________________ થાય અને તેના સિવાયનું બધુપર-પર છે, તેવું પ્રતીતિ રૂપે થાય ત્યારે સમભાવની પ્રાપ્તિ થાય કેમ કે તેમાં રાગાદિ ભાવ થતાં નથી તો જ સમતાનો પરિણામ પ્રગટ થાય છે. આત્માને શરીર સાથે “અંગાગી” ભાવ થઈ ગયો છે માટે આત્માના સ્વરૂપની પ્રતીતિ થતી નથી. આત્માએ તેના માટે ધરખમ પુરુષાર્થ કરવાનો છે. અનાદિકાળથી મિથ્યાત્વનો વાસ થયેલો છે માટે અતત્ત્વનો તત્ત્વરૂપે વાસ આત્મામાં થયેલો છે, માટે તે સંસ્કાર -વાસના દઢ થયેલી છે તેને તોડવા માટે જ ધર્મ ક્રિયા કરવાની છે. * ચારિત્રની વ્યાખ્યા શું? આત્માએ જે અસતુ ક્રિયાઓ અનંતકાળથી કરી છે તેને સત્ ક્રિયામાં ફેરવવી તે જ વ્યવહાર ચારિત્ર છે. અતિશય નિકાચિત ભોગવલી કર્મના કારણે તેમ જ અશુભના સંસ્કાર ગાઢ પડયા હોવાથી સમ્યગ દૃષ્ટિ એવા આત્મા પણ તેને જલદીથી છોડી શકતા નથી પણ પુરુષાર્થ થી તે છૂટી શકે છે અને આત્મરમણતાને પામી શકે છે. જેમ મા પોતાના બાળક સિવાય બીજાને પર માને છે તેવી જ રીતે આત્મા સિવાય બધાને પર માને તો જ મનમાં જ સ્થિર થવાનો પ્રયત્ન કરી શકે. (4) સ્વ-ભાવઃ જ્ઞાનાદિ ગુણોના સ્વભાવવાળો છું આ રીતે બોધ થવો જરૂરી છે તે સિવાયનું બધુ જપર છે એમ જાણે માને અને પછી વ્યવહાર પણ એવો જ કરે તો જ કાર્ય સિદ્ધિ થાય. ઉપશમ સમકિતમાં મિથ્યાત્વમોહ-અનંતાનુબંધી 4 કષાય નો મોહનો સંપૂર્ણ ઉપશમ છે તેથી અંતમુહુર્ત સુધી સમ્યક્તના પરિણામને વેદી શકે છે. ક્ષાયિક સમકિતમાં મિથ્યાત્વ મોહનો (દર્શન મોહ) અનંતાનુબંધીનો સંપૂર્ણ ક્ષય છે તેથી તેનુ સમ્યકત્વ કાયમ માટે રહે. ક્ષાયોપથમિક સમકિતમાં - વિપાકોદય ન હોય પ્રદેશોદય ચાલુ છે જ્ઞાનસાર // 13