________________ આનંદ એટલે બહારનું છૂટે તેનો આનંદ છે, એટલે સંસાર અને મોક્ષ માર્ગ બંને ભિન્ન છે. વિપરીત છે. પુદ્ગલનો સંયોગ આત્માના અહિત નું કારણ છે. મોક્ષ એટલે સર્વપુદ્ગલના સંયોગથી રહિત અવસ્થા. પુદ્ગલનો આત્મા સાથે જ્યાં સુધી સંયોગ હોય ત્યાં સુધી આત્મા સંસારી અને સંસાર હેય. 0 “આત્માનું અહિત કઈ રીતે?” અઘાતિ નામ કર્મના ઉદયે આત્માનુંઅરૂપી સ્વરૂપ બીડાઈ ગયું અને તેના વિકાર રૂપે રૂપ અને આકાર યુક્ત શરીરમાં આત્મા ગોઠવાઈ ગયો. વળી જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મના ઉદયે જ્ઞાનાદિ ગુણો ઢંકાઈ ગયા અને વિભાવ સ્વભાવ રૂપે અજ્ઞાન-મિથ્યાત્વાદિ દોષો પ્રગટ થવા રૂપે આત્માનું અહિત શરૂ થયું. આથી આત્માએ પોતાના શુધ્ધ સ્વરૂપનો નિર્ણય કરી અને તેનું આલંબન લઈ સ્વભાવમાં સ્થિર થવાનો પરમ પુરુષાર્થ કરવાનો છે. જ્યારે જીવને પોતાની ધારણા મુજબ મળે તો હર્ષ થાય છે અને ન મળે તો શોક થાય છે. મળશે એવી ધારણા થાય ત્યારથી મોહઅંદરમાં વધતો જાય તેની આસક્તિ વધતા મૂચ્છિત જેવો બની જાય છે. તે અવસ્થામાં જો આયુષ્યનો બંધ પડે તો સંમૂચ્છિમપણાની પ્રાપ્તિ થાય અને ઉતરતો ઉતરતો પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધી પહોંચી શકે છે. સંસારમાં આત્મા પહેલા મહેનત કરે, પછી મળે, પછી એને ભોગવે ત્યારે આનંદ થાય છે અને મહાકર્મબંધનું કારણ બને છે. જ્યારે મોક્ષમાર્ગમાં મળેલું છૂટે એટલે વગર મહેનતે મળે છે ત્યારે આનંદની અનુભૂતિ થાય છે તેમજ મહાનિર્જરાનું કારણ બને છે. જગતને આ ઘટના આશ્ચર્યકારી લાગે છે. ગાથા -7 પરસ્વત્વપૂતોન્માથા, ભુનાથા ન્યૂનતે શિણા સ્વસ્વત્વ સુખ પૂર્ણસ્ય, ન્યૂનતા ન હરેરપિ III ગાથાર્થઃ પુણ્યના ઉદયથી મળેલી રાજ્ય સમૃધ્ધિ આદિ બાહ્ય સંપત્તિમાં મોહથી વ્યાકુલ બનેલા રાજાઓ પણ પોતાને અપૂર્ણ જુએ છે આત્મામાં જ્ઞાનસાર || 30