________________ કરે તો વર્તમાનમાં મોક્ષના સુખને અનુભવે. શ્રાવકપણ દેશવિરતિધર હોય તો તે અંશના અંશને વેદે ત્યારે દેશવિરતિધરને પણ ચારિત્રનો જે તલસાટ જાગે તે કિંઈક અલગ જ હોય. જેણે સર્વવિરતિ ગ્રહણ કરી એના પરિણામમાં ક્યાંય વ્યાધાત થયો નથી. અતિચાર પણ લગાડ્યો નથી તેવા મહાત્માની દિવસની, પક્ષની, માસની, વર્ષના પર્યાયની ગણત્રી કરવામાં આવે છે. જે આત્માને ગુણનો તલસાટ જાગેલો નથી તો તેને બહારમાં જ બધી ઉજવણી કરવાનું મન થવાનું સાધુથી ઉજવણી કરવાનું કહેવાય નહી. શ્રાવક ચારિત્રની પ્રાપ્તિ માટે, સાધુના તપાદિ ગુણોની અનુમોદના માટે ઉજવણી કરી શકે છે. અનુષ્ઠાન મોટા ભાગે સાધુ ભગવંતની પ્રેરણાથી ચાલતું હોય તો તે ખોટું છે. શ્રાવકનું કર્તવ્ય છે, અનુમોદના અને અનુમોદન રૂપે જ અનુષ્ઠાન કરવાનું છે. જે સાધુ પરમ - સંવેગ ઝીલતા હોય તે (1) સાધુને દરેક ક્રિયામાં નિર્જરા થાય. “મગ્ન” સ્વભાવના ઉપયોગમાં જે પ્રયત્નવાળા હોય તે. (2) અપૂર્વ આનંદની અનુભૂતિ થાય “પર” માં વિરક્તિનો પરિણામ જેને હોય. અર્થાત્ ઉદાસીન હોય. (3) સ્વ - રમણતાને જ અનુભવે. સ્વગુણમાં જ જે મગ્ન હોય. કયા કારણથી સાધુને ઉજમણાની હોંશ થાય? ગોશાળાને જિન બનવું નહતું પણ જિન કહેવરાવવું હતું તે રીતે અમારી નિશ્રામાં ખુબ ખુબ આરાધના થઈ તેવું બતાવવા પ્રતિષ્ઠા પામવા ઉજવણા કરવાના હોશ થાય. શાસનનું નામ આગળ કરીને અને પોતાની પ્રભાવના કરે તો ભવાંતરમાં શાસન મળશે કે કેમ? તે માટે ખુબ સાવધ રહેવાની જરૂર છે. 50,000 કેવલિ શિષ્યોના ગુરુ ગૌતમસ્વામીને પણ એક જ ઝંખના હતી કે મને ક્યારે કેવળજ્ઞાન મળે? આનંદ શ્રાવકને ત્યાં જઈ " મિચ્છામિ દુક્કડ' માંગી આવ્યા હતા- આવા નમ્ર હતા, આવા ગુણાનુરાગી હતા. જ્ઞાનસાર // 91