________________ ગાથા - 8 પશ્ચિદર્પણ વિન્યસ્ત સમસ્યાચારચાઢવી | કવનામ પરદ્રવ્ય ડનુપયોગિનિ મુહૃતિ? || ગાથાર્થ જે જ્ઞાન રૂપ દર્પણમાં સ્થાપન કરેલાં સમસ્ત આચારોથી સુંદર બુધ્ધિવાળો છે તે કામમાં ન આવે તેવા પુદ્ગલાદિ પર દ્રવ્યમાં કયાં મોહ પામે? અર્થાત્ સમ્યગુ જ્ઞાન પૂર્વક જ્ઞાનાદિ આચારોમાં ઓતપ્રોત બનેલો આત્મા પર દ્રવ્યમાં ક્યાંય મોહ પામતો નથી. આગમરૂપી અરીસાની અંદર જેની બુદ્ધિ રહેલી છે તેમને આચારમાં જ ઉપયોગીતા દેખાઈ છે તે પરદ્રવ્યને વિશે મોહ પામતા નથી. આગમમાં જે કાંઈ કહ્યું છે તે કેવળજ્ઞાનમાં જ જોયું છે તે જ્ઞાન સર્વપદાર્થોનો નિશ્ચય કરનારૂં છે તે પદાર્થો જેવા છે તેવા જ સ્વરૂપે જણાવનારૂં છે તે જ આદર્શ છે, અરીસો છે. આગમ અરીસા જેવું છે, અરીસામાં જેવું હોય તેવું દેખાય તેમ આગમ પણ એવું જ છે. જેણે આગમમાં જ બુદ્ધિ સ્થાપી છે તેઓ તેને જાણીને - સ્વીકારનારા છે અને જ્ઞાનાદિ જે આચાર બતાવ્યા છે તેનાથી તેની બુદ્ધિ સુંદર થઈ છે. આગમમાં દ્રવ્યનો યથાર્થનિર્ણય કરવામાં આવ્યો છે. સ્વદ્રવ્ય શું છે? અને પર દ્રવ્ય એ શું છે? આગમ દ્વારા જેને સ્વ અને પરનો નિર્ણય થયો તેને પરના વિશે હવે મોહ થતો નથી, જે આત્માને મોહનો ત્યાગ કરવો જ છે તેને સર્વજ્ઞની દૃષ્ટિ પ્રમાણે સ્વ ને પરનો નિર્ણય કરવો ફરજીયાત છે. તે માટે દરેક આત્માએ પોતે જ આગમના જ્ઞાતા બનવાનું છે પોતે જ્ઞાતા ન બની શકે તો આગમના જ્ઞાતા-ગુરુના ચરણોમાં રહેવાનું છે. જ્ઞાનીઓએ “સામાયિક” ને જાણવા ને માણવા માટે સામાયિક થી 14 પૂર્વોની રચના કરી છે. આત્માને આત્મા સિવાય કોઈપણ વસ્તુ સંબંધી ગ્રહણ પરિણામ ન રહે. પરથી આત્માને પીડા થાય છે. અનાદિકાળથી આત્માએ જે પરને ગ્રહણ કર્યું છે, તેને છોડવા મુનિ તૈયાર થયા છે અર્થાત્ મુનિ અને મુમુક્ષુ બંન્નેનું કાર્ય જ એ છે.મુમુક્ષુ જ્ઞાનસાર // 319