________________ આશ્રવ અને મોહથી યુક્ત એવા પ્રકાશ - એમ બે પ્રકાશ નીકળે છે અને રત્નદીપકનો પ્રકાશ અતિ નિર્મળ છે પોતાનામાં કારણ પણું કરવાનું છે માટે 6 કારક ચક્રની વાત મૂકી વર્તમાનમાં એ કારક ચક્ર -પરમાં - મોહમાં ફરતુ થઈ ગયુ છે. 6 કારક ચક્ર (1) કર્તા (2) કર્મ, (3) કરણ (4) સંપ્રદાન (5) અપાદન અને (6) અધિકરણ. (3) આત્મા વડે-આત્મા પોતાના આંશિક ગુણો વડે જ સ્વરૂપમાં જ સ્થીર થઈ સ્વભાવની પૂર્ણતા કરવા વડે સ્વ સ્વરૂપે પ્રગટ થાય. જિનની આજ્ઞા પણ એ જ છે આત્માએ વિભાવ દશામાં ન રહેવું જોઈએ. આપણે પુદગલ સાથે રહ્યા છીએ માટે તેના સંગનો રંગ અનાદિકાળથી લાગી ગયો છે એટલે કે હુ આત્મા છુ એ ભૂલીને સંપૂર્ણ પુદ્ગલમય બની ગયો છું પુદ્ગલના ગુણોમાં અર્થાત્ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ માં આસક્ત થઈ ગયો છું અને તે જ આસક્તિ મારી અસક્તિનું કારણ બની ગઈ છે. હવે તે આસક્તિનેદુર કરવા અને શક્તિવંત બનવા માટે “પર” માં ડૂબાવાનું નથી પણ માત્ર શેયના જ્ઞાતાજબનવાનું છે. આત્મા અસંખ્ય પ્રદેશ, અખંડ અને અક્ષય સ્વરૂપી છે તેના પર પ્રદેશમાં અનંત ગુણોનો વાસ રહેલો છે આવું જ જ્ઞાન તે જો ‘સ્વ'માં પરિણમે તો “પર” માં જવાના સ્વભાવવાળુ છે. “પર” માં જાય તો “શરીર-સબંધી’ વાત આવે આ જીવ ઔદારિક, તૈજસ - કામણ શરીર રૂપપિંજરામાં પૂરાયેલો છે મારો આત્મા સંયોગ સબંધી શરીર સાથે રહેલ છે, તાદાભ્ય સંબંધથી નહીંઆ સમજીએ તો તે ‘ભાન અવસ્થા છે નહીંતર બેભાન અવસ્થામાં તો પહેલા જ છીએ. આમ સમ્યગજ્ઞાને “સ્વ-પર' પ્રકાશક ભેદજ્ઞાન કર્યુ જો જ્ઞાન માત્ર પર પ્રકાશરૂપ હોય તો તે જ્ઞાન શુદ્ધ ન થાય યથાર્થ બોધ ન થાય. યથાર્થ બોધ-સર્વજો જે પ્રમાણે કહયુ છે તે પ્રમાણે બોધ થવો હેયમાં હેયનો અને ઉપાદેયમાં ઉપાદેયનો પરિણામ આવે ત્યારે જ તે સમકિતિ કહેવાય. જો આવો યથાર્થ બોધ ન થાય તો સંકલ્પ-વિકલ્પ રૂપ આશ્રવનાં ધુમાડા નીકળ્યા વિના રહે નહી. જ્ઞાનસાર || 2OO.