________________ જિનની સર્વઆજ્ઞાને શ્રધ્ધારૂપે સ્વીકારવા રૂપ છે. જિનાજ્ઞા પ્રથમ મિથ્યાત્વના ત્યાગ રૂપ નહી અને સમ્યકત્વ સ્વીકાર રૂપ આવે નહીં તો તમામ આરાધના મોક્ષમાર્ગ રૂપ નહી બને. ક્રિયારૂપી આરાધના માર્ગગામી (તારક) કયારે બને (1) અતત્ત્વનો અભિનિવેશ ન જોઈએ (અતત્ત્વની પકડ ન જોઈએ.) (2) 'તત્તવની પ્રતિપતિ (સ્વીકાર) (3) કર્મની લઘુતા - આ વિના તત્ત્વ ગમશે જ નહી, તો એનો સ્વીકાર પણ નહી થાય. પ્રણિધાન મજબૂત હોય તો અનુભૂતિ અવશ્ય થાય જ. 0 'સુધા વેદનીયને દૂર કરવાનો ઉપાય શું?.' આનંદ લૂટવાં માટે જ તપ બતાવ્યો છે. જ્ઞાનીને આનંદ, તપસીને મહાઆનંદ. સુધાવેદનીય ને દૂર કરવાનો ઉપાય -ખાવું તે ઉપાય નથી. તપ એનો ઉપાય છે. પૂર્વ ક્ષુધા - વેદનીયને સહન ન કરીને જરૂરિયાત વિનાનું ખાવાથી આત્માને પીડા આપી તેથી ક્ષુધા વેદનીય બંધાયુ તેથી હવે તેને દૂર કરવાનો ઉપાય પ્રભુએ કહેલો તપ કરવો તે છે. તપ કરવાથી વર્તમાનની સુધા વેદનીય જાય અને ભવાંતરની ક્ષુધા પણ જાય. (પુંડરીક- કંડરિકનું દૃષ્ટાંત) ખાવું એ સ્વભાવ નથી પણ મિથ્યાત્વને કારણે સુખપણાની બુધ્ધિથી ખાવું એ ભાવ આવ્યો ને સાથે કષાયની વેશ્યાની તીવ્રતા આવી માટે કંડરીકને ૭મી નરક મળી, જયાં અંતર્મુહુર્ત-અંતર્મુહૂર્ત સુધા વેદનીયનો ઉદય, ખાવાનું પણ, પીડાજનક, સંતોષ જ ન થાય પુંડરિકને 3 દિવસની સાધના એ મને પારણે અનુત્તરમાં ગયા. ૩દિવસ સહન કર્યુંને 33 સાગરોપમના આયુષ્યમાં ૩૩૦૦વર્ષેખાવાની ઈચ્છા થાય આમ કેમ બન્યું? ખાવાની લાલસા નહતી. જિનની આજ્ઞામાં હતા. ઉપયોગ રૂપી ધર્મ સદાને સતત કરવાનો છે તો નિર્જરા ચાલુ જ છે. ક્રિયારૂપી ઔષધ આત્મગુણોની ભેટ આપે જ. ઉપયોગ શુદ્ધિ આવે ત્યારે જ એ શક્ય બને. જે જ્ઞાન આત્મગુણોનું ભાન કરાવે અને પરનું જ બધુ જ્ઞાન કરાવે તે જ્ઞાન પરભાવ - અજ્ઞાન રૂપે છે. જ્ઞાનસાર // 143