________________ નહીં આવે. આત્મા અને જ્ઞાન વ્યાપક - વ્યાપ્ય ભાવે રહેલાં છે. જેવી રીતે દહીંમાં ખટાશ, સાકરમાં મીઠાશ વ્યાપીને રહેલાં છે તેવી જ રીતે જ્ઞાનગુણ આત્મામાં વ્યાપીને રહેલો છે. જ્યારે લોઢું અને અગ્નિ-બંને એકમેક થાય ત્યારે એક જ સ્વરૂપે લાગે પણ બંન્ને ભિન્ન છે. તેવી જ રીતે આત્મા અને પુદ્ગલ એકમય થઈને રહેલાં છે પણ બંન્ને ભિન્ન છે. (1) કર્તા :- હું જ્ઞાનગુણનો જ કર્તા છું. (2) કર્મ :- જ્ઞાન એ જ મારું કર્તવ્ય છે, પ્રાપ્તવ્ય છે. (3) કરણ :- જ્ઞાન નામના કરણથી (સાધનથી) હુંયુક્ત છું. (4) સંપ્રદાન :- વળી હું જ્ઞાનનું જ પાત્ર છું, જ્ઞાનને જ યોગ્ય છું. (5) અપાદાન :- હું જ્ઞાન દ્વારા જ જાણનારો - જોનારો છું. (6) અધિકરણ :- તથા હું જ્ઞાનગુણનો જ આધાર છું. જ્ઞાન મારામાં વર્તે છે. પ્રથમ બોધનો સ્વીકાર થાય, પછી રૂચીનો પરિણામ જાગી જાય, અને પછી પોતાનો પ્રબળ પુરુષાર્થ ત્યાં લગાડી દે એટલે મોહનો નાશ થતો જાય. હું આછું અને મારે પરના પરિણામમાં પરિણત થવાનું નથી. આ સાવધાનતા હશે તો મોહનો પરિણામ છેદાશે. પરિણામથી પરિણામ ભેદાય. અર્થાત્ મોહના પરિણામ આત્માના શુદ્ધ જ્ઞાનાદિ ગુણો વડે જ ભેદાય. ભેદજ્ઞાનની સાથે શ્રદ્ધાના પરિણામ અને સ્ત્રી-પુરુષાર્થપ્રમાણે આત્મવીર્યનું પરિણમનનું કાર્ય, આ ત્રણેની એકતા થાય ત્યારે આત્મામાં રહેલાં ગુણોનું વેદન (અનુભવ) થાય. નિગ્રંથ : જેનામાં બાહ્ય કે અત્યંતર રાગ - દ્વેષની તીવ્ર ગાંઠ નથી પરિગ્રહની ગ્રંથિ નથી, આશ્રવોનો ત્યાગ કરે છે, આત્માના સ્વભાવની વિરૂધ્ધ જે છે તે બધાનો ત્યાગ કરે છે અથવા ત્યાગ કરવાની ભાવનાવાળા બની શકિતને ગોપવ્યા વિના પ્રયત્ન કરે છે તે બધાને નિગ્રંથ કહેવાય છે. જ્ઞાનસાર // 27