________________ હોવાથી પુણ્ય બંધાશે કારણ વીર્યધારા તે લક્ષે પૂર્ણતા નથી પામી - સંસારનો લક્ષ નથી, મોક્ષનો લક્ષ છે. ધર્મ આરાધના કરે છે પ્રવૃત્તિ પણ શુભ છે. ' ઉપશમ શ્રેણીમાં મંદ વીર્યધારા ભળે છે. ક્ષપક શ્રેણિ માં તીવ્ર અને . એક ધારાબધ્ધ વીર્યધારા ભળે છે. વળી સંઘયણબળવીર્યધારાને વધુ વેગવાન બનાવે છે. દાત. તંદુલિયો મત્યસ્ય 1 લું સંઘયણ પરિણામ તીવ્ર અશુભ-વીર્ય ધારા ભળી માટે સીધી ૭મી નરકની પ્રાપ્તિ. જયારે પ્રસન્નચંદ્ર રાજવીને અશુભ ધારા પલટાણી તો ૭મી નરકને બદલે સર્વાર્થ સિધ્ધ વિમાન ત્યાંથી આગળ જયાં સુધી આશ્રવને રોકી સંવર ભાવને ન પામે ત્યાં સુધી વિકલ્પોનું જોર મંદ ન પડે આયુષ્ય ઓછુ પડે કે તપ પણ ઓછો પડે તો નિર્જરા પણ ઓછી પડે. અપ્રમત્તપણે સાધના કરતા મુનિને ૭લવનું આયુષ્ય ઓછું પડે અથવા છઠ્ઠનો તપ ઓછો પડે તો મોક્ષમાં જવાને બદલે 33 સાગરોપમ ની બેડી રૂપ સર્વાર્થસિદ્ધ માં જવું પડે. માટે હે જીવ! સંકલ્પવિકલ્પની ચપળ પરિણતિનો ત્યાગ કરીને દ્રવ્ય કે ભાવ રૂપ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન કે પરિગ્રહ રૂપ આશ્રવોથી સર્વથા નિવૃત્ત થવું તે મહાવ્રત ભાવ મહાવ્રત ક્યારે બને? જ્યારે જીવમિથ્યાત્વ અને કષાયની પરિણતિરૂપ મમતા -માલિકી ભાવથી આસક્તિ કરે તે ભાવ હિંસા, તેનાથી નિવૃત્ત થાય ત્યારે ભાવ મહાવ્રત બને. આત્માના હિત સંબંધી - ગુણ સંબંધીના વિકલ્પો હાલમાં આપણા માટે વહેવારથી ઉપાદેય છે સમકિતની હાજરીમાં જે વિકલ્પ પ્રશસ્ત કહેવાય. આત્મસ્વભાવની સ્થિરતા કયારે ટકે? કોનામાં ટકે? જે આત્મા આશ્રવ ભાવમાં જતો નથી અર્થાત્ સ્વ - સ્વભાવને છોડી કોઈ આત્મા પોતાના બનાવેલા ઘરમાં પોતાના કુટુંબ સાથે રહે છે જ્ઞાનસાર // 187