________________ નહી પણ પોતે હવે પરમાત્મામય બની રહયો છે એની અનુભૂતિ છે. હવે ત્યાં મોક્ષનો ભાવ પણ નથી અપ્રમત્ત ગુણ છે. આત્માએ જો તત્ત્વનું સંવેદન કરવું હોય તો બાહ્ય પ્રીતિ ને નૈવેધ ચડાવવા રૂપ ભક્તિ નહીં ચાલે હવે મહાવ્રતોનો સ્વીકાર કરવો પડશે. અને તેનું વ્યવહાર-નિશ્ચય પૂર્વક પાલન કરવું પ 1500 તાપસો અપુર્નબંધકદશાની ટોચ પર હતાં. નિર્ણયમાં ગાબડું ન હતું માટે ગુરુ ગોતમ-સ્વામી આવ્યા કે પગ પકડી લીધા. એમનો ચારિત્રનિર્ણય થઈ ગયો હતો. સાધ્યનો નિર્ણય કરવો એ જ મહેનત માંગે છે. જ્ઞાનનું કાર્ય માત્ર પ્રકાશ જ કરવાનું છે “સ્વ” માં રમણતા ને “પર” માં ઉદાસીનતા આવે એ જ સાચુ જ્ઞાન છે. જીવ બાહ્યથી 6 કાય જીવની રક્ષા કરે છે, 42 દોષો રહિત ગોચરી વાપરે છે છતાં એ સર્વજ્ઞના શાસનને જાણે નહીં અને શક્તિ હોય તો અન્ય દર્શનોનાં શાસ્ત્રોને જાણે નહીં તો એનામાં સ્યાદ્વાદતા આવે નહીં. ભાવ અહિંસાનું પાલન એનામાં આવશે નહી. બીજા પ્રત્યે રાગ - દ્વેષનો પરિણામ હોય તો વાસ્તવિક ભાવ - અહિંસા નથી. રાગ - દ્વેષ રહિત દયા પાળે તો જ આત્માનો વિકાસને નિર્જરા થશે. નહી તો ઘણી બધી આરાધના કરે તો પણ શાંતિનો અનુભવ નહી કરાવે. પરસ્પર પ્રેમનો પરિણામ વધે તો રાગનો - સ્નેહનો પરિણામ ઘટે. રાગ એ આકુળતા - વ્યાકુળતા ઉભી કરે છે. લોક એનિમિત્તોથી જ ભરેલ છે એમાં રહીને જ સિદ્ધ બનવાનું છે. આપણે જ નાંખેલી ઉપાધિ કાઢો તો જ શાંતિ પ્રગટ થશે. સકલ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ” જગત હે મેરા ગુરુ, મૈ જગત કા ચેરા, મિટ ગયા વાદ-વિવાદ કા ઘેરા | જગતમાં જીવ માટે કોઇ અપકારી છે જ નહી, પણ ગેરસમજના કારણે અપકારી લાગે છે એ જ મિથ્યાત્વ છે. * પાંચ મહાવ્રતો શા માટે? અશુભઆશ્રવોથી જે મલિનતા અને ચંચળતા પ્રગટેલી છે તેને દૂર કરવા માટે વ્રતો ઉચ્ચારવાના છે. જયાં સંપ્રદાય ત્યાં બીજા જ્ઞાનસાર || 167