________________ તો તે સ્વાત્મ - રમણતા જાણવી. અરૂપી નો ખોરાક પણ અરૂપી, આત્માને રૂપી ભોજનનો ખોરાક પચતો નથી તેમાં આત્મા પીડા પામે છે તેમ મન અનુભવે અવ્યાબાધ આત્માનો સ્વભાવ છે. ખાવાનું યાદ આવે મનને જીભ સ્વાદ માંગે છે. પેટ એ ખાવાનું માંગે છે બન્નેમાં પશ્ચાતાપનો ભાવ આવવો જોઈએ. ખાવું પડે તો ઈચ્છાપૂર્વક નહીં, તો ખાતાં ખાતાં જીવનિર્જરા કરે. ઈચ્છા પૂર્વક ખાય તો આત્માએ તપનું ફળ તૃપ્તિ મેળવી નથી. ખાવું એ પહેલા નંબરનું પાપ ને બોલવું એ બીજાનંબરનુ પાપ છે. પર રૂપે કાંઈ ન કરવું એ ધર્મ અને પર રૂપે કરવું એ અધર્મ. બોલવુ એ આત્માનો સ્વભાવ નથી પણ પરમ મૌન થઈઆત્માના અનુભવ રસનું સ્વાદ કરવું એ આત્માનો સ્વભાવ છે તેના માટે આત્મધ્યાન કરવાનું છે. અભેદ રૂપે “સ્વ” અનુભવ રસને ભોગવવામાં બાધક કોણ બને છે? બોલવામાં - આત્મવીર્ય રૂપ ધન ખર્ચાઈ જાય છે ભોગ કરતા પણ બોલવામાં વિર્ય-અલના વધારે થાય છે વચનાપાતો વીર્યપાતાતુ ગરિયસિ અને વચન ગુણિમાં આત્મવીર્યની રક્ષા થાય છે. બોલીને પણ નિર્જરા કયારે? બોલવાનું કેવી રીતે? બોલવાનું હોય ત્યારે જ બોલે, જેટલું બોલવાનું છે તેટલું જ બોલે, તો જ નિર્જરા થાય. વચનના આશ્રવને પલટાવા સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય કરતાં વચન - ગુપ્તિનું પાલન કરવાનું છે એનો ઉપયોગ હોવો જોઈએ, તે આત્મા સાથે સતત બોલતો થઈ જાય. પછી એવો અંદરમાં ડૂબી જાય કે જગતની સાથે બોલવાની ઈચ્છા ન થાય જેમ શેરડીનો સ્વાદ માણવો હોય તો એને ચાવવી પડે તેમ જેમ જેમ સ્વાધ્યાય કરતા જાઓ તેમ તેમ સુત્રથી- અર્થમાં અને અર્થથી એના રહસ્યમાં જાય તો વિષય-વાસનાનો નાશ થાય. આત્માએ આત્મવીર્યનો વ્યાપાર કરવો પડયો ગ્રહણ પરિણમન અને છોડવામાં. આત્મા પર પ્રેમ જાગે, આત્માનો સ્વાદ માણે તો આત્માનું વિર્યન વેડફાય. તો નિર્જરા થાય ને વીર્યવેડફાય તો કર્મબંધનું કારણ બને સત્ત પ્રવૃત્તિ જ્ઞાનસાર || 228