________________ નથી માટે પ્રથમ પુણ્યની વાત લખીને પછી પાપની વાત કરી. પડદોએ પડદો જ છે. પછી તે ગમે તે રૂપે હોય. સિલ્કનો હોય કે કોટનનો. એ આવરણ જ છે માટે ઈચ્છવા યોગ્ય નથી. કર્મનો બંધ એ જ હેય છે માટે હવે બંધને જ ન ઈચ્છો. જે પુણ્ય આત્માને સહાયક બને તેટલું જ ઉપાદેય. અત્યારે તો જાણે પુણ્યનો બિઝનેસ ચાલી રહ્યો છે. પાપ-પુણ્ય બંને ગુણ ઉપરના આવરણ જ છે માટે તે ત્યાજ્ય છે. માટે તું સમ-પરીણામી થા તો તારે કર્મની નિર્જરા છે. ૪થે ગુણસ્થાનકે ભાવ આવે (માન્યતા શુદ્ધ થાય).નિશ્ચયથી નિર્જરા 5 માં ગુણઠાણાથી અને વ્યવહારથી અપુનબંધક દશાથી થાય છે. વિરતીના પરિણામવિના તાત્ત્વિક નિર્જરા થાય જ નહીં. પામે અંશથી વિરતી આવે, કે આગળ - આગળના ભાવ આવે. પરિણામ આવે 12 મે પૂર્ણતા આવે. વીતરાગતાનો અર્થ શું? જ્યાં મોહનો અંશ પણ નથી. રાગ-દ્વેષનો પૂર્ણ ક્ષય. ૧૦મે લોભ મોહનીય નો અંશ છે માટે વીતરાગ ન કહેવાય. 11 મે અંતર્મુહૂર્ત માટે ઉપશમ થવાથી તેને ઉપશમ વીતરાગ કહેવાય છે અને ૧૨મે મોહનીયનો પૂર્ણ ક્ષય થાય છે. તેથી પૂર્ણ વીતરાગ કહેવાય છે. નિગોદમાં પણ વીતરાગતા આત્મામાં એવી જ છે, અત્યારે પણ વીતરાગતા એવી જ છે અને 12 મે ગુણસ્થાનકે પણ વીતરાગતા એવી જ છે પણ આવરણ હોવાથી આપણને અનુભવાતું નથી. જેમ સૂર્યનો પ્રકાશ તો એકસરખો જ છે. છતાં આપણે સૂર્યોદય, મધ્યાન્ડ, સૂર્યાસ્ત એમ શા માટે કહીએ છીએ? એ વખતે આવરણ છે. જેમ જેમ આવરણ હટે તેમ તેમ પ્રકાશ થાય છે. 12 મે ગુણઠાણે મોહનીય પૂર્ણ જાય (દર્શન ચારિત્રમોહનીય) ને 13 મે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે એક સાથે જાય કારણ વીર્ય બધામાં સમાયેલું જ છે. ગાથા -5 વિકલ્પચષકૈરાત્મા, પીતમોહાસવો વ્યયમ ભવોચ્ચતાલ-મુતાલ, પ્રપન્ચ–અધિતિષ્ઠતિ. જ્ઞાનસાર || 288