________________ પ્રમાણે થાય તો જ આત્મા ઉત્સાહિત થાય. તે વગર આપણો આત્મા ઉત્સાહિત થતો નથી સામાયિક, પૌષધ, સર્વવિરતી સુધી પહોંચીને પણ સમતા ન અનુભવાય આમ “કોરે કોરા” જ ચાલ્યા જવાનું પોતાનું માનેલું માસક્ષમણ, સિદ્ધિ તપ વિ. બધું જ કરી લે છે. પણ અણઈચ્છેલું એ જરા પણ સહન કરી શકતો નથી. સ્વભાવને સ્વરૂપની જાણ જ નથી. ન કરવાનું કષ્ટ સહન કરે છે. તે જ આપણી મુર્ખતા છે. મિથ્યાત્વ-અવિરતિ - કષાયને યોગ કર્મબંધના 4 કારણો બતાવ્યા. પોતાનું નથી તે પોતાના રૂપે બતાવે તેમિથ્યાત્વ. “કાયા એ હું તેને પોતાની માનવી તે મિથ્યાત્વ. તેની સાથે રહેવાનો પરીણામ - છૂટવાનો પરિણામ નહીંતે અવિરતિ. અનંતા ઓઘા લીધા તો પણ દેહથી છૂટવાનો ભાવ ન આવ્યો માટે બધા નિષ્ફળ ગયા. વિરતી લેવા છતાં પરીણામ ન થયો - પરીણામ પ્રગટ થવા એ સહેલી વાત નથી આમ કરતાં કરતાં કર્મલઘુતા થાય. બધી જ સામગ્રી પૂર્ણ મળે. કાળનો પરિપાક થાય પછી જ રૂચિનો પરિણામ થાય. અને ફરી જો નિકાચિત કર્મનો ઉદયહશે તો ફરી તેટલો કાળ અટકાવશે પછી જ કાર્ય થશે. આપણે કયાં છીએ એની આપણને જાણ નથી માટે પુરૂષાર્થ કરવો જ પડે. આત્મા પુરુષાર્થ કરવાનો છે જ. તુ અસંગ છે, નિઃસંગ છે પણ અવિરતિનો પરિણામ એ સંગથી છૂટા થવા દેતો નથી. કલિકાલમાં એવો રસ્તો બતાવનારા છે કે સંગમાં રહો પણ રાગ-દ્વેષ ન કરો, પણ તે મૂર્ખ છે. સંગથી છૂટા થવાનો ભાવ આવે તે સમ્યગદર્શન અને દેશથી છૂટા થયા તે દેશવિરતી અને કાયમ માટે છૂટા થયા તે સર્વવિરતિ. વિતરાગતાના અંશને વેદવો તે વિરતી. મોહનો પરિણામને કષાય. સંયોગ એ મોહને આધીન છે એટલે પહેલા સંયોગને છોડો પછી મોહને છોડો. ત્રણને છોડયા વિના આત્મા પોતાના સ્વભાવમાં આવી શકે તેમ નથી માટે મિથ્યાત્વ, અવિરતિ ને કષાય ત્રણને છોડવા જ પડે. મોહ આત્માને ભૂલાવી દે. શરીર સાથે રહેવાનો પરિણામ તે અવિરતી. શરીરમાં સુખની ભ્રાંતિ તે મિથ્યાત્વ. માટે શરીરના સુખને જીવ છોડી શકતો નથી. શાતા અશાતા બંન્નેના પરિણામને સુખદુઃખરુપેવેદિવાના છોડી દેવાના છે ત્યારે જ સમતાના પરીણામનો અનુભવ થાય. જ્ઞાનસાર || 302