________________ આશય શુદ્ધિ સુખની અનુભૂતિ ક્યારે થાય? આત્મસ્વરૂપની વાત સમજાય કે જગતની એક પણ વસ્તુની માલિકી થઈ શકતી નથી, ભોગવી શકાતી નથી, ગ્રહણ કરી શકાતી નથી આ વાતનો સ્વીકાર નથી માટે વાંધો પડે છે. જીવ સમજવા છતાં સ્વીકારી શકતો નથી માટે ઢચિનો પરિણામ પ્રગટ થતો નથી. ચિત્તવૃત્તિ ત્યાંથી ખસવી જોઈએ તે ખસતી નથી. માટે પર પ્રવૃત્તિ મિથ્યાત્વને કારણે વધી અને ધૂમધામે ધમાધમ ચલી.-યોગીને આ બધામાં રસ હોતો નથી તે તો પોતાના સ્વભાવ અને સ્વરૂપમાં જ રમતો હોય છે. યોગી - ભોગી,- વક્તા - મૌની 0 યોગી ક્યારે કહેવાય? સ્વ-પરમાં ઉપયોગી બને એ યોગી, પરના ભોગને છોડે ત્યારે યોગી આત્માનંદનો ભોગી બને. વક્તા - બોલવાનું બંધ કરે, જરૂર પુરતું બોલે તે વક્તા, નહીંતર બકવાસ. તે બોલે ઓછું છતાંયે આખો દિવસ પોતાના આત્માની સાથે નિરંતર વાતો કરતો હોય. જરૂર વગરનું બોલવાથી અપૂર્વ વીર્યશક્તિનો વ્યય થાય છે. વચન યોગમાં જ વીર્યનો વધુમાં વધુ વ્યય થાય છે. * વધારેમાં વધારે શ્રમ કોને પડે? ન બોલવાનું બોલે તેને શ્રમ વધારે વધારે નિર્જરા વીતરાગની દેશનામાં થાય. માટે જ તીર્થંકર પરમાત્મા નામકર્મ ખપાવવા દેશના આપે છે. આ દેશના સ્વ-પરના હિતવાળી જ હોય. પાંચ ભંડારોની વચમાં આત્મા આવીને વસે ત્યારે એની સ્થિરતા થશે. પોતાને પરમાનંદની પ્રાપ્તિ અને બીજાને પીડાનો અભાવ થશે, નહી તો પરધન મેળવવા જતાં અસ્થિરતા વધશે, વિષાદની પ્રાપ્તિ અને બીજાની પીડામાં નિમિત્ત થવાનું બનશે. મન ભમી ભમીને અંતે થાકીને વિષાદને પ્રાપ્ત કરે છે. જેની માટે તું બહારમાં દોડે છે પરંતુ તે ભંડાર તારામાં જ છે. સ્વનિધિમાં જ તારી સ્થિરતા થવાની છે. જ્ઞાનસાર || 135