________________ મરજીવા બનીને ડૂબકી મારીને રત્નો ન મેળવ્યાં તેથી આપણો ઉધ્ધાર ન થયો. આમ જયાં સુધી આત્મા પોતાના સ્વરૂપનો નિર્ણય નહીં કરે ત્યાં સુધી એ અનાદિની વાસનાથી છૂટો નહીં થઈ શકે. બીજી રીતે આ જ વાત કહે છે. ચરણ કરણ પહાણ સ્વ-સમય પર સમયથી મુકાયેલો છે જે આત્મા નિશ્ચયથી શુદ્ધ એવા આત્માને જાણતો નથી તે આત્મા ચારિત્રની તમામ ક્રિયાઓ કરે છે છતાં પોતાના આત્માની અનુભૂતિ નથી કરી શકતો તેથી નિર્જરા થતી નથી. સરાગ સંયમે દેવલોક મળે. જીવ પરમાનંદને અનુભવે તો જ ચારિત્ર સફળ થાય. પણ આત્માની અનુભૂતિ નથી કરતો તો તે શું કરે છે? સ્વાધ્યાય, અપ્રમત્ત પણે ક્રિયા કરીને પણ તે મોહના સુખની ભ્રાંતિ કરે છે, મને આવડી ગયું, મેં સારું કર્યું એ મોહ જ છે. તપમાં પણ એ જ થાય. ઓળીના આંકડા વધતા જાય, શ્રાવકો તરફથી સન્માન-પત્ર મળતા જાય તો તેને એમ થાય કે હું બરાબર. નહીંતર એમ થાય કે આ આટલી ગાથા ગોખે છે, આ આટલો બધો સ્વાધ્યાય કરે છે, આ તપ કરે છે, ને મારાથી કંઈ થતું નથી એમ દીનતા આવે ખિન્નતા અનુભવે. દ્રવ્યતા (બાહ્યતપ) ન કરી શકતો હોય તો પણ તેનામાં સંવેગ ઉછળે. વિનય, વૈયાવૃત્વ, પ્રાયશ્ચિત વિ. અત્યંતર તપ એ પણ દ્રવ્ય તપ જ છે. પણ નિશ્ચયથી “ઈચ્છા રોધે સંવરી” એ જ તપ છે. એક ગાથાનો અર્થ પણ મારા આત્મામાં પરિણામ પામી ગયો તો તે જ્ઞાન છે, અને એ જ પરમ તપ છે. યુધિષ્ઠિરની વાત આવે છે કે ક્રોધ ન કરવો, એ માટેની ગાથા ગોખવાની હતી. ગુરૂએ બીજે દિવસે બધાને પૂછ્યું આવડી ગયું? યુધિષ્ઠિરે જવાબ ન આપ્યો તેથી ગુરૂએ જોરથી તમાચો મારી દીધો તે સમતાથી સહન કર્યું ને ગુઢને કહ્યું કે હવે મને આવડી ગયું. ગુરૂ કહે હમણાં તો ના પાડી હતી ને? ત્યારે કહે છે કે તે ગાથાનો અર્થ મારા આત્મામાં પરિણામ પામે ત્યારે જ આવડ્યું કહેવાય ને! ગુરૂ પણ તેને મનોમન વંદી રહ્યા. - વડીલ આપણને ગમે તે કહે પણ આપણા પરિણામ ન બગડે તો જ ખરો વિનય છે. વર્તમાનમાં શુધ્ધ ધર્મ છે? છે જ. પૂર્ણતા નથી પણ 7 મા જ્ઞાનસાર // 325