________________ 0 પ્રસ્તાવના 0 પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબની એક અનેરી અને અનોખી કૃતિ એટલે “જ્ઞાનસાર” ગ્રંથ. . વિ.સં. ૧૭૧૧નાદિવાળી પર્વેસિદ્ધપુરમાં રચાયેલી કૃતિ “જ્ઞાનસાર” ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી છે. તેના અનેક અનુવાદો-વિવેચનો વગેરે થયા છે. પહેલી ટીકાના રચયિતા પૂ. દેવચંદ્રજી મહારાજ છે. વિ.સં. 175 માં તેઓ દ્વારા રચાયેલી ટીકા ખજાના જેવી છે. ગ્રંથકારશ્રીજીએ ગ્રંથમાં જ્ઞાનનો સાર તથા અનુભવનો નિચોડ ઠાલવી દીધો છે તો ટીકાકારશ્રીજીએ એ રત્નોની પરખ કરી છે. પૂ. દેવચંદ્રજી મહારાજ વર્તમાનમાં પ્રાયઃ મહાવિદેહ ક્ષેત્રમાં કેવળી થઈ વિચારી રહ્યાનું મનાય છે. શુદ્ધ આત્મ તત્ત્વનો યત્કિંચિત અનુભવ કરાવતા અને મોહનાવિષને ઉતારવામાંગારૂડિક મંત્ર સમાન જ્ઞાનસાર ગ્રંથમાં જ્ઞાનનો સાર પ્રાપ્ત કરવાનું સમજાવ્યું છે. સદર ગ્રંથના આધારે પૂ.આચાર્ય ભગવંત શ્રી રવિશેખર સૂરિ મહારાજ સાહેબે પોતાની અધ્યાત્મ ભરેલી શૈલીથી ગ્રંથ તથા ટીકાના શ્લોકોના સારને વાચનારૂપે સરળ ભાષામાં રજૂ કરેલ છે. જ્ઞાનસારના નવ અષ્ટક દ્વારા અધ્યાત્મના અભ્યાસી જીવોમાં અધ્યાત્મદશાની પ્રાપ્તિ, સ્વભાવદશાની સન્મુખતા, વિભાવદશાની પરામુખતા, વૈરાગ્યની વૃદ્ધિ, શુધ્ધ આત્મતત્ત્વનો અનુભવ, આત્મગુણોની રમણતા, દેહ અને દેહીની ભેદબુદ્ધિ, જ્ઞાનક્રિયાની પરસ્પર સાપેક્ષતા, નિશ્ચય-વ્યવહારનો સમન્વય, સંવેગ-નિર્વેદ ભાવવાળી આત્માની પરિણતિ, આત્માના સ્વરૂપ એટલે સ્વભાવની સ્પષ્ટતા. આ બધું જાણી-વાંચીસમજીને વાચક આવા તત્વને પામે એવા ભાવોથી પૂ. ગુરુ ભગવંતે મૂળ ગ્રંથ અને ટીકાનો ટૂંકસાર અહીં રજૂ કર્યો છે. જ્ઞાનસાર || 3