________________ પરનું સ્વરૂપ જોવું -મોહ ભળવો અર્થાત્ ગમી જવું તો અઘાતી (નામકર્મની) કર્મ-પ્રકૃતિઓ બંધાય છે. સ્વરૂપની રૂચિ નથી તો ઘાતી સાથે અઘાતી બંધાઈ જાય છે. સ્વરૂપનું જ્ઞાન આવી જાય તો પણ અઘાતીનો કર્મબંધ અટકતો નથી કારણ ત્યાં સ્વ સ્વરૂપની રૂચિનો પરિણામ નથી.તેથી પરમાં ઉદાસીનતા નથી. રૂચિનો પરીણામ પણ આવવો જ જોઈએ. હું રૂપી નથી પણ અરૂપી છું. રૂપી માં ઉદાસીન પરીણામ લાવે તો રતિ - પરિણામ ન ભળે. પોતાના રૂપને - આકારને જુએ છે તો ત્યાં રતિનો પરીણામ- મોહનો પરીણામ નથી લાવવાનો પણ ઉદાસીન પરીણામ લાવવાનો છે. સ્વરૂપની રૂચિની સાથે તે પ્રમાણે થવાનો ભાવ પણ તીવ્ર થવો જોઈએ. રૂપને વધારવાનું કામ ન કરે પણ રૂપનું પરાવર્તન કરે. માટે સાધુનો વર્ણ કાળો કહ્યો- પોતાને પણ પોતાના પર મોહન થાય તેવું રૂપ કરે છે. પોતાને જ રાગન થાય તો પરને ક્યાંથી થાય?રૂક્ષ આહાર આપવાના કારણે શ્યામતા આવે ને નિર્વિકારીતા આવે માટે રાગ તૂટતો જાય. શાલિભદ્રએ પોતાના રૂપનું કેવું પરાવર્તન કરી નાંખ્યું જેથી તેની સગી માતા પણ તેને ઓળખી ન શકી સાધુ પાલેમિ-અનુપાલેમિના સ્ટેપ પર છે. શ્રાવક માટે સહામિ, પતિયામિ, રોએમિ ને ફાસેમી - આ 4 સ્ટેપ છે. સાધુ માટે પાલેમિ-અનુપાલેમિ પમું- ૬ઠું સ્ટેપ છે. સાધુનો શણગાર શું? મેલું શરીર એ તેનો શણગાર છે. મેલને એ ઉખાડે નહીં. એની માટે એ આભૂષણ છે. મોહને દૂર કરવા સાધુ ઉદ્યત બન્યો છે. સાધુએ માત્ર આચાર નથી પાળવાનો પણ અનુભવયોગમાં અનુભૂતિમાંથી પસાર થવાનું છે. . (તેથી મુનિવમે રતિ-અરતિ શોક) દેહથી ભિન્ન કોણ થઈ શકે? જેને મમતા - મૂચ્છ- રાગ - આસક્તિનો પરીણામ નહોય તો આત્માની અનુભૂતિ મુનિ કરી શકે છે. બધી જ આરાધનાવિધિપૂર્વક કરે તો પણ આત્માની અનુભૂતિ જ્ઞાનસાર // 280