________________ નવ અષ્ટકનો સાર અહીં આપ્યો છે તે અદ્ભુત મીઠાશ અને મધુર ટકોરથી કંડારાયેલો છે. જેના અભ્યાસથી સાચા આત્માર્થી જીવની દષ્ટિ બદલાયા વિના નહી રહે. અનાદિકાળના મોહવાસનાના વાતાવરણમાં રહેલો જીવ અવશ્ય પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં પરત ફરશે અને પરમાંથી સ્વની રુચિ ધરાવતો થઈશુદ્ધ આત્મતત્ત્વ તરફ પ્રયાણ આદરશે. સંસારનાં સુખો તેને હેય લાગશે. પૂજ્યશ્રીજીએ ઘૂંટી ઘૂંટીને સ્વભાવ અને સ્વરૂપની વાતો સમજાવી છે. શુદ્ધ આત્મતત્ત્વ પોતાનું થાય તેવી મહેનત કરવી રહી. પૂજ્યશ્રીના પાલીતાણા–સુરેન્દ્રનગર-રાજકોટ વિગેરે સ્થાનોમાં થયેલા જીવવિચાર–નવતત્વના વ્યાખ્યાનોને પણ પુસ્તક સ્વરૂપે પ્રસિધ્ધ કરવાના અમારા પ્રયત્નો ચાલુ જ છે. જ્ઞાનસારને ખૂબ જ સારી રીતે સમજવા જાણવા અનુભવવા માટે જીવવિચાર–નવતત્વનો અભ્યાસ અતિ આવશ્યક છે. આવતા થોડા સમયમાં જ્ઞાનસારના બીજા અષ્ટકો એટલે કે પાંચમા અષ્ટક થી નવમાં અષ્ટક પ્રસિધ્ધ થશે. જિનાજ્ઞા વિપરીત કે પૂજ્ય ગ્રંથકારના આશયથી વિપરીત નિરૂપણ ક્યાંય પણ થયું હોય તો હાર્દિકમિચ્છામિ દુક્કડં..! પ્રકાશકનો પુસ્તકરૂપે આ પ્રથમ પ્રયાસ હોય ક્ષતિ, ખામી જણાવવા કૃપા કરશો. માગશર સુદ–બીજ સં. ૨૦૭ર લિ. તા. 13-12-2015 સચ્ચિદાનંદ જ્ઞાનવર્ધક ટ્રસ્ટ જ્ઞાનસાર // 4