________________ વિશ સ્થાનક તપ, તીર્થકર નામ કર્મ બંધાય તે માટે નથી કરવાનું, બાંધવું એ તો સંસાર છે. છોડવું એ જ મોક્ષ છે. હા, જીવની યોગ્યતા હોય તો તપ કરતાં કરતાં, તીર્થકર નામકર્મનું પુણ્ય "By Product' તરીકે બંધાઈ જશે. તે પણ હેય(નામ કર્મ છે માટે કર્મબધા જ હેય)જ છે. તેમને માત્રસિદ્ધ પદ જ ઉપાદેય લાગે છે. માટે પરમાત્મા પણ સાધના કાળ દરમ્યાન સિદ્ધોને વંદન કરે છે. આત્મામાં આનંદ મોહનીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે, અને અવ્યાબાધ સુખ વેદનીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે. શાતા અને અશાતા બંને વેદનીયના જ વિપાક છે. બન્નેનો ક્ષય જ કરવાનો છે. અવ્યાબાધ - શુદ્ધ આત્મ દ્રવ્યમાંથી ગ્રાહકતા ભાવ નીકળી જવાથી એ હવે કોઈ પણ પર દ્રવ્યને ગ્રહણ કરતો નથી એટલે એ પીડા પામતો નથી અને બીજાને પીડા આપતો નથી. સિદ્ધાવસ્થા રુપ થયેલા જીવો જ્યાં રહેલા છે ત્યાં કામણ વર્ગણાવિગેરે છે છતાં આત્મા હવે એક પણ કાર્મણ વર્ગણા ગ્રહણ કરતો નથી. કારણ સર્વ પર સંગથી રહિત થવાથી પર દ્રવ્યની ગ્રહણ યોગ્યતા નથી. જ્ઞાની ભગવંતો દરેક પ્રકારના ભોગોને જગતની એડ (એઠવાડ) જ સમજે છે. કેમ કે એ કાર્મણાદિવર્ગણા અનંતીવાર ભોગવાઈને છોડાયેલી છે જ્યારે બહિરાત્મા તેના મોહની ભ્રાંતિથી-આસક્તિ કરી પરિભ્રમણ વધારે છે. પરમાણુઓ પરિવર્તનશીલ છે. સોનાના પરમાણુઓ પરિવર્તન પામી વિષ્ટારૂપ બને છે, અને વિષ્ટાના પરમાણુઓ - સોના - રત્નના પરમાણુઓ પણ બને છે. માટે ક્યાંય પરની શોભામાં આનંદ પામવા જેવું નથી. અશુચિમય એવા શરીરને જોઈને પણ તેમાં મોહને બદલે વૈરાગ્ય લાવવાનો છે. આત્માની અસલી શોભા અરૂપીપણું - નિરાકારપણું છે એને બદલે આપણે રૂપ અને આકારને શોભાયમાન બનાવવાના પ્રયત્ન કર્યાને આત્માના સ્વરૂપને ઢાંકવાના જ કામ કર્યા, આ ખ્યાલ જેને આવ્યો તેણે તપાદિ વડે - કાયાના રૂપને જ બગાડી નાંખ્યું. દા.ત. ધન્ના અણગાર - ચાલે તો હાડકાં ખખડે જ્ઞાનસાર // 19