________________ કારણ ઉંઘતા પહેલા વિચારે કે “વિષય-કષાય રૂપી અગ્નિ જવાળાઓથી પ્રજ્વલિત સંસાર રૂપી ઘરમાં છકાય જીવોનો સતત સંહાર થઈ રહ્યો છે. માટે આવા ઘરરૂપી સંસારમાં કઈ રીતે સુવાય !? જેથી ધર્મ રહિત દિવસો પસાર કરું છું. અને બળતા એવા મારા આત્માની ઉપેક્ષા કરી રહ્યો છું સ્થિરતાની શરૂઆત આશ્રવના દ્વારા બંધ થાય ત્યારે જ થાય મન જયારે વિષય અને કષાયને આધિન બને છે તેના કારણે આશ્રવો આવે છે. માટે સમ્યગ દૃષ્ટિ આત્મા પણ આત્મ-સ્થિરતાને પ્રાપ્ત કરી શકતો નથી પણ મિથ્યાત્વ જવાથી મન સ્થિરતાને પ્રાપ્ત કરે છે. આશ્રવ એ સંસારનું મૂળ છે. મનને સાધવાનો ઉપાય એક જ છે કે તત્ત્વની વિચારણાથી મન રંગાય તો સત્યતત્ત્વની સમજણથી ખોટા વિકલ્પો શાંત થાય. પાંચ આશ્રવની સામે પ-મહાવ્રતો. નિશ્ચયથી આત્મ-સ્વભાવ -આશ્રવ –વ્યવહારથી મહાવ્રતો –નિશ્ચયથી આત્મ સ્વભાવ (1) હિંસા - સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત -અહિંસા- ધર્મ કર્તુત્વ (2) મૃષાવાદ - સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત -સત્યવ્રત- યથાર્થ ભાષણ (3) સ્તેય - સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત -અચૌર્ય- સ્વ-સ્વભાવ ગ્રાહકતા (4) મૈથુન - સર્વથા મૈથુન વિરમણ વ્રત -બ્રહ્મચર્ય- સ્વગુણનું ભોકતૃત્વ (5) પરિગ્રહ - સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત -અપરિગ્રહ-સ્વ-સ્વભાવનું રક્ષણ જૈનધર્મ અહિંસાને પરમો ધર્મ માને છે તે મોક્ષમાર્ગપ્રધાન છે. પ્રમત્ત યોગથી પ્રાણનાશ એ ભાવ હિંસા છે. પ્રમાદન કરવો એ ભાવ - અહિંસા અને દ્રવ્યપ્રાણનો નાશ ન થાય એ દ્રવ્ય-અહિંસા થઈ બંને હોય ત્યારે પૂર્ણ અહિંસા. વ્યવહારથી અહિંસા શું? પોતાના આત્મવત્ બીજા જીવોને પીડા ન આપવી તે ભાવ અહિંસા આત્મા પોતે અહિંસા સ્વરૂપ છે જે સ્વભાવમાં સ્થિર થાય તે જ નિશ્ચયથી અહિંસા છે. જ્ઞાનસાર || 171