________________ જે સમ્યક્તથી સહિત હોય તેવા આત્મા અનુભવે - સંવેદન કરે કે કાર્પણ શરીર જે 158 બેડીઓ સહિત છે સાથે ઔદારિક અને તેજસ એવા 3 મજબૂત પિંજરામાં પૂરાઈ ગયેલો છું અને તે પિંજરામાંથી છૂટવા માટે તેની તડપન” પણ થવી જોઈએ. અપુર્નબંધક જીવ અને સમન્ દષ્ટિ આત્માના ભેદજ્ઞાનમાં શું તફાવત હોય? અપુર્નબંધક જીવ નો બોધ સ્પષ્ટ અને અતિ સૂમ ન હોય. જેમ ચશ્માના કાચ પર ધૂળ લાગી હોય તો કેવુ દેખાય - એવો બોધ હોય જયારે સમ્યગુ દૃષ્ટિનો બોધ અતિ સ્પષ્ટ અને સુક્ષ્મ હોય. તેથી સંસાર અને આત્મા વિષેનો બોધ સ્પષ્ટ નિર્ણય અને રુચીપૂર્વકનો હોવાથી સમ્યગ્દષ્ટિની દ્રષ્ટિ સ્થિરા કહેવાય. સમ્યદૃષ્ટિ આત્મા માત્ર બહારના શરીરને તપાવવામાં તપન માને પરંતુ કર્મોને તપાવવામાં તપ માને. શરીરમાં જે ધાતી કર્મો રહેલા છે જો તે તપી જાય તો આ શરીરમાં રહેવા છતાં તેના આત્મ-સ્વભાવમાં કોઈ ફેર પડતો નથી. તામલી તાપસે 60,000 વર્ષ સુધી જે તપ કર્યો એ જો સર્વજ્ઞ કથિત માર્ગ પ્રમાણે કર્યો હોત તો તેટલાજ તપમાં 7 આત્માઓ કેવળજ્ઞાન પામી ગયા હોત. તામલી તાપસ શ્રીમંત હતો પૂર્વ પુન્ય થી મળેલુ બધુ વાપરી નાખીશ તો પછી શું? એ માન્યતા ધરાવતો હતો તેથી તે તાપસ બની ગયો - બધું ધન પરિવારને સોપી તાપસી દીક્ષા સ્વીકારે છે વિનય દીક્ષા લીધી હતી તેથી નાનામોટા તિર્યંચ ગમે તે હોય તેને નમસ્કાર કરતો, ભિક્ષામાં માંગી લાવેલ ભાત 21 વાર ધોઈનેનિસત્વ બનાવી ખાતો આમ તેનો તપ ઉત્કૃષ્ટ હતો પણ વિવેક રહીત હતો તેથી જેટલું પામવુ જોઈએ તેવું પમાયું નહતું. જે તપ કરવામં વિષયોની વાસના ઘટતી જાય, રાગ-દ્વેષના પરિણામ ઓછા થતા જાય, કષાયોની મંદતા થાય તો સમજવું કે નિર્જરા સ્વરૂપ આપણો જ્ઞાનસાર // 201