________________ “સંતોષ એ શું છે?” મળ્યું છે તેનાથી વધુ મેળવવાનો ભાવ ન થાય અને જે મળ્યું છે તેને છોડવાનો ભાવ થાય તો સંતોષ થયો કહેવાય. 0 સંતોષ એ તૃપ્તિની પ્રભા, સંતોષ એ સમ્યગુદર્શનનું બીજ છે. અનંતાનુબંધી 4 અને 3 દર્શન મોહનીય (દર્શન સમક) આ 7 જાય ત્યારે આત્મામાં જે વિપર્યાસ આવેલો હતો તે વિપર્યાસ બુદ્ધિ દૂર થઈ જાય. ધનાદિ જે તીવ્ર ઉપાદેય ભાવ હતો તે અટકે. અને અનંતાનુબંધી કષાયથી જે લાવલાવ નો પરિણામ હતો તેમાં બ્રેક લાગે છે જે ચારિત્ર મોહનીયનો જ પરિણામ છે. લોભ મોહનીયનો ક્ષયોપશમ થાય તો પર વસ્તુ ગ્રહણ અને સંગ્રહ કરવામાં બ્રેક લાગે અને તપનો પરિણામ જાગે. લોભ મોહનીયના ઉદયને કારણે અટકાવવાનો અને પશ્ચાતાપનો પરિણામ ન આવે. પર વસ્તુની પ્રાપ્તિ આત્માના સુખને ભૂલાવી દે છે પર વસ્તુને મેળવવાની ઈચ્છા થઈ ત્યારથી જ વિકલ્પના વંટોળ શરૂ થઈ જાય છે. ઈષ્ટ - અનિષ્ટની જાળમાં ફસાય છે. ઉપરાંત તે પર વસ્તુને કારણે અનેક જીવોની સાથે રાગાદિ ભાવોથી જોડાઈને ભાવહિંસા આત્માને વિષે કરે છે. જીવ સમજવા છતાં સ્વીકારી શકતો નથી, આથી ઢચી પરિણામ ન થવાના કારણે ચિત્ત પુદ્ગલમાં જ રમ્યા કરે છે. “સમ્યગ્ ગુણઠાણા થકી જીવ લહે શિવશર્મ કડકડતી ઠંડીમાં અગ્નિની હૂંફ ગમે છે સહેજ હાથ લગાડો તો ગમશે તે વખતે અકળામણ નહી થાય અગ્નિથી થોડે દૂર રહો છો તો પણ તે તમને હૂંફ આપે છે. તે જ રીતે સમ્યગદર્શન આવે એટલે આત્માની સહેજ સ્પર્શના થાય છે જે પણ અજબ - ગજબ કોટિની હોય છે. સમ્યગદર્શનથી જે નિર્મળ ગુણો પ્રગટ થાય તેની પણ હંફ હોય છે કે આ ગુણો મને અવશ્ય કર્મ ખપાવી મોક્ષ અપાવશે જ. જ્ઞાનસાર // 133