________________ ક્યારે?"આનિશ્ચયનયની વાત છે તેમજ વ્યવહારનય થી પરમાત્માએ ભવ્ય જીવોના હિત માટે શાસનની સ્થાપના કરી આથી એને જે આરાધે, તે પ્રમાણે પુરુષાર્થ કરે તે જ પોતાના આત્મા પર ઉપકાર કરી શકે. પરમાત્માએ તો માત્ર માર્ગ જ બતાવ્યો છે કે પરમાં રમતા રહેશો તો સંસાર મળશે, પુણ્યની કરણી કરશો તો દેવલોક મળશે અને સંપૂર્ણપણે સ્વભાવમાં રમણ કરશો તો મોક્ષ પ્રગટશે. આપણે તો હવે તેમના બતાવ્યા માર્ગે-હિતને માર્ગે આગળ ચાલવાનું છે. આત્મહિત ક્યારે થાય? જ્યારે પ્રભુના વચનોનો બોધ આત્મામાં સ્પષ્ટ થાય ત્યારે જ હિત થાય. મંગલાચરણ શા માટે? ગ્રંથનો આરંભ કરતાં પહેલા “મંગલાચરણ કરવું એ શિષ્ટાચાર છે. જગતમાં મંગલ શું? સંપૂર્ણ પાપનો નાશ, સંપૂર્ણ પાપનો અભાવ ક્યાં? સિદ્ધ અવસ્થામાં, કારણ ત્યાં કર્મ - કષાય અને કાયાનો પરિપૂર્ણ અભાવ છે. ગ્રંથ રચનામાં વિદન ન થાય અને એનો પૂર્ણ બોધ થાય, તેમજ શિષ્યને પણ ખ્યાલ આવે કે નવું શરું કરવા માટે પણ આ રીતે મંગલાચરણ કરવાનું છે જેથી પાછળ પણ આ પરંપરા ચાલુ રહે, તેથી શિષ્યની મતિ માટે. આ ત્રણ કાર્ય માટે અહીં મંગલાચરણ કર્યું છે. પંચ પરમેષ્ઠિ મંગલ રૂપ છે, એમનું સ્મરણ પણ મહામંગલરૂપ છે તેથી તેમને અંજલિ જોડવા વડે આત્મા ગુણોનું સ્મરણ કરે છે ત્યારે આત્મામાં આલાદ ઉત્પન્ન થાય છે. * અરિહંતાદિ પ્રત્યે બહુમાન પ્રગટ થાય ત્યારે શું થાય? પોતાના અને પરમેષ્ઠિનાં ગુણોનું જોડાણ થાય એટલે પરમાનંદની પ્રાપ્તિ થાય. કારણ ગુણો સ્વયં આનંદના ધામરૂપ છે. અહીં પૂદેવચંદ્રજી મ.સા.એ મંગલાચરણમાં પૂર્ણાનંદ સ્વરૂપને વંદન જ્ઞાનસાર // 12