપી સંસ્થાનો નિષ્ઠાપૂર્વક વહીવટ ગુણના ભાગી બનવા માટે કરવાનો છે. શાસન કેમ ચાલશે તેની ચિંતા નથી કરવાની શાસનને કેટલા વફાદાર છીએ એની ચિંતા કરવાની છે. અનંત - જ્ઞાનાદિ ગુણરૂપનિશ્ચય પાંચે છે અને તેને પ્રગટ કરવા માટે જ પાંચ વ્યવહાર (જ્ઞાનાચારાદિ) બતાવ્યા. પરમાત્માનું શાસન નિશ્ચયનય પર સ્થપાયું છે નિશ્ચયને પ્રગટ કરવા પંચાચાર રૂપ જ વ્યવહાર છે. “આણાએ ધમ્મો” આ-આત્મા, જ્ઞા-જ્ઞાતા આત્માએ પોતાના અને સર્વ જ્ઞયના જ્ઞાતા બનવાનું છે. “સર્વ જગજતુ હિતકરણી કરૂણા કર્મ– વિદાહરણ છે શૂરા” ભાવ અહિંસા સ્વભાવમય બને ત્યારે કર્મ ક્ષયનું કારણ બને દયા પ્રધાન ભાવરૂપ હોય ત્યારે પૂણ્યબંધનું કારણ બને પ્રથમ અહિંસા વ્રત તણીજી, ઉત્તમ ભાવના એહ, સંવર કારણ ઉપદિશિજી, સમતા રસ ગુણગેહ” સમતા ધર્મનો કર્તા આત્મા માટે પ્રથમ સામાયિક વ્રત-ને પછી પાંચ મહાવ્રતો ગ્રહણ કરવા પડે. કોઈપણ જીવને હણવા નહીં એવા મેં પચ્ચકખાણ કર્યા છે. તે પચ્ચખ્ખાણ બરાબર છે કે નહી એવા ગૌતમ સ્વામિના પ્રશ્નના જવાબમાં ઉપર મુજબ ભગવતી સૂત્રમાં કહ્યું છે વાયુકાય સ્પર્શી જાય તો એ ઉપયોગ ખરો કે એ જીવોની વિરાધના થાય છે? વરસાદ પડે તો અપકાયનાં જીવો વરસી રહ્યા છે. એનો ઉપયોગ આવે છે? ત્રસકાયમાં પણ વિકસેન્દ્રિયમાં હજી ઉપયોગ આવે છે પણ વાયુકાયની વિરાધનાનો ઉપયોગ આવવો દુષ્કર જ્ઞાનસાર // 175 Page #177 -------------------------------------------------------------------------- ________________ છે. આવેશ આવે ત્યારે હાલત શું? અંદરમાં જીવ તરીકે જીવનો ઉપયોગ આવ્યો ને એના હિત માટે ને સ્વ ની કરૂણા માટે બધું જ કરાય. વર્તમાનમાં સમતારસને અનુભવવો એ જ મોક્ષનો અનુભવ છે. પાંચમાં ગુણ ઠાણે મોક્ષના અનુભવની શરૂઆત થાય. ૬ઠે આવેલો ૭મે જવાની સતત ભાવનાવાળો 13 મે સ્થિર થાય. સમતારસનો નિરંતર એકસરખો અનુભવ 12 મે થી 13 મે થાય. ભક્ત પણ ભગવાનનો અને મુનિ પણ ભગવાનનો જ ભક્ત હોય તો કોઈ ગરબડ થાય નહી. છઘસ્થ દશામાં રહેલા પરમાત્મા પરમાત્મ દશાને અનુભવવાના પૂર્ણ પ્રયત્નમાં તરત પરમાત્મા બની ગયા નથી. પ્રશસ્ત કરૂણાભાવ ના કારણે ચંડકૌશિકને બુઝવવા ગયા. તત્ત્વદેષ્ટિથી જોનારો જગતને પકડે નહી આપણે જાણીને પકડવા જઈએ. સમતારસનું પાન છોડીને છાંયડો પકડી તેમાં રામપોશી પાછો એને સમાધિ માને. સમાધિ જેને જોતી નથી તેને સમાધિન જ મળે. શાતામાં સમાધિ એમિથ્યાત્વનો ભ્રમ છે. * સુખ દુખ કરમ ફળ જાણો, નિશ્ચય એક આણંદો રે, શાતા - અશાતા બન્નેમાં સમાધિ રાખવાની છે, શાતામાં રતિ અને અશાતામાં અરતિ ન થવા દેવી એ સમાધિ છે. રતિ-અરતિ એ દુર્બયાન છે માટે સમાધિ થાઓ એ જ પરમાત્મા પાસે માંગવાનું છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોનું દ્વાર કાયા છે તેથી સતત કાયાથી કર્મગ્રહણ ચાલુ છે માટે કાયાની સ્થિરતા કરવાની છે. કાયા એ હું છું એ મિથ્યાત્વ કાયોત્સર્ગ ધ્યાન મુક્યું. દીક્ષા લઈને આત્મરમણતા માટે એ કાય ગુતિ રૂપ માર્ગ મુક્યો છે. જેને વહેલી તકે આત્માનો પૂર્ણ સમતા રસ લૂંટવો હોય તેની માટે આ સાદો, સરળ, સચોટ અને સહેલો ઉપાય કાર્યોત્સર્ગાનરૂપ માર્ગ પરમાત્માએ બતાવ્યો છે એક જ માર્ગ “અપ્પાણે વોસિરામિ. માટે બાહુબલીએ જ કર્યુયુધ્ધના મેદાને લોન્ચ કરી ત્યાંજ એક વર્ષ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા પણ નાના ભાઈઓને જ્ઞાનસાર || 176 Page #178 -------------------------------------------------------------------------- ________________ વંદનન કરવા પડે માટે કેવળ જ્ઞાન પ્રાપ્ત પછી જાઉં. આમ માન કષાય ઉદયમાં હતો તેથી કેવળ જ્ઞાન આંટા મારવા લાગ્યું પણ પ્રગટ ન થયું. કષાયને કાઢવા માટે જ્ઞાનાદિ ગુણમાં જે બાધક એવા કષાયાદિ પાપના સ્વરૂપને સમજીને તેનાથી અટકવા માટે કષાયના નિમિત્ત ભૂત જે જે ત્યજવા શક્ય હોય તેનાં ત્યાગની પ્રતિજ્ઞા (પચ્ચખાણ) કરવા રૂપ વિરતી ધર્મનો ઉપદેશ તીર્થકર પરમાત્માઓએ ફરમાવ્યો છે. બ્રાહી–સુંદરીના “વીરા ગજ થકી હેઠા ઉતરો” પ્રભુ ઉપદેશના વચનો સાંભળી તરત જાગ્રત થયા અને માનને છોડવા રૂપ કાઉસગ્ગ પારી વંદન માટે જેવા પણ ઉપડયા કે તરત કેવળજ્ઞાન પ્રગટ થયું. * સમિતિ ફળે કોને? સમિતિના પાલન દ્વારા ઉત્સર્ગનો લાભ થાય. ઉત્સર્ગનું પાલન હોય અને રૂચિ ન હોય તો પણ લાભ ન મળે. કાયમુમિમાં ન રહી શકે તેને ઈર્યાસમિતિનું પાલન કરવાની વાત આવે. (1) જિનદર્શન (2) જ્ઞાનદર્શનચારિત્રની આરાધના માટે આહાર -નિહાર માટે ઈર્યાસમિતિનું પાલન કરવાનું છે. સાધુ ઉપાયોગ મૂકે કે આમાનું કાંઈપણ કારણ કે પ્રયોજન છે. તીર્થયાત્રા માટે પણ જવાનું નથી. વિના પ્રયોજને પ્રવૃત્તિ કરવાની નથી. વિહાર કરતા આવે તો જવાનું પણ સંયમને બાધક બને એ રીતે યાત્રા કરવાની નથી. જયાં જયાં સાધુ ઉપયોગ મૂકે ત્યાં ત્યાં નિર્જરા ને ઉપયોગ ન મૂકે તો ડગલે ડગલે બંધ કરે (ઉપયોગ કરનારને પાંચ પ્રકારના વિવેક બતાવ્યા છે (1) ચાલવાનો (૨)બોલવાનો (3) લેવાનો (4) ખાવાનો અને (5) મુકવાનો) (1) ચાલવાનો વિવેક તે ઈર્ષા સમિતિ આવી પ્રથમ તો પરમાત્માની આજ્ઞાનું બહુમાનમોહને ધક્કો, પ્રમાદ તોડયો તો નિર્મળ અધ્યવસાયનો અનુભવ થાય છે. પહેલાના કાળમાં તીવ્ર વૈરાગ્યને ધારણ કરનારા જીવો હતા. વૈરાગ્ય એવો હોય કે ધરાદિ જે છોડે તેની ચિંતા જ ન હોય સંઘયણબળ, વૈરાગ્યબળ નબળું પડ્યું તેથી મનોબળ પણ નબળું પડયું પહેલા બધી રીતે બધા મજબૂત જ્ઞાનસાર // 177 Page #179 -------------------------------------------------------------------------- ________________ હતા, તેથી સાધના સંવેગ પ્રધાન બનતી. જીવરક્ષાનો ઉપયોગ આવે તો જ નિર્જરા થાય સાર જયારે અંદર પ્રવેશે તો અંદરના અસારને બહાર કાઢે ને અસાર જો અંદરમાં જાય તો સારને બહાર કાડે, “કતકચૂર્ણ જેમ મેલને દૂર કરી તળિયે બેસાડે છે તેમ જ્ઞાનનો સાર મિથ્યાત્વને બહાર કાઢે છે. બહારથી ઉજળા પણ મનમાં મેલાનું મીઠું વચન પણ નિર્મળ નહી. મિથ્યાત્વ રૂપી ક્ષારવાળુ પાણી પીવાથી ખારૂ નથી લાગતું પણપિાક ફળ જેમ મધુર લાગે છે માટે મનને ચકડોળે ચડાવે છે અને અંદરમાં રહેલા જ્ઞાનના ઘૂઘવાતા સાગરને પીવા દેતો નથી માટે સ્થિરતા થઈ જાય તો જ આગળની બધી ક્રિયાઓ ઘટશે. શરીર મારું, છોકરા મારા, બધાને મારૂં મારૂં કરીને જીવ દરરોજ બધાની સાથે મારામારી જ કરવાનો, વ્યવહારમાં બેઠા છો તો ઓળખાણ આપવાની છે પણ પોતાના ગુણોની ખાણને ભૂલવાની નથી જયારે આત્મા પોતાના આત્મ-બોધવાળો બની જશે તો કલ્યાણ થશે. (1) અહિંસા જગતની માતા છે અહિંસા પરમો ધર્મ શા માટે? (2) એ આનંદની શ્રેણી છે અને (3) સીધી મોક્ષમાં જોડનારી છે માટે અહિંસા પરમો ધર્મપ્રમાદ એ જ મૃત્યુ માટે ભાવમૃત્યુથી બચવું એ આપણા હાથમાં પણ દ્રવ્ય મૃત્યુથી બચવું આપણા હાથમાં નથી. “ભાવ અયોગી કરણ રૂચિ, મુનિવર ગુક્તિ ધરંત, જો ગુણે ન રહી શકે તો સમિતિ એ વિચરત.” માત્ર મમતાનો દોર પર ચઢીને જ મિથ્યાત્વ આવે માટે તેને 18 પાપસ્થાનકોમાં “પાપનો - બાપ' કહ્યો છે. જ્ઞાનથી યુકતને અયોગી બનવાનો ભાવ હોય તે ગુમિને સમિતિનું પાલન કરે. ત્રણે યોગોથી છૂટવાનો ભાવ અને વર્તમાનમાં ત્રણે કરણથી આરાધના કરવાની છે જિન વચન મુજબ ગુપ્તિ બે પ્રકારે (1) ચેષ્ટા નિવૃત્તિ ગુણિ તે કાર્યોત્સર્ગ અને (2) ચેષ્ટા પ્રવૃત્તિ ગુપ્તિ તે સુવું, બેસવું, ઉભા થવું, ચાલવું, વિ.મા પૂંજવા પ્રમાર્જવાનો ઉપયોગ મૂકે જ્ઞાનસાર // 178 Page #180 -------------------------------------------------------------------------- ________________ અને કાયાપ્રત્યે મમતાનો પરિણામ નહોય. આત્માની અસ્થિરતા પંચેન્દ્રિયણામાં સૌથી વધુ છે. વ્યક્ત મિથ્યાત્વના ઉદયના કારણે જ મન વધુ અસ્થિર -ચંચળ બને છે અને ૭મી નરક સુધી પણ પહોંચી જાય છે. અસંગ્નિ પંચેન્દ્રિય ને અવ્યક્ત મિથ્યાત્વ હોવાથી તે 1 લી નરકથી આગળ જતો નથી. અસંજ્ઞિજીવને ખાવા-પીવા સંબંધી જ્ઞાન હોય પણ દેવ-ગુરૂ-ધર્મનું કાંઈ જ્ઞાન નથી. મિથ્યાત્વના લીધે નુકશાન પણ વધુ ને મિથ્યાત્વના વિગમના કારણે લાભ પણ વધારે. “કિયા શુભાશુભ ભાવબીજ છે, તેને તજી તનુ વ્યાપારોજી, તેણે તજી તનુ વ્યાપારોજી, ચંચલ ભાવ આશ્રવ મૂલ છે. જીવ અચલ અવિકારો જી ..." આત્મપ્રદેશો સ્થિર છે ને સ્વભાવ અવિકારી છે. જયારે શરીર (પુદ્ગલ) સંગ થયો વીર્યનો વ્યાપાર - વીર્ય તેની સાથે જોડ્યું એટલે અસ્થિરને વિકારી ભાવ આવ્યો. જ્ઞાની આત્માઓ શરીરમાં હોવા છતાં એને પકડતા નથી અને જુએ છે પણ ભોક્તા બનતા નથી. પુગલમાં રહે છે પણ રમતા નથી આપણે એમાં મનના ઉપયોગથી વિકલ્પોની હારમાળાથી ભમીએ છીએ. પુદગલના સંયોગમાં રહેવું એ પહેલી ચંચળતા, ને એના સ્વભાવમાં રસ, રૂચિ, પ્રીતી, આદરનો પરિણામ (વર્ણાદિમાં) ત્યાં લઈ ગયો એ બીજી ચંચળતા. પ્રથમ કાયાગુપ્તિ કેમ? કાયયોગ તો બધે જ સાથે નિગોદમાં પણ ને વિગ્રહગતિમાં પણ માટે પ્રથમ કાયગતિ મૂકી. આ અંગોપાંગ જગત માટે મોતનું કારણ છે. નખ અને વાળ મોહનું કારણ છે એ અંગોપાંગ છે. (અંગ-ઉપાંગ-અંગોપાંગ) વાળને સરખા કરવાને નખને રંગવા તે મોહનું કાર્ય છે. મુનિએ પોતાના દેહને જોઈને પોતાના દેહનો રાગ ન થાય એવું નિમિત્ત પોતાના આત્માને આપવાનું છે તે પછી જગતના જીવોને મોહન થાય એવું નિમિત્ત આપવાનું કઈ રીતે થાય? શાલિભદ્ર એ કેવી કાયા-ગુપ્તિ કરી કે સગી માપણ ઓળખી ના શકી, જ્ઞાનસાર // 179 Page #181 -------------------------------------------------------------------------- ________________ જે કાયગુપ્તિને જીતી લે છે. તે બીજી ગુપ્તિ પણ જીતી લે છે “એકતા શાન નિશ્ચય દયા, સુગુરૂ તેને ભાખે, જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે.” * “કિયાના ત્રણ ફળ” ‘ક્રિયાનું ફળ કર્મની નિર્જરા, કષાયનીહાનિ અર્થાત્ આનંદની પ્રાપ્તિ અને પુન્યાનુબંધી પુ બંધએ ત્રણ છે. તો એ ક્રિયા પરમાત્માની આજ્ઞા મુજબ થઈ કહેવાશે. અયોગી બનવા માટે અપ્રમત્ત પણે ક્રિયા કરવા છતાં પ્રધાન ઉપયોગ પોતાના આત્મગુણોમાં રમતો હોવો જોઈએ. આપણું મન તે વખતે વાતારવણ, ક્ષેત્ર, શરીર, સારૂં, શરીરને ટેકો બરાબર આપી દીધો હોય -આ બધું બરાબર તો આપણી આરાધના બરાબર - આવા વિકલ્પોમાં ન હોવું જોઈએ.” “આતમ જ્ઞાને મગ્ન જો, સો સબ પુદ્ગલ ખેલ, ઈન્દ્રજાલ કરી લેખવે, મિલે ન તિહાં મનમેલ.” થોડીકવારમાં પવનના સુસવાટા, થોડીવાર પછી ઉકળાટ, અસ્થિરતા આ બધો જ પુદ્ગલનો ખેલ છે એમ જાણે તે જ આત્મામાં મગ્ન બની શકે. દેહને જ અનુકૂળ બને તે મિત્ર, ને પ્રતિકૂળ બને તે દુશમન તે ભાવ છોડવાના છે. જગત સાથે મૈત્રીભાવ રાખવાનો છે. જીવ સર્વને સમાન દેખે તો સમતા આવે તો શીલતા આવે. આ દષ્ટિ નહીં આવે તો નાની પ્રતિકૂળતા પણ સહન નહીં કરે જો દેહાભિમાન ન છૂટયું, આત્માનું લક્ષ ન આવ્યું તો ક્રિયા જડ થઈને રહેશે. કાયામાં કર્તાપણું તે આત્માની હિંસા. અષ્ટ પ્રવચન માતા સંયમને જન્મ આપે. પાલન કરે, રક્ષા વૃદ્ધિ કરે અને અંતે શિવસુખનો ભાગી કરાવે. અષ્ટપ્રવચન માતાનું પાલન જીવને સમતા અપાવે. સુકોશલમુનિને વાઘણે શરીર વલોસ્કૃત્યારે જિનવચનમાં કાયાનો આત્મા સાથે છૂટવા રૂપસ્વાધ્યાય કર્યો. મનમાં ભાવનાઓ ભાવી, કાયાથી વારંવાર - કાર્યોત્સર્ગનો અભ્યાસ કર્યો - હવે પરિણમન- એના મય બની જવાનું - જ્ઞાનસાર // 180 Page #182 -------------------------------------------------------------------------- ________________ આત્મવીર્ય વેદનાને સહન કરવાની તાકાત ધરાવે છે. આત્મવીર્યની બે તાકાત -વેદનાને પણ અનુભવે અને આનંદને પણ અનુભવી શકે શું કરવું એ આપણા હાથની વાત છે. જેને આત્મ - સંપત્તિ જોઈએ તે હવે પારકી પંચાત ન કરે, પરમાં વ્યાપાર બંધ કરી પોતાનું વીર્ય પોતાની સંપતિ પ્રાપ્ત કરવામાં ફોરવે. * ષકારક ચક્ર એટલે શું? (1) કર્તા (2) કાર્ય (3) કરણ (4) સંપ્રદાન (5) અપાદન (6) આધાર કારક ચક્ર સીધું ચાલે તો ધર્મનું સામ્રાજ્ય અપાવે/ભવ કરાવે અને ઉધુ ચાલે તો ભૌતિક સામ્રાજ્ય અપાવે/ ભવ વધારે. ચક્ર રત્ન - 6 ખંડનું સામ્રાજ્ય અપાવે ધર્મચક્ર - અત્યંતર સામ્રાજ્ય અપાવે. (1) કર્તાઃ આત્મા કાં પોતાના સ્વભાવનો કર્તા બને નહીંતર સંસારનો કર્તા તો આત્મા અનાદિથી થયેલો જ છે હવે નિર્ણય ક્યો કરવો? સંસાર ભ્રમણ કે આત્મરમણ? એનો નિર્ણય આપણે કરવાનો છે. (2) કાર્યઃ અશુદ્ધ થયેલા આત્માને શુદ્ધ બનવાની પ્રક્રિયા કરવી. (3) કરણઃ ઉપાદાન આત્મા પોતે અને અરિહંત પરમાત્મા નિમિત કારણ બને. ઉપાદાન બરાબર ન હોય તો અરિહંત પણ કોઈ કાર્યમાં નિમિત બની શકે નહી. નિમિત - ઉપાદાન બને બરાબર હોય તો જ કાર્ય થાય. માટે ઉપાદાનની મહત્તા છે. ઉપાદાનને યોગ્ય બનાવવા તત્ત્વનું જ્ઞાન, તત્ત્વની રૂચિ ને તત્ત્વની પરિણતિ - આ ત્રણેય હોય તો જ કાર્ય થાય. ઉપાદાન - યોગ્ય બને ઉપ-પાસે નજીકના કાળમાં પોતાના સ્વભાવને ગ્રહણ કરવાવાળો બની જશે. દાન - આધાન. જ્ઞાનસાર || 181 Page #183 -------------------------------------------------------------------------- ________________ (4) સંપ્રદાનઃ પોતાને પોતાનું દાન કરવુ-પ-શક્તિઓ -લબ્ધિઓ અને દાનાદિ પાંચ ગુણો પોતાનું કાર્ય કરે છે. દા.ત. પોતે પોતાને આપવું. નિશ્ચયથી પોતે જ પોતાને અભયદાન આપી શકે છે. તેના માટે વ્યવહારથી ષકાયના જીવોને અભયદાન આપવાનું છે. મેં આમ કર્યું એમ કહીને દાન આપીને શુદ્ધ બનવાને બદલે આત્મા અશુદ્ધ બને. સ્વરૂપનિર્ણય નથી થયો ત્યાં સુધી આત્મા માયકાંગલો બને પણ શૂરવીર બનશે ત્યારે એકે હજારો બનશે. (5) અપાદાનઃ જુદા થવાનો વિવેક કરવાનો છે. જ્ઞાનાદિ ગુણો મારા ને રાગાદિ દોષો આત્માથી જુદા છે માટે રખાય નહી. (6) આધારઃ ગુણોનો આધાર આત્મા જ છે માટે આત્મા જ ઉપાદેય લાગે. “સમ્યગૂ રત્નત્રયી રસ રાચ્યો ચેતન રાજ, જ્ઞાન-કિયા ચક ચકચૂર સર્વ અપાય, કારક ચક સ્વભાવથી સાધે પૂરણ સાધ્ય, કર્તા-કારણ-કારજ એક થવા નિરાબાધ...” રત્નત્રયીનો રસ આત્માને ગમી ગયો - સાધુ ધર્મ એ રીતે બતાવે કે એનું બહુમાન ધર્મ પ્રત્યે, ગુણો પ્રત્યે થાય પણ ધન પ્રત્યે બહુમાન થાય નહીં ને ધનની ઈચ્છા પણ આત્મા ન કરે, જ્ઞાન - ક્રિયા દ્વારા તમામ ચક્રો રાગાદિ તમામ અપાયને ચકચૂર કરે. 6 - સ્વભાવકારક ચક્ર છે છયે જયારે એકતા સાધશે ત્યારે કાર્ય થશે. આ છ માટે ગુતિની પ્રથમ ક્રિયા કરવી પડે. કાચબાની જેમ યોગને સંકોચવા દ્વારા આત્માના પરિણામની રક્ષા કરવાની છે. ત્રીજી યોગને સ્થિર કરવા પહેલી કાયવુતિ ઉત્સર્ગે (આમાં નિવૃત્તિ) અને બીજીમાં પ્રવૃત્તિમાં સ્થિર કરવાનાં છે અને માટે દૃષ્ટિ ને પ્રાર્થના એમ બે પ્રકારે , પડિલેહણ કરવાના છે આવી પ્રવૃત્તિ નિવૃત્તિની પ્રધાનતા વાળી હોય.સ્વાધ્યાય ઉભા ઉભા કરવાનોને થાકે તો પુંજીપ્રમાર્જીને ઉભડક પગે બેસવાનું છે. પલાંઠી વાળીને બેસવું એ પ્રમાદ છે. પ્રમાદમાં બેઠો છું એવો ઉપયોગ આવવો જોઈએ જ્ઞાનસાર || 182 Page #184 -------------------------------------------------------------------------- ________________ પરંતુ બરાબર માની લીધું તો મિથ્યાત્વ આવ્યું. પૂ. વીરશેખરસૂરી મ.સા. રાત્રે ઉભા ઉભા કર્મગ્રંથાદિ તથા વ્યાકરણ વિ. નો સ્વાધ્યાય કરતાં. (પ્રતિક્રમણ પછી) સ્થિરતા રૂપી રત્નદીપક આત્મામાં પ્રગટ થાય તેમાં કોઈ ધૂમાડા થતાં નથી પરંતુ સંકલ્પ વિકલ્પથી પ્રગટ થતો દીપક પ્રકાશની સાથે ધુમાડો પણ આપે છે. રત્નદીપક એ એક વિશુદ્ધ દીપક છે, અર્થાત્ વિકલ્પ રૂપી ધૂમાડા જયાં નથી તે જ્ઞાન સ્થિરતા વાળું છે. જ્ઞાનમાં જયાં સુધી મોહ ભળેલો હોય ત્યાં સુધી વિકલ્પ રૂપી ધૂમાડા થાય છે ને જેમ જેમ મોહ નીકળતો જાય તેમ તેમ વિકલ્પો રૂપી ધુમાડા ઘટતા જાય છે. રત્નથી રત્નત્રયી રૂપ દીપક લેવાનો છે જયારે રત્નત્રયીની પૂર્ણતા હોય ત્યારે કોઈપણ વિકલ્પ રૂપ ધુમાડા એમા થતા નથી. રત્નદીપકની વાત કહીને સાધ્ય બતાવ્યું કે આત્માનો સ્વભાવ એ સ્વ - પર પ્રકાશક છે શેયના જ્ઞાતા રૂપે બધું જાણે છતાંવિકલ્પો ન થાય. હવે વિકલ્પ કયા પ્રકારના થાય છે? પર વસ્તુ સંબંધી ચિંતા થાય છે અને તે ચપળતા રૂપ બને છે મન ચંચળ છે અર્થાત્ મનમાં જે વિકલ્પો છે તે ચંચળ છે પણ મન તો મનમાં માત્ર જ્ઞાનનો પરીણામ ચાલતો હોય તો મન સ્થિર થઈ જાય પણ મોહજન્ય પરિણામ પર વસ્તુની ચિંતાથી થાય છે એટલે તે ચંચળ બને છે મોહનો પરિણામ એ આત્માના પરિણામરૂપે નથી. આત્માને આત્માનો પરીણામ કદીજુદા થઈ શકતા જ નથી. નહીં તો સિદ્ધમાં પણ આત્મા જ્ઞાનનાં પરિણામ વિનાનો બની જશે એટલે મોહનો પરિણામ એ કર્મકૃત પરિણામ છે માટે આત્મા ધારે તો તેને જુદા કરી શકે. જેમ શરીર જુદું છે - આત્મા જુદો છે આવી દઢ શ્રધ્ધા થઈ. જપ અને આત્મ પુઢષાર્થ કરે તો શરીર અને આત્મા જુદા છે તેવો અનુભવ થઈ શકે. જયારે મોહનો પરિણામ પરકૃત હોવાથી સ્વભાવ ચંચળ છે માટે એ આત્માસ્થિરતા પામી શકતો નથી. ધર્મક્રિયા કરતાં ધર્મનો પરિણામ નથી માટે મોહનો પરિણામ ચાલુ છે. આત્મ - પરિણામ નથી માટે સ્વીકાર નથી તપ જ્ઞાનસાર || 183 Page #185 -------------------------------------------------------------------------- ________________ ચિંતવણીના કાઉસગ્ગમાં આપણે એ જ ચિંતવીએ છીએ ભાવના છે શક્તિ નથી પરિણામ નથી શક્તિનું તે રૂપે થઈ જવું તે જ પરિણામ છે. મોહનો પરિણામ એ પુદ્ગલનો પરિણામ છે. આત્માનો પરિણામ એ અરૂપી છે. પુદ્ગલનો પરિણામ કર્મ બંધ કરાવે આત્માનો પરિણામ ચાલુ હોય ત્યારે નિર્જરા કરાવે. આ પરિણામને પકડતાં શીખીયે તો માર્ગ સરળ છે માસક્ષમણ કર્યું. અઠ્ઠમ કર્યો તો શક્તિ તો છે પણ પરિણામ નથી. કાઉસગ્નમાં આ ચિંતવીએ છીએ સ્વભાવ અને સ્વરૂપનો સચોટનિર્ણય થાય ત્યારે જ તે પરિણામને પકડી શકશે એ આત્માનો પરિણામ છે કે મોહનો પરિણામ છે તેનું ભાન થાય. બધા ધર્મ અનુષ્ઠાનો પકડ્યા પણ પરમાત્માએ જે ધર્મનું મુળિયુ બતાવ્યું તેને જન પકડયુ માટે જ ધર્મ ન કરી શક્યા. જયાં મોહ પોષાય ત્યાં ધમાલ કરી જીવોને પરની ચિંતા રૂપ જે સંકલ્પ જાગ્યો એટલે વિકલ્પો આવ્યા મોહજન્ય પરિણામ થી કોઈ વસ્તુની એકવાર વિચારણા કરવી તે સંકલ્પ અને વારંવાર વિચારણા કરવી તે વિકલ્પ અને તેની હારમાળા ચાલે તે આર્તધ્યાન. તેથી દીનતા આવે પ્રસન્નતા જાય મેળવવાનો સંકલ્પ કર્યો તે ન મળે ત્યાં સુધી એની પ્રાપ્તિ માટેના ઉપાયોની હારમાળા ચાલે. એમાં જો વિઘ્નો આવશે તો એને ખાળવા માટેના વિકલ્પો ચાલે શુભ અને અશુભ બંનેના વિકલ્પો ચાલે પણ તે પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત ભાવ આવે એટલે ધીમે ધીમે રાગની હાનિ અને વિકલ્પોની મંદતા અને પછી તે શુદ્ધ ભાવ પણ બને. પ્રશસ્ત રાગ વીતરાગ પર ગોઠવ્યો હોય તો રાગ ધીમે ધીમે પાતળો પડવો જ જોઈએ તો જ એ પ્રશસ્ત રાગ અને પછી એ સ્વભાવ સન્મુખ બનશે. સાધુપણું ગમતું નથી અને વીતરાગતા સાથે જોડાવું છે તો મેળ કઈ રીતે પડશે? કાં તો સાધુપણું પામવાનો અકલ્પ ઉત્સાહ હોય અને તે ન મળી શકે તેમ હોય તો પશ્ચાતાપના ભાવોમાં હોય તો એના અંતરાયકર્મો પશ્ચાતાપની તીવ્રતા કે મંદતા પર જલ્દી કે સમય જતા તૂટે ખરા. શીવકુમાર - છઠ્ઠ ના જ્ઞાનસાર // 184 Page #186 -------------------------------------------------------------------------- ________________ પારણે આયંબિલનો તપ 12 વર્ષ મૃત્યુ પર્યત. તેમ જેટલા અંશે રાગ તોડયો એટલા અંશે જિન બન્યા માટે જ જિનો ભૂત્વા જિન ધ્યાયે' (જિન બનીને જિનનું ધ્યાન કરો) પરની ચિંતા એ રાગ છે. આર્તધ્યાનની શરૂઆત છે તેને તમે આગળ અટકાવો નહીં તો આગ પ્રજ્વળી બધું બાળી નાંખે. સંસાર એ વિકલ્પો રૂપી જાળ છે, ધૂમાડો આંખને બાળે, દીવેટીયું કાળું કરે પ્રશાંત આત્મામાં વિકલ્પો રૂપી જાળ ફેલાય અને મુંઝાય અને સંક્લેશ થી આત્મા કાળો થઈ જાય. લમણે હાથ દઈ બેસતો થઈ જાય. અજ્ઞાનતા જ જીવને મોહમાં મૂંઝવે છે જયારે મોહ વિનાનું શુદ્ધ જ્ઞાન વીતરાગતાના માર્ગે લઈ જાય છે. માટે આવા સંકલ્પ વિકલ્પ રૂપ ધૂમાડાથી સર્યું. હવે આત્માના સ્વરૂપનો નિર્ણય થઈ જવો જોઈએ આત્માને આત્માના ગુણો જ મારા છે બાકીનું બધું મિથ્યા છે માટે પર ચિંતા ત્યાજ્ય છે. પદ્રવ્યનો અભ્યાસ કરી પછી જે આત્માનો નિર્ણય થશે તે દઢ હશે. “ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂ૫ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.” અત્યંત આશ્રવ ભાવોથી ભરેલા એવા વિકલ્પોના ધૂમાડા ક્યારે નીકળે જયારે જીવ શુદ્ધ એવા આત્માને પકડતો નથી અને પર’ માં જાય છે અર્થાત્ મોહમાં જાય છે. પોતાનો જ્ઞાયકતાનો સ્વભાવ છોડી પરમાં જાય તો તેનો થાય છે. પોતાના સ્વરૂપની ઢચિનો જેટલો તીવ્ર પરિણામ તેટલો તે સ્વભાવ રમણતાનું સુખ અનુભવે તેથી જયારે આત્મરૂચિપરમાંથી ખસી “સ્વ” સ્વભાવ તરફ જશે તો એ પરમાં ઔદાસિન્ય ભાવને પામશે અર્થાત્ સમ્યગૂ દર્શનમાં આત્મવીર્ય“સ્વ” માં જશે. જયારે મિથ્યાત્વના ઉદયમાં આત્મવીર્યપરમાં જશે. પાંચમી સ્થિરા દૃષ્ટિમાં આત્માનું સાધ્ય સ્વરૂપ સ્થિર થઈ જાય છે ઉંધમાં પણ એનો એ જ નિશ્ચય હોય છે. સંપૂર્ણ નિર્વિકલ્પ સમાધિ અભેદ જ્ઞાનસાર // 185 Page #187 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી (રત્નત્રયીની એકતા) તરફ પ્રયાણ થાય છે. (7 મે, 8, 9, 10, 11 અને 12 માં સંપુર્ણ મોહનો ક્ષય.) ક્ષાયિક ભાવ પ્રાપ્ત થવાથી સંપૂર્ણ મોહના નાશથી અથવા સર્વથા ઉપશમથી અભેદ સમાધિની પ્રાપ્તિ થાય. ૪થા ગુણઠાણાથી શરૂઆત-સંસાર સંબંધી વિકલ્પો મંદ પડી જાય. મિથ્યાત્વના ઉદયથી “પર” માં મારાપણાની બુદ્ધિ જતાં તે પરને પ્રાપ્ત કરવા, ભોગવવા, સંગ્રહ કરનારની વૃત્તિઓ નિરસમંદ પડતા સંકલ્પ-વિકલ્પો મંદ પડે તેથી સમ્યગ્દર્શન પ્રગટે એટલે તરવાનો ભાવ જાગે, (પર વસ્તુ સહજતાથી છૂટી જાય જેમવિષ્ટાયેય લાગ્યા પછી તેને કોઈ સંગ્રહ કરતો નથી, માટે જ મિષ્ઠ પરિદરદ થરદસમતં ક્રમસર જ્ઞાનીઓએ મોક્ષમાર્ગ બતાવ્યો છે. તમારે ઠેકડા મારવા છે એમ ન બને. તમારે તરવું છે તો પહેલા તમે તીર્થસ્પ બનો અર્થાત્ આત્મારૂપી તીર્થને જાણો તારે તે પરમાત્માને તીર્થ સ્વરૂપ કહયા છે અને તેથી જ તેમનું વિશેષણ છે તિન્નાણું - તારયાણું સાધના વિકાસ ક્રમ ક્રમિક છે છતાં પરમાત્મા ૪થે થી ૭મે જાય છે કેમ કે પૂર્વ અભ્યાસ કરીને આવ્યા છે. પૃથ્વીચંદ્ર - ગુણ સાગર 19 ભવોની સાધના સાથે સ્નેહ રાગ ન તૂટતો હતો માટે કેવળજ્ઞાન અટકયું હતું. ગુઢએ જ્યારે બન્નેને સ્નેહની અનર્થતા સમજાવી પછી બન્ને જુદા થઈ અપ્રમત્તપણે સાધના કરી. તો સ્વાર્થસિધ્ધવિમાન અને ૨૧માં ભવમાં મુક્તિ. ૪થે ગુણસ્થાન કે મિથ્યાત્વ સંબંધી માન્યતા રૂપ સંકલ્પ - વિકલ્પો જાય અર્થાત્ સ્વ-પરના સ્વભાવ અને સ્વઢપતાના નિર્ણય સંબંધિવિકલ્પોન રહે પણ ચારિત્રના મોહના ઉદયે સાધ્યની સિધ્ધી સંબંધી પુઢષાર્થમાં ખામી રહે તેથી પૂર્ણતાની ઝંખના રૂપ પ્રશસ્ત વિકલ્પ રહે. ગૌતમ સ્વામિની જેમ મને કેવળજ્ઞાન કયારે મળશે ? તેવા પ્રશસ્તવિકલ્પો રહે. આ પ્રશસ્ત વિકલ્પ જે અતિ અલ્પ કર્મબંધ કરાવે - કાં તો નિર્જરા કરાવે કેમ કે તેમાં મોહ પાતળો - પાતળો થતાં ક્ષીણ થાય છે. સમકિતની હાજરીમાં પ્રશસ્ત વિકલ્પો રહેવાના -પણ ગુણના અનુબંધવાળા જ્ઞાનસાર // 186 Page #188 -------------------------------------------------------------------------- ________________ હોવાથી પુણ્ય બંધાશે કારણ વીર્યધારા તે લક્ષે પૂર્ણતા નથી પામી - સંસારનો લક્ષ નથી, મોક્ષનો લક્ષ છે. ધર્મ આરાધના કરે છે પ્રવૃત્તિ પણ શુભ છે. ' ઉપશમ શ્રેણીમાં મંદ વીર્યધારા ભળે છે. ક્ષપક શ્રેણિ માં તીવ્ર અને . એક ધારાબધ્ધ વીર્યધારા ભળે છે. વળી સંઘયણબળવીર્યધારાને વધુ વેગવાન બનાવે છે. દાત. તંદુલિયો મત્યસ્ય 1 લું સંઘયણ પરિણામ તીવ્ર અશુભ-વીર્ય ધારા ભળી માટે સીધી ૭મી નરકની પ્રાપ્તિ. જયારે પ્રસન્નચંદ્ર રાજવીને અશુભ ધારા પલટાણી તો ૭મી નરકને બદલે સર્વાર્થ સિધ્ધ વિમાન ત્યાંથી આગળ જયાં સુધી આશ્રવને રોકી સંવર ભાવને ન પામે ત્યાં સુધી વિકલ્પોનું જોર મંદ ન પડે આયુષ્ય ઓછુ પડે કે તપ પણ ઓછો પડે તો નિર્જરા પણ ઓછી પડે. અપ્રમત્તપણે સાધના કરતા મુનિને ૭લવનું આયુષ્ય ઓછું પડે અથવા છઠ્ઠનો તપ ઓછો પડે તો મોક્ષમાં જવાને બદલે 33 સાગરોપમ ની બેડી રૂપ સર્વાર્થસિદ્ધ માં જવું પડે. માટે હે જીવ! સંકલ્પવિકલ્પની ચપળ પરિણતિનો ત્યાગ કરીને દ્રવ્ય કે ભાવ રૂપ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન કે પરિગ્રહ રૂપ આશ્રવોથી સર્વથા નિવૃત્ત થવું તે મહાવ્રત ભાવ મહાવ્રત ક્યારે બને? જ્યારે જીવમિથ્યાત્વ અને કષાયની પરિણતિરૂપ મમતા -માલિકી ભાવથી આસક્તિ કરે તે ભાવ હિંસા, તેનાથી નિવૃત્ત થાય ત્યારે ભાવ મહાવ્રત બને. આત્માના હિત સંબંધી - ગુણ સંબંધીના વિકલ્પો હાલમાં આપણા માટે વહેવારથી ઉપાદેય છે સમકિતની હાજરીમાં જે વિકલ્પ પ્રશસ્ત કહેવાય. આત્મસ્વભાવની સ્થિરતા કયારે ટકે? કોનામાં ટકે? જે આત્મા આશ્રવ ભાવમાં જતો નથી અર્થાત્ સ્વ - સ્વભાવને છોડી કોઈ આત્મા પોતાના બનાવેલા ઘરમાં પોતાના કુટુંબ સાથે રહે છે જ્ઞાનસાર // 187 Page #189 -------------------------------------------------------------------------- ________________ અને પત્ની સાથે પણ બધો વ્યવહાર કરે છે અને ધન વિ. પણ પોતાનું કમાયેલું વાપરે છે. આ વ્યવહાર ની વાત છે તેને દુઃખી થવાનો વારો નથી આવતો. આ જ વ્યવહાર એ પરની સાથે કરે તો સમાજમાં કલંક લાગી જાય તે જ રીતે આત્મા સ્વ-સ્વભાવનો કર્તા છે, ભોક્તા છે. પર સ્વભાવનો કર્તા-ભોક્તા નથી અને “પર” નો કર્તા - ભોક્તા બનવા જાય તો કર્મરાજાના - દંડા ખાવા પડે. પરમાત્માની તમામ આજ્ઞા - આત્માના સ્વભાવને પ્રગટ કરવા માટે જ છે. ૧લુ કર્તા પણું શેયના જ્ઞાતા બનવું, આ ન થયું માટે જ ધર્મ ઘણો કરવા છતાં પણ ધર્મથી બાકાત રહ્યા. સર્વજ્ઞ પરમાત્માએ જે રીતે જ્ઞાનમાં જોયું અને કહ્યું તે જ રીતે જોવું - જાણવું. (2) સ્વરૂપ ગ્રાહત્વઃ જે રીતે જોયું જાણ્યું તે રીતે તત્ત્વને ગ્રહણ કરવુ સ્વીકારવું. અભવ્ય યથાર્થ જાણે છે પણ તે સ્વરૂપે સ્વિકારતો નથી. જે સ્વિકારે છે તેનામાં જ સમ્યગુદર્શન છે. - વર્તમાનમાં આપણો જીવ શુધ્ધ સ્વરૂપે નથી આપણા જીવને જીવાજીવ રૂપારૂપ અને યોગા યોગ તરીકે સ્વકારવાનો છે આ ત્રણેયનો યથાર્યબોધ થાય તો જ યથાર્થ સ્વિકાર થયેલો કહેવાય અને તો જ યથાર્થ શુધ્ધ સ્વરૂપની ઢચિ રૂપ અને અશુધ્ધ સ્વરૂપના હેય રૂપ પરિણામ આવે નહીંતર મોહજન્ય પરિણામ પામે. * સમાધિ કોણ પામે? જે સ્વભાવનાં કર્તા તે જ સમાધિને પામે. ચિત્ત સમાધિ કેમ ન થાય? શેયના માત્ર જ્ઞાતા બને તેને સમાધિ મળે શરીરમાં જયાં સંવેદન થાય ત્યાં આત્મા છે. જ્યાં આત્મા નથી ત્યાં સંવેદન ન થાય ત્યાં જીવ ધર્મના કર્તા પરિણામમાં આવે ત્યારે ધર્મ થયો નહીંતર માત્રક્રિયા થઈ. યથાર્થ બોધનો પરિણામ નહી તો ધર્મ કયાંથી? આત્માએ જ્ઞાન ગુણ રૂપ સ્વભાવને પામવાનો છે. યથાર્થ જ્ઞાનસાર || 188 Page #190 -------------------------------------------------------------------------- ________________ બોધ જ્ઞાનનો થાય તો જ તે સમ્યકરૂપે પરિણમે છે. (1) યથાર્થ બોધ કેવળજ્ઞાન વિના થાય નહીં માટે જ સર્વજ્ઞના વચન પર અપૂર્વ શ્રદ્ધા જોઈએ માટે 1 લી જ આજ્ઞા - શેયના જ્ઞાતા બનવું. આપણે જ્ઞાતા બનીએ છીએ પણ મોહવિકાર રૂપ જ્ઞાતા બનીએ છીએ. (2) શરીરના રાગને તોડવો હોય તો શરીરને નપકડતાં આત્માને પકડવો જોઈએ તો રાગાદિ ભાવોનોવિગમ થાય. (3) સ્વમાં રમણતા અને પરમાંદષ્ટાબનવાનું છે તો જીવન અપુર્વરસમય બને પછી તેને પર સંગની જરૂર ન રહે નિસંગ અવસ્થામાં પણ તે સુખી હોય અજીવમાં અર્થાત્ પર સંયોગનો શક્યનો ત્યાગ, અશક્યમાં ઉદાસીન પરિણામ. (4) સ્વ ગુણ ભોકતૃત્વઃ પરમાં ઔદાસીન્ય ભાવ અને સ્વગુણના જ ભોક્તા બનવાનું છે તે કયારે થાય? જયારે તે પોતાના ઘરમાં રહે તો પોતાના ગુણોનો ભોક્તા બની શકે. બહારનો બધો નકલી માલ છે કચરાપેટી છે એવું લાગે ત્યારે આત્મજ્ઞાન થયું કહેવાય. “પ્રવચન અજન જો સદગુરૂ કરે દેખે પરમ નિધાન હૃદયનયણ નિહાળે જગધણી મહિમા મેરૂ સમાન...” શિષ્યનો ગ્રાહકતા ભાવ જ એવો હોય કે એને આપો આપ ગુણની પ્રાપ્તિ થઈ જ જાય દાત. માસતુષ મુનિ (અર્થાપતિ) ગુરૂ પાસે નહોય એનાથી અધિકશિષ્યને લાયકાત પ્રાપ્ત થતા મળી જાય. પોતે કેવળજ્ઞાન મેળવીને ગુરૂને અર્પણ કર્યુ. (વિનિત શિષ્ય -ચંડરૂદ્રાચાર્ય) જિનશાસન યોગ્યતાને જ માન આપે છે પરાવલંબી નહી પણ સ્વાવલંબી બની જાઓ. (એક લવ્ય) ગુરૂ કૃપા શિષ્ય મેળવવાની છે. (સ્વ સ્વભાવ રક્ષકત્વ) આત્માને વિશે રમણતા આવી તો હવે તેની રક્ષા કરવાની છે કે જેથી જ્ઞાનસાર // 189 Page #191 -------------------------------------------------------------------------- ________________ પાછો ‘પર માંથી ખસી જાય. માટેપરમાં હેય પરિણામ લાવી જરૂર પૂરતો જ વ્યવહાર કરવો સાધન અને સહાયની જરૂર હોય તો આત્મા માટે તેટલો ઉપયોગ કરી પછી તેને છોડી દેવાનાં છે. આત્માને પર દ્રવ્યનો સંયોગ પીડાકારી છે માટે તેને હેય રૂપે કહયો કેમ કે જીવ અજીવમાં રહ્યો છે. અરૂપી -રૂપ વાળો બન્યો છે. અને અયોગી - યોગમાં રહ્યો છે જીવને થયેલા સંયોગ પ્રત્યેના મોહને કારણે પોતાનું સ્વરૂપ ભુલ્યો- સ્વભાવ ભૂલ્યોને તેના કારણે ભાવ પીડાઓથી સંસારનું સર્જન કર્યુ. વિરૂપ ને સ્વરૂપ માનવાની ભ્રાંતિથી જીવ દુઃખી થાય છે. માટે સુખી થવા સ્વભાવ - રમણતા કેળવવાની છે. આત્મબોધ થાય અને તેનો સ્વિકાર થાય ત્યારે અવબોધ થયો કહેવાય. (વિશેષ -બોધ). આત્મ-ધર્મવિના મોક્ષમાર્ગ નથી. મોક્ષ-ત્યાગ પરભાવનો ત્યાગ, તો જ એ મોક્ષ રૂપ - માર્ગ બને છે ત્યાં સુધી જ્ઞાન પરિણામ શુદ્ધ બનતો નથી પરભાવ છૂટે પછી જ પર દ્રવ્ય મનથી છોડી શકે તેથી જ મિચ્છુ પરિહરહ-મિથ્યાત્વનો પરિહાર થાય તો જ વિવેક પ્રગટે - આ હેય આ ઉપાદેય - તો ધરહ સમ્મત! તો જ સમ્યકત્વ પ્રગટ થાય તો જ પર-ભાવ છૂટે પછી પર દ્રવ્ય છૂટતા વાર શી? સ્વધર્મ કર્તુત્વ- પોતે પોતાના કર્તા બનવું જોઈએ. સ્વ-ગુણ રૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યના કર્તા બનવાનું છે. જ્ઞાન શુદ્ધ થાય તો મિથ્યાત્વ જાય. સર્વજ્ઞના તત્ત્વને હૃદયમાં ભાવિત કર્યા વિનામિથ્યાત્વકદાપિ જાય નહીં. દા.ત. ધન રાખવા જેવું ભગવાને દ્રવ્ય - ગુણ - પર્યાયથી વાત કહી છે. ધન એ એક દ્રવ્ય છે તે અજીવ દ્રવ્ય છે માટે એ હેયછે હેય માનવું એટલે જો શક્તિ હોય તો ત્યાગ જ કરવાનો છે. ધન વિના જીવી શકાય કે નહીં? જીવી શકાય, સાધુ ભગવંતો આપણી નજર સમક્ષ જ છે તો આવું જીવન કેમ ન જીવવું? ધનની , ઉપાધિ ગળે લગાડવી શું કામ? તને તેના ત્યાગમાં શું નડે છે? ન નડતું હોય તો સંયમ ધર્મસ્વિકારી લે. તેમ ન થઈ શકે તેમ હોય તો તારે કેટલું ધન જોઈએ છે તેનો નિર્ણય કર, બાકીનાનો ત્યાગ કર, તો પાપબંધન-મૂછ નહીં થાય અને જ્ઞાનસાર || 190 Page #192 -------------------------------------------------------------------------- ________________ છોડવું હશે ત્યારે સહજતાથી છૂટી જશે. જીવે ઉંધી માન્યતાઓ કરીને ગાઢ આંટા માર્યા છે કે હવે તેને સમજપૂર્વક સીધા કરતા નવનેજે પાણી ઉતરી જાય. (અત્યંત પુરૂષાર્થ કરવો પડે) ધર્મ પણ પુણ્ય મેળવવા, મોહની વૃદ્ધિ કરવા કરીએ તે ખોટુ છે. માત્ર સારા કપડા પહેરીને બીજાને બતાવવાનું જ મન હોય તો તેવા વેષ દ્વારા માન કષાયનો દોષ લાગે અને શીલ ધર્મપણ સચવાશે નહીં માટે જ ઉચિત વેશ પહેરવાનો કહયો છે ઉભટ વેષ નથી પહેરવાનો પણ શીલરક્ષક અને શરીર સમાધિ કારક આર્ય સંસ્કૃતિ પોષક વેશ પહેરવાનો છે. આપણને રાગને વધારનારા શબ્દ ગમે કે રાગને તોડનારા શબ્દગમે? વિકાર થાય તેવા શબ્દો પણ બોલવાના નથી. લોકો તમને સ્નેહથી - બહુમાનથી બોલાવે તો જ ગમશે ને? તેથી જીવને જગત પાસે માનપાનની અપેક્ષા છે. આ તો દોષોને વધારવાની ઈચ્છા કરી કહેવાશે દોષોને કાઢવાની તો ઈચ્છા જ નથી. ધર્મશા માટે કરવાનો છે?ચિત્તની પ્રસન્નતા માટે. ચિત્ત પ્રસન્નશેનાથી થાય? કષાયની હાનીથી થાય. રાગ વધ્યો અને તેથી શાતા મળી તેવો વ્યવહાર નથી કરવાનો. આત્માને કેન્દ્રમાં રાખીને, સમતાનો પરીણામ આવે તો જ ચિત્ત પ્રસન્ન થાય સર્વ જીવરાશિ પ્રત્યે પ્રેમભાવ- એ ગુણની વૃદ્ધિ કરશે. જે આત્માને જીવ દ્રવ્ય પર પ્રેમ નથી તે જ આત્મા કઠોર શબ્દ બોલે, ક્રોધ પૂર્વક તિરસ્કાર પૂર્વક બોલે આવું શા માટે થાય છે? દોષો પ્રત્યે પક્ષપાત ઉભો છે તે જ આત્મા કઠોર દ્વેષ - ક્રોધી વચન બોલી શકે છે. નામ પણ મોહની ઉત્પતિનું કારણ છે. રાગ ન વધે તે માટે પહેલા હે આર્ય! હે આર્ય! એમ બોલાતું હતું. કેવી સુંદર પદ્ધતિ હતી એ! આત્માની પ્રધાનતાને માને તે જ આર્ય. શરીરની પ્રધાનતાને માને તેઓ સ્વર્ગ માટે જેઓ જીવી રહ્યા છે તે બધા અનાર્ય કહેવાય. અધ્યાત્મના નિર્ણય પૂર્વક વાત મૂકો તો તે રાગની પુષ્ટિ ન કરે તો તે રાગની વૃદ્ધિનું કારણ નહીં બને. જ્ઞાનસાર // 191 Page #193 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષ ઘટે તેમ વર્તે તે જજિનેશ્વર પરમાત્માની આજ્ઞા માને છે તેમ કહેવાય અને તેને જ જૈન કહેવાય. લોકોમાં પ્રસિદ્ધિ છે કે જેનો ઉત્તમ વિચારવાળા હોય અને ઉત્તમ ધર્મ પાળનારા છે તેથી આદરને પાત્ર છે. કોર્ટ-કચેરીનો આશરો લે તો તે ધર્મી કઈ રીતે કહેવાય? તમારૂસ્થાન તમારા આત્મામાં ન હોય એમ બને પરંતુ જેની સાથે રહો છો તેમના હૃદયમાં પણ તમે નહો? ઘરમાં અપ્રિય બનો તો જગતમાં પ્રિય કઈ રીતે બની જવાના? જે જ્ઞાન જયાં રહેલું છે ત્યાં જ પ્રકાશ કરશે એ જ્ઞાનનું કાર્ય છે. દીવા નીચે અંધારૂ જ્ઞાન જયાં રહયું છે ત્યાં પ્રકાશન કર્યો ને દૂરના ક્ષેત્રમાં પ્રકાશ કરવાનો પ્રયત્ન કર્યો અર્થાત્ સ્વક્ષેત્રમાં પ્રકાશ ન કરતા પરક્ષેત્રમાં પ્રકાશ કરવા ગયા અનાદિકાળથી જે આતંર શત્રુ રૂપે ચોરો આત્મામાં ઘૂસી ગયા છે તેને કાઢવાને બદલે પરક્ષેત્રમાં રહેલા દોષો રૂપી ચોરને કાઢવા માટે ગયા ત્યાંવિજય મેળવ્યો તો તેમાં બહાદુરી માની - આ છે મિથ્યાત્વનો પ્રભાવ - આત્માની કેટલી કમનસીબી છે કે પોતાનાં ક્ષેત્રમાં સ્થિર ના થઈ શકયોને પરક્ષેત્રમાં તો મળી શકવાનું નથી તેથી રખડતા રામ રહ્યા. 6 ખંડ મળી ગયા તો ભોગવી પણ શકતો નથી, ઉપાધિ કેટલી? આત્માનું ગુમાવ્યું કેટલું? સ્વ-ક્ષેત્રમાં પોતાના ગુણોને સર કરવાના હતા અને ભોગવવાના હતા તેને ન ભોગવી શકયો પણ પરમાં પોતે ભોગવાઈ ગયો.દરેક સંસારીજીવોની આજ કમનસીબી છેને? મોહરાજા ક્વાવાનાચ નચાવે છે! જેના પ્રત્યે દ્વેષ થયો -આપણે વ્યવહારથી એનાથી દૂર થતા ગયા પણ અંતરમાં દ્વેષનો પરિણામ ચાલુ રહે છે તેથી કર્મસત્તા એમને ભવાંતરમાં નજીકના સંબંધમાં મૂકી દે છે પિતા-પુત્ર, માતા-પુત્ર, પતિ-પત્નિ ..... (ગુણસેન - અગ્નિશર્માના ભવો) હેયને હેય તરીકે માનવું જ પડે નહીંતર સંતોષનો પરિણામ લાવો, તો જ્ઞાનસાર // 192 Page #194 -------------------------------------------------------------------------- ________________ તીવ્ર અનુબંધ નહી પડે. પર વસ્તુમાં ભવ રૂપ ભયાનક વિસ્તાર છે માટે જ જીવની માન્યતા તો સ્પષ્ટ થઈ જવી જોઈએ નહીં તો અનુબંધ ખોટા પડશે તો ભવ-વનમાં ક્યાંયે રઝળી પડશું. અનુબંધ પાડવામાં મિથ્યાત્વને માયા બંને ઠગો આત્માને ઠગી જાય છે. સ્વરૂપની ભ્રાંતિ એ મોટામાં મોટી ભ્રાંતિ છે” આતમ-અરપણ વસ્તુ વિચારતાં, મતિપ્રમ ભેદ ટળે. સુજ્ઞાની, પરમ–પદારથ સંપત્તિ સંપજે, આનંદ ધન રસ પોષ સુજ્ઞાની” વસ્તુને સર્વજ્ઞની દૃષ્ટિ પ્રમાણે વિચારવું સ્વીકારવું અને આચરવું એ સમર્પણ છે. સ્વ મતિ-બ્રમથી નથી ચાલવાનું જો તેમ થાય તો દૃષ્ટિ સુધરે નહિ. પરમાત્માએ આ સમ્યગ્ દર્શનની મોટામાં મોટી ભેટ આપી છે. આમ જો સર્વજ્ઞના વચન પ્રમાણે વર્તવાનો નિર્ધાર કરશું તો જ આત્માનું શ્રેય થશે. રત્નના દિપકનો પ્રકાશસ્થિર છે અને તેલનો દિપકઅસ્થિર છે.પવન આવે તો જ્યોત સ્થિર ન રહે એ અસ્થિર બને જ્યારે રત્નનો દીપકસ્થિર રહે છે કોડિયું, તેલને વાટ ત્રણે જુદા છે. તે અસ્થિર છે તે મેશ રૂપ બગાડવાનું કાર્ય કરે છે. આશ્રવથી ખરડાય છે. રત્નના દિપકને પ્રકાશ કરવાની જરૂર નથી. એ સ્વયંપ્રકાશિત છે. ગુણોનો પ્રકાશ છે. સાધનની જરૂર નથી. કેવળજ્ઞાનનો પ્રકાશ સહજ છે. સાધનની જરૂર નથી. કોડીયાની દીપકમાં અન્ય સાધનોની જરૂર પડે છે અને મોહના ઉદયથી ધુમાડાવાળો પ્રકાશ છે. મનઃ પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન પણ પૂર્ણ નથી. જયારે કેવળજ્ઞાન એ પૂર્ણ પ્રકાશ છે. અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનમાં સાધનની જરૂર નથી. તે તે અંશે કર્મોના આવરણ દૂર થવાથી આ જ્ઞાન થાય છે. જો લોકાવધિ અવધિજ્ઞાન થાય તો સમસ્ત લોકનાં સર્વરૂપી પદાર્થો જ બતાવશે અને “પરમાવધિ એ છેલ્લામાં છેલ્લુ અવધિજ્ઞાન છે અને એનાથી અલોકમાં જે રૂપી દ્રવ્યો હોય તો તેનું પણ જ્ઞાન થાય એટલી તેની શક્તિ છે પણ અલોકમાં રૂપી દ્રવ્ય નથી. આમ લોકાવધિ કરતા પરમાવધિ વિશુધ્ધ કોટીનું હોવાથી તે પ્રાપ્ત થયાં પછી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે એ પણ રૂપીને જ બતાવશે, એ એની મર્યાદા છે. જયારે કેવલજ્ઞાન પૂર્ણ છે, રૂપી જ્ઞાનસાર || 193 Page #195 -------------------------------------------------------------------------- ________________ અને અરૂપી બન્ને દ્રવ્યો પૂર્ણ રીતે જોઈ શકાય અને તે અનંત છે તેની કોઈ મર્યાદા નથી. કોડીયાના દિપકમાં બધી જ અપેક્ષા આવે વાટ, તેલ, માચીસ વિગેરે તે વિના પ્રકાશ ન થાય એ રીતે મતિ અને શ્રુતજ્ઞાન માટે સાધનોની જરૂર પડે છે. કેવળજ્ઞાનનો પ્રકાશ પૂર્ણ છે, સહજ છે, તે નિર્મળ છે. જેટલો જેટલો મોહ ભળે તેટલો તેટલો ધૂમાડો વધ ક્ષાયોપથમિક ભાવ છે ત્યાં સુધી મોહનો ઉદય હોય, માટે ૧૪પૂર્વીને પણ શંકા થાય. ક્ષાયિક સમકિતીને શંકા ન થાય. દર્શન મોહનીયનો સંપુર્ણ ક્ષય 4 થે ગુણઠાણે થઈ શકે છે, પદાર્થના નિર્ણય સંબંધિ નિર્વિકલ્પ અવસ્થા થાય અને 4 થે ગુણઠાણે શરૂઆત 11 મે ઉપશમ અને 12 મે તેની પૂર્ણતા થાય. કર્મોનો પૂર્ણક્ષય થાય. એટલે એટલો સમય નિર્વિકલ્પ અવસ્થા થાય. બોધ થવો અર્થાત્ જાણકારી થવી અને અવબોધ થવો એટલે નિર્ધાર થવો. એટલે આત્મવીર્ય પોતાના સ્વરૂપમાં સ્થિર થવા માટે વ્યાપાર કરે છે. અત્યાર સુધી એ પરમાં વ્યાપાર કરતો હતો હવે તેને નિર્ધાર થયો એટલે અપૂર્વવર્ષોલ્લાસ થવાથી એ સ્વમાં પ્રવર્તમાન થાય છે. રત્નત્રયની અભેદતા ૭મેથાયદેહમાં રહેવા છતાં દેહાતીત અવસ્થાનો અનુભવ કરે છે જેવુ જાણ્યું તેવું જ સ્વીકાર્યને તે જ પ્રમાણેની રૂચિ થવાથી તે પ્રમાણે થવા વીર્ય પરીણમ્યું તેથી અભેદજ્ઞાનનો અનુભવ કરે છે અલ્પકાળ માટે એવું થઈ શકે છે પછી છૂટી જાય છે એટલે નીચે આવે અને જો આગળ વધે તો શ્રેણી માંડે. સ્વને બદલે પરમાં વીર્યનો વ્યાપાર કર્યો તેથી કારકચક્ર અશુદ્ધ થયું ને કર્મબંધ થયો. હું છું તેમ થયું, હું આત્મા છું તેમ ન થયું. મોહની હાજરીમાં અત્યાર સુધી શરીરને હું માનીને કાર્ય કર્યું જે કરવાનું ન હતું તે બધું જ કર્યું, અને કર્મો બાંધ્યા. હું આત્મા છું એની પ્રતિતી થાય અને શરીર પર છે તેવી પ્રતીતી થાય પછી આત્મા એક ક્ષણ માટે પણ શરીર સાથે રહેવા તૈયાર નહીં થાય. ઉદા. ગજસુકુમાલદેહમાં રહેવા છતાં દેહાતીત અવસ્થાનો આનંદ માણે. જ્ઞાનસાર // 194 Page #196 -------------------------------------------------------------------------- ________________ જળ કમળવત આત્મા શરીરમાં રહે આત્માનું અપૂર્વ વીર્ય જયારે ખીલે છે ત્યારે સાધ્યમાં એ વીર્યને ભેળવી દીધું હોય છે અને ત્યારે એ સમાધિને અનુભવે છે શરીર સળગતુ હોયને આત્મા સમાધિમાં હોય શક્તિ તો આત્મામાં રહેલી જ છે પણ હવે ભાન આવ્યું એટલે અપૂર્વ - વિર્ષોલ્લાસ જગાડ્યો ને પરાક્રમ થયું જેને અપૂર્વ વિશ્વાસ પેદા થઈ જાય તે જ આત્મા પછી સાહસ કરશે. સાહસ માટેની અવસ્થા મિથ્યાત્વના અભાવથી બને અને વિકલ્પ અવસ્થા જાય. સમ્ય દશર્નનો અર્થ જ એ છે કે સત્યતાનો સ્વીકાર. અનંત વીર્ય ત્રણે લોકને હલાવી નાંખે તેવું છે. પણ આપણને વિશ્વાસ ક્યાં છે? જયારે આત્મા પોતાનું કાર્ય કરવા સમર્થ છે એવો વિશ્વાસ આવી જાય ત્યારે કાર્ય થઈ જાય. મિથ્યાત્વ જાય એટલે રૂચિ થઈ જાય. નહીંતર સંકલ્પવિકલ્પ ચાલ્યા જ કરશે. 6 કારક ચક્ર :કારક ચક્ર 6 છે (1) કર્તા (2) કર્મ (3) કરણ (4) અપાદાન (5) સંપ્રદાન અને (6) પરમાં કર્તુત્વ ભોક્તા ગ્રાહકત્વરક્ષકત્વવિગેરે કરીને કારકચક્રને અશુદ્ધ કર્યું. (1) આત્મા એ કર્તા છે સંસ્કૃતમાં 7 વિભક્તિ છે એ પ્રમાણે જે સ્વરૂપમાં પરિણામ પામે તેને આશ્રવ નથી (1) આત્મા (ક) (2) આત્માને (કમ) (3) આત્માથી આત્મા વડે (કરણ) (4) આત્માને - આત્મા માટે (સંપ્રદાન) (5) આત્માથી (અપાદન) (6) આત્મામાં (આધાર) (અધિકરણ) આત્મા પોતે જ પોતાના સ્વરૂપને પ્રગટ કરનાર છે. જગતમાં ઈશ્વરની મહેરબાની, ઈશ્વર કર્તા વિ.માન્યતા આનાથી ઉડી જાય. આત્મા જ પોતાનું સ્વરૂપે પ્રગટ કરી શકે એમ છે, પણ આપણે પરની આશાવાળા બન્યા છીએ માટે નિર્બળ બની ગયા છીએ. આ વાત નહી સમજાય તો પરમાત્માની પરમ કૃપાનું પાત્ર નહીં બની શકીએ. સ્વરૂપને ઢાંકનાર પણ હું જ છું અને એને ઉઘાડનાર પણ હું પોતે જ છું બીજો આમાં કોઈ કંઈ નહી કરી શકે આ નિર્ધાર જ્ઞાનસાર // 195 Page #197 -------------------------------------------------------------------------- ________________ નહીં થાય ત્યાં સુધી સ્વાવલંબી નહીં બની શકીએ. પરમાત્મા પાસે દીન બનવાનું નથી વટથી વાત કરવાની છે. તું પરમાત્મા તો હું પણ પરમાત્મા જ છું. જયાં સુધી પરમાત્માના તત્વો નહીં સમજાય ત્યાં સુધી પરમાત્મા પ્રત્યે આદરભાવ પણ નહીં. આવે એ દીનાનાથ' છે, ત્યાં ગયા પછી દીનતાન હોય. આપણે ત્યાં જઈને દીન બની જઈએ છીએ. પરમાત્મા પાસે જઈને પામર બનીએ છીએ. આપણે ભિખારી બની ગયા છીએ ને ભીખ માંગવામાં શરમ આવતી નથી. ત્યાં ખુમારી પ્રગટવી જોઈએ માટે જ કહ્યું છે કે ગઈ દીનતા અબ સબ હી હમારી પ્રભુ તું જ સમકિત દાન મેં.' “જયવીયરાયમાં આપણે એ જ કહીએ છીએ કે પ્રભુ! તમે કમાલ કરી તમે વીતરાગ બની ગયા પહેલી વાત જ એ આવી વીતરાગનો જય થાઓ”. એક એક સૂત્ર એવા છે કે સૂત્ર બોલો ને જાગ્રત થાઓ પણ તત્ત્વ નહીં સમજાય ત્યાં સુધી આ નહીં બને. નમસ્કાર મહામંત્ર પણ સ્વરૂપને પ્રગટ કરવાની તાકાત ધરાવે છે પણ આ વાતનો નિશ્ચય થયો નથી તેથી રૂચિ થઈ નથી. “સ્વ” માં જે કરવાનું હતું તે બધું “પર” માં કર્યું અને હવે એ ઉંધા કારકચક્રને સ્વમાં ન ફેરવીએ તો એ “પર”નો કર્તા જ બનવાનો છે. નિર્ણય પાકો થઈ શકે તો બધું બરાબર ચાલશે પછી જીવ વ્યવહાર પરમા ચાલે પણ અંતરમાં નિશ્ચય હોય પણ પુર્ણતા મળશે જ. આ વિશ્વમાં આત્માને સમજવો એ ગહનમાં ગહન વિષય છે અને સમજવા માટે આત્મામાં તેવા પ્રકારની યોગ્યતા પ્રગટાવવી જરૂરી છે. મોહનો પરિણામ આત્મામાંથી જેમ જેમ નીકળતો જાય તેમ-તેમ આત્મા - આત્માને સમજી શકે છે. અભવિ બીજાને સમજાવી શકે અને બીજો આત્મા પોતાનું કલ્યાણ કરી શકે છે પણ અભવિ પોતાને સમજી શકતો નથી કારણ તેમાં તેવી યોગ્યતાનો અભાવ છે. પોતાના સ્વરૂપ પ્રમાણે થવાનું છે ને સ્વભાવ પ્રમાણે જ્ઞાનસાર // 196 Page #198 -------------------------------------------------------------------------- ________________ વર્તવાનું છે અર્થાતુ પોતાને પોતાનું જ્ઞાન થવુ અને તે પ્રમાણે રૂચિ થવી જોઈએ. આત્માને પોતાના કર્તવ્યનો નિર્ણય હોય તો તે પ્રમાણે કર્તવ્યો જ્યારે આત્મા ન કરી શકે અને ન કરવાનું કરે તો તેને એ અકર્તવ્ય કર્યાનો પશ્ચતાપ થાય. (1) આત્મા (કારક) મારો આત્મા તેને શુદ્ધ સ્વરૂપી બનાવતો જ આત્મા ધર્મનો અધિકારી બને છે “હું આત્મા છું એ આસ્તિક્ય નો સ્વીકાર એ સમ્યગ દર્શનનો પ્રથમ પાયો છે. જો જીવ આત્માને જ ન જાણે તો તે જિનાજ્ઞામાં જ નથી, પછી જગતને જાણીને શું ? આપણે આપણી જાત પ્રત્યે જ બેખબર છીએ. આત્માને જાણીએ અને જિનાજ્ઞાને પકડીએ તો રાગ-દ્વેષ ના ફુરચે - ફુરચા ઉડી જાય. મોહ અતિ મંદ પડી જાય. હું આત્મા છું”-ઈન્દ્રિયો નહીં શરીર નહીં. આખા દિવસમાં પોતાનું સ્વરૂપ કેટલી વાર યાદ આવે છે? યોગ અને ઉપયોગ એબે દ્વારા ક્રિયા કરવાની છે પણ યોગરૂપેક્રિયા ચાલેને ઉપયોગ ગાયબ હોય તો સંસારની ક્રિયા ચાલુ છે. ક્રિયા કરતા પહેલા સૌ પ્રથમ આ કોણ કરી રહ્યો છે એનો જ ઉપયોગ નથી આ દિવસ (પર્યુષણ આદિ પર્વમાં) આત્માની સમીપે વસવાનું છે એમાં 8 દિવસમાં આત્મા તો યાદ જ ન આવે તો ક્રિયા કોણ કરે છે? કોના માટે કરવાનું છે? શા માટે કરવાનું છે? તેનો કોઈ જ ઉહાપોહન થાય અને જે ક્રિયા થાય તે ક્રિયા રસહિન માત્ર કાય કલેશ રૂપે થાય. ક્રિયા કરનાર તું આત્માછો તું શરીર નથી આ પ્રમાણે સૌ પ્રથમ પોતાના શેયને જાણે, જો આ ન થાય તો નિશ્ચયથી જિનાજ્ઞામાં આપણો નંબર નથી. નિશ્ચય વિના ક્રિયારૂપી વ્યવહાર પણ આત્મહિતનું કાર્ય નહીં કરે. જો આ જિનાજ્ઞા અંતરમાં આવી જાય તો રાગ દ્વેષનો ધરખમ ઘટાડો થઈ જાય છે. મોહમાં ગાબડા પડવાની શરૂઆત થાય છે. મોહનો ઉદય ચાલુ હોય ત્યારે તે આત્માને અંદર નહીં રહેવા દે, બહાર જ ધકેલશે. આત્મા જયારે મોહની સામે લાલ આંખ કરશે ત્યારે આત્મા આત્માની સન્મુખ થશે અનંતો કાળ અચરમાવર્તમાં આત્મા મોહને આધિન હતો હવે જો જ્ઞાનસાર // 197 Page #199 -------------------------------------------------------------------------- ________________ આત્મા માટે કંઈક થતું હોય તો શરમાવર્તમાં આવ્યાની નિશાની છે હવે પુરૂષાર્થ ખેલી લેવાનો છે. પ્રથમ કારકતા : પોતાને જાણી લે અને જગતની જાણકારીમાં નિરસ બની જાય પરમાત્માની પણ એ તાકાત નથી કે કોઈના સ્વરૂપને પ્રગટ કરી દે એટલે આપણી દીનતા હટી જવી જોઈએ પરમાત્માની કૃપા એના પર જ ઉતરે જે આત્મા પરમાત્મા બનવા તૈયાર થયો છે પરને મેળવવાનો જે ભાવ ઉભો છે તે દીનતા લાવે છે. દીનતા નહીં પણ ખુમારી પ્રગટાવવાની છે. પ્રભુ આપ તો તારવા માટે જ બેઠાછો ‘તિજ્ઞાણં તારયાણં' પણ હવે આપણે તરવા માટે તૈયારી કરવાની છે. (2) કર્મકારક-આત્માને મારે મારા આત્માને, આત્માના સ્વરૂપને પ્રગટ કરવું છે. બીજુ કાંઈ મેળવવુ નથી અને મેળવેલું બધું જ ધન -પરિવાર આદિ હુ વાસ્તવિક મેળવી શકતો જ નથી અને તે મેળવેલું કાયમ માટે રહેતું નથી છતાં આપણને નિર્ણય થયો છે ખરો? ના તેથી જ તે મેળવવા તરફ રહ્યા છીએ. 1 લી માન્યતા - નિર્ણય ચોખો કરો કે હું મારા આત્માના સ્વરૂપ સિવાય, કોઈ વસ્તુ પ્રાપ્ત કરી શકું જ નહીં અને પુણ્ય આપેલી કર્મજનિત વસ્તુ સદા મારી પાસે રહેવાની નથી આ માન્યતા નથી તેથી છેવટ સુધી તેને સાચવવામાં જપડ્યો છું તેમાંથી બહાર નીકળી મારે મારા આત્માના સ્વરૂપને પ્રગટ કરવા માટે જ પુરૂષાર્થ કરવાનો છે. આપણો આખો સંસાર પર પર માલિકીપણું - હક્ક કરવો એના પર જ ચાલે છે. માતાએ પુત્રને જન્મ આપ્યો પાળી પોષીને મોટો કર્યો એટલે એના પર “મારો છે એમ માલીકી હક્ક જમાવે છે. આ બધા સંબંધો તો કર્મસત્તાએ જોયાછે. એની આપેલી વસ્તુ પર આપણો શું અધિકાર? અધિકાર જમાવીએ તો પણ તે વસ્તુ સદા માટે આપણી પાસે રહેવાની નથી, આમ પર વસ્તુમાં માલિકીપણું આત્મા કરી શકતો જ નથી. પરંતુ આપણે તે ભૂલી પર વસ્તુની માલીકી કરવા જ જાણે જીવી રહ્યા છીએ. જ્ઞાનસાર || 198 Page #200 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં જે સુખ છે તે માલિકીનું જ સુખ છે. માલિકીનું ધર, દુકાન, મોટર હોય તો જ સુખી ને? માલિકી માટે જ કોર્ટ કચેરી કરો છો ને? બધા પરની જે માલિકી છોડી દે તે જ સુખીયા બને, માટે જ “સાધુ તો સુખીયા ભલા સાધુ જીવનમાં પણ જગ્યા માટે કે બીજી કોઈ પણ વસ્તુ માટે માલિકીહક્ક તો કરવાનો જ નથી. જન્મ કરતા મરણનું દુઃખ અનંતગણું છે શા માટે? જન્મીને ઘણા સંબંધો વધાર્યા, ઘણું ભેગુ કર્યુ ઘણું મમત્વ વધાર્યુ તેથી જતી વખતે એ બધી મમતા પીડા આપે છે કે ઓહ! આખી જીંદગી જે ભેગું કર્યુ તે બધુ છોડીને જવું પડશે? જીવને જે જ્ઞાનાદિ ગુણ પોતાના છે તેને ભોગવવાનું મન થતું નથી અરે! આત્મ-ગુણો એ જ મારા છે એનુ પણ એને ભાન નથી તો એ પરને કેવી રીતે છોડી શકવાનો? પુણ્યની કોઈ તાકાત નથી કે તે આત્માની વસ્તુ આપી શકે. પુણ્યથી મળેલી વસ્તુ મારી છે જ નહીં તેને મારી કહો તે જમિથ્યાત્વ છે તેથી વહેલામાં વહેલી તકે પુણ્યોદયથી મળેલ વસ્તુને પણ છોડી દો નહીંતર પુણ્ય પૂર્ણ થશે એટલે તે તમને છોડીને જતું રહેશે. ચક્રવર્તી એ પુણ્યના ઉદયને મળેલી સંપતિ છોડી તો તેના ગુણગાન શાસ્ત્રોએ ગાયા છે. જેણે નથી છોડયું એના ગુણગાન ગવાયા નથી માટે પુણ્યોદય ને છોડી દેવાનો છે. “મારે તો મારા ક્ષાયિક ગુણો પ્રગટ કરવા છે' - જે પ્રગટ થયા પછી જાય નહી સદા માટે આત્મા તે ગુણોને પોતાની પાસે રાખી શકે અને માલિક પણ બની શકે અને તેને ભોગવી સ્વાધીન સુખને પામી શકે માટે હે જીવ! તું તેને જ મેળવવા પ્રયત્ન કર, તો તું જેવુ સુખ ઈચ્છે છે તેવા શાશ્વત સુખને પામી શકીશ માટે દોષોનો ત્યાગ કર અને ગુણોનું ભાજન (પાત્ર) બન. બે પ્રકારના દિપક છે બંનેની પોતપોતાની વિશેષતા છે રત્નદિપક નિર્મળ શુદ્ધ ને સ્થિર છે, કોડિયાનો દિપક અશુદ્ધ ને અસ્થિર છે. ધુમાડાથી જ્ઞાનસાર // 199 Page #201 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અને મોહથી યુક્ત એવા પ્રકાશ - એમ બે પ્રકાશ નીકળે છે અને રત્નદીપકનો પ્રકાશ અતિ નિર્મળ છે પોતાનામાં કારણ પણું કરવાનું છે માટે 6 કારક ચક્રની વાત મૂકી વર્તમાનમાં એ કારક ચક્ર -પરમાં - મોહમાં ફરતુ થઈ ગયુ છે. 6 કારક ચક્ર (1) કર્તા (2) કર્મ, (3) કરણ (4) સંપ્રદાન (5) અપાદન અને (6) અધિકરણ. (3) આત્મા વડે-આત્મા પોતાના આંશિક ગુણો વડે જ સ્વરૂપમાં જ સ્થીર થઈ સ્વભાવની પૂર્ણતા કરવા વડે સ્વ સ્વરૂપે પ્રગટ થાય. જિનની આજ્ઞા પણ એ જ છે આત્માએ વિભાવ દશામાં ન રહેવું જોઈએ. આપણે પુદગલ સાથે રહ્યા છીએ માટે તેના સંગનો રંગ અનાદિકાળથી લાગી ગયો છે એટલે કે હુ આત્મા છુ એ ભૂલીને સંપૂર્ણ પુદ્ગલમય બની ગયો છું પુદ્ગલના ગુણોમાં અર્થાત્ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ માં આસક્ત થઈ ગયો છું અને તે જ આસક્તિ મારી અસક્તિનું કારણ બની ગઈ છે. હવે તે આસક્તિનેદુર કરવા અને શક્તિવંત બનવા માટે “પર” માં ડૂબાવાનું નથી પણ માત્ર શેયના જ્ઞાતાજબનવાનું છે. આત્મા અસંખ્ય પ્રદેશ, અખંડ અને અક્ષય સ્વરૂપી છે તેના પર પ્રદેશમાં અનંત ગુણોનો વાસ રહેલો છે આવું જ જ્ઞાન તે જો ‘સ્વ'માં પરિણમે તો “પર” માં જવાના સ્વભાવવાળુ છે. “પર” માં જાય તો “શરીર-સબંધી’ વાત આવે આ જીવ ઔદારિક, તૈજસ - કામણ શરીર રૂપપિંજરામાં પૂરાયેલો છે મારો આત્મા સંયોગ સબંધી શરીર સાથે રહેલ છે, તાદાભ્ય સંબંધથી નહીંઆ સમજીએ તો તે ‘ભાન અવસ્થા છે નહીંતર બેભાન અવસ્થામાં તો પહેલા જ છીએ. આમ સમ્યગજ્ઞાને “સ્વ-પર' પ્રકાશક ભેદજ્ઞાન કર્યુ જો જ્ઞાન માત્ર પર પ્રકાશરૂપ હોય તો તે જ્ઞાન શુદ્ધ ન થાય યથાર્થ બોધ ન થાય. યથાર્થ બોધ-સર્વજો જે પ્રમાણે કહયુ છે તે પ્રમાણે બોધ થવો હેયમાં હેયનો અને ઉપાદેયમાં ઉપાદેયનો પરિણામ આવે ત્યારે જ તે સમકિતિ કહેવાય. જો આવો યથાર્થ બોધ ન થાય તો સંકલ્પ-વિકલ્પ રૂપ આશ્રવનાં ધુમાડા નીકળ્યા વિના રહે નહી. જ્ઞાનસાર || 2OO. Page #202 -------------------------------------------------------------------------- ________________ જે સમ્યક્તથી સહિત હોય તેવા આત્મા અનુભવે - સંવેદન કરે કે કાર્પણ શરીર જે 158 બેડીઓ સહિત છે સાથે ઔદારિક અને તેજસ એવા 3 મજબૂત પિંજરામાં પૂરાઈ ગયેલો છું અને તે પિંજરામાંથી છૂટવા માટે તેની તડપન” પણ થવી જોઈએ. અપુર્નબંધક જીવ અને સમન્ દષ્ટિ આત્માના ભેદજ્ઞાનમાં શું તફાવત હોય? અપુર્નબંધક જીવ નો બોધ સ્પષ્ટ અને અતિ સૂમ ન હોય. જેમ ચશ્માના કાચ પર ધૂળ લાગી હોય તો કેવુ દેખાય - એવો બોધ હોય જયારે સમ્યગુ દૃષ્ટિનો બોધ અતિ સ્પષ્ટ અને સુક્ષ્મ હોય. તેથી સંસાર અને આત્મા વિષેનો બોધ સ્પષ્ટ નિર્ણય અને રુચીપૂર્વકનો હોવાથી સમ્યગ્દષ્ટિની દ્રષ્ટિ સ્થિરા કહેવાય. સમ્યદૃષ્ટિ આત્મા માત્ર બહારના શરીરને તપાવવામાં તપન માને પરંતુ કર્મોને તપાવવામાં તપ માને. શરીરમાં જે ધાતી કર્મો રહેલા છે જો તે તપી જાય તો આ શરીરમાં રહેવા છતાં તેના આત્મ-સ્વભાવમાં કોઈ ફેર પડતો નથી. તામલી તાપસે 60,000 વર્ષ સુધી જે તપ કર્યો એ જો સર્વજ્ઞ કથિત માર્ગ પ્રમાણે કર્યો હોત તો તેટલાજ તપમાં 7 આત્માઓ કેવળજ્ઞાન પામી ગયા હોત. તામલી તાપસ શ્રીમંત હતો પૂર્વ પુન્ય થી મળેલુ બધુ વાપરી નાખીશ તો પછી શું? એ માન્યતા ધરાવતો હતો તેથી તે તાપસ બની ગયો - બધું ધન પરિવારને સોપી તાપસી દીક્ષા સ્વીકારે છે વિનય દીક્ષા લીધી હતી તેથી નાનામોટા તિર્યંચ ગમે તે હોય તેને નમસ્કાર કરતો, ભિક્ષામાં માંગી લાવેલ ભાત 21 વાર ધોઈનેનિસત્વ બનાવી ખાતો આમ તેનો તપ ઉત્કૃષ્ટ હતો પણ વિવેક રહીત હતો તેથી જેટલું પામવુ જોઈએ તેવું પમાયું નહતું. જે તપ કરવામં વિષયોની વાસના ઘટતી જાય, રાગ-દ્વેષના પરિણામ ઓછા થતા જાય, કષાયોની મંદતા થાય તો સમજવું કે નિર્જરા સ્વરૂપ આપણો જ્ઞાનસાર // 201 Page #203 -------------------------------------------------------------------------- ________________ તપથઈ રહ્યો છે પણ જયારે તપમાંમિથ્યાત્વરૂપી અંધાપો ભળે તો તે આપણને કાંઈ જ સત્ય દેખવા ન દે. તપ માં બરાબર ન સચવાયું તો ક્રોધ આવે પાછું માનીએ શું? ક્રોધ તો કરવો જ પડે ને નહીતર એ લોકોને ખબર કેમ પડે? આવો તપ કાયાને માત્ર કષ્ટદાયક અને સંસાર વર્ધક છે. કારક ચક્ર સ્વમાં ન ફર્યુ તેથી પરમાં જઈ મલિન બની ગયું અને તે ઊંધુ ફરતું થઈ ગયું તે હવે જયારે સવળું ફરે ત્યારે જીવને સત્યતાનું ભાન થાય. આત્મા જયારે આત્માના માર્ગે જવા માટે પ્રયાણ કરે છે ત્યારથી મોહ મંદ પડવા માંડે છે અને સમયનો પણ પ્રમાદ ટળી જાય તો પણ તે મહાલાભનું કારણ બની જાય છે, સમભાવમાં આવે છે. મારે કોઈ શત્રુ નથી સર્વ જીવો મારા મિત્રવત્ છે એમ સમભાવ વધતાં વધતા રાગદશા અત્યંત મંદ પડતા જીવને વિશિષ્ટ કોટિના અનુભવો થાય છે અને ત્યારે જીવ શુભમાંથી પ્રશસ્ત ભાવમાં ચાલ્યો જાય છે અને વિશુદ્ધ પુન્યાનુબંધી પુન્ય બાંધનારો થાય છે. (4) માત્મને - આત્મા માટે (સંપ્રદાન) - આત્માએ આત્માને જ ગુણોનું દાન આપવાનું છે. રત્નના દિપકમાં માત્ર રત્નો છે બીજુ કાંઈ નથી. તેનો વિશુદ્ધ પ્રકાશ છે તેમ આત્મામાં કેળવજ્ઞાન રૂપી રત્નપ્રકાશી રહ્યું છે તેનો સહજ નિર્મળ - વિશુદ્ધપ્રકાશ છે તેને પ્રાપ્ત કરવા મિથ્યાત્વ રૂપી આવરણો હટાવવાનાં છે. સ્વ-સ્વભાવ માટે પ્રાપ્ત થયેલું મારું સ્વરૂપ મારે મારા આત્માને જ આપવાનું છે. આત્મવીર્ય આત્મગુણમાં પ્રવેશે ત્યારે તે આત્મગુણો “સ્વ” માં પરિણમન પામે. મોહનાં ઉદયમાં આત્મવીર્ય પરમાં પરના સ્વભાવ સાથે પરિણમે છે. જ્ઞાનનો જે સ્વ-પર પ્રકાશક સ્વભાવ હતો - પણ જ્ઞાનમાં મિથ્યાત્વ ભળવાથી, રૂચિ ફરી જવાથી તેનો પરિણામ પરમાં થયો. ચારિત્ર મોહનીય પરની સાથે જોડી દે છે. ગુણોનું દાન આત્માએ આત્માને આપવાનું હતું તે ન જ્ઞાનસાર || 202 Page #204 -------------------------------------------------------------------------- ________________ આપતા પરમાં ગુણ ગયા અને તે દોષો રૂપે પ્રગટ થયા. આત્મા ગુણ કે દોષ આપી શકતો નથી. આપણે કોઈને દોષ આપી શકતા નથી પણ દોષનો આરોપ કરી શકીએ છીએ. સૂર્ય સદા માટે પ્રકાશિત જ હોય છે પણ વાદળ આડું આવી જાય તો દેખાતો નથી. તે જ રીતે કર્મ રૂપી આવરણ ખસે ત્યારે જ કેવળજ્ઞાનરૂપી સૂર્ય દેખાશે. આત્મા જે વખતે જે ભાવમાં છે તે વખતે તે ભાવરૂપ કર્મ બંધાય છે. જેટલા ટાઈમનું બંધાય ત્યાં સુધી પડયુ રહે ને ઉદયમાં આવે ત્યારે વિપાક બતાવે માટે પ્રતિ સમય આપણે જાગતા રહેવુ પડે. ભગવાનનું કહેવું માનવું નથી ને પરમાત્માની કૃપા જોઈએ છે તે કઈ રીતે બને? પરમાત્માએ તીર્થની સ્થાપના કરી–મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી, વ્યવહાર અને નિશ્ચયરૂપે માર્ગ પ્રકાશ્યો. વ્યવહાર પ્રધાન સાધનાથી પુણ્યબંધ અને નિશ્ચયપ્રધાન સાધના થી નિર્જરા અને પુણ્યબંધ થાય.આથી જે કાંઈ સારું મળ્યું તે પુણ્યના ઉદયે મળ્યું, પણ તેવું પુણ્ય પણ પ્રભુના કહેલા વ્યવહાર માર્ગની આરાધનાથી મળ્યું. તેથી પરમાત્માની કૃપાથી થયું એમ વ્યવહાર નય કહે છે. નિશ્ચય માત્ર પ્રભુએ કહેલું તેજ સત્ય છે. એમ માનવામાં ધર્મ નથી માનતો પણ તે પ્રમાણે જ્યારે જીવન બનાવીએ અર્થાત્ પરમાત્મામય-ધર્મમય બનીએ ત્યારે ધર્મ માને માટે નિશ્ચયનયને સાથે રાખવો પડશે. પરમ પુરૂષાર્થ જગાડવા માટે અને નિશ્ચયરૂપ આત્માના પરિણામથી પડી ન જઈએ તે માટે વ્યવહાર - માર્ગ પણ સાથે રાખવો જ પડે આત્મા જ આત્માને આપી શકે છે, બીજાને આપી શકતો નથી પરનો કર્તા પરિણામ થાય મેં આપ્યું અહંકાર આવશે. આત્માના જે ગુણો પ્રગટ થાય તે આત્મામાં જ રહે છે. બીજો એને ઝીલે છે ત્યારે એનામાં એના ગુણો પ્રગટ થાય પછી જેટલી યોગ્યતા પ્રમાણે એને ક્ષયોપશમ થાય. મારા ગુણોનો લાભ તો વાસ્તવિકમને જ થાય. ગુણોને કહેતા કહેતા મને લાભ થાય છે મારા જ્ઞાનવરણીયનો મને ક્ષયોપશમ થાય જ છે પછી સામેના જેટલું ઝીલે તેટલું ગુણ અરૂપી છે અરૂપી આપી શકાય નહી. રૂપીનો વહેવાર જ્ઞાનસાર || 203 Page #205 -------------------------------------------------------------------------- ________________ થાય છે. પરમાત્માને કેવલજ્ઞાન થયું સદા માટે રહેવાનુ છે પણ તેઓ જયારેજયારે બોલશે ત્યારે તે શ્રુતજ્ઞાન કહેવાશે. શ્રુત બોલતું છે બાકીના ૪જ્ઞાન મુંગા છે. અર્થાત્ 4 જ્ઞાન વડે જાણેલું બીજાને જણાવવા માટે શ્રુત-શબ્દ, લીપી, ભાષાદિ બાહ્યના વ્યવહારની જરૂર પડે તેથી તે શ્રુતજ્ઞાન બોલતુ કહેવાય અર્થાત્ નિશ્યને પ્રગટ કરવા વ્યવહાર નિમિત છે. સિદ્ધના આત્મા છે એને પરિપૂર્ણ નિશ્ચય પ્રગટ થઈ ગયો છે એ હવે વ્યવહાર નહીં કરી શકે કારણ કે વ્યવહાર કરવાના બધા સાધન ગયા. પૂર્ણ ફાયદો જોઈતો હોય તો સિદ્ધ નું જ ધ્યાન ધરવાનું છે. રૂપાતીત સ્વભાવ જે કેવલદેસણ નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણખાણી રે...” આત્મા પોતાનું દાન, લાભ, ભોગ, ઉપભોગ બધું પોતાને જ કરી શકે. પણ એ પરમાં કરવા જાય ને માર ખાય. જેમ કૂતરો હાડકું ખાય છે ને લોહી નીકળે છે તો પોતાના જલોહીનો સ્વાદ અનુભવે છે ને માને છે હાડકામાંથી લોહીનો સ્વાદ આવી રહ્યો છે એ જેમ એની અજ્ઞાનતા છે તેમ આપણને પણ તે જ અજ્ઞાનતા છે. આપણે ઓધથી શ્રદ્ધા છે પણ તત્ત્વથી નિર્ણય નથી કર્યો માટે પ્રતિતી નથી થતી. શ્રમણ સૂત્રમાં સમ્યગ્દર્શનના ચાર પગથીયા “સદ્હામિ, પતિયામિ, રોએમિ, ફોસેમિ'-૪સ્ટેપ બતાવ્યાચારિત્રના બેસ્ટેપ પાલેમિને અણુપાલેમિ કહ્યા છે. સૂમ નિગોદમાં જીવો અનભિસંધિજ - વીર્યના કારણે જુદા જુદા અધ્યવસાયવાળા છે માટે એ જુદા જુદા પ્રકારના આયુષ્ય બાંધે છે ફરી નિગોદનું પણ બાંધે અથવા બાદર તરીકેનું આયુષ્ય પણ બાંધે એકેન્દ્રિયનું જ બાંધી શકે પછી બાદર પૃથ્વીકાદિમાં આવેલો આગળનું આયુષ્ય બાંધી શકે. (5) આત્મનઃ આત્મામાંથી - આત્મા થકી (અપાદાન) ગુણોનો ખજાનો જ્ઞાનસાર // 204 Page #206 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં જ છે અને આત્મામાંથી જ પ્રગટ કરવાનો છે. બહારથી લાવવાનો નથી. સાંખ્યમતની માન્યતા એ છે કે પ્રકૃતિ અને પુરૂષ એમ બે મુખ્ય તત્ત્વ છે. પુઢષ એટલે આત્મા અને પ્રકૃતિએ જડ છે એટલે એમાંથી જ્ઞાનગુણ આવે છે એમ માને છે. એમની વાત અપેક્ષાએ સાચી છે કર્મો જડ જ છે એ હટે એટલે ‘જ્ઞાનગુણ પ્રગટ થાય છે પણ એ મિથ્યાત્વના કારણે જ્ઞાન ગુણ આત્મામાં છે તેને બદલે આત્માની બહારથી આવે છે તેથી પ્રકૃત્તિ અને પુઢષ જુદા થાય (એટલે મોક્ષ) ત્યારે આત્મા જ્ઞાન આનંદાદિ ગુણો હોતા નથી આથી આત્માને નિર્ગુણ માને છે. આપણે આ વાત સમજ્યા નહીં કે ધર્મ કરવાથી ધર્મ મળે. એ તપાસ્યું નહીં કે સામાયિક કરી પણ સમતા આવી કે નહીં. પણ સામાયિક કરવાથી પુણ્ય બંધાય એટલું જ જાણ્યું એટલે આપણે એમાં જ રહ્યા આગળ ન વધ્યા. (6) આત્માનિ (આત્મામાં) આત્માં ગુણો નો આધાર છે. અર્થાત્ આત્મામાં જ્ઞાનાદિ ગુણોનો ખજાનો છે. આત્માએ આત્મામાંજ ગુણો સાચવી રાખવાનો છે. સ્વભાવમાંથી પ્રગટ કરેલો આ ગુણ ખજાનો આત્માએ આત્મામાં જ સાચવી રાખવાનો છે. ગાથા-૭. ઉદરીયિષ્યાસિ સ્વાન્તા, દāર્ય પવન યદિ, સમાધધર્મેમેઘસ્ય, ઘટાં વિઘટયિષ્યસિ. ગાથાર્થ જો અંતઃકરણમાંથી અસ્થિરતા રૂપ પવન ઉત્પન્ન કરીશ તો ધર્મ મેઘ સમાધિની શ્રેણીને વિખેરી નાંખશે. વરસાદ વરસવા માટેની એકદમ તૈયારી થઈ ગઈ હોય આકાશ ઘનઘોર વાદળોથી ઘેરાઈ ગયું હોય પણ જો પવન ફૂંકાય તો એ વાદળાને ઢસડી જાય તેમ મોહરૂપીવાયરો કેવળજ્ઞાનની કક્ષાએ પહોંચેલાની સમાધિવિખેરી નાંખે છે માટે મોહથી સાવધાન બનવાનું છે તે જ આત્મ- રમણતા કરી શકે છે સર્વજ્ઞની દૃષ્ટિ પ્રમાણે જગતને જુએ તેથી જગત તેને અસાર દેખાય તેથી જગતને જ્ઞાનસાર // 205 Page #207 -------------------------------------------------------------------------- ________________ વિષે આશ્ચર્ય કે આસક્તિ ન થાય. આત્મા અપ્રમત્તે ક્યારે બને? જગતના જીવો દુઃખોથી ભયંકર રીતે પીડાઈ રહ્યા છે જયારે આનુ ભાન થશે ત્યારે આત્મા અપ્રમત્ત બનશે. જગતના દુઃખી જીવોને જોઈને કરૂણાર્તિ બનીયે તો અષ્ટપ્રવચન માતા પાળી શકાય એના માટે ૩પ્રણિધાન થવા જોઈએ. (1) મારે તો જે આત્મામાં રહેલો પ્રમોદ રૂપી મોક્ષ છે તેને પામવો છે. (2) આપણે નિરૂપાધિક સંકલ્પવાળું અહિંસાનું પાલન કરવાનું છે. (3) અહિંસાનું પાલન કરીએ છીએ તે અનેક ઉપાધિવાળા સંકલ્પથી કરીએ છીએ માટે આત્માને આત્માનો અનુભવ નથી થતો. ઉપાધિ શું? લોકોમાં પોતાની ઈચ્છા, પુણ્ય બંધાય પરલોકમાં દેવાદિગતિ મળે. આ બધું ઉપાધિ છે. ધર્મ કરતા કષ્ટ આવે તે નથી જોઈતા કયારે જલ્દી પુરૂં થાય એવા વિચારો હોય તો અનુભૂતિ થવાની નહીં. નિરૂપાધિક સંકલ્પ કર્યો તો એમાં વિઘ્નો છે એ જાણવા પડે પ્રસન્ન ચંદ્રરાજર્ષિનો નિરૂપાધિક સંકલ્પ છતાં પુત્રસ્નેહનું નિમિત્ત નડી ગયું. મરિચિને શરીરનું નિમિત્ત નડી ગયું. મરિચિએ ચારિત્ર લીધુ હતું, શીતાગારવ નડી ગયું અશાતાનો ઉદય શાતાનો રાગ નડ્યો અને જમાલીને સ્વચ્છંદતાનો રાગ નડયો. ભણીને (11 જુદા થયા, શરીરની અવસ્થા થતાં એકાંત મત પકડાઈ ગયો. સાધુને ગુરૂથી જુદા થવાનો ભાવ ન થવો જોઈએ. 0 અષ્ટ પ્રવચન માતાનો અધિકારી કોણ બની શકે? ગીતાર્થ ગુરૂમાતાને સમર્પિત થઈને જે જિનાજ્ઞાનું પાલન કરે છે તે ભાવથી દ્રવ્ય -પાલન છે, તે ગુરૂ સન્મુખ રહેવાવાળો હોય, ગુરૂમાં જ તન્મય બની જનારો હોય, ગુરૂની ઈચ્છા પ્રમાણે ગુરૂને આગળ કરી ચાલનારો હોય ગુરૂની આજ્ઞાને માનનારો હોય ગુરૂથી દૂર જવાની ઈચ્છાવાળો ન હોય તેજ અષ્ટ જ્ઞાનસાર // 206 Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન માતાનું પાલન કરી શકે. પ્રવચન માતાનું જેણે ભાવથી પાલન કર્યું તેણે પરમાત્માની છેલ્લામાં છેલ્લી આજ્ઞાનું પાલન કરે તે બીજી કઈ આજ્ઞાપાલન ન કરે? અર્થાત્ સ્વચ્છંદી ન હોય. ગુરૂના સાનિધ્યમાં રહેનારો હોય તો જ ગુરૂ એને બચાવી શકે જયણાપુર્વકવિહાર કરનારો હોય, ગુરૂ વિશે ચિત્તને જોડનારો હોય. શિષ્યના ચિત્તમાં હવે ગુરૂ સિવાય કોઈન હોય, ગુરૂ બહાર ગયા હોય તો સતત તેમની પ્રતિક્ષા કરનારો હોય. ગુરૂ જેના હૃદયમાં વસ્યા તેના હૃદયમાં ગુણોનો વાસ થાય. આ બધી જ વાત જેનામાં હોય તે જ મુનિ અષ્ટપ્રવચન-માતાના પાલનનો અધિકારી બની શકે. કારણ સર્વ સાધ્વાચારમાં સૌથી કઠિન આચાર પાલન અષ્ટ પ્રવચન માતાનું છે. પરમાત્મા કઈ રીતે વિચરતા હતા? આચારાંગમાં પ્રભુનાવિહારનું વર્ણન છે. 'વિર એ ગામધમૅહિં, રીય ઈ માહણે અબડ્ડવાઈ સિ સિરામિ એગયા ભગવે, છાયાએ ઝાઈ આસીય 13 આચારાંગ ઈન્દ્રિયોના આકર્ષણથી મુક્ત થઈ પ્રભુ સંયમનું પાલન કરતા, પ્રાય મૌન ભાવે રહેતા ઠંડીમાં વૃક્ષની છાયામાં પ્રભુધ્યાન ધરતા હતા. આગળપાછળ કોઈ તિરછી દષ્ટિ નહીં માત્ર નીચી દૃષ્ટિ કરીને ચાલે. વાતાવરણના આકર્ષણમાં પરમાત્મા નહોય. આજુ બાજુમાંથી કોણ આવ્યું, કોણ ગયું એમાં ધ્યાન નહોય કષાય ભાવના ઉદયને જોવામાં નેનિષ્ફળ કરવા પ્રયત્નમાં તત્પર પરમાત્માના જ્ઞાનમાં પરમાત્માની તેમાં કુતૂહલવૃત્તિ નહોય. પરમાત્માની દષ્ટિ કરૂણાર્ત બની ગઈ છે તેમને લોક અસાર અને પીડા પામતું દેખાય. હરીયાળા મુખમાં ચવાઈ જશે. બધા એકેન્દ્રિય જીવોમાં સિદ્ધત્વ દેખાય. પરમાત્માના કરૂણાર્તહૈયા જેવું આમહૈયું કયારે બનશે? કયારે સર્વ જીવોની રક્ષા માટે આ જ્ઞાનસાર || 207 Page #209 -------------------------------------------------------------------------- ________________ હૈયુ સંવેદનશીલ બનશે? સમુદ્ર સ્વભાવે શાંત સ્થિર છે છતાં પવનનો પ્રકોપ આવી જાય તો ભયંકર મોજા ઉછળે છે તેમ આત્મામાં મોહનો પ્રકોપ થાય છે તો જે હાથવેતમાં હતું તે ઝૂંટવાઈ જાય છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે સ્થિરતા પ્રાપ્ત કરવાની છે તેનો ઉપાય ક્રિયા રૂચિ છે યોગની ક્રિયા દ્વારા ઉપયોગને સ્થિર કરવાનો છે. સામાયિકનો યોગ અંદરના સામાયિક સાથે સંબંધ બાંધવા માટે છે એને કોણ કરી શકે? જે સતત સામાયિકના ઉપયોગમાં હોય તે. ત્રણ - પ્રણિધાન :- (1) મોક્ષનો લક્ષ દેઢ હોય (ર) એના ઉપાય તરીકે પાંચ સમિતિ - ત્રણ ગુતિ રૂપ અષ્ટ - પ્રવચન માતાનું પાલન હોય. (3) નિરૂપાધિક સંકલ્પવાળી અહિંસાનું પાલન, ક્રિયારૂચિ છે કે નહીં તે દર્શન જ્ઞાન ચારિત્રતપ, વીર્ય રૂપ આરાધનાથી જણાશે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન-ચારિત્ર-તપાદિ ગુણો શુદ્ધ બનતા નથી. ચારિત્રગુણની અનુભૂતિ દેવો કરી શકતા નથી. દેવોને દેવી સુખ હોવા છતાં તેઓ પણ મનુષ્ય ભવને ઝંખે છે. આત્માના “એક પ્રદેશનું જે સુખ નવિ માવે લોકાલોક' તે મુનિપણામાં જ પ્રાપ્ત થાય છે માટે દેવો તેને ઝંખે છે મુનિપણામાં જો અષ્ટ - પ્રવચન માતાનું પાલન કરે તો જ તે સુખને મેળવી શકે છે. આત્મ સ્થિરતા માટે કષાયોની જેટલા અંશે ગેરહાજરી તેટલા અંશે સ્થિરતા થાય. પરમાત્માના વચન મુજબ મન-વચન-કાયાના યોગને પ્રવર્તાવી દેવા તે આત્મસ્થિરતા છે. જ્ઞાનની શુદ્ધિ માટે ચારિત્ર જરૂરી છે. આગમ માટે ગૃહસ્થ અધિકારી બનતા નથી માટે જ હરિભદ્ર બ્રાહ્મણને આચાર્ય ભગવંતે દીક્ષા આપી. તપવિના ચારિત્રશુદ્ધ બને નાહી માટે “સુખ તપ' એમ ગૃહસ્થો સાધુને પૂછે છે. 12 પ્રકારના તપ વિના ચારિત્ર શુદ્ધ થતું નથી પછી વિનય આવે. સાધુજ ગુરૂનો વિનય કરી શકે. ગીતાર્થ ગુરૂને પકડયા પછી પોતાની બુદ્ધિને ગિરવે મૂકી દે તો જ ખરો શિષ્ય બની શકે. આટલું આવે પછી જ સાધુ જ્ઞાનસાર // 208 Page #210 -------------------------------------------------------------------------- ________________ હોય સાધુના વર્ણનમ્ પુન્ય તમૂિત દિ સાધવા : મુનિનાં દર્શનનું ફળ શ્રાવક મુનિ જ બની જાય તે ન બની શકે, તો મુનિ બનવાનો સંકલ્પ કરીને જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પરમાત્માની સાધના નિવણ માટે, કર્મને કાયાથી મુક્તિ માટે છે 16 પ્રહરની દેશના પણ તીર્થકર નામકર્મ ખપાવવા માટે જ છે વીર પ્રભુના જીવનની ઘટનાઓ બધી જ આશ્ચર્યવાળી છે (1) ચ્યવન - ગર્ભહરણ થવું (2) પ્રથમ દેશના નિષ્ફળ ગઈ - બીજી દેશનામાં 4411 બ્રાહ્મણોને દીક્ષા આપી સફળ દેશના (3) કેવળજ્ઞાન પછી ઉપસર્ગ (4) 16 પ્રહરની અંતિમ દેશના આપી. મન - વચન - કાયાના યોગને સરંભ - સમારંભ અને આરંભમાં જતા રોકવા તે ગુપ્તિ (1) સરંભ : આત્માએ રત્નત્રયી સિવાયની પ્રવૃત્તિનો સંકલ્પ તે (2) સમારંભઃ સામગ્રી ભેગી કરવી તે (3) આરંભ : પ્રવૃત્તિ કરવાની કે જવાની શરૂઆત તે 3 - 3 (મન,વચન/કાયા) - 9 -3 (કરણ-કરાવણ-અનુમોદન) - 27 - 4 કષાય - 108 પ્રકારે પાપ બંધાય દા.ત. ચા પીવાનો નિર્ણય કર્યો તે સરંભ, ખાંડ, દૂધ, ચા, પાણી, મસાલો વિ. ભેગા કર્યા તે સમારંભ અને ચા ગેસ પર મૂકી ગેસ ચાલુ કર્યો તે આરંભ. પરમાત્માડગલે ને પગલે યાદ આવવા જોઈએ કે મારા પ્રભુ ક્યારેય પલાંઠી વાળી બેઠા નથી તો મારે પણ મારા પ્રભુ બનવું છે એ વાતનો ઉપયોગ સંકોચાઈ જઈએ. પરમાત્મા પહોળા થઈને રહ્યા. આત્માનો દુશ્મન કાયા અને આપણે મિત્ર બનાવ્યો. માટે કાયાની રક્ષા કરી અને આત્માની ઉપેક્ષા કરી જ્ઞાનસાર || 209 Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને કાયા જ દુશ્મન લાગી ગઈ માટે હજુ મહાપ' કાયાના દુઃખની ઉપેક્ષા અને આત્મગુણની રક્ષા કરવી. મનમાં અસ્થિરતા રૂપી પવનની ઉદીરણા કરીશ તો સમાધિ રૂપી ધર્મમેઘ એવા સમતા-સ્વભાવમાં વિશ્રાંતિ કઈ રીતે પામીશ? સ્વરૂપનાં અર્થમાં ઉપયોગમાં ન રહી શકે તો સમતાના ઉપયોગમાં પણ ન રહી શકે. મોહનો પરિણામ ઉદયમાં આવે એટલે સમતાનો પરિણામ નાશ પામે. સ્વરૂપનું વિસ્મરણ થાય એટલે મોહ ઉદયમાં આવે છે. આત્મા ઉપયોગ વિનાનો નથી. વર્તમાનમાં આત્માનું સ્વરૂપ રૂપાંતર પામ્યું છે. કર્મથી જે સ્વરૂપ ઢંકાયુને જે વિપર્યાસ ઉત્પન્ન થયો તેના ઉપયોગમાં આત્મા છે આત્માને સહજ પોતાના સમતા પરિણામમાં આવવું જોઈએ તે થતું નથી ને બીજાનામાં જ શોધ કર્યા કરે છે. કોણ શું કરે છે? કેમ કરે છે? પણ સ્વની ખોજ કરતો નથી! અનાદિનો જે સ્વભાવ ને સ્વરૂપ ઢંકાયુ છે તેને સર્વજ્ઞની દૃષ્ટિથી જોવુ પડશે અને આત્માને સતત જણાવવું પડશે કે તું આવો છે અને આવો નથી. રૂપી નથી પણ રૂપાતીત તારી અવસ્થા છે. તું નિરાકાર છે. જે આકાર રૂપે દેખાય છે તે તું નથી તે તો નામકર્મે આપેલી ભાડૂતી અવસ્થા છે. આમ સતાગત અરૂપી આદિ શુધ્ધ અવસ્થાનું ભાન. ધર્મરૂપી મેઘઘટાના વાદળા બધા મોહની તીવ એક પવનની લહેરથી વિખેરાઈ જશે માટે સતત આત્મા દુનિયાને જોવાનુ બંધ કરશે ત્યારે આ થઈ શકશે. એક સમય પણ જો તું ભૂલ્યો તો આત્માનું વિસ્મરણ થશે ને પ્રમાદરૂપ તારૂં મરણ થશે. આપણે હાલમાં હમણાં એવી પ્રક્રિયા કરીએ કે આવતા ભવમાં આપણને ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થાય. માત્ર જાણવું એટલું નહીં પણ સ્વીકારનો પરિણામ થાય તો રૂપ જરા પણ બગડે તો એને કોઈ અસર ન થાય. મયણાને કોઢીયા પતિનો હાથ પકડતા જરા પણ વિચાર ન આવ્યો કર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા હતી માટે આ કાર્ય થઈ શકયું. પરમાત્માના વચન પર અપૂર્વ શ્રદ્ધા છે આત્માના સ્વરૂપને એ સમજેલી છે બહાર બધું જ પરિવર્તન થાય તો પણ એ આત્મા સમાધિ નહીં જ્ઞાનસાર // 210 Page #212 -------------------------------------------------------------------------- ________________ ગુમાવે કારણ કર્મના ઉદયે બધું થયા જ કરે. પણ અંદરનો આત્મા તો ગુણવાન છે. સમાધિ આત્માનો પોતાનો સ્વભાવ જ છે એટલે એને સમતામાં જ રહેવાનું છે. મોહના ઉદયથી જડનું જ દર્શન થશેજડને છોડીને ચેતનને પકડો તો સમતા સમાધિ રહે. મોહના ઉદયથી સમાધિનો ધ્વંસ થાય છે માટે આત્મધર્મના જીવે સ્થિરતા કરવી અર્થાત્ હેયના જ્ઞાતા બનવાનો જે સ્વભાવ છે તે સ્વભાવને સ્થિર કરવો જોઈએ. નિશ્ચયથી આત્મા અરૂપી છે અને વ્યવહારથી એ રૂપવાળો બન્યો છે માટે અરૂપી અને રૂપબને અવસ્થાનો ઉપયોગ આવવો જોઈએ અને રૂપમાંથી નીકળવાનો સતત ઉપયોગ જોઈએ. રૂપી અવસ્થા અધાતી ના ઉદયવાળી અવસ્થા છે એને છોડી શકાશે નહી જયાં સુધી આયુષ્યનો ઉદય છે. તો શું કરવું? મોહના પરિણામને શરીર સાથે ભળતા બંધ કરી દેવા. એ માટે શું કરવું? શાતાના પરિણામને વેચવાનું બંધ કરવું. શાતામાં મોહ ભળે એટલે અનુકૂળતા ભોગવવાનું મન થાય કર્મના ઉદયને નિષ્ફળ કરવો છે. આત્માનો અનુભવ ક્યારે થાય? શરીર પ્રત્યેનો મોહ છૂટે અને આત્મા પ્રત્યે અપૂર્વપ્રેમ જાગે પછી જ આત્મા શરીરનો ભેદ થાય પછી શરીરને કાંઈ પણ થશે તો સહન કરવા તૈયાર થાય. અજ્ઞાનતાના કારણે આપણે મનથી નબળા પડીએ છીએ સત્વ નબળુ પડે છે પણ ભેદ જ્ઞાનના બળે નાના નાના પરિષહોને ઉપસર્ગોને સહન કરતા જઈશું તો શરીર ખડતલ બનશે અને આત્માનો સમતા ગુણવિકાસ પામે. શેયના જ્ઞાતા બનવાનું છે તે જ રીતે આત્માએ પાંચે ગુણોના જ્ઞાતા બનવાનું છે પણ સમ્યગ દર્શનનો પરિણામ આવે એટલે હેય / ઉપાદેયનો પરિણામ આવવો જોઈએ, પછી રૂચિનો પરિણામ આવે પછી એને છોડવાનો પરિણામ આવે તદ્ગત પરિણામ થઈ જવા જોઈએ. શેયના જ્ઞાતાની સાથે સમ્ય દર્શનના પરિણામમાં છું કે નહી? એ પણ સાથે જોવાનું છે. હેયનો પરિણામ છે પણ એને છોડી નથી શકતા તો ઉદાસીન જ્ઞાનસાર // 211 Page #213 -------------------------------------------------------------------------- ________________ પરિણામે રહેવું. ઉદ-ઉપર આસીન રહેવું. રાગ-દ્વેષથી ઉપર ઉડીને રહેવું ઉદાસ નહીં પણ ઉદાસીન બનવાનું છે. રૂચિ પછી ચારિત્રનો પરિણામ એટલે હેયની રૂચિ છે તો તેને છોડી દેવાની છે અને ઉપાદેયની રૂચિ છે તો તે મય બની જવાનું છે અને કોઈપણ પર વસ્તુની ઈચ્છાનો અભાવ તે તપનો પરિણામ અને સ્વમાં સ્વ-ગુણનો ભોગવવાથી પરમ તૃપ્તિનો અનુભવ. છઠ્ઠ અઠમ પારણે લીયે નિરસ આહાર તે વાપરતા વાપરતા પણ એને થાય કે હજી તારે આ લેવું પડે છે આવાપરીણામ આવે ત્યારે એ નિર્જરા કરશે અને આત્મવીર્ય આપણે કયાં કયાં ફોરવીએ છીએ તે તપાસવાનું છે આમ પાંચેય ગુણોમાં નિરીક્ષણ કરવાનું છે. આત્મામાં અનંતી શક્તિ તો પડેલી જ છે પણ મન મુડદાલ થઈ ગયું હોવાને કારણે તે શક્તિ નિષ્ક્રિય થઈને પડેલી છે. ગાથા -8 ચારિત્ર સ્થિરતારૂપ, મતઃ સિદ્ધધ્વપીયતા યતના યતવોડવશ્ય, મસ્યા એવ પ્રસિધ્ધ છે ગાર્ધાર્થ યોગની સ્થિરતારૂપ ચારિત્ર છે આથી સિદ્ધોમાં પણ ચારિત્ર કહ્યું છે માટે યતિઓએસ્થિરતાની પરિપૂર્ણસિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. સર્વ સંયોગોથી રહિત અર્થાત્ કર્મ, કષાય અને કાયાના સર્વસંગથી રહિત સિધ્ધાત્માઓમાં સ્થિરતારૂપ ચારિત્ર હોય છે. ભગવતી સૂત્ર નામનાં પાંચમાંઅંગમાંસિધ્ધોને ચારિત્રનો અભાવ હોય છે એમ જે કહ્યું તેનો ભાવાર્થ આ પ્રમાણે છે કે ક્રિયા વ્યવહાર ચારિત્રનો સિધ્ધમાં અભાવ છે પણ નિશ્ચય ચારિત્ર આત્મ-રમણતારૂપ-(આત્માના શુધ્ધ પરિણામ) અભાવ નથી. આપણે વર્તમાનમાં જે ક્રિયાને જ ચારિત્ર માનીએ છીએ તે ભ્રાંતિ છે. ક્રિયાયોગ રૂપ વ્યવહાર ચારિત્ર એ આત્મ પરિણામરૂપ નિશ્ચય ચારિત્રનું કારણ છે. સર્વજ્ઞ કથિત યથાર્થ તત્ત્વનો બોધ તે જ્ઞાન, સર્વજ્ઞ કથિત યથાર્થ તત્ત્વનો સ્વીકાર ઢચિ તે. તત્ત્વને અનુભવવું તે સમ્યગદર્શન. સાધુને પતિ પણ કહેવાય. આત્મામાં રહેલા ચારિત્રરૂપી ગુણને અનુભવવા પ્રયત્ન કરે તે જ્ઞાનસાર // ર૧ર Page #214 -------------------------------------------------------------------------- ________________ પતિ નામને સાર્થક કરે. આથી પોતાના સ્વભાવને અનુભવવો એ જ ચારિત્ર છે. શ્રાવક ચારિત્રની ભાવનામાં હોય દેશથી ચારિત્રને અનુભવના પ્રયત્નમાં હોય અને સાધુ સ્વભાવ પામવાના પ્રયત્નમાં હોય. સર્વ કર્મથી રહિત એવી સિધ્ધ અવસ્થામાં પણ સ્થિરતા રૂપ પૂર્ણ ચારિત્ર છે. પાંચમાં અંગમાં કહ્યું છે કે ત્યાં ચારિત્ર નથી તો તે સિદ્ધમાં વ્યવહાર ચારિત્ર જે ક્રિયારૂપે છે તે ત્યાં નથી. જેનાથી વ્યવહાર થાય તેવા કારણો શરીર, ૧૦પ્રાણો મન આદિ સિધ્ધમાં નથી માટે ત્યાં ચારિત્ર વ્યવહારથી નથી. કેવલિને યોગ છે તે કારણે બંધ છે માટે ૧૩મે ગુણ સ્થાનકે સયોગી હોવાથી નિશ્ચય-વ્યવહાર ચારિત્ર છે. યોગ રૂપ આશ્રવ છે. સર્વ સંવર રૂપ ચારિત્ર 14 મે જ છે અને એક પણ આવશ્યક નથી કારણ આશ્રવના મુખ્ય હેતુભૂત મિથ્યાત્વ, અવિરતિને કષાય નથી, માટે ત્યાં હું આવશ્યક નથી. વ્યવહારના પાલન દ્વારા નિશ્ચયનું ફળ મેળવવાનું છે. સાધ્ય તરફ સાધન પ્રવર્તમાન થાય તે જ સાધના છે. ક્રિયા કરી છૂટતો હોયને પોતાના ગુણ જ્ઞાન-પરિણામમાં પૂર્ણ મગ્નને સ્થિર થતો હોય ત્યારે તે સાધના છે. જ્ઞાન પોતાના ગુણમાં સ્થિરતા સાધે અને યોગમાં ઉદાસીન હોય. 8 અંગ-અષ્ટ પ્રવચનમાતા તે રૂપ જે યોગ છે તેની સાથે જ્ઞાનને જોડી સાધના કરવાની છે. 6 ઠ્ઠા ગુણઠાણે સાધુ મોક્ષના આસ્વાદના અંશને વેદ. દેહની ભિન્નતાનું જ્ઞાન 4 થે ગુણઠાણે નિર્ણય થયેલો હોય તે જ અનુભવ કરી શકે. 5 મે ગુણસ્થાનકે શ્રાવકને આસ્વાદ અંશથી આવે પણ ધારાબદ્ધ ન ચાલે કેમ કે દેશ વિરતિ છે. સાધુ ધારે તો છઠ્ઠાથી 7 મે રોકટોક વગર આગળ વધી શકે છે પણ નિર્ણય કરીને આવેલો હોય તો, નહીં તો અહીં પણ સંસાર ઉભો કરશે, યોગ એ વ્યવહાર છે નેનિશ્ચયથી એ પણ હેય જ છે માટે યોગને રોકવા તે ગુHિછે. સીધો માર્ગ પરમાત્માએ જ બતાવ્યો સિદ્ધ બનવાનો કે દીક્ષા લે તે સાધન સામગ્રી બરાબર હોય તો અંતમૂહુત માં એ પોતાનું કાર્યસિદ્ધ કરી શકશે. જ્ઞાનસાર // 213 Page #215 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાયોગ ચારિત્રમોહનીયને હટાવવા માટે જ છે. ઈર્યા તે જે ચાલવું જી, ધરી આગમ વિધિવાદ' ગુપ્તિમાંન રહી શકે તો ઉત્સર્ગનો ઉપયોગ રાખી અપવાદરૂપ સમિતિના પાલનમાં પણ નિર્જરા કરે તે ઉત્સર્ગનો અનુબંધ કરશે. વ્યવહાર હોય સંસારનો કે ચાહે ધર્મનો બધામાં પોતાનો આત્મા યાદ આવે કે મારા આત્માં માટે પરમાત્માએ અહીં શું વ્યવહાર બતાવ્યો છે? આગમમાં શું કહ્યું છે? સમ્યગ દૃષ્ટિને આ વાત દરેક સમયે યાદ આવે. “જ્ઞાન ધ્યાનમાં મુનિ સદાસ્થિર હોય સ્વાધ્યાયના રસમાં મુનિ રક્ત હોય, સાધુ શા માટે બનવાનું છે? આનંદનો અનુભવ કરાવવા માટે જ સાધુ પણ છે. મોક્ષની વાનગી સાધુપણું છે. સાધુ ભગવંતો માટે ગામ કે નગરમાં 1 માસ અને સાધ્વીજી ભગવંતો માટે રમહિના રોષકાળમાં સ્થિરતા બતાવી અને ચાર્તુમાસમાં ચાર માસ વ્યહવારે સ્થિરતા બતાવી નિશ્ચયથી તો આત્માએ ગુપ્તિ ને ધારીને સ્વમાં સ્થિરતા કરવાની છે. “પરમ ચરણ સર્વર ધરૂ જી, સર્વ જાણ જિન દિઠ, શુચિ સમતા રસ ઉપજે છે, તેણે મુનિને ઈટ (ઈષ્ટ) સાધુએ ક્ષાયોપથમિક ભાવનું ચારિત્રગ્રહણ કર્યું છે તે ક્ષાયિક ભાવનું કરવાનું છે. પરમાત્માએ ક્ષાયિક ભાવ જેવું ચારિત્ર પાળ્યું છે એના ફળ રૂપે સાયિક કેવળજ્ઞાન મેળવ્યું છે. મુનિને પ્રભુના ક્ષાયિક ચારિત્ર - કેવળદર્શન પોતાને પ્રાપ્ત કરવાની જાગૃત્તિ અર્થે પોતાને તેની રસ-રૂચિ થાય તે માટે પ્રભુના દર્શન કરવા જવાનું. જ્ઞાન ને આનંદ હોય ત્યાં કોઈ ઉપાધિ નથી તેમની પાસે જઈને આપણને પણ આ રૂચિ થવી જોઈએ. પરમાત્માં જે ગુણો છે એ આપણામાં પ્રગટે માટે પ્રભુદર્શન માટે જવાનું છે. આપણે સારથી ભરેલા છીએ એનું આપણને ભાન નથી ને અસારથી ભરાઈ ગયા છીએ. વર્તમાનમાં અને હજી પણ અસારને પકડવા જ દોડી રહ્યા જ્ઞાનસાર // 214 Page #216 -------------------------------------------------------------------------- ________________ છીએ એ જે સમજાવે તે જ્ઞાનસાર. જ્ઞાનસારમાં 1 લા થી છેલ્લા પદ સુધી આત્માનો સાર અને સંસારની અસારતા જ બતાવી છે. ધર્મ કરીને જગતમાં દોડવાનું ને જગત માટે દોડવાનું મન થાય તે ધર્મ નથી, સંસાર જ છે. ધર્મ તે જ આત્માને આત્મામાં સ્થિર કરે. સિદ્ધપણું સ્થિરતારૂપ છે અને ચારિત્ર પણ સ્થિરતારૂપ છે, માટે સિદ્ધપણું ચારિત્ર વિનાનું ના હોય. કારણની જરૂર કાર્ય પૂરું થાય ત્યા સુધી જ હોય. સિદ્ધપણામાં કાર્યસિદ્ધ થઈ ગયું માટે કારણ છૂટી ગયું. તમામ કાર્યની શરૂઆતમાંપ્રણિધાન કરીએ છીએ. નિર્ણય પાકો હોય તો તે પ્રણિધાન. કોઈપણ આદેશમાં પ્રણિધાન કર્યું? આત્મામાં સ્થિર થવું એ મોક્ષ. ઈચ્છા - કારણે સંદિ સહ ભગવન્!ચૈત્યવંદન કરૂં? પડિલેહણ કરું? વિ. તમામ આદેશમાં પ્રણિધાન અવશ્ય આવશે જ. મિથ્યાત્વ નીકળી ગયું એટલે સમ્યગ દર્શનથી મનમાં રહેલો તમામ કચરો (પુણ્યથી મળતી તમામ સામગ્રી ભોગવવા યોગ્ય નહિપણ છોડવા યોગ્ય) નીકળી ગયો એટલે પ્રણિધાન આવે કે ચૈત્યવંદન કરૂં? તો હવે બીજાને વંદન નહીં કરે. ધર્મની આરાધનાથી બહાર આદર -માન-સન્માનવિ. મળ્યાને ધર્મનું ફળ મળી ગયુ એમ સમજી અનાદિકાળથી આ કચરાને ભેગા કર્યા એને કાઢવાના છે. સભાસનથી જ્ઞાન સમ્યગુ થયું ને જગતનું ને સ્વનું સ્વરૂપ સમજાઈ ગયું જેથી મન જે બહાર દોડતું હતું તે હવે બંધ થશે ને અંદર સ્થિર થશે. આત્મામાં સ્થિરતા માટે તો મુનિપણું છે. આત્મા સ્વભાવમાં રમણતા કરી શકે એ માટે પ્રથમ ગુતિ છે, અર્થાત્ મુનિએ સદા જ્ઞાન - ધ્યાનમાં રહેવાનું છે. જે આ રીતે કરે એને પરમાત્માના દર્શનની જરૂર નહીં એ તત્ત્વરૂપે પરમાત્મામય જ બની ગયો છે. હવે જયારે એ રીતે થઈ નથી શકતો ત્યારે એને જિનદર્શન કરવાનું વિધાન છે. જે કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા અપ્રમત્ત મુનિઓને જિનદર્શન રૂપ વ્યવહાર કરવાનો હોતો નથી, તે સિવાય ને જિન દર્શનરૂપ વ્યવહાર કરવાનો જ્ઞાનસાર || 215 Page #217 -------------------------------------------------------------------------- ________________ છે. મુનિને સમતા રસઈષ્ટ છે.પ્રભુ સમતારસના દરિયાછે તેમના આલંબનથી પોતાનો જે સમતારસ છે તેને પ્રગટ કરવાનો છે તેથી પ્રભુનું દર્શનાદિઆલંબન મુનિને જરૂરી. મુનિ બની ગયા પછી ગુરૂની જવાબદારી વધી જાય છે કે એને સમતાનો રસીયો બનાવે. એના માટે શામ-દામ-દંડ-ભેદ બધું જ કરવું પડે તે કરે છતાં જો જીવની યોગ્યતા ન હોય તો પછી ગુરૂ જવાબદાર ન બને. બીજા કોઈ આશયથી મુમુક્ષુ ને આગળ ન વધારે તો ગુરૂ જેવો ગુનેગાર બીજો નહીં. પરમાત્માનું જ સ્વરૂપ છે - સ્વભાવ છે તે મારી અંદર પડેલુ છે. જે ચૈત્યવંદન છે ચેતનની ચેતના છે તેના વડે ચૈતન્ય દેવને વંદના થશે. જગતનું ભાન ભૂલાઈ જશે. સંયમીને જ ઈર્યાસમિતિ ઘટે - 4 કારણો સિવાય મુનિ ચાલે તો તેની પણ ઈર્યાસમિતિ નહીં. આત્માનો સ્વભાવ એ જ આત્માનો સાર છે. ચારિત્ર એ આત્માનો ગુણ છે અને ચારિત્રમય આત્માબને એ જ્ઞાનનું ફળ છે.વ્યવહારથી ક્રિયાયોગ એ ચારિત્ર છે. નિશ્ચયથી આત્મરમણતા એ ચારિત્ર છે. આત્માના ગુણમાં અંદર મારે સ્થિર થવું છે એવું પ્રણિધાન તે એકાગ્રતા છે અને જીવ જયારે આત્મ ગુણોમાં એકાકાર બને છે ત્યારે સંસારનું વિસર્જન થાય છે. સાધુને ચારિત્ર પાલનમાં સ્થિર થવા માટે અષ્ટ - પ્રવચન માતાનું પાલન મુક્યુ છે. સમ્યક પ્રવૃત્તિ ઈર્ષા સમિતિ સભ્ય પ્રવૃત્તિ પ્રગટ કરવાનો લક્ષ ન હોય તો એ સમિતિન બને.ડગલું મુકે ત્યારે પ્રથમ એણે ઉપયોગ મુકવો પડે. આ પ્રવૃત્તિ શા માટે કરવાની છે. જ્ઞાન દર્શન - ચારિત્રસિવાયની પ્રવૃત્તિ કરવાની જ નથી કારણ કે “જાવજ જીવ'નું સામાયિક ઉચ્ચર્યુ છે. જિન દર્શન સમ્યક દર્શનની શુદ્ધિ માટે છે. સમ્યગ્દર્શન એ શું છે? તો એ “શ્રદ્ધા ભાસન રમણતા રે, દાનાનિક પરિણામ સકલ સત્તારસી થયા રે, જિનવર દરશન પામ” પોતાના સ્વરૂપનું સ્વભાવનું ભાન સમ્યગુદર્શન વિના થવાનું નથી. દાનાદિ પાંચ આત્માની લબ્ધિ છે, શક્તિ છે. અત્યાર સુધી આત્માએ દાનાદિ જ્ઞાનસાર || 216 Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ બહાર કરી એ દાન જ નથી. દાન આત્માએ આત્માનું જ કરવાનું છે. પર પુગલ પર આત્માની માલિકી જ નથી. સંસારમાં રહેવું એટલે પરસ્પર માલીકી ભાવ રાખવો. આત્માએ અત્યાર સુધી પોતાની માલિકી વગરની જ વસ્તુ ગ્રહણ કરી એને ન છોડવાનો ભાવ તે જ મોહ છે. અને તે મોહને છોડવો તે ધર્મ છે. વરસીદાન કર્યા પછી સાધુ બને પછી એને સતત દાન જ કરવાનું છે પર બધું જ છોડતા જવું એ આત્માનું આત્માને દાનદીક્ષાનો અર્થ જ એ છે દા. દીયતે, ક્ષા - ક્ષીયતે જે જગતનું છે તે જગતને આપી દે અને જે પોતાનું છે તે દીક્ષા ધર્મ એ જગતની મોટામાં મોટી દાનશાળા છે, અજાયબી છે વગર પૈસે આત્માને આત્માનું બધુ જ મળી જાય છે. આત્મા નિઃસંગ સ્વભાવ વાળો છે વિરક્ત ભાવ આવ્યા વિના આત્મા - આત્માની અનુભૂતિ કરી શકતો નથી. યોગની ચપળતા અને ઈન્દ્રિયોની ચંચળતા છે તેને રોકવા જ ગુણી - સમિતિ છે. સમિતિ ચપળતા વિનાની છે. યોગ પ્રવૃત્તિ અને કષાય નિવૃત્તિ એ સમિતિ છે જેમાં કષાયનીહાનિ ન થાય તેવી એકાગ્રતા સંસારવર્ધક જ છે ઉદા. બગલાની એકાગ્રતા - બીલાડીની એકાગ્રતા. “ક્ષમાવંત દયાળુ નિસ્પૃહ તનુ નિરાગ નિર્વિષયી ગજગતિ પરે જી, વિચરે મહાભાગ” ક્ષમા હોય ત્યાં દયા હોય જ પણ દયા હોય ત્યાં ક્ષમા હોય જ એવું ન હોય. શરીરની સ્પૃહા નહોય તે જ દયાળુ હોય અને તે જ મુનિ ગજગતિ (હાથી) પરે ચાલે આલંબન, કાળ, માર્ગ અને યતનાપૂર્વક આ ચાર વસ્તુ આવે ત્યારે ઈર્યાસમિતિ બને. 0 ઈર્યાસમિતિ શુધ્ધિના ચાર કારણો:(૧) આલંબન –રત્નત્રયનું આલંબન લેવાનું છે. જ્ઞાન એ મુખ્ય આલંબન Page #219 -------------------------------------------------------------------------- ________________ છે. ૮પ્રહર સાધુએ સ્વાધ્યાયમાં રહેવાનું. (ર) કાળઃ-દિવસે સાધુ માટે ઉત્કૃષ્ટ કાળ ૩જો પ્રહર બતાવ્યો, કાંબળીના કાળ પહેલા સ્થાને પહોંચી જવું. (1) ઉનાળામાં સૂર્યોદયથી પહેલાં ને સૂર્યાસ્ત પછી વધારે મચ્છરાદિ સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે. (2) શીતોષ્ણ યોનીવાળા જીવોની જયણા જળવાય તે રીતે પ્રકાશવાળા માર્ગમાં પ્રયોજન થયે છતે જવું તે. જ્ઞાન એ સારવાળુ બને છે ત્યારે ક્ષારને છોડે છે. આત્માએ અનાદિકાળથી અજ્ઞાનના કારણે ક્ષારને પકડી લીધું છે, પરમાં દેખાયું સાર ને પકડયું ત્યારે મળ્યું ક્ષાર. આથી આત્મા પીડાને પામ્યો. આત્મજ્ઞાન થયું ત્યારે એને ભાન આવ્યું કે સાર સમજીને મેંક્ષાર ગ્રહણ કર્યું છે તેને હવે એ છોડવાનું જ મુખ્ય કાર્ય કરવાનું છે. પાંચ મહાવ્રતો એ આશ્રવને રોકવાના કારણ રૂપ - એ ઉચ્ચરવાનું કાર્ય છે. પાલનનું કાર્યપસમિતિ- 3 ગુમિ છે. આત્મ-રમણતા માટે ૧૦વિધ યતિ ધર્મ છે. ક્ષમાદિ ધર્મ અષ્ટપ્રવચનમાતા સાથે ન જોડાય તો એ ચારિત્રનું કારણ બનતા નથી. સાધુ અહિંસાપ્રધાન અને શ્રાવક દયાપ્રધાન છે. આત્માની હિંસા રોકવી તે ‘સ્વપ્રધાન છે, દયા પર પ્રધાન છે, આત્મરક્ષા ક્ષમા છે ને પરરક્ષા એ દયા છે. - વર્તમાનમાં બીજાને સ્થિર કરવાની ભાવના વધી છે, એ ભ્રાંતિ છે, માટે પરોપકાર પ્રધાન બને છે સ્વોપકાર ગૌણ બને છે માટે જ સાધુ પાસે આવેલાસ્થિર થતા નથી. સાધુને સતત પોતાના નજર સામે ધ્રુવના તારાની જેમ સિદ્ધપદ નિશ્ચિત થઈ જવું જોઈએ. કાયાથી સ્થિર થઈ જવાનું છે વચનથી જગતની સાથે નથી બોલવાનું પણ આત્મા સાથે સતત બોલવાનું છે. યોગીરાજ આત્માને પોકાર કરે છે કે “તું ધ્રુવપદ રામી સ્વામી મહારા, આત્માના ગુણના બદલે હું કાયાનો સ્વામી બની ગયો છું. નિકામી મહારાય (ગુણરાય) કાયા માટે જ જાણે હું જીવતો હોય તેવું લાગે છે. ગુપ્તિના ઉપયોગ જ્ઞાનસાર // 218 Page #220 -------------------------------------------------------------------------- ________________ વિના સમિતિ સમિતિ બનતી નથી. સ્વ–પરનું જ સ્વરૂપ જાણીને અને અનુભવ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. (1) દ્રવ્યથી શું કરવાનું? ચક્ષુવડે જોવાનું છે. દ્રવ્ય બે છે. જીવ અને અજીવ એમાં પણ પુદ્ગલ દ્રવ્ય-રૂપીદ્રવ્ય નજર સામે આવશે. જીવવિચારની ગાથાઓ ગોખી લીધી પણ હવે એનો ઉપયોગ આવવો જોઈએ. ચાલી રહયા છો ત્યારે એ જીવો નજર સમક્ષ આવે. ત્રસ અને સ્થાવરનો જીવ ચાલતી વખતે સત્તાએ સમગ્ર જીવરાશિ સિદ્ધ છે ને વ્યવહારે એ ત્રસને સ્થાવર છે ને કાયાને ધારણ કરે તે જીવ છે ને માટે પીડાવાળો છે આ શેય બન્યું. દયાનો પરીણામ આવ્યો તો એ સમકિતના ઘરનું જ્ઞાન. સૌથી વધારેમાં વધારે પીડા પામનારા સ્થાવર જીવો છે. અંગુલના અસંખ્યાત ભાગમાં એના આત્મપ્રદેશો સંકોચીને રહ્યા છે, માટે ભયંકર પીડા પામી રહ્યા છે. દયાનો પરિણામ નહીં આવે તો અપ્રમત્તતા નહીં આવે આવા દુઃખી ને હું કઈ રીતે રીબાવું? હું સુખી થવા નીકળ્યો છું તો કોઈ આત્માને દુઃખ ન અપાય. પોતાના પર દયા ન આવી તો પોતાના પર કુરતા વરસાવી. અનંતાનુબંધીના કષાયનો તાપ અને મિથ્યાત્વનો સંતાપ આ બે તાપથી આત્મા પીડીત થઈ રહયો છે. આ બે ઘટે તો આત્મામાં દયા-અહિંસા પ્રગટે તો એ આત્માના સુખનું કારણ છે. રાગ-દ્વેષ નો વિષય કાયા છે. રત્નો જોયા તો પૃથ્વી - કાયાને જોઈ - એમાં આકર્ષણ રાગ થયો. કાયાનો ઉપયોગ નહીં તો કાયાની માયા લાગી ગઈ. અર્થાત્ તેમાં આત્માનો ઉપયોગ ન આવતા આત્માના બદલે કાયા પર માયા બને. વનસ્પતિના બાહ્ય રૂપ - રસ-વર્ણ-ગંધ જોઈને આકર્ષાયા એની કાયામાં ગયા તો તમે આત્મામાંથી નીકળી ગયા. ચાલતી વખતે નિર્જરા કયારે? ઉંચું મોઢું કરીને ન ચાલે, કથા કરતો ન ચાલે, હસે નહીં, વર્ણાદિમાં આસક્ત ન બને, સ્વાધ્યાયનું ચિંતન ન કરે, (નવકારથી માંડી ૧૪પૂર્વ સુધીનો સ્વાધ્યાય) અને નીચે જોઈને જીવ દ્રવ્યનો અર્થાત્ સ્વ-પરની રક્ષાનો ઉપયોગ રાખે. સાધુ વનરાજીમાંથી પસાર થાય તો ત્યાં જીવાજીવ - રૂપારૂપ ને યોગનો ઉપયોગ લાવે (વાતાવરણમાંથી) આડું - જ્ઞાનસાર // 219 Page #221 -------------------------------------------------------------------------- ________________ અવળું કયાંય ન જુવે. બજારમાં ગયા તો શાકભાજી - ફળોની કાયા પર નજર થઈ ત્યાં આકર્ષાયા પણ ત્યાં વિચારવાનું છે એ કાયામાં જીવ વ્યાપીને રહેલો છે. જીવ અજીવમય બન્યો છે. અરૂપી રૂપમયને અયોગી યોગમય બન્યો છે. વાયુકાય સ્પર્શે તો વિચારવાનું છે શીતલ - ઠંડો - વાયુકાય - એની કાયા મારી કાયાને સ્પર્શે છે ને પીડા પાસે પણ છે અંદર એનો જીવ છે. હુંકાયાથી ભિન્ન છું એ પણ કાયાથી ભિન્ન છે. સત્તાએ સિદ્ધના જીવો છે, આ જીવદયારૂપ સ્વાધ્યાની રમણતાથી ચાલતા, ખાતા પીતા જીવનિર્જરા કરે છે. આ બધું વારંવાર ચિંતન મનન કરતા રાગ દશા ઘટે છે. પરનો જ પ્રકાશક હોય તો તે દીપક છે, રત્ન દિપક સ્વ-પર પ્રકાશક છે, પોતાનું સાર પોતાને સાર રૂપ લાગે એ જ જ્ઞાનનો સાર છે અને તો જ પુણ્યના ઉદયવાળો પાપી સંસાર તેને સારરૂપલાગ્યા વિના નહીંરહે. - વર્તમાનમાં આત્મા ધર્મ કેમ કરે છે? સંસાર ભર્યો રહે, લીલો છમ્મા રહે. સંસાર વિસર્જન માટે ધર્મ થતો નથી પણ સંસારને વધુ મજબૂત બનાવવા માટે ધર્મથતો હોય તેવું લાગે છે. મારા આત્મામાં જ સાર છે બાકી બધું ક્ષાર છે એ મનમાં નિર્ણય થઈ જાય તો આત્મ-સ્થિરતા રૂપચારિત્રની પ્રાપ્તિ થઈ જાય. તો આત્મામાં રમણતા થઈ જાય. અનુભવ માટે સંઘયણબળ કે છેલ્લો કાળ - પાંચમો આરો કોઈ બાધક બની ના શકે. બે ઘડીના સામાયિક અને પૌષધમાં પણ બધા કનેકશન છોડીને શાંતિમાં બેસો. હવે તે કચરાને પાછુ સામાયિકમાં પકડાય? તપ એ તૃપ્તિરૂપ છે હજારો રૂપાંગનાઓ સામે આવી જાય તો પણ નજર એના પર જાય નહીં. શ્રાવકને અલ્પકાળ માટે પણ જો અંશનો અનુભવ થાય ને આ કયારે મળે? એવો ભાવ આવી ગયો તો સર્વવિરતિનો અનુબંધ પડી ગયો પછી ઉદયને વાર નહીં. “નિજ અનુભવ લેશથી, કઠિન કર્મ હોય નાશ, અલ્પ ભાવે ભવિ લેહ, અવિચલ, પુરકો વાસ.” જ્ઞાનસાર || ર૨૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ યોગોની જેટલે અંશે સ્થિરતા મળી તેટલે અંશે આત્માની અનુભૂતિ થાય. અશુભ યોગમાંથી છૂટી શુભ યોગમાં આવે પછી એ પણ છૂટી જાય ને શુદ્ધ ઉપયોગમાં આવી જાય. આ વ્યવહાર નય છે, જે આત્મા નિશ્ચયનયમાં આવી ગયો છે એના માટે યોગ હોય કે ન હોય - ઉપયોગ શુદ્ધિ છે. ઈર્ષા સમિતિ કયારે કહેવાય? (1) કારણે જતા હો (4 કારણ) (2) 3 હાથ પ્રમાણ દૃષ્ટિ પ્રતિ લેખના હોય તો ક્રિયા શુદ્ધિ થઈ. સમ્ય પ્રવૃત્તિ ત્યારે જ બને કે સમ્યગ્દર્શનની શુદ્ધિપૂર્વક હોય તો નિર્જરાનું કારણ બને. મેં સામાયિક-પૌષધ ઉચ્ચર્યો છે એ ઉપયોગ સતત આવવો જોઈએ કે હવે સાવદ્ય પ્રવૃત્તિ કરાય નહીં સ્વ ને પર બને જીવને બચાવવાનો ઉપયોગ હોવો જોઈએ. દ્રવ્ય ને ભાવ પ્રાણોની હિંસા સ્વ ને પરની ન થાય એ ઉપયોગ ચાલતી વખતે સતત હોવો જોઈએ. કવલાહારે નિહાર છે એ અંગ વ્યવહાર, ધન્ય અતનુ પરમાત્માજી, જ્યાં નિશ્ચલતા સાર.” શરીરમાં નાખો એટલે કાઢવાનો વ્યવહાર કરવો પડે. એ અંગનો વ્યવહાર છે. એક જ વાર આહાર -પરમાત્માની આજ્ઞા છે તોનિહાર પણ એક જ વાર છે એ વાત પણ યાદ રાખવાની છે. વાપરતી વખતે શ્રી સિદ્ધ -ભગવંતને યાદ કરવાના છે કે ધન્ય છે સિદ્ધ પરમાત્મા કેન આહારની ચિંતા નનિહારની ચિંતા કેવા નિજાનંદની મસ્તીમાં મસ્ત છે. દર્પણમાં પ્રતિબિંબ પડે છે પણ દર્પણ વિકારી બનતું નથી તેમ આપણે જ્ઞાનના ઉપયોગની શુદ્ધિ કરવાની છે તે ઉપયોગની સ્થિરતા છે આત્મા કયાંય, પ્રતિબિંબને ઝીલવા જતો નથી પણ સ્વભાવમાં રહે છે. "સુમતિ ચરણકજ આતમ અરપણા' દર્પણ જેમ અવિકારસુજ્ઞાની' આપણે આત્માને છોડીને પરને જોવા ગયા ને પરમાં રહેવાનો ભાવ થાય. પર એ અસ્થિર છે અસ્થિરને પડયું એટલે ચપળતા આવી-ચપળતાને રોકવી એ આત્માનો પરમ ધર્મ છે, ચપળતા થવી એ આત્માનો વિભાવ છે. જ્ઞાનસાર // રર૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર એટલે શું? ઉપયોગની સ્થિરતા વડે સ્વરૂપનું કર્તાપણું કરવું એટલે પહેલું કર્તાપણું શું? શેયના જ્ઞાતા બનવું એ જ આત્માનું સ્વ- કર્તુત્વ છે, પ્રથમ સ્વને જાણી પછી જગતને (પરને) જાણવાનું છે નહીંતર લાભને બદલે હાની થશે. બધા શેયમાં પ્રથમ જોય આત્મા છે. એને નથી જાણતા તે આપણી પહેલી ભૂલ છે આ ન સમજાય તો અનુષ્ઠાનજિનાજ્ઞારૂપ અનુષ્ઠાન બનતું નથી. ચેતના વિનાનો વ્યવહાર મરેલો છે. જિનાજ્ઞા જીવને જિન બનાવે અને શિવ પદમાં સ્થાપિત જ કરે. પછી તે નવકારશી કરતો કેમ ન હોય. નિશ્ચય અને (સિદ્ધ) વ્યવહારથી યુક્ત હોય અને એકમેક બની જાય ત્યારે તે જીવંત બની જાય છે. સાધુએ પરમાત્માના આજ્ઞાદેહનો સીધો સ્પર્શ કરવાનો પૂજા કરતાં પણ આજ્ઞા મહાન છે. જયાં સુધી આત્માનું સ્વરૂપ નથી જાણતો માટે ભાવમાં તણાય છે પણ એ વાસ્તવિક પરમાત્માની પૂજા નથી. “આત્મા - આત્માનો જ્ઞાતા - આજ્ઞાનો અર્થ જ એ છે આ નિશ્ચય આજ્ઞા છે અને વ્યવહારથી તત્ત્વનો પરિચય કર - એ આજ્ઞા આવી.” ભક્તિએ મુક્તિની દૂતી છે ભગવાન અને ભક્તનું અંતર દૂર કરે તે ભક્તિ ભક્ત ભગવાન બની જાય. કર્મના વિપાકના કારણે તેમનું ને મારું 7 રાજલોકનું અંતર છે એ જયારે દૂર થશે ત્યારે અંતરમાં મંગળ વાજિત્ર વાગશે ત્યારે જીવ સરોવર અતિશય વાધશે ને એમાં આનંદની ભરતી આવશે તો તારૂં મારૂં જે અંતર છે તે દૂર થઈ જશે. હું તું એક બની જઈશું! પદ્મપ્રભ જિન તુજ - મુજ આતરૂ રે, કિમ ભાજે ભગવંત કર્મ વિપાકે રે જોઈએ, કોઈ કહે મતિમંત.” આપણે પરમાં સ્વામીપણું કરી વ્યાપી જઈએ છીએ એટલે સ્વા થી જુદા છીએનામકર્મની પ્રકૃતિઓ સારીમળી એટલે એને થયું હવે હું ભોક્તા છું, કોનો? પુદ્ગલનો. આ બધું બરાબર છે એમ જાણીને તાણીએ છીએ. હું અશુદ્ધતાથી ભરેલો છું એમ આત્માના જ્ઞાતા બન્યા નહીં એના જ્ઞાનસાર || રરર Page #224 -------------------------------------------------------------------------- ________________ બદલે દેહના જ્ઞાતા બન્યા. “હું” નું ભૂત ધુણ્ય કર્યું હું કર્તા પણ દેહનો અને ભોક્તા પણ દેહનો આ સમજણ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેની પાછળ આખી દુનિયા ઉભી કરી એના માટે બીજા દેહવાળાની જરૂર પડી પછી એક વ્યક્તિમાં જ સંબંધ બાંધીને આત્માને મૂકીને એકબીજાના બન્યાં. ક્ષાયિક પતિને છોડીને જે કદી પોતાનો થવાનો નથી એવો ઔદયિક- ભાવના પતિને પોતાના માન્યા. આખો સંસાર સોદાબાજી વાળો ને વિશ્વાસઘાતક છે અને એમાં આપણે મઝથી બેઠા છીએ. જેને નિર્ણય થઈ ગયો તેણે એક સેકંડમાં સંસાર છોડ્યો. (નમી-રાજર્ષિ) આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, નિર્લેપ છે પણ વર્તમાનમાં એ અશુદ્ધ છે. અબુધ છે. હું કર્મથી રંજિત છું આકારવાળો છું કર્મથી લેપાયેલો છુ. આ બંનેનો ઉપયોગ આવવો જોઈએ ને અશુદ્ધિ ને દૂર કરવાના પ્રયત્નવાળા થઈ જવું જોઈએ. | મુનિએ પ્રથમ બે પોરસિ-સૂત્ર-અર્થની કરવાની છે. માત્ર આત્મસાધના કરવાની છે. દેહમાં સૂતેલા પુરૂષને જગાવવાનો છે, સદા જાગતો રહે. કાયામાં સાક્ષીભૂત રાખવાનો છે. બે પ્રહર - આત્માની ગવેષણા - 3 જો પહોર - દેહની ગવેષણા, ૪થો પહોર પછી ફરીથી આત્મ-ગવેષણા ચપળતા રોકવા - યોગને ઉપયોગની સ્થિરતા કરવા માટે આ દેહમાંથી જલ્દી થી છૂટી જવા માટે આહાર કરવાનો છે. 6 કારણે આહાર મુનિને બતાવ્યો તો એ આજ્ઞાભંજક બનતો નથી. 0 મુનિને આહાર કરવાના છ કારણો. ક્ષુધા - પિપાસાની વેદનાને દૂર કરવા વૈયાવચ્ચ કરવા માટે ઈર્યાસમિતિ સાચવવા માટે (4) સંયમ પાળવા માટે (5) દ્રવ્ય પ્રાણોની રક્ષા માટે (6) ધર્મના ચિંતન માટે 2). (3) જ્ઞાનસાર // રર૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ મુનિએ તમામ વ્યવહાર તત્ત્વની દૃષ્ટિએ જ કરવાનો છે. 1 લી ભૂમિકા તત્ત્વ-સ્વીકારની ને પછી અનુભવવાની વાત તે જ સ્થિરતા છે. આપણું જીવન બીજાને સારૂ લગાડવા જીવાય છે એટલે ચપળતા આવે. સાચું લગાડવા માટે જીવે તો ચપળતા જાય, આત્માને સાચો રાખે તો જગતને ભૂલી જાય. સિદ્ધ બનવાની વાત લક્ષમાં નહીં આવે ત્યાં સુધી જગતને સારા લગાડવાની વાત જ આવશે. લક્ષમાં માત્ર સિદ્ધત્વ - શુદ્ધતા આવી જાય તો ચારિત્ર વ્યવહાર સ્થિરતાનું કારણ બને, નહીં તો બધા જ ક્રિયાયોગ અસ્થિરતાનું કારણ બને છે. આપણે બન્યા છીએ ગ્રાહક, જયારે આત્મા છે દાતા. આપણે જગમાં લાવ - લાવ કરીએ છીએ. આત્મા પોતાને જ પોતાનું દાન કરે - બીજાને દાન કરી શકતો નથી. આનસમજાય ત્યાં સુધી તમામ આરાધના પુણ્ય કર્મને ગ્રહણ કરવા થશે. સૌ પ્રથમ જ્ઞાનદાન કરવાનું છે. આત્માએ આત્માને જ્ઞાન વડે જાણવાનું જોવાનું સ્વીકારવાનું કાર્ય કરવાનું છે. તે શેયનો જ્ઞાતા છે. પારકા માલનું દાન પારકો માલ જ આપે અર્થાત્ ધનાદિ બાહ્ય વસ્તુ દાનથી પુણ્ય બંધાય અને તેના ઉદયે ફરી ધનાદિની પ્રાપ્તિ થાય. જેમજેમ જ્ઞાન બીજાને વ્યવહારથી આપે તેમ તેમ તે પોતે પરમાત્માની નજીક જતો જાય અને જગતથી છૂટો પડતો જાય. પોતે નમ્ર બનતો જાય જ્ઞાન અંદરમાં પરિણામ પામે તેમ તેમ તેને મોક્ષ દૂર દેખાય છે તો એ ગંભીર બનતો જાય. છીછરોન બને અને અંદરમાં ડૂબતો જાય. જોયઅંદરમાં જાય તો આનંદમાં ડૂબે માટે સ્વ-દાનના કર્તા બનવાનું કહ્યું. પછી અભયદાન આપવાનું. અંદર નિશ્ચય ન હોય તો બહારનો બધો જ વ્યવહાર ખોટો. જગતના જીવોને વ્યવહારથી અભયદાન અને નિશ્ચયથી પોતાના આત્માને અભયદાન આપે છે. માટે જ પરમાત્મા “અભય-દયાણં' બન્યા છે. યોગ જીવમાં આધાન ન કરે તો પોતાને સિદ્ધિ નથી થઈ કેમ કે કરૂણા - વ્યવહાર કરાવશે. સિદ્ધ જે પણ બને એ બધા જ સિદ્ધનું આલંબન લઈને જ સિદ્ધ થાય જ્ઞાનસાર // 224 Page #226 -------------------------------------------------------------------------- ________________ છે. માટે તમામમાં વિનિયોગ થાય છે. વિનિયોગ એની મેળે થયા જ કરે. (યોગ્ય જીવોમાં) તેથી જ જે સિદ્ધનું ધ્યાન ધરે તે સિદ્ધ બને. “સ્વ” એ સ્વમાં રહેલું સ્વશક્તિથી અનુભવવું એ જ ચારિત્ર છે એના માટે પોતે ગુપ્ત બની જવાનું છે પણ ન થાય ત્યાં અપવાદ સમિતિનું પાલન કરવાનું છે. છ કારણે આહાર કરવાનો નથી (1) વ્યાધિથી શરીર ઘેરાયેલું હોય, (2) ઉપસર્ગ થતો હોય ત્યારે 4 આહારનો ત્યાગ કરવાનો છે (3) બહ્મચર્યની રક્ષા માટે - મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થવામાં આહાર સંજ્ઞા પ્રધાન કારણ છે. વરસાદ વખતે જીવરક્ષા માટે તપ માટે - ઉપવાસવિ. મા આહાર છોડવાનો છે આયુષ્ય - અંતમાં સમાધિ માટે - અનશન વિ. કરવાનું હોવાથી આહારનો ત્યાગ કરવાનો સમ્યગુ દૃષ્ટિ (સમદર્શી) પાપને ન કરે. આત્મા જયારે સ્વભાવમાં સ્થિર થાય ત્યારે જ્ઞાનનું કાર્ય પૂર્ણ થાય. મુનિ જ સાચો સમદર્શી. મુનિએ પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરી છે એની પ્રવૃત્તિ પણ એ જ છે. મુનિ નિરાશ્રીત હોય. આશ્રિત ભાવને છોડે તે સાધુ અને આશ્રિતની સહાયથી જીવે તે સંસારી. (મુનિ જેને છોડી દે છે. સંસારી એને પકડી લે છે.) યતિ ને પણ સ્થિરતાનો ભય થાય તો યતિનો યત્ન શું? સંસારનો સંબંધ અધર્મ છે એમ માનીને છોડે તો સંબંધીઓ આવે ત્યારે એમને ચોંટવાનું મન ન થાય. અનુભવનું લક્ષ આવી જશે એથી સાધુજીવન મુનિને સરળ અને સહેલું છે માટે જ પરમાત્માએ આ માર્ગ બતાવ્યો છે. ચપળતાના રોધપૂર્વ 3 સ્થિરતા કરવાની છે. (1) સ્વનાં કર્તા (2) રમણતા અને (3) સ્વના ભોક્તા આ 3 ગુણ વર્તમાનમાં પરમાં કરી રહ્યા છીએ તેને બદલે તેને આત્મામાં લઈ જવાના છે. આત્માની પલબ્ધિનો વ્યાપાર જ્ઞાનસાર // 225 Page #227 -------------------------------------------------------------------------- ________________ આપણે ‘વ’ને બદલેપરમાં કરવામાં દાનેશ્વરી છીએ. પરિપૂર્ણ સમર્થ હોય તે જ દાન કરી શકે. ઈન્દ્ર, દેવલોકનો માલિક પણ એ દાન ન કરી શકે. ચક્રવર્તી 6 ખંડનું દાન કરી શકે. સિધ્ધ ભગવંતો ઈશ્વર સમગ્ર દ્રવ્યરાશિનું દાન કરે છે કારણ પોતાનો માલિકીભાવ ૩લોકમાં રાખતા નથી સંપૂર્ણતેનાથી અલિપ્ત છે. સિદ્ધ ભગવંતો નિરંતર પોતાનું દાન પોતાને આપે, બીજાને આલંબન આપે. અને પરનું ગ્રહણ ન કરે ને પરનું પરનું દાન કરે માટે “સિદ્ધ દાનેશ્વરી કહયા છે. પોતાની માલિકી નહતી તેને છોડી દે છે જેના પર પોતાની માલિકી હતી તેનું દાન કરે છે પર દ્રવ્ય પોતાની માલિકી “છોડી દેવુ તે જ દાન'. “યોગવશે જે પુદ્ગલ ચલા, ભવિ જીવ જીવનાં જેહ તેહથી જીવ છે જૂજૂઓ, વળી જૂજૂઓ દેહ...” જે મારૂં નહતુ તેના પર મમત્વ કર્યું આ જ મહામિથ્યાત્વ છે. મૂચ્છ એ પરીગ્રહને મૂર્છાનો ત્યાગ એ જ દાન. દાન આપીને મૂચ્છ તૂટી, બલા ગઈ આ મોહ છૂટયો એવા જે ભાવ આવે તે નિર્જરાનું કારણ બને છે. આ વાત સાંભળતા શ્રાવકને આનંદ આવે તો મહાનિર્જરા તેને પ માં ગુણ ઠાણું છોડીને જલ્દીથી 6 ઠા ગુણ કે પહોંચવાની અને સાધુને ૭મે ગુણ પહોંચવાની તમન્ના હોય અને શ્રાવકને સાંભળતા - સાભંળતા 6 ઠાનો ભાવ થાય, જે ઉત્સર્ગનો લક્ષ રાખી સમિતિનું પાલન કરે એને લાભ ઉત્સર્ગનો જ થાય, આત્માને છેતરવાનો નથી. વચન ગુતિઃ “વચન ગુતિ શુદ્ધ ધરો રે, વચન તે કર્મ સહાય, વચન અગોચર આતમા રે, સિદ્ધ વચનાતીત, સત્તા અસ્તિ સ્વભાવમાં રે, ભાસક ભાવ અતીત.” કર્મના ઉદયવાળાને વહેવાર કરવો પડે. સિદ્ધને બોલવાનું નથી કેમ કે કર્મ ઉદય વિનાના છે. સહાય લેવી એ પરાધીનતા છે. સુસ્વર - દુઃસ્વર જ્ઞાનસાર // રર૬ Page #228 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનો ઉદય હોય તો પરાધીનતા આવી. દુઃસ્વરના ઉદયથી સારૂં બોલીન શકે તેથી લોકોમાં આદરને પાત્ર ન બને અને પોતાને પણ ખેદ થાય. મુનિ મૌનને ધારણ કરીને કર્મરૂપી શરીરનો નાશ કરી શકશે અને પોતાની સિદ્ધત્વ દશા, પીડા ન પામવાનો સ્વભાવ, નિરોગી અવસ્થા એવી શાશ્વત અવસ્થાને તે પામી શકશે. શ્રાવક સ્પૃહાવાળો હોય - એ અંશથી અનુભવ કરતો હોય તો એને પૂર્ણતાનો તલસાટ થાય કે અંશ આવું?!! તો પૂર્ણ તો કેવું આનંદદાયક હશે?? બોલવું એ આત્માનો વિષય નથી. મહોપાધ્યાયજીએ જીવનનો અનુભવ - શાસ્ત્રનો નિચોડ આમાં મૂકયો છે. શાસ્ત્ર દ્વારા મળેલા રહસ્યને પકડીને જે અંદર ડૂબકી લગાવી જીવનમાં જે અનુભવ રસ ચાખ્યો છે જે તે એમણે અહીં વ્યક્ત કર્યુ છે. ઈચ્છાયોગ એ સામર્થ્યયોગ જેવો બની ગયો છે માટે જે અનુબંધ સાધના એમણે કરી અને એકાવતારી બન્યા છે. સાધના માટે માત્ર જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમની જરૂર નથી પણ ક્રિયાયોગના અભ્યાસની સાથે આત્માના સ્વરૂપ જ્ઞાનના ઉપયોગ સાથે આત્મ–અનુભવ લક્ષ જરૂરી છે. મનને ક્યાં છોડવા જશો? પણ મનને વાળી શકાય રોકી શકાય એમ છે. નિર્વિકલ્પ અવસ્થા વર્તમાનમાં અલ્પકાળ આવી શકે. સાધના કરતા કરતા વીજળીના ચમકારા જેવી નિર્વિકલ્પ અવસ્થા આવી જાય. જિન બનીને જિનનું ધ્યાન, સાધુ બનીને સાધુતાનું ધ્યાન જાપ કરતા કરતા ધ્યાનને તેમાંથી લયમાં ચાલ્યા જવાય છે. અલ્પકાળની સાધનાથી દીર્ઘકાળનો અભ્યાસ કરવાનો છે” ખાવું એ મારો સ્વભાવ નથી એ યાદ આવવું જોઈએ તો ઈચ્છાનો રોધ થશે એ તપ છે અને તપ એ આત્માનો ગુણ છે. જ્ઞાન દ્વારા સ્વભાવ આવે તો સ્વભાવના કર્તા બન્યા. ખાવું એ સ્વભાવ નથી. ખાતા નહોય ને ખાવું પણ યાદ ન આવે અને આનંદ આવે તો રમણતા છે. તપ કરતાં સહજ આનંદ આવે જ્ઞાનસાર || ર૨૭ Page #229 -------------------------------------------------------------------------- ________________ તો તે સ્વાત્મ - રમણતા જાણવી. અરૂપી નો ખોરાક પણ અરૂપી, આત્માને રૂપી ભોજનનો ખોરાક પચતો નથી તેમાં આત્મા પીડા પામે છે તેમ મન અનુભવે અવ્યાબાધ આત્માનો સ્વભાવ છે. ખાવાનું યાદ આવે મનને જીભ સ્વાદ માંગે છે. પેટ એ ખાવાનું માંગે છે બન્નેમાં પશ્ચાતાપનો ભાવ આવવો જોઈએ. ખાવું પડે તો ઈચ્છાપૂર્વક નહીં, તો ખાતાં ખાતાં જીવનિર્જરા કરે. ઈચ્છા પૂર્વક ખાય તો આત્માએ તપનું ફળ તૃપ્તિ મેળવી નથી. ખાવું એ પહેલા નંબરનું પાપ ને બોલવું એ બીજાનંબરનુ પાપ છે. પર રૂપે કાંઈ ન કરવું એ ધર્મ અને પર રૂપે કરવું એ અધર્મ. બોલવુ એ આત્માનો સ્વભાવ નથી પણ પરમ મૌન થઈઆત્માના અનુભવ રસનું સ્વાદ કરવું એ આત્માનો સ્વભાવ છે તેના માટે આત્મધ્યાન કરવાનું છે. અભેદ રૂપે “સ્વ” અનુભવ રસને ભોગવવામાં બાધક કોણ બને છે? બોલવામાં - આત્મવીર્ય રૂપ ધન ખર્ચાઈ જાય છે ભોગ કરતા પણ બોલવામાં વિર્ય-અલના વધારે થાય છે વચનાપાતો વીર્યપાતાતુ ગરિયસિ અને વચન ગુણિમાં આત્મવીર્યની રક્ષા થાય છે. બોલીને પણ નિર્જરા કયારે? બોલવાનું કેવી રીતે? બોલવાનું હોય ત્યારે જ બોલે, જેટલું બોલવાનું છે તેટલું જ બોલે, તો જ નિર્જરા થાય. વચનના આશ્રવને પલટાવા સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય કરતાં વચન - ગુપ્તિનું પાલન કરવાનું છે એનો ઉપયોગ હોવો જોઈએ, તે આત્મા સાથે સતત બોલતો થઈ જાય. પછી એવો અંદરમાં ડૂબી જાય કે જગતની સાથે બોલવાની ઈચ્છા ન થાય જેમ શેરડીનો સ્વાદ માણવો હોય તો એને ચાવવી પડે તેમ જેમ જેમ સ્વાધ્યાય કરતા જાઓ તેમ તેમ સુત્રથી- અર્થમાં અને અર્થથી એના રહસ્યમાં જાય તો વિષય-વાસનાનો નાશ થાય. આત્માએ આત્મવીર્યનો વ્યાપાર કરવો પડયો ગ્રહણ પરિણમન અને છોડવામાં. આત્મા પર પ્રેમ જાગે, આત્માનો સ્વાદ માણે તો આત્માનું વિર્યન વેડફાય. તો નિર્જરા થાય ને વીર્યવેડફાય તો કર્મબંધનું કારણ બને સત્ત પ્રવૃત્તિ જ્ઞાનસાર || 228 Page #230 -------------------------------------------------------------------------- ________________ અને અસનિવૃતિ કરે ને સત્વ ખીલે પછી સત પ્રવૃત્તિનો પણ ત્યાગ કરે અને આત્મામાં સ્થીર થાય. જ્ઞાનની એકતા થવી તે ચારિત્ર, જ્ઞાન સમતા સ્વરૂપ બને, સમતા આવે તો જ ચારિત્ર- નહી તો નહીં. આત્મા સમતામાં હોય ને સંવરમાં ન હોય એવુ બને જ નહીં. એનામાં દયા ન હોય તો સંવરનો પરિણામ ન ઘટે. સમક્તિ પછી સંવર અભવ્યનો આત્મા દ્રવ્ય - સંવરમાં હોય છે પણ એનામાં દયા ન હોય. કારણ સમકિત નથી. શાસ્ત્રો ગમે તેટલા મોઢે હોય, પ્રરૂપણા શુદ્ધ હોય તો પણ સમતા નથી તો તે જ્ઞાની નથી. અંદરમાં ડૂબે તો સમતા, ને બહારમાં જાય તો સંસાર જ વધે જ્ઞાન વધતાં મોહ વધે તો કષાયનો પરિણામ થવાથી હુંનું ભૂત વળગે છે. હું કાંઈ નથી એ ભાવથી જ્ઞાન પરિણામ પામે. કેવલિમાંથી એ ભૂત નીકળી ગયું છે. કારણ જ્ઞાનની પરિપૂર્ણતા છે. જ્ઞાન પરિણમન ન થયું તો અધિરાઈ આવશે, જ્ઞાન જગત પાસે પ્રગટ કરવા તૈયાર થઈ જશે. “જ્ઞાન સમુદ્ર સમતા ભર્યા, સંવર દયા ભંડારે રે, તત્ત્વ આનંદ આસ્વાદતાં, વદિયે ગુણ ધાર રે” મુનિ આવા જ્ઞાની, સમતારસી, દયાના ભંડાર, તત્ત્વામૃત ને પીનારાં હોય આવા ગુણવાન મુનિને હું વંદન કરૂં મારો આત્મા હવે જરા પણ પીડા ન પામે એ દયા પહેલા આવે અને પછી જેની સાથે રહેલો છે તેની દયા આવે. ચંડરૂદ્રાચાર્ય - નિમિત્ત મળતા પોતાને ક્રોધ આવે છે એવું જાણીને ગચ્છની બહાર વિચરતા હતા. ક્રોધનો ઉદય નિષ્ફળ ન બનાવી શકે તો પણ એને વધારે તો નહીજ ગુણના પક્ષપાતી અને સ્વદોષનાષી હતા તેથી શિષ્યને કેવળ જ્ઞાન પ્રગટતા, કેવળીની આશાતનાનો પશ્ચાતાપ થતાં તે કેવળજ્ઞાન પામી શક્યા છે. “અપ્પહિયં કાયવું જઈ શક્કા પરહિયં ચ કાયવ્ય,' અપ્પીય પરિહિઆણ, અપૂહિય ચેવ કાયવ્ર” જ્ઞાનસાર || ર૨૯ Page #231 -------------------------------------------------------------------------- ________________ પોતાનું હિત કર ને પછી તાકાત હોય તો પરનું હિત કર, પોતાનું છોડીને પરનું કરવાની વાત શાસનમાં છે જ નહીં. પાર્શ્વનાથ ભગવાનનો જીવ પણ ભાઈને ખમાવવા ગયા પણ ભાઈએ પત્થરની શીલા મારી ત્યારે સમતામાં ન રહ્યો તો હાથીના ભવમાં જવાનું આવ્યું. ગુરૂ હા પાડે તો વાધો નથી પણ ના નથી પાડીને મૌન રહયા તો પોતાના વિવેકથી ના સમજી લેવાની છે. જેઓ પરમાત્મ - તત્ત્વને સ્વિકારતા નથી તો એનામાં આગળના 4 ગુણ નહીં આવે (જ્ઞાન-સમતા- સંવર -દયા.) જે યોગ આશ્રવ પદ હતા તેને નિર્જરાનું પદ મુનિએ બનાવ્યું. ચક્રવર્તી બાહ્ય 6 ખંડનો માલિક અને મુનિ અત્યંતર છ ખંડના માલિક બને છે માટે જ ચક્રવર્તી મુનિને નમે છે. ક્રોધ અને માન-એ દ્રષના પરીણામ છે. (૯મે ગુણ સ્થાનકે જાય) માયા અને લોભ-એ રાગના પરિણામ છે (૧૦મે ગુણસ્થાનકે જાય) "" એ દ્વેષપદ છે અને “મારૂ એ રાગપદ છે. પત્નિના પર્યાય પર રાગ અને એના આત્મા પર દ્વેષ છે એટલે શરીર પર રાગ કરીને પત્નિ ને ડૂબાડો છો એટલે જીવપ્રત્યે દ્વેષ છે. અહપદને સમજી શકો તો ‘મમપદ જાય') પરમાત્મા પોતાની સાધનામાં અંતરંગ લીન બનેલાં છે. એમનું કોઈ અભિવાદન કરે કે કોઈ તર્જના કરે એ પોતાની મસ્તિમાં હોય, મૌન જ હોય. મૌન પણ કેવુ? જેમાં આતમ ધ્યાનનું જ સંગીત વાગતું હોય, મનમાં પણ એને કયાંય બોલવાની ઈચ્છા ન હોય ને મૌન થઈને મૌનરસ દ્વારા શમરસનું પાન કરતા હોય છે. પોતાને જો બહારની ઈચ્છા છે તો તે અંદરમાં લુખ્ખો છે. અર્થાત્ આત્માની બહાર જેને રસ તેને અંદર નિરસતા છે. પરથી ઉન્મુખ થવું અને “સ્વ” ની સન્મુખ થવું એ ચારિત્ર તરફ પ્રયાણ છે. અયોગી બનવાનો નિર્ણય આત્મા ૪થે ગુણઠાણે કરે છે અને 6 ઠે એ હવે એ રીતે બનવાની પ્રક્રિયા કરે છે. સાધુ કાયામાંથી નિકળવાના નિર્ણયવાળો હોય અયોગી બનવા માટે સાધના ૬ઠે આવીને કરે. પરને ગ્રહણ કરી વિસર્જન રૂપ વ્યાપાર ન કરે. જગત સાથે જ્ઞાનસાર // 230 Page #232 -------------------------------------------------------------------------- ________________ બોલવાનું બંધ કરે અને આત્મા સાથે બોલવાનું શરૂ કરે. બહાર બોલવાથી આત્માનુ આંતરિક સૌદર્ય રૂપ ધન ખોવાનું આવે. “મૌનધારી મુનિ નવિ વદે, વચન તે આશ્રવ ગેઇ રે, આચરણ જ્ઞાન ને ધ્યાનનો, સાધુ ઉપદિશે તે હરે.” મુનિ પોતાના આચાર માર્ગનું જેટલું પાલન કરે તેટલો એ ઉપદેશક બને. સાધુના પરિચયવિનાનું જે ઘર હોય ત્યાં સાધુ ગોચરી માટે જાય. જગતગુરૂ હરસુરીશ્વરજી મ.સા. 2000 સાધુના નાયક, પવિગઈઓનો જેમને ત્યાગ છે એવો અભિગ્રહ હતો કે શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના શ્રાવકોની ગોચરી ન ખપે કારણ ભક્તીના કારણે પાત્રમાં કયાંય દોષિત ગોચરી ન આવી જાય. આવા જૈનાચારથી પ્રભાવિત થઈ અજેનો પણ ધર્મને સ્વિકારી લેતા. “ઉદિત પર્યાપ્તિ જે વચનની તે કરી શ્રુત અનુસાર રે, બોધ પ્રાગુભાવ સજઝાયથી, વળી કરે જગત ઉપકાર રે...” ભાષા પર્યાપ્તિ ના ઉદયે વચનને શ્રુતથી રંગી નાખે અર્થાત્ સ્વાધ્યાય દ્વારા રંગાઈ જાય અને એવું વચન છૂટે ત્યારે એને સાંભળનાર પ્રતિબોધ પામી જાય છે, શ્રુતને એ રીતે ગોખો કે આત્મા એમાં રંગાઈ જાય. જિન ગુણ સ્તવન નિજ તત્વને, જોવા કરે અવિરોધ રે, દેશના ભવ્ય પ્રતિબોધવા, વાયણા કારણ કારણ નિજ ધોધ રે...” ભાષા સમિતિ માટે સૂત્ર ભણવાના છે, સાધુને 12 વર્ષ અને શ્રાવકે દશ વૈકાલિકના ચાર અધ્યયન સુધીનું શ્રુત ભણવાનું છે આ પરમાત્માની આપણા માટે ઉત્કૃષ્ટ આજ્ઞા છે આ ન ભણી ને ન જાણો તો પરમાત્માની સાથે વાતો શું કરશો? વાચના - પૃચ્છના - પરાવર્તના ને અનુપ્રેક્ષા દ્વારા સૂત્ર અને અર્થથી આત્માને એવો ભાવિત કરે પછી સાધુને ધર્મ કથા નામનો સ્વાધ્યાય મૂક્યો છે ભવિપ્રાણીને પ્રતિ બોધીને એના વૈરાગ્યને વધારવાનો છે. એ રીતે સ્યાદવાદ્ સ્વરૂપ જિનાજ્ઞા અને જિનશાસન સમજાવાનો છે. સામી વ્યક્તિની યોગ્યતા જ્ઞાનસાર JJ 231 Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે અર્થઆપવાનો છે એમને એમ અર્થઆપી દેવાનો નથી નહીં તો “અપચો” થાય પછી 1-1 અક્ષર નો નિર્યુક્તિ થી અર્થ કરે. ભાષા સમિતિ દ્રવ્યને ભાવથી સાવધ ન બને એ રીતે ભાષા બોલવાની છે. વચન સાવધ અને “જ'કાર પૂર્વકનું ન હોય અને મુહપતિના ઉપયોગ પૂર્વક બોલવું જોઈએ. મધુર બોલવું, નિપુણ બોલવું, થોડુંક બોલવું જેનાથી કાર્ય સધાય. ગર્વથી રહિત અને તુચ્છ નહોય. વિચારીને બોલે, આવી ધર્મથી યુકત વાણી તે ભાષા સમિતિ જાણવી. મહુર નિઊણે થોડં અગવિયં અતુચ્છ કક્કાવડિયમ્ | પુત્રિ મઈ સંકલિયં ભણતિ જ ધમ્મ સંત આ ઉપ. માલા. જ્ઞાનના પરિણામોમાં સ્થિરતા ત્યારે આવે જ્યારે વિકલ્પો રૂપી ચંચળતા જાય ત્યારે જ સ્થિરતા આવે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીનો પ્રકૃષ્ટ પુણ્યોદય દેખાય તો પણ એને અસાર માને. પરમાત્માએ આને પણ અસાર કહયો છે એમ દેઢ શ્રધ્ધા હોય છે. બહાર અસ્થિરતા છે એવો નિર્ણય કર્યો નહિ અને સાધુ થયા પછી પણ અંદર જસ્થિરતાનો નિર્ણય ન થયો તો એ ચલાયમાન થઈ જાય એ અસારમાં એણે સાર જોયું ને અંદરમાં અસાર-નિર્ણય ન થયો એટલે આવુ બન્યું છે. - ત્રણે યોગની ગુપ્તિ કરવાની છે. પ્રથમ ઉપયોગ) (મન અને વચન એ બે જ્ઞાનનું પરમ સાધન છે એનું રક્ષણ કરવાનું છે. કાયયોગ દ્વારા વીર્યનું રક્ષણ કરવાનું છે) ગુણિમાં ન રહી શકે તો પરમાત્માની આજ્ઞા શું છે એ વિચારીને કાર્ય કરે. આ વિચારણા દરેક કાર્યમાં ઉપયોગમાં લાવીએ તો સાધુ અને શ્રાવક બને 24 કલાક પરમાત્માની આજ્ઞા રૂપે ઉત્કૃષ્ટ ભક્તિ કરી શકે. ને તે દ્વારા પોતાના મલિન આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી શકે. માટે જયાં જયાં ઉપયોગ ત્યાં ત્યાં નિર્જરા. આ ધર્મ સહેલામાં સહેલો હોવા છતાં અધર્મથી આત્મા એવો ટેવાઈ ગયો છે કે આ ધર્મ થઈ શકતો નથી. દાન -લાભ-ભોગ-ઉપભોગ-વીર્યએ પાંચ આત્માની પરમલબ્ધિ જ્ઞાનસાર || ર૩ર Page #234 -------------------------------------------------------------------------- ________________ છે. એ પરમાં અનાદિથી વહી રહી છે ને સંસાર વધી રહયો છે. એ લબ્ધિ જયારે અંદરમાં જશે ત્યારે સંસાર સૂકાશે અને શાશ્વત ધામની પ્રાપ્તિ થશે. પરમાત્માએ પોતાના આત્માને કેવળજ્ઞાનનું નિરંતર ધન આપ્યુંને વ્યવહારથી જગતને જ્ઞાનનું દાન આપ્યું. સૂત્ર -દાન ગુરૂ પાસે વિધિપૂર્વક ગ્રહણ કરવું તે આત્માએ આત્માને દાન આપ્યું કહેવાય. જ્ઞાનનું દાન જેમ જેમ આત્મામાં થતું જાય તેમ તેમ અજ્ઞાન - કષાય - વિષય વાસના દોષોથી ખદબદતો પોતાનો આત્માદેખાય.અંદરની આંખ ખુલ્લી થાયને જગતની સામે જોવાનું બંધ થાય તો આત્માને લાભ. હવે કરૂણાનો પરિણામ આત્મામાં આવ્યો તે લાભ એટલે ચારિત્રનો લાભ થયો. જ્ઞાનનો ભોગ અને ચારિત્રનો ઉપયોગ અને આ બધામાં વીર્યનું વપરાવવું આમ આત્મા પોતાને પાંચનું દાન કરે એ નિશ્ચયથી વાત થઈ. સમતા રસને કેળવવો હોય તો, ધારો કે કોઈ કે તમારા પર કારણ વગરનો ક્રોધ કરી લીધો તમે એમના શબ્દનો સ્વીકાર કરીને તમે પણ સામા ક્રોધે ભરાણા તો તમને પણ કર્મ કલંક લાગ્યું પણ તમે સામેનાએ જે કહ્યું તેનો સ્વીકાર ન કર્યો - “જે કહેવું હોય તે કહે હું તો તેવો નથી. પછી મારે શું” એમ વિચારી શાંત, સમતા પરિણામમાં રહયા હો તો તમે સમતા રૂપ સ્વભાવમાં આવ્યા છો એમ કહેવાય. સમર્થ હોય તેણે પ્રતિકાર નહીં કરવો પ્રતિકાર કરવો જ હોય તો માત્ર કર્મોનો જ કરો. જન્મ લીધો એ મોટો ગુનો અનેક જીવોના જન્મમાં આપણે નિમિત બનીએ છીએ. એક “સ્વ”નું જીવન ચલાવવા અનેક જીવોને સંહાર કરી રહયા છીએ. આપણે આપણા ગુનાને જોતા જ નથી ને પરનાં ગુનાને જોયા વિના રહેતા નથી. * ચારિત્રએ શું છે? ચારિત્રએ વસ્તુનો ધર્મ છે. આત્મા એદ્રવ્ય છે અને તે ગુણોનો આધાર છે. સિદ્ધમાં પણ આત્મા છે માટે ચારિત્રરૂપ ગુણ તેમનામાં રહેલો છે. સર્વજ્ઞની દૃષ્ટિએ દ્રવ્ય એ ગુણનો આધાર છે વળી તે શાશ્વત છે વળી તે અનુત્પન્ન છે માટે જ્ઞાનસાર // 233 Page #235 -------------------------------------------------------------------------- ________________ સદા કાળ માટે તેમાં ગુણો રહેવાના છે તે ગુણો ક્ષાયિક ભાવના છે. આવરણ કરનાર કર્મોનો સંપૂર્ણ ક્ષય અને ગુણોને સંપૂર્ણ પ્રગટ કરવા તે ક્ષાયિક ભાવ તેના દ્વારા સમ્ય દર્શન ગુણ પ્રગટ થાય છે. ચારિત્રગુણ આત્મામાં સદા રહેનારો જ છે. સિદ્ધમાં છે તેવો નિગોદના આત્મામાં પણ ચારિત્ર ગુણ છે જ તેથી જ નિગોદના આત્માને પણ સત્તાએ સિદ્ધ કહયા છે. બૌદ્ધદર્શન-આત્માના મોક્ષને નિર્વાણ માને છે એટલે કે દીવો બુઝાઈ ગયો હવે કાંઈ નથી. સાંખ્ય દર્શન-આત્માને નિર્ગુણ માને છે એટલે ત્યાં પણ ચારિત્રનહીં માને. એકમાત્ર સર્વજ્ઞના શાસનમાં જ સિદ્ધોમાં ચારિત્ર માને છે જે પૂર્ણાનંદથી ભરેલું અને સદા કાળ માટે રહેનાર શાશ્વત તત્ત્વ છે. ક્ષાયિક સમ્યગુદર્શન ગુણ આત્મામાં હતો પણ દર્શન મોહનીય અને મિથ્યાત્વના આવરણને કારણે એ ઢંકાઈ ગયો હતો. તે આવરણ હટી જતા તે ગુણ પ્રગટ થશે જ, મહેનત દોષોને દૂર કરવા માટે જ કરવાની છે. દોષો નાશ પામશે એટલે ગુણ પ્રગટ થવાના જ છે. ભાવો પાંચ છે. - (1) કર્મોના ઉદયથી ઔદયિક ભાવ આવ્યો (2) કર્મોના ઉપશમથી ઔપથમિક ભાવ આવ્યો (3) કર્મોના ક્ષયોપશમથી ક્ષાયોપથમિક ભાવ આવ્યો (4) કર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી ક્ષાયિક ભાવ આવ્યો અને (5) પારિમાણિકભાવતો સદા આત્મામાં રહેલો છે. જે ગુણસિદ્ધમાં છે તે જ ગુણ નિગોદમાં રહેલા જીવને પણ છે અને તે તાદામ્ય સંબંધથી રહેલાં છે જે કદી પણ દ્રવ્યથી જુદા થવાનાં નથી અને કર્મોનો જે સંબંધ છે તે સંયોગ સંબંધ છે અને તે આત્માથી જુદા થઈ શકે છે. જીવને આની ખાત્રી નથી માટે એ બહારમાં મહેનત કરે છે. પ્રજ્ઞાપના - વિશેષાવશ્યક વિ. માં સિદ્ધોને પણ આવરણના અભાવે ચારિત્ર છે એમ કહયું છે. બલ્બ પ્રકાશી રહયો છે, પણ જાડું કાળુ કપડુ એના. પર આવરીત છે માટે પ્રકાશ બહાર નથી આવતો પણ અંદર તો પૂર્ણ રીતે પ્રકાશિત છે. તે જ રીતે કેવલજ્ઞાનનો પ્રકાશ નિગોદમાં પણ છે પણ કર્મોના આવરણને કારણે એ આવાઈ ગયો છે. જ્ઞાનસાર // 234 Page #236 -------------------------------------------------------------------------- ________________ આત્મા જ પરમાત્મા છે એવચન સ્વીકારી લો “આત્મા સો પરમાત્મા'. પરથી પર થઈ પોતાની પૂર્ણતાને પ્રાપ્ત કરી લીધી છે તે જ પરમાત્મા છે. આ પરમાત્મા સ્વરૂપ દરેક આત્મામાં પડેલું છે તો પછી પોતાના આત્મામાં રહેલા કેવળજ્ઞાનના દર્શન કરતા થઈ જઈએ તો પરમાત્મા અને પોતાના આત્માની ભેદરેખા ભૂંસાઈ જશે અને તેથી પોતાના આત્માના ગુણો ગમતા થઈ જશે અને તેને હરરોજ નમતા થઈ જશું. અહો અહો હું મુજને નમુદેરાસરમાં પરમાત્મા ગમી જાય તો એના માટે ધન આદિ કેટલું છોડો છો તે જ રીતે હવે પોતાને પોતાના પરમાત્મા, આત્મ ગુણો ગમી જાય તો એના માટે શું છોડી શકો. તેને પામવા સંસારનો ત્યાગ કરી સર્વવિરતિ ઉચ્ચરોને?!!' પણ કમનસીબી એ છે કે પરમાં જતા - પરભાવમાં જતા એવા આપણને આપણો આત્મા યાદ આવતો નથી ને બાકી બધું યાદ આવે છે. પરમાત્માના ધ્યાનથી પોતાના પરમાત્માનું ધ્યાન લાગી ગયું તો નિર્જરા અને આત્મદર્શન થશે અને સ્વ ગુણોને પકડીને ચાલ્યા તો શુદ્ધ ધ્યાન થશે નહિ તો માત્ર બાહ્ય પ્રતિમાને પકડીને ધ્યાન કર્યું તો પુણ્ય બંધાશે. આંતર વૈભવ એ તત્ત્વદેહ છે. એને પકડીએ તો જિનદર્શન કરતા થાયનિજ દર્શન અને મિથ્યાત્વ નાશ પામ્યું ને પોતાના પર રૂચિ થઈ તો એ પરમાત્માની કૃપા થઈ. આપણા આત્માના દર્શન પરમાત્માએ કરાવ્યા અને પછી કેવળજ્ઞાન દ્વારા જગતના જીવોનું દર્શન કરવાનું છે. ચારિત્ર ગુણ આવે એટલે શું? સમી આવી જાય તો નિગોદથી માંડીને સિદ્ધ સુધીના તમામ જીવોને એક જ દેષ્ટિએ જોશે. કચરા - ઉકરડાના ઢગલા હોય કે આશ્વર્ય ચકિત રત્નોના પુદ્ગલો હોય તમામમાં એક જ દેષ્ટિ એટલે સમદષ્ટિ એટલે સ્થિરતા. પણ આપણે દરેક બાબતોમાં સારા-નરસાના થપ્પા લગાડીએ છીએ એટલે અસ્થિર બનીએ છીએ. આત્માને જાણ્યા વિના જગતને જાણીએ તો નુકશાન મોટુ છે અનર્થનું કારણ માટે યતિઓ આત્મામાં સ્થિર થવાનો પ્રયત્ન કરે સ્થિરતા રૂપ ચારિત્ર છે. પૂર્ણ ચારિત્રસિદ્ધોમાં છે તેને પામવા માટે યતિઓ યત્ન-પ્રયત્ન કરે છે માટે સાધુને યતિનુ વિશેષણ આપ્યું છે. એની પાસે જે પ્રયત્ન કરી પ્રાપ્ત થયેલ છે તે ચાલીન જાય તે માટે પ્રયત્ન કરે જ્ઞાનસાર // 235 Page #237 -------------------------------------------------------------------------- ________________ તેયતિયતનાત યતિ. જે અસ્થિર છે - અનિત્ય છે તેના તરફ મોહ આપણને ખેંચી જાય છે માટે આપણે અસ્થિર બનીએ છીએ. પર વસ્તુનું આત્મામાં પરિણમન થતું જેટલા અંશે અટકે તેટલા અંશે આત્મા ચારિત્રમાં સ્થિર થાય. મોહના પરિણામને ભોગવે નહીં તો તે ખરી જાયનિષ્ફળ જાય આથી સ્થિરતામાં બાધા ન આવે. વ્યવહાર ચારિત્ર જો શુદ્ધ ભાવનું ન હોય તો તેથી પણ સંસાર વર્ધક બને છે. ભાવસ્થિરતા-પ્રથમ ભાવમાં સ્થિરતા જરૂરી છે જીવને કાં તો ભવનો ભાવ હોય કાં તો સ્વભાવનો ભાવ હોય. સમ્યગ્ગદર્શન પ્રગટે એટલે સ્વ-પરનો નિર્ણય થાય. “હું આત્મા છું હું એટલે શરીર નહીં” એવું જે ભેદજ્ઞાન થાય અને માન્યતામાં તે સ્થિર ભાવે બેસી જાય તે જ સમ્યગુ દર્શનની સ્થિરતા. સમ્યગૃષ્ટિનું મન મોક્ષમાં જ. સમ્યગૃષ્ટિનો એકાંત નિર્ણય જ હોય જિન પન્નત તત્ત, ઈય સમ્મત મએ ગહિયજિનેશ્વર પરમાત્માએ જે તત્ત્વની પ્રરૂપણા કરી તે જ સંપૂર્ણ સત્ય તત્ત્વ છે. તે મને સંપૂર્ણ માન્ય છે, આ પ્રમાણે સ્વીકાર એ સમ્યકત્વ છે. મિથ્યાત્વછૂટે તો જ સમ્યક્તનો આત્મઘરમાં પ્રવેશ થાય. જે જનારું જ છે તે પર’ને મેળવવા મહેનત શા માટે? યતિ ઓ સ્થિરતા રૂપી ચારિત્ર પ્રગટી જાય તેટલા પૂરતુ જ શરીર પાસેથી કામ લે છે. આત્માનું જ લક્ષ બંધાઈ જાય અને શરીર ગૌણ બની જાય ત્યારે જ આત્માનુભૂતિ થાય. * જીવે જીવન જીવવાનું છે કોને માટે? ભાવપ્રાણની રક્ષા શુદ્ધિ - વૃદ્ધિ માટે જીવન જીવવાનું છે અને એ માટે દ્રવ્યપ્રાણોની સહાયતા લેવાની છે તો તે વાસ્તવમાં સાધ્ય સ્વરૂપ કહેવાય. (દા.ત. મેઘકુમાર જે સાધુની રજ પણ સહન કરી શકતો ન હોય તેણે પ્રભુના કહેવાથી આંખસિવાયના સમગ્ર શરીરની સ્પૃહા છોડી દીધી. આવુ કયારે બને? જયારે આત્માની ચેતના જાજવલ્યમાન બને ત્યારે જગતનું સૌંદર્ય પણ જોવું ન ગમે. જ્ઞાનસાર // 236 Page #238 -------------------------------------------------------------------------- ________________ પરમાં જવાનું કારણ સ્વ-સમૃદ્ધિની ઓળખ નથી માટે ‘પર માં આકર્ષાય છે. એ જ મોટામાં મોટો પ્રમાદ છે તેથી આત્મામાં મોહપ્રવેશી જાય છે. સ્વરૂપનું વિસ્મરણ - વિપર્યાસના સ્મરણ તરફ ખેંચી જાય છે. જગતની હલકામાં હલકી વસ્તુ માટે આપણે આપણા આત્માના કિંમતી સૌંદર્યને લૂંટાવી દઈએ છીએ. રૂપાદિક કો દેખના, કહના કહાવન કૂટ, ઈન્દ્રિય - યોગાદિક બળે, યે સબ લુંટાલૂંટ.” સ્વરૂપનું વિસ્મરણ વિપર્યાસના સ્મરણ તરફ ખેંચી જાય છે આત્માનો ઉપયોગ નથી માટે વિપર્યાસ થયેલો છે. સમ્યક દર્શનનું કાર્ય જે વસ્તુ જે રીતે છે તેને તે અને જે વસ્તુ જે રીતે નથી તરીકે સ્વીકારવાનું છે. પત્થરને આપણે પત્થર કહીએ છીએ પણ ઝવેરી એને અબજો રૂપિયાનો હીરો માને છે એ જ રીતે સમ્યગુદૃષ્ટિને આત્માની કિંમત સમજાય છે. મડદાને બાળીએ છીએ પણ જીવને જીવ તરીકે જોતા નથી એનો વાંધો છે. પ્રત્યક્ષ જ્ઞાન આત્મા જ કરે છે. ઈન્દ્રિયો દ્વારા જે અનુભવ થઈ રહયો છે તે કરનાર આત્મા છે. આ ઉપયોગ સતત આવવો જ જોઈએ. હર પળે આ જ્ઞાન આપણે કરી શકીએ એમ છીએ પણ આપણને ઉપયોગ જ નથી સાધન ને સાધન તરીકે અને સાધ્ય તરીકે માનો - સાધનમાં અટવાઈ ન જાઓ સાધન એ પણ બંધન છે પણ સાધ્ય સિધ્ધ ન થાય ત્યાં સુધી તેની સહાય લેવાની અને આત્મા એ સાધ્ય છે અને પરમાનંદનું પરમ શિખર છે. અઘાતીના ઉદય પર આત્માએ પોતાને શરીર રૂપે માની લીધો છે તે મિથ્યાત્વનાવિગમ વિના અઘાતીના આવરણ હેઠે જે પોતાનું શુદ્ધ સ્વરૂપઢંકાયું છે તેને તું જો, તે મય બની જા! અને તેમાં જ સ્થિરતાને ધારણ કર! પોતાના અક્ષયપ્રદેશ, અરૂપી પ્રદેશ જ્ઞાનમાં સામે આવે તો ભય જાય. પોતાના અક્ષય, અરૂપી, અગુરુલઘુ અને અવ્યાબાધ સ્વરૂપનો નિર્ણય થાય માટે જ પરમાત્માને “અભયદયાણ' વિશેષણ મુકયું છે જયારે શરીર તો સડણ જ્ઞાનસાર // 237 Page #239 -------------------------------------------------------------------------- ________________ - પડણ અને વિધ્વંસણ અર્થાત્ નાશ પામવાના સ્વભાવવાળું છે. એક દિવસ બળનાર છે. માટે હે જીવ! શરીરનું મમત્વતોડ અને આત્માના ગુણોમાં તારા પ્રેમને જોડ. મારા સમાધિના પરિણામ અખંડ રહે તે પરિણામ છે કે શરીર સુખી સ્વસ્થ રહે તે પરિણામ છે? માત્ર પહેલા દૃષ્ટિ પરાવર્તન અને પછી વર્તનનું પરાવર્તન થશે તો સ્વભાવ - સ્વરૂપ પ્રગટ થવામાં વિલંબ નહીં લાગે કેમ કે નિર્ણય થઈ ગયો છે મારો આજ સ્વભાવ છે તેનું જ મારે પ્રગટીકરણ કરવાનું છે એ ભાવ રૂપી સ્થિરતા થઈ. યોગ આત્માની સાથે જતો નથી પણ પરિણામ આત્મા સાથે જાય છે માટે સિદ્ધમાં પણ ચારિત્ર પરિણામ છે. ચારિત્રની પ્રથમ શરૂઆત સમ્યગુ દર્શનથી શ્રદ્ધાની સ્થિરતા થાય છે. અનંતાનુબંધી તો - દર્શન મોહનીયનો ક્ષયોપશમ થાય છે ત્યારે ચારિત્ર મોહનીયનો પણ ક્ષયોપશમ થાય છે અને પછી ચારિત્રમાં રૂચિ પરિણામ પ્રગટ થાય છે ત્યારે સ દર્શનના બધા લક્ષણો સમ-સંવેગ આદિ તેનામાં આવી જાય છે. માટે જ સમ્ય દર્શન એ મોક્ષની બીજભૂતુ અવસ્થા છે સંતોષનો પરિણામ પ્રગટી જાય છે. પરદ્રવ્ય ગ્રહણ પરિણામનો જે ભાવ લગાતાર ચાલુ છે તે અટકે છે કાં નિવૃત્ત થાય કાં તેટલા અંશે અટકે અનંતાનુબંધી અને દર્શન મોહનીય જતા દૃષ્ટિસ્થિરતા પ્રગટી જાય છે. સર્વજ્ઞની દષ્ટિ પ્રમાણે અંદરમાં સ્થિરતા થાય છે, પછી તો સાધ્યનો નિર્ણય કરી લે છે મારે મારા સ્વભાવ અને સ્વરૂપની પૂર્ણતા પામવી છે. અન્ય દર્શનમાં મંદ મિથ્યાત્વવાળાને સર્વજ્ઞ શાસન નહીં મળવાથી તત્ત્વની તેઓમાં સ્થૂળતા છે તત્ત્વની સૂક્ષ્મતા પાસે નહીં હોવાથી યથાર્થ તત્ત્વ પામવામાં માર્ગ મળતો નથી માટે તેઓ મુંઝાય છે પછી આચારની સ્થિરતા પ્રગટે છે માટે સ્વરૂપનો નિર્ણય કરી તેમાં સ્થિરતા કેળવી લેવાની છે કે વ્યવહારમાં એનુ સાધ્યનખતે તેમાં જ તેવિશ્રાંતિને પામે. માટે જ કહયું છે કે જ્ઞાનસાર // 238 Page #240 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિ નું તન સંસારમાં અને મન સદા મોક્ષમાં જ હોય. હવે સંસારનો અનુબંધ તેને નહીં પડે આપણે આ ભૂમિકામાં આવ્યા છીએ? તે વિચારવાનું છે. ખૂણે ખાંચરે પણ ભવનો ભાવ ન રહે તે જોવાનું છે. ભાવની સ્થિરતા એવી હશે કે ઉઠતા - બેસતા - ખાતા-પીતા - ઉંઘતા સ્વપ્રમાં પણ મોક્ષ જ દેખાય એવી રૂચિનો પરિણામ થઈ જવો જોઈએ. સિદ્ધપણું એ આત્માનું ઉત્કૃષ્ટ મંગળ છે. પઢમં હવઈ મંગલમ્ તેનાથી આગળ વધીને હવે કોઈ મંગળ નથી. કેવળજ્ઞાન એ ગુણ છે તે પૂર્ણ પ્રગટ ન થાય ત્યાં સુધી મતિ- શ્રુત - અવધિ અને મનઃ પર્યવજ્ઞાન એ બધા એના પર્યાયો છે. સ્થિરતા કોને કહેવાય? તમામ ગુણો પોતપોતાનું કાર્ય કરે ત્યારે સ્થિરતા થાય પછી જેટલા અંશે કરે તેટલા અંશે સ્થિરતા થાય કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી મત્યાદિ પર્યાયો તેનું સતત કાર્યુ કરતા રહે અને પૂર્ણતા આવે ત્યારે સંપૂર્ણ સ્થિર થયો કહેવાય. મારે મારા આત્મવીર્યને મારા આત્મગુણોમાં જ પ્રવર્તમાન કરવું છે પરમાં તો નહીં જ, આ રીતે આત્મા-પરિણતી કેળવી લઈ સર્વસંગથી રહિત બનવાનું છે. શક્તિ પ્રમાણે સંગથી રહિત બનવાનું જ છે. નહીંતર મોહરાજાને ભળી જતા વાર નહીં લાગે. કાઉસગ્ગ ઉભા ઉભા કરવાની શક્તિ છે છતાં બેઠા બેઠા કરો છો વિર્ય નથી ફોરવતા તો વર્યાન્તરાય કર્મ બંધાય છે તે પ્રમાદ કરીને પાછો એનો સ્વીકાર ન કરે તો માયા કરી એટલે એવો આત્માને ભયંકર કર્મબંધ થાય છે. અને જે આત્મા કબૂલાત કરે છે તે સરળ બને છે તેને આગળ વિકાસનો સંભવ છે. અશુચિભાવના એનિઃસંગ દશામાં જવા માટેની પરમ ભાવના છે. જો તું તારા આત્માને સત્તાએ સિદ્ધ માને છે તો પછી આવી અશુચિમય કાયામાં આ સિદ્ધાત્માને ન રખાય માટે એવા આત્માઓએ તો એવી સાધના કરી, લોહી - માંસ બધુ જ સુકવી નાખ્યું અને કાયાને હાડપિંજર જેવી કરી જ્ઞાનસાર // 239 Page #241 -------------------------------------------------------------------------- ________________ નાંખી અને એમની કાયાની અશુદ્ધિ પણ સુગંધમય બની ગઈ. માટે હે આત્મનું તારી કાયામાં રહેલી અશુચિમય દુર્ગધોને તપ દ્વારા બાળી નાંખે ત્યારે તારી કાયાપવિત્રમય બની જશે. તારા-મળ મૂત્ર પણ અનેકના કલ્યાણકારી બની જશે. આત્મા જાગે એ આત્મા પ્રત્યેની પરમ પ્રીતિ છે પછી અનિત્ય,એકત્વ અને બાકીની ભાવનાઓ આવશે. ચારિત્રની શ્રેષ્ઠ સ્થિરતા માટે છેલ્લે અસંગ અવસ્થામાં આવવું પડશે તો ચારિત્રની સ્થિરતા આવશે. યોગની ચપળતાનો રોધ કરવો પડશે. ઉત્કૃષ્ટ માર્ગે ગુણિને પકડી લેવાની - નહીંતર સમિતિના અભ્યાસ દ્વારા આગળ વધવાનું. યોગ સ્થિરતા સાથે ઉપયોગ સ્થિરતા એટલી જ જરૂરી છે મોહને દૂર કરવા ઉપયોગ પરિણામની શુદ્ધિ જોઈએ. ઉપયોગ સ્થિરતા સંપૂર્ણ શુદ્ધ બનશે તો જ યોગસ્થિરતા પ્રગટ થશે. યોગસ્થિરતા બગલો પણ કરે છે તે દ્રવ્યસ્થિરતા છે પણ ભાવથી એ અસ્થિર જ છે. મોહના પરિણામને દૂર કરવા ઉપયોગ શુદ્ધિ જ જોઈએ. * સ્વરૂપનું કર્તાપણું કરવું એટલે શું? પુગલના કર્તાપણાનો પરિણામ બંધ કરી દેવાનો છે. રૂપ - આહાર વિ.નો તું કર્તાનથી આમાંથી ચિત્ત -નિવૃત્તિ થઈ જવી જોઈએ તો જ તારો મૂળ સ્વભાવ અરૂપી પણાનું સુખ અનુભવાશે. રૂપમાંથી રસ - રૂચિ બધું જ ઉડી જવુ જોઈએ. શરીરના સુખનો શાતાનો પરિણામ નીકળી જવો જોઈએ તો સ્થિરતા થશે. અનાદિથી પર'માં જે સ્થિરતાપણુ થયુ છે તે દૂર કરવાથી પોતાનું સ્વ'કર્તાપણું આવતું જશે માટે ઉપયોગની પ્રધાનતા સતત ચાલવી જોઈએ પછી તે સહજ રૂપે બની જશે અને ઉપયોગ સ્થિરતારૂપ 13 મા ગુણઠાણાને પ્રાપ્ત કરશે અને ૧૪મે યોગસ્થિરતાને પામશે. 000 જ્ઞાનસાર // 240 Page #242 -------------------------------------------------------------------------- ________________ * ૪થું અષ્ટક મોહ ત્યાગ અષ્ટક ગાથા -1 અહં અમેતિ મન્તોડયું, મોહસ્ય જગદાધ્યકૃતી અયમેવ હિ નપૂર્વ પ્રતિમન્નાડપિ મોહજિત્ II ગાથાર્થ હું અને મારું એ પ્રમાણે મોહરાજાનો મંત્ર છે એ મંત્રજગતને આંધળુ કરે છે નકારપૂર્વક આ જ હું નથી' “મારૂં નથી એ પ્રમાણે વિરોધી મંત્રપણ છે. તે મંત્રમોહને જીતનાર છે કારણ કે તે ધર્મરાજાનો મંત્ર છે. પૂર્ણતા માટેનો ક્રમ પૂર્ણતા મગ્નતાથી પ્રાપ્ત થાય છે, મગ્નતાસ્થિરતાથી પ્રાપ્ત થાય છે, સ્થિરતા મોહ ત્યાગથી થાય છે. મોહવાસમાં મન સ્થિર થઈ શકતું નથી. આત્મ-સ્થિરતા માટેનો માર્ગગુમિ છે આત્માના ગુણો એ આત્માનુ ધન છે. ગુણ રૂપી ધન - પરસંયોગ ને પર સ્વભાવ સાથે ન જોડાય તેની કાળજી કરવી એ ગુપ્તિ છે મન એ આશ્રવનુ ઘર છે તેથી તો મુનિ મનનું રક્ષણ કરે. મમતાના રસથી બંધાયેલુમન સમતાના ઘરમાં પ્રવેશી શકતું નથી. મુનિ મન વશ કરો રે, મન આશ્રવ ગેહોરે, મમતા તો ઋષિ રસી મનથી રે, ટાળો યતિવર તેહો રે મન એ તારશે, મન સ્થિર તિવર તેહો રે...” ચોવીસ એ કલાક આશ્રવ આવ્યા જ કરે છે. વધારેમાં વધારે બંધ મનથી જ થાય છે. જ્ઞાનસાર // 241 Page #243 -------------------------------------------------------------------------- ________________ કાળ અનાદિ અતીત - અનંતે જે પર - રક્ત, અંગાગી પરિણામે, વર્તે મોહાશક્તિ. મનની હાજરીમાં વ્યક્ત મિથ્યાત્વ આવે અને એની હાજરીમાં કર્મ પણ વધારે બાંધે. “મન એ મમતાને બાંધવાનું ને સમતાને સાધવાનું કારણ છે.” સમ્યત્ત્વની હાજરીમાં મમતા ન જ બંધાય એવું નહીં પણ રસ તીવ્ર ન બંધાય કારણ મમતાને હેય માને છે સત્વની ખામીને કારણે ત્યાગ કરી શકતો નથી (મયણાએ કોઢિયાનો હાથ પકડ્યો ત્યારે એની માતાની આંખમાં આંસુ આવી ગયા સમકિતી છે છતાં મમતા હોવાથી આંસુ આવ્યા હતા. જગતને તત્ત્વ - દૃષ્ટિથી જાણે તે મુનિ અને એ પ્રમાણે અનુભવ કરવા યત્ન કરે તે યતિ તત્ત્વનું અનુભવવું એ મુનિપણું છે. મોહને જેટલા અંશે ટાળે તેટલા અંશે મુનિ પણ આવે સંબંધો કાપી નાંખ્યા છતા પણ અંદરથી મોહના સંબંધ કાપી નાખ્યા હોય તો ગમે તેવી ઘટના બને તો પણ એને આંચકો ન લાગે. સત્તાગત મમતાને ટાળવાનો પ્રયત્ન કરે. ‘યપિ જ્ઞાને યતિવર હો' - પ્રસન્નચંદ્ર રાજર્ષિને સત્તામાં રહેલો મમતાનો પરિણામ પ્રગટ થવાથી 7 મી નરકના દળીયા બંધાયા, સુલતાના ૩ર પુત્રો એક સાથે યુદ્ધમાં મૃત્યુ પામ્યા ત્યારે અભયકુમારને એને સાંતવના આપવા જવું પડ્યું તુલસા સમકિતી છે. તીર્થકરનો આત્મા છે, પરમાત્માએ તેની શ્રદ્ધાના વખાણ કર્યા છે વિરતિ ગમે છતાં વિરક્ત ભાવનો પરિણામ ચારિત્રમોહનીયનો અંતરાય કર્મ ઉદયમાં હોવાથી ભાવોલ્લાસ ન જાગ્યો. વીતરાગતાનો અનુભવ ન થાય કારણ સ્નેહનો પરિણામ છે એ સત્વ જાગવા દેતું નથી, વિરતી -મોહના પરિણામથી અટકી જાય. શુભનું દાન કરીને પુણ્ય બાંધે પણ આત્મા પોતાના સ્વરૂપને હરી લે છે. આવરી લે છે. મારી શું વસ્તુ છે અને મારૂ શું નથી પ્રથમ તેનું જ્ઞાન તો હોવું જોઈએ. ચંદનબાળાએ પરમાત્માને બાકુળાનુ દાન આપ્યું અને દાનનું ફળ દાન તેને મળી ગયું. સોનૈયાનીવૃષ્ટિ થઈ તે રાજા લેવા ગયો તો ઈદ્ર મહારાજાએ તેમને રોક્યા અને ચંદનાએ એના અધિકારી તરીકે મૂળાને જણાવી. સાધુપણાનો જ્ઞાનસાર | 242 Page #244 -------------------------------------------------------------------------- ________________ અનુબંધ ચંદનાએ ત્યાં જ બાંધ્યો છે અને પ્રતિજ્ઞા કરે છે કે કયારે પરમાત્માને કેવળજ્ઞાન થાય અને કયારે હું તેમના હાથે ચારિત્ર ગ્રહણ કરૂં. ચંદનબાળાએ પરમ રત્નપાત્રમાં દાન આપ્યું છે અને પરમાત્મા પરમપાત્ર છે, પરમ-પાત્રમાં દાન પણ પરમ, તેથી દાનના ફળ રૂપે ચારિત્રનો અનુબંધ બાંધ્યો.૪ થે ગુણ સ્થાનકે ભાવમૈત્રી, પમે ગુણ કે કાર્યમૈત્રી, છઠાથી સ્વભાવ મૈત્રીની શરૂઆત શ્રેણિમાં માત્ર સ્વભાવ-મૈત્રીજ હોય એમ યોગીરાજ કહે છે. ધ્રુવપદરામી સ્વામી માહરા રે, નિષ્કામી ગુણરાય, નિજગુણકામી તુ ધણી, કો ધ્રુવ આરામી થાય. જ્ઞાનના પરિણામ વસ્તુનો યથાર્થ નિર્ણય કરે અને તે વસ્તુનો હેયોપાદેય રૂપે સ્વીકાર કરવો અને સ્વ સ્વભાવની રૂચિ થાય ત્યારે સમ્યગ દર્શન. પોતાને જે નિર્ણય થયો એમાં હવે રમણતા, કરવી તે ચારિત્રનો પરિણામ છે. સ્વભાવથી સ્વરૂપમાં રમવાનું તે ચારિત્ર તેમાં રમણતા કરતા હોય ત્યારે મુનિ કેવા પરીણામમાં હોય? મરણાંત ઉપસર્ગો-નિમિતો આવીને ઉભા રહે ત્યારે તે ભય ન પામે તે પોતાના સ્વરૂપને જાણે છે. સ્વભાવથી સ્વરૂપમાં રહેવાનો પ્રયત્ન કરવાનો છે સ્વરૂપથી અક્ષય અસંખ્ય પ્રદેશી છું તે પ્રદેશો કયારેય નાશ પામતા નથી આ રીતે જાણે તે સ્વભાવ થયો. શરીર બળતું હોય તો પણ પોતે બળે નહી અર્થાત્ સમતા રસમાં મહાલતા હોય. જયારે આપણને તો કોઈ બે બોલ કહી જાય તો સામેના પ્રત્યે મન બગડી પણ જાય છે અને એના ઉપર બળી પણ જઈએ છીએ. આપણો નિર્ણય હજી બરાબર નથી માટે આવુ થાય છે આત્મામાં સમ્યગદર્શન અને ચારિત્ર બે ગુણ છે. વિપર્યાસ રૂપે ચેતના અને વીર્યપરમાં લઈ જાય છે. હાથમાં માટીના બે કોડીયાછે. એમા એકમાં “ઘી' અને બીજામાં “છાસ' છે ઠેસ વાગી-હવે એક બચી શકે એમ હોય તો ઘી ને જ બચાવવાની કોશિશ કરે છે કારણ ઘી' ની કિંમત છે. એ જ રીતે આત્માને શરીરનો ભેદ જે આત્માને થશે તે જ આત્મા- આત્માની કિંમત સમજી શકશે અને શરીર કરતા આત્માની રક્ષા પ્રધાન પણ કરશે. જ્ઞાનસાર // 243 Page #245 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીવનનું સુખશું? ચારિત્રમાં રમણતા હોય અને જ્ઞાનનો આનંદ પછી એ સાધુ જંગલમાં, સ્મશાનમાં ગમે ત્યાં હોય એ નિર્ભય જ હોય. * મોહના બે પરિણામઃ મિથ્યામોહ અને ચારિત્રમોહ (1) મિથ્યામોહ પહેલા વિચાર બગાડે. વિચાર જ્ઞાન - ચેતાનાનું કાર્ય છે એમાંમિથ્યામોહ ભળવાથી વિચાર બગડે. (2) આત્મા સ્વસ્વભાવ પ્રમાણે વર્તતો થાય એ ચારિત્ર અને વીર્યનું કાર્ય કરે છે, અને તેમાં ચારિત્ર મોહરૂપ કષાય ભળતા તે આત્માના સ્વભાવની વિઢદ્ધ વર્તે. આત્માને અક્ષય રૂપે સ્વીકાર્યો નથી માટે શરીરને ટકાવવા મથીએ છીએ જરૂર પડે તો લંડન અમેરીકા જવા પણ તૈયાર થઈએ પણ આત્મા માટે શું કરીએ છીએ? “અરિ મિત્રાદિ કલ્પના, દેહાત્મ–અભિમાન, નિજ પર તનુ સંબંધ મતિ, તાકો હોત નિદાન હું અને મારું' આ બે થી જગત આંધળુ છે માટે બધા જ સાથે દુશ્માનવટ કરી. દેહની મમતા એ કાર્ય કરાવે છે. આત્મા અક્ષય છે તે ન માન્યુ અને દેહ જે નાશવંત છે તેને અક્ષય રાખવાનો પ્રયત્ન કર્યો. જયાં મમતા છે ત્યાં પીડા અને જયાં નિર્મમત્વભાવ છે ત્યાં સમતા - યાને મોક્ષનુ સુખ સમાયેલું છે' “રંગરાગ ઉતારે તે મુનિ માટે મુનિને મોક્ષમાર્ગ સરળ અને શ્રાવકને રંગરાગમાં રહીને એનાથી દૂર રહેવાનું છે વ્યવહારની ભૂમિકા મુજબ ઉચિત કરવું પડે છતાં અંતરમાં ન્યારા રહેવું તે મોક્ષમાર્ગ છે. અનુપમા શ્રાવિકા તરીકે હોવા છતાં મુનિ જીવન સાધ્યું હતું માટે અંદરથી નિર્લેપ રહયાને બહારથી બધો વ્યવહાર પણ કર્યો. માટે આજે મહાવિદેહમાં કેવલી પર્યાયમાં વિચરી રહયા છે. એક પુત્ર થયા પછી બ્રહ્મચર્યનું પાલન જાવજજીવ સ્વીકાર્યું. પોતાના આત્માને બચાવી લીધો. પતિને વિકલ્પ જ્ઞાનસાર // 244 Page #246 -------------------------------------------------------------------------- ________________ ન આવે માટે બીજી સ્ત્રી શોધીને પરણાવી, મયણાએ શ્રીપાલ દેશાટન ગયા ત્યારે રંગરાગનો ત્યાગ કર્યો છે. મિથ્યાત્વને કારણે આત્મામાં ભ્રમ ઉભો થઈ ગયો છે નિજ અને પર, મારૂં - તારૂં. દેહાદિક આતમ ભમે, કલ્પ નિજ–પર ભાવ, આતમજ્ઞાની જગ લહે, કેવળ શુદ્ધ સ્વભાવ. આ છું અને “આ નથી' એનિર્ધાર ન થાય ત્યાં સુધી મોહનો પરિણામ છે. મારા-તારાપણાનો ભાવ હોય ત્યારે મોહનો ઉદય છે. સંસારનું મૂળિયું મોહ છે. માટે એને પરખવાનો છે ધર્મના પરિણામની અનુભૂતિમાં બાધક તત્ત્વ મોહનો પરિણામ છે. મોહ દૂર થઈ જવો એ જ આરાધનાનું ફળ છે. જે દ્રવ્ય-મોહનું કારણ બને તે દ્રવ્ય મોહ. દા.ત. મદીરાપાન કરે તેની ચેષ્ટાઓ ફરી જાય. વિગઈવાળા આહાર -પાન કરે તો ઈન્દ્રિયો વિકારીત બને એ મોતનું કારણ છે. આયંબિલના ખોરાકમાં પણ મરી -મસાલા વાપરે, ગરમાગરમ વાપરે, સ્વાદથી વાપરે, અધિક પ્રમાણમાં વાપરે તો તે ઈન્દ્રિયોને ઉત્તેજિત કરે છે. મદીરા આત્માને ભાન ભૂલાવે છે, મૂઢ બનાવે છે, વિવેકહીન બનાવે છે. દ્રવ્ય -મોહપણ મદીરા જેવુછે સ્વજન-ધન મોહનું કારણ બને છે કર્તવ્ય ભૂલાવે છે. ભાવથી મોહઃ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે. અપ્રશસ્ત મોહ સમસ્ત પાપસ્થાનક (18) હેતુભૂત જે પરદ્રવ્ય તે બધા જ અપ્રશસ્ત મોહનું કારણ છે. કુદેવ -કુગુરૂ-કુધર્મ પર કરેલો રાગ અપ્રશસ્ત મોહ થયો. પ્રશસ્ત મોહ: મોક્ષ માર્ગને વિશે, જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રત્યે રાગ સુદેવ, સુગુરૂ, સુધર્મ પ્રત્યે કરેલો રાગ તે પ્રશસ્ત રાગ દેવ-ગુરૂ-ધર્મ મારા તો મારાપણાનો ભાવ આવ્યો પરમાત્મા તો સર્વના છે. સ્વરૂપથી વાતસ્વિકારે તો સર્વની વાત આવે એકી સાથે અનંતા પરમાત્માને જોતો હોય. વિશાળ દૃષ્ટિ જ્ઞાનસાર // 245 Page #247 -------------------------------------------------------------------------- ________________ બની જાય. એકને જુવે તો દૃષ્ટિ સાંકડી બની જાય જેમાં જેમાં ગુણો તે તે ગુરૂ નહીં તો દૃષ્ટિરાગ. અન્યમાં પણ સ ભૂત ગુણો હોય એના પર બહુમાન ન આવે તો વાસ્તવિક ગુણોનો રાગ જ નથી. જેટલા અંશે ગુણ તેટલા અંશે સ્વિકારે. અન્ય દર્શનમાં રહેલાનાં ગુણો પ્રત્યે પણ ગુણોનો રાગ કરવાનો છે. સામાચારી ભેદ, સમુદાય અલગ હોય તો પણ ગુણો હોય તો એનો પક્ષપાત પણ હોવો જોઈએ. 0 પ્રશસ્ત રાગ એટલે શું? જે કષાયને પાતળા કરે અને ગુણો સન્મુખ લઈ જાય તે પ્રશસ્ત રાગ,નિશ્ચચયથી હેય, દોષરૂપ વહેવારે ઉપાદેય આત્મા સત્તાએ વીતરાગ છે. વીતરાગ સ્વભાવ એ આપણું સાધ્ય છે એટલે આપણો પતિ કોણ? ઋષભ એ આપણો પતિ કેવળજ્ઞાનથી યુક્ત વીતરાગ ભાવથી જે પરિપૂર્ણ છે એ મારો પતિ પરિપૂર્ણ ગુણોથી જે શોભે છે એવો આત્મા તે ઋષભ. રીઝયો સાહિબ સંગ ન પરિહરે, ભાગે સાદિ અનંત.” શુક્લ ધ્યાન અવલંબી રે, એ પણ સાધન દાવ વસ્તુ ધર્મે ઉત્સર્ગે રે, ગુણ-ગુણ એક સ્વભાવ. મોહને જીતવાનો માર્ગ શું? જે મોહને પરિપૂર્ણ જાણે નહી તે મુનિ નહી. મોહને ન જાણે તો જગત પર કરૂણા ન આવે અને કરૂણા ન આવે તો ચારિત્રનો વિકાસ થાય. મુનિને ઈન્દ્ર - ઈન્દ્રાણીની ચેષ્ટા જોઈને હાસ્ય આવ્યું તો અવધિજ્ઞાન ખસી ગયું, કરૂણા કરવાની હતી તેને બદલે હાસ્ય આવ્યું. આજે મુમુક્ષ આત્માઓને તત્ત્વની વાત નથી ગમતી તો દીક્ષા જીવનમાં આવીને એ કરશે શું? દીક્ષા લીધી તેથી સાધુ બની ગયો લોકોનાં ગુરૂ બની ગયાં પરંતુ વાસ્તવમાં દીક્ષા લીધા પછી જ ખરૂં મુમુક્ષુપણું આવે અંદરનો મોહ હવે અહીં આવીને છોડવાનો છે જગતને તત્ત્વ દૃષ્ટિથી જોવાનું છે. જૈન શાસાન એ પરિણતી -પ્રધાન શાસન છે જેના દર્શન એ વિરાટ દર્શન છે અને તેમાં આપણે સમાવું હોય તો વિશાળ દૃષ્ટિવાળા બનવું પડશે. જ્ઞાનસાર // 24 Page #248 -------------------------------------------------------------------------- ________________ આ કંઈ પોપાબાઈનુ રાજ નથી કે યોગ્યતા વિના આપણને તેની ગોદમાં સમાવી લે. જો અયોગ્યતા હોય તો ગોદમાં સમાવવાને બદલેનિગોદમાં પણ પહોંચાડી દે. જૈન દર્શન એટલે અભુત - અપૂર્વ-અણમોલ એવું ન્યાયી - દર્શન . શાસ્ત્રકારો ભેદ બતાવે છે કે ગૃહસ્થને પતનના નિમિત્તો છે અને સાધુનું પતન થશે તો પણ એનું ઉત્થાન થતાં વાર નહિ લાગે કારણ એની આજુબાજુના નિમિત્તો સારા છે. મુનિઓ, શાસ્ત્રો, વાચનાઓ વગેરે. આત્મા કેવો છે? જ્ઞાન, દર્શન અને શીલ - ચારિત્રના સ્વભાવવાળો છે અને વિશુદ્ધ સ્વરૂપવાળો છે. આવો આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહયો છે આત્માને કર્મના કારણે ૭વર્ગણા આવીને એ અસ્થિર સ્વભાવવાળી હોવાથી આત્મા અસ્થિર બની ગયો એટલે જ સ્વભાવથી પણ અસ્થિર બની ગયો. એક શરીર પરિગ્રહ આવ્યો તો એની પાછળ તમામ પરિગ્રહની લંગર આવી. ઘરની શોભા માટે પણ પરિગ્રહ અને તેની ઉપરનો મોહ એ આત્માની પીડા. ઘરમાં રહેવું પડે ને સમાજમાં ઠીક રહેવા માટે ઘરને વ્યવસ્થિત રાખવું પડે, ને મોહની આપણા ઉપર સવારી બરાબર ચાલે એક મિથ્યાત્વનો પરિણામ - બીજા કેટલા મોહના પરિણામો લાવે છે. સમાજનું સર્ટીફીકેટ કદી ૧૦૦%નું મળવાનું નથી અને જ્ઞાનીનું સર્ટીફીકેટ જોઈતું નથી. ધન-સ્વજન-શરીર - શબ્દથી સંગીત એ ૪દ્રવ્ય મોહબતાવ્યા. આત્મા આ ચારને પર દ્રવ્ય તરીકે ન સ્વિકારે તો મોહ-મિથ્યાત્વ. સંસારી આત્મા જરૂર પડે - પ્રાણ છોડી દેશે પણ ધનનો ત્યાગ નહીં કરી શકે. ધનને 11 માં પ્રાણ બતાવ્યો છે. પ્રયોજનથી શરૂઆત થાય અને પછી ધન જીવન બની જશે. આ જ તો કાવતરાબાજ મોહની ચાલ છે એનાથી સાવધ બની જવાનું છે “અહં” અને “મમ” એ 4 અક્ષરનો મંત્ર મોહદેવતાથી અધિષ્ઠિત છે અને આખું જગત એમાં આંઘળું બન્યું છે. આંખ કોને કહેવાય? જે આંખ વડે આત્મા નિજને પરનું દર્શન કરે તે આંખ કહેવાય એ રીતે ન જુવે તો આંધળો ગણાય. જગતને ચામડાની આંખોથી જ્ઞાનસાર || 247 Page #249 -------------------------------------------------------------------------- ________________ જુવે તો રૂપ ને આકાર જ દેખાય પણ નિજ - પર સ્વરૂપ ન દેખાય આથી આત્માએ દિવ્ય ચક્ષુથી જોવાનું છે આપણે સ્વરૂપ નથી જોતાંને વિરૂપ જોઈએ છીએ. એકબાજુ ત્રણ ભુવન અને એક બાજુ આત્માની શક્તિ તો આત્માની શક્તિ વધી જાય. પણ આપણે ત્યાં હંમેશા રૂપ ને રૂપિયાવાળાને જ જગતમાં સ્થાન મળે છે, સ્વભાવ - સ્વરૂપ જોનારાને જગત જોતું પણ નથી. આત્માની સ્વરૂપને જોવાની જે દૃષ્ટિ હતી તેને મોહે છેતરી. આત્માએ પોતાને શરીર તરીકે પકડયુ-એમિથ્યાત્વનું મૂળિયું છે. મમકાર અને અહંકાર એ મોહનાં મુળિયા છે - પ્રશમરતિમાં વ્યવહાર નયની પ્રધાનતા બતાવી છે. જ્ઞાનસારમાં નિશ્ચય એપ્રધાન છે. ક્રોધ અને માન-એ “અહંકાર'ના તેમજ માયા અને લોભ મમકાર” ના પર્યાય છે. અગ્રાહ્ય વસ્તુને ગ્રહણ કરવી તે લોભનો પરિણામ અને સાચવવા - છૂપાવવાના જે પરિણામ એ માયાનો પરિણામ છે. માયા હોય ત્યાં મૃષા આવે જ, મિથ્યાત્વ ઊંધુ મનાવે અને માન તે રીતે વર્તાવ શરીર એ હું એ મિથ્યાત્વ અને એ રીતે વર્તાવે તે માન. સ્વભાવ પરિણામમાં આત્મા નથી તો આત્માનું સતત મરણ અને સાગરોપમની સ્થિતિમાં કર્મનો બંધ ચાલ્યા જ કરે. જેટલો કષાય ભળે તેટલો રસ વધારે. મોહના સંબંધથી કર્મબંધ સંબંધોમાં પરસપર આત્મ કલ્યાણની ભાવના હશે તો એકબીજાના કલ્યાણ મિત્ર બનશે. મોહની ચપળતા કહો કે અસ્થિરતા કહો- તેનો સ્વભાવજીવનેપરમાં પ્રેમથી ઘસડી જવાનો છે અને રમણતારૂપ ચારિત્રને તે રોકનાર છે માટે જીવે બંધ બાંધતી વખતે ચેતવું, મોહના ઉદયને નિષ્ફળ કરવો. બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉદયે શ્યો સંતાપ સલૂણા' જે મોહ ગુણમાં વિપર્યાસ ઉત્પન્ન કરાવી જીવને ચારે ગતિમાં રઝળાવે છે માટે જીવે પરને છોડી “સ્વ” માં વસવુજેમ કે ક્રોધ આવ્યો ત્યારે વિચારવું કે જ્ઞાનસાર // 248 Page #250 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ એ મારો સ્વભાવ નથી મારો સ્વભાવ તો ક્ષમા છે, સમતા છે. જો આ ભાવમાં જીવ રમ્યો તો ક્રોધનો ઉદયનિષ્ફળ ગયો. જ્ઞાનીઓએ કહયું છે જીવ દ્રવ્ય પ્રત્યે પ્રીતી કરવાની છે. દ્વેષ અનેક રીતે પ્રગટ થાય. ક્રોધથી, ઈર્ષ્યાથી, આપણે એને પકડવાનું છે. આત્માના જે જે પરિણામ છે તે તે સ્વરૂપે થવુ તે આત્માની સ્થિરતા છે, તે તે સ્વરૂપે ન થવુ તે અસ્થિરતા છે માટે મોહના ઉદયનું વારણ કરતાં આવડવું જોઈએ. અપ્રશસ્ત મોહનો સર્વથા ત્યાગ કરવા જેવો છે કારણ કે આત્માને પોતાના સ્વભાવથી અપવિત્ર કરે છે. જયાં સુધી પૂર્ણ તત્ત્વ પ્રગટ ન થાય ત્યાં સુધી તેના સાધનો પ્રત્યે પ્રશસ્ત મોહ થશે, પણ તે નિશ્ચયથી હેય છે અને વ્યવહારથી ઉપાદેય છે, એ પણ વિભાવ પરિણામ જ છે. આત્મા સ્વભાવે વીતરાગ, માટે એણે રાગ કરવો જ નહીં પણ જયાં સુધી અપ્રશસ્ત રાગ છોડી શકતો નથી ત્યાં સુધી એણે પરાવૃત્તિ કરવી. અપ્રશસ્તનો રાગ - સંસારના પાત્રોનો રાગ છૂટતો નથી તો દેવ-ગુરૂ ધર્મનું આલંબન લઈને એના પર રાગ કરવાનો છે પણ જેનામાં સામર્થ્ય છે એણે આ રાગ કરવાનો નથી પત્ની પ્રત્યેનો રાગ ખૂબ હતો તેને ઉઠાવીને પરમાત્મા પર લાવ્યા. આમ અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં જવાનું છે અને છેલ્લે પ્રશસ્ત ને ય છોડવાનું છે કેમ કે તે “વીતરાગતા' ને પ્રગટ થવામાં બાધક બને છે ઉદા. ગૌતમ સ્વામી -પ્રભુ પ્રત્યે પ્રશસ્ત ભાવ -તે ભાવ વર-વીર કરતા વી-વી થતાં ખ્યાલ આવ્યો કે પ્રભુ તો વીતરાગ હતા અને તેમના પર રાગ હતો મારે પણ વીતરાગ બનવાનું છે પ્રશસ્ત ભાવ છૂટી ગયો અને શુદ્ધ પ્રગટતાં કે તુર્ત જ કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. પ્રશસ્ત રાગ તો કરાય જ -એમ એકાંતે ઉપાદેય જે માને તો તેમિથ્યાત્વ જેને ગુરૂ માને છે તેમાં જ ગુણ વૈભવ દેખાય અને બાકીનામાં કોઈ ગુણ જ ન દેખાય તો તે અપ્રશસ્ત રાગ છે.વ્યક્તિનો રાગ છે પણ ગુણનો રાગ જ્ઞાનસાર || 249 Page #251 -------------------------------------------------------------------------- ________________ નથી જો રાગ પાતળો પડતો જાય તો જયાં જયાં ગુણ દેખાશે ત્યાં જશે, જે ગુરૂ થી ધર્મ પામ્યો છે તેનો આદર - સત્કાર વિ. કરે. બીજામાં ગુણ દેખાય ત્યાં આદર - બહુમાન હોય પણ સત્કારાદિમાં ફરક પડે કારણ જેનાથી ધર્મ પામ્યો છે એનો ઉપકાર છે માટે બને ગુઢઓ ગુણથી સમાન હોવા છતાં વ્યવહારમાં ફરક પડશે ઉચિત વ્યવહાર તો એ ત્યાં પણ કરશે જ. આખા જગતને આંધળુ કરનાર કોણ છે મોહરાજાનો મંત્ર હું અને મારૂં', મોહના બે પરિણામ છે રાગ અને દ્વેષ. રાગ વધારે બળવાન છે. રાગમાં જ દ્વેષ થાય છે રાગથી “અહં પણ ફૂલેફાલે છે માનમાંથી રાગાદિ ભાવોની ઉત્પતિ થાય છે. અહ-માન ગયો ત્યાં મારાપણાનો નાશ તરત થઈ જશે હું ગયો તો મારાપણાનો રાગ ચાલ્યો જશે. મોહને રાજાની સંજ્ઞા આપવામાં આવી છે. તે જ્ઞાનચક્ષુ જ બીડાવી દે છે જેવું જગત છે તેવું જોઈ ના શકે વિપર્યાસ ઉભો કરે, પોતાના સ્વભાવથી પોતાનો ઉન્માદ પ્રગટ કરે, પરનો પોતે કર્તા તેવો ઉન્માદ પ્રગટ થાય છે. હું આમ છું એ પરિણામ પેદા થાય. આત્માના ગુણ પર “અહં આવી જ ન શકે શીતલ જલમાં જેમ અગ્નિ પ્રગટ ન થાય તેમ ગુણ પર કદી અહં આવે નહીં. આત્માના બદલે આત્માએ શરીરને પકડયું માટે અહં આવે. શરીરને પોતાના અસ્તિત્વ તરીકે માની લીધું - સ્વીકારી લીધુ ત્યાંથી મોહની શરૂઆત થાય. મહોપાધ્યાયજીએ મુળિયું બરાબર પકડયું છે. આત્માએસ્થિરતા કરવી હોય તો ઉપાય શો? પોતાના સ્વરૂપને પકડીને એમાં સ્થિરતા કરવી. પોતાના સ્વરૂપનો નિર્ધાર ન કરી શક્યો ને કર્મને કારણે શરીરની જે જુદી જુદી અવસ્થાઓ થઈ એને પોતાનું અસ્તિત્વ માન્યું અને એને ટકાવવા હવે બધા જ પ્રયાસો કરે છે. આમિથ્યાત્વ જાય તો જ આગળ સમ્યફ આવશે. ઉત્કર્ષ એ આત્માનો સ્વભાવ છે પણ એ ઉત્કર્ષ આત્મામાં થવાને બદલે પરમાં, આત્મા ઈચ્છી રહ્યો છે આ નિર્ણય નહીં ત્યાં સુધી મારે સારા દેખાવું છે એ જ વાત આવશે પછી ક્યાંય પણ હો ત્યા કે અહીં જ આપણને કોઈ કાંઈ કહે તો લાગી આવે છે અને બહુમાનથી કોઈ બોલાવે તો કેવો આનંદ થાય છે? જ્ઞાનસાર // 250 Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરતિમાં રાગ-દ્વેષની વ્યાખ્યા કરી છે આત્માના ગુણ-વૈભવથી દૂર કરાવે તે દ્વેષ છે. શરીરાદી ને સંગ કરાવે તે રાગ.'અપ્રીતી લક્ષણો દ્વેષ, અભિસ્વંગ લક્ષણો રાગ ?' . આત્માને કર્મના ઉદયથી શરીરનો ઉદય થયો-આત્માનું પૂર્ણ સ્વરૂપ ઢંકાયુંને વિપર્યાસ ઉભો થયો તેને મોહના ઉદયથી પોતાનું માની લીધું તે સ્વરૂપે કર્તા રૂપ પરિણામ થયો મિથ્યાત્વથી મમતાની વૃદ્ધિ થઈ. મિથ્યાત્વ માન્યતા કરાવે અને મમતા મોહ એના પર સિક્કો લગાવે. અધાતી ના ઉદયથી રૂપ, આકાર, બળ વિ. આવ્યું તેનાથી હું આ છુ એવી ભ્રાન્તિ થઈ એના કારણે શરીર જ બધું કરે છે તેવું માન્યું આત્માની યાદ નથી આવતી તો એકપણ ક્રિયા યોગ સફળ ન થાય તે જ સમયે અપૂર્વ રમણતા માણવાની છે તેની બદલે બધું જ ધૂળધાણી. જે પોતાનું નથી એને સ્વીકારીને એના ઉપર પોતાનું સ્વામીપણું કરીને વિપર્યાસ ઉભો કર્યો છે આત્માથી બધા જ દ્રવ્યભિન્ન છે અને અન્ય આત્માઓ પણ ભિન્ન જ છે. પુદ્ગલ કે જીવ દ્રવ્ય વિશે “આ મારું એ મમકાર છે. માતા-પિતા-પુત્ર-ગુરૂ -પરમાત્મા પ્રત્યેનો મારાપણાનો પરિણામ એ પણ મોહનો જ પરિણામ છે દેવ-ગુરૂ-ધર્મનો પરિણામએ પ્રશસ્ત મોહ છે. મોહ છે ત્યાં સુધી આત્માની પૂર્ણતા નથી. ભવદેવનો - નાગીલા પ્રત્યેનો રાગ અપ્રશસ્ત છે, માટે નિકાચિત કર્મનું કારણ બન્યું. ગૌતમ સ્વામીને પરમાત્મા પ્રત્યેનો રાગ એ પ્રશસ્ત છે ગુણ સંબંધી છે એટલે પુણ્યનો બંધ થાય છે પણ નિર્જરા થવા નથી દેતો. બંધ એ આત્માનો સ્વભાવ જ નથી પરમ વિનય એ અંતે વીતરાગમાં પરિણામ પામી ગયો વીતરાગ ને સાચા અર્થમાં પકડ્યા હોય તો રાગ ઘટયા વિના કે ગયા વિના રહે નહીં. આપણે ભાવોને સ્વભાવ માન્યો અને સાધનને સાધ્ય માની લીધું. એ આપણો ભ્રમ છે ને એ ભ્રમણાએ તો આપણને સંસારમાં ભ્રમણની પીડા આપી, ગુણ પ્રત્યેનો રાગ હોય તો જ એ પ્રશસ્ત રાગ. જ્ઞાનસાર // 251 Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પાસે માનતા કરી તો તે લોકોત્તર મિથ્યાત્વ છે અને મોટું પાપ છે. પ્રભુ પાસે સમાધિ માંગવાની છે અને એમાં બધુ જ આવી જાય કારણ પ્રભુને તો કલ્પવૃક્ષની ઉપમા આપીએ છીએ એટલે સમાધિમાં બધું જ આવી જાય પણ આપણને ભવખરાબ નથી લાગ્યો તેથી શાતા - અનુકૂળતાને જ માંગીએ છીએ. સમાધિ માટે તો મહાપુરૂષોએ ઉત્સર્ગ અપવાદરૂપ છેદ - ગ્રંથોની રચના કરી છે પૈસા મળે તો જ સમાધિ થાય એ મોટું મિથ્યાત્વ છે. દેવ-ગુરૂધર્મ પ્રત્યેનો બહુમાન ભાવ એ ગુણ મેળવવાનો ભાવ છે તો એ પ્રશસ્ત છે હું એ મોહનો પરીણામ અને " એ આત્માના અસ્તિત્વનો સ્વિકાર છે. આત્માથી જે પર છે એ બધાનો આત્મા એ સ્વીકાર કરી લીધો છે. એ માન્યતા પરિણામને ફેરવવાનો છે માટે પ્રથમ જિનાજ્ઞામિથ્યાત્વના પરિહારની આવી. હું શરીર નથી આત્મા છું એ સમ્યગદર્શનની શરૂઆત છે. મારાપણાની મમતાપરિગ્રહ કરાવે છે માટે જ પરમાત્માએ પરિગ્રહને ભયંકર પાપ કર્યું છે આનંદ આદિ શ્રાવકોએ પરિગ્રહ-પરિમાણ કર્યું, મર્યાદા મોટી હતી પણ ભાવથી આત્મામાં નિસ્પરિગ્રહ પરિણામ આવી ગયો હતો મહાશ્રાવકોમાં નંબર લાગ્યો. મિથ્યાત્વનામના પરિગ્રહનો એમણે પૂર્ણ ત્યાગ કર્યો છે. આત્મા સિવાય કોઈપણ વસ્તુનો પરિગ્રહ કરવા જેવો નથી એ વાતનો રગેરગમાં સ્વિકાર થઈ ગયો જેટલો પરિગ્રહ છે તેને પણ હેય જ માન્યો છે માટે જ અંતિમ સમયે બધું જ છોડી દીધું. નિયમ કર્યો ત્યારથી જ રાગ - ત્યાગની શરૂઆત થઈ ચૂકી હતી એટલે અંત સમયે તમામ પરિગ્રહ છૂટી ગયો. આ પરિગ્રહ કેમ ઓછો થાય એ જ પરિણામમાં રમતા હતા માટે અવસર આવ્યો ત્યારે સઘળું પુત્રને ભળાવી પૌષધમાં લીન બન્યા. સર્વજ્ઞ પરમાત્માનું પ્રવચનરૂપી અંજન જેણે આંજયુ છે તેને આ વાત સમજાય, જેણે આ અંજન આંજયુ નથી તે જગતમાં મિથ્યાત્વ રૂપ અંધકારથી જ્ઞાનસાર || રપર Page #254 -------------------------------------------------------------------------- ________________ અંધ છે. પોતાના પર સ્વરૂપને એ જોઈ શકતો નથી. મોહ બીજાને જોવામાં સહાયક બને છે પણ જાતને જોવામાં બેખબર બનાવે છે. એજ મોહની મોટી કરામત છે. આથી મોહને જીતવા માટે પ્રતિમંત્ર છે ‘નાહમ, નામમ' હું નથી અને મારૂં નથી. નમસ્કાર મહામંત્ર મોહને જીતાડનારો છે. “નમો " બોલવાથી મોહરાજાના પાટિયા બેસવા લાગે છે ન-મો-મારૂં કોઈ જ નથી. પર એ પર જ છે તેમાં મારૂ કાંઈ નથી. આ મંત્ર દ્વારા આત્માએ આત્મામાં આત્માની સ્થાપના કરવાની છે. નવકાર બોલો ને શરીરથી વેગળા બની જાઓ એવી અનુભૂતિ થાય. જો નવકાર વિધિપૂર્વક ગ્રહણ કરેલો હોય અને તત્ત્વથી એને સમજયા હોઈએ તો ‘ના’ બોલવા માત્રથી શરીરમાંથી આપણે ગાયબબની જઈએ એવી અનુભૂતિ થાય જ. જયાં સુધી યથાર્થ બોધ નહીં થાય ત્યાં સુધી તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય. જો આપણે સંસારમાં બધાના નાથ બનવું છે તો પરમાત્મા કદી પણ આપણા નાથ નહીં બની શકે. જગતનું નાથપણું છોડી દઈએ તો પરમાત્મા આપણા નાથ થશે ને પછી બધી જ જવાબદારી પરમાત્માની થઈ જશે. ગાથા - 2 શુદ્ધાત્મદ્રવ્યમેવાહ, શુદ્ધશાન ગુણો મમા નાન્યોડાં ન મમાન્ય ચે - ત્યદો મોહાસ્વમુલ્લણમ્ | ગાથાર્થ “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધ જ્ઞાન - કેવળજ્ઞાન એ મારો ગુણ છે.” “હું એનાથી જુદો નથી.” આ ભાવના મોહની જાળને ભેદનારૂં તીવ્ર શસ્ત્ર છે. “નાડ” -હું કાંઈ નથી “ર મમ” - આત્મા સિવાય મારું કાંઈ નથી. હું શુદ્ધ - આત્મદ્રવ્ય - અસંખ્ય પ્રદેશી અક્ષય અને અરૂપી છું. આ વાતનો સ્વીકાર કરી લેવામાં આવે તો તે મોહરાજા સામે વિજયી બનવાનું શસ્ત્ર છે. આ વાત સ્વીકારી લેવી જીવ માટે દુષ્કર બને છે. કારણ અનાદિકાળથી ઊંધુ જ ઘૂંટાયેલું છે. તેને સીધું લૂંટવા - “હું અક્ષય, અરૂપી, જ્ઞાનસાર // 253 Page #255 -------------------------------------------------------------------------- ________________ અવ્યાબાધ અને અગુરુલઘુ- એ સ્વરૂપવાળો છું.” આત્મદ્રવ્ય છું. અને તેમાં અનંત જ્ઞાનાદિગુણો રહેલા છે, એ રીતે સ્વીકાર થાય અર્થાત્ જ્ઞાનનો ઉપયોગ એ રીતે ચાલવો જોઈએ. આ વાત નિરંતર રહેવી જોઈએ તે રહેતી નથી, અને આંખોથી જે દેખાય છે અને ઈન્દ્રિયોથી જે અનુભવાય છે તે યાદ રહે છે, અને સ્વરૂપનું વિસ્મરણ થઈ જાય છે. માટે આ જ સ્વરૂપમાં આત્માનો ઉપયોગ રહેવો ઘટે. અરૂપી સ્વરૂપના દર્શન થવાનાં નથી, જ્યારે જ્ઞાનાદિગુણ સ્વભાવને તો અનુભવી શકાય છે. વિષયોમાં રાગાદિભાવ ન થાય તો આનંદની પ્રાપ્તિ થાય, ત્યારે સ્વભાવ પ્રાપ્તિ થઈ કહેવાય. અપૂર્વશ્રદ્ધાના અને જ્ઞાનના બળથી સ્વરૂપને પકડી શકાય છે, અને તે પ્રમાણે અપૂર્વ વર્ષોલ્લાસ પ્રગટાવે તો તેનું કામ થઈ જાય છે. પુર્ણ ઢંકાયેલા સ્વરૂપનું સ્મરણ અતિ દુષ્કર છે, તેમજ વર્તમાનમાં જે આપણું કર્મકૃત રૂપાદિ વિકૃત સ્વરૂપ છે તેને ભૂલવું એ પણ અતિદુષ્કર છે. વર્તમાનમાં આપણો પર્યાય નિત્યાનિત્યસ્વરૂપે છે. આત્મા અનાદિકાળથી કર્મકૃત અવસ્થાને કારણે શરીર, રૂપ, આકાર, કુળ વિગેરે પર(પુદ્ગલ પર્યાય)નો કર્તા બનેલો છે. એમાંથી મુક્ત થવાનું છે. તું અરૂપીનો કર્તા છે. દ્રવ્યથી નિત્ય એવો આત્મા પોતાને અરૂપી જાણે માને અને વર્તે તો જ અરૂપીનો કર્તા અને ભોક્તા બની શકે. | સ્વરૂપના કર્તા બનવા માટે આત્માએ પ્રથમ સ્વભાવના કર્તા બનવાનું છે, પણ જો સ્વભાવનો નિર્ણય ન હોય તો સ્વરૂપનો કર્તા બની શકવાનો નથી. સ્વરૂપ સ્થિર છે. સ્વભાવ પરિણામી છે. સ્વભાવમાં જ પરિણમન થાય છે, અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્યનું પરિણમન થાય છે. જ્ઞાનગુણના કર્તા અર્થાત્ આત્મવીર્યની સહાય લઈને શેયના જ્ઞાતા બનવાનું છે. આત્મા દ્રવ્ય છે અને તેમાં જ્ઞાન ગુણ રહેલો છે તે જ્ઞાનગુણ વડે જ પોતાના આત્માને જાણવાનું સૌ પ્રથમ કરવાનું છે. જ્ઞાનસાર // 254 Page #256 -------------------------------------------------------------------------- ________________ આપણને હમણાં જ બોધ થાય છે એટલે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે માટે બોધ થઈ રહ્યો છે. હવે જ્ઞાન ગુણ શુદ્ધ છે કે અશુદ્ધ- તેનો નિર્ણય કરવાનો છે. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે એટલે આપણને સ્વાત્માનો સ્વ તરીકે અને શરીરનો પર રીતે બંન્નેનો બોધ થતો હોય તો જ્ઞાનગુણ શુદ્ધ છે ને એનું કાર્ય કરી રહ્યો છે. ઊંઘમાં પણ શરીરનો બોધ થાય છે, પણ “આત્મા છું' એવો બોધ લાવવો પડે છે. આત્માને પોતાનો ઉપયોગ સહજ થઈ જવો જ જોઈએ. તો એ શુદ્ધ જ્ઞાન થયું હવે જ્ઞાન એ ધન કરતા પણ કિંમતી લાગે તો જ્ઞાનમાં કંટાળો નહીં આવે. કમેં જે કર્તાપણું આપ્યું. નામ કર્મના કારણે, જે રૂપ- આકાર -દેહ અને ઈન્દ્રિયોમાં આપણો આત્મા ગોઠવાઈ ગયો છે એનાથી પોતે નિરાળો છે એ પરિણામ સતત આવ્યા કરે. દેહપ્રત્યેનો જ્યારે અપૂર્વ ઉદાસીન પરિણામ આવે ત્યારે ક્રિયાયોગમાં આત્મા સ્વ અનુભૂતિમાં ગરકાવ થયેલો હોય. સ્વભાવનો કર્તા બન્યો એટલે સ્વ સ્વરૂપનો કર્તા બન્યો. “ભાસ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ, સકલ પર ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ.” જ્યારે આત્મા સ્વરૂપને પકડીને ચાલે છે એ સ્વરૂપ કેવું છે? નિર્લેપ. એટલે મોહ સામે એ પ્રબળ શસ્ત્ર છે. મોહ જડને જ પકડે છે. શરીર પ્રત્યેની મમતાનો પ્રમાદ તૂટી જાય એટલે ચેતના જાગી જાય, ત્યારે બીજા આત્મા જ્યાં પીડાપામતા હોય ત્યાં આપણો આત્મા આત્મરમણતામાં હશે, આનંદને માણતો હશે. હું શુદ્ધ છું એટલે પુદ્ગલથી રહિત છું. હું માત્ર આત્મ પ્રદેશો રૂપે છું તેવું લાગવું જોઈએ. રૂપ, આકાર, લોહી, માંસ, હાડપિંજર વિગેરે રૂપે હું નથી તેમ લાગવું જોઈએ. આત્માની તમામ પ્રકારની પુલની વર્ગણા રૂપ શરીર અવસ્થા છે એ બધાથી પર છું. ઔદારિક, વૈક્રિય, આહારક, ભાષા, જ્ઞાનસાર // 255 Page #257 -------------------------------------------------------------------------- ________________ 0 આભ છે શ્વાસોચ્છવાસ, મન, તૈજસ, કાર્મણ, વર્ગણાથી રહિત અને નિર્લેપ છું. નમો માં ને બોલતાં હું શરીર નથી.... અને મો થી મારું કોઈ નથી. આ બોલતા આત્માની સ્થાપના કરીને દુન્યવી દુનિયાથી પર બની જાઓ અને પછી આપણા સત્તાએ સિધ્ધ એવા સર્વ જાપો આત્મામાં સ્થપાઈ જાય અને પછી “સબૂ પાવપ્પણાસણો” ની સ્થિતિ આવી જાય. આત્મદર્શનનો કર્તા કઈ રીતે બનવાનું છે? આત્માના અસંખ્ય પ્રદેશો જ્ઞાનાદિ ગુણો સિવાય ક્યાંય પણ રુચીનો પરિણામ ન થાય. જગતમાં અસંખ્ય વસ્તુઓ છે તેમાં ક્યાંયરુચિનો પરિણામ ન થાય. જ્ઞાનથી સ્વ અસ્તિત્ત્વનો નિર્ણય થાય અને દર્શનથી રુચીનો પરિણામ થાય. રુચી નો એ પરિણામ સ્વમાં પરિણામ પામે એટલે? શુદ્ધ જ્ઞાન ચેતના જેવી નવરી પડે કે ચેતનરાજને જોવામાં જ પડી જાય. એટલે હવે સ્વપ્નમાં પણ એ જ દેખાય. એટલે અનાદિથી મોહજે ડેરા તંબુ તાણીને બેઠો છે તેને હવે ગયે જ છૂટકો. એટલે હવે “રીઝયો સાહિબસંગનપરિહરે, ભાંગે સાદિ અનંત” * ચારિત્રના કર્તા બનવું એટલે શું? હું શુદ્ધ આત્મા છું.” જ્ઞાનાદિ ગુણો સિવાય બીજું મારું કશું જ નથી. આ પરિણામ જો આત્મસાત્ થઈ જાય તો આ શસ્ત્ર એવું છે કે પ્રબળમાં પ્રબળ એવા મોહનો પણ વિધ્વંશ કરવા સમર્થ શસ્ત્ર થઈ જાય, અર્થાત્ આત્મા પોતાના આત્મપ્રદેશો પરથી મોહને હટાવી ગુણમય બની ગુણનો અનુભવ કરતો થાય. આત્માના એક પ્રદેશમાં ત્રણે ભુવનને હલબલાવી દેવાની શક્તિ છે. પણ તે શક્તિ પર’ માં જવાથી આંતરિત થઈ જાય છે. સ્વભાવમાં રૂચી ઝંખના થાય તે માટે આત્માનું તેના સ્વરૂપનું સ્મરણ કરવું ખૂબ જ જરૂરી છે. 0 તું આત્મા છો એવો બોધતને કોણ કરાવે છે? જ્ઞાનસાર || રપદ Page #258 -------------------------------------------------------------------------- ________________ આત્માને સ્થિરતા માટે શ્રુતજ્ઞાન વડે 1) સાલંબન ધ્યાન અને 2) નિરાલંબન ધ્યાન કરવાનું છે. પ્રથમ સ્વરૂપનો નિર્ણય અને પછી સ્વભાવનો નિર્ણય કરવાનો છે અને સ્વભાવ દ્વારા સાધના કરી સ્વભાવની પૂર્ણતા કરવાની છે અને એમાં સ્વરૂપનું સતત સ્મરણ રહેવું જોઈએ જો સ્વરૂપનું વિસ્મરણ થાય તો સ્વભાવમાં ન રહી શકે. પોતાનું સ્વરૂપ જ જોય છે. એટલે જ્ઞાનના ગુણમાં પોતાના સ્વરૂપના શેયનો જ જ્ઞાતા બનશે. ચર્મચક્ષુથી આ જ્ઞાન નહીંથાય. સર્વજ્ઞનાં શાસ્ત્રોનાં આધારે જ જ્ઞાન થશે. શાસ્ત્ર ચક્ષુથી જ થશે. શ્રુત એ શાસ્ત્ર છે. - અર્થાત્ જિનવચનરૂપ શ્રુત એ શાસ્ત્ર છે, મતિ શ્રુત એ શાસ્ત્ર છે. * આપણાં સ્વરૂપમાં આપણને બોધ શું થયો? હુંઅરૂપીછું તો રૂપ પ્રત્યે મોહનહીંથાય. અક્ષય, અરૂપી અને આકાર રહિત છું, એ સ્વરૂપનો ખ્યાલ આવે ત્યારે એ ધ્યાનમાં સ્થિર થઈ શકશે. પ્રતિમા - સમવસરણ વિ. સાલંબન ધ્યાન છે ને આત્માના ગુણ અને આત્માનું સ્વરૂપ એ નિરાલંબન ધ્યાન છે. ધર્મધ્યાનમાં નિરાલંબન ધ્યાનની પ્રધાનતા છે. સાધુ માટે નિરાલંબન ધ્યાનની પ્રધાનતા છે. શ્રાવકો માટે સાલંબન ધ્યાનની પ્રધાનતા આજ્ઞાવિચયનિશ્ચયથી વિચારશો તો તરત ધર્મધ્યાનનો જ વિષય બને છે. જ્ઞાનનો વ્યાપાર એ જ શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ. એક શક્તિ સ્વરૂપે છે ને એક કાર્ય રૂપે છે. તલવાર ને ધાર. તલવાર એમને એમ પડી છે તો એમાં શક્તિ છે, પણ કાપવાનું કાર્ય પાર કરે તો વ્યાપાર રૂપે થયું. જ્ઞાન આત્મામાં પડ્યું છે શક્તિ રૂપે એનો વ્યાપાર ન કરે તો કાર્યનહીં થાય. તો નિર્જરા પણ નહીં થાય. ધારો કે 1000 યોજન સુધીનું અવધિજ્ઞાન પ્રગટ થયું. પણ જ્યારે તેમાં તેનો ઉપયોગ ભળે, ઉપયોગ મૂકે તો જ તેને દેખાય. પણ જો ઉપયોગ ન મૂકે તો કાર્ય ક્યાંથી થાય? છદ્મસ્થોએ સાવધાન(એલટી રહેવાની જરૂર છે. જ્ઞાનસાર // 257 Page #259 -------------------------------------------------------------------------- ________________ દરેક કાર્યમાં ઉપયોગ તો જોઈએ જ. ક્ષાયોપક્ષમિક ભાવ હોય ત્યારે ઉપયોગ મૂકવો પડે. પણ ક્ષાયિક ભાવવાળાને ઉપયોગ મુકવાની જરૂર નથી કારણ અનંત વીર્ય પ્રગટ થઈ ગયું છે એટલે નિરંતર કાર્ય કરે છે. શક્તિનો ઉપયોગ કરવા માટેનો અંતરાય નીકળી ગયો છે. જ્યારે છઘસ્યોને અંતરાય | સ્વરૂપના ઉપયોગને વિશે હું “આ જ છું - અને “આ” નથી જ. એવો પાકો નિર્ણય થઈ જવો જોઈએ એટલે “પર” પર આદર નહીં થાય. આપણા આત્મામાં જોય રૂપે જ્ઞાન શક્તિ પડેલી છે તેનો ઉપયોગ કરવાથી તે શક્તિ ખીલે છે - વિકાસ પામે છે તે શક્તિનો ઉપયોગ સ્વ-સંપત્તિને પામવા માટે કરે તો આત્મામાં રહેલા મોહનો વિગમ થશે એટલે જે નકલી નાશવંત છે તેના પર આદર નહીં થાય. ચારિત્રના કર્તા બનવું એટલે શું? આપણને આપણું રૂપ ગમ્યું તો રૂપના ભોક્તા બન્યા. અરિસાની સામે વારંવાર મુખ જોઈને કેવું સરસ રૂપ છે. જોઈને હરખાયા કરે. મોહની સામે અરૂપીપણાનું ધ્યાન કરવાનું છે તેને આંખ સમક્ષ લાવવાનું છે. જેમ જેમ પ્રેકટીસ થતી જશે તેમ તેમ તેને અરૂપી તત્ત્વનો અનુભવ થશે. તે તત્ત્વમાં રહેલી મીઠાશ - તેના સ્વાદને અનુભવાશે. જીવ જો રૂપનો ભોક્તા બનશે તો અશુભનામકર્મ બંધાશે. અને ભાવિમાં એવું રૂપ મળશે કે જોવું કે નહીં ગમે. બધી અશુભ પ્રકૃત્તિ બંધાશે. રૂપને ભોગવીને તારા રૂપને તેં જ ખલાસ કરી નાંખ્યું તોય તૃપ્તિ તો થતી નથી. આત્મા અરૂપી છે તેનામાં રહેલા જ્ઞાનગુણને ભોગવવાથી પરમ તૃપ્તિ થાય છે. જ્ઞાન ગુણ અને સમ્યકત્વ દ્વારા તારા આસ્તિક્યનો ઉપાદેય તરીકે સ્વીકાર કર અને બાકી બધાનો હેય તરીકે અસ્વીકાર કર અને ચારિત્ર ગુણ દ્વારા મોહના જે અનાદિકાળના જાળાબાઝી ગયા છે, મમતાના જે જે પડેલો છે તે બધાને દૂર કરતો જા. મમતાના પડલો જેમ જેમ ઉખડતા જશે તેમ તેમ આત્મગુણોની સુગંધ આવતી જશે. આત્મગુણોની સુગંધવિના કસ્તુરીયા મૃગની જ્ઞાનસાર || ર૫૮ Page #260 -------------------------------------------------------------------------- ________________ જેમ આપણે અંદર જતાં સુખ બહાર છે તેવા ભ્રમમાં સુખ માટે બહાર ભટકીએ છીએ. બહાર પર પુદ્ગલને ભોગવવાથી પીડા સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થવાનું નથી. કર્મસત્તાએ જે આપ્યું તે ગમી ગયું ને એનો એવો સ્વીકાર કરી લીધો માટે આ શરીરરૂપી કચરાપેટીને છોડવી ગમતી નથી ને સમાજમાં એને શણગારીને ફરી રહ્યા છીએ. ચારીત્ર ગુણમાં જીવે “સ્વ” ના ભોક્તા બનવાનું છે, માટે જ 12 ભાવનામાં “અશુચિભાવના' કહી છે ક્યારે હું આ અશુચિથી દૂર થાઉં. તપ દ્વારા સમતાને ભોગવવાની છે, અને શાતાના પરિણામને તજવાનો છે તો જ શમ-પ્રશમનું સુખ અનુભવાશે. આત્માનું મોહને મારવાનું અમોઘ શસ્ત્ર - “હું કાંઈ નથી અને પુદ્ગલની કોઈ પણ વસ્તુ મારી નથી.” અશુચિ ભાવના માં વિચારવું કે અંદર તો અશુચિ ભરેલી છે ને હવે માલ મલિદા અંદર નાખીને અશુચિ ક્યાં વધારવા માટે “છઠ્ઠ અઠ્ઠમ પારણે - કે જીભને આંખને ગમે તે આપે છે? સરળતા અહીં લાવવીદુર્લભ છે સરળતા એ મોટામાં મોટો તપ છે નહીં તો પોતાના આત્માને ઠગીને જ કામ કરશે. પ્રાયશ્ચિત ની 12 તપધર્મમાં પ્રધાનતા છે. સકામ નિર્જરા થવી ને આનંદનો અનુભવ થવો એના માટે ચિત્તની સરળતા જરૂરી છે. જ્ઞાનાદિ પાંચે ગુણો એ જ મારા છે ને એના માટે જ મારે જીવન જીવવાનું છે, અને તે માટે જરૂર પુરતી દ્રવ્યપ્રાણોની સહાય લેવાની છે, અને તેટલું જ દ્રવ્ય જિનાજ્ઞા મુજબ જ તેને આપવાનું છે. આત્માએ સત્તાએ એ વાતનો સ્વીકાર કરવાનો છે કે હું સત્તાએ પરમાત્મ સ્વરૂપ છું અને પરમ જ્યોતિર્મય સ્વરૂપ જ છું અને મારે આવા જ થવાનું છે. “સ્વ” માં રહેલા જ્ઞાનાદિ ગુણોની સ્ત્રી થઈ જાય. તે માટે જ સાધના થાય અને એ સાધ્ય બની જાય તો પ્રબળમાં પ્રબળ મોહનો વિધ્વંસ કરવા માટેનું અતિ પ્રબળ શસ્ત્ર બની જાય છે. જ્ઞાનસાર | 259 Page #261 -------------------------------------------------------------------------- ________________ “ના મદમ્ - ના મન' પ્રતિમંત્ર છે મોહની સામે હું શુદ્ધ આત્મા છું - પુદ્ગલ દ્રવ્ય(રુપ-શરીર) નથી ચાહું પ્તિ, ચા નાસ્તા હું આત્માના ગુણ રૂપે છું-પુદ્ગલના ગુણ-પર્યાય રૂપે હું નથી અહીં વર્તમાનમાં હું પુદ્ગલ દ્રવ્ય સાથે જોડાયેલો છું.નિગોદમાં હતાં ત્યારે ય આત્મા તો હતો જ. તે શાશ્વત દ્રવ્ય છે. પણ પુદ્ગલવર્ગણા પર્યાયરૂપે બદલાયા જ કરે છે. તેનો સંયોગ અશાશ્વત છે જ્યારે આત્મપ્રદેશો તો જેટલા છે તેટલા જ રહેવાનાં છે કેમ કે તે શાશ્વત છે. સમ્યગ્દર્શનની નિર્મળતાનો પ્રથમ આધાર “આસ્તિક્ય છે. દરેક ભવોમાં પુદ્ગલો ફરતા જાય, નવા બંધાતા જાય, જૂના ખપતા જાય, પર્યાય રૂપે બદલાતા જાય. જ્યારે આત્મા તો અનંત કાળથી તે જ હતો, વર્તમાનમાં પણ તે જ છે અને ભવિષ્યમાં પણ તે જ રહેશે. પુદ્ગલવર્ગણા અનંતકાળ રહી શકતી જ નથી. સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી જ રહી શકે. પછી એમાં ફેરફાર અવશ્ય થાય જ છે પણ આત્મપ્રદેશોમાં વધ ઘટ થતી નથી. જેટલા છે તેટલા જ ત્રણે કાળ રહેવાના. આસ્તિક્ય જેટલું દ્રઢ, સમ્યગ્દર્શન તેટલું નિર્મળ. જીવ નિગોદમાં પણ સૂક્ષ્મ ન હતો, અને હમણાં બાદર પણ નથી. સૂક્ષ્મ અને બાદર એ નામકર્મની પ્રકૃતિ છે. એ પુદ્ગલ જ છે. આત્મામાં ક્યારે પણ કોઈ ફેર પડવાનો નથી. પુગલના નાતે આત્માને અનેક સંજ્ઞાઓ આપવામાં આવી. નિગોદ, નારક, તિર્યંચ તરીકે ગવાયો. “પુદ્ગલ સંગે નીચ કહાયો’ આત્માની એક પણ સંજ્ઞા હતી જ નહીં પણ પુદ્ગલના સંગના કારણે સૂક્ષ્મ, બાદર, ત્રસ, મનુષ્ય આધિ સંજ્ઞાઓ મળી. એનો ખેદ આપણને થયો નથી અને હજુ થતો નથી. હું તો સિધ્ધાત્મા છું. આ ઉપયોગ સતત આવવો જોઈએ. નર્યા ગંદવાડમાં આત્મા પૂરાયો - તેને જોઈને પણ કાંઈ થતું નથી !!! શાલિભદ્ર, ધન્ના અણગારને ભાન થયું તો તેઓએ શરીરમાંથી બહાર નીકળવા કેવી સાધના કરી! જેમકે ચાલતા ચાલતા ઠેસ વાગી, ગટરમાં પડ્યાં તો ત્યાં જ્ઞાનસાર || 26O Page #262 -------------------------------------------------------------------------- ________________ કેટલીવાર રહી શકો તે જ ક્ષણે બહાર નીકળોને, નિકળવાનો પૂરો પ્રયત્ન કરોને.. - જ્યારે આ શરીરમાં પરમ પવિત્ર એવો આત્મા કર્મને લીધે સતત જમા થતી એવી ગંદકીની અંદર પૂરાયેલો છે, કેદ થઈને રહેલો છે. પણ આપણને આપણા આત્માની દયા આવતી જ નથી અને આવી ગંદકી રુપ શરીર જ આપણને પ્યારું લાગે છે અને તેને ગંદકીથી વધારે ખરડાવવાનો પ્રયાસ કરીએ છીએ. ડુક્કરને વિષ્ટા ખાતા જોઈને છી.. છી. થાય છે પણ આપણી દશા પણ પ્રાયઃ ડુક્કરથી ઉતરતી નથી. જો આ સમજણ આવી જશે તો શરીર પ્રત્યેનો મોહ, પુદ્ગલ પ્રત્યેનો મોહ ઓસરી જશે અને વિશુદ્ધ એવા આત્મા પ્રત્યે પ્રેમ પ્રગટી જશે, તો પછી મનમાં એક પણ ખરાબ વિચાર આવી નહીં શકે. જીવ જ્યારે અશુભ મનોવર્ગણાઓ ભેગી કરે છે ત્યારે તે અશુદ્ધ વાતાવરણ - ઉકળાટ ભેગો કરે, એટલે તે જ પ્રમાણે નામકર્મની તમામ અશુભ પ્રકૃતિઓ બંધાવાનું ચાલુ થઈ જાય છે. યોગીઓ નિરંતર ગુણવૈભવમાં રમતા હોવાથી એમના શરીરની દુર્ગધ પણ સુગંધમાં ફેરવાઈ જાય છે. સિંહ જેવા ભયંકર પ્રાણીઓ પણ શિષ્ય બનીને બાજુમાં બેસી જાય. શુદ્ધ મનોભાવોથી અંદરની ગુણ-સૌરભની વાતાવરણમાં પવિત્ર અસર પડે છે. તેનાથી જીવો તેમના તરફ આકર્ષાય છે. દા.ત. પરમાત્મા જ્યારે કેવળજ્ઞાન પામે છે ત્યારે ગણધરના જીવો સહજતાથી ત્યાં આવી જાય છે. પરમાત્મા કોઈને બોલાવવા જતાં નથી. સમવસરણમાં ઉંદર-બિલાડી આદિ દુશમનો પોતાનું જાતિ વેર ભૂલી જાય છે, કેમકે? પરમાત્માના કેવળજ્ઞાન પૂર્વેના શુદ્ધ મનોભાવોની થયેલી વાતાવરણમાં અસર જોવા મળે છે. આત્મા જ્યારે ગુણોથી વાસિત બની જશે ત્યારે તે કોઈનું પણ અહિત નહીં કરી શકે, અહિત થાય તેવી પ્રવૃત્તિ પણ નહીં કરી શકે. પોતે ક્યાંકનિમિત્ત બની જશે તો પણ તેનાથી સહન નહીં થાય. કારણ.... હૈયું કરૂણા સભર બની ગયું છે. એવા આત્મા કોઈને સારૂં લગાડવા પ્રવૃત્તિ નહીં કરે. એ તો પોતાની જ્ઞાનસાર || 261 Page #263 -------------------------------------------------------------------------- ________________ મસ્તીમાં જ મસ્ત રહે છે. જગતને સુધારવાની જરૂર નથી જાત સુધરી તો જગત સુધરી જવાનું જ છે. સ્યાદ્વાદની રીતે સ્વમાં સ્વનો સ્વીકાર કરી બાકીનામાં પણ એ જ રીતે સ્વીકાર કરવાનો છે તો જ આત્મા મોહપર વિજય મેળવી શકશે. હું કેવો છું? મારો આનંદ અવિચ્છિન્ન છે કોઈ છેદી ના શકે, ભેદી ના શકે, બાળી ના શકે, જ્યાં આનંદની છોળો સદા સતત ઉછળી રહી છે એવો મારો આત્મા છે. “જીવ સરોવર અતિશય વધશે, વાધશે આનંદધનપુર.” જીવ સરોવર આનંદમાં જ વિલસી રહ્યો છે. આત્મ પ્રદેશો શુદ્ધ છે, નિરાવરણ છે તે જ રીતે ગુણો પણ શુદ્ધ છે અને નિરાવરણ છે એ દ્રષ્ટાંત દ્વારા બતાવે છે. જેમ સૂર્ય અને ચંદ્ર સ્વયં પ્રકાશિત છે, કોઈની સહાયથી પ્રકાશિત થતા નથી. એ જ રીતે આપણામાં રહેલો કેવળજ્ઞાનનો ગુણ પણ સ્વયંપ્રકાશિત છે. * કેવળજ્ઞાન સત્તામાં છે તો આપણને અનુભવ કેમ થતો નથી? સૂર્યનો અસ્ત થતાં આપણને પ્રકાશ મળતો બંધથયો કારણ સૂર્યપર્વતની પાછળ ચાલ્યો ગયો. પર્વતનું આપણને આવરણ થયું એટલે આપણને પ્રકાશ મળતો બંધ થયો. પણ સૂર્યનો અસ્ત કદી પણ થતો નથી તે જ રીતે આત્મામાં પણ કેવળજ્ઞાનનો પ્રકાશ નિગોદમાં પણ એવો જ છે, વર્તમાનમાં પણ એવો જ છેનેસિદ્ધ અવસ્થામાં પણ એવો જ છે પણ કર્મોના આવરણને કારણે આપણને અનુભવ થતો નથી. કેવળજ્ઞાનની તાકાત કેટલી છે?એકસમયમાં ત્રણે કાળના ત્રણે લોકમાં રહેલાં સર્વદ્રવ્યોનાં ઉત્પાદ-વ્યયને ધ્રુવતા ત્રણેનો અવબોધ કરી લે છે. જ્ઞાન. જાણવા જતું નથી આવો જ્ઞાનગુણ મારો છે. વર્તમાનમાં પણ છે. આવી અપૂર્વ શ્રદ્ધા થાય અને કાળ સારો હોય તો શ્રેણિ ચઢાય. આત્માના સુખ ભોગવવા આત્માને કોઈ પણ વસ્તુની જરૂર નથી, માટે આસન ભવ્ય જીવને જ્યાં સુધી જ્ઞાનસાર || રર Page #264 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી તેની જિજ્ઞાસા તેને આગળ વધારવામાં પ્રોત્સાહિત કરશે. પહેલા આસ્તિક્ય ને જ નિર્મળ કરવું પડશે. ધનાદિ પરદ્રવ્યના આસ્તિક્ય'ની ખબર છે, તેની રક્ષા માટે શું નથી કરતા? બસ! તેને આત્મતત્ત્વના આસ્તિક્યમાં ફેરવી નાંખો. આત્મામાં ઉપેક્ષા ને પુદ્ગલમાં અપેક્ષા છે તેને ફેરવી નાંખવાનું છે. કાંઈક છોડો તો કંઈક મળે. મારા આત્મામાં જ આ ગુણો રહેલાં છે તેનો જ હું કર્તા બની શકું છું. તો જ જિનની વાતનો સ્વીકાર થાય અને મોહનો વિગમ થાય. જ્ઞાન રૂપે થવું તે જ તારું કાર્ય છે. જ્ઞાન એ જ તારું જીવન છે. છતાંયે અજ્ઞાનતામાં જ રહેવાનું મન થાય છે. હવે મોહની ચુંગલમાંથી નીકળવા હોંશિયારી કેળવવી રહી. હું જ્ઞાનનું પાત્ર છું. મારા પાત્રમાં જ્ઞાન જ રહી શકે બીજું કાંઈ રહી શકે તેમ પણ નથી એ પ્રમાણે જાણતો હું ગુણો નો આધાર છું. જ્ઞાન જ મારૂં સ્વરૂપ છે. ઉપયો: અક્ષણો નીવઃ આ પ્રમાણે પોતાના આત્માને જાણતો અને બાકીના દ્રવ્યો અન્ય છે અને જીવ આ બધા દ્રવ્યોથી નિરાળો છે. ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય પુદ્ગલસ્તિકાય કાળ બધા જ દ્રવ્યોમાં જ્ઞાનનો અભાવ છે. આ જાણીને આત્માને આત્મા પર અપૂર્વપ્રેમ આવી જવો જોઈએ. હમણાં આપણો અપૂર્વ પ્રેમ પુગલ - દ્રવ્યમાં ઢળી રહ્યો છે માટે પોતાનામાં નિરસ બની ગયો છે પોતાનું એને જ્ઞાન-ભાન નથી અને પુગલની પહેચાન અનાદિથી છે અનઆત્મવમાં પણ જનમ્યો ત્યારથી છે. દરેક ભવમાં પુદ્ગલના જ્ઞાનને વધારતો જાય છે અને આત્માના જ્ઞાન - ભાવને ઘટાડતો જાય છે. નાના બાળકને કોઈકે રમકડું આપ્યું ને પછી લઈ લે છે તો રડવા માંડે છે. એની પાસે ખાવાનું હશે - બીજો માંગશે તો તરત ખભા ઉલાળશે. - આ પુદ્ગલનું જ્ઞાન એને છે જ - આત્માની કાંઈ જ જાણકારી નથી. પણ શરીરની વેદનાને એ વ્યક્ત કરે છે આટલું સાંભળતા પણ આપણને કાંઈ થાય છે? વિરલા જ આ સંસાર છોડી પ્રભુના માર્ગે સંચરે. ઉદા. વજસ્વામી - નાનો જ્ઞાનસાર || 23 Page #265 -------------------------------------------------------------------------- ________________ બાળક-માએ સુંદર મજાનાં રમકડાં બતાવ્યા. માએ એને રમવા માટે બોલાવ્યો પણ તે ન જ ગયો. જ્યારે ગુરૂ મહારાજે જેવો ઓધો બતાવ્યો એવો દોડતો જઈને લઈ લીધો અને નાચવા માંડ્યો - આખી રાજસભા જોતી રહી ગઈ - નાના બાળકને ઓઘો ગમે? હા, તેને આત્મ-સન્મુખ પ્રીતી હતી. આપણો આત્મા કેવો છે? નિર્લેપ છે. સદા માટે તે શુદ્ધ જ છે પણ કર્મ બહારથી આવે છે. આત્મા તો જેવો છે એવો જ પ્રકાશિત છે - જેમ બલ્બ છે, તેના ઉપર પીળો કાગળ ઢાંકી દેતા -બલ્બ પર બહાર આવરણ આવ્યું. અંદર તો બલ્બનો જે પ્રકાશ છે એ જ છે પણ આવરણને કારણે પ્રકાશ ઝાંખો થઈ જાય છે. તે જ રીતે આત્મા ઉપર કર્મોના મોહ રૂપ આવરણ આવવાથી જ્ઞાન મલિન બને છે. કેવળજ્ઞાન તો વિશુદ્ધ જ છે. પુદ્ગલમાં સુખ છે જ નહીં છતાં ભ્રમ થાય છે જેમ કે ઝાંઝવાના નીર, રણપ્રદેશમાં આપણને ચાલતાં ચાલતાં તડકામાં આગળને આગળ પાણી દેખાય છે પણ પાણી હોતું નથી. જે રીતે ઉ.દા. કસ્તુરીયો મૃગ-નાભિમાં જ કસ્તુરી છે તેમ છતાં કસ્તુરીની સુગંધ બહાર છે એમ સમજી મેળવવા માટે એ ખૂબ જ દોડે છે પણ અંતે થાકી જાય છે તે જ રીતે આત્માનો આનંદ અંદરમાં છે છતાં પરમાં પુલમાં સુખની ભ્રાંતિથી ખૂબ દોડીએ છીએ, અને અંતે હારીએ છીએ, થાકીએ છીએ અને મૃત્યુ સમીપે પહોંચી જઈએ છીએ માટે જ મૃત્યુને ભેટતા પહેલા હું શુદ્ધ આત્મદ્રવ્ય છું અને તેમાં રહેલા ગુણો એ જ મારા છે એનો નિર્ણય થઈ જશે તો મોહરાજાને ભાગી જ જવું પડશે. જ્ઞાનગુણ શરીર કે ઈન્દ્રિયોમાં નથી એ આત્મામાં જ છે એ નિર્ણય પાક્કો થવો જોઈએ. એટલે આંખ નથી જોતી પણ આત્મા જ જોઈ રહ્યો છે. આત્મા નીકળી જાય પછી શરીર કે ઈંદ્રિયો જોઈ શકતી નથી. માટે જ્ઞાન એ મારું સ્વરૂપ છે આત્માના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપીને રહેલું છે. એટલે જ્ઞાન અને આત્માભિન્ન નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, એ ત્રણ અને પુદ્ગલ થી પણ આત્મા ભિન્ન છે તે જ રીતે અન્ય જીવો પણ પોતાના આત્માથી અસ્તિત્ત્વરૂપે સ્વરૂપ-સ્વભાવ સત્તાએ એક જ છે. જુદા છે બીજા આત્મામાં જ્ઞાનસાર // 264 Page #266 -------------------------------------------------------------------------- ________________ રહેલા ગુણો જે આપણને કાંઈ કામ ન આવે. આપણે પરમાત્માનું આલંબન લઈ તે માર્ગે ચાલીએ અને પુરુષાર્થ કરીએ તો જ એ જ્ઞાનાનંદને પામી શકાય. જ્ઞાન કોઈને આપી ન શકાય જો એમ હોત તો ભગવાન બધાને કેવલજ્ઞાન આપી જ દેત. દેવો પણ કાંઈ કરી શકતા નથી સિવાય કે આપણી ભવિતવ્યતા સારી હોય તો બીજા સહાયક થાય. ભગવાન પાસે ઘણા સમ્યગૃષ્ટિદેવો હતા તેઓ બધાને ખ્યાલ જ કરી દેત. | વાંચન - શ્રવણ વિ. સાધન છે. એ દ્વારા જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય તો જ જ્ઞાન અંદરમાં પરિણામ પામે. માલતુષ મુનિને એ જ મંત્ર 12 વર્ષે ફળ્યો, કર્મોનો ક્ષય થયો ને કેવળજ્ઞાન થયું. ગુરુને ન થયું અને શિષ્યને થઈ ગયું. શિષ્યની પાત્રતા હોય તો ગુરુ પોતાનાથી અધિક આપી દે છે (વ્યવહાર) ગુરુ પણ નિશ્ચયથી કોઈને આપી શકતા નથી જો શિષ્ય ગુરુની વાતનો સ્વીકાર કરી - તે પ્રમાણે સમર્પિત થઈ સાધના કરે તો તેનું કલ્યાણ થઈ જાય. ક્રિયા - જ્ઞાનાનુસાર તગત બનશે. ત્યારે તે જ્ઞાન કર્મો કાપવાનું કામ કરશે. જેમ જેમ મોહનું આવરણ ઘટે તેમ તેમ આત્માની વિશુદ્ધ દશાની અનુભૂતિ થતી જાય. આત્માની અજ્ઞાનતા દૂર કરવા સૌ પ્રથમ આત્માનું સ્વરૂપ જાણી લેવું જોઈએ. જીવ અને પુદ્ગલનો સંયોગ સંબંધ છે - ભિન્ન છે. તેથી તે બંન્નેનો મેળ ના પડે. તે આત્માને પીડા જ આપે. માટે નિશ્ચયરુપ જ્ઞાનાદિ પાંચ પરમેષ્ઠિની વિશુદ્ધચેતના સાથે તન્મય બનશું તો તે પુદ્ગલથી આત્માને ભિન્નબનાવશે જ. જેમ સોનું -માટી, અગ્નિ - સંબંધથી છૂટા પડે છે. તે રીતે આત્માએ જ્ઞાન - દર્શનાદિ વિશુદ્ધ પરિણામ રૂપી અગ્નિથી - પુદ્ગલથી રહિત આત્માને બનાવવાનો છે. તે માટે આત્માએ નિ સંગ દશા કેળવવાની છે. ( નિઃસંગ દશાની મસ્તિમાં આત્મા મહાલતો થશે. તેમ તેમ તેના પર લાગેલા મોહના પડળો ઉખડતા જશે, અને આત્મા જ્ઞાનાદિ ગુણોમાં પરિણત થતો જશે. જ્ઞાનસાર // 265 Page #267 -------------------------------------------------------------------------- ________________ संयोग मूला जीवेण, पत्ता दुक्खपरंपरा, तम्हा संजोग संबंध सबं तिविहेण वोसिरि अं॥ સંયોગ જ દુઃખની પરંપરાનું મૂળ છે, માટે તેનો જમન-વચન-કાયાથી ત્યાગ કરવાનો છે. ભલે કદાચ ઘણા સાથે હોઈએ, પણ અંતરથી નિરાળા થઈ આતમ-દેવ સાથે જ રહેવાનું છે. * જીવને નિઃસંગ રહેવું કેમ ગમતું નથી? કેમ કે આત્માને - આત્મા પર પ્રેમ જ નથી. આથી જ પરમાં જીવ ભટકે છે. આત્માએ પોતાનામાં રહેલો પ્રેમ રાગના વિકાર રૂપે બહાર સ્વજનાદિમાં વહાવી દીધો છે. એથી હવે એકલો રહી શકતો નથી. આત્માપર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી અતીત છે. હું દ્રવ્યથી આત્મદ્રવ્ય છું. ક્ષેત્રથી હું આત્મ-પ્રદેશોમાં રહીને જ સુખ અનુભવી શકું છું. સ્વભાવમય બની શકે. જેમ જેમ આત્મા જ્ઞાનમય બનતો જાય અને ધ્યાનરૂપે પરિણમન પામતો જાય તેમ તેમ આત્માપરથી કર્મો ખરતા જાય અને ત્યારે આત્મામાં આનંદગુણની વૃદ્ધિ અનુભવાય છે. જ્ઞાનની ઉપાદેયતા સમજવી જરૂરી છે. જો જ્ઞાન પરશેયમાં ગયું તો આત્મા કષાયથી વ્યાપ્ત બની વધુને વધુ દુઃખી થાય છે અને જો જ્ઞાન સ્વયમાં ડુબે તો આનંદ અનુભવે. જ્યારે પણ કર્યા - ભોક્તા ભાવ કરવાનું મન થાય ત્યારે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વસ્વભાવ ને વિશે જ કર્તા - ભોક્તા બનવું. કેમ કે વાસ્તવમાં આપણા એ જ છે. બાકી બધું પર છે. માટે મારે જ્ઞાનનાં શુદ્ધ ઉપયોગ રૂપે થઈ જવું એ જ મારુ કર્તવ્ય છે. આત્માએ જ્ઞાનગુણનો આધાર છે. અસંખ્ય પ્રદેશવાળો મારો આત્મા. એ સ્વક્ષેત્ર છે. એમાં જે અભેદ પરિણામથી પરિણામ પામેલું છે તે મારું છે. આત્મપ્રદેશો પરિણામી નથી સ્વરૂપે સ્થિર છે. પરના સ્વરૂપ સાથે રહ્યાં છે ત્યાં સુધી અસ્થિર છે. પણ એક વાર એસ્થિર થયા પછી એમાં કદી પણ અસ્થિરતા જ્ઞાનસાર // 26 Page #268 -------------------------------------------------------------------------- ________________ નહીં આવે. આત્મા અને જ્ઞાન વ્યાપક - વ્યાપ્ય ભાવે રહેલાં છે. જેવી રીતે દહીંમાં ખટાશ, સાકરમાં મીઠાશ વ્યાપીને રહેલાં છે તેવી જ રીતે જ્ઞાનગુણ આત્મામાં વ્યાપીને રહેલો છે. જ્યારે લોઢું અને અગ્નિ-બંને એકમેક થાય ત્યારે એક જ સ્વરૂપે લાગે પણ બંન્ને ભિન્ન છે. તેવી જ રીતે આત્મા અને પુદ્ગલ એકમય થઈને રહેલાં છે પણ બંન્ને ભિન્ન છે. (1) કર્તા :- હું જ્ઞાનગુણનો જ કર્તા છું. (2) કર્મ :- જ્ઞાન એ જ મારું કર્તવ્ય છે, પ્રાપ્તવ્ય છે. (3) કરણ :- જ્ઞાન નામના કરણથી (સાધનથી) હુંયુક્ત છું. (4) સંપ્રદાન :- વળી હું જ્ઞાનનું જ પાત્ર છું, જ્ઞાનને જ યોગ્ય છું. (5) અપાદાન :- હું જ્ઞાન દ્વારા જ જાણનારો - જોનારો છું. (6) અધિકરણ :- તથા હું જ્ઞાનગુણનો જ આધાર છું. જ્ઞાન મારામાં વર્તે છે. પ્રથમ બોધનો સ્વીકાર થાય, પછી રૂચીનો પરિણામ જાગી જાય, અને પછી પોતાનો પ્રબળ પુરુષાર્થ ત્યાં લગાડી દે એટલે મોહનો નાશ થતો જાય. હું આછું અને મારે પરના પરિણામમાં પરિણત થવાનું નથી. આ સાવધાનતા હશે તો મોહનો પરિણામ છેદાશે. પરિણામથી પરિણામ ભેદાય. અર્થાત્ મોહના પરિણામ આત્માના શુદ્ધ જ્ઞાનાદિ ગુણો વડે જ ભેદાય. ભેદજ્ઞાનની સાથે શ્રદ્ધાના પરિણામ અને સ્ત્રી-પુરુષાર્થપ્રમાણે આત્મવીર્યનું પરિણમનનું કાર્ય, આ ત્રણેની એકતા થાય ત્યારે આત્મામાં રહેલાં ગુણોનું વેદન (અનુભવ) થાય. નિગ્રંથ : જેનામાં બાહ્ય કે અત્યંતર રાગ - દ્વેષની તીવ્ર ગાંઠ નથી પરિગ્રહની ગ્રંથિ નથી, આશ્રવોનો ત્યાગ કરે છે, આત્માના સ્વભાવની વિરૂધ્ધ જે છે તે બધાનો ત્યાગ કરે છે અથવા ત્યાગ કરવાની ભાવનાવાળા બની શકિતને ગોપવ્યા વિના પ્રયત્ન કરે છે તે બધાને નિગ્રંથ કહેવાય છે. જ્ઞાનસાર // 27 Page #269 -------------------------------------------------------------------------- ________________ શાસનની સ્થાપના થઈ ત્યારથી મુનિઓને નિગ્રંથ કહેવાયા છે. આશ્રવોનો ત્યાગ કરવા માટે શું કરવું જોઈએ? ગુરુનાં ચરણોને સ્વીકારે. અર્થાત્ ગુરુને સમર્પિત થઈને રહે. પોતાની ઈચ્છાઓને છોડી ગુરુની ઈચ્છા પ્રમાણે ચાલે, અને આત્માને પાડનારા નિમિત્તોથી તે દૂર થઈને વસે છે. પછી વનમાં પણ વસે! અને “ગુર્વાજ્ઞા થી એવી સાધના કરે - એવો સમર્થ બની જાય કે પછી નિમિત્તની કોઈ અસર ન થાય. આ રીતે ક્રમ બતાવ્યો. “માનાદિક શત્રુમહા નિજ છેદે ન મરાય, જાતા સદ્ગઢ ચરણમાં અલ્પ પ્રયાસે જાય.” જે ગુરુની ઈચ્છા મુજબ જીવે છે તેને “અહં આશ્રવનો ત્યાગ થાય છે. મોટામાં મોટો આશ્રવ “અહંનો પરિણામ છે. માટે તે મહાઆશ્રવ છે. ગુરુના શરણ વિના એ ત્યાજ્ય બનતો નથી. ગુરુને પૂછ્યા વિના એ કાંઈ પણ ન કરે. વારંવાર ગુરુને પૂછવાનું છે. - અહંકાર ને તોડવા માટે. ગુરુને વારંવાર પૂછીને જ સર્વ કામો કરવાના છે? સાધુએ જનથી રહિત સ્થાને રહેવાનું છે. ગૃહસ્થોનો પરિચય કરવાનો નથી. જંગલમાં એકાંતમાં રહેવાનું છે. પૂર્વનાં મહર્ષિઓ તે પ્રમાણે રહેતાં હતાં. જો એ જગતનો પરિચય છોડી દે તો જ આત્માનો પરિચય કરી શકે. અહીં આવ્યા પછી પણ જો એ ગૃહસ્થનો પરિચય ન છોડે તો પરમ એવા મનુષ્ય જીવનને નિષ્ફળ બનાવી દે છે. ઉદ્યાન કે ગુફામાં જે મહાત્માઓ રહેલાં હોયજ્ઞાન-ધ્યાનમાં એવા ઓતપ્રોત થયેલાં હોય કે એમને જોઈને - એમની પાસે જઈને જીવ પરમ શાંતિ અનુભવે છે. ત્યાં આવેલ મનુષ્યોને ત્યાંનું વાતાવરણ જોઈને જ ત્યાંથી પાછા જવાનું મન જ ન થાય. તેનો આત્મા ત્યાં ફરી જ જાય.. પ્રસન્નતા, પરમ શાંતિ વિ. સાધુઓનાં મુખારવિંદ પર દેખાય. સાધુની મસ્તી જોઈને ઉત્તમ જીવનું તો કામ થઈ જાય છે. ગુરુ પાસે જે શિષ્ય માત્ર ભણવા, ગોખવા કે પંડીત થવાના લક્ષવાળો જ્ઞાનસાર // ર૬૮ Page #270 -------------------------------------------------------------------------- ________________ નહોય. પણ માત્ર આત્મ-પરિચયના લક્ષે રહ્યો હોય, ગુરુને એનામાં અર્થીપણું દેખાય તો તેને આત્માનો પરિચય કરાવે છે. ગુરુ પોતાના અનુભવજ્ઞાનનો ધોધ તેનામાં વહાવી તે આત્માની ઝંખનાને તૃપ્ત કરે છે, અને પ્રેક્ટીકલ રીતે તે જીવન જીવતાં શીખવાડે છે. જેણે આત્માનો પરિચય બરાબર કરી લીધો હોય તો તે ઉદાસીન પરિણામવાળો બને છે. બહારનું બધું જ “પર” છે. “પર”નું પર ને “અંદરનું અંદર - એમ જે સમજે તેને તેની અંદરની અનંત સંપત્તિનો અનુભવ થશે. આગમમાં જે માર્ગ બતાવ્યો છે, તેને ગુરુ પાસે ભણી-ગુરુ પાસેથી આગમના રહસ્યોની ખોજ મેળવે છે અને તે પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ બને છે. કર્મના અનુકૂળ અને પ્રતિકૂળ ઉદયોમાં - જેણે આત્માનો પરિચય બરાબર કરી લીધો હોય તે ઉદાસીન પરિણામ વાળો બને છે. પોતાનું જીવન આગમમય જ બનાવી દે. આગમપુરુષ તરીકે પંકાય, જેટલી પોતાનાથી શક્ય હોય તેટલી બધી જ વાતોનો સ્વીકાર કરી લે. આથી અનાદિથી જે મિથ્યાત્વ ભાવની પરંપરાના કારણે ભવની પરંપરા ચાલતી હતી, તેનો વિચ્છેદ કરી દે અને સ્વભાવમાં આવી જાય. આમ આ શુદ્ધતાને પામવા આશ્રવોનો ત્યાગ કરવો જ પડશે અને નિગ્રંથ ગુરૂનો સ્વીકાર કરવો જ પડશે. આગમના અભ્યાસ દ્વારા અને ગુરૂના અનુભવ દ્વારા - એમ બે રીતે આત્માનો પરિચય કરશે અને પરભાવોનાં સંગે હોવા છતાં અસર થવા ન દે ત્યારે આત્મા પોતાના સંગના રંગમાં છે, રમણતામાં છે. બહાર ઉદાસીન છે ત્યારે આત્મા ચારિત્રના સ્વભાવમાં સ્થિર થયો કહેવાશે. જે ઉત્તમ આત્માઓ હોય તે પરભાવને છેદવા પ્રયત્ન કરે ગાથા - 3 થો ન મુતિ લગ્નેષ, ભાવેડૂૌદયિકાદિષ; આકાશમિવ પકેન, ના સૌ પાપન લિપ્યતે | ગાથાર્થઃ પૂર્વબધ્ધ કર્મના ઉદયથી પ્રાપ્ત ઔદાયિક આદિ ભાવોમાં રાગ-દ્વેષ જ્ઞાનસાર // 29 Page #271 -------------------------------------------------------------------------- ________________ કરતો નથી. જેમ આકાશ કાદવથી લેપાતું નથી તેમ તે પાપથી લપાતો નથી. ઔદાયિકાદિ જે ભાવો - તેમાં જીવ મોહ પામતો નથી - મુંઝાતો નથી -જેમ આકાશ પર ગમે તેટલો કાદવ ઉછાળવામાં આવે તો તે લપાતો નથી તેમ ગમે તેવા ભાવો રૂપ કાદવ આવે તો આત્મા તેનાથી લપાતો નથી. કયો આત્મા ન લેપાય?ન મુંઝાય? જે આત્મા તત્ત્વમાંવિલાસ પામે છે. પરમાત્માના તત્ત્વથી જેણે ચિત્તને વાસિત કર્યું છે, સ્વ ને પર બંને ને બરાબર જાણે છે, તેવા આત્મા ગમે તેવા સંયોગો આવે તો પણ તેને આધીન થતા નથી. શુભ કે અશુભ કર્મોના ઉદયથી જે સામગ્રી પ્રાપ્ત થાય તેને દાયિક કહેવાય, અને તેના પ્રત્યે થતોજે મોહનો પરિણામને ઔદાયિકભાવ છે તે બધું જ હેય છે. કહે છે માટે કર્મના ઉદયથી જે મળે તે બધું જ હેય છે. પુણ્ય કર્મ શાતા આપે છે માટે તે હેય કે ઉપાદેય? - એમ મુંઝાઈએ છીએ. પરંતુ પુણ્ય પણ કર્મની જ દેન છે. માટે તે પણ ત્યાજ્ય જ છે અને સમતા એ આત્માનો ગુણ છે માટે તે ઉપાદેય છે. આત્માના જ્ઞાનાદિગુણ અરૂપી છે અને તે આત્મામાં જ છે, કર્મકૃત બહારની વસ્તુ બહાર છે. કર્મ હંમેશા આત્માની બહાર જ હોય છે માટે કર્મ વસ્તુ મળે તેમ નથી. ગમે તેટલો પુણ્યનો ઉદય હોય તો પણ તે પુણ્ય આત્માના એક ગુણને પણ આપવા માટે સમર્થ નથી. માટે કર્મખસે ત્યારે જ ગુણની પ્રાપ્તિ થાય છે. ગુણ કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થાય ત્યારે જ પ્રગટે છે. આથી પુણ્યથી મળેલી સામગ્રીનો આત્માના ગુણવૈભવ પ્રગટ કરવા ઊપયોગ કરી લેવો જોઈએ. વર્યાન્તરાયના ક્ષયોપશમ વડે - અપૂર્વ વિર્યની પ્રાપ્તિ થઈ માટે આત્માએ શક્તિ મેળવી તો ઉપયોગ ક્યાં કર્યો? શરીરનું બળ બતાવવા કર્યો જ્ઞાનસાર || 270 Page #272 -------------------------------------------------------------------------- ________________ અર્થાત પરભાવ માટે કર્યો તો શુદ્ધ-પારિણામિક ભાવ બધો અશુદ્ધ થઈ ગયો. આત્માને દઢ નિશ્ચય થયો કે મારા ગુણ આ જ છે અને આ નથી જ. જે દ્રવ્યપ્રાણો છે તે મારા નથી - ભાવપ્રાણ એ જ મારા છે. દ્રવ્યપ્રાણ પોતાનું કાર્ય ભાવપ્રાણના આધારે જ કરે છે આ રીતે આત્માને આ બે પ્રકારના પ્રાણોમાં ભેદજ્ઞાન થઈ જવું જોઈએ. દ્રવ્યપ્રાણની સહાય લઈને ભાવપ્રાણમય બની મારે હવે સંસારને ખતમ કરવાનું કાર્ય કરવાનું છે. પણ જો સંસારનું સર્જન કરીએ તો ભાવપ્રાણોનો દુરૂપયોગ કર્યો માટે સતત કર્મબંધ ચાલુ છે. ભેદજ્ઞાન થાય પછી આત્માએ દ્રવ્યપ્રાણોથી પણ છૂટા થઈ જવાનું છે અર્થાત્ દ્રવ્યપ્રાણોમાં ગૌણઉપયોગ અને ભાવપ્રાણોમાં વિશેષ ઉપયોગમય બની ક્રિયા કરવી જોઈએ.આ પ્રક્રિયા થાય ત્યારે વાસ્તવિક અર્થમાં નિર્જરા થાય. દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના ત્યાગ કરવાનાં છે. જો શક્ય હોય તો દ્રવ્યથી ત્યાગ કરવાનો છે, ને શક્ય નથી ત્યાં ભાવથી ત્યાગ કરવાનો છે. કાઉસગ્નમાં છીએ ત્યારે કાયાનો દ્રવ્યથી ત્યાગ નથી કરી શકતા તો કાયામાં ઉદાસીન પરિણામ લાવે તોજ સ્વભાવમાં સ્થિર થાય. કાયાની મમતાનો ભાવથી ત્યાગ કરી શકાય છે. ચાર અઘાતી કર્મોના ઉદયે કાયામાં હોવા છતાં આત્મા તેમાં મોહથી વ્યાપતો નથી તો આત્મા ઘાતિ-અઘાતિ પાપકર્મોથી લપાતો નથી. આકાશ નિર્લેપ છે અને કાદવ એ લેપાવાના સ્વભાવવાળો છે તો પણ આકાશમાં ચોંટતો નથી. પણ ભીંત પર ચોંટી જાય, આપણી ઉપર કોઈ ફેકે તો કપડાં પર ચોંટી જાય. આકાશમાં પરિણમન થવાનો સ્વભાવ નથી - એ અપરિણામી છે, માટે તે લેપાતો નથી આત્મા પરિણામી છે તો એ કેમ લેપાય? પોતાના ગુણમાં પરિણામ પામે તો ન લેપાયપરમાં જાય તો જ લેપાય. અનાદિથી આત્મા પરના સંયોગના કારણે પરસ્વરૂપે (શરીરાદિ,પોતાને માનવાના કારણે પોતાના સ્વભાવમાં સહજ પરિણામ ન પામવાના કારણે તે પરરૂપે પરિણમે છે. સ્વરૂપે આત્મા નિર્લેપ છેને સ્વભાવે વિતરાગ છે તેથી જગતની કોઈપણ વસ્તુથી આત્માખરડાઈ જ્ઞાનસાર || 271 Page #273 -------------------------------------------------------------------------- ________________ શકતો નથી પણ વર્તમાનમાં કર્મ સંયોગી આત્મા રહી શકતો નથી અને આ ભ્રાંતિ તોડવી ખૂબ જ જરૂરી છે. વીતરાગ સ્વભાવમાં જો આત્મા પરિણિત થાય તો આ વાત બની શકે. 0 આત્મા પોતાના સમ્યગ્દર્શનાદિ પરિણામમાં પરિણિત થાય? સમ્યગ્દર્શનનો જે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપાને આસ્તિક્ય પરિણામ છે તેના વડે આત્માને લાભ એ થાય છે કે કર્મનો વિપાક આત્માને ભોગવવો પડે છે છતાં આત્મા તેમાં લપાતો નથી, વ્યાપતો નથી. શુભ અને અશુભ બંને વિપાક જ છે એકમાં શાતા અને બીજામાં અશાતાની પીડા રૂપ જ વિપાક મળે છે. કર્મ આત્માની શુદ્ધ અવસ્થા આપતું નથી. કર્મના ઉદયને આત્મા રોકી શકતો નથી પણ એમાં ભળવું કેન ભળવું એ પોતાના હાથની વાત છે. ધારે તો આત્મા તેમાં વ્યાપે નહીં. શેય વસ્તુનું જ્ઞાન સર્વજ્ઞ પ્રમાણે યથાર્થ થાય તો આત્મામાં આસ્તિક્ય આદિ પરિણામ પ્રગટ થાય. આસ્તિક્ય જેટલું મજબુત તેટલા આગળ - આગળના પરિણામ શુદ્ધ રીતે પ્રગટ થાય. જે પોતાના સ્વભાવમાં પૂર્ણ રીતે વ્યાપતા નથી તેના વિશે અનુકંપા આવી શકે. આત્માનો સ્વભાવ શેયના ઉપયોગમાં આનંદમાં રહેવાનો છે. એના બદલે પીડાની અનુભૂતિ કરે છે. પછી “સ્વ” હોય કે પર’! તે કરૂણાને પાત્ર બને છે. પીડાના કારણને દૂર કરવું એ નિર્વેદ. - પીડાના કારણને રાખવાનો કંટાળો તે નિર્વેદ. દા.ત. જેમ શરીરમાં ગુમડા થાય તો તેને બહારથી મલમના લપેડા લગાડો તો એક જગ્યાએ સારું થાય ને બીજી જગ્યાએ થાય પણ - એનું સાચું કારણ “લોહીનો બગાડ” છે એટલે લોહીનો વિકાર દૂર કરવો પડે. સાચો વૈદ્ય હોય તે સાચું નિદાન કરી રોગને મૂળથી જ દૂર કરે છે તે જ. રીતે આપણે પણ પીડાનું જે મૂળ કારણ છે તેને તપાસીને તે પીડાને દૂર કરવાની છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એપીડાના મૂળ કારણ છે. એનીકળી જાય પછી આત્માને કોઈ પણ પ્રકારની પીડા છે જ નહીં. એમાં પ્રથમ 3 જ્ઞાનસાર // 272 Page #274 -------------------------------------------------------------------------- ________________ ભાવપીડાનું કારણ છે અને યોગ એ દ્રવ્ય-પીડાનું કારણ છે. આ પીડાને કાઢવા દેવાધિદેવ જ સમર્થ છે. બાકી દેવ-દેવી આમાં કંઈ કરી શકે એમ નથી. નિર્વેદ દ્વારા પરભાવોને આત્માએ જીતી લીધા છે. જે આત્માને દોષો ખટકયા કરે છે અને ગુણનો અભિલાષ જાગે છે એટલે એને સંવેગ આવ્યો કહેવાય. સંવેગ આવે એટલે આત્મા પોતાનોતમામ પુરુષાર્થએમાં લગાડી દે છે. સાધના કરતી વખતે આપણને સમતાનો ખપ છે કે શાતાનો? શાતાનું લક્ષ છે તો સમતા કદી મળવાની નથી. શાતાના ભોગે જીવને સમતા મળે છે. ગમે તે થાય તો પણ સમતાને છોડવી નથી. સંવેગ નથી માટે તો મુડદાલ જેવી ક્રિયા ચાલી રહી છે. શાતા જતી હોય તો ભલે જાય. જે આત્મા ઔદાયિક ભાવમાં મુંઝાતો નથી તે સમતામાં રહે છે ને નિર્જરા કરે છે. * ઔદાયિક ભાવ એટલે શું? ઔદારિકાદિ વર્ગણાઓનો ઉદય થવો. વાયુકાયના જીવોની ઔદારિક કાયા અને આપણી ઔદારિક કાયાનો સ્પર્શ થયો તે ઠંડો હોય તો ગમે છે અને બપોરના સમયે ગરમ પવન હોવાથી એ નહીં ગમે. પછી ઝાડનો છાંયો, ઠંડા પીણા વિ. ની શોધ કરશે ત્યારે વિચારવાનું છે કે હું શીતલ નથી, હું ઉષ્ણ નથી, પણ સમતા મારો સ્વભાવ છે. આ માને તો સમતાસ્વભાવ રૂપેથાય માટે કર્મોથી ખરડાય નહીંને પૂર્વે બાંધેલા કર્મોથી છૂટો પડે. દોષોને દૂર કરવાનો અભિલાષ જેટલો તીવ્રતેટલો સંવેગનો પરિણામ. ગુણોને પ્રાપ્ત કરવાનો અભિલાષ તેટલો જ તીવ્ર હોય તો સમ પરિણામ આવે. ૪થા ગુણઠાણે માત્ર દોષોને દૂર કરવાનો ને ગુણોને ભોગવી લઉં એટલો અભિલાષ કરે છે ને પામે ગુણઠાણે જેટલા અંશે દોષોને છોડ્યા તેટલા તેટલા અંશે ગુણોને ભોગવતો જાય. જો 4 થું જ ગુણઠાણું નહીં હોય તો 5 માં ગુણઠાણાની કોઈપણ ક્રિયા એને લાભકારી નહીં બને. માત્ર પુણ્યબંધનું જ કારણ બનશે. ૪થા ગુણઠાણાના પરિણામ પ્રગટ થયા નથી, મોક્ષ અભિલાષ નથી તો પ માં ગુણઠાણા ની દ્રવ્ય ક્રિયામાં કાંઈક મેળવવાનો અભિલાષ તો પડ્યો જ છે. બેમાંથી એક શ્રદ્ધા ચોક્કસ જીવમાં હોય જ તે માટે જ તો એ ક્રિયા જ્ઞાનસાર // 273 Page #275 -------------------------------------------------------------------------- ________________ કરે છે. મેરૂ જેટલા ઓઘા થઈ ગયા. જે જીવને ઓધથી પણ મોક્ષનો લક્ષ હોય, પણ વિશેષ જાણકારી નથી તો પણ તેના જીવને 5 માં 6 ઠ્ઠા ગુણસ્થાનકની ક્રિયા માષતુષની જેમ લાભકારી થશે. પીડાથી મુક્ત થવાનો ભાવ છે, પણ પીડાના જે કારણો છે તેનાથી તેને મુક્ત થવાનો ભાવ નથી. શાસ્ત્રકારોએ દુકખખઓ, કમ્મફખઓ બે વાત મૂકી આપણે તેમાંથી એકજવાત પકડી આપણે માત્રદુઃખનો જ ક્ષય ઈચ્છક્યો,દુઃખને આપનારા કર્મોનો ક્ષયનઈક્યો. માટે પરમાત્મા પાસે એ જ માંગણી કરી કે તમારા પ્રભાવે મારા તમામ દુઃખો દૂર થાઓ. આમિથ્યાત્વની વાત છે માટે જ પર ભાવનોનિગ્રહ કરવાનો છે. જે મહાપુરુષોએ આસ્તિક્યાદિથી આત્માને નિર્મળ કર્યો છે તે સદા સમાધિમાં જ રહેશે. શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી અરનાથ ભગવાન કેવો પુણ્યનો પ્રકૃટ ઉદય? એક સાથે બે પદવી - ચક્રવર્તી અને તીર્થંકર પદ. બંને ની એક જ ભવમાં પ્રાપ્તિ! છતાંય ચક્રવર્તી પદવીને લાત મારી સંયમના પંથે ચાલી ગયા મોહના ઘરમાં જઈ મોહને પરાસ્ત કરી વિજયવાવટો ફરકાવી નીકળી પડ્યા. પૃથ્વીચંદ્ર-ગુણસાગરના સહવર્તીઓને પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.હસ્તમેળાપની ક્રિયામાં ગુણસાગરને ચોરીમાં કેવળજ્ઞાન સાથે આઠ પત્નીઓને પણ ત્યાં જ કેવળજ્ઞાન! આવા પુણ્યના ઉદયમાં પણ આ મહાત્માઓ લેપાયા નહીં. મોહને ત્યાં પોતાનું ભયંકર અપમાન લાગ્યું ને તે ત્યાંથી રવાના થઈ ગયો. એ જ રીતે ગજસુકુમાલનેદિક્ષાના દિવસે જ સસરા તરફથી ઉપસર્ગ આવ્યો તેને વધાવી લીધો. કૃષ્ણ મહારાજા જેવા સમર્થ વ્યક્તિ સહાય કરવા હાજરાહજૂર હતા. જરાક સમાચાર મોકલ્યા હોય તો? પણ અહીં પ્રચંડ આસ્તિક્ય એમનામાં હતું કે મારે મારા કર્મખપાવવા છે ને એ માટે મને સોમીલ સસરા સહાય કરવા આવ્યા છે માટે એને વધાવી લીધા ને એક જ દિવસમાં કામ પતી ગયું. સમતાનો પરિણામ આત્માનો છે ને શાતાનો પરિણામ કર્મનો છે. કયા પરિણામની રક્ષા કરવાની? આત્માના પરિણામની જ રક્ષા કરવાની છે, પણ જ્ઞાનસાર || 274 Page #276 -------------------------------------------------------------------------- ________________ આપણને ભાન નથી માટે પારકાને સાચવવામાં જ મંડી પડ્યા છીએ. જો આપણને ભાન આવી જાય તો આપણને કોઈની પ્રેરણાની જરૂર ન પડે આપણી જાતે જ પ્રયત્ન કરતા થઈ જઈએ. - જે આત્મા વર્તમાનમાં પોતાનામાં રમી શકે છે. પુગલોના સંયોગથી કર્મનાવિપાકમાં એ આકાશની જેમ લપાતો નથી આત્માનો એ સ્વભાવ જ છે કેમ કે તે અરૂપી છે. હવે એ સ્વભાવ પ્રગટ થયો ક્યારે કહેવાય? અધ્યાત્મબિંદુ માં એ વાત કહી છે. જે આત્મા પોતાના જ્ઞાનગુણ દ્વારા સ્વભાવ અને સ્વરૂપ ને “સ્વ” રૂપે જાણે છે ને અન્ય દ્રવ્યોને “પર” રૂપે જાણે છે, અને એ પ્રમાણે આત્માએ સ્વીકાર કરી લીધો છે, અને “પરથી વિરામ પામી ગયો છે તે જ “સ્વ” માં રમણતા કરે છે. માત્ર જ્ઞાનવરણીયના ક્ષયોપશમને કારણે જાણકારી થવી એ અલગ વાત છે. ને દર્શન મોહનીયના ક્ષયોપશમથી એસ્વિકાર કરે છે કે સર્વશે જે કહ્યું તે છે 100% ની વાત છે ત્યારે તે વિરતીપૂર્વકવિરામ પામી શકે છે. પરને જાણે એટલું ન ચાલે પણ હેય માનીને તેનો ત્યાગ પણ કરે અને ત્યાગ નથી કરી શકતો તો ત્યાં ઉદાસીન પરિણામને કારણે “પર” થી પર થઈ સ્વભાવમાં રમી શકે છે. પરમાં આદર, પ્રીતી, બહુમાન ન થવું ત્યારે જ તે “સ્વ” માં છે એમ કહેવાય. પરના સ્વભાવની કોઈપણ અસર તેનામાં ન હોય. માત્રહવે પોતાને જુએ છે અને પછી જગતને જુએ છે તો પોતાને કોઈ બાધ આવતો નથી પણ જે પોતાને જોતો નથી અને જગતને જોવા જાય છે તો તે જગતનું સર્વશદષ્ટિથી નિરીક્ષણ નહીં કરી શકે. કેમકે તે પોતાનામાં જ નથી..! માટે સર્વજ્ઞ તત્ત્વને પકડી તેના પરિણામ રૂપે થવું. હું વર્તમાનમાં રૂપમાં રહેલો, પણ છું રૂપાતીત! કેવલિ ભગવંત તે જોઈ રહ્યા છે પણ આપણે જોઈ શકતા નથી તેથી તેનો દઢ -શ્રદ્ધારૂપે સ્વીકાર કરવાનો છે. પરની મમતાના પરિણામનો ત્યાગ કરવાનો છે. જ્ઞાનસાર // 275 Page #277 -------------------------------------------------------------------------- ________________ જેમ પારકાનું ઘર બળતું હોય તો પોતાને કાંઈ ન થાય એ જ રીતે શરીરને પર રૂપે જે સ્વીકારે તેવા યોગીઓ શરીરની રોગાદિ અવસ્થામાં શરીર પર છે, પરિવર્તનશીલ છે, નાશવંત છે. અને મારો આત્મા શાશ્વત છે આમ શરીરને “પર” માની પ્રસન્નતાથી જ રહે છે. જે સ્વીકારે છે પણ વર્તનમાં નથી તો સમ્યગ્દર્શનનો પરિણામ છે. પણ ચારિત્રનો પરિણામ નથી (કેમ કે તે સમતાના પરિણામમાં નથી, પણ તેનો તેને પશ્ચાતાપ હોય. ગમે તેવા ઉપસર્ગોમાં પણ માત્ર જ્ઞાતા બની જાણે પણ તેનો પ્રતિકાર ન કરે. સમતામાં રહે અને કર્મોને નિર્જરી કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે. શાસ્ત્રોમાં સંખ્યાબંધ આવા દાખલા છે. સમ્યગ્દષ્ટિ આત્માઓને રોગાદિમાં કોઈ વિકલ્પ ન હોય આટલા ઉપચાર કર્યા તો પણ હજુ રોગ જતો કેમ નથી આવું ન વિચારે. પણ શ્રદ્ધા અડગ છે, કરેલા કર્મોનો વિપાક છે અને સમતાથી તેને વધાવશું તો જલ્દી નિકાલ થશે - સમાધિ ટકશે. આત્માની ચાર અવસ્થા બહારનો દેખાવ બગડ્યોને આપણે આખે આખાબગડી ગયા,રંગરાગ કરવાના શરુ થઈ જાય છે, તે બહિરાત્મા છે. સમ્યગ્દર્શનથી આત્મા અંતરાત્મા આવે, અને પરમાત્માનો પક્ષપાતી બને, કાયાથી છૂટી જવું ને પોતાનું પરમાત્મા સ્વરૂપ પામવું, ને તે પામવા માટે સ્વભાવમાં સ્થિર થવું! સાધ્ય શું? સ્વરૂપની પ્રાપ્તિ. સાધના શું? સ્વભાવમાં સ્થિર થવું. અર્થાત્ સ્વભાવ (કેવળજ્ઞાનાદિ ગુણની પૂર્ણતા) તે પરમાત્મા. કાયામાં રહેવાનો ભાવ તે બહિરાત્મા, કાયાથી છૂટવાનો ભાવ અને તે પ્રમાણેનો પ્રયત્ન તે અંતરાત્મા, અને કાયાપરનો સંપૂર્ણ મોહ હટી ગયો છે તે. પરમાત્મા તથા સદા કાયાથી મુક્ત તે સિદ્ધાત્મા. આમ જીવની ચાર અવસ્થા છે. જે પોતાના આત્માને જોતો નથી તે સ્વભાવમાં રહી શકતો નથી. કામવાસના ને ભોગસુખો ક્યારેય પોતાની મેળે શાંત થતા નથી. જ્ઞાનસાર // 276 Page #278 -------------------------------------------------------------------------- ________________ (ઉત્તરાધ્યયન સૂત્ર) પરંતુ જે આત્માઓ કામભોગ ઉપર દ્વેષ કરે છે, પરિગ્રહમાં મમતા કરતા નથી તેવા આત્માને અલ્પ - કર્મબંધ કરે છે. કામભોગમાં જે લુબ્ધ હોય તે નરકમાં પણ જાય, કેમ કે, તેને ઉપાદેય માને છે. પરંતુ જેઓ તેને હેય માને છે પણ છોડી શકતા નથી, નિકાચિત કર્મોના ઉદયના કારણે તેઓ ભોગો ભોગવવા છતાં મોહના પરિણામને તેમાં જોડતા નથી તો તે કર્મોની નિર્જરા કરે છે. દા.ત. તીર્થકરના આત્માઓ - તેઓને ભોગ ભોગવવા પડે છે પણ સ્વયં ભોગવાતા નથી. શ્રુતજ્ઞાનની ધારાના બળે ભોગોને જ ભોગવી નાખે છે, અર્થાત્ નિર્જરા કરે છે. મોહના ઉદયને આધિન થવું એ જ વાસ્તવિક દુર્ગતિ છે કારણ કે તે વખતે આત્મા પોતાના સ્વભાવથી દૂર થાય છે. જે કામવાસનાનો પ્રેમી બને છે અને મમતા રુપ, આસક્તિ રુપ પરિગ્રહ કરે છે તેઓ દુર્ગતિ પામે છે. ઉદા. મમ્મણ, ધવલ શેઠ. આત્મામાં પરમ વિવેક જરૂરી છે. જડ વસ્તુ પર પણ દ્વેષ નથી કરવાનો તો જીવ પર તો દ્વેષ કરાય જ ક્યાંથી? માટે બે વિભાગ પાડવામાં આવ્યા છે (1) જીવ પર પ્રેમ પરીણામ અને (2) જડ પ્રત્યે ઉદાસીન પરિણામ. આત્મા ને આત્મા પ્રત્યેનો પ્રેમ હણાય નહીં માટે 4 ભાવનાઓ છે. તમે જો પર દ્રવ્યના પરિગ્રહને છોડી શકતા નથી તો પશ્ચાતાપ કરો તો તમે આત્મ-સન્મુખ છો, અને તમારા કર્મોને નિર્જરશો. પણ જો દ્વેષનો પરિણામ, મોહનો પરિણામ કરો તો તે સંસારના કારણભૂત થાય છે. આમ જે આત્માપર-ઘર ને વિષે રમતો નથી તે જ સ્વ-ઘર માં રમણતા કરી શકે છે. ઘણીવાર પર વસ્તુ છોડવા છતાં પણ કર્મબંધ ચાલુ જ રહે છે. કેમ કે તેની મમતાનો અંશ પણ અંતરમાં રહ્યો છે. છોડ્યુ ક્યારે કહેવાય? છોડતા જ્ઞાનસાર // 277 Page #279 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ આનંદને અનુભવો તેમાં પરની અપેક્ષા નહિ તેથી આત્માનો આનંદ વિના પ્રયત્ન ભોગવી શકાય છે. પણ જો તેમાં મોહ ભળી ગયો તો “નિર્મળ આનંદ ની પ્રાપ્તિ થતી નથી. પણ અંદરમાં કંઈક મળવા કે મેળવવાનો ભાવ છે. કર્મના આવરણને કારણે પણ જીવતે આનંદને અનુભવી શકતો નથી. જ્ઞાનાનંદે પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ” જો ઉપાધિ છૂટી ગઈ હોય તો આનંદની છોળો ઉછળે જ, અને નથી ઉછળતી તો નિશ્ચય થયો કે જે તે છોડ્યું છે તે નિશ્ચયથી નથી છોડ્યું. નહીં તો સામાયિક, ચારિત્ર, પૌષધ લીધો ને આનંદ ઉછળવો જ જોઈએ. કરોડોની બોલી બોલીએ ને આનંદ આવ્યો તો એ આનંદ શાનો છે? માન કષાયને પોષવાની વાત છે. કરોડો છોડવા જ છે તો ગુપ્ત-દાન આપી દો અને એ ધન પાછું ન આવે તો આનંદ આવે કે “હાશ!બલા ગઈ - “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી અરિહંત ભગવાન”. આ ભાવ આવે તો કહેવાય કે છૂટું ને આત્મામાં આનંદપ્રગટ્યો. તેને જ ખરા અર્થમાં છોડ્યું કહેવાય. આથી મોહના ત્યાગ માટે, સર્વસંગનો ત્યાગ આત્માએ કરવો જોઈએ. કેમ કે સંગમાં જ આત્મા મોહ પામે છે. માટે હે જીવ! જો તું મોહ-ત્યાગની ભાવનાવાળો છે તો મોહના નિમિત્તોને દૂર કરવા ધન, સ્વજન, સ્ત્રી, ભોજન, આભૂષણ આ બધાનો ત્યાગ કર. જો કારણ જ ન હોય તો કાર્ય ક્યાંથી થાય? कारण अभावत्, कार्य अभावः / તું આશ્રવનો રોધ કર અને તારા જ આત્મગુણોમાં રમ. આશ્રવ અને મોહની પરિણતીને અટકાવીશ તો જ તું તારા ગુણોરૂપી પરમ સૌંદર્યને પામીશ. સંગથી વિરામ પામીશ તો જ તું તારા આત્મગુણોમાં વિચરી શકીશ! મોહથી આત્માનું રક્ષણ કરવા માટે આશ્રવનો ત્યાગ કરવો એ જ મુની માટે ઉચિત છે. જે આત્માઓ વડે પરભાવોને અભોગ્ય, અગ્રાહ્ય તરીકે સ્વીકારાયા જ્ઞાનસાર || 278 Page #280 -------------------------------------------------------------------------- ________________ છે. તો તે તેમાં કઈ રીતે રમે? તેથી જ તેઓ કર્મ વડે લપાતા નથી. ગાથા - 4 પશ્યનેવ પરદ્રવ્યનાટક પ્રતિપાટકમ્ ભવચક્રપુરસ્થાપિ, ના મૂઢઃ પીરખિધતિ ગાથાર્થ અનાદિ અનંત કર્મ પરિણામ રાજાના પાટનગર રૂપ ભવચક્ર નામના નગરમાં રહેવા છતાં એકેન્દ્રિયાદિ નગરની પોળે પોળે પુગલ દ્રવ્યરુપ જન્મ, જરા, મરણ આદિ નાટકને જોતો -મોહ રહિત આત્મા ખેદ પામતો નથી. કયો આત્મા સંસારમાં રહ્યો છતાં ખેદને પામતો નથી? જે આત્મા મોહમાં મૂઢ બનતો નથી તે ભવચક્રમાં ખેદને પામતો નથી કારણ કે તે જગતને માત્ર જ્ઞાન - તત્ત્વદૃષ્ટિથી જ જુએ છે. નગરે - નગરે, ગામે - ગામે, જુદા જુદા પ્રકારના નાટકો ભજવાતા હોય છે. રતિ - અરતિ - હાસ્ય -શોકવિગેરે વિચિત્ર પ્રકારનાં નાટક ભજવાતા હોય છે. તેને જુએ છે અને છતાં તેને આશ્ચર્ય થતું નથી. જે આત્મા જગતનાં સ્વરૂપને અને “સ્વ” ના સ્વરૂપને જાણે છે અને પોતાના સ્વભાવમાં સ્થિર રહે છે તે મૂઢ બનતો નથી. “પોતાના આત્માને ભુલી પર સ્વભાવમાં લીનતા તે મૂઢતા છે અને પરને જોવા છતાં પણ સ્વભાવમાં લીન બને તે છે મગ્નતા” કર્મકૃત અવસ્થાને જ જે જાણે તે મૂઢ બને છે અને તત્ત્વ-દૃષ્ટિથી જગતને જુએ-જાણે તે મૂઢ બનતો નથી પણ પોતાના સ્વરૂપને પ્રગટ કરવા ઉદ્યમી બને કર્મથી બિડાયેલાં સ્વરૂપને પ્રગટ કરવું - તે સાધ્ય છે.” સાધનામાં સ્વરૂપની અવસ્થા ન પકડે અને વર્તમાન અવસ્થા પોતાની ને પારકાની જે પકડે છે તો તે આત્મા મોહને આધીન થાય છે. તેના કારણે આત્મા પર અઘાતીનું આવરણ આવી જાય છે તેથી સ્વરૂપ ઢંકાય છે. જ્ઞાનસાર // 279 Page #281 -------------------------------------------------------------------------- ________________ પરનું સ્વરૂપ જોવું -મોહ ભળવો અર્થાત્ ગમી જવું તો અઘાતી (નામકર્મની) કર્મ-પ્રકૃતિઓ બંધાય છે. સ્વરૂપની રૂચિ નથી તો ઘાતી સાથે અઘાતી બંધાઈ જાય છે. સ્વરૂપનું જ્ઞાન આવી જાય તો પણ અઘાતીનો કર્મબંધ અટકતો નથી કારણ ત્યાં સ્વ સ્વરૂપની રૂચિનો પરિણામ નથી.તેથી પરમાં ઉદાસીનતા નથી. રૂચિનો પરીણામ પણ આવવો જ જોઈએ. હું રૂપી નથી પણ અરૂપી છું. રૂપી માં ઉદાસીન પરીણામ લાવે તો રતિ - પરિણામ ન ભળે. પોતાના રૂપને - આકારને જુએ છે તો ત્યાં રતિનો પરીણામ- મોહનો પરીણામ નથી લાવવાનો પણ ઉદાસીન પરીણામ લાવવાનો છે. સ્વરૂપની રૂચિની સાથે તે પ્રમાણે થવાનો ભાવ પણ તીવ્ર થવો જોઈએ. રૂપને વધારવાનું કામ ન કરે પણ રૂપનું પરાવર્તન કરે. માટે સાધુનો વર્ણ કાળો કહ્યો- પોતાને પણ પોતાના પર મોહન થાય તેવું રૂપ કરે છે. પોતાને જ રાગન થાય તો પરને ક્યાંથી થાય?રૂક્ષ આહાર આપવાના કારણે શ્યામતા આવે ને નિર્વિકારીતા આવે માટે રાગ તૂટતો જાય. શાલિભદ્રએ પોતાના રૂપનું કેવું પરાવર્તન કરી નાંખ્યું જેથી તેની સગી માતા પણ તેને ઓળખી ન શકી સાધુ પાલેમિ-અનુપાલેમિના સ્ટેપ પર છે. શ્રાવક માટે સહામિ, પતિયામિ, રોએમિ ને ફાસેમી - આ 4 સ્ટેપ છે. સાધુ માટે પાલેમિ-અનુપાલેમિ પમું- ૬ઠું સ્ટેપ છે. સાધુનો શણગાર શું? મેલું શરીર એ તેનો શણગાર છે. મેલને એ ઉખાડે નહીં. એની માટે એ આભૂષણ છે. મોહને દૂર કરવા સાધુ ઉદ્યત બન્યો છે. સાધુએ માત્ર આચાર નથી પાળવાનો પણ અનુભવયોગમાં અનુભૂતિમાંથી પસાર થવાનું છે. . (તેથી મુનિવમે રતિ-અરતિ શોક) દેહથી ભિન્ન કોણ થઈ શકે? જેને મમતા - મૂચ્છ- રાગ - આસક્તિનો પરીણામ નહોય તો આત્માની અનુભૂતિ મુનિ કરી શકે છે. બધી જ આરાધનાવિધિપૂર્વક કરે તો પણ આત્માની અનુભૂતિ જ્ઞાનસાર // 280 Page #282 -------------------------------------------------------------------------- ________________ નો લક્ષ ન હોય તો દેહ ભાવને કારણે આત્માનુભૂતિ ન થાય. જ્યારે કાયાપ્રત્યે અનાસક્ત બને દેહથી છૂટવાનો ભાવ પ્રબળ બને ઉપયોગ પ્રબળ બને તો સહજ અનુભૂતિઓ થાય છે. * એકેંદ્રિય, વિકલૈંદ્રિય, પંચેંદ્રિય, દેવ, નારક, તિર્યચ, મનુષ્ય વિ. જુદી જુદી પોળો છે, પાળા છે. પૂર્વના કાળમાં નગરોમાં જુદી જુદી પોળો હતી. વાણિયાની, લુહારની, સોનીની, કુંભારની તેમ અને એના કારણે ભાઈચારો વધતો હતો, શીલની રક્ષા થતી હતી તે બધું આજના સોસાયટી ને ફલેટોના કારણે ઉડી ગયું. કર્મના ઉદય રૂપે બધા નાટકો ચાલે છે તેની શરૂઆત જન્મથી થાય. આ પ્રથમ નાટક - આત્માએ આખો વેશ પરિવર્તન કરી નાંખ્યો. એકેંદ્રિય ના ભવમાં પણ અનેક વેશ, હીરા, માણેક, મોતી, માટી વિ. વિ. આ બધા વેશને જોઈને આપણે રાજી રાજી થઈએ છીએ. જુદા જુદા ફુલો ઘરના બગીચામાં જોઈને આપણે રાજી રાજી થઈએ - તેને ખીલેલાં જોઈને તેમાં રતિ થાય અને કરમાયેલા જોઈને અરતિ થાય. ફૂલો પરની રતિ - અરતિને ઉતારવા એ પુષ્પો પ્રભુના અંગે અર્પણ કરવાના છે, ચરણે અર્પણ કરવાના છે અને વિચારવાનું છે કે હે પ્રભુ! હવે મારે એવી સ્થિતિ આવે કે હું દ્રવ્ય પુષ્પો ચઢાવતો બંધ થઈ જાઊં. અને તારી આજ્ઞા રૂપ પુષ્પોને ગ્રહણ કરીને તને અર્પણ કરું અર્થાત્ સર્વ વિરતિ ધર્મને પામું. તત્ત્વ પરિણામ થી પરિણત બની જાય એવું મારું અંતર તારા ગુણોની સુવાસથી ધમધાયમાન બની રહો - સુખમાં કે દુઃખમાં, આપત્તિ કે વિપત્તિમાં, પરિષહ કે ઉપસર્ગોમાં, હું મારામાં જ સદા રમતો રહું. અને સ્વભાવને પામી સ્વરૂપમાં લીન થઈ જાઉં. જગતમાં દરેકના વેષ, હાસ્ય, હાવભાવને જોઈને જો મોહાદિ પરિણામોમાં લેપાઈએ તો કર્મબંધ થાય છે. માટે.... જ્ઞાની શું કરે? જ્ઞાની બધું જુએ પણ સ્વભાવમાં સ્થિર રહે, મોહને કાઢે. અજ્ઞાની પણ બધું જુએ - પણ તે મોહવશ અસ્થિર પરિણામી બનતો જ્ઞાનસાર // 281 Page #283 -------------------------------------------------------------------------- ________________ જાય - સ્વભાવ તરફ ગતિ ન થાય. આમ જુદા જુદા ભેદોથી વિચિત્ર એવું જગત છે. આ પુલનાવિષચક્રથી જ્ઞાની તેને હેય માની છૂટે છે. જ્યારે અજ્ઞાની તેમાં વધારે ને વધારે ખૂંચતો જ જાય છે. જેમપુષ્પો કોમળ છે તેમજગતના જીવો સત્તાએ સિદ્ધ સ્વરૂપી અર્થાત્ અનંત ગુણભંડાર રૂપી સુગંધથી ભરેલાં છે, માટે હું તે પુષ્પ સમાન જીવોની ક્યારેય કલામણા ન કરું એવી હે પ્રભુ! મને શક્તિ - સામર્થ્ય બક્ષજે. જુદી જુદી ચેષ્ટાઓ એ કર્મનો સ્વભાવ છે, આત્માનો નથી. જન્મવું, મરવું, હસવું, ખીલવું, નાચવું, કૂદવું, રડવું, રંગ - રૂપ - આકાર આ બધું નાટક રૂપ લાગવું જોઈએ. કેમ કે એ આત્માનો સ્વભાવ જ નથી. એકેંદ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના તમામ જીવો જુદા જુદા નાટક જ કરી રહ્યા છે. તેની વિવિધતા જોઈને આપણામાં મોહની વિવિધ પ્રકારની લાગણીઓ થાય છે. મોહના આ પરીણામને છોડવાના છે. નાટકના સ્ટેજ પર જુદા જુદા પાત્રો જુદા જુદા નાટકો ભજવે છે. તેમ અહીં પણ એજ છે. સંસ્થાન નામકર્મથી જુદા જુદા આકાર મળે છે. નિર્માણ કર્મથી અંગોપાંગ મળે છે. વર્ણકર્મથી જુદા જુદા રંગો મળે છે. આ બધા જ પુદ્ગલ કર્મોના વિપાકો છે. જે પણ કર્મો બંધાયાતે પુદ્ગલના સંયોગે છે અને ઉદયમાં આવ્યા. વિપાકમાં આવ્યા ત્યારે તેને જુદી જુદી અવસ્થાઓ આવી. કેમ કે સ્વનાં સ્વરૂપને ખોયું ને પારકાને પકડવું. હવે તારે જો નાટકના આ પાત્રોમાં નાચવું નહોય તો એમાં સમદષ્ટિ કેળવ. સાધુનો વ્યવહાર જ એવો હોય કે જો તે ઉપયોગમાં રહે તો તે વ્યવહાર તેને માટે કલ્યાણકર જ નીવડે. એ ક્યાંયે ખિન્ન થતો નથી. આ જોઈ પોતાના આત્માને વધુમાં વધુ કરૂણાને પાત્ર બનાવતો જાય. સ્વરૂપથી ભિન્ન પ્રવૃત્તિ કરે તે તેને માટે દુખદાયક બને. શરીરમાં રોગ થયો. પ્રથમ પ્રશ્ન - કેમ રોગ થયો? પણ આ પ્રશ્ન ઉભો જ ન થવો જોઈએ. પૂર્વકૃત કર્મ અવસ્થા આવી છે. - પૂર્વે એવાં કર્મો જ્ઞાનસાર // 282 Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપાર્જન કર્યા છે તો થાય. આથી તે વિકલ્પાદિ કરીને મુંઝાય નહીં. વિચારે કે આપણે પરિભ્રમણ કરતાં સ્વરૂપને પ્રગટ ન કર્યું તેથી શરીર રૂપ પિંજરામાં પૂરાયા. . પણ સનતકુમાર ચક્રવર્તી જેવાએ કર્મોના રોગને કાઢવાનો પ્રયત્ન કર્યો. તેમનામાં પોતાના સ્વરૂપનો તત્ત્વથી નિર્ણય હતો કે એ રોગને મનુષ્યભવમાં જ આત્મા કાઢી શકે છે, ને પોતાનો સમગ્ર પુરુષાર્થ એમાં લગાવી દીધો. સમાધિ માટે ઉપચાર કરે પણ આગળ-પાછળ એની ખતવણી ન કરે. માટે મયણાને કોઢીયા પતિનો હાથ પકડતાં વિકલ્પ પણ ન આવ્યો. કર્મના સંયોગે બધું જ થાય. એ તત્ત્વનિર્ણય એનો પાક્કો જ હતો. ને તેથી જ સમાધિમાં રહી શકી. કોઈ દેવી-દેવતાની માનતા એણે નથી કરી શ્રદ્ધાનો પરીણામ એનો કેટલો દૃઢ હશે. આપણે પણ એ જ વિચારવાનું છે કે પૂર્વકૃત સબંધ છે. બાંધ્યા છે તેને જ ભોગવવાના છે. જે આત્મા તત્ત્વથી પરિણત છે તેને વિકલ્પોની હારમાળા નહીં ચાલે, જે છે તે છે તેવો સ્વીકાર કરી લે તો કર્મોના વિસર્જનની શરૂઆત છે અને એમાં જો ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો તો નવા કર્મોનું સર્જન કરશે. જ્ઞાની પુરૂષો કર્મરૂપી નાટકો જગતમાં જુએ છે. બધા જ જીવો સત્તાએ સિદ્ધ સ્વરૂપી હોવા છતાં જે કર્મકૃત વિચિત્રતાઓ દેખાય છે તેને જોતા જ્ઞાની વિચારે છે - આ સ્વરૂપ મારું નથી એમ સમજે છે. આ કર્મકૃત અવસ્થા ક્યારેય સ્થિર હોતી નથી. સતત પરિવર્તન આવ્યા જ કરે છે માટે તેઓ આ જોઈને ખેદ પામતાં નથી. જગતની વિચિત્રતાઓને જોઈને આપણામાં તે વિચિત્રતાઓ ઊભી ન થવી જોઈએ. સર્વજ્ઞતત્ત્વથી જેઓ નિર્ણય કરે છે, તેઓ આ જોઈને પોતાની કર્મકૃત અવસ્થાઓને દૂર કરતાં જાય છે. જ્યારે તત્ત્વ - અપરિણીત જીવો કર્મકૃત અવસ્થાઓને (સ્થિતિઓને) મોહથી વધારતાં જ જાય છે. તત્ત્વ દૃષ્ટિવાળાની આંખ બંધ હોય પણ જગતને વિશે ઉપયોગ તો જ્ઞાનસાર // 283 Page #285 -------------------------------------------------------------------------- ________________ ચાલુ જ હોય છે. કેમ કે શાસ્ત્ર - સાપેક્ષ દૃષ્ટિ તો ખુલ્લી જ છે. આથી પોતાના ઉપયોગમાં મોહને ન ભળવા દેતાં સ્વ-સ્વભાવમાં સ્થિર રહે છે અને લખલૂંટ નિર્જરા કરે છે અને અજ્ઞાની એવો આત્માપરમાં જઈને મૂઢ બને છે, કેમ કે તે મોહને આધીન થાય છે. સ્વ સ્વભાવને આધીન થાય તો તે મગ્ન બને છે. આત્મા 4 ગતિમાં પૂર્વકૃત ઉદયને કારણે રઝળપાટ કરી રહ્યો છે. તે જ સંસાર છે જે 4 ગતિમાં સંસરણ કરાવે છે. કર્મ પોતે પુદ્ગલ છે. એ આપીશું શકે? ગમે તેટલું ઉત્કૃષ્ટ પુણ્ય હોય તો પણ તે આત્માની વસ્તુ આપી શકે તેમ નથી. પુદ્ગલ એ જ સંસાર છે. માટે કર્મોનો ઉદય સંસાર જ આપે. પુણ્યથી ધર્મની સામગ્રી મળે - ધર્મ નહીં. ધર્મથી જ ધર્મ મળે છે. જ્ઞાની સમજે છે કર્મ એ આત્માથી ભિન્ન અવસ્થા છે. માટે તેઓ કર્મ, કષાય અને કાયાને પોતાના નહીંમાને. કેમ કે તે આત્માથી પર છે, અને પરથી પર’ થવું એ જ મારું પરમ કર્તવ્ય છે. તીર્થકરના આત્માને પણ કેવળજ્ઞાન થયા પછી અઘાતી કર્મોને ખપાવવાની પ્રક્રિયા ચાલુ જ છે. કર્મ હજુ પણ સ્વરૂપ દબાવીને બેઠું છે. માટે જધર્મ એ મારા આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવરૂપ છે માટે જ ધર્મ કરવાનો છે. અધર્મ એ આત્માનો સ્વભાવ નથી માટે અધર્મ કરવાનો હોય જ નહીં. અને ધર્મને પામવા સર્વજ્ઞ વચન અનુસાર પુરુષાર્થ કરવો પડે. અનંતકાળથી સંસારમાં ભટકતા આત્માએ પૂર્ણધર્મ કર્યો નથી, અધર્મ કર્યો માટે સંસારમાં રખડપટ્ટી આવી. તેના કારણે કર્મથી છૂટવાનો ઉપાય, છોડવાનો ઉપાય માત્ર શુધ્ધ ધર્મ જ છે. માટે કર્મબંધથી છૂટવા આત્માએ આત્માના સ્વભાવ ધર્મ કરવો. વ્યવહારથી ધર્મક્રિયાને ધર્મ માન્યો અને તેમાં જ પૂર્ણતા માની - તેથી જ અપૂર્ણ રહ્યા. નિશ્ચયના લક્ષ વિનાનો વ્યવહાર એ શુધ્ધ વ્યવહાર નથી. નિગ્રંથ સાધુને વળી શું વ્યવહાર? જેમ સંસારમાં વાટકી વ્યવહાર ચાલે છે તેમ સાધુપણામાં આવીને પણ ધર્મ ન સમજ્યા તો અહીં પણ આ જ જ્ઞાનસાર // 284 Page #286 -------------------------------------------------------------------------- ________________ ચાલે. એકબીજાને ભેટો મોકલે, વ્યવહારને જ ધર્મ માની લે છે. સાધુના તપની ઉજવણીઓ અને પ્રભાવનાઓ ચાલે. કર્મના વિપાકો દ્વારા આત્માને અનેક પ્રકારના સંયોગો, સંબંધોની જે નચિંતવેલી ઘટનાઓની પ્રાપ્તિ થાય છે તો સાધુ તેનાથી ખિન્ન થતો નથી. જેને તત્ત્વ-નિર્ણય ન થયેલો હોય તેને ખિન્નતા થાય કે પુત્ર જનમ્યો ને આવો રોગી? પહેલાં રૂપાળો હોય પછી કાળો બની જાય, શરીર બગડી જાય, મોટું આખું ફરી જાય વિગેરે વિચિત્ર ઘટનાઓ બને છે. ખિન્નતા કરવાથી તે સુધરતું નથી. વધારે કર્મો બંધાય છે. માટે જ તત્ત્વજ્ઞાની ત્યાં અપૂર્વ સમાધિમાં રહી શકે. કર્મના સંયોગે સંબંધો પણ વિચિત્ર મળે. ઘણીવાર પ/૧૫ વર્ષોના સંબંધો થાય પછી આત્મા ચાલ્યો જાય. પછી દુઃખ વ્યક્ત કરતા હતા ત્યારે સહન ન કર્યું ને ગયા પછી યાદ કર્યા કરે ને દુઃખી થાય. મોહના કારણે આત્માઓ ભયંકર દુઃખી થતા હોય છે. ઉપરથી કર્મબંધ વધુ કરતાં હોય છે. આત્માએ સમાધિસ્થ રહેવું એ જ તત્ત્વજ્ઞાન પામવાનું ફળ છે. કર્મનાં ઉદયે સંયોગ અને વિયોગ છે. કર્મ ક્યાંક કોઈને જોડે છે અને ક્યાંક કોઈને વિખૂટા પાડે છે. તેમાં મોહ કરી દુઃખી ન થવાનું હોય. જીવના એક ભવમાં પણ પર્યાયો કેટલાં બધાં ફરતાં હોય તો તેમાં રાગ શું કરવો? તત્ત્વજ્ઞાની હોય જેને તત્ત્વપરિણમી ગયું હોય તે અમૂઢ હોય. જે પોતાના સ્વરૂપને સાધવા ઉદ્યત હોય તે અમૂઢ. સ્વરૂપની રૂચિ ન હોય તો સ્વભાવની પ્રાપ્તિ ન થાય. જિનવાણી હંમેશા ઉત્તમ જીવોને સ્પર્શે. સ્પર્શે. ને સ્પર્શજ એવો અદ્ભૂત જિનવાણીનો મહિમા છે. સમ્યગ્દર્શનનો પરિણામ પણ પ્રગટ ન થાય તો દેશના નિષ્ફળ જાય. માટે જ પરમાત્માની પ્રથમ દેશનાનિષ્ફળ ગઈ હતી. વિશેષાવશ્યકનો પાઠ છે કે દેવો હતાં છતાં પણ કોઈને સમ્યગ્દર્શનનો પરીણામ ન થયો. સમ્યત્વ, દેશવિરતિ, સર્વવિરતિ નો પરિણામ થવો એનું જ મહત્ત્વ છે માટે જ પરમાત્માનું “બોધિદયાણ” વિશેષણ છે તેમના આલંબનથી બોધિ પ્રગટે જ. જ્ઞાનસાર // 285 Page #287 -------------------------------------------------------------------------- ________________ સમાધિમાં રહેવાનો ઉપાયઃ ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો પણ આત્મા સમાધિમાં કઈ રીતે રહી શકે? ત્યારે સિદ્ધ ભગવંતોને યાદ કરવાના હોય કે તેઓ અત્યારે શું કરી રહ્યા છે? સમગ્ર જગતને જીવસૃષ્ટિ ને જોઈ રહ્યા છે. તેમને એક એકપર્યાય, અંદર-બહારની તમામ વાતો - પરીણામો દેખાઈ રહ્યા છે તો પણ તેઓ સ્વ આત્મ રમણતામાં લીન છે.ગામ બળે ને આપણે બળીએ? ધમાલ બધી જ બહાર અને એ આખી ધમાલ આપણામાં આવી જાય ને તેના કારણે આપણે કેવા ભયંકર કર્મો બાંધતા હશું એ તો કેવલી જાણે! આત્મા ક્યાંય ભળે નહીં - મમતાના તાર જોડનારને અધિકી પીડા થયાવિના રહેતી જ નથી. માટે મોહના પરિણામને છોડી દે, ખિન્ન ન થાય, ને પોતાનાથી બધું જ નિરાળું છે એમ સ્વીકારી લે તો જ એ સમાધિમાં રહી શકે. કર્મ બાંધ્યા ત્યારે કાંઈ જ ન વિચાર્યું. રતિ - અરતિ કરી, આદર કર્યો - મજેથી કર્મો બાંધ્યા. તો હવે તે કર્મોની સજા કર્મ રાજા ફટકારે તો સહર્ષ સ્વીકારીએ તો સજામાં ઘટાડો થાય એવું બને - નિર્જરા પણ થાય - તેમજ અશુભ અનુબંધન પડે, માટે હે જીવ!ભોગવવાના તો છે જ, તો હસતાં હસતાં સહી લે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.એ જીવનના અંતિમ સમયે આગમોના સાર અને જીવનના અનુભવના નિચોડને “જ્ઞાનસાર” નામના ગ્રંથમાં ઠાલવી દીધો અને દેવચંદ્રજી મ.સા.એ પણ એ ગ્રંથને સ્પર્શીને પોતાના જીવનની અનુભૂતિઓની ટીકા રૂપે રચના કરી છે. કર્મનાવિચિત્રતા સ્વભાવથી આત્માને ભોગવવું પડે છે છતાં જે પોતાના સ્વભાવને છોડતાં નથી તે અખિન્ન છે. જ્યારે આત્માએ કર્મ કર્યું ત્યારે તેમાં અરતિ - અનાદર ન થયો તો હવે ભોગવવાના વખતે અરતિ અને અનાદર શા માટે કરે છે? એને કર્મોના વિપાકો ભોગવવા નથી માટે જ આપણે આપણી સ્વાભાવિક અવસ્થાને પામવાનો જ પુરૂષાર્થ કરવાનો છે. જ્ઞાનસાર // 286 Page #288 -------------------------------------------------------------------------- ________________ કર્મના ઉદયથી ભોગવવાનો કાળ આવ્યો ત્યારે અનુકૂળતામાં ઈષ્ટ અને પ્રતિકૂળતામાં અનિષ્ટનો પરિણામ થયો આ ઔદાયિક ભાવછે. તે આત્માનો પરીણામ નથી. પર સંબંધી થયેલા પર -પરીણામ' પાછા ‘પરી’ને જ સ્વીકારશે માટે આત્માએ અશુભ અનુબંધન પડે તે માટે સાવધાની રાખવાની છે. માટે હે જીવ!હવે તું પર’ને ભોગવવાનું છોડ અને તારા સ્વના જ્ઞાનાદિગુણ પરીણામને ભોગવ. આ સંયોગ સંબંધ માત્ર શેય છે. આપણી સાથે સમતાનો પરિણામ રહેવાનો છે પણ પુગલના આદરથી તે કર્મથી આવરીત થાય છે તો પછી પુદ્ગલ સાથેની દોસ્તી શું કામની? આપણને આપણામાં હજી વિશ્વાસ પ્રગટ થયો નથી તેથી સહજ સમતાને ગ્રહણ કરતા નથી અને પર ને ગ્રહણ કરવામાં સહજ ચાલી જવાય છે. શાતા અને અશાતા બંને હેય છે. કેમ કે તે ઔદાયિક ભાવ છે ત્યારે જો આત્મા સમતામાં રહે, શાતા - અશાતાને ન વેચે તો અભિનવ (નવા) કર્મોને ન બાંધે. શાતા અને અશાતા કર્મના ઉદયમાં જીવ ધારે તો સમાધિ રાખી શકે છે ન રાખે તો ઈષ્ટ અને અનિષ્ટના ભાવમાં નવીન કર્મબંધ થાય માટે આત્માએ તે ભાવમાં વ્યાપવું નહીં. મોહના સ્વભાવમાં જો વ્યાપક બન્યાં તો કર્મ તમારા પર સંમોહન કરી પર વસ્તુમાં ખેંચી જ જશે. માટે જ કોઈ કવિએ ગાયું છે કે “દેશના અમૃતધારા વરસી પર પરિણતી સવી વારીજી” જીવો પર દેશના ની અમૃત-ધારા વરસી - જેથી તેની પાસેથી પર - પરીણતી ભાગી ગઈ. અમૃત જેવા તત્ત્વો જેનામાં પચાવવાની તાકાત નથી - તેવી યોગ્યતા ન હોય તો દેશના ન અપાય. લોકોને પમાડવાની જે ગાંડી ઘેલછાઓ ઉભી થઈ છે તેના કારણે મોટું નુકશાન થઈ રહ્યું છે. ભાવિમાં ઉદય (સંસાર)ને જો તું તજવા માંગતો હોય તો ઉદયમાં ન ભળે તો તારા સંસારનું વિસર્જન થઈ જશે. શુભ કર્મરૂપી પુન્ય-તેનાથી પ્રાપ્ત થતાં સંયોગો - આત્માના ગુણ માટે આવરણ રૂપ જ છે. પુણ્ય કર્મ એ આપણને ગુણો પરનું આવરણ લાગતું જ જ્ઞાનસાર // 287 Page #289 -------------------------------------------------------------------------- ________________ નથી માટે પ્રથમ પુણ્યની વાત લખીને પછી પાપની વાત કરી. પડદોએ પડદો જ છે. પછી તે ગમે તે રૂપે હોય. સિલ્કનો હોય કે કોટનનો. એ આવરણ જ છે માટે ઈચ્છવા યોગ્ય નથી. કર્મનો બંધ એ જ હેય છે માટે હવે બંધને જ ન ઈચ્છો. જે પુણ્ય આત્માને સહાયક બને તેટલું જ ઉપાદેય. અત્યારે તો જાણે પુણ્યનો બિઝનેસ ચાલી રહ્યો છે. પાપ-પુણ્ય બંને ગુણ ઉપરના આવરણ જ છે માટે તે ત્યાજ્ય છે. માટે તું સમ-પરીણામી થા તો તારે કર્મની નિર્જરા છે. ૪થે ગુણસ્થાનકે ભાવ આવે (માન્યતા શુદ્ધ થાય).નિશ્ચયથી નિર્જરા 5 માં ગુણઠાણાથી અને વ્યવહારથી અપુનબંધક દશાથી થાય છે. વિરતીના પરિણામવિના તાત્ત્વિક નિર્જરા થાય જ નહીં. પામે અંશથી વિરતી આવે, કે આગળ - આગળના ભાવ આવે. પરિણામ આવે 12 મે પૂર્ણતા આવે. વીતરાગતાનો અર્થ શું? જ્યાં મોહનો અંશ પણ નથી. રાગ-દ્વેષનો પૂર્ણ ક્ષય. ૧૦મે લોભ મોહનીય નો અંશ છે માટે વીતરાગ ન કહેવાય. 11 મે અંતર્મુહૂર્ત માટે ઉપશમ થવાથી તેને ઉપશમ વીતરાગ કહેવાય છે અને ૧૨મે મોહનીયનો પૂર્ણ ક્ષય થાય છે. તેથી પૂર્ણ વીતરાગ કહેવાય છે. નિગોદમાં પણ વીતરાગતા આત્મામાં એવી જ છે, અત્યારે પણ વીતરાગતા એવી જ છે અને 12 મે ગુણસ્થાનકે પણ વીતરાગતા એવી જ છે પણ આવરણ હોવાથી આપણને અનુભવાતું નથી. જેમ સૂર્યનો પ્રકાશ તો એકસરખો જ છે. છતાં આપણે સૂર્યોદય, મધ્યાન્ડ, સૂર્યાસ્ત એમ શા માટે કહીએ છીએ? એ વખતે આવરણ છે. જેમ જેમ આવરણ હટે તેમ તેમ પ્રકાશ થાય છે. 12 મે ગુણઠાણે મોહનીય પૂર્ણ જાય (દર્શન ચારિત્રમોહનીય) ને 13 મે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે એક સાથે જાય કારણ વીર્ય બધામાં સમાયેલું જ છે. ગાથા -5 વિકલ્પચષકૈરાત્મા, પીતમોહાસવો વ્યયમ ભવોચ્ચતાલ-મુતાલ, પ્રપન્ચ–અધિતિષ્ઠતિ. જ્ઞાનસાર || 288 Page #290 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થઃ વિકલ્પ રૂપ મદ્યપાનના પાત્રથી મોહ રૂપ મદિરાનું પાન કરનાર આત્મા જ્યાં હાથ ઉંચા કરીને તાલીઓ આપવાની ચેષ્ટા કરવામાં આવે છે એવા સંસાર રૂપ દારૂના પીઠાનો આશ્રય કરે છે. અર્થાત્ દારૂ પીધેલો જીવ સંસારમાં નાચ કરે છે. સંસારી જીવવિવિધ પ્રકારના માનેલા સુખના વિકલ્પો અને આયોજનો કરવા દ્વારા રાગ અને દ્વેષાત્મક મોહનો દારૂ પીને દારૂના પીઠામાં અન્ય દારૂડીયા સાથે (સ્નેહી-મિત્રાઆદિ) વિવિધ પ્રકારના તાલો આપતો રહ્યો છે. દારૂ પાત્ર = મનમાં વિકલ્પો થવા એના વડે દારૂનું પાન કરે છે. વિકલ્પ = સ્વભાવથી વિરૂધ્ધ જે મેળવવાનું મન થાય, ભોગવવાનું મન થાય તેવા જે વિચારો તેને વિકલ્પ' કહેવાય. વસ્તુ જેવી હોય તેવી જે વિચારણા તે વિચાર. માત્રવિચાર ઉન્મત્ત ચેષ્ટા કરાવતું નથી. તેને દારૂના પાત્ર સાથે સરખાવ્યું છે માદક રસ= જેનાથી ઉન્મત્ત બનાય. આત્મા પોતાના સ્વભાવમાં ન રહે અને વિરૂધ્ધ કરવાનું થાય તે કરાવનાર મોહરૂપ “માદક રસ છે. કેવળીના આત્માને તો વિચાર પણ ન હોય કેમ કે સ્વભાવમાં સ્થિર બની ગયા છે. પોતાના કાર્યને સાધી લીધું છે. કેવળી સિવાયના પણ જે ઉત્તમ આત્માઓ છે કે જેમનો મોહ ઉપર અભૂતપૂર્વ વિજય થઈ ચૂક્યો છે. ત્યાં વિચાર હોય પણ વિકલ્પો હોતા નથી હું આમ કરૂં? આ મેળવું? એવી અભિલાષા, મનોરથો એને નહોય. જેને સંસારની અસારતાનો પૂર્ણ નિર્ણય છે અને તે પ્રતિતી ના સ્તર પર છે. માટે એવા આત્માને એકાંતે મોક્ષ રૂચિ છે. ઊંઘમાં પણ માત્ર સ્વરૂપ-દર્શન સિવાયની અન્ય કોઈ ઈચ્છા નથી. આવા જીવોનો દારૂડીયા જીવો સાથે મેળ પડતો નથી - કેમ કે તેઓ અપ્રમત્ત છે. 14 પૂર્વઘર સાધુ - આહારક શરીર લબ્ધિધારીને જો - તીર્થકરની ઋદ્ધિ જોવાનું મન થાય તો તે કૂતુહલવૃત્તિ છે, પ્રમાદ છે. લબ્ધિ પ્રશસ્ત ભાવ હોવાથી તેનો ઉપયોગ માત્ર તત્ત્વની શંકાનું નિવારણ કરવા માટે કરવાનો છે. મુનિને બે જ વસ્તુ ઈષ્ટ છે (1) સ્વરૂપનું દર્શન અને (2) વીતરાગતાનો જ્ઞાનસાર // 289 Page #291 -------------------------------------------------------------------------- ________________ અનુભવ. તે સિવાય સાધુ માટે ત્રીજું કાંઈ ઘટી શકે નહીં. અને કંઈ ઘટતું હોય તો તે સાધુ ન કહેવાય. શાસન - આખું એના માટે જ છે. સમ્યગૃષ્ટિનું પણ સાધ્ય આજ છે અને સાધુને તો પ્રતિજ્ઞા રૂપે સાધ્ય છે. સમક્તિ દૃષ્ટિને ભાવ હોય ને સાધુને તો એ રૂપે થવાનું છે. પૂ. રાજશેખરસૂરિશ્વરજી મ.સા. કહેતા હતા કે સાધુ માટે વીતરાગતાનો અનુભવ અને સ્વરૂપ દર્શન સિવાય અન્ય પ્રોજેક્ટ હોય જ નહીં. જીવે મોહનો - દારૂ પીધેલો જ છે એ નિશ્ચિત વાત છે તે વિના જીવ વિકલ્પ કરી શકે જ નહીં. કારણ એ જીવનો - સ્વભાવ જ નથી. આપણી વિરૂધ્ધ કોઈ ચર્ચા - વિચારણા કરે, જાહેરમાં બોલે તે આપણે સહન કરવા તૈયાર નથી તો આપણે જ આપણા આત્મા વિરૂધ્ધનો એક પણ વિચાર કઈ રીતે લાવી શકીએ? છતાં આપણને આપણા હિતનો વિચાર દુર્લભ, આપણા હિત માટે કોઈ કહેતું હોય તો તે સાંભળવું પણ દુર્લભ. આમ કેમ બને? અને અહિતની વાત આપણને બરાબર લાગે અને એને સ્વીકારી પણ લઈએ. મફતમાં આપણને કોઈ કાશ્મીર કે વિદેશ લઈ જાય તો તરત તૈયાર પણ અધ્યાત્મ વાણી સાંભળવા અને હિતની વાત કોઈ કહે તો એના માટે સત્તર બહાના તૈયાર. ત્યાં હાજર જવાબીપણું તૈયાર. ઔત્પાતિકી બુદ્ધિ આવી જ જાય. માટે જ જીવ સંસારમાં રખડપટ્ટી કરે છે. જગતના જીવોને પોતાનું હિત જોઈએ છે, છતાં મોટા ભાગના જીવોને એ ગમતું નથી. અહીં- ધર્મમાં જ બધી શરમ આવે છે. ભવ રૂપી જે સંસાર, ત્યાં દારૂ જ મળે, દારૂ પીનારાનો સંગ મળે અને દારૂનું પાત્ર પણ ત્યાં જ મળે. સ્વજનો, કુટુંબીજનો, મિત્રો વિ. ને દારૂડીયાના મિત્રો તરીકે ગણાવ્યા. બધા ભેગા મળો પછી તમારી વાતો કઈ હોય? મનોરથો ક્યા? વિકલ્પો કયા? આત્માની કોઈ પણ વાત ત્યાં હોય ખરી?ન હોય તો તે કોઈ કલ્યાણ મિત્રો નથી બધા દારૂડીયા જ છે. જો આ સંગત નહીં છૂટે મોહ નહીં છૂટે તો જે સામગ્રી મળે, સંયોગો મળ્યા છે તેના દ્વારા ભવનો નિસ્તાર કરવાને બદલે સંસારનો વિસ્તાર કરીને જ્ઞાનસાર // 290 Page #292 -------------------------------------------------------------------------- ________________ મોહ ભવને દુર્ગતિમાં ધકેલી દેશે. પોતાની જાતને જો ધર્મ માને, તે ધર્મોના મનોરથો કેવા હોય? “હું પ્રભુના પંથે “સવિ વિરતિ' ને માર્ગે જાઉં અને પાપના કાર્યમાં ડૂબેલા એવા સ્વજનોને પણ તે માર્ગે લઈ જાઉં અને સદ્ગુરૂના નિમિત્તથી મારો અને એમનો ઉદ્ધાર થાય એવું કરૂં, તે ભાવનામાં રમનારો હોય.વૈરાગ્યથી વાસિત હોય, તે મોહમાં રમનારો ન હોય. બધા વચ્ચે રહેવા છતાં તે બધાથી નિરાળો હોય. પૂર્વના કાળમાં મશ્કરી પણ થતી કે શું સાધુ થવાના ભાવ જાગ્યા છે? તો તરત સાધુ થઈ જતા - અહીં આવી મશ્કરી હોય જ નહીં. મશ્કરી કરનાર પણ તેમની જોડે સાધુ થઈ જતા હતા. આવી હતી. પહેલાંની આર્ય-સંસ્કૃતિ. આવી હતી જૈન ધર્મની ગરિમા. આજે પશ્ચિમની સંસ્કૃતિના પનારે પડી આર્યત્વ ગુમાવ્યું અને ક્ષાત્રવટને લજવ્યું. મોહનો દારૂ પીધેલો છે એવા કુટુંબીજનો, સ્વજનો, મિત્રો, વગેરે તાળીઓ પાડીને, વાતો કરીને તેને ચઢાવે છે, અને જીવ પણ તેમાં ભળી જઈ નાચે છે, કુદે છે. કેમ કે તેને પણ મોહનો નશો ચઢે છે. “જેવો સંગ તેવો રંગ” પર વસ્તુને પોતાના રૂપે માની પોતાનું કરવા પ્રયાસ કરે છે, તે મિથ્યાત્વને કારણે થાય છે. દરેકમાં મારાપણાનો ભાવ લાવી તેનો પોતે માલિક થવા માટે બીજો કોઈ તેને લઈ ન જાય તે માટેના બધા પ્રયત્નો કરે છે. મિથ્યાત્વ -મોહને કારણે થયેલી ભ્રાંતિ તે હટે નહીં ત્યાં સુધી આત્મા અસત્ - અનુચિત વ્યવહારો કરે છે. મિથ્યા ભ્રાંતિ પરમાં થયેલી છે. તેમાં જે મારાપણું લાગ્યું છે, વ્યક્તિ અને વસ્તુ સંબંધી થયેલી ભ્રાંતી તેમાંથી નીકળી જવી જોઈએ તો જ આપણું કાર્ય થશે. આપણને લાગે કે આપણે બધાનો ત્યાગ કરી દીધો છે. પણ છોડવા છતાં પણ મમત્વ આવીને ઉભું રહેશે. ચારિત્રમોહ આ કામ કરે છે. માટે જ “મિચ્છુ પરિહરહ”મોહ જ્યાં સુધી આત્મામાં રહેશે ત્યાં સુધી આરાધનાની સાચી ફળશ્રુતિ નહીં મળે. જ્ઞાનસાર || 291 Page #293 -------------------------------------------------------------------------- ________________ માટે સંયોગનેન છોડી શકો પણ તેમાં જે રાગ ભાવપડેલો છે તેને તો છોડવો જ પડશે. આત્માને પર માન્યો અને પરને પોતાના માન્યા માટે ચિંતાઓ વધી. જ્યાં જ્યાં “પર” તરીકેનો સ્વીકાર ત્યાં ત્યાં ભેદ પડશે. માંડલીમાં ક્રિયા કરતો હોય પણ દૃષ્ટિ “પર” માં હોય. આ ક્રિયા બેઠા-બેઠા કરે છે. આ વાતો કરે છે. વિગેરે. જ્યાં સ્વમાં સ્થિર થવાનું હતું ત્યાં અસ્થિર બન્યા. તારે પ્રથમ તારા જ્ઞાતા બની પછી પરના જ્ઞાતા બનવાનું છે. આ રીતે આત્માપરમાં “સ્વ” અને સ્વ માં પર’ તરીકે બન્યો આથી જયાં “સ્વ” માં હોંશિયાર બનવાનું હતું. તેને બદલે તે “પર” માં હોંશિયાર બની ગયો. જેથી જીવનું આત્મકલ્યાણ ન થયું. પરિણામ શું આવ્યું? પરના દોષો જોવામાં બહાદુર બન્યાહવે એના દોષો કેમ દૂર થાય તેની ચિંતા થઈ - હવે કમનસીબી એ થઈ કે આત્માસ્વ-દોષોને જોવાનું ભૂલી ગયો અને આત્મામાં અહિતનો અનુબંધ વધુને વધુ પડતો ગયો માટે જ પ્રથમ પોતાના આત્માના કલ્યાણનું અર્થપણું જાગી જવું જોઈએ અને પર” માં જતાં મનને અટકાવવું જોઈએ. તેથી જ તેનું મિથ્યાત્વ દૂર થશે અને તો જ સમ્યગ જ્ઞાનનો પ્રકાશ આત્મામાં પથરાશે. પરમાત્મા - પરમ તત્ત્વના પ્રકાશને પાથરનારા છે. માટે જો આત્મ હીતની રૂચિ આવી જશે તો બધું ઉત્સાહપૂર્વક કરશે અને ક્ષાત્રવટપૂર્વક કરશે. તે માટે પરમાત્મા ઉપર અપૂર્વ બહુમાન લાવવાનું છે તે કયારે બને? જગતમાં જે પરમતત્ત્વ પરમાત્માએ પ્રકાશ્ય છે તેને હું સ્વીકારી લઉ. તેને હું આત્મસાત્ કરી લઉં. તેવા પ્રકારનું બહુમાન થવું જોઈએ પણ આપણને તે થતું નથી. પરમાત્માના તત્ત્વ પરનું બહુમાન એ પ્રભુનું જ બહુમાન છે. પૂર્વે શ્રાવક-શ્રાવિકાઓ 9 કર્મગ્રંથ, કમ્મપયડી, દ્રવ્ય ગુણ પર્યાયનો રાસવિ. ભણીને નબળા સાધુ-સાધ્વીને પણ તૈયાર કરી દેતા હતા. ચારિત્રમાં પણ સ્થિર કરી સાચા મા બાપ બનતા. ભરૂચમાં અનોપચંદ નામના શ્રાવક હતા સાધુને ભણાવે તત્ત્વથી રંગી દે અને પછી તેમને પાટ પર બેસાડી પોતે હાથ જોડી નીચે બેસે અને કહે કે હું અવિરતિઘર છું, આપ વિરતિવાળા છો. આપના મુખે તત્ત્વ સાંભળીને મારી અવિરતિ તૂટી જાય. જ્ઞાનસાર || 292 Page #294 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાનથી જે સિંચાયેલા હોય તે હતાશ ન બને, પણ બીજાને સમજાવે કે કર્મના ઉદયથી આવે તેમાં નાસીપાસ થવાનું નહોય. પર્યુષણા પછી ખરી ચાતુર્માસની સ્થાપના થાય, સંવત્સરી પ્રતિક્રમણ પહેલા ચાતુર્માસ અસ્થિર હતું. તે આખો વ્યવહાર હવે ફરી ગયો. પર્યુષણ પછી જ દોડાદોડી શરૂ થઈ જાય છે. હકીકતમાં તો ત્યાં રહેલા સાધુ-સાધ્વીજી ભગવંતો પાસે તત્ત્વજ્ઞાન ભણવાનું છે. પરમાત્મા અને પરમાત્માની આજ્ઞાનું બહુમાન હોવું જોઈએ. કળિકાળમાં પણ એનો અચિંત્ય પ્રભાવ જોવા મળે છે. જ્યારે પોતે “સ્વ” (આત્મા) નાં સ્થાનથી ભ્રષ્ટ થયો એટલે ચારે બાજુ ભ્રમણ કરતો થયો. મિથ્યાત્વ મોહ- વિચારને ભ્રષ્ટ કરે છે અને ચારિત્રમોહ આચારને ભ્રષ્ટ કરે છે. વિચાર ભ્રષ્ટતા જાય નહીં ત્યાં સુધી આચાર સંપન્નતા જીવમાં આવી શકતી નથી. માટે પહેલાં દૃષ્ટિ ફેરવવાની વાત આવી પછી દૃષ્ટિ પ્રમાણે આચાર ફેરવો. ચંડકોશિયાની દૃષ્ટિ ફરી ગઈ. “મારી દૃષ્ટિથી બીજાના પ્રાણ ન જાય માટે મોટું બીલ” માં નાખી દીધું. મિથ્યાત્વ ગયું- સમતાના પરિણામ આવ્યા. કીડીઓએ શરીર ચાળણી જેવું કરી નાંખ્યું તો પણ સમતામાં રહ્યો. પરમાત્માની દૃષ્ટિ એણે સ્વીકારી લીધી. ચંડકૌશિકની દૃષ્ટિ ઝેરવાળી હતી. જે એક ભવના પ્રાણ હરે પણ આપણે તો મિથ્યાત્વના એવા ઘેરાવામાં છીએ કે આપણે ભવોભવ મરનારા અને બીજાને મારનારા બનીયે છીએ. ઝેર એક ભવમાં મારે મિથ્યાત્વ ભવોભવ મારે છે માટે મિથ્યાત્વને દૂર કરવાનું છે. એના અનુબંધ તોડી નાખવાના છે. ચંડકૌશિકતિર્યંચના ભવમાંમિથ્યાત્વને વમી દીધું તો તે પોતાનામાં રહેલા પરમ આનંદને, પરમ સંતોષને અને પરમ સમાધિને પામી શક્યો. દૃષ્ટિ નહીં સુધારીએ ત્યાં સુધી આત્મામાં પરમ સુખ, શાંતિ, સમાધિ, સંતોષને નહીં અનુભવી શકીએ. તેથી “પર” ને મેળવવા દેષ્ટિ જશે, ત્યાં મળશે નહીં અને આત્મા ભયંકર પીડા પામશે. જ્ઞાનસાર // ર૯૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ અંદર સંતોષ મળી જાય તેને બહારની સામગ્રીની જરૂર જ નહીં પડે. જયાં સુધી આ ઘટના નહીં બને ત્યાં સુધી એ બહારમાં જ ભટકવાનો છે. ગાથા - 6 નિર્મલં સ્ફટિકસ્યવ, સહજ રૂપમાત્મનઃ અધ્યસ્તોપાધિ સમ્બન્ધો, જડસ્તત્ર વિમુહતિ / ગાથાર્થ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ સ્ફટિક જેવુ નિર્મળ છે. મૂઢ જીવ નિર્મલઆત્મામાંકર્મજન્ય ઉપાધિના સંબંધનો આરોપકરી મુંઝાય છે. ગાથાર્થઃ 1) આત્મા સ્ફટિક જેવો નિર્મળ છે. તેની ઉત્પત્તિ નથી, શાશ્વત છે, કાચ કેવી રીતે બને છે? રેતી - ચુનો ભેગો કરી અગ્નિથી તપાવે રેતી ઓગળી જાય અને કાચ સ્વરૂપે બની જાય. 2) આત્મા કેવો છે? સ્ફટિક જેવો નિર્દોષ, આવરણ રહિત અને નિઃસંગ છે. 3) જેમ સ્ફટિકની આરપાર બધું જોઈ શકાય છે તેવી જ રીતે આત્મા આવરણ રહિત હોવાથી તેના એક એક પ્રદેશો પરમ શુદ્ધ છે. જેના વડે તે ત્રણે લોકને એક સમયમાં જોઈ શકે છે. આત્માનિસંગ છે. કેમ કે તે મોહથી રહિત છે, સ્વ-સ્વભાવમાં રમણતા ગુણ વાળો છે. સિદ્ધત્વપ્રમાણે થવાનો ભાવ થાય તો જ સિદ્ધત્વ પ્રગટે. આત્મા પર ઉપાધિથી રહિત, સર્વ શેયને જાણનારો અને પરમાનંદને વેદનારો છે. શેયને પૂર્ણ જાણે. સંપૂર્ણ મોહ દૂર થાય ત્યારે જ તે સર્વજ્ઞ બને છે. જ્ઞાન જેટલું શુદ્ધ બનતું જાય તેમ તેમ આનંદ સ્વરૂપ બનતું જાય અને જ્ઞાન જેટલું મલિન તેટલું આનંદ વિભાવ સ્વરૂપે, મલિન સ્વરૂપે પ્રગટ થાય. આત્માને કર્મની ઉપાધિ અનાદિકાળથી લાગેલી છે. સ્ફટિકની આગળ લાલ-લીલું કપડું રાખો તો લાલ-લીલું દેખાય છે, તેમ - આત્મા નિર્મળ હોવા છતાં કર્મની ઉપાધિ આવવાથી તેનું સ્વરૂપ મલિન બની ગયું અને વ્યવહાર ખોટો-ધ્રાંતિવાળો બની ગયો છે. તેથી જ પરસંગથી છૂટા થવાનું મન નહીં થાય. કેમ કે તે - ઉપાધિરૂપ લાગ્યું નથી. તમામ અનુષ્ઠાન નિઃસંગ બનીને કરવાના છે. સમૂહમાં પણ આત્માને તો સ્વક્રિયાના ઉપયોગવાળો - નિઃસંગ જ્ઞાનસાર || 294 Page #296 -------------------------------------------------------------------------- ________________ જ રાખવાનો છે. જો સમૂહમાં ધ્યાન રાખવા જશો તો આત્માને બગાડશો. જેમ રેલવેના પાટા આગળ જતા ભેગા થઈ જતા દેખાય છે તેમ માનીને વ્યવહાર કરો તો તે ખોટો જ થવાનો અને તેને કારણે નુકશાન થવાનું. તે જ રીતે આપણો બધો જ વ્યવહાર વર્તમાનમાં ખોટી રીતે ચાલે છે. નિઃસંગ બન્યા વિના આત્મગુણમાં પ્રવેશ પમાશે નહીં. ગમે તેટલી ધર્મની આરાધના કરો તો પણ ધર્મ નહીં થાય માટે જ પરમાત્માએ કહ્યું છે “મિચ્છુ પરિહરહ”. ભગવાને પાયો જ આબતાવ્યો છે આ બરાબર સમજાશે તો જ ભ્રાંતિથી છૂટા થવાશે. આપણને જે સંગ લાગેલા છે કાયા, કુટુંબ, પરિવાર, સ્વજનવિ. ઉપાધિ રૂપે લાગે નહિ ત્યાં સુધી ધર્મની સાચી આરાધના થઈ શકશે નહીં. સંગ છોડ્યા વિના ધર્મનો વ્યવહાર થશે પણ ધર્મ નહીં થાય-અનુભૂતિ નહીં થાય. સમૂહમાં “સામાયિક” પણ કરો તો પણ “વોસિરામિ” શબ્દ બોલવા દ્વારા સંગને છોડવાનો જ છે તો જ તેમને અનુભૂતિ થશે. કાયાનો પણ સંગ છોડવાનો છે. તો જ આત્માનો સંગ થાય અને તો જ અનુભૂતિ થાય તે વિના અનુભૂતિ શક્ય જ નથી. * કાયા આત્માની વૈરી શા માટે? કર્મજન્ય કાયાના વ્યવહારનો આરોપ થઈ ચૂક્યો પોતાની કાયા મોટામાં મોટીવેરી છે. આત્માને પરાધીન કરનાર, કર્મ બંધનમાં બાંધનાર આ કાયા છે. આવો વૈરી હાથમાં આવી જાય એટલે એની સાથે પછી બરાબર કામ લેવાય.આ વાત જેઓને ખ્યાલમાં આવી ગઈ તેઓ પલાઠી વાળીને બેઠા નહીં. રાત આખી કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. કર્મના કારણે જે જે અવસ્થાઓ થઈ તેને જેઓએ પોતાની માની રૂપ, આકાર, અન્ય પર્યાયોને પોતાના માન્યા. આત્માને પોતાનો ન માન્યો. સબંધોને પોતાના માન્યા બધાની સાથે બંધાઈને રહ્યા, મોહના પરિણામથી છૂટે નહીંતો સમતાને વેદી ન શકે. મોહ છેદાય તો જ સમતા વેદાય. જેવો મમતાનો ત્યાગ થાય કેસમતા વેદાય. સમતાપ્રગટ થાય. સમતાની ભેટ કોઈ પણ આપી શકે એમ નથી. સર્વજ્ઞનાં શાસનમાં જોડાઈ આરાધના જ્ઞાનસાર || ર૯૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ કરવાની છે તે સમતાને પ્રગટ કરવા માટે જ છે. તેથી જ નમસ્કાર મહામંત્ર અને સામાયિક એ બન્ને એક સિક્કાની બે બાજુ જેવા છે. બંન્નેનું ફળ એક જ - સર્વ પાપ નાશ માટે જ સામાયિકની સાધના એ શિરમોર સાધના છે એ જ આગમનો સાર છે. અને એમાં આવવા માટે જ ભાવના રૂપ વ્યવહાર ધર્મ બતાવ્યો. અને એના દ્વારા નિશ્ચય ધર્મ રૂપ સામાયિક પ્રગટ કરવાનું છે. ખાલી ભાવધર્મ કર્યા કરે અને સ્વભાવનું લક્ષ નથી તો તે માત્ર ભવ વધારવાનું જ કાર્ય કરશે. વસ્તુનો સ્વભાવ તે જ ધર્મ, સમતા તે આત્માનો ધર્મ છે એને પ્રગટ કરવા માટે જ્ઞાનીઓએ સામાયિક ધર્મ કહ્યો છે. સમ્યકત્વ હાજર છે કે નહીં તે કેવી રીતે જાણવું? હાલતા-ચાલતાં તમામ કાર્યો કરતાં શરીર ઉપાધિરૂપ લાગે તો સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલો ઉપાય હોંશે હોંશે સ્વીકારી લઈશું. જે રીતે શરીરમાં ગુમડું થયું હોય ને અંદરમાં લવલવ થતું હોય અને જેના પર શ્રદ્ધા હોય તે દવા બતાવે, ઉપાય બતાવે તો તેને હોંશપૂર્વક સ્વીકારી લઈએને? અને તે ગૂમડાને દૂર કરીએ ને? તે જ રીતે કાયાને દૂર કરવાની ઈચ્છા થાય ત્યારે કામ થાય. પ્રતિકૂળતાની કોઈ ફરિયાદ નહીં અને અનુકૂળતાની કોઈ શોધ નહીં. ત્યારે જ ધર્મની સાચી શરૂઆત થઈ શકશે. પરમાત્માની આજ્ઞા અને એ મુજબનો ધર્મ આપણામાં આવે ક્યારે? શરીર જ ઉપાધિ છે એ પહેલાં સ્વીકારી લો. - નિર્જરા કરવાનો અપૂર્વ અવસર આવ્યો ને શરીર નબળું મળ્યું. પૂર્વે એવી આરાધના ન કરી તો અત્યારે આ નથી કરી શકતો એમ સાચી ફરીયાદ આવે. આત્મારડે. શરીર ઉપાધિરૂપ લાગે તો એને છોડી દેવાનો પુરૂષાર્થ કરશો અને જો તે ઉપાધિ રૂપ નહીં લાગે તો મમતાના તારથી બંધાઈને જ રહેશો. તો સાચી સામાયિકનહીં કરી શકો. જ્ઞાનસાર // 296 Page #298 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માએ પુણિયા શ્રાવકની સામાયિકના વખાણ કર્યા. દેશવિરતીના જે પરિણામ છે તેવા પરિણામ એમનામાં પરમાત્માને દેખાયા માટે પ્રશંસા કરી. શરીર જેને ઉપાધિરૂપ લાગે છે એવો આત્મા હવે “કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમ રૂપ સુજ્ઞાની” કાયાનો ભાવ છે જેનામાં તેને “બહિરાત્મા કહ્યો. કાયાથી છૂટવાનો ભાવ નથી, ઉદ્વેગ નથી, કાયા પર જ બહુમાનભાવ છે તેને બહિરાત્મા કહ્યો. - કાયાથી જલ્દીથી છૂટું. કાયાએ પર-પુગલ છે માટે એના સુખ મારે ભોગવાય નહીં કેમ કે એ સુખ પણ માત્ર પીડાને જ આપે છે આમ કાયામાં જે સાક્ષી ભૂત થઈ ઉદાસીન પરિણામે રહે તો તેનો નંબર અંતરાત્મામાં લાગે. આત્મા જયારે સાધનામાં સિદ્ધનાં સ્વરૂપને પકડે છે કે હું મારું સ્વરૂપ સિદ્ધ, બુદ્ધ, નિરંજન - નિરાકાર છે, તો તેનું મન કાયામાંથી નીકળી જાય છે અને સાધનામાં આગળ વધે છે માટે “નમો પદ માં પણ એ જ મુક્યું. હું કાંઈ નથી - મારું કાંઈ નથી. આ જ પરમાત્માની આજ્ઞા છે કે તું તારા સ્વભાવ પ્રમાણે પરિણમી જા. મિથ્યાત્વછૂટે નહીં, મારૂં-મારું કર્યા કરવું છે ને ધર્મ કરવો છે તો કઈ રીતે પત્તો ખાય? સરળ બની જાઓ, માર્ગ- સાચો આ જ છે અને એ રીતે જ મારે સ્વીકારવાનો છે આજે નહીં તો કાલે ત્યારે જ ઠેકાણું પડશે. નહીંતર જાત માંદી પડશે એની સાથે પોતે પણ માંદો પડી જશે. પણ આ બધાને ઉપાધિરૂપ માનો તો જગત આખું બગડી જાય તો પણ તમને કાંઈ નહીંથાય. નહીંતર માત્ર કલ્પના કરીને તમે બગડી જશો. માટે જ પરમાત્માએ કેવું સુંદર નિદાન કર્યું કે તમામ રોગોના મુળ તરીકે મિથ્યાત્વ છે. આ આખો ગ્રંથ, આગમનો સાર, જ્ઞાનનો નિચોડ એ જ જ્ઞાનસાર છે. કર્મ સંયોગથી કાયાનો આરોપ થયો અને આત્મામાં ઉપાધિ આવી. આત્મા અરૂપી ને કાયા રૂપી. બંન્ને વિરૂધ્ધ - સ્વભાવવાળા ભેગા થયા આથી આત્મામાં મોહ ભળવાથી તે પુદ્ગલ સ્વરૂપ ને પોતાનું માનવા માંડ્યો અને પોતાનું જ્ઞાનસાર || 297 Page #299 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક આત્મ-સ્વરૂપ ભૂલી ગયો. આમ જીવને શરીર અને આત્મા જુદા છે તેવું ભેદ-જ્ઞાન થયું નહીં અને એવું ભ્રમ જ્ઞાન જ થયું. “શરીર એ જ હું છું. આત્માનો ભમવાનો સ્વભાવ નથી પણ ભ્રમના કારણે ભમવાના સ્વભાવવાળો બન્યો. આ જયાં સુધી આત્માને સમજાશે નહીં ત્યાં સુધી “સ્વમાં રમણતા” પ્રાપ્ત થશે નહીં. આપણે મન દ્વારા સર્વત્ર ભમ્યા કરીએ છીએ. જો મન જ્ઞાનનું સાધન બને છે તો તે આનંદ સ્વરૂપ બને છે અને જેનું મન પુદ્ગલમાં ભ્રમિત બને છે તો તે વેદના સ્વરૂપ પીડા સ્વરૂપે પરીણમે છે. આપણામાં જે તૃષા છે તે સુખની છે એટલે સુખ માટે દોડે છે. આત્મા પરમ આનંદથી ભરેલો છે. સુખથી પૂર્ણ ભરેલો છે માટે એને સુખની જ ઈચ્છા છે તે સિવાય બીજી કોઈ તૃષા એમાં આવવાની નથી. પરંતુ મોહ ભળ્યો એટલે એને સુખ બહાર જ દેખાય છે. કસ્તુરી મૃગની ઘૂંટીમાંથી સુગંધ આવે છે છતાં એને એ ભાન નથી અને તેથી સુગંધ મેળવવા બહાર - જંગલમાં ભટક્યા કરે છે તેમ આપણામાં જ સુખ છે તે નિશ્ચય નથી થયો તેથી બહાર ફાંફા મારીએ છીએ. * “આત્મા સ્વાભિમુખ કેમ બનતો નથી ?" આપણા આત્માએ આજ સુધી આત્માવિષે સાંભળ્યું ઘણું, હું આત્મા છું, વ્યવહારથી સ્વીકાર્યું પણ ખરું, પણ આત્માની પ્રતિતીના સ્તર પર આ નિર્ણય ન થયો. જો આ નિર્ણય થઈ ગયો હોત તો શું થાત? તો આત્મગુણોની રૂચિ થયા વિના ન રહે. બે વસ્તુનો નિર્ણય થશે. 1) પરમાં સુખ નથી 2) અને પીડા જ છે. આ પ્રતિતીના સ્તરથી થાય તો નિકાચિત કર્મનાં ઉદયે પુદ્ગલ સંયોગ છોડી ન શકે એ બને ખરું. અને પરાણે પ્રવૃત્તિ કરવી પડતી હોય તો તેમાં ઉદ્વેગ - પશ્ચાતાપ વિ. જોવા મળે. કોઈ વ્યક્તિ દોડીને જાય, કોઈ વ્યક્તિ ઘસડાઈને જાય. પરાણે ઘસડાતો - ઘસડાતો જતો હોય તો દશા કેવી હોય? પરાણે કરવું પડતું હોય તો કેટલી ઉદાસીનતા હોય, પશ્ચાતાપ હોય પ્રવૃત્તિન જ્ઞાનસાર // 298 Page #300 -------------------------------------------------------------------------- ________________ ફરે એવું બને પણ વૃત્તિ તો ફરી જ જાય. મન ત્યાં નિરસ બની જશે. જીવને પરમાં સુખ લાગશે ત્યાં સુધી જ મન તેમાં દોડશે પરમાં જયારે નિઃસારતા લાગશે - તે કચરાપેટી લાગશે તો મને ત્યાંથી પાછું વળી જશે. આ - શરીરમાં ઉપરની ચામડી કાઢી નાંખવામાં આવે તો શરીરમાં કાંઈ જ સારભૂત દેખાશે નહીં. * “સાચો જ્ઞાની કોણ?” ચામડીએ આત્માનું અતિ નિર્મળ, સહજ સૌંદર્યને ભૂલાવી દીધું છે. અજર-અમર એવો આત્મા, અનુપમ સુખને વરેલો એવો આત્મા, વર્તમાનમાં એનું સુખ અનુભવી શકાય એવો આત્મા છતાં મોહને કારણે અસાર એવી કાયામાં સાર માનીને ભોગ ભોગવે છે. રાગ જડને પકડનારો છે. તીવ્ર રાગ મોહાંધ બનાવે છે. જ્ઞાની તે છે જે પોતાના અસ્તિતત્ત્વને ન ભૂલે. જે સદા તમારી સાથે રહેનાર છે તેને તમે કેમ ભૂલો? તે સિવાયની બધી વસ્તુ- બધો સંગ ઉપાધિને જ આપનાર છે. સકલ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ” જગતમાં જે કાંઈ પાપો થાય છે તેના કેન્દ્રમાં શરીર જ છે. બધો જ આરંભ - સમારંભ આ કાયાને માટે જ થાય છે. નવી પરણેલી કન્યાનું મન જેમ એનાપતિમાં જ રહે છે પછી તે તમામ કાર્યો ભલે કરતી હોય પરંતુ મનમાં તો તીવરાગ થી પતિદેવ જ બેઠા હોય. તેમ જ્ઞાની પોતાના અસ્તિત્વને કદી ન ભૂલે. જેમ સર્પનું પાલનખને આપનાર, મોતને આપનાર થાય છે તેમ આ શરીરનું પાલન - આપણા માટે અનંત દુઃખનું કારણ છે. જેમ સર્પ આપણો વૈરી બનવાનો છે તેમ આ કાયાનું પાલન પણ વેરી બની આરંભ-સમારંભને કારણે દુર્ગતિમાં ધકેલી દેશે માટે આ કાયાની માયા છોડો! (શરીરને કસવાનું છે - તગડું કરવાનું નથી.) જ્ઞાનસાર // 299 Page #301 -------------------------------------------------------------------------- ________________ આ શરીર નાશવંત છે અને આત્મા શાશ્વત છે માટે જ “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઔર ન ચાહું કંત” તે જ આત્મા સાથે રહેનાર છે માટે જ “રીઝયો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત આતમ દેવને જ રીઝવવાનો પ્રયત્ન કરવાનો છે તેના સિવાય બધી ઉપાધિ લાગશે તો છૂટી જતા વાર નહીં લાગે કેમ કે આત્મા પરમ સ્વાર્થી છે. સત્ય સમજાતા અસત્યને છોડતા વાર નહીં લાગે. સાધુને રૂપ પરાવર્તન કરવાનું છે. મુમુક્ષુ તે જે પોતાની માલિકીનું નથી તે બધું છોડવા તૈયાર થઈ જાય. આત્માએ તપ ઘણો કર્યો પણ શરીરની મમતા ગઈ નહીં માટે આરાધનાનિષ્ફળ ગઈ. સાધુ શું કરે? એ તો હવે શરીર સાથે યુધ્ધ કરવા તૈયાર થઈ જાય. જેટલું કામ લેવાય તેટલું લે અને ખબર પડે કે હવે આ કાયા કામ આપે એમ નથી તો ગુરૂ નિશ્રાએ અનશન લઈ એને “વોસિરે-વોસિરે” કરી દે. જગતના જીવોને પીડા આપનાર કોણ છે? આ વરણી એવી કાયા છે. આ કાયાને માટે જગતનાં મોઢા જોવા પડે છે. આ બધી ઉપાધિન જોઈતી હોય તો એક જ નિર્ણય કરવા જેવો છે કે “આત્માસ્ફટિક જેવો નિર્મળ છે” પૂર્ણ સુખથી ભરેલો છે, આનંદમાં રમમાણ છે, પણ કાયા રૂપ ઉપાધિને કારણે ભ્રમમાં પડ્યો છે. મનુષ્યભવમાં આવ્યા છીએ તો આ ભ્રમને દૂર કરી આત્માની રૂચિ કરીને તેમાં જ પુરૂષાર્થ કરી લેવાનો છે. તો આ ભવમાં નહીંતો ૬-૭ભવમાં તો અવશ્ય છૂટી જશે. શક્તિને ગોપવ્યા વિના કાર્ય કરતાં જાઓ તો દિવસે દિવસે શક્તિ વધતી જશે. થોડું છોડશો તો વધારે છોડવાની શક્તિ મળશે અને એમ કરતાં કરતાં ઉપાધિપૂર્ણતયા છૂટી જશે. જે વર્ણના પુષ્પાદિ સ્ફટીક આગળ આવી જાય તેવદિવાળા સ્ફટિક બની જાય છે. પુષ્પાદિમાંથી પરમાણુ નીકળીને સ્ફટિક પર લડ્યા તેના કારણે - તેવા વર્ણની ભ્રાંતિ આત્માને થાય છે. એવો જ સમગ્ર વ્યવહાર જગત સાથેનો આપણો ચાલે છે. રૂપની ભ્રાંતિ થાય છે. આપણને ભાન હોય કે મારા આત્માનો આ સ્વભાવ નથી - હું અરૂપી છું. તો મોહ ન ભળવાથી કર્મ ન બાંધે પણ જ્ઞાનસાર // 300 Page #302 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવમાં ન હોય ત્યારે નવા કર્મો બાંધે. ઉદય આવવો એ આપણા હાથની વાત નથી પણ ઉદયમાં નવા કર્મો બાંધવા કે ન બાંધવા એ આપણા હાથની વાત છે માટે જ સળગતા શરીરમાં પણ મહાત્માદાજ્યા નહીં તો કર્મોનિર્જરી ગયા ને નવાન બંધાયા, આત્મામાં અનંતવીર્ય છે, માટે સમતામાં રહી શક્યાં. જયારે રોગચાળો ફાટયો હોય ત્યારે તે બધાને નથી થતો જેની પ્રતિકાર શક્તિ જોરદાર હોય તેને નથી થતો. તે જ રીતે અનંત-વીર્ય શક્તિ છે, તેના કારણે બધું જ શક્ય બની શકે છે. આત્મા ધારે ત્યાં બધું જ કરશે કે નહીં ધાર્યું હોય ત્યાં જરા પણ સહન નહીં કરે. જે આત્માને સ્વભાવ અને સ્વરૂપની રૂચિ નથી - આરાધના બધી જ કરતો હોય, પૂજા, સામાયિક, સ્વાધ્યાય વિ. અભવિ પણ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જોરદાર પ્રરૂપણા કરે પણ પોતાના આત્મ ગુણોની રૂચિ થતી નથી. બોધ થવો એ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે તેના કારણે લાભ ન થાય પણ રૂચિ થવી તે દર્શન - મોહનીયનો ક્ષયોપશમ છે. અને રૂચિ પ્રમાણે આત્મવીર્યને તે પ્રમાણે પ્રવર્તાવવું, તે ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય. આત્મવીર્ય - મોહના વિચ્છેદમાં પ્રવર્તમાન થાય ત્યારે લાભ થાય. યોગમાં અપ્રમત્તપણે કાઉસ્સગ્ગ વિ. કરી શકે તેવીર્યાન્તરાયના ક્ષયોપશમથી થાય, તે માત્ર દ્રવ્યથી અપ્રમત્ત છે પણ ભાવથી અપ્રમત્ત ન થાય તો ત્યાં સુધી લાભ થઈ શકતો નથી. “હું બરાબર છું” - “મારી ક્રિયા બરાબર છે.” - એ જ મોહનો પરિણામ છે તે માનને લાવે છે. ક્રિયાની સ્થિરતા થઈ પછી તેના ઉપયોગમાંથી છૂટીને હવે મોહ કયાં ભળી રહ્યો છે તેને જુઓ. ઉદયગત મોહનિષ્ફળ કરશો તો નિર્જરા થશે. ચિત્ત સદા પોતાને અનુકૂળ શું? અને પ્રતિકૂળ શું? અને તે કઈ રીતે મળે અને કઈ રીતે ટળે? તેની શોધમાં ભમતુ હોય, ઊંઘમાં આ ધારા ચાલુ હોય, અને તે જ્ઞાનસાર // 301 Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે થાય તો જ આત્મા ઉત્સાહિત થાય. તે વગર આપણો આત્મા ઉત્સાહિત થતો નથી સામાયિક, પૌષધ, સર્વવિરતી સુધી પહોંચીને પણ સમતા ન અનુભવાય આમ “કોરે કોરા” જ ચાલ્યા જવાનું પોતાનું માનેલું માસક્ષમણ, સિદ્ધિ તપ વિ. બધું જ કરી લે છે. પણ અણઈચ્છેલું એ જરા પણ સહન કરી શકતો નથી. સ્વભાવને સ્વરૂપની જાણ જ નથી. ન કરવાનું કષ્ટ સહન કરે છે. તે જ આપણી મુર્ખતા છે. મિથ્યાત્વ-અવિરતિ - કષાયને યોગ કર્મબંધના 4 કારણો બતાવ્યા. પોતાનું નથી તે પોતાના રૂપે બતાવે તેમિથ્યાત્વ. “કાયા એ હું તેને પોતાની માનવી તે મિથ્યાત્વ. તેની સાથે રહેવાનો પરીણામ - છૂટવાનો પરિણામ નહીંતે અવિરતિ. અનંતા ઓઘા લીધા તો પણ દેહથી છૂટવાનો ભાવ ન આવ્યો માટે બધા નિષ્ફળ ગયા. વિરતી લેવા છતાં પરીણામ ન થયો - પરીણામ પ્રગટ થવા એ સહેલી વાત નથી આમ કરતાં કરતાં કર્મલઘુતા થાય. બધી જ સામગ્રી પૂર્ણ મળે. કાળનો પરિપાક થાય પછી જ રૂચિનો પરિણામ થાય. અને ફરી જો નિકાચિત કર્મનો ઉદયહશે તો ફરી તેટલો કાળ અટકાવશે પછી જ કાર્ય થશે. આપણે કયાં છીએ એની આપણને જાણ નથી માટે પુરૂષાર્થ કરવો જ પડે. આત્મા પુરુષાર્થ કરવાનો છે જ. તુ અસંગ છે, નિઃસંગ છે પણ અવિરતિનો પરિણામ એ સંગથી છૂટા થવા દેતો નથી. કલિકાલમાં એવો રસ્તો બતાવનારા છે કે સંગમાં રહો પણ રાગ-દ્વેષ ન કરો, પણ તે મૂર્ખ છે. સંગથી છૂટા થવાનો ભાવ આવે તે સમ્યગદર્શન અને દેશથી છૂટા થયા તે દેશવિરતી અને કાયમ માટે છૂટા થયા તે સર્વવિરતિ. વિતરાગતાના અંશને વેદવો તે વિરતી. મોહનો પરિણામને કષાય. સંયોગ એ મોહને આધીન છે એટલે પહેલા સંયોગને છોડો પછી મોહને છોડો. ત્રણને છોડયા વિના આત્મા પોતાના સ્વભાવમાં આવી શકે તેમ નથી માટે મિથ્યાત્વ, અવિરતિ ને કષાય ત્રણને છોડવા જ પડે. મોહ આત્માને ભૂલાવી દે. શરીર સાથે રહેવાનો પરિણામ તે અવિરતી. શરીરમાં સુખની ભ્રાંતિ તે મિથ્યાત્વ. માટે શરીરના સુખને જીવ છોડી શકતો નથી. શાતા અશાતા બંન્નેના પરિણામને સુખદુઃખરુપેવેદિવાના છોડી દેવાના છે ત્યારે જ સમતાના પરીણામનો અનુભવ થાય. જ્ઞાનસાર || 302 Page #304 -------------------------------------------------------------------------- ________________ 0 મોક્ષની મુસાફરીમાં દેવલોકવિશ્રામ સ્થાનરૂપ કોને? અનુત્તરવાસી દેવો સમ્યગુદૃષ્ટિ છે. અનંતાનુબંધી 4 અને 3 દર્શન મોહનીય નો ક્ષયોપશમ છે. તેથી તે જીવો તે તે સુખોમાં આસકત્ત થતા નથી માટે જ ત્યાંથી મનુષ્યભવમાં આવી મોક્ષમાં જાય છે આમ સુખોમાં આસક્તિ નહોવાના કારણે તે સુખો સંસાર-વૃદ્ધિના કારણ રૂપ બનતા નથીતેમાં ઉદાસીન ભાવે છે અને જિન-પ્રણિત તત્ત્વમાં જ રમણતા કરે છે આમ દેવલોક એ તેમના માટે વિશ્રામ-સ્થાન છે. પુગલના સંયોગમાં યોગના કારણે આત્મા રહે છે. જયાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાય નથી તો યોગમાં રહેવા છતાં આત્મા સ્વભાવમાં રહી શકે છે. અર્થાત્ આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી નિરાળો રહી શકે છે. પુર્ણાનંદને માણી શકે છે. પણ સ્વરૂપને નથી માણી શકતો. પણ જયારે આયુષ્ય પૂર્ણ થઈ જશે એટલે શરીરનો સંયોગ સદા માટે છૂટી જશે એટલે પૂર્ણ સ્વરૂપ સહજ પ્રગટ થઈ જશે. મોહ નથી એટલે એને બાધકતા નથી. * “એકેન્દ્રીયાદિ સમુદ્ઘિમ ભવ શા માટે પ્રાપ્ત થાય?” જેમ જેમ આત્મામાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયનો પરિણામ વૃદ્ધિ પામે તેમ તેમ આત્મા ભાન ભૂલે, અને તેથી પંચેન્દ્રીયથી - એકેંદ્રિય સુધીમાં જીવને જવું પડે છે અને સંયોગોની સાથે ભાન ભૂલતાં ભૂલતાં એકમેકતા થઈ ગઈ તો એકેન્દ્રિયાદિ સંમૂચ્છિમ અવસ્થામાં કર્મસત્તા મોકલી આપે છે. જ્ઞાન સામૂચ્છિમ (મૂઢ) બન્યું તો જીવને એકેન્દ્રિય અને વિકલેંદ્રિયની મન વગરની અવસ્થા પ્રાપ્ત થાય છે. દેવશર્માને ગૌતમ સ્વામી પ્રતિબોધ કરવા ગયા. પ્રભુએ સામેથી મોકલ્યા. તેનો પુણ્યોદય કેટલો કે પરમાત્માને અંતિમ સમયે દેવશર્મા યાદ આવ્યો. સાથે પાપોદય પણ કેટલો કે તે ગૌતમસ્વામીનો વિનય-બહુમાન નથી કરી શક્યો. કેમ કે પત્નિના રાગમાં ગળાડૂબ હતો. ગૌતમ સ્વામીના શબ્દોની અસર ન થઈ માટે કાન ગયા. આંખ પત્નિને જોવામાં હતી તેથી આંખ ગઈ જ્ઞાનસાર || 303 Page #305 -------------------------------------------------------------------------- ________________ અને મન પત્નીમાં જ હતું માટે સમૂચ્છિમ બન્યો અને પત્નિના માથામાં જ તે તેઈંદ્રિયલીખ તરીકે ઉત્પન્ન થયો. રાગદશા કેટલી ભયાનક છે. યોગ્યનો સત્કાર ન કરાવી શકે. અયોગ્યતાને પ્રગટાવે અને ભવસમુદ્રમાં ડૂબાડે. આથી રાગને જ કાઢવો શ્રેયસ્કર છે. ગૌતમસ્વામીને આ નિમિત્તે રાગ ઓસરી ગયો તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. * જન્માદિ ઉપાધિ ફરી કયારે ન મળે? વિપરીત પરિણામને કારણે મોહ વૃદ્ધિ પામે છે. મોહની અતિશય વૃધ્ધિ મૂચ્છમાં પરિણમે છે તે અવસ્થામાં તે એકેંદ્રિય આદિ ગતિમાં જાય છે ત્યાં જે શરીર મળે તેમાં તે મૂચ્છિત્ત થઈને રહે. “જાઈ - જરા - મરણ - શોક - પણાસણસ્સ” આત્મા પોતાના સ્વ સ્વભાવમાં આવે તો સ્વભાવ જન્મ-ઘડપણ - મરણ - શોક આદિ કર્મકૃતદશાથી નિરાળો બને, પણ વિભાવદશાને કારણે તે તે જાતિમાં રહેલો પોતાને તેવો જ માને છે. આ ઉપાધિજન્ય દશા આવી. પોતે નિરંજન, નિરાકાર, અરૂપી, અગુરુલઘુ, શાશ્વત છે એમ પોતાના સ્વરૂપને ભૂલી ગયો. જેમાં મારા પણું માન્યું એના માટે જીવશે આત્મ-સ્વરૂપ તો એને યાદ પણ નહીં આવે. જન્મ પામે એને જાતિ મળે. ઘણાંને જાતિનો ગર્વ થાય છે. હું મનુષ્ય, હું આર્યવિ. પણ જાતિથી રહિત થઈને જ જીવવાનું છે. આત્માને કોઈ જાતિ નથી. સિદ્ધોમાં પણ બધા સમાન છે. છતાંય જીવ જાતિ માટે -જાતિને સારું લગાડવા માટે જીવશે, વિરૂધ્ધ જાતિવાળા પર દ્વેષ કરશે અને સમાન જાતિવાળા માટે રાગ થશે. હિંદુ - હિંદુ માટે, મુસલમાન -મુસલમાન માટે ઈત્યાત્રિ પોતાની જાતિ માટે મરી ફીટવા તૈયાર થશે, ત્યારે બીજાને મારતા પણ નહીં અચકાય. જાતિ કોને મળે? જે જન્મે એને જાતિ મળે. આ બધો જ વિભાવ જન્મથી મળે છે. પણ હવે એ રીતે જીવવાનું છે કે જન્મ ન મળે, જાતિ ન મળે, જરા ન મળે,. મરણ ન મળે. જાતિના ગૌરવ પર ચાલ્યા તો ફરી જન્મ ને જાતિ મળવાનાં છે. જીવે જીવ માટે જીવવાનું છે એને બદલે એ જાતિ માટે જીવશે અર્થાત્ બીજાના જન્મ-મરણ માટે જીવશે. પણ આ તારું સ્વરૂપ નથી. તારે આ બધા જ પર્યાયોથી જ્ઞાનસાર // 304 Page #306 -------------------------------------------------------------------------- ________________ મુક્ત થવાનું છે. હું બધા પર પર્યાયોથી રહિત છું, તેવો સ્વીકાર થાય, રૂચિ થાય, તો જીવ જીવ દ્રવ્ય માટે જીવશે કઈ જાતિ છે તે પ્રશ્ન ગૌણ બનશે. અનુકંપાની . અંદર જાતિ શબ્દ ન આવે તો જ નિર્જરા થશે, તેવો શુદ્ધ પરિણામ આવશે. શક્તિ અને તાકાત હોય તો “સ્વ-પર”ની પીડાને દૂર કરવાનો પ્રયાસ કરશે. પીડા પામતા જીવદ્રવ્ય ને પીડા અપાય નહીં. તે પીડા દૂર કરવા માટે સંપૂર્ણ પ્રયાસ કરાય. અનુકંપાનો ભાવ તો આત્મામાં જીવતો-જાગતો જોઈએ. દરેક જીવને એકેન્દ્રિયથી પંચેન્દ્રીય સુધીના તમામ જીવોને સમાન ભાવથી જુએ. એ જીવ છે અને સત્તાએ સિદ્ધ છે માટે મારાથી એ જીવને પીડા કેમ અપાય? આપણે જગતના જીવોને કર્મજન્ય ઉપાધિ રૂપમાન્યા? આપણી જાતને તો આપણે હલકી માની અને તેઓને પણ હલકા માન્યા. એકેંદ્રિય જીવ પર આપણું બહુમાન કેટલું? બાહ્ય ભાવથી જ દરેક જીવને આપણે તોલીએ છીએ તેને પરમેશ્વર સ્વરૂપન માનતા પામર સ્વરૂપે માનીએ છીએ આથી સિદ્ધત્વને તો આપણે ભૂલી જ ગયા. આપણે આપણી જાતને બાહ્ય ભાવથી જ તોલીએ દીન-હીન-એકલપણું કેમ અનુભવીએ છીએ. “પર”પર્યાય ની ઝંખના અને તે ન મળતાં આપણે દીન-હીન બની જઈએ છીએ. અમારી પણ એવી જ દશા થાય જો “પર” (પુગલ ને) ને મહત્વ આપીએ તો. અમારે શિષ્ય પરિવાર ન હોય, વિદ્વાન હોઈએ પણ ખુણામાં બેઠા હોઈએ, કોઈ પૃચ્છા ન કરે તો અમે પણ દુઃખી થઈશું. આ પણ ઉપાધિ જ છે. જેમ ઉધઈ લાકડાને ફોલી ખાય તેમ જીવને જો આ ઉપાધિઓ વળગે તો ફોલી ખાય. તે અંદરથી પીડાતા હોય. જ્ઞાનીને પણ આ ઉપાધિ વળગી ગઈ તો તે દ્રવ્યથી જ્ઞાની છે માટે તો મહો. યશોવિજયજી મહારાજે ગાયું કે “ગઈ દીનતા અબ સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં.” મારો આત્મ સ્વભાવ આ જ મારું સર્વસ્વ છે તે મળ્યા પછી મને હવે બીજું કાંઈ જોઈતું નથી. –એ સિવાય બીજુ ઈચ્છવું તે આર્તધ્યાન ઢપ છે. દીનતા એ આર્તધ્યાનનું લક્ષણ છે. આત્મા સિવાય ઈચ્છેલું પોતાને ન મળ્યું જ્ઞાનસાર || 305 Page #307 -------------------------------------------------------------------------- ________________ તેનો અસંતોષ એ દીનતા. ગૌતમસ્વામીને દીનતા નહીં પણ ઝંખના હતી. મને મારી વસ્તુ - કેવળજ્ઞાન કયારે મળશે? દીન હોય ત્યાં સત્વ-હીનતા હોય, સ્વ-સત્વ'ને ખીલવવું એ ઝંખના છે. * “કર્મે આપેલો માલ ભોગવે?” જો કર્મે આપેલી વસ્તુ ઉપાધિજન્ય લાગે તો તે વસ્તુ ભોગવવાનો ભાવ ન થાય. સાચો પુત્ર-પિતાનો કમાવેલો માલ ભોગવે નહીં. તેવી જ રીતે કર્મો આપેલો પારકો માલ જીવ ભોગવે નહીં. અને ઈચ્છાપૂર્વક, આદરપૂર્વક, હોંશપૂર્વક ભોગવવા બેઠા તો આપણો માલ ગુમાવવો પડે, સમતાનો પરીણામ ગુમાવવો પડે. ઈચ્છા કરવા માત્રથી સમતાનો પરિણામ દબાતો જાય. મારા ખાવાનો, પોતાનો માલ ગુમાવવાનો અને કર્મો બાંધવાના તે નફામાંને ઉદયમાં આવે ત્યારે ફરી દંડા ખાવાનો વખત આવે. સમતાનો પરિણામ અનુકૂળતાને ભોગવવામાં ગાયબ થઈ જાય. * “પુણ્યાઈને ન ભોગવે તો શું લાભ થાય?” તમે પગે ચાલીને, સાઈકલ પર, સ્કૂટર પર, રીક્ષા, મોટર વિ. માં બેસીને જઈ શકો છો. તમારી પુણ્યાઈ છે તો તમે શું કરો? ચાલીને આવવાથી કેટલો લાભ થાય? જીવદયા ના પરિણામનો ઉપયોગ રહે, ઈર્યાસમિતિનું પાલન થાય. 2) વીર્યાન્તરાય નો ક્ષયોપશમ થાય. માન ન પોષાય (મારી પાસે કેટલા બધા સાધન છે.) 4) ચિંતન-મનન પણ થાય. શુભ અધ્યવસાયોની ધારા પ્રગટે. 6) શરીર ખડતલ ને નક્કર થાય - આરોગ્ય સુધરે - લોહીનું ભ્રમણ બરાબર થાય. 7) પૈસાનો વ્યય, બીનજરૂરી વાતચીત આદિમાં કાપ મૂકાઈ જાય. જ્ઞાનસાર // 306 Page #308 -------------------------------------------------------------------------- ________________ આપણું શરીર નક્કર કેમ નથી? પરમાત્માની આજ્ઞાનું વહન બરાબર કરતાં નથી. શરીરને શક્તિ પ્રમાણે શ્રમ આપીએ તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ પરમાત્માની એક આજ્ઞાનું પાલન-ચાલીને જવું છે એ કર્યું તો એક માં અનેક લાભ થાય અને એક ગેરલાભમાં અનેક ગેરલાભ થાય. વર્તમાનમાં ઘણું બધું ગુમાવે ત્યારે અનુકૂળતા ભોગવવા મળે છે. પુણ્યના યોગે શરીર સારું મળ્યું તો તપ, જપ, સ્વાધ્યાય અને અપ્રમતપણે ક્રિયા કરવામાં તેને લગાડો તો શરીરનો વ્યય કર્યો કહેવાય. આપણે માત્ર ધનનો સદ્વ્યય કરવામાં જ સમજયા. આમ પુણ્યના યોગે મળેલી વસ્તુને ભોગવવી નહીં પણ તેનો વ્યય કરવો. માત્ર સમજણ જ ફેરવવી પડે, કાયાનું મમત્વ તોડવું પડે. જે આત્માને પર્યાય રૂપે સચિદાનંદ જાણે છે પણ સચિદાનંદ-સ્વરૂપ,નિર્મળ એવા પોતાના આત્મ સ્વરૂપને પોતાનું જાણતો નથી એના જેવો બીજો કોઈ મુર્ખ નથી. જે તમારૂં નથી, તમારી સાથે આવવાનું નથી તે બધામાં આખું જીવન પુરૂ કર્યું, અને જે કરવાનું હતું તે ન કર્યું અને મરણને શરણ થયા માટે મુર્ખ કહ્યાં. આ બધું જોવા છતાં હે જીવ! તારી દૃષ્ટિ કેમ ખુલતી નથી !!! ખાણમાં ન હોય તે માટી વિ. થી લેપાયેલો હોય તેને કોણ પારખી શકે? ઝવેરી સિવાય કોણ પારખી શકે! ઝવેરી રત્ન-પારખુ હોય તો તે તેની બરાબર કીંમત આંકી શકે છે. ભરવાડ તેને શું સમજે? તે જ રીતે આપણે પણ જયાં સુધી ઝવેરી ન બનીએ ત્યાં સુધી જે રત્ન રૂપ મનુષ્ય ભવ પ્રાપ્ત થયો છે તેની કિંમત આંકી ન શકીએ. જ્ઞાનવરણાદિ કર્મોનું આવરણ આવી ગયું છે તેથી કેવળજ્ઞાન રૂપ રત્નનો ઝળહળતો પ્રકાશ આવતો બંધ થઈ ગયો છે. પૂર્ણ આનંદ, કેવળજ્ઞાનનો ઝળહળાટ છે. ઝવેરીની વિશેષતા ત્યારે જ કહેવાય કે પત્થર ને એ હીરામાં ફેરવી દે અને તેનો ઝળહળાટ પ્રગટ થાય. તે જ રીતે આપણે પણ સર્વજ્ઞના વચન દ્વારા આત્માની અંદર સાક્ષાત કેવળજ્ઞાન રૂપ રત્નનો પ્રકાશ ઝળહળી જ્ઞાનસાર // 307 Page #309 -------------------------------------------------------------------------- ________________ રહ્યો છે તેના એક પ્રદેશનો આનંદ લોકાકાશમાં ન સમાય તેવો હોય છે, તેની ખાત્રી થવી જોઈએ. ખાત્રી થાય, રૂચિ થાય, પ્રતિતી થાય, તો આપણો જન્મ સફળ થઈ જાય. જ્ઞાનસાર ગ્રંથ અને દેવચંદ્રજી મ.સા.ની ટીકાએ બેનો સમન્વય એક અણમોલ રત્ન છે. એ રત્નને પારખવાનો ગ્રંથ છે. આત્માની અનુભૂતિનો ગ્રંથ છે. આપણે અર્થપણું પ્રગટાવીએ તો આત્માનો નિર્ણય આ ગ્રંથ દ્વારા થઈ શકે છે. જેમ રત્નોને પણ પારખવાવિશિષ્ટ ગ્રંથો રચાયા છે. “રત્નપરીક્ષા” નામનો ગ્રંથ યતીમહારાજે શાંતિદાસ ઝવેરીને આપ્યો હતો. તેના દ્વારા એમણે અકબર બાદશાહે બતાવેલા રત્નની ખરી કિંમત કહી ત્યારે અકબરે પૂછયું કે તમને આ કઈ રીતે ખબર પડી? ત્યારે તેમણે આ ગ્રંથની વાત કહી અને અકબરે એમને પોતાના દરબારમાં સ્થાન આપ્યું ને અમદાવાદમાં નગરશેઠ ની પદવી આપી અને એમણે શત્રુંજય પરદીવાલ ચણાવી અને પોતાની લાગવગના કારણે તીર્થની રક્ષા કરી અને ખૂબ શાસન-પ્રભાવના કરી. જેમ તમને જાણ છે કે બેંકમાં પૈસા પડ્યા છે તો તમને આનંદ થાય છે તે જ રીતે પોતાનામાં કેવળજ્ઞાન છે તેનો આનંદ માણવાનો છે. સમ્યગુદૃષ્ટિને સંવેગ અને નિર્વેદ બનેહોય. આત્મ ગુણોની સંપત્તિ છે તેનો આનંદ છે અને તે જ સંવેગ છે. અને છે તેને વર્તમાનમાં ભોગવી નથી શકતો તે સંપત્તી ગિરવે મૂકાયેલી છે (કર્મોને હવાલે).કર્મતમને જેટલું આપે તેટલું જ લેવાનું. કેવળજ્ઞાન છે તેમાંથી તેણે તમને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે પણ અલ્પ ક્ષયપક્ષમ રુપે આપ્યું. પોતાનું હોવા છતાં બીજા પાસે કરગરવાનું છે હવે જો બહાદુર બનીએ તો મતિને શ્રત રૂપ જે મૂડી આપણી પાસે છે તેના દ્વારા વેપાર કરીને આપણી કેવળજ્ઞાનની મૂડી આપણે લઈ લેવાની છે. જ્ઞાન / દર્શન / ચારિત્ર / તપની સહાયલઈને આત્મવીર્ય-અપૂર્વવર્યફોરવીને પોતાની સંપત્તિ મેળવી લેવાની 4 થે ગુણ સ્થાનકે આત્મા અપૂર્વકરણ કરીને દર્શન મોહનીયને જ્ઞાનસાર || 308 Page #310 -------------------------------------------------------------------------- ________________ ખપાવીને સમ્યકત્વ પ્રાપ્ત કરે છે અને ૮મે ગુણ સ્થાનકે શ્રેણિ માંડે અને અપૂર્વકરણ કરીને મોતને ખતમ કરે. બધી જ સાધના માત્ર એક જ અંતઃમૂહુર્ત માટે કરવાની છે. સમકિતની પ્રાપ્તિ માટે પણ અંતઃમૂહુર્ત અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે પણ એક જ અંતઃમૂહુર્ત કાફી છે. પોતાનામાં કેવળજ્ઞાન છે. સંતોષનો પરિણામ છે. પુર્ણ તૃપ્ત છે. આ પોતાનો સ્વભાવ છે પણ જયાં સુધી આ નિર્ણય નથી ત્યાં સુધી બહાર તૃપ્ત થવા જાય છે, અને બહાર એ તૃપ્ત થઈ શકતો નથી અને ભયંકર પીડા પામે છે. શેરડીનો રસ પીધો તો તૃપ્ત થઈ ગયા, મિષ્ટાન્ન વાપર્યું તો તૃપ્ત થઈ ગયા એવું તો બનતું નથી ને અગ્નિ વધારે પ્રજવલિત બને છે પણ આત્માનો પોતાનો સ્વભાવ તો કોઈ પણ દ્રવ્યની સહાય વિના જ પોતાનામાં તૃપ્ત થઈ જવાનો છે. આહારાદિ વાપરવાનો જે પણ વ્યવહાર કરવાનો છે તે સમાધિ માટે કરવાનો છે પણ તેમાં તૃપ્તિ માનવી તે મહામિથ્યાત્વનો પરિણામ છે અને તેમાં અનુબંધ પાપનો જ પડે છે. કોઈપણ પર વસ્તુ જોઈતી જ નથી તેવો આત્માનો પરીણામ એ જ તૃતિ. ઉપવાસને દિવસે ઘણી વખત ઘણાંને વગર ખાધે-પીધે તૃપ્તિનો આનંદ આવે છે, અઠ્ઠમ-અઠ્ઠાઈ વિ.માં ઘણાં આત્માને એવું જ થાય બધું જ કાર્ય કરે છતાં ઉપવાસ કર્યો છે એની ખબર ન પડે. તપ સાથે જયારે જ્ઞાન ભળે ત્યારે આત્મ-રમણતા અલગ જ હોય. તે જ પરમ-તપ છે. સર્વજ્ઞના વચન દ્વારા સ્વભાવ અને સ્વરૂપ દ્વારા આપણને આ પ્રતીતિ થઈ જાય તો આગળ આરાધના કંઈક અલગ પ્રકારની જ થાય. તેમાં ઉલ્લાસ અપૂર્વહોય. * "મૃત્યુના ભયને દુર કરવાનો ઉપાય." અક્ષય, અરૂપ, અગુરૂ લઘુ, અવ્યાબાધ સુખ એ આત્માનું સ્વરૂપ છે. એના પ્રતિપક્ષ રૂપે કર્મજન્ય ઉપાધિ આવી. અક્ષયની સામે આયુષ્ય કર્મઆવ્યું. આત્મા અમર છે પણ મૃત્યુનો ભય આવ્યો, એટલે સતત ભયમાં જ રહ્યા કરે. જ્ઞાનસાર // 309 Page #311 -------------------------------------------------------------------------- ________________ હવે જો આત્મા માની લે કે.... 1) દળિયાનું ભેગું થવું એ પુદ્ગલ (આયુષ્યના) 2) દળિયાનું પરસ્પર બંધાવું તે સ્કંધ. 3) દળિયાનું ભેદરૂપે છૂટા થવું એ પુદ્ગલ. આ બધી પ્રક્રિયા તારા સ્વભાવની વિરૂધ્ધની છે તો શું કામ તું એમાં મુંઝાય છે. જો તેને પોતાના નહીં માનીએ તો ભય નામનો મોહનો પરિણામ આપણામાંથી નીકળી જાય. સ્વરૂપના નિર્ણય દ્વારા આત્માના અસ્તિત્વનો નિર્ણય થાય. તે સમ્યકત્વનો પ્રથમ પાયો છે. જે થાય છે તે કર્મોમાં થાય છે તેને તેમાં કંઈ થવાનું નથી અને આ જ ધર્મ કરવાનો છે. જીવે મોહના પરિણામ રૂપે ન થવું પણ પોતાના સ્વભાવ પ્રમાણે જ થવું. સર્વજ્ઞ પ્રમાણે જેટલો નિર્ણય દેઢ તેટલો આસ્તિક્યનો નિર્ણયદેઢ, સમનો પરિણામ આવે છે. ज्ञानीनां नित्य आनंद एव वृद्धि रेव तपस्वीनाम् જ્ઞાનીઓનો આનંદ પરિણામ તો સદાયે વૃધ્ધિને પામતો રહે છે અને તપસ્વીઓને તો વિશેષ આનંદનું કારણ બને છે. જ્ઞાન સાથે તપભળવાથી કર્મો વિશેષ નિર્ભરે છે તેથી વિશેષ અનુભૂતિઓ થાય છે. પુદ્ગલરૂપ ઉપાધિ આવવાથી કેવળજ્ઞાન આવરીત થઈ ગયું છે. તેને દૂર કરવા મિથ્યાત્વ દૂર કરવું પડશે. વર્તમાનમાં જીવની મલિન અવસ્થા છે. ઘાતી કર્મના ઉદયથી આત્માના સ્વભાવ પર આવરણ અને અઘાતી કર્મના ઉદયથી સ્વરૂપ પર આવરણ આવી ગયું છે. તો તે આવરણને દૂર કરવા - અર્થાત્ દોષો દૂર કરવા મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમથી મતિ - શ્રુતજ્ઞાન ના જે અંશો ખુલ્લા થયા છે, તેને અવધારણ કરી સર્વજ્ઞ કથિત માર્ગે આગળ વધે છે તેમ તેમ સ્વભાવના આવરણો દૂર થતા જાય છે અને તેટલે અંશે આત્મામાં. કેવળજ્ઞાનનો પ્રકાશ પથરાતો જાય છે અને તે જ મતિ-શ્રુતજ્ઞાનમાં જો મોહન ભળેલો હોય તો શુધ્ધ જ્ઞાન દ્વારા સમ્યગું દર્શન ગુણ પ્રગટ થાય છે. અરૂપીનો તો અંશ પણ ખુલ્લો નથી અઘાતી કર્મથી સંપૂર્ણ અવરાયેલો છે પણ સર્વજ્ઞ જ્ઞાનસાર || 310 Page #312 -------------------------------------------------------------------------- ________________ વચનની શ્રદ્ધાના બળે પોતે તે જ સ્વરૂપવાળો છે તેનો નિશ્ચય કરી શકે છે. જ્ઞાનમાં જયારે સમ્ય દર્શન ભળે ત્યારે તેની સહાય વડે સ્વરૂપનો નિશ્ચય પણ થઈ જાય છે અને રૂચિનો જે પરીણામ પરમાં છે તેને ‘સ્વમાં ફેરવી શકે છે. વર્તમાનમાં આટલો પુરૂષાર્થ આત્મા કરી શકે છે. જયાં સુધી રિ મનુયાયી વીર્ય રૂચિ પ્રમાણે વીર્યને “સ્વ” માં લઈ જવાનો પુરૂષાર્થ નહીં કરે ત્યાં સુધી આત્મા ધર્મ નહીં કરી શકે. ભાવને આધીન થઈને ધર્મ કરશે પણ સ્વભાવ ધર્મ નહીં કરી શકે કેમ કે ભાવથી - ભવ સારા મળે. પણ જેમ આત્મા ધર્મ કરશે તો તેને ઉત્તરોત્તર ધર્મની પ્રાપ્ત થાય છે કેમ કે ધર્મથી ધર્મની જ પ્રાપ્તી થાય છે તે સ્વભાવને પ્રગટ કરાવે છે. સંસારના દરેક વ્યવહારમાં જયાં બગડેલું લાગ્યું તેને સુધારવાનો ભાવ થાય છે. તેવું આત્મા માટે કયારેય થયું છે? મોક્ષમાર્ગની મુસાફરી માટે બે જ માર્ગ બતાવ્યા છે. 1) મોક્ષમાર્ગના જ્ઞાતા ગીતાર્થ ગુઢ ને શરણે જાઓ અને તેઓ કહે તેમ કરો. 2) સ્વયં ગીતાર્થ બની આગળ વધો.- દરેકમાં સર્વજ્ઞ ભગવંતને, ગીતાર્થ ગુઢ ભગવંતને આગળ રાખી ચાલો પણ તમારું માથું ન મારો. શુદ્ધ તત્ત્વનો નિશ્ચય થાય તો તેનો સ્વીકાર થાય અને જો સ્વીકાર થાય અને તે પ્રમાણે આચરણ કરે તો જ તેની ગુણસ્થાનક પર આગળને આગળ પ્રગતી થાય. તેટલા અંશે મોહથી છૂટાય, જ્ઞાનથી શુદ્ધ થવાય તો જ તે આત્મા અપૂર્વનિર્જરા કરી અપૂર્વ આનંદની પ્રાપ્તિ કરે. 0 આપણો સ્વભાવ પ્રગટ થયો તેની કેમ ખબર પડે? અશુભ ભાવો દૂર થાય, નષ્ટ થતા જાય, શુભ ભાવોની, શુધ્ધ ભાવોની સરવાણી આત્મામાં વહેતી થાય, વૈરભાવ ન રહે, સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો ભાવ પ્રગટ થાય, દરેક જીવ પ્રત્યે કલ્યાણની કામના વધતી જાય તો સમજવું કે જ્ઞાનસાર // 311 Page #313 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ સન્મુખ છીએ. આપણે આપણા સ્વભાવમાં રહીએ તો પુગલને પુગલ સાથે બંધાવાની પ્રક્રિયા બંધ થઈ જાય પછી તો નિર્જરા જ ચાલુરહે. ક્રિયારૂપ વ્યવહાર ધર્મમાં જ્ઞાનાદિ ગુણ રૂ૫ ભાવપ્રાણ ન જોડાય તો એ લુખો ધર્મ અને અર્થાત્ દ્રવ્યધર્મબને. આવશ્યક એ અવશ્ય કરવા યોગ્ય છે ને સદા કરવા યોગ્ય છે પ્રતિક્રમણનો અર્થ જ એ છે કે સ્વભાવની જે મર્યાદા હતી તેને ઓળંગી ગયો તો તેને પાછા ફરવાનું આવે. નિશ્ચયથી આત્મામાં પ્રતિક્રમણની ક્રિયા થશે ત્યારે જ તે શુદ્ધ થશે. બહાર ગયો એટલે જ આશ્રવમાં ગયો એટલે પાછા સ્વભાવમાં આવવાનું છે. સવારમાં પ્રતિક્રમણ કરવું એ સ્થાપના છે કે હવે આખો દિવસ પ્રતિક્રમણ કરવાનું છે, બહારમાં જવાનું નથી. ગયા તો તરત પાછા વળો - પ્રતિક્રમણ ચાલુ રાખવાનું છે કે મારાથી કયાં પાપ થઈ ગયું? મારે પાપને છોડવાના છે. પશ્ચાતાપ - પાછા પાપ - પાછો પશ્ચાતાપ એમ કરતાં ક્ષાયિક ભાવ પ્રગટી જાય - પછી પાપ આત્મામાં રહે જ નહીં. આવશ્યકમાં રમતાં રમતાં એક દિવસ કેવળજ્ઞાન પ્રગટી જાય ને આવશ્યક છૂટી જાય. આત્માને શુદ્ધ બનાવવાની પ્રક્રિયા એક મનુષ્યભવમાં જ સુલભ છે. દેવ - નારક માં તે શક્ય નથી અને તિર્યંચમાં સામગ્રી યોગ વિ. મળવું બહુ દુર્લભ છે પૂર્ણ શુદ્ધિ એક મનુષ્યભવમાં જ શક્ય છે. સંસારી આત્મા પ્રાયઃ ઉપાધિ વગરનો નથી પણ તેને ઉપાધિ ઉપાધિ રૂપ લાગતી નથી. ઉપાધિ એ માનસિક પરિણામ છે. ઉપાધિ તાદાભ્ય રીતે આત્મા સાથે નથી તેથી ઉપાધિની હાજરીમાં જો આત્મા પોતાનું સામર્થ્ય બતાવે છે તો તેમાં ઉપાધિ નડવાની પણ નથી, જો ઉપાધિને સંયોગ ભાવે છોડી દીધી હોય અને સ્વ' ના ગુણોને તાદાસ્ય ભાવે પકડી લીધાં હોય તો ઉપાધિ રહી શકે નહિ. જ્ઞાનસાર || 312 Page #314 -------------------------------------------------------------------------- ________________ દા.ત. શરીર બગડ્યું તો તેને સુધારવાની ચિંતા થાય છે. પણ આત્માને સુધરવાની ચિંતા ગઈ. તેથી આત્મા પણ બગડ્યો. તેનું ચિત્ત સતત એમાં જ રહેશે, કેમ થયું? હવે શું કરું? કેમ કરૂં? કયારે જશે? આ જ ચિંતામાં આત્મા બગડતો જ જાય છે. સનતુ ચક્રવર્તીને શરીર બગડ્યું તો એક ક્ષણમાં નિર્ણય કરી લીધો કે એને આટલું સાચવ્યું તો પણ બગડ્યું. તો એ બગડવાના સ્વભાવવાળો જ છે એટલે એને સુધારવાની ચિંતા ન કરી -પણ આત્મા ન બગડે તેની ચિંતા કરી. શરીર જશે તો બીજું આવશે પણ આત્મા બગડશે તો ઉપાધિ મોટી થશે. બહારનું બીજા બગાડી શકે પણ અંદરનું બગાડવાની તાકાત કોઈનામાં નથી. પણ બહારનું બગડ્યું તેને આપણે આપણું બગડ્યું જાણ્યું તેથી આત્મા બગડ્યો. 700 વર્ષ રોગોને સહન કર્યા - ઉપચારો ન કર્યા પણ આત્માને સુધાર્યો. સનત્ ચક્રવર્તીએ સઘળી ઋદ્ધિઓ ત્યાગી, સંયમની મોજ માણી અને તે મોજ, સંયમમાં તાદાભ્યતા. તેને કારણે લબ્ધિઓ પ્રગટી પણ તે લબ્ધિઓનો પણ યોગીએ ઉપયોગ ન કર્યો. આમ સનત્કુમારે રોગો સામું ન જોયું. આત્માના ગુણોમાં તાદાભ્ય ભાવે રમતા થઈ ગયા તેથી મને આટલા રોગો છે તે પણ ભૂલી ગયા - લબ્ધિઓ પ્રગટ થઈ જગત પર ઉપકાર કરી આયુષ્ય પૂર્ણ થયે તે દેવભવને વર્યા. આમ જેને શરીર અને આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થઈ ગયું છે તેવા આત્માઓ હવે અંદરનું જ સુધારવામાં લાગી જાય. અંદરનું સુધરી જાય તો કામ થઈ જાય. ગજસુકુમાલે આ જ કામ કર્યું. માથામાં ખેરનાં અંગારા ભર્યા છતાં બળે છે એ મારું નથી અને મારું છે જે એ કદાપિ બળે નહીં તે ભાવનામાં રમતાં કેવળજ્ઞાન રૂપ શ્રી-લક્ષ્મી ને વર્યા. આમ બાહ્યથી સુધરે કે બગડે તો પણ ઉપાધિ જ છે. પણ આંતર-જગત રૂપ આત્માને સુધારતાં બાહ્ય અને આંતર બધું જ સુધરી જાય છે. જ્ઞાનસાર // 313 Page #315 -------------------------------------------------------------------------- ________________ ગાથા- 7 અનારોપસુખ મોહત્યાગાદનુભવજ્ઞપિ. આરોપપ્રિય લોકેષ, વક્તમાશ્ચર્યવાન્ ભવેત્ | ગાથાર્થઃ મોહના ત્યાગથી (ક્ષયોપશમથી) સહજ સુખનો અનુભવ કરનાર પણ આરોપિત સુખમાં પ્રીતીવાળા લોકને સહજ સુખ કહેવામાં આશ્ચર્ય પામે છે સહજ સુખનું સ્વરૂપ વાણીથી સમજાવી ન શકાતું હોવાથી મૂઢ જીવોને આ સહજ સુખ શી રીતે સમજાવવું એમાં આશ્ચર્ય પામે છે. સંસારી જીવો આરોપિત સુખો - ઉપાધિજન્ય સુખો ભોગવે છે જયારે યોગીઓ મોહથી રહિત-અનુપમ-અદ્વિતીય સહજ એવું શાશ્વત સુખ અનુભવે છે - જ્ઞાનીઓ જ્ઞાન દ્વારા “સ્વ” ના સુખનો નિર્ધાર કરીને તે સુખ અનુભવે છે. પણ જ્ઞાન સાથે મિથ્યાત્વ ભળે તો તે બ્રામિક સુખ-ઉપાધિરૂપ બને છે. મોહના વિગમથી જ્ઞાનશુદ્ધિ થવાથી જ સહજ સુખ અનુભવાય છે. મોહને કારણે ગુણો ઢંકાયા - તેથી તે વિપરીત રૂપે - આભાસ રૂપે બહાર આવ્યા. વિભાવજન્ય સુખ પ્રગટ થયું. ઉદા. ઝાંઝવાના નીર -નીર ન હોવા છતાં નીરની બુધ્ધિ થવી તે મિથ્યાત્વ. પછી તે મેળવવા તે ભણી દોટ મૂકવી એ ચારિત્રમોહનીયનું કાર્ય થયું. આમ પર' ભણી દોટ આત્માને અત્યંત થકવી નાંખે છે અને “સ્વ” ભણી દોટ - આત્માની દોટ તે પરમ વિશ્રાંતિના સ્થાનરૂપ સ્વભાવ ભણી લઈ જાય છે. સમકિતની હાજરીમાં પરને ભોગવવાનો ભાવ હોય પણ રૂચિનહોય, “સ્વ” ને ભોગવવામાં જ રૂચિ હોય. જયાં સુધી મિથ્યામોહનીય હટે નહીં ત્યાં સુધી પરમાંથી સુખબુદ્ધિ હટવાની નથી. ચારિત્ર મોહનીય હટે નહિ ત્યાં સુધી પર માંથી સુખનો અનુભવ પણ હટે નહિ. પંડો ખાધો તો મીઠો લાગે અર્થાત્ . મીઠાશનું જ્ઞાન થયું પણ મીઠાશ સુખરૂપ લાગે તે રતિ - મોહના પરિણામનું ફળ છે. આથી પુદ્ગલના સંગમાં મોહના ત્યાગ વિના આત્માના અનુભવની વાત કરવી કેટલી વ્યાજબી છે? જ્ઞાનસાર // 314 Page #316 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરના આત્માઓ છદ્મસ્થ અવસ્થામાં વિરાગની મસ્તીમાં હોય. ભોગનાં યોગમાં પણ વિરાગમાં રમતા કર્મની નિર્જરા કરે ભોગાવલી કર્મ ભોગવીને પણ તેમણે બધો જ સંગ તજી અને પરમ તત્ત્વ એવા કેવળજ્ઞાનને આત્મ-પુરૂષાર્થથી પ્રાપ્ત કર્યું. આવા સર્વજ્ઞ પરમાત્મા પર આપણને આદર - બહુમાન કેમ નથી? કેમ કે “તત્ત્વથી તેમના આંતર સૌંદર્યને જાણ્યું જ નથી. નહીંતર તેમના પર આદર આવ્યાવિના ન રહેતા અને તો તત્ત્વના રહસ્ય સુધી પહોંચી શકતા હોત. આપણી દૃષ્ટિ સર્વજ્ઞના કહ્યા પ્રમાણે સમ્યક ખુલે તો જ પરમાત્મા પ્રત્યે પ્રીતી પ્રગટે. મોહનો ત્યાગ વિના આત્મસુખનો અનુભવ થઈ શકે નહીં. આત્મામાં જ સુખ છે તેની બહાર એક પણ વસ્તુમાં સુખ છે જ નહીં એવો નિર્ણય થવો જોઈએ. આપણને પરનાં સંયોગમાં જ સુખની ભ્રાંતિ છે અને એટલે જ એને છોડવાની વાત આવે ત્યારે આપણે ત્યાં એક મોટી હલચલ મચી જાય છે. માટે પ્રથમ શ્રદ્ધાથી સ્વિકાર. પછી દિક્ષ સિધ્ધિ | જો તત્ત્વથી નિર્ણય કરી સમજણ પૂર્વક પરનો ત્યાગ કર્યો તો આત્મસુખ પ્રાપ્ત થવાનું જ છે. પણ હજી થતું કેમ નથી? કેમ કે હજી તેનું અર્થીપણું જાગ્યું નથી. યોગી મહાત્માઓને આત્મામાં જ સુખની રૂચિ ઉત્પન્ન થઈ છે, તેથી તેઓ આત્મ-સુખના અનુભવ માટેની પ્રવૃત્તિ કરે છે. દેવો છે આપણા કરતાં પરમ સુખી પણ ઔદાયિક ભાવના સુખને તેઓ છોડી શકતા નથી - આ તેનું પરમ બંધન છે. દેવોને ઈચ્છા થાય જે સુખની -તે સુખ તે રીતે તેમનામાં પરીણમી જાય. ન ખાવાની પંચાત, ન પચાવવાની મહેનત કે ન કાઢવાની મહેનત.અનુત્તરદેવોને 33 હજાર વર્ષે ખાવાની ઈચ્છા થાય છે. ઈચ્છા થાય પછી તે રહી શકતા નથી. તેને વિરતી નથી જયારે મનુષ્ય ઈચ્છાનિરોધ કરી શકે છે. તેની પાસે વિરતી રૂપ ધર્મ છે, દેવોને ઈચ્છા મુજબ આહાર પુદ્ગલોનું પરિણમન થાય ત્યારે આહારતૃપ્તિનો ઓડકાર આવે. જ્ઞાનસાર // 315 Page #317 -------------------------------------------------------------------------- ________________ આવા સુખી દેવો પણ મનુષ્ય જન્મની ઝંખના કરે છે અને ઈન્દ્ર જેવા પણસિંહાસન પર બેઠા બેઠાવિરતિધરોને નમસ્કાર કરે છે, કેમ કે આત્મસુખનો જે અનુભવ અહિં વિરતિધર કરે છે તેની પાસે આ દેવલોકના સુખ પણ તુચ્છ છે. સમ્યગુદૃષ્ટિ દેવો આ જાણે છે અને તેથી જ તેઓ મનુષ્ય જન્મને ઈચ્છે છે. આત્મામાં સુખ અહીં જ મળી શકે છે. ઈચ્છા એ મોહનો પરિણામ છે માટે ઈચ્છા એ જ પાપ છે. મોહનો પરિણામ એ ભાવવંદના રુપ છે. ઈચ્છાનો ત્યાગ થાય તો જ સમતાનો પરિણામ ઉદ્ભવે, તો જ આત્મગુણોના વેદનમાં લયલીન બની જવાય. આ જ રીતે યોગી સહજ સુખને અનુભવે છે. “ઈચ્છા રોધે સંવરી - પરિણતી સમતા યોગે રે, તપ તે એહી જ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે.” જે યોગીઓ વાસ્તવિક સુખને વર્તમાનમાં ભોગવી રહ્યા છે તેઓને માટે આ જગતના જીવો કેવા સુખી તેવું આકર્ષણ કયારેય થતું નથી કેમ કે તે સમજે છે કે આ જીવો પરના ભોગવટા દ્વારા મહાપીડાને ભોગવી રહ્યા છે. | સર્વપરાધીનતા, અપેક્ષા આત્મામાંથી નીકળી જાય ત્યારે જ આત્મા સ્વ” નું સુખ ભોગવી શકે છે. કર્તાપણું નીકળી જાય એ પરપણું છે અસલી વાત સમજાતી નથી અને નકલીથી ટેવાઈ ગયા છીએ ને તગડા બની ગયા છીએ. આત્મા પર જે મોહનું આવરણ છે તેને પુરૂષાર્થ દ્વારા આત્માએ હટાવવાનું છે. પછી આત્માનું સુખ આત્માને મળ્યા જ કરે. જે સાધુ ગૃહસ્થની પંચાતમાં પડે તે બોધિદુર્લભ થયા વિના ન રહે. “સ્વ” માં સુખ અને પરમાં પીડા આ પ્રતિતી કરી લે એટલે સાધુ માટે બધી સુખની સામગ્રી તૈયાર જ છે. મોહનાં વનમાંથી નીકળી હવે એ નંદનવનમાં આવ્યો છે. બાર વર્ષ સુધી સાધુએ , માત્ર સૂત્રોને જ કંઠસ્થ કરવાના છે અને આત્મસાત્ કરવાનાં છે. ઊંઘમાં પણ એની પરાવર્તના ચાલ્યા કરે આવી સ્થિતિ સાધુએ નિર્માણ કરવાની છે. યોગીઓ કેવા પ્રકારના સુખને ભોગવે છે અને ભોગીઓ કેવા પ્રકારના જ્ઞાનસાર // 316 Page #318 -------------------------------------------------------------------------- ________________ સુખને ભોગવે છે તે વાત ચાલે છે. આત્મામાં અનાદિકાળથી મોહ પડેલો છે અને અનાદિ કાળથી અનંત સુખ આત્મામાં પડેલું છે. જેઓ મોહ હટાવી શકતા નથી તેઓ આરોપજન્ય સુખ ભોગવે છે. જેઓએ આત્માનું સહજ સુખ અનુભવ્યું છે તેઓને આરોપિત સુખમાં કોઈ સુખ કહે તો તેઓને આશ્ચર્ય લાગે છે કે કયાં આત્માનું સહજ સુખ અને કયાં આરોપિત સુખમાં માનેલું સુખ કે જે અત્યંત પીડાજનક છે. માટે જ તેઓને બાહ્ય જગતમાં રસ નથી હોતો પણ તેમને આંતરમસ્તીમાં અને જિનવચનમાં રમણતા હોય છે. કોઈ પણ કાળમાં જિનવચનનો સ્વીકાર દુર્લભ જ છે કારણ લોક એનાથી વિપરીત જ છે. આખો સંસાર ધન પર જ છે કોઈ વ્યક્તિની પાસે અબજોનું ધન હોય અને પોતાની માલિકીનું છે તો તે વખતે હું સુખી છું એવો અનુભવ કરી રહ્યો હોય. માન કષાયનો ઉદય છે તેથી પોતે ધનવાન છે, બીજા કરતા મોટો છે એવું માને છે. સમ્યદૃષ્ટિ પાસે આવું ધન હોય તો તે ઉદાસીન પરિણામવાળો થાય. કારણ ધન આત્મા માટે અનર્થનું કારણ છે. જયાં સુધી એ છે ત્યાં સુધી બીજા પાપો તો થશે જ. રાગ અને લોભ સતત રહ્યા કરે, ચિંતા - ભયવિ. રહ્યા કરે. પરિગ્રહ નામનું પાપ તો એમને લાગી જ ગયું. માલિકી છે એટલે પાપ લાગે. પુણ્ય એ જ મોટો પરિગ્રહ છે. પરિગ્રહનું પરિમાણ કર્યું તો જેટલું પરિમાણ કર્યું તેમાં જેટલું છોડ્યું તેના પાપથી તમે બચી જાઓ છો. લોભનો ઉદય એ ભયંકર છે. ઈચ્છા કરો ત્યારથી જ પાપ શરૂ થઈ જાય. આત્મામાં મુમુક્ષુભાવની સ્પર્શના ન થઈ તો જગતને છેતરીને મહામાયા કરીને પાપ થાય, ધર્મના બહાને, શાસન પ્રભાવનાના બહાને પોતાની વાત ચાલે. પોતાની પ્રભાવના થાય બીજો સંસાર અહીંથી શરૂ થાય છે. છોકરાને પણ મોહથી ધન ન અપાય. એને ધર્મ પ્રત્યે અભાવ ન થાય માટે ઔચિત્ય વ્યવહાર કરાય. મોહથી આપ્યું તો તમે ધર્મને સમજ્યા જ નથી પોતે પરિગ્રહને પાપ માને છે તો પાપ છોકરાને અપાય? તો તમને એમના આત્માના હિતની ચિંતા નથી પણ ઊંડે ઊંડે મોહ પડ્યો હોય તો બધું ચાલ્યા જ્ઞાનસાર // 317 Page #319 -------------------------------------------------------------------------- ________________ કરે. જે પોતાની મિલ્કત છે તેનું ટ્રસ્ટ કર્યું ને પછી દીક્ષા લે તો તે પણ ન ચાલે. આ પરિગ્રહ છે, પરિગ્રહ છૂટ્યો નહીં માટે કાં પાછા ગયાને કાંપડ્યા. જીવતો ત્યાં જ રહે ભલે પછી ધર્મના કાર્યો કરે એ પણ ન ચાલે. મિથ્યાત્વના બે પ્રકાર પાડ્યા છે. 1) બાહ્ય મિથ્યાત્વઃ સુદેવ-સુગુરૂ - સુધર્મને ન માનવાને તેમના સિવાયને માનવા તે બાહ્ય મિથ્યાત્વ છે અને તેથી તે આ લોકમાં નિંદાને પાત્ર બને છે. 2) અત્યંતર મિથ્યાત્વઃ સુખને સુખ ન હોવા છતાં માનવું લાગવું આ પાછું દેખાય નહીં અને મોટાભાગના લોક મિથ્યાત્વમાં ફસાયેલો છે. લોકમાં પણ ચાર પ્રકારના સુખ મનાય છે. (1) વિષયનું સુખ, મનગમતું ભોજન મળ્યું તો તે પોતાની જાતને સુખી માને છે. (2) અભાવનું સુખ,ધન -પુત્રવિ. નથી અને તે મળ્યું તો પોતાને સુખી માને. (3) વિપાકનું સુખ. પુણ્યના ઉદયથી મળતી અનુકૂળ સામગ્રીથી સુખી માને. આ ત્રણ પ્રકારના સુખ લોકમાં સુખ તરીકે મનાયા છે અને (4) ચોથું મોક્ષનું સુખ. જિનશાસનમાં આ ત્રણેને દુઃખરૂપ જમનાયું છે. પુ રૂ પુણ્યના ઉદયને દુઃખરૂપ કોણ માને છે? સમકિતદૃષ્ટિ જ માને તે સિવાયના કોઈન માને. બાકીનાને તો વિષયાદિ સુખની ઈચ્છા હોય, ૪થા નંબરે મોક્ષનું સુખ. એને જ જિનશાસનમાં માન્ય કરાયું છે તે સિવાયના ત્રણ સુખને સુખન કહ્યા. જે અંશમાં હોય તે પૂર્ણતામાં આવી શકે છે. જે આત્મા તત્ત્વને સમજ્યા નથી, તે જ ક્ષણિક સુખની પ્રરૂપણા કરે છે. પણ તે સુખ નથી જ. જો ક્ષણ માટે પણ સુખ હોય તો તે પુર્ણતામાં આવે જ. તત્ત્વનોવિપર્યાસ એ જ મોટું મિથ્યાત્વ છે એ ન છૂટે ત્યાં સુધી સમક્તિની પ્રાપ્તિ પણ ન થાય અને પ્રરૂપણામાં પણ. બાહ્ય મિથ્યાત્વના ત્યાગની પ્રરૂપણા જોરદાર થાય ત્યાં ભાર દેવાય છે ફળ બતાવાય છે તેનાથી લોકોમાં આદર આવે છે અને ધર્મ કરવા માટે પ્રેરાય છે. પણ આ જ મોટું મિથ્યાત્વ છે. ધર્મતત્ત્વથી સમજાવાય તેના ફળથી નહીં. જ્ઞાનસાર // 318 Page #320 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 8 પશ્ચિદર્પણ વિન્યસ્ત સમસ્યાચારચાઢવી | કવનામ પરદ્રવ્ય ડનુપયોગિનિ મુહૃતિ? || ગાથાર્થ જે જ્ઞાન રૂપ દર્પણમાં સ્થાપન કરેલાં સમસ્ત આચારોથી સુંદર બુધ્ધિવાળો છે તે કામમાં ન આવે તેવા પુદ્ગલાદિ પર દ્રવ્યમાં કયાં મોહ પામે? અર્થાત્ સમ્યગુ જ્ઞાન પૂર્વક જ્ઞાનાદિ આચારોમાં ઓતપ્રોત બનેલો આત્મા પર દ્રવ્યમાં ક્યાંય મોહ પામતો નથી. આગમરૂપી અરીસાની અંદર જેની બુદ્ધિ રહેલી છે તેમને આચારમાં જ ઉપયોગીતા દેખાઈ છે તે પરદ્રવ્યને વિશે મોહ પામતા નથી. આગમમાં જે કાંઈ કહ્યું છે તે કેવળજ્ઞાનમાં જ જોયું છે તે જ્ઞાન સર્વપદાર્થોનો નિશ્ચય કરનારૂં છે તે પદાર્થો જેવા છે તેવા જ સ્વરૂપે જણાવનારૂં છે તે જ આદર્શ છે, અરીસો છે. આગમ અરીસા જેવું છે, અરીસામાં જેવું હોય તેવું દેખાય તેમ આગમ પણ એવું જ છે. જેણે આગમમાં જ બુદ્ધિ સ્થાપી છે તેઓ તેને જાણીને - સ્વીકારનારા છે અને જ્ઞાનાદિ જે આચાર બતાવ્યા છે તેનાથી તેની બુદ્ધિ સુંદર થઈ છે. આગમમાં દ્રવ્યનો યથાર્થનિર્ણય કરવામાં આવ્યો છે. સ્વદ્રવ્ય શું છે? અને પર દ્રવ્ય એ શું છે? આગમ દ્વારા જેને સ્વ અને પરનો નિર્ણય થયો તેને પરના વિશે હવે મોહ થતો નથી, જે આત્માને મોહનો ત્યાગ કરવો જ છે તેને સર્વજ્ઞની દૃષ્ટિ પ્રમાણે સ્વ ને પરનો નિર્ણય કરવો ફરજીયાત છે. તે માટે દરેક આત્માએ પોતે જ આગમના જ્ઞાતા બનવાનું છે પોતે જ્ઞાતા ન બની શકે તો આગમના જ્ઞાતા-ગુરુના ચરણોમાં રહેવાનું છે. જ્ઞાનીઓએ “સામાયિક” ને જાણવા ને માણવા માટે સામાયિક થી 14 પૂર્વોની રચના કરી છે. આત્માને આત્મા સિવાય કોઈપણ વસ્તુ સંબંધી ગ્રહણ પરિણામ ન રહે. પરથી આત્માને પીડા થાય છે. અનાદિકાળથી આત્માએ જે પરને ગ્રહણ કર્યું છે, તેને છોડવા મુનિ તૈયાર થયા છે અર્થાત્ મુનિ અને મુમુક્ષુ બંન્નેનું કાર્ય જ એ છે.મુમુક્ષુ જ્ઞાનસાર // 319 Page #321 -------------------------------------------------------------------------- ________________ છોડવાની ભાવનામાં હોય અને મુનિ છોડવાની પ્રવૃત્તિ વાળો હોય. મુનિ આગમ દ્વારા સ્વ-આત્માનો નિર્ણય કરે. પ્રધાન સાધના આ જ છે. પોતાની જે વસ્તુ છે તેને પકડી રાખવાની, પારકી વસ્તુ છે તેને છોડવાની છે. આવું કોણ કરી શકે? મુનિ જ કરી શકે. જે પોતાના પરિગ્રહને, કર્મોને, કષાયોને અને કાયાને છોડે તેને જ મુનિ કહેવાય (નિશ્ચયથી) પહેલા વ્યવહારથી છોડવાનું છે પછી નિશ્ચયથી છોડવાનું છે. આત્મા સાથે સંલગ્ન અંદરના સંસારને છોડવાનો છે જે સ્વને પકડે નહીં તે પરને પકડે જ. અમૃત અંદર જાય તો કાર્ય કરે જ અને અમર બને. મળી જવા માત્રથી કામ ન થાય તેને પીઓ તો જ તેના આસ્વાદથી અમર બનો. જ્ઞાનસાર મુનિઓને ઉદ્દેશીને જ છે. આગમનો નિચોડજીવનનો નિચોડ એમાં સમાયેલો છે. પૂ. દેવચંદ્રજી મ.સા. તેને બરાબર સમજેલાં છે અને ગ્રંથ આત્માના અનુભવનાં લક્ષ સ્વરૂપ છે. માટે આ ગ્રંથ મુનિ મહાત્માઓ માટે પ્રાણરૂપ છે. હવે તારે તારા આત્મા માટે તારા સ્વભાવસિવાય કાંઈ ગ્રાહ્ય નથી તું માત્ર લોક કલ્યાણ કરવા જઈશ નહીં. નહીંતર તે પરિગ્રહ રૂપ બની જશે. એક માંથી અનેક પરિગ્રહો ઉભા થશે. સાધુ તો નિગ્રંથ હોય, આગળ કે પાછળ કોઈ ગાંઠ ના હોય (રાગ-દ્વેષની) હવે ગ્રહણમાં મુનિ કેમ મોહ પામી શકે. અહીં આવીને આગમ ભણ્યો, પણ બીજાને જણાવવા માટે, પણ પોતાને તેની સ્પર્શના ન થઈ કેમ કે સ્વ-આત્મ તત્ત્વના નિર્ણયનો અભાવ હતો. પોતાના આત્માને પ્રતિસમય પ્રતિબોધ કરવો એના જેવું દુષ્કર કોઈ કાર્ય નથી. મુનિપણું - આગમરૂપી અમૃત હોજમાં ડૂબકી મારી તત્ત્વોના શુદ્ધપ્રકાશ રૂપ પરમાનંદને મેળવવા માટે જ છે. માટે જ ચાર જ્ઞાનના ઘણી એવા ગૌતમસ્વામિને. પરમાત્માએ કહ્યું કે સમય વન ના માથા તારા આત્માને જાણી-સ્વીકારી અને માણવાનો છે. આ નિયમબધ્ધતા કોણ કરી શકે, સાધુ માટે જ સાધુનું કાર્ય સદા સામાયિકમાં રહેવાનું છે, ને સમતાને માણવાનું છે. જ્ઞાનસાર // 320 Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વિરતા વિરત છે. સમય અનેક વિઘ્નોથી ભરેલો છે. કાળ મર્યાદિત છે. સાધુ માટે વિદ્ધ નથી. એને માત્રનિર્ણયની જ જરૂર છે. ગમે તેવી સ્થિતિમાં સાધુ મોજ માણી શકે છે. ઈન્દ્રો પણ તેને નમે - ચક્રવર્તી પણ તેને વંદન કરે અને એ જ ભાવના ભાવે કે હું પણ કયારે મુનિ બનીને મોક્ષ માટેની સાધના કરીશ. ગમે તેવા રોગો આવી જાય, પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય પણ સાધુ “સ્વ” ની મસ્તીમાં જ હોય. પણ જેને “સ્વ” માં રૂચિ નથી એ પરમાં જ જશે. માત્રવ્યવહાર કરશે. નામથી, વેશથી, આકારથી એ પોતાની જાતને મોટી માનશે. ઘણા શિષ્યોના ગુરૂ છે ને? મુનિ જ્ઞાનાદિ પંચાચારમાં જ ઉપયોગવાળો હોય આત્મામાં ચરે તે આચાર્ય. વ્યવહારથી આચારમાં હોય - નિશ્ચયથી સ્વસ્વભાવમાં રમતાં હોય. આચાર રૂપ સાધન દ્વારા ગુણોની રમણતા કરવાની છે માત્ર સાધનામાં નથી રહેવાનું. સીડીનું કાર્યમાત્રટેકો આપવાનું ઉપર ચડી ગયા પછી સીડીની જરૂર નહીં. સાધન દ્વારા આત્મામાં પ્રવેશ કરવાનો છે પછી સાધનની જરૂર નહીં. વ્યવહાર વિના ચડાશે નહીં. યોગ રૂપી સાધન દ્વારા જ ઉપયોગમાં જવાનું છે. અંદરના સુખ વૈભવનો - તેના અનુભવનો લક્ષ આવે તો જ 14 ગુણકે પહોંચી શકે. જેને માત્રક્રિયાઓ કરી સંતોષ માની લેવો છે તે ત્યાં સુધી નહીં પહોંચી શકે. આનંદ એ અંદરમાં જ છે, પરમાં આનંદ છે જ નહીં. બહાર શોધો તો કયાંથી મળે? કૂતરો ગમે તેટલું હાડકું ચૂસે એમાંથી એને રસ નહીં મળે. પણ હાડકું મજબૂત છે અને કૂતરાનું પેઢું નબળું છે એટલે એમાંથી લોહી નીકળ્યુંને એનો રસ જીભ પર ગયો તેથી કૂતરાને ભ્રમ થયો કે રસહાડકામાંથી મળે છે તે જ રીતે જગતના જીવોને પણ પરમાં સુખની ભ્રાંતિ છે. આત્મા મૂળમાં તો સુખનો જ અર્થ છે. દુઃખ તો જોઈતું નથી તેથી સ્વ સુખની સમજ નથી. માટે એ પરમાં જ સુખની ભ્રાંતિ કરે છે. આત્મામાં રહેલો જે પરમાનંદ છે તેને પ્રાપ્ત કરવા પંચાચારનું પાલન ફરજીયાત છે માટે જ સમગ્ર આગમ પંચાચારથી સમાયેલું છે. પંચાચાર એટલે જ આત્માના જ્ઞાનાદિ પાંચ ગુણ. આત્માના ગુણોને પ્રગટ જ્ઞાનસાર // ૩ર૧ Page #323 -------------------------------------------------------------------------- ________________ કરી એને ભોગવવાનો લક્ષ નથી તો માત્ર વ્યવહારથી શુભ પ્રવૃત્તિના કારણે પુણ્યબંધ થશે. પણ નિર્જરા નહીં થાય. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે “નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરી છે, જે પાળે વ્યવહાર, તે પુણ્યવંતા પામશે જી, ભવસમુદ્રનો પાર.” જેણે પોતાનો ગુણ વૈભવ જાણ્યો નથી, અને જેને પોતાનો ગુણ વૈભવ ગમ્યો નથી તેની દૃષ્ટિ બહારનાં વ્યવહારમાં જ જશે. જો એની પાસે આટલા ભક્તો છે, આટલા શિષ્યો છે, અમારી પાસે ગાડી ન હોય પણ ગાડીવાળાની સંખ્યા વધારે હોય. મુનિની પાસે રાજા આવે, ચક્રવર્તી આવે કે સામાન્ય માણસ આવે તો પણ એને બધા સમાન છે. સમતારસનાં પાનમાં છે. ગરીબ આવે તો એનું મોઢું બગડે નહિ અને તવંગર આવે તો એ આનંદમાં ન આવે. જીવને જીવ તરીકે અને અજીવને અજીવ તરીકે જાણે. આવી સાધના કરવાની છે. જગતની ઘટનામાં પોતે છલાઈ ન જાય, લેવાઈ ન જાય, સંયોગને સંયોગરૂપે અને વિયોગને વિયોગ રૂપે જુએ. चर्मचक्षुभृतःसर्वे,देवाचावधिंचक्षुषः सर्वतर्चक्षुषः सिद्धाः साधवः शास्त्र चक्षुषः / સાધુ શાસ્ત્રો દ્વારા જુવે, દેવો અવધિજ્ઞાનથી જુએ અને સિદ્ધો કેવળજ્ઞાન દ્વારા જુએ. સાધુ જગતને ચર્મચક્ષુથી જોનારાનહોય. પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજા દ્રવ્યને વિશે આત્મા મોહ પામતો નથી. મોહ માત્ર પુદ્ગલ દ્રવ્ય સંબંધી જ થાય. સ્વદ્રવ્ય વિશે મોહ થવો સંભવિત જ નથી. પર દ્રવ્ય વિષે જે આત્માનેનિશ્ચય થયો નથી તે જ આત્મા મોહ કરે છે. આગમમાં જ પોતાની બુદ્ધિનો ન્યાસ કર્યો છે તેવા આત્માઓ પર’ દ્રવ્યમાં મોહ પામતા નથી. મોહએશું છે? “પર” દ્રવ્યમાં સુખ દુઃખનો અનુભવ થાય છે તે મોહનો પરિણામ છે. “પર” દ્રવ્યનું જ્ઞાન થવું એ મોહનો પરિણામ નથી પણ રતિ-અરતિનો પરિણામ એ મોહ છે. આત્માનો સ્વભાવ છે અનુભવ કરવાનો પરનો કરતો હોય તો “સ્વ” જ્ઞાનસાર || ૩રર Page #324 -------------------------------------------------------------------------- ________________ નો અનુભવ નહીં થાય. કારણ “પર” નો અનુભવ કરવામાં આત્મા અનાદિથી પરિણત થઈ ચૂકેલો જ છે હવે એ “સ્વ” ને અનુભવવાનો નિશ્ચય ન કરે તો પર” માં તો એ અનુભવ કરી જ રહ્યો છે. આત્મા જ્ઞાનવાળો તો છે જ પણ તત્ત્વ જ્ઞાન છે તો જ્ઞાની છે. તત્ત્વજ્ઞાનથી રહિત છે તો તે મિથ્યાત્વી છે. જ્ઞાન ગુણ તો તાદામ્ય સંબંધવાળો છે, એટલે આત્મા કદી પણ જ્ઞાનના અભાવવાળો તો રહેવાનો જ નથી. અનાદિકાળથી આત્મા મિથ્યાત્વ સહિત છે. એટલે આત્મામાં સમકિતદબાયેલું છે. તેથી ચારિત્રપણ દબાયેલ છે. સંયમમાં આવવા માટે મિથ્યાત્વથી મુક્ત બનવું જ પડે. તો જ સંયમમાં આવે. સંયમનો અભાવ છે એટલે તેને સ્વરૂપનો અનુભવ નથી. એટલે નિયમા પર દ્રવ્યના અનુભવવાળો છે. આ વાતને મહોપાધ્યાય સાધુ સામગ્રી દ્વાદવિંશિકા માં જણાવી છે. “અનાદિકાલ અનુગતા, મહતિ સંગવાસના, તત્ત્વજ્ઞાન અનુગતયા દીસૈવ નિરસ્યતે.” કોની દિક્ષા સફળ થાય? આત્મા અનાદિકાળથી સંગવાસનામાં રહ્યો છે. પ્રતિ પત્તિા સંગમાં રહેવાનો ભાવ અને સસંપ્રતિ રિા સંગથી છૂટી જવાનો ભાવ.દીક્ષા ધર્મએ શું છે? સંગથી છૂટા થવાની ક્રિયા કરવી તેનું નામ દીક્ષા તારીને, સાક્ષી - સંગની વાસનાને છોડે છે તે પોતાના આત્માને અભયદાન આપે છે. સંગની જે વાસના અનાદિથી છે તેથી તેનાથી તે વાસિત થયેલો છે તેથી તેનામાં સતત ભય રહ્યો છે. શરીરનો જે સંગ એની વાસનાથી ગ્રસિત થયેલો છે માટે તેને ભય છે. તેજસ-કાશ્મણ તો સાથે જ છે અને ત્રીજા શરીરને ધારણ કરે છે. હર ભવમાં નવું શરીર ધારણ કરે છે, ને છોડે છે. નવું શરીર ધારણ કરે ત્યારથી તેનામાં મમતા થાય છે એ સંસ્કાર અનાદિકાળથી આત્મામાં ચાલુ છે. વધારેમાં વધારે ભય ને મમતા શરીર પ્રત્યે જ છે. શરીરના કારણે આત્માને વફાદાર રહી શકતા નથી. શરીરની ગાઢ મમતા અને શરીરવાળા સાથે મારાપણાનો સંબંધ જ્ઞાનસાર || ૩ર૩ Page #325 -------------------------------------------------------------------------- ________________ બંધાતો જાય છે, આ બે વાસનાથી વાસિત થયેલો આત્મા ભયંકર પીડા પામે છે. માટે અનંતા ઓઘાઓ નિષ્ફળ ગયાદીક્ષાઓ નિષ્ફળ ગઈ. પરમાત્માની આ વાત પર આપણને આશ્ચર્ય નહીંથાય. વર્તમાનમાં આપણી આત્મ જાગૃતિ કેવી મંદ છે એવિચારો અને અનંત કાળની મોહની જે વાસના તે કેવી મજબુત છે, તેને તોડવાની છે. તત્ત્વથી પરમાત્માની વાતને વિચારશું તો ક્યાંયશંકાને સ્થાન નહીં રહે. મહોપાધ્યાયજીએ આગમમાં ડૂબકી મારીને તેનો નીચોડ આપણને આપ્યો. જો તત્ત્વજ્ઞાનથી આત્મા પરિણત ન થાય તો આ સંગવાસનાને તોડી તો નહીં શકે પણ વધારે મજબૂત બનાવીને ચાલ્યો જશે. પોતાના સ્વરૂપનો નિર્ણય અને રૂચિ થાય તોજ તત્ત્વજ્ઞાન છે. સ્વ-પરના ભેદનું જ્ઞાન થાય તો પણ તે “વિષયપ્રતિભાસ” જ્ઞાન છે પોતાનું સ્વરૂપ ન ગમે, વિષયો જ ગમે તો એનું જ્ઞાન “વિષયપ્રતિભાસ” થયું એટલે પુગલનાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શને અનુભવવાનું જ ગમે. કારણ રૂચિ “સ્વ” માં નથી એટલે “પર” પુદ્ગલમાં જ જવાની. કારણ રૂચિ એ આત્માનો સ્વભાવ છે. રૂપ, રંગ, ગંધ વિ. ને ન અનુભવવું એટલે શું? તેમાં ઉદાસીન પરિણામ થાય. પહેલાં તો એને ઈચ્છે નહીં એટલે તેનાથી વિરૂધ્ધ ધર્મનો સ્વીકાર કરે. શરીરમાં છે ત્યાં સુધી વ્યવહારમાં રહે, સંગમાં રહે પણ સંગમાં ભળે નહીં. માટે સાધુનો વર્ણ કાળો - ધોળા થઈને રહેવા જેવું નથી. આત્માને અનુભવવો હોય તો સંગ - શરીરથી રહિત બનવું પડે. જયારથી સાધુપણું સ્વીકારે ત્યારથી તે સુખની અનુભૂતિ કરવા માંડે. ઉદા. ગજસુકુમાલ મુનિ. દીક્ષા લીધી ત્યારથી જ પૂર્ણ એવા સુખને અનુભવ કરવાનો મનોરથ અને પૂર્ણ પ્રયત્ન તેથી અગ્નિ આત્માને બાળી ન શકી અને આનંદને ઝુંટવીન શકી. આવો પાવનકારી દીક્ષામાર્ગનેની વિરૂધ્ધ પણ પ્રરૂપણા. કરનારો વર્ગ છે કે દીક્ષામાં કાંઈ છે નહીં, સંગમાં રહો પણ રાગદ્વેષ ન કરો. તત્ત્વથી દઢ થઈને જો તમે નિર્ણય કરશો તો ઈંદ્રની પણ તાકાત નથી કે તમને ચલાયમાન કરે. તમે અમને સોંપ્યું અને પુસ્તકમાં રહેવા દીધું પણ જ્ઞાનસાર // 324 Page #326 -------------------------------------------------------------------------- ________________ મરજીવા બનીને ડૂબકી મારીને રત્નો ન મેળવ્યાં તેથી આપણો ઉધ્ધાર ન થયો. આમ જયાં સુધી આત્મા પોતાના સ્વરૂપનો નિર્ણય નહીં કરે ત્યાં સુધી એ અનાદિની વાસનાથી છૂટો નહીં થઈ શકે. બીજી રીતે આ જ વાત કહે છે. ચરણ કરણ પહાણ સ્વ-સમય પર સમયથી મુકાયેલો છે જે આત્મા નિશ્ચયથી શુદ્ધ એવા આત્માને જાણતો નથી તે આત્મા ચારિત્રની તમામ ક્રિયાઓ કરે છે છતાં પોતાના આત્માની અનુભૂતિ નથી કરી શકતો તેથી નિર્જરા થતી નથી. સરાગ સંયમે દેવલોક મળે. જીવ પરમાનંદને અનુભવે તો જ ચારિત્ર સફળ થાય. પણ આત્માની અનુભૂતિ નથી કરતો તો તે શું કરે છે? સ્વાધ્યાય, અપ્રમત્ત પણે ક્રિયા કરીને પણ તે મોહના સુખની ભ્રાંતિ કરે છે, મને આવડી ગયું, મેં સારું કર્યું એ મોહ જ છે. તપમાં પણ એ જ થાય. ઓળીના આંકડા વધતા જાય, શ્રાવકો તરફથી સન્માન-પત્ર મળતા જાય તો તેને એમ થાય કે હું બરાબર. નહીંતર એમ થાય કે આ આટલી ગાથા ગોખે છે, આ આટલો બધો સ્વાધ્યાય કરે છે, આ તપ કરે છે, ને મારાથી કંઈ થતું નથી એમ દીનતા આવે ખિન્નતા અનુભવે. દ્રવ્યતા (બાહ્યતપ) ન કરી શકતો હોય તો પણ તેનામાં સંવેગ ઉછળે. વિનય, વૈયાવૃત્વ, પ્રાયશ્ચિત વિ. અત્યંતર તપ એ પણ દ્રવ્ય તપ જ છે. પણ નિશ્ચયથી “ઈચ્છા રોધે સંવરી” એ જ તપ છે. એક ગાથાનો અર્થ પણ મારા આત્મામાં પરિણામ પામી ગયો તો તે જ્ઞાન છે, અને એ જ પરમ તપ છે. યુધિષ્ઠિરની વાત આવે છે કે ક્રોધ ન કરવો, એ માટેની ગાથા ગોખવાની હતી. ગુરૂએ બીજે દિવસે બધાને પૂછ્યું આવડી ગયું? યુધિષ્ઠિરે જવાબ ન આપ્યો તેથી ગુરૂએ જોરથી તમાચો મારી દીધો તે સમતાથી સહન કર્યું ને ગુઢને કહ્યું કે હવે મને આવડી ગયું. ગુરૂ કહે હમણાં તો ના પાડી હતી ને? ત્યારે કહે છે કે તે ગાથાનો અર્થ મારા આત્મામાં પરિણામ પામે ત્યારે જ આવડ્યું કહેવાય ને! ગુરૂ પણ તેને મનોમન વંદી રહ્યા. - વડીલ આપણને ગમે તે કહે પણ આપણા પરિણામ ન બગડે તો જ ખરો વિનય છે. વર્તમાનમાં શુધ્ધ ધર્મ છે? છે જ. પૂર્ણતા નથી પણ 7 મા જ્ઞાનસાર // 325 Page #327 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનક સુધીનો નિષેધ નથી કર્યો. ઓછા દ્રવ્યથી - એક દ્રવ્યથી તપ કર્યો પણ અપેક્ષા ઓછી ન થાય. મને આ દ્રવ્ય મળે તો સારૂં હું બીજું કાંઈ વાપરતો નથી તો આટલું પણ એ બરાબર નથી કરી શકતા. આ બધા અપેક્ષાના પરિણામોને પકડતા આવડવું જોઈએ અને તે પરિણામને કાઢવાના છે. બીજાને બરાબર પીરસે છે ને મને કોઈ પૂછતું પણ નથી આવા ભાવ ન થવા જોઈએ. રાગ-દ્વેષનો ત્યાગ કરવાનો છે તો તપનો પરિણામ થાય. તને આ જ દ્રવ્યની અપેક્ષા શા માટે છે? તેનાવિના બીજા દ્રવ્યથી ચાલશે? આત્માને પૂછો તો બધા સાચા જવાબ મળશે. મોહઆપણી પાછળ પડ્યો છે માટે સિંહવૃત્તિ કેળવવાની છે. સિંહ આગળ જાય ને પાછળ જોતો જાય તેમ આપણે પણ કરવાનું છે તો જ મોહપકડાશે. જિનાગમરૂપી અરીસામાં જેઓ સુંદર આચારો જોઈ રહ્યા છે અને તે જ જેને કિંમતી લાગ્યા છે, તેઓ “પર”માં મોહ ને પામી શકતા નથી અને સ્વભાવમાં રમણતાની રૂચિના લક્ષવાળા જ તેઓ બની ગયાં છે. મારે મારા સ્વભાવને અનુભવવો જ છે તો મોહ સહજ છૂટતો જશે. તે મોહને છોડવાનો ઉપાય મહર્ષિ બતાવે છે. તે માટે સ્વરૂપ-રમણતાનું લક્ષ અને તેનું સ્મરણ સતત થવું જોઈએ. “જો થાય સ્વરૂપનું સ્મરણ, તો થાય મોહનું વિસ્મરણ.” આત્મામાં રૂપનો વિકાર થવાથી અરૂપી દ્રવ્યનું વિસ્મરણ થાય છે. દિવસમાં એક વાર પણ યાદ આવે છે. મોહ જ પકડાઈ જાય છે. જ્ઞાનનો સ્વભાવ-રૂપી - અરૂપી બંન્નેને જાણી શકે તેથી જો રૂપી તરીકે જાતને જાણીએ તો મોહને માટે માર્ગ સરળ બની જાય છે અને જો તેમાં મોહ ભળ્યો તો જ્ઞાન અશુદ્ધ થયું. જ્ઞાન અશુદ્ધ ન થાય તે માટે અરૂપી એવા આત્માનું સ્મરણ કરવાનું છે. માટે જ જ્ઞાનીઓએ પ્રભુ-દર્શનનો વ્યવહાર મૂકેલો છે. પણ વર્તમાનમાં તત્ત્વની સાત્વિક જીજ્ઞાસા ન રહી અને અહિતને કરનારી એવી રાજસ અને તામસ જીજ્ઞાસા ઉભી કરાવી છે. કયો આત્મા અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવાને યોગ્ય છે? અપુનબંધક દશામાં આવેલા આત્મામાં સાત્ત્વિક જિજ્ઞાસા શરૂ થઈ જ્ઞાનસાર || ફરક Page #328 -------------------------------------------------------------------------- ________________ જાય.અંદરમાં સતત એને ઉહાપોહ ચાલુજ હોય. કોઈપણક્રિયા એ ગુતાનુગતિક નહીં કરે. તે સત્યનો શોધક હોય. સત્ય શું છે? આ ગુણના કારણે જ આત્મા ગ્રંથિભેદ કરે. જેમ જેમ કર્મનો હ્રાસ થતો જાય તેમ તેમ સરૂનો યોગ થાય, જિનવાણીની પ્રાપ્તિ થાય ગમે તે દર્શનમાં રહ્યો હોય જેટલું સારું મળે તે લેતો જાય પણ સંતોષ ન થાય અને પ્રશ્નાર્થ તો ઉભો જ રહે છે શું હશે? કેમ હશે? એમ કરતાં જેમ જેમ સર્વજ્ઞ કથિત વસ્તુપ્રાપ્ત થતી જાય તેમ તેમ તેને ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિકાદિ ભાવો પ્રગટ થાય છે. ભગવાને જે કહ્યું છે તે બરાબર છે, તો તેનો સ્વીકાર કેમ ન થાય? માટે ઓધથી જ સ્વીકાર્યું છે. માટે પ્રતિતિના સ્તર પર જતા નથી. રૂચિ પ્રગટ થતી નથી. માટે તમે મોહના ત્યાગને ઈચ્છતાં હો..... અને આત્માની અનુભૂતિને માટે ઝંખતા હો.. તો મોહ છૂટી જતાં વગર મહેનતે સહજ સુખની અનુભૂતિ થશે. મારે મારા આત્મામાં રહેલી આનંદની અનુભૂતિને અનુભવવી છે તો તું તારી સ્વરૂપ દશાને પકડી લે. “રૂપાતીત સ્વભાવ જે, કેવલદેસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા હોય સિદ્ધ ગુણખાલી રે....” રૂપમાં રહેવા છતાં અરૂપી એવા સિદ્ધોના ધ્યાનમાં જતાં હોઈએ. એકમેક બની જતાં તે સમયે અભૂત અનુભવો આત્માને થાય છે. અંદરથી ઉહાપોહ થાય તો શોધ થાય. બાપાનો માલ (વીરપ્રભુ) આપણને સહજતાથી મળી ગયો છે તેથી કિંમત નથી. ગોતમ સ્વામીએ વાદ કરીને મેળવ્યું છે. ક્ષત્રિય બચ્ચો એ જ કહેવાય-બાપે આપેલું લે નહીં-પોતાના બાહુબળથી મેળવે. આપણે પણ ક્ષત્રિય બચ્ચાની જેમ મોહની સામે યુદ્ધે ચઢીને લડતાં લડતાં તેને પરાસ્ત (હાર) કરીને આત્માનો માલ મેળવ્યો હોય ને તો તે પ્યારો લાગે - ત્યારે જ તેની સાચી કિંમત સમજાય તેવી શક્તિ ન હોય તો.... મારા પ્રભુ સર્વજ્ઞ છે, વીતરાગ છે. આપણી પાસેથી તેઓને કંઈ મેળવવાની ભાવના જ્ઞાનસાર || 327 Page #329 -------------------------------------------------------------------------- ________________ નથી તો તેઓ ખોટું આપણને શું કામ કહે? માટે જો તેમના વચન પર અપૂર્વ શ્રદ્ધામય બની જાય તો કામ થાય. જેમ કે વંકચૂલ.... તેને ગુઢ પર આવી અપૂર્વ શ્રદ્ધા થઈ ગઈ હતી. એક વખત અટવીમાં સાથીઓ સાથે હતાં, બધાં ભૂખ્યા થયા છે સામેકિપાકના સુંદર મઝાનામિઠાશવાળા ફળો છે. અજાણ્યા ફળ ન ખાવાનો વંકચૂલને નિયમ હતો. તેણે ન ખાધા. તે ફળ ઝેરી હોવાને કારણે બધા મરી ગયા, વંકચૂલ નિયમ પાલનથી બચી ગયો. રાજાએ એને દેશનિકાલની સજા કરી હતી. પણ ખાનદાન - જૈનકુળમાં જન્મેલો. ક્ષત્રિય બચ્યો હતો. સાથે એની પત્નિ અને પૂષ્પચુલા એની બહેન સાથે ગઈ હતી. એ પાર્શ્વનાથ પરમાત્માની પરમ ઉપાસિકા હતી. પરમાત્મા-દર્શનનો નિયમ હતો તેથી સ્ફટિકની પ્રતિમા સાથે લીધી હતી. જંગલમાં પણ આ મહામંગલ સાથે હતું માટે જ ૧૦પૂર્વધર આર્યસુહસ્તિ સૂરિ મ.સા. એ ત્યાં ચોમાસું કર્યું. વંકચૂલે ચોમાસા દરમ્યાન ઉપદેશ આ હદમાં ન આપવાની કરેલી વિનંતિ સ્વીકારી હતી. હદ (સીમા) પૂર્ણ થતાં વંકચૂલને યોગ્ય જાણી 4 નિયમો આપ્યા હતા. તેના વિશુધ્ધ પાલનથી ઘણા પાપોથી બચી ગયો અને મૃત્યુ સમાધિને પામીને સ્વર્ગે ગયો. ચારિત્રમોહની ભ્રાંતિ વિશેષ છે. પેંડો ખાધો સુખ રૂપલાગ્યો. મૃદુતા નો સ્પર્શ થયો -મીઠો લાગ્યો - તેથી શાતા મળી - તે પણ પીડા રૂપ જ છે. કેમ કે શાતા એ કર્મનો જ વિપાક છે. રીતસરની પીડા તો મળતી નથી માટે એનો અનુભવ થતો નથી. માત્ર પરમાત્માના વચન પર શ્રદ્ધા જ કરવાની છે. આ શ્રદ્ધા જ સુખરૂપ શાશ્વત માર્ગે પહોંચાડનારી છે. 0 પરમાત્માના શાસનમાં તરે કોણ? ભોઠમાં ભોઠ હોય પણ દેવ-ગુઢ-ધર્મની અપૂર્વ શ્રદ્ધાના બળે તરી જાય. માસતુષ જેવા મુનિ જેમને કાંઈ જ યાદ રહેતું ન હતું પણ ગુઢના કહેવાથી . મા રૂષ, મા તુષ, મંત્ર ને હૃદયપટ પર અવધારી બાર વર્ષ સુધી એની રટના કરી, કે ગુરૂએ આપેલો આ મંત્ર જ મને તારશે. કોઈ વિકલ્પ નહીં. કોઈ મશ્કરી કરે તો પણ કાંઈ લાગે નહીંએવા એ મુનિ જેમનામતિ-શ્રુત જ્ઞાનના પણ ઠેકાણાં જ્ઞાનસાર || 328 Page #330 -------------------------------------------------------------------------- ________________ નહતાં તેઓએ અપૂર્વ શ્રદ્ધાને કારણે ભલભલા બુદ્ધિ માનો ને પાછળ ઠેલીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ છે જિનપ્રણિત તત્ત્વ પરની શ્રદ્ધાનો પ્રભાવ! સામાયિક- સમતા એ જ તારો સ્વભાવ છે. એની માટે એને મગજમાં બેસાડવા માટે 14 પૂર્વોની રચના છે. એનાથી એ સિદ્ધ થાય છે કે જિનવચનને પરિણામ પમાડવું કેટલું દુષ્કર છે. એક દશવૈકાલિક સૂત્ર ઉપર શ્રી હરિભદ્રસૂરિજીએ જે ટીકા રચી છે તેના માટે કેટલું મોટું ખેડાણ કર્યું છે. આપણે કંટાળી જઈએ એટલે ગુજરાતીનો અનુવાદ વાંચી જઈએ. જિજ્ઞાસા નબળી છે માટે આવું થાય. માત્ર 6 માસનું પુત્રનું આયુષ્ય હતું તે જ્ઞાન દ્વારા જાણીને તેને સદ્ગતિનો ભાગી બનાવવા માટે આ ગ્રંથની રચના શ્રુત કેવલી સ્વયંભૂસૂરીશ્વરજી એ કરી છે. નૈદ વિિસ-પુત્રના કાળધર્મપછી આંખમાં હર્ષાશ્રુ આવ્યા ત્યારે સ્થવિરો એ પૂછ્યું કે કોઈ વખત નહીં અને આજે આંસુ કેમ? ત્યારે કહ્યું કે એ મારો પુત્ર હતો - એનું કલ્યાણ થઈ ગયું. જો તમને જણાવ્યું હોત તો તેની ભક્તિ આદિ કરત તો તેનું કલ્યાણ ન થાત. પાંચમા આરાના અંત સુધી આ એક જ આગમ રહેવાનું છે. જો મનકનું એનાથી કલ્યાણ થાય તો આપણું કલ્યાણ કેમ ન થાય? એ શ્રદ્ધા જોઈએ. સાધ્વીજી ભગવંતો ઉત્તરાધ્યયન-આચારાંગ અને દશવૈકાલિક આ ત્રણ આગમ ભણવાનાં જ અધિકારી છે તો એમને 45 આગમ ન મળ્યા એનો ખેદ ન હોય પણ આ આગમ એવા આત્મસાત્ કરે કે એના દ્વારા 45 આગમનો સાર દેવ-ગુઢ કૃપાથી જાણી - માણી શકે. એટલે તેઓને હતાશાન થવી જોઈએ. તમામ સંસારી આત્માઓ મોહને આધીન છે. મોહને ઉખેડીને કાઢવો પડે છે જે સત્તાગત મોહ છે તેને આધીન કયો આત્મા ન બને? જે આત્માએ આગમ રૂપી અરિસામાં પોતાની બુદ્ધિનો ન્યાસ કર્યો છે તેવા આત્માઓ મોહમાં મુંઝાતા નથી તેને આધીન થતા નથી. આત્માના સ્વરૂપનું શ્રદ્ધાન કરવું, એ દર્શન સ્વરૂપ છે, ઉપયોગ રૂપે જ્ઞાનસાર || 329 Page #331 -------------------------------------------------------------------------- ________________ તેમાં રહેવું તે જ્ઞાન છે અને તેમાં જ રમણતા કરવી એ ચારિત્ર છે. તે પ્રતિતી રૂપે કયારે બને? સર્વજ્ઞના વચનનું આલંબન લઈને આગળ વધીએ ત્યારે કેમ કે સર્વજ્ઞ જ સર્વ વસ્તુને જોનારા - જાણનારા ને કહેનારા છે. તે સિવાય કોઈ ન કહી શકે. માટે સર્વજ્ઞના સર્વજ્ઞપણા ઉપર વિશ્વાસ પ્રથમ જરૂરી છે. આત્માનું સ્વરૂપ અરૂપી છે, પૂર્ણ ઢંકાયેલું છે તો એની જાણ પણ કોણ કરી શકે? સર્વજ્ઞ જ જણાવી શકે. બાકી અવધિજ્ઞાની-મન:પર્યવજ્ઞાનીના જ્ઞાનની પણ મર્યાદા છે, મતિ - શ્રુતજ્ઞાનની પણ મર્યાદા છે. એક કેવળજ્ઞાન જ અનંત છે. તેની કોઈ મર્યાદા નથી માટે સર્વજ્ઞ એવા કેવલિ ભગવંત જ વસ્તુનું યથાર્થનિરૂપણ સર્વરીતે કરી શકે માટે પ્રથમ તેમાં શ્રદ્ધા કરો અને જ્ઞાનનો ઉપયોગ પણ તે જ પ્રમાણે કરો. આપણું સ્વરૂપ તો પૂર્ણ ઢંકાયેલું છે એટલે અનુભવનો વિષય બની શકે એમ નથી માટે શ્રદ્ધાનો પરિણામ જ અપૂર્વ પ્રગટ થાય તો જ અનુભવનો વિષય બની શકે. આમાં યુક્તિ -પ્રયુક્તિ - હેતુ કોઈ કામ આવે તેમ નથી. અને એ શ્રદ્ધાના પરિણામમિથ્યાત્વના જવાથી જ થાય. જ્ઞાનનો ગમે તેટલો ઉઘાડ થાય તો પણ શ્રદ્ધા તો મિથ્યાત્વના જવાથી યા મંદ પડવાથી જ થાય અને તે માટે સ્વભાવ અને સ્વરૂપનો નિર્ણય જરૂરી છે. હું અરૂપી છું- રૂપી નથી જ, હું નિરાકાર છું - આકારવાળો નથી જ. આ જ સ્વરૂપને પકડીને ચાલો તો જ એની ફળશ્રુતિ આવે. હવે ત્યાં મોહનો પરિણામ ઉદયમાં ન આવે પણ આને માટે બાળકને જેમ કક્કો - બારાખડી ઘૂંટાવીએ છીએ તેમ વારંવાર ઘૂંટતા આત્મા અને આત્માના ગુણોનું સ્મરણ થશે જે અનાદિકાળથી વિસ્મરણ દશામાં છે અને તેને જ કારણે આપણું ભાવમરણ સતત ચાલુ છે. માટે કર્મો રૂપ ઉપાધિની ફરિયાદ મિટાવીને આત્માની યાદ સતત થશે તો જ આત્માના અપૂર્વ ગુણોની અનુભૂતિ અવશ્ય થશે જ તો પરંતુ પુદ્ગલનું વિસ્મરણ કરવું નહીં પડે પણ સહજ થઈ જશે. તે માટે હું આત્મ દ્રવ્ય છું, અક્ષય સ્વરૂપી છું, અરૂપી છું, અગુરુલઘુ જ્ઞાનસાર // 330 Page #332 -------------------------------------------------------------------------- ________________ અને અવ્યાબાધ છું. એનાથી વિપરીત સ્વભાવવાળો એ હું નથી. તે બધું કર્મકૃત છે. આમાં રૂચિનો પરિણામ પ્રગટી જતાં દેહ, આકાર પર ત્યાજ્ય બુધ્ધિ થવાથી આત્મ ઝંખનાનો પરિણામ ઊભો થાય. સ્વભાવમય બનવાની ઝંખના થાય. સ્વરૂપમય-સિદ્ધ સ્વરૂપમય બનવાની તાલાવેલી જાગે. “પરપરનો કર્તા પરિણામ બંધ થઈને “સ્વ”માં “સ્વ”નો પરિણામ પ્રગટી જતાં સ્વભાવમય બની જાય છે અને પર ઉપર નિઃસ્પૃહતાનો પરિણામ આવી જાય છે. સતત અભ્યાસ દ્વારા આ પરીણામ દેઢ થાય એના માટે જ જ્ઞાનીઓએ 6 - આવશ્યક કરવાના કહ્યા છે એમાં પણ સમતા - સામાયિક આવશ્યક પ્રધાન છે. તે આવ્યા વિના આગળ આગળના શિખરો સર થતા નથી અને આત્માનો અનુભવ જલ્દી કરવા માટે કાર્યોત્સર્ગ છે. ઘણીવારની મહેનત પછી વિજળીના ઝબકાર જેવી અનુભૂતિ થઈ જાય છે. ૧૦૦ખમાસમણ પછી કાઉસ્સગ્ન કરવાનો છે એટલે જે શ્રમ લાગ્યો હોય તે દૂર થઈ જાય. અને આત્મા કાયાથી નિરાળો બની જાય તેવી અનુભૂતિ અવશ્ય થાય. કારણ આ યોગાસન છે સર્વજ્ઞની બતાવેલી ક્રિયા છે. આમ આત્મ-સ્વભાવમાં જવા માટે આત્મા એ સતત આગમનું શ્રવણ કરવું જોઈએ તે માટે સત્સંગ કરવાનો છે 1) પ્રથમ આગમનો સત્સંગ કરવાનો છે જેનાથી કુસંગ દૂર થાય છે 2) બીજો સત્સંગ “આતમજ્ઞાની શ્રમણ કહાવે” - જે આતમજ્ઞાની છે અને આગમના જ્ઞાન દ્વારા વર્તમાનમાં જ્ઞાનનો અનુભવ કરે છે. તેનો સંગ કરવાનો છે. જેનો જેને રંગ તેમાં તે બીજાને મસ્ત બતાવે. પોતાનો ભક્ત બનાવે, ગુરૂનો, સમુદાયનો ભક્ત બનાવે. પ્રોજેક્ટોમાં ગોઠવી દે. પછી સંસાર લીલો ચાલે. જેને માત્ર આતમ-અનુભવનો રસ હોય તે મારા-તારામાં કયાંય ન પડે. ઉચિત વ્યવહાર જેટલો કરવો પડે તેટલો કરી લે. બાકી પોતાનામાં જ મસ્ત હોય. જે કાર્યો શ્રાવકોના છે તે બધા કાર્યો કરવાની હોંશ સાધુઓને થઈ જ્ઞાનસાર // 331 Page #333 -------------------------------------------------------------------------- ________________ છે. શાસનનું કામ કયારે કહેવાય? મારું પાટિયું લાગે છે તેમાં શાસનનું કામ છે તેમ ન કહેવાય પહેલાં જિર્ણોધ્ધારની મહત્તા કે નવા બનાવવાની મહત્તા? તમારું લક્ષ શું છે? તે જોવાનું છે. એક જણે પોતાનું સ્થાન કર્યું એટલે બીજો એનો પ્રતિપક્ષ તરત ત્યાં સ્થાન ઉભું કરી જ દે. એટલે શાસનનું જ કામ છે કે નહીં તેનો નિષ્પક્ષ નિર્ણય કરવો જ જોઈએ માટે કુસંગનો ત્યાગ થાય તો જ સત્સંગનો રસ લાગે જ અને એના દ્વારા તેને આ બધું અનિત્ય, અશરણ લાગતું જ જાય, પછી તેને બધું ઉદાસીન લાગે અર્થાતુ પોતે ઉદાસીન ભાવમાં વર્તતો હોય. તેમાંથી સહજવૈરાગ્ય પ્રગટ થાય અને પુદ્ગલના સંગમાં રહેલો છતાં તેનાથી વિરમી જાય. આત્મા સિવાય બીજાનો સ્પર્શ કરવો એ અશુચિ છે - તેનો વિચાર કરવો એ પણ અશુચિ છે. આવી વાત જિનશાસન સિવાય બીજે કયાંય નથી કરી. અશુચિ શા માટે? કારણ તેનાથી આત્માને કર્મબંધથવાનો છે. કર્મ બંધ દ્વારા તે ખરડાવાનો છે માટે અશુચિ કહી. માટે પરનો (પુદ્ગલનો) વિચાર, પરનો સ્પર્શ વિ. આત્માને આશ્રવરૂપ છે. તો સંવર શું? પોતાના સ્વરૂપને પકડીને તેમાં જ તન્મય થવું તે જ સંવર છે. કર્મોના ઉદયમાં આત્માને કયાંય મગ્નતા ન આવવી જોઈએ સ્વ-સ્વભાવમાં જ મગ્ન બનાય. આવી આત્માની પરિણતિ ઘડાય તો મોહ - ત્યાગ થાય. આ તેનો સચોટ ઉપાય છે. કર્મોનો જે ઉદય પછી તે પુણ્ય કે પાપ, અનુકૂળતા કે પ્રતિકૂળતા બધે જ આત્મા ઉદાસીન પરીણામ વાળો રહે. તે જ મોહનો ત્યાગ કરી શકે. 0 0 0 જ્ઞાનસાર || ૩૩ર Page #334 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મયોગી તાત્ત્વિક પ્રવચનકાર આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રાધિશેખરસૂરીલ્વરજી મ.સા.ના આગામી પ્રકાશનો , જ્ઞાનસાર ભાગ-ર (અષ્ટક પ થી 7) જ્ઞાનસાર ભાગ-૩ (અષ્ટક 8 અને 9) જીવવિચાર નવતત્વ અજીવત્તત્વ :: પ્રકાશક :: શ્રી સચ્ચિદાનંદ જ્ઞાનવર્ધક ટ્રસ્ટ શ્રી ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ આરાધના ભવન, માઈ મંદિર રોડ, વિઠ્ઠલ પ્રેસ, સુરેન્દ્રનગર.