________________ વૃક્ષના ઠુંઠા જેવા બની ગયા. શાલિભદ્રજીએ પણ એમ જ કર્યું. સગી માતા પણ એમને ઓળખી ન શકી. આરાધના કરતા સ્વરૂપ જે ઢંકાઈ ગયું છે અને સ્વભાવ પર જે આવરણ આવ્યું છે એને દૂર કરવાનો ઉપયોગ હોવો જોઈએ. તે માટે જ્ઞાન - દર્શન - ચારિત્ર-તપ-વીર્ય રૂપી રત્નોની જ પૂર્ણતા મારી છે એને સમજીને એમાં જ રમણતા કરવા જેવી છે બહાર ની પૂર્ણતા ઉપાધિ રૂપ લાગશે ત્યારે જ અંદરની પૂર્ણતા = ગુણોની પૂર્ણતા પ્રાપ્ત થશે. ગાથા - 3 અવાસ્તવી વિકલ્પઃ સ્યાત, પૂર્ણતાધેરિવોમિભિઃ પૂર્ણાનજસ્તુ ભગવાન, સ્વિમિતોદધિસભિઃ 3 ગાથાર્થ જેમતરંગોથી થતી સમુદ્રની પૂર્ણતા અવાસ્તવિક છે તેમ હું પરવતુરૂપ ધનાદિથી ધનવાન છું વિગેરે વિકલ્પોથી થતી પૂર્ણતા અવાસ્તવિક છે. પૂર્ણાનંદ સ્વરૂપ (સિદ્ધ) ભગવાન વિકલ્પ રહિત હોવાથી સ્થિર સમુદ્ર સમાન છે. સમકિત - દૃષ્ટિને પણ નિકાચિત કર્મનો ઉદય અને સંસ્કારનું બળ અશુભ પ્રવૃત્તિમાં ઘસડી જાય છે. સમુદ્રમાં ભરતી આવે તે વખતે મોજા આવે - ઉછળે એ એની વાસ્તવિક પૂર્ણતા નથી. પાતાળ કળશોમાં વાયુનું પ્રસારણ થવાથી મોજા ઉછળે છે એ વખતે એ વધુ રમણીય લાગે છે, છતાં એ વખતે તેમાં તરવા પડી શકાતું નથી અને જો તરવા ગયા તો તણાયા જ સમજો. એમ આપણા આત્મામાં રાગ-દ્વેષ રૂપ કષાયના મોજાં ઉછળે છે તે વખતે આપણે આપણો તાગ મેળવી શકતા નથી ને આત્મામાં ડૂબી શકતાં નથી. તેમ છતાં જીવમાનાદિને કારણે આત્માની બહાર પૂર્ણતા માને છે પણ એ અવાસ્તવિક છે. ભરતી પછી જ્યારે સમુદ્ર શાંત ને સ્થિર થાય છે પછી એમાં તરાય, નાવડી પણ ઉતારી શકાય -ને ઊંડાણનો તાગ પણ મેળવી શકાય. આમ આત્મા પણ રાગાદિથી શાંત થાય -સ્થિર થાય ત્યારે આત્માનો અનુભવ થઈ શકે છે. જ્ઞાનસાર || 20