________________ તેનો અસંતોષ એ દીનતા. ગૌતમસ્વામીને દીનતા નહીં પણ ઝંખના હતી. મને મારી વસ્તુ - કેવળજ્ઞાન કયારે મળશે? દીન હોય ત્યાં સત્વ-હીનતા હોય, સ્વ-સત્વ'ને ખીલવવું એ ઝંખના છે. * “કર્મે આપેલો માલ ભોગવે?” જો કર્મે આપેલી વસ્તુ ઉપાધિજન્ય લાગે તો તે વસ્તુ ભોગવવાનો ભાવ ન થાય. સાચો પુત્ર-પિતાનો કમાવેલો માલ ભોગવે નહીં. તેવી જ રીતે કર્મો આપેલો પારકો માલ જીવ ભોગવે નહીં. અને ઈચ્છાપૂર્વક, આદરપૂર્વક, હોંશપૂર્વક ભોગવવા બેઠા તો આપણો માલ ગુમાવવો પડે, સમતાનો પરીણામ ગુમાવવો પડે. ઈચ્છા કરવા માત્રથી સમતાનો પરિણામ દબાતો જાય. મારા ખાવાનો, પોતાનો માલ ગુમાવવાનો અને કર્મો બાંધવાના તે નફામાંને ઉદયમાં આવે ત્યારે ફરી દંડા ખાવાનો વખત આવે. સમતાનો પરિણામ અનુકૂળતાને ભોગવવામાં ગાયબ થઈ જાય. * “પુણ્યાઈને ન ભોગવે તો શું લાભ થાય?” તમે પગે ચાલીને, સાઈકલ પર, સ્કૂટર પર, રીક્ષા, મોટર વિ. માં બેસીને જઈ શકો છો. તમારી પુણ્યાઈ છે તો તમે શું કરો? ચાલીને આવવાથી કેટલો લાભ થાય? જીવદયા ના પરિણામનો ઉપયોગ રહે, ઈર્યાસમિતિનું પાલન થાય. 2) વીર્યાન્તરાય નો ક્ષયોપશમ થાય. માન ન પોષાય (મારી પાસે કેટલા બધા સાધન છે.) 4) ચિંતન-મનન પણ થાય. શુભ અધ્યવસાયોની ધારા પ્રગટે. 6) શરીર ખડતલ ને નક્કર થાય - આરોગ્ય સુધરે - લોહીનું ભ્રમણ બરાબર થાય. 7) પૈસાનો વ્યય, બીનજરૂરી વાતચીત આદિમાં કાપ મૂકાઈ જાય. જ્ઞાનસાર // 306