________________ છોડવાની ભાવનામાં હોય અને મુનિ છોડવાની પ્રવૃત્તિ વાળો હોય. મુનિ આગમ દ્વારા સ્વ-આત્માનો નિર્ણય કરે. પ્રધાન સાધના આ જ છે. પોતાની જે વસ્તુ છે તેને પકડી રાખવાની, પારકી વસ્તુ છે તેને છોડવાની છે. આવું કોણ કરી શકે? મુનિ જ કરી શકે. જે પોતાના પરિગ્રહને, કર્મોને, કષાયોને અને કાયાને છોડે તેને જ મુનિ કહેવાય (નિશ્ચયથી) પહેલા વ્યવહારથી છોડવાનું છે પછી નિશ્ચયથી છોડવાનું છે. આત્મા સાથે સંલગ્ન અંદરના સંસારને છોડવાનો છે જે સ્વને પકડે નહીં તે પરને પકડે જ. અમૃત અંદર જાય તો કાર્ય કરે જ અને અમર બને. મળી જવા માત્રથી કામ ન થાય તેને પીઓ તો જ તેના આસ્વાદથી અમર બનો. જ્ઞાનસાર મુનિઓને ઉદ્દેશીને જ છે. આગમનો નિચોડજીવનનો નિચોડ એમાં સમાયેલો છે. પૂ. દેવચંદ્રજી મ.સા. તેને બરાબર સમજેલાં છે અને ગ્રંથ આત્માના અનુભવનાં લક્ષ સ્વરૂપ છે. માટે આ ગ્રંથ મુનિ મહાત્માઓ માટે પ્રાણરૂપ છે. હવે તારે તારા આત્મા માટે તારા સ્વભાવસિવાય કાંઈ ગ્રાહ્ય નથી તું માત્ર લોક કલ્યાણ કરવા જઈશ નહીં. નહીંતર તે પરિગ્રહ રૂપ બની જશે. એક માંથી અનેક પરિગ્રહો ઉભા થશે. સાધુ તો નિગ્રંથ હોય, આગળ કે પાછળ કોઈ ગાંઠ ના હોય (રાગ-દ્વેષની) હવે ગ્રહણમાં મુનિ કેમ મોહ પામી શકે. અહીં આવીને આગમ ભણ્યો, પણ બીજાને જણાવવા માટે, પણ પોતાને તેની સ્પર્શના ન થઈ કેમ કે સ્વ-આત્મ તત્ત્વના નિર્ણયનો અભાવ હતો. પોતાના આત્માને પ્રતિસમય પ્રતિબોધ કરવો એના જેવું દુષ્કર કોઈ કાર્ય નથી. મુનિપણું - આગમરૂપી અમૃત હોજમાં ડૂબકી મારી તત્ત્વોના શુદ્ધપ્રકાશ રૂપ પરમાનંદને મેળવવા માટે જ છે. માટે જ ચાર જ્ઞાનના ઘણી એવા ગૌતમસ્વામિને. પરમાત્માએ કહ્યું કે સમય વન ના માથા તારા આત્માને જાણી-સ્વીકારી અને માણવાનો છે. આ નિયમબધ્ધતા કોણ કરી શકે, સાધુ માટે જ સાધુનું કાર્ય સદા સામાયિકમાં રહેવાનું છે, ને સમતાને માણવાનું છે. જ્ઞાનસાર // 320