________________ નથી જો રાગ પાતળો પડતો જાય તો જયાં જયાં ગુણ દેખાશે ત્યાં જશે, જે ગુરૂ થી ધર્મ પામ્યો છે તેનો આદર - સત્કાર વિ. કરે. બીજામાં ગુણ દેખાય ત્યાં આદર - બહુમાન હોય પણ સત્કારાદિમાં ફરક પડે કારણ જેનાથી ધર્મ પામ્યો છે એનો ઉપકાર છે માટે બને ગુઢઓ ગુણથી સમાન હોવા છતાં વ્યવહારમાં ફરક પડશે ઉચિત વ્યવહાર તો એ ત્યાં પણ કરશે જ. આખા જગતને આંધળુ કરનાર કોણ છે મોહરાજાનો મંત્ર હું અને મારૂં', મોહના બે પરિણામ છે રાગ અને દ્વેષ. રાગ વધારે બળવાન છે. રાગમાં જ દ્વેષ થાય છે રાગથી “અહં પણ ફૂલેફાલે છે માનમાંથી રાગાદિ ભાવોની ઉત્પતિ થાય છે. અહ-માન ગયો ત્યાં મારાપણાનો નાશ તરત થઈ જશે હું ગયો તો મારાપણાનો રાગ ચાલ્યો જશે. મોહને રાજાની સંજ્ઞા આપવામાં આવી છે. તે જ્ઞાનચક્ષુ જ બીડાવી દે છે જેવું જગત છે તેવું જોઈ ના શકે વિપર્યાસ ઉભો કરે, પોતાના સ્વભાવથી પોતાનો ઉન્માદ પ્રગટ કરે, પરનો પોતે કર્તા તેવો ઉન્માદ પ્રગટ થાય છે. હું આમ છું એ પરિણામ પેદા થાય. આત્માના ગુણ પર “અહં આવી જ ન શકે શીતલ જલમાં જેમ અગ્નિ પ્રગટ ન થાય તેમ ગુણ પર કદી અહં આવે નહીં. આત્માના બદલે આત્માએ શરીરને પકડયું માટે અહં આવે. શરીરને પોતાના અસ્તિત્વ તરીકે માની લીધું - સ્વીકારી લીધુ ત્યાંથી મોહની શરૂઆત થાય. મહોપાધ્યાયજીએ મુળિયું બરાબર પકડયું છે. આત્માએસ્થિરતા કરવી હોય તો ઉપાય શો? પોતાના સ્વરૂપને પકડીને એમાં સ્થિરતા કરવી. પોતાના સ્વરૂપનો નિર્ધાર ન કરી શક્યો ને કર્મને કારણે શરીરની જે જુદી જુદી અવસ્થાઓ થઈ એને પોતાનું અસ્તિત્વ માન્યું અને એને ટકાવવા હવે બધા જ પ્રયાસો કરે છે. આમિથ્યાત્વ જાય તો જ આગળ સમ્યફ આવશે. ઉત્કર્ષ એ આત્માનો સ્વભાવ છે પણ એ ઉત્કર્ષ આત્મામાં થવાને બદલે પરમાં, આત્મા ઈચ્છી રહ્યો છે આ નિર્ણય નહીં ત્યાં સુધી મારે સારા દેખાવું છે એ જ વાત આવશે પછી ક્યાંય પણ હો ત્યા કે અહીં જ આપણને કોઈ કાંઈ કહે તો લાગી આવે છે અને બહુમાનથી કોઈ બોલાવે તો કેવો આનંદ થાય છે? જ્ઞાનસાર // 250