________________ “જ્ઞાનસાર” અર્થાત્ આગમનો સાર અર્થાત્ આત્માનો સાર અર્થાત્ આત્માના અનુભવની વાત... ગ્રંથકાર : મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ ટીકાકાર : પૂ. દેવચંદ્રજી મહારાજ સાહેબ વાચના દાતા પૂજય ભવોદધિતારક વિજય રવિશેખર સૂરીશ્વરજી મહારાજ. આ ગ્રંથનાં ટીકાકાર મહર્ષિપરમ પૂજ્ય શ્રીદેવચંદ્રજી મ.સા. નો સામાન્ય પરિચય કરીએ, તેઓએ ૧૦વર્ષની ઉંમરે ચારિત્ર ગ્રહણ કર્યુ હતું. એમની અમોઘ એવીદેશના સાંભળવા ધરણેન્દ્ર દરરોજ 4 મહિના સુધી બ્રાહ્મણનું રૂપ કરીને આવતા હતા અને ચાર મહિનાને અંતે ધરણેન્દ્ર પ્રગટ થયા અને તેમના પ્રવચનની પ્રશંસા કરી અને ‘વરદાન માંગવાનું કહ્યું, ત્યારે તે નિઃસ્પૃહ શિરોમણી મહાત્માએ કહ્યું કે જો આપ મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હો તો હું સદાયે મારા શુદ્ધ ઉપયોગમાં રમતો રહું' - એવું વરદાન આપો. પૂજ્ય દેવચંદ્રજી મહારાજ સાહેબનો જન્મ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. ના કાળધર્મ પામ્યા પછી થયો હતો. હાલમાં તેઓ કેવલી' તરીકે મહાવિદેહમાં વિચારી રહ્યા છે. તેઓશ્રીનું જ્ઞાનનિશ્ચય “સાપેક્ષ' મનાય છે અર્થાત્ સર્વજ્ઞ પ્રણિત વ્યવહાર નિશ્ચયથી યુકત છે તેને સચોટ પૂર્વાર કરનાર છે. એમણે સરસ્વતી દેવીની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. આવા મહર્ષિના પરમ પાવનીય એવા ગુણોને નમસ્કાર કરીને મંગલાચારણ કરીને હવે જ્ઞાનસારના પ્રથમ અષ્ટક પૂર્ણતા' પર વાચના અર્થાત્ સમજવાની શરૂઆત કરશું. જ્ઞાનસાર // 10