________________ દરેક આરાધના કરતાં આપણે નિર્ણય જાહેર કરીએ છીએ પછી એ પ્રમાણે ન કરીએ તો આત્માને -દેવને ગુરુને છેતરીએ છીએ. પ્રણિધાનમાં જ ઉત્સાહન હોય તો ક્રિયામાં ગરબડ થયા વિના ન રહે. સાધનને કે માત્રવિધિને પ્રધાનતા ન અપાય પણ સાધ્યને પ્રધાનતા અપાય સાથે સાધ્યસિધ્ધ કરવામાં સહાયક એવું સાધન અને વિધિ પણ જરૂરી. ધર્મની આરાધના બહારની વિધિ - આચાર વિગેરે બરાબર ધ્યાનમાં રાખીને ન તો ખેદ થાય, પશ્ચાતાપ થાય પણ જે આત્માના પરિણામમાં રહીને કરવાનું હતુ તે બરાબર ન કરીએ. સાધ્ય જ બગડી જાય તો માત્ર બાહ્ય ક્રિયાથી શું? સાધન સાધ્યમાં કારણ બને છે પણ સાધ્ય જ ગાયબ હોય તો સિધ્ધિ મળે કયાંથી? બાહ્ય ક્રિયાથી કદાચ પ્રસિદ્ધિ મળી જાય પણ આંતર જગતમાં સિદ્ધિ તો ન જ મળે. તમે જયારે બીજા સાથેના વ્યવહારમાં આવો ત્યારે તેની સાથે કેટલો ઉચિત વ્યવહાર કરી શકો છો ત્યારે તમારા ધર્મીપણાની કસોટી થાય છે. માયા નુકશાનકારક છે માટે સરળતા હોવી જરૂરી છે. ગાથા -4 અન્તર્ગત મહાશલ્ય - મધૈર્ય યદિ નોધૃતમ્ કિયૌષધસ્ય કો દોષ, સ્વદા ગુણમયચ્છતઃ | ગાથાર્થઃ જો અંતરમાંથી મહાશલ્ય રૂપ અસ્થિરતા દૂર કરવામાં ન આવે તો ગુણ નહીં કરનાર ધર્મક્રિયા રૂપ ઔષધનો શો દોષ? દર્શન - મોહનીય અને ચારિત્ર મોહનીય એ બંને પ્રકારનો મોહ એ આત્માની અસ્થિરતાનું કારણ છે. "શાન કિયાભ્યાં મોક્ષ' જ્ઞાની કદી ક્રિયા વગરનો ન હોય, ક્રિયાવાળો જ્ઞાનની ઉપેક્ષા ન કરે, બને અંગ મોહને દૂર કરવાનાં કારણભૂત છે. પાપની ક્રિયાને પણ મોક્ષમાં ફેરવી નાખવાની તાકાત જ્ઞાનીમાં છે. જ્ઞાન ચેતના અને વીર્ય ચેતના આ બંને પરભાવમાં જાય છે ત્યારે જ્ઞાનસાર || 147