________________ નાંખી અને એમની કાયાની અશુદ્ધિ પણ સુગંધમય બની ગઈ. માટે હે આત્મનું તારી કાયામાં રહેલી અશુચિમય દુર્ગધોને તપ દ્વારા બાળી નાંખે ત્યારે તારી કાયાપવિત્રમય બની જશે. તારા-મળ મૂત્ર પણ અનેકના કલ્યાણકારી બની જશે. આત્મા જાગે એ આત્મા પ્રત્યેની પરમ પ્રીતિ છે પછી અનિત્ય,એકત્વ અને બાકીની ભાવનાઓ આવશે. ચારિત્રની શ્રેષ્ઠ સ્થિરતા માટે છેલ્લે અસંગ અવસ્થામાં આવવું પડશે તો ચારિત્રની સ્થિરતા આવશે. યોગની ચપળતાનો રોધ કરવો પડશે. ઉત્કૃષ્ટ માર્ગે ગુણિને પકડી લેવાની - નહીંતર સમિતિના અભ્યાસ દ્વારા આગળ વધવાનું. યોગ સ્થિરતા સાથે ઉપયોગ સ્થિરતા એટલી જ જરૂરી છે મોહને દૂર કરવા ઉપયોગ પરિણામની શુદ્ધિ જોઈએ. ઉપયોગ સ્થિરતા સંપૂર્ણ શુદ્ધ બનશે તો જ યોગસ્થિરતા પ્રગટ થશે. યોગસ્થિરતા બગલો પણ કરે છે તે દ્રવ્યસ્થિરતા છે પણ ભાવથી એ અસ્થિર જ છે. મોહના પરિણામને દૂર કરવા ઉપયોગ શુદ્ધિ જ જોઈએ. * સ્વરૂપનું કર્તાપણું કરવું એટલે શું? પુગલના કર્તાપણાનો પરિણામ બંધ કરી દેવાનો છે. રૂપ - આહાર વિ.નો તું કર્તાનથી આમાંથી ચિત્ત -નિવૃત્તિ થઈ જવી જોઈએ તો જ તારો મૂળ સ્વભાવ અરૂપી પણાનું સુખ અનુભવાશે. રૂપમાંથી રસ - રૂચિ બધું જ ઉડી જવુ જોઈએ. શરીરના સુખનો શાતાનો પરિણામ નીકળી જવો જોઈએ તો સ્થિરતા થશે. અનાદિથી પર'માં જે સ્થિરતાપણુ થયુ છે તે દૂર કરવાથી પોતાનું સ્વ'કર્તાપણું આવતું જશે માટે ઉપયોગની પ્રધાનતા સતત ચાલવી જોઈએ પછી તે સહજ રૂપે બની જશે અને ઉપયોગ સ્થિરતારૂપ 13 મા ગુણઠાણાને પ્રાપ્ત કરશે અને ૧૪મે યોગસ્થિરતાને પામશે. 000 જ્ઞાનસાર // 240