________________ "સર્વ આચારમય પ્રવચને - ભણ્યો અનુભવ યોગ, તેહથી મુનિ વમે મોહને રતિ - અરતિ શોક." ૪થા ગુણઠાણે સ્વ-પરનો નિર્ણય થયો એટલે સ્યાદ્વાદથી પોતાના મનની સ્થિરતાની શરુઆત થતા તે વિશ્રાંતિને પામે છે. અર્થાત્ સર્વજ્ઞ કથિત તત્ત્વ વડે વસ્તુનો પૂર્ણ તત્ત્વનિર્ણય થવાને કારણે માન્યતા સંબંધી વિકલ્પો ન થાય. સ્થિરને પકડો તો સ્થિર થવાય ને પર્યાયને (અસ્થિરને) પકડો તો મન અસ્થિર થાય. મિથ્યાત્વ અને અજ્ઞાનથી રંગાયેલુ જ્ઞાન છીછરુ છે. પૂર્ણ જ્ઞાન ગંભીરતાવાળું છે. અત્યાર સુધી મન બહારમાં પ્રભુતા મેળવવા તડપતું હતું તે અંદરની પ્રભુતા જોઈને અંદરમાં સ્થિર થઈ ગયું. સાધ્ય સ્વરૂપની અભિમુખતાને ધ્યાનમાં રાખીને સાધકની મગ્નદશા ઉપર ધર્મના સ્વરૂપને દર્શાવ્યું છે. હવે ૭નયથી ધર્મની વાત બતાવે છે. 0 ૭નયથી મગ્નતાનો વિચાર. (1) નૈગમ નયથી - ઓઘથી ધર્મમાં મગ્ન એટલે દ્રવ્યથી ધર્મ - ક્રિયામાં પ્રવતે. સંગ્રહનયઃ આત્માના વસ્તુ સ્વરૂપને સાધવાની કંઈક ઢચિવાળો વ્યવહાર નય : સ્વભાવની ઢચિવાળો થઈને દોષ રહિતપણે ધર્માનુષ્ઠાન કરે તે. ઋજુ સુત્ર નય સ્વરૂપ ઢચિવાળો થઈ દોષ રહિત પણે વિધિપૂર્વક જે ધર્મ કરે તે. (5) શબ્દ નયઃ ક્ષાયોપક્ષમિક ભાવથી તે રત્નત્રયીની સાધનામાં મગ્ન થાય તે. સમભિરૂઢનયઃ ક્ષાયિક ભાવની રત્નત્રયીની સયોગી સાધનામાં મગ્ન થાય તે.