________________ દ્રવ્યક્રિયામાં સ્વરૂપનો ઉપયોગ આવે ત્યારે દ્રવ્ય ક્રિયા મટી જાય. ભાવક્રિયાની ભૂમિકાની શરૂઆત થાય. ક્રિયા જ્ઞાની બનીને થાય જ્યારે પાંચ ગુણ એમાં ભળે ને તપ એમાં ભળે ત્યારે મગ્નતા આવે. “આત્મ તત્ત્વ અનંતા, જ્ઞાન વિના ન જણાય સ્યાદ્વાદ જ્ઞાની મુનિ, તત્વ - રમણ ઉપશાંતો રે” કેવલજ્ઞાનને પ્રગટ કરવા કેવલિને નમવાનું છે. સાધનને સાધ્યમાં ફેરવવાની જે કળા તે જ ખરી આરાધના છે. એ ગુરુકૃપા વિના ન મળે. એના માટે વિનય, વિવેક, વૈયાવચ્ચ અત્યંત જરૂરી છે. પોતાનો સ્વાર્થ ગૌણ કરે, કોઈ વિકલ્પ ન હોય, ગુરુ આજ્ઞા તહત્તિ, પોતાની જાતને છોડે તે જ આગળ વધી શકે છે. ભૌતિક સુખ - પરનું સુખ - સ્ત્રી આલિંગન કે ચંદનથી મળતું સુખ ક્ષણિક છે. પછી વેદના ભરપૂર જ્યારે આત્માનું સુખ ક્ષાયિક ગુણવાળું અને શાશ્વત આનંદથી ભરપૂર છે. આત્માના એકપ્રદેશનું સુખ - લોકાલોકમાં ન સમાય - કેવું અલૌકિક હશે એ સુખ! પાછું સ્વતંત્ર કોઈની પણ પરાધીનતા નહી. આત્માનાં ગુણોમાં રમો અને આનંદથી તૃપ્ત થાઓ. પુગલનો જ્યારે આત્માને સ્પર્શ થાય છે તેમાં મોહ ભળે છે ત્યારથી જ સાંપરાયિક બંધ બંધાવવાનો શરૂ થઈ જાય છે જ્યારે કેવલિને મોહ ભળતો નથી તેથી 1 સમયનો બંધ-પછી કર્મખરી જાય છે. ચાલવાની માત્રક્રિયા એક સમયનો પણ બંધ તો બંધાય છે ને? દેહરહિત થવા માટે સાંપરાયિક બંધથી અવશ્ય છુટવું પડે તે માટે યોગને પણ છોડવા પડે. અર્થાત્ યોગ ન છોડી શકાય તો તેમાં યોગાતિત સ્વરૂપે રહેવાનો પ્રયત્ન જોઈએ. પુણ્યથી મળતું સુખ પણ દુઃખ સ્વરૂપ છે. દુઃખના પ્રતિકાર - રૂપ છે “પર” સર્વ પુદ્ગલમય છે. વિષય સુખ એ બધા દુઃખરૂપ જ છે. આપણને સુધારૂપરોગ લાગુ પડ્યો છે તેને આહાર રૂપદવા આપવી પડે છે. થોડી વાર માટે (ભૂખ) શમન થઈ. પાછી ભૂખ, પાછી દવા, એ જ જ્ઞાનસાર || 109