________________ ભીડભંજન પાર્શ્વનાથ દાદાની શીતલ છાયામાં મારા પૂ.આચાર્ય ગુઢદેવશ્રી રાજશેખરસુરિ મહારાજના સાનિધ્યમાં, પૂ. આચાર્ય નિસ્પૃહ શિરોમણી હીરસૂરિજી મહારાજ તથા તપોનિધિ આચાર્ય દાદા પૂ. ગુઢદેવશ્રી લલિતશેખરસૂરિજી મહારાજની કૃપા આશીર્વાદના બળે “જ્ઞાનમંજરી ટીકા” પર સૌપ્રથમ શ્રાવકોને સાતમા અષ્ટક સુધી વાંચના આપવાનું થયું. તેમાં આંશિક અનુભવ દ્રષ્ટિ ખુલતા તે જ ગ્રંથ સુરેન્દ્રનગર તથા સિદ્ધક્ષેત્રમાં તથા રાજકોટ વર્ધમાનનગરમાં નવ અષ્ટક સુધી વારંવાર વાચના અપાઈ. તત્વ જિજ્ઞાસુઓને આ વાચના અતિપ્રિય લાગતા - સુરેન્દ્રનગરના ટ્રસ્ટીશ્રી પ્રદિપભાઈ તથા બીજા આરાધકોએ પુસ્તકરૂપે છપાય તો અનેક આત્માનુભૂતિના જિજ્ઞાસુઓને લાભકારક થાય તેવું જણાવતા અને તે માટે તેઓનો અતિ આગ્રહ થતાં આ પુસ્તક છપાવવા નિર્ણય કર્યો. પુસ્તકની પ્રેસકોપી કરવામાં સાધ્વીશ્રી કૈવલ્યારત્નાશ્રીજી તથા શ્રાવિક ઈન્દુબેનનો મહત્વનો ફાળો છે. તેને ટાઈપ કરાવવાદિ બાકીના કાર્યમાં (સુરેન્દ્રનગરના) મિલિન્દભાઈ, રાજકોટના કમલેશભાઈદામાણી તથા નીતિનભાઈચોકસીએ ઘણી જહેમત ઉઠાવી તથા પ્રુફ રીડીંગમાં છ માસક્ષમણના તપસ્વી મુનિ ઈન્દ્રશેખરવિજયએ સહાય કરી. આમ ઘણાં મહાનુભાવોની સહાયથી આ પુસ્તક તૈયાર થયું છે. મારામાં કોઈપણ પ્રકારની યોગ્યતા કે વિદ્વતા નહોવાછતાં બાલ્યભાવે પ્રયત્ન થયો છે. આમાં જે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને વાચકવર્ગ સુધારીને વાંચે તથા ક્ષતિઓને મારા ધ્યાન પર લાવવા પ્રયત્ન કરે તેવી વિનંતી છે જેથી ભવિષ્યમાં તે સુધારવાનો પ્રયાસ થઈ શકે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો ક્ષમા કરશો. - આચાર્ય રવિશેખરસૂરિ. કારતક વદ–દશમ સં. ૨૦૭ર મહાવીરસ્વામી દીક્ષા કલ્યાણક જ્ઞાનસાર || 6