________________ ચંદનાદિકનો આસક્તિથી સંસર્ગ કરે તો આત્મા સંસારચક્રમાં ભમ્યા કરે - આ દુઃખનું ચક્ર છે આને પકડવાની ઈચ્છા કેમ થઈ? સત્તામાં રાગની પીડા છે એનો ઉદય થયો ને મન ચંચળ બન્યું સ્થિરતા ગઈ ને દુઃખની પીડા આવી સામાયિકનાપર સાધનોની આશાતના કરી (ઈન્દ્રિયો - જ્ઞાનનું સાધન) ‘આંખનું પ્રયોજન જયણાનું છે? - હવે આંખથી રૂપ-રંગ આકાર ને જોવાનું કાર્ય કર્યું. આંખથી સચિત્ત -અચિત્ત -મિશ્ર જોવાનું હતું - સચિત્તનો ત્યાગ. અચિત્ત છે તો વાપર્યા વિના નથી ચાલવાનું તો એ રીતે વાપરું કે જીવહિંસા ન થાય. જોવા - સાંભળવાની ઈચછા થાય - પ્રથમ એ વિચારવું કે પ્રયોજન શું છે? જીવ જ્ઞાનના ઉપયોગ દ્વારા મગ્ન બને છે. ખાતા ખાતા મગ્ન બને કે ફરી ખાવાનો વારોનજ આવે. ચાલતા-ચાલતાં મગ્ન બને કે ફરી કદી ચાલવાનો વ્યવહાર જ કરવો ન પડે. તમામ વ્યવહાર એ રીતે કરે. યોગી યોગમાં મસ્ત બને અને અયોગી સ્વરૂપને પ્રાપ્ત કરે છે. “ટી.વી.” એ મનોરંજન નહીં પણ મનોભંજન છે. દેવશર્મા સ્ત્રીના રૂપમાં આસક્ત થયો તો મરીને સ્ત્રીનાં વાળમાં જૂ' તરીકે ઉત્પન્ન થયો. આપણે આપણા આત્મા પર કૂરતા કરી, ન જોવાનું જોયું, નસાંભળવાનું સાંભળ્યું, આત્માએ દુઃખમાં સુખની જે ભ્રાંતિ કરી તે શૂળી પર આત્માને આરોપણ કર્યો હોય તેવી પીડાનો અનુભવ થાય છે. દીક્ષા જીવનનું કાર્યમાત્ર “સ્વ” માં રહેવું ને “સ્વ” માં રમવું એટલું જ છે. દેશવિરતીને મગ્નતા કેમ નહીં? એને ધર્મ અંશથી અને અલ્પકાળ માટે છે એને નિમિત્ત મળે તો સંસારમાં વળતાં વાર નહીં લાગે માટે એનો ધર્મ “ધર્મો ધર્મ છે. જગતને જેમાં સુખનું સંવેદન થાય છે એમાં જ્યારે દુઃખનું સંવેદન થાય ત્યારે સમ્યગ્દર્શન છે એમ કહેવાય. પ્રતિતી ના સ્તર પર વચનનો નિશ્ચયથી સ્વિકાર નથી માત્ર વચનનો સ્વીકાર શ્રદ્ધાથી કર્યો છે. વસ્તુ મળી પછી એની રક્ષાનો પરિણામ થયો. સાધુએ ગુપ્તિ પાળવાની હતી. પોતાનાં ગુણોને ગોપવવાનાં હતા અર્થાત્ સ્વગુણોમાં રમણતા કરવાની હતી તેને બદલે તે પરમાં ગયો, અંદર રહેલી મોહની પ્રિતિ જ્ઞાનસાર // 105