________________ અનુભવ. તે સિવાય સાધુ માટે ત્રીજું કાંઈ ઘટી શકે નહીં. અને કંઈ ઘટતું હોય તો તે સાધુ ન કહેવાય. શાસન - આખું એના માટે જ છે. સમ્યગૃષ્ટિનું પણ સાધ્ય આજ છે અને સાધુને તો પ્રતિજ્ઞા રૂપે સાધ્ય છે. સમક્તિ દૃષ્ટિને ભાવ હોય ને સાધુને તો એ રૂપે થવાનું છે. પૂ. રાજશેખરસૂરિશ્વરજી મ.સા. કહેતા હતા કે સાધુ માટે વીતરાગતાનો અનુભવ અને સ્વરૂપ દર્શન સિવાય અન્ય પ્રોજેક્ટ હોય જ નહીં. જીવે મોહનો - દારૂ પીધેલો જ છે એ નિશ્ચિત વાત છે તે વિના જીવ વિકલ્પ કરી શકે જ નહીં. કારણ એ જીવનો - સ્વભાવ જ નથી. આપણી વિરૂધ્ધ કોઈ ચર્ચા - વિચારણા કરે, જાહેરમાં બોલે તે આપણે સહન કરવા તૈયાર નથી તો આપણે જ આપણા આત્મા વિરૂધ્ધનો એક પણ વિચાર કઈ રીતે લાવી શકીએ? છતાં આપણને આપણા હિતનો વિચાર દુર્લભ, આપણા હિત માટે કોઈ કહેતું હોય તો તે સાંભળવું પણ દુર્લભ. આમ કેમ બને? અને અહિતની વાત આપણને બરાબર લાગે અને એને સ્વીકારી પણ લઈએ. મફતમાં આપણને કોઈ કાશ્મીર કે વિદેશ લઈ જાય તો તરત તૈયાર પણ અધ્યાત્મ વાણી સાંભળવા અને હિતની વાત કોઈ કહે તો એના માટે સત્તર બહાના તૈયાર. ત્યાં હાજર જવાબીપણું તૈયાર. ઔત્પાતિકી બુદ્ધિ આવી જ જાય. માટે જ જીવ સંસારમાં રખડપટ્ટી કરે છે. જગતના જીવોને પોતાનું હિત જોઈએ છે, છતાં મોટા ભાગના જીવોને એ ગમતું નથી. અહીં- ધર્મમાં જ બધી શરમ આવે છે. ભવ રૂપી જે સંસાર, ત્યાં દારૂ જ મળે, દારૂ પીનારાનો સંગ મળે અને દારૂનું પાત્ર પણ ત્યાં જ મળે. સ્વજનો, કુટુંબીજનો, મિત્રો વિ. ને દારૂડીયાના મિત્રો તરીકે ગણાવ્યા. બધા ભેગા મળો પછી તમારી વાતો કઈ હોય? મનોરથો ક્યા? વિકલ્પો કયા? આત્માની કોઈ પણ વાત ત્યાં હોય ખરી?ન હોય તો તે કોઈ કલ્યાણ મિત્રો નથી બધા દારૂડીયા જ છે. જો આ સંગત નહીં છૂટે મોહ નહીં છૂટે તો જે સામગ્રી મળે, સંયોગો મળ્યા છે તેના દ્વારા ભવનો નિસ્તાર કરવાને બદલે સંસારનો વિસ્તાર કરીને જ્ઞાનસાર // 290