________________ અરિહંત અને સિદ્ધ પરમાત્મા ક્ષાયિક ઉપયોગવાળા છે - પૂર્ણ ઉપયોગવાળા છે તેથી એક જ સમયમાં ત્રણેય કાળના તમામ દ્રવ્ય - ગુણ - પર્યાયનો તેમને બોધ થાય છે. સિદ્ધ ભગવંતો પોતાની પાંચ “રમ” (પત્ની) સાથે રમનારા છે (જ્ઞાનદર્શન-ચારિત્ર-તપ અને વીર્ય) અરિહંત પરમાત્મા અષ્ટ - પ્રાતિહાર્યોથી શોભનારા છે. આ સિદ્ધિ અરિહંત પરમાત્માને જ હોય, અરિહંતની પાસે આવી શોભા છે, તો પણ તેઓ તેમાં મગ્ન નથી બન્યા પરંતુ આતંરલક્ષ્મી (કેવલજ્ઞાનાદિ આંતરગુણો)માં મગ્ન બન્યા છે. ઈંદ્રને 8 પટરાણી છે, તેઓ પણ અવધિજ્ઞાનથી જગતની લીલાને જોઈ રહ્યા છે. દરેક જીવાત્મા જગતને જોઈ રહ્યો છે પરંતુ દરેકની જોવાની દૃષ્ટિ જુદી જુદી છે. મુનિ ભગવંતો પણ જગતને જોઈ રહ્યા છે. તેઓ જગતને કઈ રીતે જોઈ રહ્યા છે? સર્વજ્ઞની દૃષ્ટિથી જગતને તત્ત્વથી જુએ તો જ તે મુનિ કહેવાય છે. જગતને માત્ર ચામડાની આંખથી - (ચર્મદષ્ટિથી) જુએ તો તે મુનિ કઈ રીતે કહેવાય? સર્વજ્ઞની દૃષ્ટિએ દરેક જીવ સત્તાએ સિદ્ધ છે - વર્તમાનકાલીન અવસ્થા કર્મ રૂપ પર્યાય વાળી છે. આ બોધ છે. જગતની વ્યાખ્યા જગતઃ "જ" - જેમાં સતત જન્મવાનું છે. "ગ" - ગત, જવું સતત મરણ થયા કરે છે."ત" - તત્ત્વથી જીવ-અજીવ બંનેનું અસ્તિત્વ સદા રહેવાનું છે. અર્થાત્ જગત ઉત્પાદ - વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. તેમાં શુદ્ધ અને અશુદ્ધ બંને આત્માઓ રહેલા છે. શુદ્ધ આત્માઓ છે તે “અરૂપી બની ગયા છે અને અમૂર્ત - પરિપૂર્ણ આનંદને ભોગવી રહ્યા છે, જ્યારે અશુદ્ધ એવા આપણે બહારમાં આનંદ શોધીએ છીએ. મુનિને છઠું પ્રમત્ત ગુણઠાણું છે અહીં પ્રમાદ અર્થાત્ મોહનો ઉદય જ્ઞાનસાર // 14