________________ આત્મવીર્ય વેદનાને સહન કરવાની તાકાત ધરાવે છે. આત્મવીર્યની બે તાકાત -વેદનાને પણ અનુભવે અને આનંદને પણ અનુભવી શકે શું કરવું એ આપણા હાથની વાત છે. જેને આત્મ - સંપત્તિ જોઈએ તે હવે પારકી પંચાત ન કરે, પરમાં વ્યાપાર બંધ કરી પોતાનું વીર્ય પોતાની સંપતિ પ્રાપ્ત કરવામાં ફોરવે. * ષકારક ચક્ર એટલે શું? (1) કર્તા (2) કાર્ય (3) કરણ (4) સંપ્રદાન (5) અપાદન (6) આધાર કારક ચક્ર સીધું ચાલે તો ધર્મનું સામ્રાજ્ય અપાવે/ભવ કરાવે અને ઉધુ ચાલે તો ભૌતિક સામ્રાજ્ય અપાવે/ ભવ વધારે. ચક્ર રત્ન - 6 ખંડનું સામ્રાજ્ય અપાવે ધર્મચક્ર - અત્યંતર સામ્રાજ્ય અપાવે. (1) કર્તાઃ આત્મા કાં પોતાના સ્વભાવનો કર્તા બને નહીંતર સંસારનો કર્તા તો આત્મા અનાદિથી થયેલો જ છે હવે નિર્ણય ક્યો કરવો? સંસાર ભ્રમણ કે આત્મરમણ? એનો નિર્ણય આપણે કરવાનો છે. (2) કાર્યઃ અશુદ્ધ થયેલા આત્માને શુદ્ધ બનવાની પ્રક્રિયા કરવી. (3) કરણઃ ઉપાદાન આત્મા પોતે અને અરિહંત પરમાત્મા નિમિત કારણ બને. ઉપાદાન બરાબર ન હોય તો અરિહંત પણ કોઈ કાર્યમાં નિમિત બની શકે નહી. નિમિત - ઉપાદાન બને બરાબર હોય તો જ કાર્ય થાય. માટે ઉપાદાનની મહત્તા છે. ઉપાદાનને યોગ્ય બનાવવા તત્ત્વનું જ્ઞાન, તત્ત્વની રૂચિ ને તત્ત્વની પરિણતિ - આ ત્રણેય હોય તો જ કાર્ય થાય. ઉપાદાન - યોગ્ય બને ઉપ-પાસે નજીકના કાળમાં પોતાના સ્વભાવને ગ્રહણ કરવાવાળો બની જશે. દાન - આધાન. જ્ઞાનસાર || 181