________________ વંદનન કરવા પડે માટે કેવળ જ્ઞાન પ્રાપ્ત પછી જાઉં. આમ માન કષાય ઉદયમાં હતો તેથી કેવળ જ્ઞાન આંટા મારવા લાગ્યું પણ પ્રગટ ન થયું. કષાયને કાઢવા માટે જ્ઞાનાદિ ગુણમાં જે બાધક એવા કષાયાદિ પાપના સ્વરૂપને સમજીને તેનાથી અટકવા માટે કષાયના નિમિત્ત ભૂત જે જે ત્યજવા શક્ય હોય તેનાં ત્યાગની પ્રતિજ્ઞા (પચ્ચખાણ) કરવા રૂપ વિરતી ધર્મનો ઉપદેશ તીર્થકર પરમાત્માઓએ ફરમાવ્યો છે. બ્રાહી–સુંદરીના “વીરા ગજ થકી હેઠા ઉતરો” પ્રભુ ઉપદેશના વચનો સાંભળી તરત જાગ્રત થયા અને માનને છોડવા રૂપ કાઉસગ્ગ પારી વંદન માટે જેવા પણ ઉપડયા કે તરત કેવળજ્ઞાન પ્રગટ થયું. * સમિતિ ફળે કોને? સમિતિના પાલન દ્વારા ઉત્સર્ગનો લાભ થાય. ઉત્સર્ગનું પાલન હોય અને રૂચિ ન હોય તો પણ લાભ ન મળે. કાયમુમિમાં ન રહી શકે તેને ઈર્યાસમિતિનું પાલન કરવાની વાત આવે. (1) જિનદર્શન (2) જ્ઞાનદર્શનચારિત્રની આરાધના માટે આહાર -નિહાર માટે ઈર્યાસમિતિનું પાલન કરવાનું છે. સાધુ ઉપાયોગ મૂકે કે આમાનું કાંઈપણ કારણ કે પ્રયોજન છે. તીર્થયાત્રા માટે પણ જવાનું નથી. વિના પ્રયોજને પ્રવૃત્તિ કરવાની નથી. વિહાર કરતા આવે તો જવાનું પણ સંયમને બાધક બને એ રીતે યાત્રા કરવાની નથી. જયાં જયાં સાધુ ઉપયોગ મૂકે ત્યાં ત્યાં નિર્જરા ને ઉપયોગ ન મૂકે તો ડગલે ડગલે બંધ કરે (ઉપયોગ કરનારને પાંચ પ્રકારના વિવેક બતાવ્યા છે (1) ચાલવાનો (૨)બોલવાનો (3) લેવાનો (4) ખાવાનો અને (5) મુકવાનો) (1) ચાલવાનો વિવેક તે ઈર્ષા સમિતિ આવી પ્રથમ તો પરમાત્માની આજ્ઞાનું બહુમાનમોહને ધક્કો, પ્રમાદ તોડયો તો નિર્મળ અધ્યવસાયનો અનુભવ થાય છે. પહેલાના કાળમાં તીવ્ર વૈરાગ્યને ધારણ કરનારા જીવો હતા. વૈરાગ્ય એવો હોય કે ધરાદિ જે છોડે તેની ચિંતા જ ન હોય સંઘયણબળ, વૈરાગ્યબળ નબળું પડ્યું તેથી મનોબળ પણ નબળું પડયું પહેલા બધી રીતે બધા મજબૂત જ્ઞાનસાર // 177