________________ 1 થી 4 ગુણસ્થાનકમાંથી દષ્ટિ ફેરવી પ થી 7 ગુણસ્થાનકમાં તે દૃષ્ટિ પ્રમાણે પુરુષાર્થ કરવાનો છે પ્રમોદ ભાવ વડે સાધ્ય ને સાધવાનું છે. પ્રમોદ ભાવની મુખ્યતા ન હોય તો કરુણા સંભવે નહી. કેમ કે બધા જીવો પ્રમોદ ભાવથી યુક્ત હોતા નથી બીજાના દોષો જોવાને બદલે તેના ગુણ પર જ પ્રમોદભાવ થાય તેથી “સ્વ” માં પણ ગુણો જ પ્રગટે તે ગુણોથી અપૂર્ણ માટે દોષો પ્રત્યે કરુણાભાવ થાય છે. કૃપા વૃષ્ટિ ઉભય પક્ષી હોય. અમૃત ભરેલી એટલે કે પોતાના ગુણોને વૃદ્ધિ કરનારી અને સામેવાળાના દોષોને દૂર કરનારી હોય જેમાં કષાયોની વૃદ્ધિ ન થાય તે જ લક્ષ હોય અને તે જ ઔચિત્ય વ્યવહાર કહેવાય. જેનાથી આત્મામાં પ્રસન્નતા પ્રગટે અને ભાવપ્રાણ વૃદ્ધિ પામે. જે વ્યવહારમાં કષાયોની વૃધ્ધિ થાય તે વ્યવહારને ઔચિત્ય વ્યવહાર ન કહેવાય. આવા યોગીની દૃષ્ટિ ચંદ્રમાં જેવી છે જેમાંથી સતત અમૃતમય એવા કિરણો પ્રસારીત થતાં હોય છે. આપણે પણ તેવા થવું છે પણ કેમ નથી થતાં? આપણામાં અનાદિકાલિન એવું મિથ્યાત્વનું ઝેર પ્રસરેલું છે તેથી આત્મામાં અસંયમ ઉભો થયો છે. આ અસંયમને કારણે આત્મામાં કષાય ભાવો ઉદ્દીપન થયા છે તેથી તે કષાયભાવોથી આત્મામાં ચંચળતા આવી છે અને તેથી મન અસ્થિર થઈ ગયું છે માટે અનાદિકાલિન એવા મિથ્યાત્વના ઝેરને વમવું જ પડે તો જ આગળનો વિકાસ શક્ય છે. જે વ્યક્તિ જ્ઞાનથી સમુદ્ધ હોય પણ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય નો ઉદય હોય તો તેઓ મન ઉપર વિજય મેળવી શકતા નથી. જ્ઞાન તેઓ માટે પાંગળુ બની જાય છે કેમ કે મોહ ઉપર વિજય મેળવ્યો નથી મિથ્યાત્વ મોહનીય અને ચારિત્ર મોહનીય જેટલા અંશે ઘટે તેટલા અંશે આત્મા સ્થિર બની શકે. એની ઝડપ એટલી બધી છે કે 1 સમયમાં તે લોકાંતે પહોંચી શકે. બહાર સેટ થાય તે આત્મામાં અપસેટ થાય ? દરેક વ્યક્તિ દરેક જગ્યાએ સેટ થવા ઈચ્છે છે પણ તે આત્મામાં જ્ઞાનસાર // 121