________________ આવો પાઠ ભગવતી સૂત્રમાંથી લેવાયો છે 12 માસથી વધુ પર્યાયવાળા નિગ્રંથ સાધુઓ શુક્લ લેશ્યાવાળા અને અંતે સિદ્ધગતિને પામે છે. મન છે ત્યાં સુધી માનસિક સુખની પ્રધાનતાછ મન ગયા પછી આત્મિક સુખ છે. શ્રમણ -નિગ્રંથ જ છે. સર્વ સાવદ્ય યોગથી રહિત વળી રાગ-દ્વેષથી પર એવા આ મહાત્માની વાત છે તેઓ મોહ જતા ચારિત્રની વૃદ્ધિ અને શુદ્ધિ થી પ્રકર્ષ આનંદને અનુભવે છે. 1 વર્ષમાં અનુત્તરવાસી (ઉત્કૃષ્ટ સુખી) દેવોના સુખને ઉલ્લંધી જાય છે. વિભાવ દશાનો ભાવ ભૂલાતો જાય છે. કષાય રહિત એવું અપૂર્વ સુખ અનુભવે છે. શરીર બીજાને રાગરૂપ ન બને અને સંયમમાં સહાયક બને એટલું જ એને આપવાનું છે. સંયમમાં કષાય રૂપ પરિગ્રહને છોડવાનો ક્ષમાદિ ગુણોથી તે કયારે ભાવિત બને? વિષયોથી દૂર ભાગે ત્યારે. “ક્ષમા શ્રમણ” ને મફતમાં ખમાસમણ નથી આપવાનું તેમના જેવા થવા માટે પાંચેય અંગોને નમાવવાના છે. સાધુપણાની દરેક ક્રિયા વિષય કષાયની નિવૃત્તિ માટે જ છે માટે “સમય ગોયમ મા પમાયે’ - હવે તું એક સમય માત્ર નો પ્રમાદ ન કરીશ, તારો દરેક સમય સ્વભાવને પામવામાં જ જાય, હવે તેને વિભાવ દશાનું સ્વપ્રમાં પણ સ્મરણ ન થાય. સાધુને અપ્રમપણાના ભાવથી પરમાનંદ સુખ વેદાય છે. શાતા - અશાતા ના ઉદયમાં રતિ-અરતિ ન મળે. સમ્યગ્દષ્ટિ દેવને સંતોષનું સુખ હોય છે. અનુકુળતા ગમવી ન જોઈએ. મારે સમતા મેળવવી છે તો તેની મારક મમતા ને ટાળવી જ પડે. સંયમને બાધક તત્ત્વ દૂર કરવું જ રહ્યું. સુખાશીતા-તેજોલેશ્યા-પ્રશસ્ત્રલેશ્યા-અત્યંત નિર્મળ ભાવ. અસુરમાં જે પરમાધામી દેવો છે તેમને આ લેશ્યા હોતી નથી માટે તેમને બાદ કર્યા છે. સમતામાં રહેવાની ઉપયોગ ધારા તીવ્ર બનાવવાની છે જેને જીવનભરની સમતા સામાયિક છે અને હવે જેને તેનો અનુભવ કરવો છે તે જ્ઞાનસાર // 99