________________ રાગદ્વેષ ઘટે તેમ વર્તે તે જજિનેશ્વર પરમાત્માની આજ્ઞા માને છે તેમ કહેવાય અને તેને જ જૈન કહેવાય. લોકોમાં પ્રસિદ્ધિ છે કે જેનો ઉત્તમ વિચારવાળા હોય અને ઉત્તમ ધર્મ પાળનારા છે તેથી આદરને પાત્ર છે. કોર્ટ-કચેરીનો આશરો લે તો તે ધર્મી કઈ રીતે કહેવાય? તમારૂસ્થાન તમારા આત્મામાં ન હોય એમ બને પરંતુ જેની સાથે રહો છો તેમના હૃદયમાં પણ તમે નહો? ઘરમાં અપ્રિય બનો તો જગતમાં પ્રિય કઈ રીતે બની જવાના? જે જ્ઞાન જયાં રહેલું છે ત્યાં જ પ્રકાશ કરશે એ જ્ઞાનનું કાર્ય છે. દીવા નીચે અંધારૂ જ્ઞાન જયાં રહયું છે ત્યાં પ્રકાશન કર્યો ને દૂરના ક્ષેત્રમાં પ્રકાશ કરવાનો પ્રયત્ન કર્યો અર્થાત્ સ્વક્ષેત્રમાં પ્રકાશ ન કરતા પરક્ષેત્રમાં પ્રકાશ કરવા ગયા અનાદિકાળથી જે આતંર શત્રુ રૂપે ચોરો આત્મામાં ઘૂસી ગયા છે તેને કાઢવાને બદલે પરક્ષેત્રમાં રહેલા દોષો રૂપી ચોરને કાઢવા માટે ગયા ત્યાંવિજય મેળવ્યો તો તેમાં બહાદુરી માની - આ છે મિથ્યાત્વનો પ્રભાવ - આત્માની કેટલી કમનસીબી છે કે પોતાનાં ક્ષેત્રમાં સ્થિર ના થઈ શકયોને પરક્ષેત્રમાં તો મળી શકવાનું નથી તેથી રખડતા રામ રહ્યા. 6 ખંડ મળી ગયા તો ભોગવી પણ શકતો નથી, ઉપાધિ કેટલી? આત્માનું ગુમાવ્યું કેટલું? સ્વ-ક્ષેત્રમાં પોતાના ગુણોને સર કરવાના હતા અને ભોગવવાના હતા તેને ન ભોગવી શકયો પણ પરમાં પોતે ભોગવાઈ ગયો.દરેક સંસારીજીવોની આજ કમનસીબી છેને? મોહરાજા ક્વાવાનાચ નચાવે છે! જેના પ્રત્યે દ્વેષ થયો -આપણે વ્યવહારથી એનાથી દૂર થતા ગયા પણ અંતરમાં દ્વેષનો પરિણામ ચાલુ રહે છે તેથી કર્મસત્તા એમને ભવાંતરમાં નજીકના સંબંધમાં મૂકી દે છે પિતા-પુત્ર, માતા-પુત્ર, પતિ-પત્નિ ..... (ગુણસેન - અગ્નિશર્માના ભવો) હેયને હેય તરીકે માનવું જ પડે નહીંતર સંતોષનો પરિણામ લાવો, તો જ્ઞાનસાર // 192