________________ રાગ શો કરવો? આથી તેમાં શુભ-અશુભ પરિણામ નહીંથાય. નિત્ય-નિત્ય રૂપે લાગે. (પરમાણુ) પુદ્ગલ બધાને અનિત્ય માને. પરમાણુ નાશ પામતા નથી જેટલા હોય તેટલા જ રહે છે. કોઈપણ પરમાણુમાં એક વર્ણ - બે સ્પર્શ રહેલા હોય તે રીતે તે નિત્ય કહેવાય છે પણ તેમાં તે જ વર્ણ કે સ્પર્શ ન રહેબદલાયા કરે - સફેદલાલ બની જાય. એ રીતે પુદ્ગલ અનિત્ય છે. પુગલપરિણામી સ્વભાવ રૂપ છે.(ભેગા થવું - છૂટા પડવું) એમાં નિત્યતાની બુદ્ધિ કરવી એવિપર્યા છે. આ ભ્રમ ટળી જાય તો પરમાનંદની સંપત્તિ મળતા વાર ન લાગે. સોનું કે લોઢું કહેતા નથી કે તમે મને પકડો, મમત્વ કરો કે છોડી દો. જેનામાં તત્ત્વ દૃષ્ટિપ્રગટી જ નથી તે જ સોનામાં મમત્વ કરે છે અને લોઢાને તુચ્છ બુદ્ધિથી છોડે છે. સોનાના પુદ્ગલો લોઢારૂપે, વિષ્ટા રૂપે પણ પરિવર્તન પામે છે. “સકલ જગત એંઠવતુ બધાએ બધા પુલો ભોગવીને છોડ્યા છે. જેની એંઠ પાછી આપણે ગ્રહણ કરીએ છીએ. તે એંઠમાં પણ પાછા રાગ-દ્વેષ કરીએ છીએ. દ્રવ્યના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી પણ પર્યાયમાં ઉત્પત્તિનાશ થયા કરે છે. જેની તત્ત્વ-ચેતના નાશ પામી છે તે જ આ પુદ્ગલ પર્યાયમાં રાગ-દ્વેષ કરે છે. જીવ અને અજીવ એ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય આત્મ સ્વરૂપમાં પરિણામ પામે છે. જ્યારે અજીવ દ્રવ્ય પુગલમાં પરિણમન પામે છે આથી જીવ જો પુદ્ગલમાં રાગાદિ પરિણામ કરે તો કર્મબંધ થાય છે અને આત્મા “સ્વ” માં પરિણમન પામે તો નિર્જરા કરે અને કેવળજ્ઞાન પણ પામી જાય. સદ્ભાવથી સર્વજ્ઞ કથિત ક્રિયા કરી હોય તો જેમ કાંટો કાંટાને કાઢે તેમ દેહથી કરેલી ક્રિયા ચેતન્ય સ્વરૂપ બની જઈ દેહાતીત બનાવવામાં ઉપકારક બને છે. કાયાનો અભાવ કરે છે તેથી જ જ્ઞાન થ્યિ મોક્ષ / કહ્યું છે. જ્ઞાનસાર // 114