________________ જાય.અંદરમાં સતત એને ઉહાપોહ ચાલુજ હોય. કોઈપણક્રિયા એ ગુતાનુગતિક નહીં કરે. તે સત્યનો શોધક હોય. સત્ય શું છે? આ ગુણના કારણે જ આત્મા ગ્રંથિભેદ કરે. જેમ જેમ કર્મનો હ્રાસ થતો જાય તેમ તેમ સરૂનો યોગ થાય, જિનવાણીની પ્રાપ્તિ થાય ગમે તે દર્શનમાં રહ્યો હોય જેટલું સારું મળે તે લેતો જાય પણ સંતોષ ન થાય અને પ્રશ્નાર્થ તો ઉભો જ રહે છે શું હશે? કેમ હશે? એમ કરતાં જેમ જેમ સર્વજ્ઞ કથિત વસ્તુપ્રાપ્ત થતી જાય તેમ તેમ તેને ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિકાદિ ભાવો પ્રગટ થાય છે. ભગવાને જે કહ્યું છે તે બરાબર છે, તો તેનો સ્વીકાર કેમ ન થાય? માટે ઓધથી જ સ્વીકાર્યું છે. માટે પ્રતિતિના સ્તર પર જતા નથી. રૂચિ પ્રગટ થતી નથી. માટે તમે મોહના ત્યાગને ઈચ્છતાં હો..... અને આત્માની અનુભૂતિને માટે ઝંખતા હો.. તો મોહ છૂટી જતાં વગર મહેનતે સહજ સુખની અનુભૂતિ થશે. મારે મારા આત્મામાં રહેલી આનંદની અનુભૂતિને અનુભવવી છે તો તું તારી સ્વરૂપ દશાને પકડી લે. “રૂપાતીત સ્વભાવ જે, કેવલદેસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા હોય સિદ્ધ ગુણખાલી રે....” રૂપમાં રહેવા છતાં અરૂપી એવા સિદ્ધોના ધ્યાનમાં જતાં હોઈએ. એકમેક બની જતાં તે સમયે અભૂત અનુભવો આત્માને થાય છે. અંદરથી ઉહાપોહ થાય તો શોધ થાય. બાપાનો માલ (વીરપ્રભુ) આપણને સહજતાથી મળી ગયો છે તેથી કિંમત નથી. ગોતમ સ્વામીએ વાદ કરીને મેળવ્યું છે. ક્ષત્રિય બચ્ચો એ જ કહેવાય-બાપે આપેલું લે નહીં-પોતાના બાહુબળથી મેળવે. આપણે પણ ક્ષત્રિય બચ્ચાની જેમ મોહની સામે યુદ્ધે ચઢીને લડતાં લડતાં તેને પરાસ્ત (હાર) કરીને આત્માનો માલ મેળવ્યો હોય ને તો તે પ્યારો લાગે - ત્યારે જ તેની સાચી કિંમત સમજાય તેવી શક્તિ ન હોય તો.... મારા પ્રભુ સર્વજ્ઞ છે, વીતરાગ છે. આપણી પાસેથી તેઓને કંઈ મેળવવાની ભાવના જ્ઞાનસાર || 327