________________ ઉપધાનમાં પંચાચારનીપાલના દ્વારા પાંચ સમિતિની શુદ્ધિ કરવાની છે. જ્ઞાનાચાર - નવકારની સાધના, વાચના, વ્યાખ્યાન (જ્ઞાનશુદ્ધિ વૃદ્ધિ) દર્શનાચાર - દેવવંદનાદિ (સમ્યકત્વ શુદ્ધિ - વૃદ્ધિ) ચારિત્રાચાર- પૌષધની તમામ ક્રિયા (ચારિત્રની શુદ્ધિ-વૃદ્ધિ) તપાચાર - ઉપવાસ-આયંબિલ તપની શુદ્ધિ-વૃદ્ધિ) વિર્યાચાર - ૧૦૦ખમાસમણ (વીર્યશુદ્ધિ-વૃદ્ધિ) ધર્મમાં પણ હું સારો થાઉદેખાઉં, અને લાગું આ ત્રણ મોહના ભાવો છે તેમાં મિથ્યાત્વ ભળે ત્યારે આવુ થવાનું મન થાય. 100 ખમાસમણ અટક્યા વિના આપે અને જ્ઞાનોપયોગ પૂર્વક જો આપે તો 100 ખમાસમણ આપ્યા એવુ લાગે જ નહી આત્મા - આત્મા ના ગુણો સાથે રહ્યો હોય તો તેને આનંદની અનુભૂતિ થવી જોઈએ ખેદ થાય જ નહીતોને ક્રિયા રસવાળીબની તેના અનુબંધ પુદગલથી છોડવી જીવને આત્મામાં સ્થિર કરશે. જગતના સર્વ જીવોમાં ભવ્ય જીવો સર્વજ્ઞબનવાના સદ્ભાવવાળા છે પરથી - પર થનારૂ જે સુખ તે પરમસુખ કહેવાય છે પરમાં સુખ માનવુ એ મિથ્યાત્વની પહેલી પીડા છે અને પરમાં જ સુખ અનુભવીએ છીએ તે ભ્રાંતિ છે એબીજી પીડા છે. શાસ્ત્રકરોએ આ બે પીડાને કાઢવા માટે જ શાસ્ત્રોની રચના કરી છે અને તે દ્વારા આખો મોક્ષ માગ બતાવ્યો છે.' આત્માનું સુખ ભોગવવા માટે પુણ્ય છોડવુજ પડે, મોહને હટાવવો જ પડે, ત્યાં પુરૂષાર્થ જરૂરી છે. માત્ર મોક્ષના જ એકલક્ષ પૂર્વક આરાધના કરે તેને જ પુણ્યાનુ બંધી પુણ્ય બંધાય તે મોક્ષ માટેની જ સામગ્રી આપે. પરમાત્માની પૂજા કરી હોય તો તરત જ એનુ ફળ ચિત્ત - પ્રસન્નતા મળે જ પણ માત્ર પ્રતિમાની જ પૂજા કરી હોય તો પ્રસન્નતા મળે એવો નિયમ નહિ. જ્ઞાનસાર // 144