________________ તત્ત્વજ્ઞાનથી જે સિંચાયેલા હોય તે હતાશ ન બને, પણ બીજાને સમજાવે કે કર્મના ઉદયથી આવે તેમાં નાસીપાસ થવાનું નહોય. પર્યુષણા પછી ખરી ચાતુર્માસની સ્થાપના થાય, સંવત્સરી પ્રતિક્રમણ પહેલા ચાતુર્માસ અસ્થિર હતું. તે આખો વ્યવહાર હવે ફરી ગયો. પર્યુષણ પછી જ દોડાદોડી શરૂ થઈ જાય છે. હકીકતમાં તો ત્યાં રહેલા સાધુ-સાધ્વીજી ભગવંતો પાસે તત્ત્વજ્ઞાન ભણવાનું છે. પરમાત્મા અને પરમાત્માની આજ્ઞાનું બહુમાન હોવું જોઈએ. કળિકાળમાં પણ એનો અચિંત્ય પ્રભાવ જોવા મળે છે. જ્યારે પોતે “સ્વ” (આત્મા) નાં સ્થાનથી ભ્રષ્ટ થયો એટલે ચારે બાજુ ભ્રમણ કરતો થયો. મિથ્યાત્વ મોહ- વિચારને ભ્રષ્ટ કરે છે અને ચારિત્રમોહ આચારને ભ્રષ્ટ કરે છે. વિચાર ભ્રષ્ટતા જાય નહીં ત્યાં સુધી આચાર સંપન્નતા જીવમાં આવી શકતી નથી. માટે પહેલાં દૃષ્ટિ ફેરવવાની વાત આવી પછી દૃષ્ટિ પ્રમાણે આચાર ફેરવો. ચંડકોશિયાની દૃષ્ટિ ફરી ગઈ. “મારી દૃષ્ટિથી બીજાના પ્રાણ ન જાય માટે મોટું બીલ” માં નાખી દીધું. મિથ્યાત્વ ગયું- સમતાના પરિણામ આવ્યા. કીડીઓએ શરીર ચાળણી જેવું કરી નાંખ્યું તો પણ સમતામાં રહ્યો. પરમાત્માની દૃષ્ટિ એણે સ્વીકારી લીધી. ચંડકૌશિકની દૃષ્ટિ ઝેરવાળી હતી. જે એક ભવના પ્રાણ હરે પણ આપણે તો મિથ્યાત્વના એવા ઘેરાવામાં છીએ કે આપણે ભવોભવ મરનારા અને બીજાને મારનારા બનીયે છીએ. ઝેર એક ભવમાં મારે મિથ્યાત્વ ભવોભવ મારે છે માટે મિથ્યાત્વને દૂર કરવાનું છે. એના અનુબંધ તોડી નાખવાના છે. ચંડકૌશિકતિર્યંચના ભવમાંમિથ્યાત્વને વમી દીધું તો તે પોતાનામાં રહેલા પરમ આનંદને, પરમ સંતોષને અને પરમ સમાધિને પામી શક્યો. દૃષ્ટિ નહીં સુધારીએ ત્યાં સુધી આત્મામાં પરમ સુખ, શાંતિ, સમાધિ, સંતોષને નહીં અનુભવી શકીએ. તેથી “પર” ને મેળવવા દેષ્ટિ જશે, ત્યાં મળશે નહીં અને આત્મા ભયંકર પીડા પામશે. જ્ઞાનસાર // ર૯૩